Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૭
વિદેશમાં જૈન ધર્મની પ્રવૃત્તિ
વડોદરા-સ્થિત કિશોરભાઈ પત્રકાર તથા
કિશોર બાટવિયા
લેખક છે, અને જૈન સેમિનારમાં ભાગ લે છે.
કેન્યામાં નૈરોબી-મોમ્બાસા-દારેસલામ-નકુરૂ-કીસુમુ-શીક્કામાં જૈન ધર્મની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. આશરે ૧૦૦૦૦ જૈનસમાજની વસતી છે. નૈરોબી-મોમ્બાસા-કીસુમુ-એલડોરેટ અને શીક્કામાં સુંદર આલીશાન શિલ્પી બનાવટના દેરાસર છે તથા સ્થાનકવાસી દિગંબર-શ્વેતાંબર અને રાજચંદ્રજી ધર્મનાં ધર્માલય-દેરાસરોમાં વિવિધ ભગવાનની મૂર્તિઓ છે. ત્યાં દરેક દેરાસરમાં પૂજા-પ્રાર્થના, આયંબિલ-મહાવીર જયંતી ઉજવવવામાં આવે છે. જૈન ધર્મના આધ્યાત્મિક પ્રવચનો સાંભળવાં તથા અંગ્રેજી મીડિયમમાં નવી પેઢીને જૈન ધર્મ દુનિયામાં કેટલો મહાન, સંત-મુનિનાં તપ વગેરે જાણવા ભારત તથા અન્ય દેશોમાંથી જ્ઞાની-પંડિતજી પૂ. સુશીલમુનિજી-ચિત્રભાનુજીઆચાર્ય ચંદનાજી-સાધ્વીજી અને ડૉ. કુમારપાળ દેસાઈ, નવકાર આરાધક શશીકાન્ત મહેતા વગેરે પરદેશ જઈ જૈન ધર્મનાં પ્રવચન કરે છે અને પ્રશ્નોતરી, ચર્ચા-વિચારણા કરવામાં આવે છે. પર્યુષણ પર્વમાં અદ્ભુત કાર્યક્રમો યોજવામાં આવે છે. દર વર્ષે વિવિધ પ્રકારનાં પ્રદર્શનો જેમાં ફોટા-પુસ્તકો, મહાવીર સ્વામી ભક્તામરના અર્થ સાથે ફોટાઓ શ્રીમદ્ રાજચંદ્રના ફોટા-પુસ્તક વગેરે પર્યુષણમાં વિવિધ પ્રદર્શનો ધમધમતા હોય છે. બાળકો માટે પાઠશાળા દર શનિ-રવિ ચાલે છે, અને સૂત્ર-સામાયિક શિખવાડવામાં આવે છે. દર બુધવારે બહેનો માટેની પાઠશાળા જેમાં સૂત્ર તથા વિધિ શિખવાડવામાં આવે છે. માતાપિતા, યુવાન-યુવતી, બાળકો એકસાથે એક જ હૉલમાં ધર્મ-ચર્ચા પ્રવચન સાંભળે છે. નૈરોબી અને મોમ્બાસામાં ઓસવાલ જૈન સ્કૂલ ચાલે છે, અને જૈન ધર્મનું જ્ઞાન પૂજાસૂત્ર વગેરે શિખવાડવામાં આવે છે. ચંદ્રશેખર મહારાજ તપોવનમાં સંપૂર્ણ જૈનજ્ઞાન સાથે પ્રવચન-પૂજા-પ્રતિક્રમણનું જ્ઞાન આપવા પરદેશમાં અને ભારતમાં વિવિધ સ્થળોએ મોકલે છે. સવંત્સરીના દિવસે સમસ્ત જૈન પરિવાર રજા રાખે છે. ઉપવાસ પણ સારા પ્રમાણમાં થાય છે. પ્રભાવના જ્ઞાનધારા - ૩ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
૯૩
{