Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કરી દી" -
ક, કર
.
. . .
૨૧
સાંપ્રત પ્રવાહમાં બાળકો અને યુવાનો માટે ધાર્મિક જેનશિક્ષણની રૂપરેખા
હિના પારેખ
જૈનદર્શનના અભ્યાસુ હિનાબહેન સુંદર વક્તા
તથા પ્રવક્તા છે.
રૂપરેખા કેવી હોવી જોઈએ ? શું કામ હોવી જોઈએ ? આ રૂપરેખા કઈ રીતે આજની ૨૧મી સદીની આ પેઢીમાં એવી રેખા અંકિત કરી દે કે આવનાર ૮૪,૦૦૦ વર્ષ સુધી આ ધરતી પર તીર્થકર અવતાર નથી લેવાના, છતાં પણ જૈન ધર્મનો પાયો તસુભાર પણ હલબલી ન શકે અને આ યુવાપેઢી ઢાલ બનીને તેનું રક્ષણ કરવા હરહંમેશ સાબદી રહે, સાવચેત રહે, સભાન બને અને એક એવું બુલેટપ્રૂફ કવચ બની જાય, જેને કોઈ છેદી ન શકે, કોઈ ભેદી ન શકે.
આ રૂપરેખા ત્રણ વિષયને સાથે લઈ બનાવી શકાય. તે છે - (૧) ઘર. (માતા-પિતા-વડીલ) (૨) ગુરુ (૩) યુવાપેઢીનો પોતાનો પુરુષાર્થ.
કહેવાય છે Man is a social animal. મનુષ્ય સામાજિક પ્રાણી છે. માનવીની માનવી બનવાની શરૂઆત તેના ઘરથી થાય છે. બાળક જન્મે છે ત્યારથી જ તેની આસપાસના વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણની તેની પર અસર થવાની શરૂઆત થઈ જાય છે. બાળક જે જુએ છે, જે અનુભવે છે, જે Feel કરે છે, તે જ તેના મનની કોરી પાટી પર અંકિત થવા લાગે છે. તેને સભ્ય-અસભ્ય, સારું-ખરાબ વગેરેની કોઈ સમજણ હોતી નથી. તે માત્ર અનુકરણ કરતો હોય છે. તેનાં મોટેરાંઓનું માતાપિતા કે વડીલોનું - તે તેને જ અનુસરે છે. તેની માટે તે જ સત્ય, તે જ સાચું, તે જ Reality હોય છે. તો કહેવાની જરૂર છે કે બાળકોનો પાયો - તેના ઘડતરનું ચણતર માત્ર અને માત્ર ઘર સાથે જોડાયેલું હોય છે. તો કેવા હોવા જોઈએ માતાપિતા ! વડીલોનું વર્તન, વાણી અને વ્યવહાર તપાસવાના છે. આપણે આપણી જાતને...શું મોટા થતા બાળકને ક્યારેય પ્રભુ મહાવીરની વાર્તા આપણે કીધી છે ? શું જૈન ધર્મની સમજણ તેને આપી છે? શું રામની પિતૃભક્તિ વિશે ચર્ચા કરવાનો ટાઈમ આપણે કાઢ્યો (જ્ઞાનધારા-૩ર ૧૨૮ કર જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)