Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈન યુવકો દરેક ક્ષેત્રમાં કઈ રીતે અગ્રેસર બને તેમ જ જૈન વારસાને કઈ રીતે જીવંત રાખી શકાય તેવા કાર્યક્રમો YJA દ્વારા યોજાય છે.
જેના' અને YJA દ્વારા દર વર્ષે અધિવેશન યોજાય છે, જેમાં ૩ દિવસ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોથી પરદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિનું અનેરું દર્શન થાય છે.
જૈન વિશ્વ ભારતી, અમેરિકા દ્વારા જૈન ધર્મનાં મૂલ્યોને વૈશ્વિક ઓળખ મળે તે ધ્યેયથી પ્રેક્ષાધ્યાન, જૈન શિક્ષણ, આરોગ્ય વગેરેને લગતા કાર્યક્રમો શ્રમણીજીઓની નિશ્રામાં યોજાય છે.
શ્રી મહાવીર જૈન એલ્યુમનિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પરદેશમાં તેમ જ ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે.
આ ઉપરાંત બ્રાહ્મી જૈન સોસાયટી, કચ્છી જૈન ગુર્જર સમાજ, જૈન આધ્યાત્મિક મંડળ, જૈન એકેડમિક ફાઉન્ડેશન ઓફ નોર્થ અમેરિકા વગેરે સંસ્થાઓ પણ કાર્યરત છે.
અમેરિકાની જેમ પ્રવૃત્તિઓ સૌથી પ્રશંસનીય ગણી શકાય. તે જૈન શિક્ષણની પ્રવૃત્તિ છે. ડૉ. પ્રવીણભાઈ કે. શાહ જૈન શિક્ષણને માટે ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે. પરદેશમાં વિદેશી ધર્મની પ્રાધાન્યતા વચ્ચે ઉછરતું જૈન બાળક ધર્મ માટે શૂન્યાવકાશ ન અનુભવે, તે માટે તેઓએ પ્રાથમિકથી લઈને કોલેજ કક્ષા સુધીનાં બાળકો માટે જૈન શિક્ષણને લગતાં પુસ્તકો તૈયાર કર્યા છે. શ્રી પ્રેમચંદ ગાડા, શ્રીમતી પલ્લવી ગાડા તેમજ શ્રી મહેન્દ્રભાઈ શાહનું પણ આ કાર્યમાં અમૂલ્ય પ્રદાન છે, તેવું શ્રી પ્રવીણભાઈ જણાવે છે. દર ત્રણ વર્ષે પાઠશાળાના શિક્ષકોનું અધિવેશન યોજાય છે અને જેને શિક્ષણની પ્રવૃત્તિઓ માટે, તેના વ્યાપ માટે વિચારોનું આદાન-પ્રદાન તથા શિક્ષકોને માર્ગદર્શન આપવાના કાર્યક્રમો થાય છે. વિદેશમાં જૈન ધર્મની વિશેષ નોંધપાત્ર ઘટનાઓ, પ્રવૃત્તિઓ અને ફલશ્રુતિ ઃ 0 કેલિફોર્નિયાની પોલીટેકનિક સ્ટેટ યુનિવર્સિટીમાં ડો. તારા શેઠિયાના સંચાલન હેઠળ તા. ૧૬ જૂન, ૨૦૦૪ના રોજ “અહિંસા સેન્ટર'ની સ્થાપના થઈ. “જેના' અને જેન એજ્યુ. દ્વારા “આચાર અને વિચારમાં અહિંસાના ધ્યેય’થી શરૂ કરાયેલ આ સેન્ટર શાળાનાં વિવિધ સ્તરે વર્કશોપનું આયોજન કરશે. 0 હોનોલુલુની હવાઈ યુનિવર્સિટીના ધાર્મિક વિભાગના ચેરમેન ડૉ.
ક્રોમવેલ ક્રોફર્ડે વિવિધ ધર્મોનો અભ્યાસ કર્યો છે અને જૈન ધર્મના જ્ઞાનધારા-૩ = ૮૦ કિન્ન જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]