Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વિશ્વની અગણિત આકાશગંગાઓ એક બીજાથી દૂર જઈ રહી છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પ્રમાણે આ આકાશગંગાઓ આપણાથી જેટલી વધારે દૂર તેટલી વધુ ગતિથી તે દૂર જતી દેખાય છે અને તેટલા પ્રમાણમાં આપણને ત્યાંના સ્થળનું સંકોચન અને કાળનું વિલંબન જણાય છે, એટલે કે આકાશગંગા જેટલી દૂર તેટલા પ્રમાણમાં ત્યાંનું સ્થળ space ટૂંકું કે નાનું જણાય અને ત્યાંનો સમય વધારે લાંબો જણાય. સૂર્ય આપણને આંખથી નાનો દેખાય છે તે આંખના ખૂણાને કારણે છે. સૂર્યનું અંતર અને દૃષ્ટિના કોણના સુધારા પછી સૂર્યનું જે કદ આવે તે યથાર્થ કદ ગણાય. સૂર્ય જો અનેકગણો વધુ દૂર હોય તો સાપેક્ષવાદ પ્રમાણે ત્યાંથી તેનું યથાર્થ કદ ઘણું નાનું જણાશે. જૈન વર્ણનોમાં કહે છે કે પ્રથમ દેવલોકથી જે દૂરના દેવલોક છે ત્યાંના દેવની ઊંચાઈ ક્રમશઃ ઘટતી જતી જણાય છે અને તેમના શ્વાસોચ્છવાસનો સમય વધુ અને વધુ લાંબો થતો જતો જણાય છે. આ વર્ણન સાપેક્ષવાદને અનુરૂપ છે. જીવ, કર્મના પુગલ ન્યુટ્રિનો (Neutrino) અને પ્રાથમિક અણુ sseisien (Elementary Particles) : - વિજ્ઞાન જીવ અને કર્મના પુગલના અસ્તિત્વનો સ્વીકાર કરતું નથી, કારણ કે તેનું કોઈ વજન નથી અને તે કોઈપણ પ્રકારનાં વૈજ્ઞાનિક પરીક્ષણો કે પ્રતિક્રિયાઓ દ્વારા જાણી શકાતા નથી. આ દલીલ સૈકાઓથી કરવામાં આવે છે.
એમ માનવામાં આવતું હતું કે પદાર્થનો સૌથી નાનો અવિભાજ્ય કણ પરમાણુ (Atom) છે. પરમાણુ વૈજ્ઞાનિક કસોટીમાંથી પાર ઊતરેલ છે. પરમાણુના વિભાજન પછી પણ તેના ઘટકો ઉપર પ્રયોગ થઈ શકે છે અને તેની ઉપર પ્રક્રિયાઓ પણ કરવામાં આવી છે. પરંતુ Quantum Mechanics ના ઉદય પછી સંખ્યાબંધ પ્રાથમિક અણુકણિકાઓની (Elementary Particles) શોધ થઈ છે, જે વિજાણુઓ (Electron) કરતા પણ અનેકગણા નાના અને હળવા છે. વધારે આશ્ચર્યની વાત એ છે કે એવી ઘણી પ્રાથમિક અણુકણિકાઓ અરૂપી છે, તેનું કોઈ વજન નથી, તેના અસ્તિત્વના કોઈ ચિહ્ન નથી, કે તે કોઈપણ પ્રયોગ કે પરીક્ષણ દ્વારા ચકાસી શકાતી નથી, છતાં વિજ્ઞાનને આ અણુકણિકાઓના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડ્યો છે.
ન્યુટ્રિનો આ પ્રકારની અણુકણિકા છે. તેને કોઈ દળ (Mass) નથી, વિદ્યુત Charge નથી, તે કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગશાળાનાં (જ્ઞાનધારા-૩ ૧૯૯ # જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)