Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈન અને આધુનિક વિજ્ઞાનના વિશ્વના મૂળ ઘટકોની સરખામણી નીચે કોઠામાં આપી છે : . જૈન વિજ્ઞાનનું દ્રવ્ય આધુનિક વિજ્ઞાનનું દ્રવ્ય કાળ
કાળ
આકાશ
આકાશ પુગલ
પદાર્થ, પ્રકાશ, તાપ, ધ્યનિ વ. ઊર્જા જીવ
(અસ્વીકાર્ય) ધર્માસ્તિકાય
ગતિની ઊર્જા Kinetic energy અધર્માસ્તિકાય
Rulat alud Potential energy આ રીતે વિજ્ઞાન અને જૈનદર્શનમાં વિશ્વના સ્થૂળ ઘટકોમાં કોઈ ગણનાપાત્ર તાત્વિક તફાવત નથી, માત્ર વર્ગીકરણ અને વ્યાખ્યાનો તફાવત છે.
(૨) જૈનદર્શનમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે સ્વતંત્ર દ્રવ્ય છે. ધર્માસ્તિકાય ગતિમાં સહાય કરે છે અને અધર્માસ્તિકાય સ્થિરતામાં સહાય કરે છે. ન્યૂટનના ગતિના નિયમો સ્પષ્ટ કરે છે કે એકધારી ગતિ અને સ્થિતિ માટે કોઈ બાહ્ય પરિબળની જરૂર નથી. ગતિ આપવી, રોકવી કે વધારવી એ દરેક ક્રિયા માટે એક જ પ્રકારના પરિબળની જરૂર છે. એટલે વિજ્ઞાન માટે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બંને એક દ્રવ્ય છે અને તેનો ઊર્જાનો પ્રકાર ગણે છે. વિજ્ઞાનને ગતિ અને સ્થિતિ એટલે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના વિષયને વધારે વિકસાવ્યા છે. તે બંને ક્રમથી Kinetic energy અને Potential energy સાથે સરખાવી શકાય.
(૩) વિજ્ઞાન પદાર્થની ૩ અવસ્થા જણાવે છે : Element, Compound and Mixture. જૈનવિજ્ઞાન પણ પુગલની ત્રણ અવસ્થા બતાવે છે : વિસ્ત્રસા, મિસ્ત્રસા, પ્રયોગસા જે આધુનિક વિજ્ઞાન સાથે સહમત છે.
ઉપર દર્શાવેલ તુલનાને આધારે કહી શકાય કે અન્ય દર્શનોના પ્રમાણમાં જૈન વિજ્ઞાનનું વિશ્વના મૂળ ઘટકોનું વર્ગીકરણ આશ્ચર્ય ઉપજાવે તેટલું વિકસિત હતું. (જ્ઞાનધારા-૩ - ૧૯૬ # જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)