Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જેનદર્શન અને વિજ્ઞાનના સંદર્ભમાં વિશ્વના સ્વરૂપની તુલનાત્મક સમીક્ષા
અમદાવાદ સ્થિત જૈન ધર્મના વિદ્વાન, પ્રવીણભાઈ સી. શાહ અભ્યાસુ, દેશ-વિદેશમાં અનેક પ્રવચનો આપે છે. જૈન ધર્મના અનેક વિષયો પર મનનીય લેખો લખે છે.
જેનદર્શનની દષ્ટિએ વિશ્વનું સ્વરૂપ
એક બાજુ જૈન ભૂગોળ-ખગોળ તથા વર્તમાન ભૂગોળ-ખગોળના સિદ્ધાંતોમાં આકાશ-પાતાળ જેટલો તફાવત જોવા મળે છે, અને જૈન શાસ્ત્રીય વિચારધારાઓ તરફ અનેકાનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જ્યારે બીજી તરફ ભૌતિકશાસ્ત્ર(Physics)ના ક્ષેત્રમાં જૈન શાસ્ત્રકારોએ પ્રરૂપેલા સિદ્ધાંતો સંપૂર્ણ સાચા પુરવાર થાય છે. જૈનગ્રંથોમાં દર્શાવેલ સમય (Time), અવકાશ (Space) અને પુદ્ગલ (Matter) સંબંધી સિદ્ધાંતોનું વર્તમાન વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે અદ્ભુત સામ્ય જોવા મળે છે. કાળના સંદર્ભમાં પ્રાચીનકાળના મહાન ઋષિમુનિઓથી લઈને અત્યારના મહાન વિજ્ઞાનીઓએ ખૂબ જ ચિંતન કર્યું છે. જૈનદર્શનમાં કાળ (સમય), અવકાશ અને પુદ્ગલ વિશે ઘણું ઘણું લખ્યું છે અને આજે પણ આ વિષયમાં નવાં નવાં સંશોધન થઈ રહ્યાં છે. | સર્વ વિશ્વનું સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર એવા અનંતજ્ઞાની તીર્થંકર પરમાત્માઓએ પોતાના જ્ઞાન દ્વારા જાણીને જગતમાં સૂર્ય-ચંદ્ર એક બે નહિ પરંતુ અસંખ્યની સંખ્યામાં જણાવ્યા છે, અને જગતની સામે રજૂ કર્યા છે. આ સૂર્ય-ચંદ્રનું વિસ્તૃત વર્ણન અનેક આગમો કે તદનુસાર ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. જેમ કે - ભગવતીજી-જીવાભિગમ-સૂર્યપ્રજ્ઞપ્તિ-ચંદ્રપ્રજ્ઞાતિજ્યોતિષકરંડક-ક્ષેત્રલોકપ્રકાશ-બૃહદ્ સંગ્રહણી ક્ષેત્રસમાસ વ. વ. - લોક એટલે જગત પણ અર્થ થાય. જનસમુદાય અર્થ પણ થાય, ક્ષેત્રવાચી પણ છે. જેમ પાતાળલોક ઊર્ધ્વલોક વગેરે અને ષડ્રદ્રવ્યાત્મક જે ધર્મસ્તિકાય વગેરે પદાર્થો જે આકાશમાં વર્તી રહ્યા છે, તે ક્ષેત્રને પણ લોક કહેવાય. અહીં પદ્રવ્ય જેમાં વિલસી રહ્યા છે તે ચૌદ રાજલોક અર્થ અભિપ્રેત છે, જે ચૌદ વિભાગમાં વહેંચાયેલ છે. એ જ પ્રમાણે વૈદિકદર્શનકારોએ પણ પોતાના ધર્મગ્રંથોમાં ચૌદ લોકની માન્યતા સ્વીકારેલી છે.
જ્ઞાનધારા - ૩
સાહિત્ય જ્ઞાનસત્ર-૩
1
.
I
!
11