Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ત્રીજે માળે શ્રી દિગંબર મંદિરની સામે શ્રીમદ્ રાજચંદ્ર હૉલ તથા લાઇબ્રેરી આવેલ છે. પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના ચિત્રપટની ખૂબ ભાવપૂર્વક શ્રી આત્મસધિશાસ્ત્રનું પારાયણ કરાવ્યું હતું.
પૂ. આત્માનંદજી, પૂ. ભાઈ નલિનભાઈ-વિક્રમભાઈ આવ્યા હતા અને ભાવવાહી ભક્તિપ્રધાન સ્વાધ્યાય થયા હતા. શ્રી ધરમપુર આશ્રમથી પૂ. રાકેશભાઈ ઝવેરી સાથે મુમુક્ષુવૃંદ સાથે હાજરી આપેલ, તેમના ત્રણ મુખ્ય સ્વાધ્યાય થયા હતા. જેમાં ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે.” તે વિષય મુખ્ય હતો. પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ જૈન ધર્મના ઇતિહાસની ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિસ્તૃત માહિતી આપી હતી તથા આ ઉત્સવને ન્યૂયોર્કની એકતાના પ્રતીક તરીકે બિરદાવ્યો હતો.
જૈન સમાજના દરેક ફિરકાના મળી લગભગ ૨૦ સંતો, વિદ્વાનો અને મહાનુભાવો પધાર્યા હતા, તેથી જનસમૂહમાં વિશેષ આનંદ વર્તાતો હતો. જેમાં મુખ્ય હતા પૂજ્ય શ્રી ચિત્રભાનુજી મહારાજ, પૂજ્ય શ્રી જિનચંદ્રજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી ચંદાનાજી, પૂ.શ્રી અમરેન્દ્ર વિજયજી, પૂ. શ્રી રૂપચંદજી મહારાજ, પૂ. શ્રી જનકમુનિજી, પૂ. શ્રી દેવેન્દ્રકીર્તિ ભટ્ટારકજી મહારાજ, શ્રી ધીરુભાઈ પંડિત, આચાર્યશ્રી શાંતિભાઈ કોઠારી, ડો. શેખરચંદ જૈન, શ્રી નરેન્દ્રભાઈ નંદુ તથા સંકુલ નિર્માણ ડૉ. રજનીભાઈએ કરેલ.
કેનિયા તથા ટાન્ઝાનિયાથી ૧૯૭૨માં એશિયન લોકોને દેશ છોડવાની ફરજ પડેલી ત્યારે અમેરિકા તથા કેનેડામાં ઘણાં વર્ષોથી જૈન ભાઈઓનો સારો વસવાટ છે અને નવા દેશમાં ડેવલપમેન્ટ માટે જરૂરિયાત માટે આવકાર્યા તેમાં હિન્દી લોકો સાથે ગુજરાતી જૈન લોકોની વસતી સારા પ્રમાણમાં, મારવાડી જૈનની વસતી સારા પ્રમાણમાં થઈ જતા અન્ય ધર્મ સાથે જૈન ધર્મનો પણ પ્રચાર થવા માંડ્યો. વડીલોને નવી પેઢીની ધર્મના સંસ્કાર અને ઘડતર રહે તે માટે વડીલો ચિંચિત હતા જ. સાધુ-સાધ્વી - સાધુ જે હિંમત કરી ક્રાંતિકારી પગલું ભરી દેશમાં સફર કરવાથી જૈન ધર્મની લાગણી વધતી આવી. પૂ. ચિત્રભાનુ આચાર્ય, સુશીલકુમારજી ચંદનાજી, અન્ય દેશોની યુનિવર્સિટીમાં સેમિનારમાં પ્રવચન આપવા જવા માંડ્યા. ઇસ્ટ આફ્રિકા, ઈંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જૈન ધર્મના પ્રચારાર્થે નિયમિત પર્યુષણ ઉપર આમંત્રણ મળતા જૈન ધર્મના પ્રચારને વેગ મળ્યો અને યુવક/યુવતીઓને ધર્મ પ્રત્યે જિજ્ઞાસા વધવા માંડી. પદ્મશ્રી કુમારપાળને ૨૦૦૮ સુધી પરદેશ જવાનું ચાતુર્માસ નક્કી છે.
જ્ઞાનધારા-૩
ન સાહિત્ય જ્ઞાનસત્ર-૩