Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સ્વીટ્ઝરલેન્ડ, હોલેન્ડ, ફ્રાન્સ, ઈટાલી, બેલ્જિયમ, જર્મની અને લીસ્ટેરટેઈન વગેરે દેશોમાં નાના બ્લોક તથા બંગલામાં ઘર-દેરાસરની સ્થાપના કરી ધર્માલય બનાવી નવકારમંત્રના જાપ તથા અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે.
પાલનપુરથી આવેલા તમામ ગુજરાતના યુવાન એવા હીરાના વેપારી કે જેઓ મુખ્યત્વે જૈન છે, બેલ્જિયમના બ્રુસેલ્સમાં સારી રીતે સ્થાયી થઈ ચૂક્યા છે, તેઓએ બેલ્જિયમમાં જૈન ધર્મની સારી પ્રતિષ્ઠા ઊભી કરી છે અને સતત શાકાહારનો પ્રચાર કરી રહ્યા છે.
જર્મનો હંમેશાં જૈનવાદમાં ઊંડો રસ લેતા આવ્યા છે, કારણ કે તેમને શ્રદ્ધા બેઠી છે કે જૈનવાદ પાસે પર્યાવરણ જીવન, વ્યક્તિગત આરોગ્ય અને પૂર્ણસ્થિરતા તથા જીવનને લગતો શિસ્તબદ્ધ, વૈજ્ઞાનિક અભિગમ છે. જર્મનોએ ઘણા પરિસંવાદો અને પરિષદોમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ પરિવર્તન પામતા સમય સાથે અનુકૂળ થાય તેવી શ્રદ્ધા પૂરી પાડવાનું સરેઆમ જાહેર કરીને જૈન ધર્મના વિકાસને રક્ષણ પૂરું પાડ્યું છે.
લંડનમાં જૈન ધર્મની પ્રવૃત્તિમાં લેસ્ટરમાં ત્રીજા વરસથી ભવ્ય દેરાસરની સ્થાપના થયેલ છે. વેમ્બલીમાં રવિવારે જૈન પ્રવૃત્તિ થાય છે. પર્યુષણમાં પ્રવચન, પૂજા, સ્તવન વગેરે મહાવીર સ્વામીના સ્વપના ઉછાણીથી ઘરે લઈ જવાની અને દરેક સમાજના જૈનોને આમંત્રણ આપવામાં આવે છે. દરેક શહેરમાં નવાં નવાં દેરાસરો બનાવવાથી નજીકના વિસ્તારવાળા દરરોજ બાળકો-યુવાન-યુવતીઓ પ્રાર્થના-પૂજા-ધ્યાન જેવી પ્રવૃત્તિ કરે છે અને સ્વામી-વાત્સલ્યનું આયોજન થાય છે.
અહીં તપશ્ચર્યા, પારણા, ઉત્સવો યોજાય છે. પર્યુષણ, મહાવીર જયંતી વગેરે પર્વો ઉજવાય છે. પ્રેરણાદીપ” અને “જૈન સ્પિરિટ” (U.K.) જેવા મેગેઝિનો પ્રગટ થાય છે. વિદેશમાં તેરાપંથી શ્રમણીજીઓ પણ જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરે છે.
(જ્ઞાનધારા-૩
જ્ઞાનધારા-૩]
૧૦૦
# જેન સાહિત્ય જ્ઞાનસત્ર-3)
ન્ય જ્ઞાનસત્ર-૩