Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
છે ? શું ઘરમાં બેસીને એકસાથે સમૂહ પ્રાર્થના કરવાનો વિચાર ક્યારેય આપણને આવ્યો છે ? શું આપણે વડીલોની માન-મર્યાદા, વિનય-વિવેક જાળવ્યો છે ? ટી.વી.નો રીમોટ કંટ્રોલ પકડાવી દેનાર આપણે ક્યારેય પરમાત્માનો રીમોટ કેવો હોય - એવું સમજવાની કોશિશ કરી છે ? બાળકનો ખાવાનો, ભણવાનો, જોવાનો, સાંભળવાનો, ઊંઘવાનો ચોક્કસ સમય નક્કી કરી નાખનાર આપણે એના ટાઇમટેબલમાં ધર્મરૂપી ભોજન, શ્રવણ કે દર્શનનો કોઈ પીરિયડ એમાં રાખ્યો છે ખરો ? મોટા થઈને મારો થઈને મારો બાળક ડૉક્ટર, એન્જિનિયર બનશે પણ એ બાળક ક્યારેય મહાવીર' બનશે એવો વિચાર આપણામાંથી કોઈને ય આવ્યો છે ખરો ? જો આ બધા સવાલોનો જવાબ 'હા'માં હોત તો આજે જૈન ધર્મની રૂપરેખા બનાવવાનો વારો જ ન આવ્યો હોત... પણ આપણાં ઝૂકી ગયેલાં માથાં, હારી ગયેલાં મન, થાકી ગયેલું હૈયું, ભાંગી પડેલી વાચા, આંખમાં ધસી આવેલું શરમનું પાણી, એ જ દર્શાવે છે કે આ બધા સવાલોનો જવાબ આપણી પાસે માત્ર અને માત્ર ના” જ છે.
મારે એ જ કહેવું છે કે ધર્મની શરૂઆત માતાના દૂધની સાથે જ થઈ જતી હોય છે. વિનય ધર્મનું મૂળ છે, એ ગળથૂથીમાંથી જ પીવડાવવાનું હોય છે. વડીલોની છત્રછાયા, માતા-પિતાની મમતા જ બાળકની અંદર ધર્મનાં બીજને રોપે છે. જો . ગર્ભમાં રહેલા અભિમન્યુને સાત-સાત ચક્રવ્યૂહનું જ્ઞાન મળી જાય છે, તો જન્મ્યા પછી બાળક જે વાતાવરણમાં મોટું થાય છે, તેની અસર તેના પર કેટલી બધી થાય છે એ આપણે વિચારવાનું છે. જેમ ભૂમિમાં એક દાણો વાવશો તો કુદરત એમાંથી હજારગણા દાણા આપે છે તેમ જ વડલાના એક નાના એવા બીજમાંથી જાજરમાન વડલો પ્રગટ થાય છે, એ વાત મોટેરાઓ ભૂલવા જેવી નથી. જો આપણે આપણા ધર્મને બચાવવો હોય, ટકાવવો હોય, મહાવીરના આ શાસનને અડીખમ રાખવું હોય તો સુધરવાની શરૂઆત કરવાની છે . આપણે માતા-પિતા અને વડીલોએ, કારણ આ વિશ્વમાં સૌથી વધુમાં વધુ રહસ્ય જો ક્યાંય છુપાવવામાં આવ્યું હોય તો તે માનવજીવન છે. જે બાળકનું હૈયું વિનયધર્મથી રંગાયેલું હશે, તેની પર મહાવીરના ધર્મના રંગથી રંગાયેલ અને કૂણી લાગણીઓથી ભીંજાયેલ આ બાળક જ્યારે યુવાન બનતો જાય છે ત્યારે ખરા અર્થમાં ધર્મ શું છે ? કેવો છે ? કેમ કરવો જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
જ્ઞાનધારા - ૩
૧૨૯