Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 211
________________ વિદ્યુતવર્ય શ્રી G RIESKVKVKVKG88&TTBTE પરિપત્ર તા. ૨૪-૮-૨૦૦૭ વિષય : જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪ જય જિનેન્દ્ર સાથે જણાવવાનું કે, શાસન અરુણોદય પૂજ્ય શ્રી નમ્રમુનિજી પ્રેરિત ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટના સહયોગથી વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘના સુવર્ણ જયંતી અવસરે, સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રિસર્ચ સેન્ટર દ્વારા જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૪નું આયોજન કરવામાં આવ્યું છે. મહાવીર નગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર વાયા બોઈસર જીલ્લો-થાણા ચિંચણી મુકામે અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ મહાસતીજી તથા પૂ. ડૉ. તરુલતાજી સ્વામીની પાવન નિશ્રામાં તા. ૬ અને ૭ ઓક્ટોબર૨૦૦૭ શનિવાર-રવિવારના યોજાનાર આ જ્ઞાનસત્રનું પ્રમુખ સ્થાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ શોભાવશે. વિદ્વાન લેખકો અને સંશોધકો માટે જ્ઞાનસત્રના વિષયો : (૧) વિશ્વવાત્સલ્યના આરાધક ક્રાંતદંષ્ટા મુનિશ્રી સંતબાલજી, (૨) અધ્યાત્મ જગતમાં જૈન કવિની મારી પ્રિય તત્ત્વસભર રચના, (૩) જૈન સંસ્કૃતિના વિકાસમાં નારીનું યોગદાન, (૪) જિનાગમ સંદર્ભે શ્રાવકાચાર, (૫) ધ્યાન, જપ અથવા જૈન વિધિ - અનુષ્ઠાનની વૈજ્ઞાનિકતા. જ્ઞાનસત્ર-૩માં થયેલા નિબંધોનો સંગ્રહ જ્ઞાનધારા-૩નું વિમોચન આ પ્રસંગે થશે. જ્ઞાનસત્રમાં આપ જે વિષય પર લેખ-નિબંધ કે શોધપત્ર રજૂ કરવાના હો તે ૬ ફૂલસ્કેપ પર એક બાજુ લખીને અથવા ૪ ફૂલસ્કેપ કાગળ પર ટાઈપ કરીને તા. ૨૫-૯-૨૦૦૭ સુધીમાં મોકલી આપવાનો રહેશે. નિબંધના મુદ્દાઓ ૧૦ મિનિટમાં રજૂ કરવાના રહેશે. આપનો સ્વીકૃતિ પત્ર આપના પરિચય અને નિબંધના વિષય સાથે તા. ૨૦-૯-૨૦૦૭ સુધીમાં મળ્યેથી આપને અમે વિગતવાર આમંત્રણ પત્રિકા પાઠવીશું. સંપર્ક સૂત્ર : ગુણવંત બરવાળિયા (સંયોજક) ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ-૭૭ ફોનઃ (૦૨૨) ૨૫૧૨૫૬૫૮ (મો) ૯૮૨૦૨ ૧૫૫૪૨ EmageKITTLES, 888888

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214