Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આપે છે. જો આ ન મળે તો આનંદ મેળવવા, Change મેળવવા માનવ કોઈપણ ભૌતિકતાનો સહારો લે છે, તેવી વ્યક્તિ Play groundમાં જાય છે, અને આ આકર્ષણમાં અંજાઈને તે પણ એક દિવસ જરૂર Prayer કરવા મંદિરમાં જશે જ. અને ત્યાં જઈ શાંતિનો અનુભવ થતાં ધર્મને સહી- રૂપમાં તે યોગ્ય ગુરુનો ભેટો થતાં જરૂર સમજી શકે છે, સ્વીકારી શકે છે.
બાકી તો આજના આ કાળમાં લગભગ કાકા કાલેલકરના શબ્દોમાં કહું તો - “ધન-રકતા કરતાં હૈયા-રંકતા વધી રહી છે.” એ આપણે પણ અનુભવીએ છીએ. સવારે ઊઠીને પેપર હાથમાં લેતા વાંચીએ કે - કાશ્મીરમાં ભૂકંપમાં ૨૦ હજાર માર્યા ગયાં.” આટલું વાંચતા ઘણાનું હૈયું પણ ધ્રુજતું નથી. માનવ એટલો પ્રેક્ટિકલ બની ગયો છે, સ્વાર્થી બની ગયો છે. અરે પોતાની જાતને મોડર્ન માનનારના જીવનમાં ધાર્મિકતા-નૈતિકતા જેવું બહુતેક ઓછું જોવા મળે છે અને ધાર્મિક સમજણના અભાવે જ માનવીમાનવી વચ્ચેનાં અંતરો વધી ગયાં છે. ઉમાશંકર જોષીના શબ્દોમાં કહું તો
આજે ખોબા સમ જગ બન્યું કિન્તુ માનવી માનવી વચ્ચે ના ઘટ્યા છે વધ્યાં અંતરો, હા. હૈયા એ કિન્તુ છે થયા પાષાણના,
ધાતુ સમા... મારી દૃષ્ટિએ જો આ પરિસ્થિતિમાંથી બાળકો અને યુવાનોને બચાવવા હોય, ભાવિ પેઢીને ધર્મના માર્ગે ધબકતી રાખવી હોય તો આ જે કંઈ મુદ્દાઓ છે તેનો અન્ય શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પણ અતિ અતિ આવશ્યક છે. તે માટે સુયોગ્ય અમલ થાય તે જીવનમાં ગુરુની, ગુરદર્શનની, ગુરુસત્સંગની, ગુરુના માર્ગદર્શનની અત્યંત આવશ્યકતા જ નહિ અનિવાર્યતા પણ છે. જો આ જીવનમાં શક્ય બનશે તો જરૂર સૌનું ભાવિ ઉજળું બનશે, એટલું જ નહિ ભવ્ય બની ભાવિના ભગવાન બનવાની પાત્રતાને કેળવી શકશે.
એ જ સુમંગલ ભાવની. આ માટે આવા જ્ઞાનસત્રની જરૂર છે. મારી દૃષ્ટિએ જ્ઞાનસત્ર એ જાત-તપાસનું સત્ર છે. જ્ઞાનસત્ર એ જીવન-સુધારનું સત્ર છે. જ્ઞાનસત્ર એ જ્ઞાન-વૃદ્ધિનું સત્ર છે. જ્ઞાનસત્ર એ જ્ઞાન-સમૃદ્ધિનું સત્ર છે. જ્ઞાનસત્ર એ અનેકાંતવાદને સમજવાનું - સ્વીકારવાનું સત્ર છે.
સંત-સતીજીઓના ચરણે બેસીને સમ્યકજ્ઞાન-પ્રાપ્તિનું સત્ર છે. (જ્ઞાનધારા -૩E R ૧૨૦ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)