Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સાંપ્રત પ્રવાહમાં બાળકો અને યુવાનો માટે ધાર્મિક જેનશિક્ષણની રૂપરેખા
બી.એ. કોમ્યુટર, વિજ્ઞાન યોગિક કલ્ચર અને યોગિક 1 બીના ગાંધી | શિક્ષણમાં ડીપ્લોમા કર્યો છે. નેચરોપથીનો પણ ડીપ્લોમા ધરાવે છે. યોગશિક્ષક નિર્મલા કોલેજમાં કાઉન્સેલર છે. અનેક લેખો પ્રસિદ્ધ થયા છે.
જેનશિક્ષણની શરૂઆતઃ
બાળકોને કઈ ઉંમરથી જૈનશિક્ષણ આપવું જોઈએ? એક રીસર્ચ અનુસાર - ૦ - ૪ વર્ષની ઉંમર સુધીમાં બાળકની ૫૦ % બૌદ્ધિક
શક્તિ (I. Q.)નો વિકાસ થઈ જાય છે. ૫ - ૮ વર્ષ સુધીમાં ૩૦ % એટલે કુલ ૮૦ % ૯ - ૧૩ વર્ષ સુધીમાં ૧૨ % એટલે કુલ ૯૨ % ૧૭ - ૧૯ વર્ષ સુધીમાં ૮ % એટલે કુલ ૧૦૦ % કાર્યરત બને છે.
આનો અર્થ કે જન્મથી લઈને ચાર વર્ષની ઉંમર સુધીમાં અડધોઅડધ I. Q. વિકસિત થાય છે. માટે ચાર વર્ષની ઉંમરની પહેલાં જો જૈનશિક્ષણની શરૂઆત થાય, તો એની બાળકના માનસ પર સારી અસર પડે છે.
આજથી લગભગ સાત વર્ષ પહેલાં અમે અમેરિકન ઇન્ટરનેશનલ સ્કૂલ(મુંબઈ)માં ૧૮ મહિનાના બાળકને યોગ-શિક્ષણ આપવાની શરૂઆત કરી. અને એક મહિનાની અંદર જ ઉત્તમ પરિણામો મળ્યાં. (યોગ-શિક્ષણમાં પણ જેનશિક્ષણનાં સિદ્ધાંતો જ છે) એથી પ્રેરિત થઈ ગર્ભાવસ્થાથી જ આ શિક્ષણની શરૂઆત કરી અને એ બાળકો આજે
જ્યારે ૪-૫ વર્ષનાં થયાં છે, તો એમનામાં બીજા બાળકો કરતાં ખૂબ જ પૉઝિટિવ ફરક દેખાય છે. તો પછી જૈનશિક્ષણની શરૂઆત પણ ગર્ભાવસ્થાથી થાય તો ઉત્તમ. એ પછી ઉંમર પ્રમાણે વર્ગીકરણ કરી શકાય. જેમ કે, ૧૮ મહિનાથી ૫ વર્ષ સુધી, ૬ વર્ષથી ૧૨ વર્ષ સુધી, ૧૩ વર્ષથી ૧૯-૨૦ વર્ષ સુધી. અને આ જૈનશિક્ષણના ક્લાસ શનિવાર-રવિવારે (અઠવાડિયામાં એક કે બે વાર) રાખી શકાય. દરેક ઉંમરના ગ્રુપમાં ૧૫ થી ૨૦ બાળકોથી વધારે ન લેવાં, જેથી વ્યક્તિગત ધ્યાન આપી શકાય. ( જ્ઞાનધારા-૩E ૧૩૮ ર્સ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)