Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જીવ-અજીવ દ્રવ્યનો પ્રકારભેદે વિશેષ પરિચય: જીવ :
(૧) તે નિત્ય ચૈતન્ય સ્વભાવરૂપ - ઉપયોગના લક્ષણવાળો હોવાથી એક જ છે.
(૨) જ્ઞાન અને દર્શન એવા ભેદને કારણે બે પ્રકારનો છે.
(૩) ઉત્પાદ, ધ્રૌવ્ય અને વિનાશ એ ત્રણ લક્ષણવાળો હોવાથી અથવા કર્મફળચેતના, કાર્યચેતના અને જ્ઞાનચેતના એ ત્રણ પ્રકારે રાણ લક્ષણવાળો છે.
(૪) દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ - એ ચાર ગતિમાં પરિભ્રમણ કરતો હોવાથી ચતુર્વિધ ભ્રમણવાળો છે.
(૫) પારિણાગિક, ઔદાવિક વગેરે પાંચ મુખ્ય ગુણોની પ્રધાનતા હોવાને કારણે પંચાગ્ર ગુણપ્રધાન છે.
(૬) જીવ ચાર દિશામાં અને ઉપર તથા નીચે એમ છ દિશામાં ગમન કરતો હોવાથી છ અપક્રમસહિત છે.
(૭) અસ્તિ, નાસ્તિ વગેરે સપ્તભંગી યુક્ત હોવાને કારણે સપ્તભંગી છે.
(૮) જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મો અથવા સમ્યકત્વ વગેરે આઠ ગુણોના આશ્રયભૂત હોવાને કારણે અષ્ટ-આશ્રય છે.
(૯) નવ પદાર્થ કે તત્ત્વો - જીવ, અજીવ, પાપ, પુષ્ય, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષરૂપે પ્રવર્તમાન હોવાથી નવ અર્થરૂપ છે.
(૧૦) અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી, સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રય અને પંચેન્દ્રિયરૂપ દશ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી દશસ્થાનગત છે. અજીવ ઃ
પુદ્ગલદ્રવ્યમાંથી સર્જિત કોઈ સમગ્ર વસ્તુ એના અખંડ સ્વરૂપમાં સ્કંધ છે. તેના અર્ધભાગને દેશ કહે છે. દેશના અર્ધભાગને પ્રદેશ અને તેના છેવટના અવિભાગી ભાગને પરમાણુ કહે છે. તેમાં રસ, વર્ણ, ગ્રંથ અને સ્પર્શના ગુણ છે, પણ કોઈ એક સમયે તે એક જ પ્રકારના રસ કે વર્ણાદિથી યુક્ત હોય છે. પુદ્ગલના છ પ્રકાર છે અને તેનાથી ત્રણ લોક ઉત્પન્ન થાય છે. (જ્ઞાનધારા-૩ મે ૧૦૧ ક્રક્સ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
11