Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સંસારની કોર્ટમાં તો જે ગુનેગાર પ્રત્યક્ષ દેખાતો હોય, ગુનો દેખનાર સાક્ષી મળે, પ્રત્યક્ષ કે સાંયોગિક પુરાવા ઉપલબ્ધ હોય તો જ ગુનેગારોને સજા થઈ શકે છે.
સાંયોગિક પુરાવાને કારણે નિર્દોષને દંડાઈ જવાનો પણ ભય રહે છે. ખોટા સાક્ષી, કપટ કે ષડયંત્રના ભોગે નિર્દોષને પણ દોષી ઠેરવી શકાય છે.
એક શ્રીમંત યુવાન ખૂનના કેસમાં સપડાઈ ગયો. એણે ઊંચી ફી આપીને બાહોશ વકીલ રાખ્યો. કેસ ચાલ્યો. સામાપક્ષના ધારાશાસ્ત્રીએ બધી દલીલો કરી. ન્યાયાધીશે પેલા વકીલને કહ્યું કે - “હવે તમે દલીલ કરો.” પણ આશ્ચર્ય ! એણે કોઈ દલીલ જ ન કરી. છેવટે ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે - “હેન્ગ હીમ” પેલા વકીલે મલકાઈને પોતાના અસીલના કાનમાં કહી દીધું કે - “ચિંતા ન કરીશ, તને બચાવી લઈશ.” ફાંસીના માંચડો તૈયાર થયો. યુવાનના ગળામાં દોરડું ભરાવાયું અને સહેજ જ પાટિયું ખસ્યું કે તરત જ દોરડું ખેંચનારને અટકાવી દઈને વકીલ બોલ્યો : “સજામાં માત્ર હેન્ગ હીમ.' આજ આદેશ છે. મારો અસીલ એ સજા અત્યારે પૂરી કરી ચૂક્યો ગણાય, માટે એને છોડી મૂકો. કાયદા મુજબ એક જ સજાનો અમલ બીજી વાર કરી ન શકાય !” ત્યાર પછી ન્યાયતંત્રના કાયદામાં સુધારો કરવો પડ્યો કે “હેન્ગ હમ ટીલ ડેથ' મૃત્યુ થાય ત્યાં સુધી લટકાવી રાખો. આમ બુદ્ધિના આટાપાટાથી દોષી પણ છૂટી ગયાના દાખલા છે.
કાયદાની આંટી-ઘૂંટી, લાંચરુશ્વત કે બુદ્ધિના વ્યભિચારથી ગુનેગારો પણ આબાદ બચી જતા હોય છે.
એકાંતમાં, ગુપ્ત રીતે ગુનો કરનારને કર્મની કોર્ટ તો સજા આપી દે છે. જાણે કર્મની કોર્ટને કરોડો આંખો ન હોય ?
અહીં બાહોશ વકીલ, પૈસાનું જોર કે લાગવગ કામ કરતા નથી, અહીં શંકાના લાભે છૂટી જવાતું નથી. કર્મના કાનૂનથી ચાલતા ન્યાયતંત્રનો વહીવટ સ્વચ્છ, સ્પષ્ટ, પારદર્શક અને સમયાનુચિત છે.
કર્મની કોર્ટમાં સજા માટે એક ક્ષણનો પણ વિલંબ નથી. જેવો ગુનો આચર્યો તેવી તે જ ક્ષણે સજા એ કર્મનો કાનૂન છે. કર્મ કરનારનો સાક્ષી તો તેનો પોતાનો આત્મા સદાકાળ તેની સાથે જ છે. અહીં ગુનો પુરવાર કરવા માટે કોઈ સાક્ષી કે પુરાવાની જરૂર નથી. બીજા શબ્દોમાં કહીએ તો - “કર્મબંધ એ જ સજા છે.” માનવી મન, વચન કે કાયા વડે કોઈપણ (જ્ઞાનધારા-૩ : ૧૧૯ ક્ષ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]