Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રકાર, સ્થાન, સ્થિતિ, વિશેષ, વ્યુત્કાન્તિ, સંજ્ઞા, યોનિ, ભાષા, શરીર, પરિણામ, વેશ્યા, કર્મબંધ... વગેરે ૩૬ પદોના સંદર્ભમાં વિસ્તાર અને અત્યંત સૂક્ષ્મપણે કરવામાં આવી છે. તેમાં જીવ અને અજીવની જે વિવિધ પ્રકારભેદે ચર્ચા કરવામાં આવી છે, તેનું નીચે પ્રમાણે પૃથક્કરણ કરવાથી વિશેષ ગ્રાહ્ય બને તેમ છે : પ્રજ્ઞાપનાના મુખ્ય બે પ્રકાર છે - જીવ અને અજીવ.
પ્રજ્ઞાપના
જીવ
અજીવ
સંસાર સમાપન્ન અસંસાર સમાપન્ન રૂપી અરૂપી
અજીવ પ્રજ્ઞાપના અજીવ પ્રજ્ઞાપના નારક તિર્યંચ મનુષ્ય દેવગતિ અનંતર પરંપરા
સિદ્ધ સિદ્ધ જીવ અને અજીવ દ્રવ્યના અને સૂક્ષ્મ વર્ગીકરણો પણ અહીં આપવામાં આવ્યાં છે જેમા કે -
સંસાર સમાપન્ન જીવપ્રજ્ઞાપના
એકેન્દ્રિય
બે-ઇન્દ્રિય તે-ઇન્દ્રિય ચઉરિજિય પંચેન્દ્રિય
પૃથ્વીકાયિક અપકાયિક તેજકાયિક વાયુકાયિક વનસ્પતિકાયિક
આ દરેક સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકાર ગણાવ્યા છે.
અજીવ પ્રજ્ઞાપનાના બે પ્રકારો વર્ણવીને તેના સૂક્ષ્મ ભેદ પણ આ રીતે દર્શાવ્યા છે ? અરૂપી અજીવ ધર્મ પ્રજ્ઞાપનાના દસ પ્રકાર છે:
ધમસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ, અને ધર્માસ્તિકાયના પ્રદેશો, અધર્માસ્તિકાય, અધર્મસ્તિકાયનો દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશો અને કાળ. રૂપી અજીવ પ્રજ્ઞાપનાના ચાર પ્રકાર છે. :
સ્કંધો, સ્કંધ-દેશો, સ્કંધ-પ્રદેશો અને પરમાણુ પુદ્ગલો. પુદ્ગલના પાંચ પ્રકાર છે: જ્ઞાનધારા-૩ ૪ ૧૦૩ ર ન્ન જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)