Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પુદ્ગલ
વર્ણપરિણત ગંધપરિણત રસપરિણત સ્પર્શપરિણત સંસ્થાનપરિણત
આ પ્રત્યેક દ્રવ્યના સ્થાનાદિ ભેદે જે વિવિધ પર્યાયોનું અહીં નિરૂપણ થયું છે, આશ્ચર્યજનક છે. અત્યંત સૂક્ષ્મતા, ગહનતા અને ક્રાન્તદર્શિતા વડે પૂજ્ય તીર્થંકર સ્વામીએ સકળ લોકનું જે ચિત્ર સૂત્રાત્મકરૂપે અહીં પ્રગટ કર્યું છે, તેનું સારરહસ્ય પામવું મુશ્કેલ છે. જેમ કે - મનુષ્યોના ભેદ જણાવતા તેના બે પ્રકાર દર્શાવ્યા છે સંમૂર્ચ્છિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યો. દેવોના ચાર પ્રકાર છે - ભવનવાસી, વાનમંતર, જયોતિષ્ક અને વૈચાનિક, પૃથ્વીકાયિક, વનસ્પતિકાયિક વગેરેના તો અસંખ્ય ભેદો વર્ણવ્યા છે. તે દરેકનાં સ્થાનો, સ્થિતિ, અલ્પબાહુત્વ, સંખ્યાવિશેષ, વ્યુત્ક્રાન્તિ,ઉચ્છવાસ વગેરે વિશે વિસ્તારથી માહિતી આપી છે.
દસ સંજ્ઞાઓ : આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઓઘ સંજ્ઞા - તેમનું વિશદ્ વર્ણન અને તેના ઉપયોગ વિશેની તલસ્પર્શી માહિતી અહીં મળે છે.
વિવિધ દૃષ્ટિએ યોનિના પ્રકાર આ પ્રમાણે છે : યોનિ
શીત ઉષ્ણ શીતોષ્ણ | સંવૃત્ત વિવૃત્ત સંવૃત્તવિવૃત્ત કમોન્નતા સંખાવર્તા વંશીપત્રા
-
સચિત્ત અચિત્ત મિશ્ર
પૃથ્વીના આઠ પ્રકાર ગણાવીને ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ - એ શરીરના ભેદોનું પણ અહીં દ્રવ્યાનુયોગ સંદર્ભે વર્ણન ઉપલબ્ધ થાય છે. પરિણામ, ઇન્દ્રિયો, ઉદ્દેશ, પંદર પ્રકારના પ્રયોગો, છ પ્રકારની લેશ્યાઓ, બાવીસ પ્રકારની કાયસ્થિતિ, અંતક્રિયા-ચ્યવન-ઉત્પત્તિ; સંસ્થાન, ક્રિયાઓ, આઠ પ્રકારની કર્મપ્રકૃતિ; આહાર, ભવ્ય, સંજ્ઞી, લેશ્યા, દૃષ્ટિ સંઘત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પર્યાપ્તિ વગેરેના સંદર્ભમાં જીવદ્રવ્યનું કરેલું વિસ્તૃત નિરૂપણ-પ્રજ્ઞાપના ખૂબ મહત્ત્વનું અને નોંધપાત્ર છે.
જ્ઞાનધારા-૩
▬▬▬▬▬▬
▬▬▬▬▬▬
--------
૧૦૪
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩