Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
એક રાજલોકનું પ્રમાણ કોઈક દેવ હજાર ભાર લોખંડનો ગોળો પોતાની સર્વ શક્તિ વડે કરી આકાશમાંથી ફેંકે અને તે લોખંડનો ગોળો છ મહિના, છ દિવસ, છ કલાક, છ મિનિટ સમયમાં જેટલું ક્ષેત્ર ઓળંગે તેટલું ક્ષેત્ર એક રાજલોકમાં કહેવાય છે.
ચૌદ રાજલોકનો આકાર બે પગ પહોળા કરી કમ્મર પર બે હાથ રાખેલા પુરુષ જેવો છે. તે ચૌદ રાજલોકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યો છે. લોકની બહાર જે આકાશાસ્તિકાય છે, તેમાં આ છ દ્રવ્યો ન હોવાથી તેને અલોક કહેવાય છે. તેનો વિસ્તાર લોક કરતાં અનંતગણો મોટો છે.
તે લોકના ઊર્ધ્વ, અધો અને તિચ્છલોક વિભાગ રૂપે ત્રણ વિભાગ છે.
રત્નપ્રભા- પૃથ્વીના સમભૂતલપ્રદેશ આગળ આઠ રૂચક પ્રદેશો કે જે મેરુ પર્વતના મૂળમાં અવળા ગોસ્તન આકારે રહેલા છે. ત્યાંથી નવસો યોજન ઉપર અને નવસો યોજન નીચે એમ કુલ અઢારસો યોજન જાડાઈવાળો એક રાજ પહોળો એવો તિચ્છલોક છે. અધોલોક નવસો યોજન ઓછા એવા સાત રાજપ્રમાણ છે, અને ઊર્ધ્વલોક પણ એ જ પ્રમાણે નવસો યોજન ઓછા એવા સાત રાજપ્રમાણ છે. લોકાકાશમાં એક રાજ એટલે તિચ્છ લોકના પ્રમાણ જેટલી પહોળી અને ચૌદ રાજ લાંબી એવી ત્રસ-નાડી છે. ત્રસ-નાડીમાં જ ત્રસ-જીવોનું ચ્યવન, ઉત્પાત, ગમનાગમન, આહાર વગેરે દરેક ક્રિયાઓ થાય છે. ત્રસ-નાડી બહાર પાંચ પ્રકારના સ્થાવરો હોય છે.
ઊર્ધ્વલોકમાં આઠમા રાજલોકના છેડે પ્રથમ દેવલોક સૌધર્મનાં ૩૨ લાખ વિમાનો અને બીજા દેવલોક ઈશાનનાં ૨૮ લાખ વિમાનો છે.
સર્વાર્થસિદ્ધવિમાનથી બાર યોજન દૂર ઈષતપ્રાગુભર નામની સ્ફટિક રત્નની બનેલી ૪૫ લાખ યોજનાના વિસ્તારવાળી સિદ્ધ ભગવંતોના નિવાસરૂપી સિદ્ધશિલા છે.
પ્રો. આઈનસ્ટાઈનના રીલેટીવીટીના સિદ્ધાંત મુજબ યુનિવર્સ-વિશ્વ, ઇલીટીકલ- લંબગોળાકાર સાબિત થયું છે. તેવી જ રીતે ૐ પણ લંબગોળાકાર જ દોરાય છે, રીલેટીવીટી મુજબ વિશ્વ ગમે તેટલું મોટું કલ્પો તો પણ તે અનંત (ઇન્ફીનીટ) નથી, પણ મર્યાદિત (ફાઈનાઈટ) છે.
સાધારણ રીતે પૃથ્વીનો ઇતિહાસ ભૂપૃષ્ઠના ખડકો બંધાયા ત્યારથી શરૂ કરવામાં આવે છે, તેનું કારણ આ છે. સૌરમંડળના આ ત્રીજા ગ્રહ (જ્ઞાનધારા -
૧૮૬ શ્ન જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
II