Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જીવોની બાબતમાં ખાસ વાત એ છે કે તેઓ ભાવપ્રાણથી જીવે છે. નપુસંકલિંગમાં સ્ત્રી નપુસંકલિંગને સિદ્ધત્વ પ્રાપ્ત થતું નથી. કારણ કે સ્ત્રીસ્વભાવથી સહજ સ્ત્રી છઠ્ઠા ગુણસ્થાનકથી આગળ જઈ શકતી નથી.
નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથથી પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથના સમય સુધી શ્રુતજ્ઞાનનો વિચ્છેદ થયો હતો. તેથી આ સમય દરમિયાન જે સિદ્ધ થાય તે અતીર્થ સિદ્ધ ગણાય. આવા સમયમાં માત્ર સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ જ સિદ્ધ થઈ શકે છે.
સંસારી જીવો ઃ સંસારી જીવોના પાંચ પ્રકાર છે :
(૧) એકેન્દ્રિય (૨) બેઇન્દ્રિય (૩) તે ઇન્દ્રિય (૪) ચૌરેન્દ્રિય (૫) પંચેન્દ્રિય. આ એક વિશિષ્ટ પ્રકારનું વિશ્લેષણ છે. જે ભારતના વૈદિક કે બૌદ્ધ ધર્મમાં જોવા મળતું નથી. ગતિ પ્રમાણે ચાર ગતિ - (૧) નારકી, (૨) તિર્યંચ, (૩) મનુષ્ય અને (૪) દેવો.
એકેન્દ્રિયના પાંચ પ્રકારઃ (a) પૃથ્વી (b) પાણી (c) અગ્નિ () વાયુ (e) વનસ્પતિ. આ બધા સ્થાવર છે. વળી સૂક્ષ્મ અને બાદર તેમ જ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા પણ વિભાગો છે.
સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોના અસ્તિત્વથી માનવજાતનું અસ્તિત્વ છે, તે બાબત આજે વિજ્ઞાન પણ માને છે. આ જીવો નિરૂપક્રમી આયુષ્યવાળા છે. તેમનું આંતર્મુહૂર્તનું આયુષ્ય હોય છે.
એકેન્દ્રિય વનસ્પતિકાયમાં સૂક્ષ્મ અને બાદર તેમ જ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા ભેદ છે. બાદમાં વળી પાછા પ્રત્યેક શરીરી અને સાધારણ શરીરી એવા ભેદ છે. સાધારણ શરીરી વનસ્પતિકાયમાં એક જ શરીરમાં અનંત જીવો રહેલા હોય છે. તેમની શ્વાસોચ્છવાસ અને આહારની ક્રિયા એક સાથે થાય છે. તેમના તેજસ અને કાર્મણ શરીરનું અસ્તિત્વ અલગ અલગ હોય છે. અનંત જીવોનાં અનંત તેજસ અને કાર્મણ શરીરો હોય છે. આયુષ્ય પૂરું થતાં આ તેજસ અને કાર્મણ શરીર છૂટાં પડી જાય છે.
બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરજિયના જીવોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે.
પંચેન્દ્રિયમાં ચાર ભેદ છે : (૧) નારકી, (૨) તિર્યંચ, (૩) મનુષ્ય અને (૪) દેવ. (જ્ઞાનધારા-૩ ૧૫૪ ર ન્ન જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]