Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સૌથી વધુ પ્રચલિત તેમ જ ઘરની દરેક વ્યક્તિનું પ્રિયપાત્ર એવું T.V. છે T.V. દ્વારા જૈન ધર્મનો પ્રચાર આજની પરિસ્થિતિમાં અતિ આવશ્યક છે. ૨૪ કલાકની જૈન ચેનલ ચાલુ કરી, તેમાં જૈન ઐતિહાસિક સીરિયલો, બાળકોની એનિમેશન ફિલ્મ્સ વગેરે દેખાડવામાં આવે તો ધાર્યું પરિણામ લાવી શકાશે. સ્પાઈડરમેન કે શક્તિમાન જેવા કાલ્પનિક પાત્રનું અનુકરણ કરી બાળક બાવીસમે માળેથી કૂદકો મારે છે, તો આપણા તીર્થંકરો અને મહાપુરુષોનાં જીવનચરિત્ર દેખાડવામાં આવે તો તેની ઘણી અસર દેખાશે. તે જ રીતે જૈન ચેનલ પર T.V. ચાલુ કરીએ કે તરત ગીત સંભળાય :
सारे धर्मों से अच्छा, जैन धर्म हमारा, हम बच्चे है महावीर के, अहिंसा धर्म हमारा
‘ઝૌન વનેના જ્ઞાનવીર ?' જો આવા સ્પર્ધાત્મક પ્રોગ્રામ T.V. ઉપર યોજાય, અને તેના વિજેતાઓ પણ કરોડપતિ બની શકતા હોય, તો આવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે યુવાનો ચોક્કસ આગળ આવશે. જૈન ધર્મમાં ઉત્સુકતા વધારવા માટેના આ રીતના ઉપાયો કદાચ લાભદાયી બની શકે. Miss India કે Mr. India જેવી ઇવેન્ટો ધાર્મિક યોગ્યતાને લક્ષમાં રાખીને યોજાય તો પોતાનાં બાળકોમાં આવી યોગ્યતા વધારવા માટે માતા-પિતા અને વડીલો પણ જાગૃત થશે.
નદી સાગરની દિશામાં વળે તો સાગરને ધસમસતો કરે છે, અને જો એ જ નદી પોતાનો કિનારો તોડે તો તારાજી સર્જે છે. તે જ રીતે આજનું યુવાધન યોગ્ય માર્ગે વળશે, તો સુર્દઢ સમાજ તૈયાર થશે. અન્યથા સુખ અને સુવિધામાં રાચતા રાચતા આ ધન હોટલો અને ક્લબોમાં ખર્ચાઈ જશે.
જૈન સમાજમાં શ્રીમંત વર્ગ ઘણો મોટો છે. ક્રાંતિકારી સાધુ-સંતોની પ્રેરણાથી, સજાગતાથી તેમ જ શ્રાવકોના અનુદાનથી અને શ્રમદાનથી આવાં કાર્યો સફળ થશે. બુદ્ધિશ અને તત્ત્વજ્ઞો સમાગમ કરી આવાં કાર્યો શરૂ કરે, તો ચોક્કસ એવો દિવસ આવશે અને આપણા સમાજમાં આ રીતનું પરિવર્તન આવશે કે -
પપ્પાને ન રુચે CNBC, હવે રુચે ફક્ત ધાર્મિક C.D.. મમ્મીને ન રુચે ઘરઘરકી કહાની, તેને ગમે તીર્થંકરની કહાણી. ભાઈને બોર કરે ક્રિકેટ ફિક્સિંગ, હવે ગમે ફક્ત સદ્ગુરુમાં મિક્સિંગ. મુન્નો પુકારે નહિ કાર્ટુન નેટવર્ક, મને જોઈએ હવે જૈન નેટવર્ક.
જ્ઞાનધારા-૩
૧૩૭
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
E