Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શ્રમણ, શ્રમણીઓનો મોટો વર્ગ આજકાલ અમેરિકા, લંડન વગેરે જગ્યાએ જઈને ધર્મનો ફેલાવો કરી રહ્યો છે. ગૃહસ્થ છતાં સાધુની સમાચારી પાળતાં આ શ્રમણ, શ્રમણીઓ વિદેશમાં પ્રેક્ષાધ્યાનનો પ્રચાર મોટા પાયા પર કરી રહ્યાં છે. અમેરિકામાં શ્વેતાંબરો ૮૦%, શ્રીમદસ્થાનકવાળા લગભગ ૧૫%, ૮% દિગંબર અને બેએક ટકા જેટલા તેરાપંથીઓ વસી રહ્યા છે, જે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જૈન ધર્મને પોતાના અને બાળકો માટે ટકાવી રહ્યા છે.
વર્લ્ડ જૈન કોન્ફડરેશન અને લંડનની જૈન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાઉસ ઓફ લોર્ડ્ઝમાં અહિંસા દિવસની ઉજવણી ભગવાન મહાવીરના જન્મ દિવસે કરવામાં આવી. ત્યાં પધારેલા અનેક મહાનુભાવોને જૈન ધર્મનાં ચુનંદા પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં. જેના પ્રત્યાઘાત રૂપે એક જ ઈમેઇલ મળ્યો કે - “જગતમાં આવી ફિલોસૉફી પણ અસ્તિત્વ ધરાવે છે એની મને ખબર જ નહોતી. જો આ પુસ્તકો મને ન મળત તો આવા જ્ઞાનથી હું વંચિત રહી જાત.” વરસો પહેલાં જર્મન સ્કોલર હર્મન જેકોબીએ તો જૈન ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો છે. દુનિયાની આઠમી અજાયબી એવા વયોવૃદ્ધ ૫. પૂ. જંબૂવિજયજી મહારાજ સાહેબ પાસે તો જાપાન, અમેરિકા, લંડનથી અનેક વિદ્વાનો જૈન ધર્મનો અભ્યાસ કરવા આવે છે. આવા જ એક તિબેટી અને અમેરિકને સાથે મળીને લખેલા એક ગ્રંથને પૂ. જંબૂવિજયજીને અર્પણ કર્યો છે. આ છે જૈન ધર્મનો વિદેશમાં પ્રભાવ.
(જ્ઞાનધારા -૩ =
જ્ઞાનધારા - ૩
૯૨
: જેના સાહિત્ય જ્ઞાનસત્ર-1
સાહિત્ય જ્ઞાનસત્ર-૩
- issuu