Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 189
________________ પૂર્વ-પશ્ચિમ બાજુ મહાવિદેહ ક્ષેત્ર છે, અને ઉત્તરમાં એક પર્વત, એક ક્ષેત્ર એમ ત્રણ પર્વત, ત્રણ ક્ષેત્રો છે. આ રીતે દક્ષિણમાં પણ એક પર્વત, એક ક્ષેત્ર એમ ત્રણ પર્વતો ત્રણ ક્ષેત્રો છે, એમ કુલ જંબૂદ્વીપમાં સાત ક્ષેત્રો અને છ પર્વતો છે. તેમાં દક્ષિણ બાજુ છેલ્લું જે ક્ષેત્ર છે, તેનું નામ ભારતક્ષેત્ર છે, જેનું પૂર્વ-પશ્ચિમ પ્રમાણ ૧૪૪૭૧.૫/૧૯ યોજન છે અને ઉત્તર-દક્ષિણ પ્રમાણ પ૨૬.૯/૧૯ યોજન છે. તે ભરતક્ષેત્રના મધ્યભાગે વૈતાઢ્ય પર્વત છે. જેની ઊંચાઈ ૨૫ યોજન છે, ઉત્તર -દક્ષિણ પહોળાઈ ૫૦ યોજન અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૧૦૭૨.૧૧/૧૯ યોજનપ્રમાણ છે. તેનાથી ભરતક્ષેત્રના બે ભાગ પડ્યા છે : (૧) ઉત્તરાર્ધભરત (૨) દક્ષિણાર્ધભરત. દક્ષિણાર્ધ ભરતનું પૂર્વ-પશ્ચિમ પ્રમાણ યોજન ૯૭૪૪ ૧૨/૧૯ યોજના દૂર અયોધ્યા નગરી છે. તેનાથી નૈત્રóત્ય (દક્ષિણ-પશ્ચિમ વચ્ચે) ખૂણે ૧,૮૫,૦૦૦ ગાઉ દૂર આપણે રહેલા છીએ, તે વર્તમાન વિશ્વ વિશાળ સમુદ્ર વચ્ચે નાના-મોટા અનેક દ્વીપોના સમૂહો જેવું છે.” આ ઉપરથી આપણે રહેલા છીએ તે ૮૦૦૦ માઈલનો મનાતો ગોળો - દક્ષિણ ભારતના મધ્યબિંદુ રૂપ અયોધ્યાથી મૈત્ય ખૂણે ૧,૮૫,૦૦૦ ગાઉ (૧ ગાઉ રા માઈલની ગણતરીએ ૫,૦૮,૭૫૦ માઇલ) દૂર ચારે બાજુ પાણીથી વીંટળાયેલ નાના-મોટા અનેક દ્વીપોના સમૂહરૂપ વર્તમાન વિશ્વ છે એમ નક્કી થાય છે. ૮૦૦૦ માઇલના વ્યાસવાળી અને ૨૫૦૦૦ માઈલની પરિદિવાળી વર્તમાન દેખાતી દુનિયા અખિલ વિશ્વ(૧૪ રજૂ પ્રમાણ)ના મધ્યભાગે રહેલ અસંખ્ય દ્વીપ-સમુદ્રોના મધ્યબિંદુરૂપ જંબૂદ્વીપના દક્ષિણ છેડે આવેલ દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્યબિંદુથી નેóત્ય ખૂણે ૧,૮૫,૦૦૦ ગાઉ દૂર હોય એમ લાગે છે.” મધ્યબિંદુ પર અયોધ્યા નગરી વસેલી છે. આ નગરી તે આજની અયોધ્યા નહિ, પણ આદમ અને ઇવ જ્યાં પહેલ-વહેલા સ્વર્ગથી આવ્યા ભગવાન ઋષભદેવ જ્યાં થયા તે અયોધ્યા. આ અયોધ્યાને કેન્દ્ર ગણી ખગોળ-ભૂગોળનાં ગણિતો થાય છે. આજે સ્ટાન્ડર્ડ અને લોકલ ટાઇમમાં જ્ઞિાનધારા-ક ૧૮૮ - જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214