Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
‘પ્રજ્ઞાપના સૂત્ર'ને આધારે દ્રવ્યાનુયોગનું મહત્ત્વ
.
આંતરરાષ્ટ્રીય જૈન અધ્યયન ડો. શોભના આર. શાહ- અમદાવાદ
કેન્દ્ર, ગૂજરાત વિધાપીઠ-અમદાવાદના પ્રાધ્યાપક, અનેક રાષ્ટ્રીય પરિસંવાદ ( અને જ્ઞાનસૂચક તથા સાહિત્ય સમારોહમાં અભ્યાસપૂર્ણ રજૂ કરે છે.
જે કર છે. * | પ્રજ્ઞાપનાનો અર્થ :
પ્રજ્ઞાપના શું છે?' એના ઉત્તરમાં સ્વયં શાસ્ત્રકારે કહ્યું છે કે - “જીવ અને અજીવના સંબંધમાં જે પ્રરૂપણા છે તે પ્રજ્ઞાપના છે.”
પ્ર’ એટલે વિશિષ્ટ પ્રકારે “જ્ઞાપન એટલે કે નિરૂપણ કરવું. યથાયોગ્ય રૂપથી જીવાદિ પદાર્થોનું જ્ઞાન કરાવતું હોવાથી તેને પ્રજ્ઞાપના કહે છે. આચાર્ય મલધારી હેમચન્દ્ર તેનો અર્થ યથાવસ્થિતં ગીવાદિક્વાર્થનાપતિ પ્રજ્ઞાપના' એવો જણાવે છે. આચાર્ય મલયગિરિ પ્રજ્ઞાપનાનો અર્થ જણાવે છે કે - “પ્રજ્ઞાપના શબ્દના પ્રારંભમાં જે પ્ર” ઉપસર્ગ છે, તે ભગવાન મહાવીરના ઉપદેશથી વિશેષતા સૂચિત કરે છે.” અર્થાત્ જીવ-અજીવ આદિ તત્ત્વોનું જે સૂમ વિશ્લેષણ સર્વજ્ઞ ભગવાન મહાવીરે કર્યું છે, જેના દ્વારા શિષ્યોને જીવ-અજીવ આદિ તત્ત્વોના યથાયોગ્ય સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે, જે વિશિષ્ટ નિરૂપણ કુતીર્થિક પ્રણેતાઓના માટે અસાધ્ય છે, તે પ્રજ્ઞાપના છે.
સંપૂર્ણ જૈન આગમ સાહિત્યમાં જે સ્થાન પાંચમું અંગ ભગવતી સૂત્રનું છે તે ઉપાંગ સૂત્રમાં પ્રજ્ઞાપના સૂત્રનું છે.' પ્રજ્ઞાપના સૂત્રના કર્તા - આધારઃ
કર્તાના વિષયમાં આર્ય શ્યામનું નામ નિર્વિવાદ રૂપથી માન્ય છે, એવો ઉલ્લેખ સૂત્રના પ્રારંભમાં મંગલ પછી બે ગાથાઓમાં છે, જેને વ્યાખ્યાકાર આચાર્ય હરિભદ્ર અને આચાર્ય મલયગિરિને અન્ય કર્તક કહ્યા છે.
આધાર : પ્રજ્ઞાપના સૂત્રના સંકલયિતા શ્રી શ્યામાચાર્યે પ્રજ્ઞાપનાને દૃષ્ટિવાદનો નિષ્કર્ષ બતાવ્યો છે. સટ્ટાયામાં ચિત્ત થયાં વિ૩િવીયofiદ્ર દષ્ટિવાદ આજે આપણી સામે ઉપલબ્ધ નથી, પરંતુ સંભવ છે કે દૃષ્ટિવાદમાં દેષ્ટિ દર્શનથી સંબંધિત વર્ણન હોય, પ્રજ્ઞાપનામાં (જ્ઞાનધારા -૩ ૐ ૧૦૫
ર ક્સ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
:
-