Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વિદેશમાં જેન ધર્મની પ્રવૃત્તિ
| ઈલાબહેન શાહ જૈન ધર્મનાં અભ્યાસુ ઇલાબહેન જૈનોલોજી મુંબઈ યુનિ. તથા વર્લ્ડ જૈન કોન્ફડરેશન સાથે સંકળાયેલ છે.
પરદેશની ભૂમિ ઉપર જ જેમણે શ્વાસોચ્છવાસ લીધો છે અને ત્યાંના જ વાતાવરણ અને વ્યવહારથી રંગાયેલી અત્યારની પેઢીનાં બાળકોને ધર્માભિમુખ કેવી રીતે બનાવવા! અમેરિકા, લંડન, આફ્રિકામાં જૈનોની મોટી વસ્તી છે. ૧૫૦ વર્ષ પહેલાં ઠરીઠામ થયેલાં જૈનોની અત્યારે ચોથી પેઢી ચાલે છે, જે સંપૂર્ણપણે ત્યાંના વાતાવરણમાં ઉછરીને ત્યાંના જ રીતરિવાજ અને સંસ્કૃતિથી અભિભૂત છે. અભ્યાસ, બોલી, રીતરિવાજ અને પહેરવેશ સાથે ત્યાંના તહેવારો પણ નવી પેઢી ધામધૂમથી ઉજવે છે. નવાં રીતરિવાજો, પહેરવેશ અને ખાનપાન જો કુટુંબ, સમાજ અને સ્વાથ્યને હાનિકારક ન હોય તો અપનાવવામાં છોછ ન રાખવો જોઈએ, પણ પોતાના સંસ્કારોના ભોગે તો નહિ જ. અને એટલે જ આપણા વડીલો સતત જાગૃત છે કે આ આધુનિક પેઢીને ધર્મથી પરિચિત કેમ કરવા.
પૂર્વ આફ્રિકામાં વિરાયતન ઈન્ટરનેશનલ દ્વારા “Living Tirthankar Mahavir's values” ઉપર પાંચ દિવસની પરિષદમાં જવાનું આમંત્રણ મળ્યું. ૨૮ એપ્રિલ-૦૫ના અમે કેન્યાના નૈરોબી શહેરમાં પહોંચ્યા. ત્યાં ઓશવાલ સેન્ટરના નામથી ભવ્ય સંકુલ જૈનો દ્વારા ઊભું કરવામાં આવ્યું છે, જે સતત પ્રવૃત્તિઓથી ગાજતું રહે છે. ઓશવાલ સેન્ટરમાં પહોંચતાં જ કેસર-ચંદનના તિલક સાથે સંઘપૂજન કરવામાં આવ્યું. મારી નજર સમક્ષ ભારતીય ઉપાશ્રયનું જાણે દેશ્ય તરવરવા લાગ્યું. જૈનોની ગરિમા સમો કેવા આતિથ્ય ભાવ. વિશાળ હૉલના ત્રીજે માળે લગભગ ૪૦ બહેનોએ એક મહિનાની મહેનત કરીને ૨૦×૧૦ ફૂટના વિસ્તારમાં સમોવસરણની અદ્ભુત રંગોળી કાઢી હતી. આ બહેનો કેન્યામાં જ જન્મીને ઉછરી હતી. સાંજના આફ્રિકન કલાકારોના મુખેથી નવકારમંત્રના ગુંજારવ સાથે પરિષદનું ઉદ્ઘાટન થયું. બીજા દિવસે એક પ્રદર્શન યોજાયું હતું - જ્ઞાન,
જ્ઞાનધારા -૩.
સાહિત્ય જ્ઞાનસત્ર-૩
l
LOCAL
GO