Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આ
દવે
અપર્યાપ્ત એટલે ૯૯*૨=૧૯૮ ભેદ. આમ જીવ પ્રજ્ઞાપનાના કુલ પ૬૩ ભેદ થાય છે.
પ્રજ્ઞાપના સૂત્ર'નું પાંચમું પદ પર્યાયનું છે. દ્રવ્યના ગુણ અને પર્યાયના અનુસંધાનમાં મને પ્રથમ અને પાંચમા પદ યોગ્ય લાગવાથી વિસ્તૃત વિવરણ કરેલ છે. બીજાં પદોમાં નવ તત્ત્વ અને અન્ય સંલગ્ન માહિતી આપી છે.
પર્યાયઃ પર્યાય એટલે વિવિધ અવસ્થા. દ્રવ્યના પર્યાય હોય છે. તેના બે પ્રકાર છે - (૧) જીવપર્યાય (૨) અજીવપર્યાય. દ્રવ્યને ગુણ પણ છે. તેથી તેનામાં પણ વિવિધ અવસ્થાઓ આવે છે જે પણ પર્યાય છે.
(૧) જીવપર્યાયઃ જીવના પર્યાય અનંત છે. આ અનંત પર્યાય કર્મના ઉદય, ઉપશમ, ક્ષાયોપક્ષમ અથવા ક્ષય થવાથી થાય છે. નારકીના અનંત પર્યાય છે. તેમાં દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ, અવગાહનાની અપેક્ષાએ. સ્થિતિની અપેક્ષાએ અને (વર્ણની અપેક્ષાએ પર્યાય આવે છે. વળી ગુણમાં) જ્ઞાન અને દર્શનની અપેક્ષાએ પણ પર્યાય આવે છે.
પાંચ સ્થાવરના અનંત પર્યાય છે. તેમાં ઉપરના કહ્યા પ્રમાણેના છ પ્રકારોનો સમાવેશ થાય છે. વિકલેન્દ્રિયમાં બે-ત્રણ અને ચાર ઇન્દ્રિયના ઉપરોક્ત છ પ્રકારે અનંત પર્યાય છે. તિર્યંચ પંચેન્દ્રિયના પણ અનંત પર્યાય છે છ રીતે. મનુષ્યના પણ અનંત પર્યાય ઉપરોક્ત છ પ્રકારે હોય છે. દેવોના પણ અનંત પર્યાય ઉપરોક્ત છ પ્રકારે હોય છે.
(૨) અજીવપર્યાય : બે વિભાગ (a) રૂપી અજીવપર્યાય (b) અરૂપી અજીવપર્યાય. અરૂપી અજીવના ૧૦ પ્રકાર છે - ૩ અસ્તિકાળના સ્કંધ દેશ અને પ્રદેશ અને અધ્યાકાળ.
રૂપી અજીવના ચાર પ્રકાર - સ્કંધ - દેશ - પ્રદેશ - પરમાણુ. રૂપીના અનંત પર્યાય તેમાં પણ - દ્રવ્ય - પ્રદેશ - અવગાહના સ્થિતિ અને વર્ણ છે. અજીવ-પર્યાયમાં જ્ઞાન અને દર્શન હોતું નથી.
જ્ઞાનધારા-૩.
સાહિત્ય જ્ઞાનસત્ર-૩
-
-
-