Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
(JAINA) એટલે જૈન ઇન્સ્ટિટ્યુશન ઑફ નોર્થ અમેરિકા. આ સંસ્થા અમેરિકા અને કેનેડામાં વસતા જૈનોને સદસ્ય બનાવે છે. તેની નિયમિત બેઠકો યોજાય છે. વહીવટદારોની ચૂંટણી થાય છે. ગત મહિને જેના દ્વારા સાનફ્રાન્સિસ્કો ખાતે આંતરરાષ્ટ્રીય જૈન કૉન્ફરન્સનું આયોજન કરાયું હતું. લોસ એન્જલસમાં પણ જૈન મંદિરો છે અને અત્રે આચાર્ય ચંદનાજીની શિષ્યાઓ સતત ઉપસ્થિત રહે છે. આચાર્ય ચંદનાજીના શિષ્યો ઘણા એજ્યુકેટેડ હોવાથી આધુનિક પદ્ધતિથી જૈન પાઠશાળા શરૂ કરી શક્યા છે. કારણ પરદેશનાં બાળકો સમજ્યા વિના આંધળી વિધિમાં માનતા નથી. દરેક સવાલના જવાબ વૈજ્ઞાનિક કારણ - જવાબ સંતોષકારક મળે તો જ ધાર્મિક વિધિ કે અભ્યાસમાં જોડાય છે. આયંબિલ-પર્યુષણ દરમિયાન ઉપવાસ શા માટે કરવા ? શા માટે શાકાહારી જ રહેવું, ઈડા, બટેટા, કાંદા, લસણ, દારૂનો ત્યાગના ફાયદા વૈજ્ઞાનિક કારણથી સમજાવવામાં આવે અને ગુજરાતી વાંચતાં, લખતાં, બોલતાં ન હોવાથી અંગ્રેજીમાં સરસ રીતે સમજાવી જ્ઞાન આપતા પરદેશમાં જૈન ધર્મની લાગણી વધતી જાય છે. અને દરેક પ્રશ્નોનું નિરાકરણ થાય છે. ધાર્મિક સાથે સાંસ્કૃતિક સામાજિક-ચેરિટી વગેરે કાર્યક્રમો થતા હોવાથી જૈન સમુદાય સાથે થઈ શકે, જેનો જશ ભારતના સાધુ-સાધ્વી ભણેલા-જૈન ધર્મનો પ્રચાર માટે સફરને આભારી છે. જૈના' સંસ્થા ધાર્મિક વગેરેની વેબ સાઈડથી દરેકને માહિતી મળે છે.
ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન - સીડનીમાં હજુ જૈન ધર્મની પ્રવૃત્તિ નથી થતી, કારણમાં કોઈ જૂની પેઢીની વ્યક્તિએ પહેલ નથી કરી. શનિ-રવિમાં સમય મેળવતા નથી. ફક્ત પર્થમાં જ જૈન પ્રવૃત્તિ શનિ-રવિ ચાલે છે. ઉવસગ્ગહર ભક્તિ ગ્રુપની સ્થાપનાના પ્રયત્નો ચાલુ છે. દરેક સ્થળે નાના દેરાસરની સ્થાપના થયેલ છે અને પર્થમાં સંવશ્રી પ્રતિક્રમણ દર વર્ષે થાય છે અને તેમાં ૭૦ થી ૧૦૦ ભાઈઓ-બહેનોની હાજરી હોય છે. ધીમે ધીમે જૈન પુસ્તકો તથા મેગેઝિનો મંગાવે છે અને કદાચ કેનિયાના જૈનો ત્યાં નૈરોબી જેવું દેરાસર ઉપાશ્રય બનાવશે. - દુબઈ, મસ્તક, અબુધાબી, ડોરા વગેરે આરબ કન્ટ્રીમાં જૈન દેરાસર, જૈન ભવનની સ્થાપના કરવામાં આવી છે, અને પર્યુષણમાં પ્રવચનમાળા, પૂજા, પ્રતિક્રમણ, સ્વપનાનો પ્રોગ્રામ તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને દરરોજ પ્રભાવનામાં ઉપયોગી વસ્તુઓ આપવામાં આવે છે, અને દર વર્ષે જૈન કુટુંબની ડીરેક્ટરી બનાવવામાં આવે છે. (જ્ઞાનધારા-
૯૯ જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]