Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પાઠશાળામાં જૈન ધર્મના હાઈલી ક્વોલીફાઈડ શિક્ષક-પ્રોફેસર રાખવામાં આવેલ છે. ગુજરાતમાંથી દર વર્ષે ડૉ. કુમારપાળ દેસાઈ પર્યુષણમાં અમેરિકા-કેનેડા જાય છે અને જૈન ધર્મ ઉપર પ્રવચન-પ્રશ્નોતરી-પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિ કરવામાં આવે છે. વીરાયતનના ચંદનાજી-સુભદ્રાજીશિલાપીજી તેમના વિવિધ કાર્યક્રમો કરી તથા યુ. કે., યુ. એસ. એ. યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરાવી અનેક નવી-જૂની પેઢીના જૈન કુટુંબમાં જૈન ધર્મનું જ્ઞાન આપે છે. મુંબઈના રાકેશભાઈ આધ્યાત્મિક પ્રવચન આપવા માટે રાજચંદ્રજીનું સંપૂર્ણ જ્ઞાન અમેરિકામાં આપે છે. ધ્યાન-શિબિરરાત્રિભોજનનો ત્યાગ, સાધના વગેરે કરવા પ્રવચન આપે છે.
ન્યુ જર્સીમાં ભવ્ય દેરાસરનું ઉદ્ઘાટન ઑગસ્ટ-૨૦૦૬માં છે. સર્વ જૈન કુટુંબને ઉપસ્થિત રહેવા ફોર્મ મોકલવા-મેળવી લેવા જાહેરાત થયેલ છે અને રહેવા-જમવાની વ્યવસ્થા સંઘ કરશે. ગ્રુપ ટિકિટ વગેરે માટે માહિતી આપેલ છે. કોબાથી ડૉ. સોનેજી અવારનવાર આવે છે.
૨૨-૮-૦૪ હુસ્ટનમાં યુવાનોની શિબિરનું આયોજન કરવામાં આવેલ, તેમાં સૂત્રો આપવામાં આવેલ. તેમાં માતા-પિતાને નમસ્કાર અને ગુરુના ફોટાને પ્રણામ કરવા, દરરોજ ખોરાકમાં કાંદા-લસણ-માંસાહારી બનાવેલ ખાદ્યપદાર્થ ખાવા નહિ, આલ્કોહોલ-ચોરી, શિકાર-ફિશિંગ કરવા નહિ. ધાર્મિક પુસ્તક જેવા કે બાયોગ્રાફી વાંચવા. દરરોજ ૧૦ મિનિટ પ્રાર્થના કરવી. મંદિર અથવા પૂજારૂમ - બે વર્ષે ભારતની મુલાકાત લઈ અને ધાર્મિક ઐતિહાસિક તીર્થયાત્રા કરવી. સમેતશિખર-પાલિતાણા-તારંગા-દેલવાડાગૌતમેશ્વર-કોબાની યાત્રા તમારા પોકેટ ખર્ચા ઓછા કરો. ટી.વી. જોવામાં ખોટો સમય ન બગાડો-મ્યુઝિક શીખવું, તેમાં સ્વતંત્ર ગીતો-તબલાહારમોનિયમ વગેરે વાજિંત્રો શીખવા. અભ્યાસમાં હોમવર્ક કરી લેવું. ન્યૂયોર્ક શહેરના ક્વીન્સ નામના ઉપનગરમાં જ્યાં પહેલાં નાનું દેરાસર હતું, તે જ જગ્યાએ કુલ પાંચ માળની ભવ્ય પ્રતિષ્ઠા થઈ. તે સૌ માટે આનંદ-મંગળનો દિવસ હતો. જૈન સમાજની દરેક પરંપરાને આવરી લેતું આ પ્રથમ દેરાસર કહી શકાય. શ્વેતાંબર પરંપરાના મંદિરના મૂળ નાયક ભગવાન શ્રી મહાવીર સ્વામી છે અને બંને બાજુ શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી સંભવનાથ ભગવાન છે. દિગંબર પરંપરાના મંદિરમાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન છે તથા બાજુમાં શ્રી પદ્મપ્રભુ તથા શ્રી ચંદ્રપ્રભુ ભગવાન બિરાજમાન છે. બે ખડગાસન પ્રતિમાઓમાં શ્રી પાર્શ્વનાથ અને બાહુબલી સ્વામી છે. મૂર્તિઓ ખૂબ જ સુંદર અને ભવ્ય છે. જે સર્વ ભક્તોના ચિત્તને પુલકિત કરે છે. (જ્ઞાનધારા -૩ = ૯૬ ૪ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
iહિત્ય જ્ઞાનસત્ર-૩
જ્ઞાનધારા -૩.