Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સાંપ્રત પ્રવાહમાં બાળકો અને યુવાનો માટે ધાર્મિક જેનશિક્ષણની રૂપરેખા
મિતા જતીન દોશી બુદ્ધિ, માહિતી અને ધર્મ વચ્ચે જો સમીકરણ સાધી શકાય તો જ શિક્ષણનો પુનર્જન્મ થયો ગણાશે, અને માટે જ બાળકો અને યુવાનો માટે ધાર્મિક જૈનશિક્ષણ એ સાંપ્રત પ્રવાહમાં અતિ આવશ્યક છે. જૈન ધાર્મિક શિક્ષણ એ દયા, કરુણા, પ્રેમ, વાત્સલ્ય, શાંતિ, સમતા અને મૈત્રીનું શિક્ષણ છે. જૈનકુળમાં જન્મેલ પ્રત્યેક વ્યક્તિ જૈન ધર્મના જણાવેલ મૂળભૂત સિદ્ધાંતોને જાણે અને તેની ક્રિયાઓનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે તે મહત્ત્વનું છે. આજે આપણે વડીલો ધર્મને ઉત્કૃષ્ટ-મંગલરૂપ માનીએ છીએ. આ લોક અને પરલોકનું કલ્યાણ કરનાર સમજીએ છીએ. ધર્મના આ સૂરનો અને સમજણનો સ્વાદ આપણા સુધી પહોંચતો થયો છે. પણ શબ્દનો સ્વાદ પહોંચતો નથી. ટપાલી સુંદર છે, પરબીડિયું પણ સુંદર છે, ભારે આકર્ષક છે. માત્ર અંદરની ટપાલ વાંચી શકાતી નથી. કરુણતાનો એક ખૂણો એ છે કે બહુ થોડા લોકોને ટપાલ મેળવવી ગમે છે. આપણાં બાળકોમાં જૈનાચાર અને તત્ત્વજ્ઞાન પ્રત્યે રસ, રુચિ અને ઉત્સાહ જાગૃત થાય તેવી જોઈએ તેટલી તકેદારી આપણે કેળવી નથી.
જ્ઞાન સાધનાના બે પ્રકાર છે: (૧) ભૌતિક વિજ્ઞાન (૨) આધ્યાત્મિક વિજ્ઞાન.
(૧) ભૌતિક વિજ્ઞાન : આ વિજ્ઞાન માણસને અક્ષરજ્ઞાન આપે છે, અંકજ્ઞાન આપે છે, ભાષાજ્ઞાન આપે છે. જીવનવ્યવહારમાં વ્યાવહારિક જ્ઞાન આપે છે. આ વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે હરણફાળ છે. આ વિજ્ઞાને સારા ડૉક્ટરો આપ્યા, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો આપ્યા, પણ આ બુદ્ધિજીવીઓની સાથે ભાવનાત્મક રોગો પણ આપ્યા.
(૨) આધ્યાત્મિક વિજ્ઞાન : સ્વસ્થ અને સંતુલિત જીવનનું શિક્ષણ છે આધ્યાત્મિક વિજ્ઞાન. આ વિજ્ઞાન પૉઝિટિવ ભાવોનો નિર્માતા છે. શારીરિક, માનસિક, બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસની સીડી છે. આ સીડીનું પ્રથમ ચરણ છે યૌગિક અભ્યાસ.
જ્ઞાનધારા - ૩ |
-
-
-
-
-
il
| સાહિત્ય જ્ઞાનસત્ર- ૩
:
IN
1 1 1 TTTTT