Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
D પૂ. આચાર્ય સુશીલકુમારજીનાં વિદેશી શિષ્યા પેટ બ્રુનો વિદેશમાં જૈન ધર્મનાં સિદ્ધાંતોનું આચરણ કરે છે. જૈન યોગના વર્ગો સિદ્ધાચલમ ખાતે ચલાવે છે.
ગુજરાતમાં આવેલ ધરતીકંપ દરમિયાન ‘જૈના’એ ૬,૫૦,૦૦૦ ડૉલરનું, લાતુરના ધરતીકંપ વખતે ૧ લાખ ડૉલરનું અને સુનામી માટે ૨,૦૦,૦૦૦ ડૉલરનું ફંડ મોકલેલ છે.
D યુનિ. ઑફ હેઈડનબર્ગ, જર્મનીના રીસર્ચ એસોસિયેશને કર્ણાટકમાં જૈન ધર્મના પ્રોજેક્ટ વિશે મંજૂરી આપેલ છે. જેનો ધ્યેય ૫ થી ૧૨મી સદીમાં કર્ણાટકમાંથી જૈન ધર્મ લુપ્ત થયો તેનાં સંશોધનો અર્થેનો છે.
વિદેશમાં જૈન ધર્મની પ્રવૃત્તિઓનો વ્યાપ એટલો બધો છે કે તેને ટૂંકાણમાં સમાવવો શક્ય નથી. આ વ્યાપ જોતાં કવિ નર્મદની પંક્તિ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત' યાદ આવી જાય છે. વિશ્વના ગમે તે ખૂણામાં જૈન સમાજ નાનો હોય કે મોટો પણ એક જૈન વિશ્વ’ રચી દે છે.
સંદર્ભ
Web site :
www. jaina.org www. jainworld.com.
www. jainsamaj.com.
www. jvbna.org.
YJA. org.
Magazines and other resources :
Jain Digest
Ahimsa world.
Major Jain events of North America, Jain Timeline,
article.
Article by Mr. Satishkumar jain. - પરદેશમાં જૈન ધર્મ ડૉ. વિનોદ કપાસી.
જ્ઞાનધારા-૩
૯
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩