Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
લંડનમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી દ્વારા જૈન ફિલૉસૉફીનું રીસર્ચ લેવલે કાર્ય થાય છે. ‘અહિંસા' નામનું મેગેઝિન પ્રકાશિત કરે છે. જૈન એકેડેમી સંસ્થા લેસ્ટરમાં યુનિ. કક્ષાએ જૈન સીલેબસ દાખલ કરવામાં સફળ થયા છે.
જૈન સ્પિરિટ’, ‘કીડ સ્પિરિટ' નામના મેગેઝિન દ્વારા ત્યાંના જૈન સમાજ અને યંગ જૈન્સ ઑફ યુ. કે.ની વિવિધ પ્રવૃત્તિઓના સમાચાર મળી રહે છે.
આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના નેતૃત્વ હેઠળ જૈન વિશ્વ ભારતી લંડન દ્વારા પ્રેક્ષાધ્યાન, યોગ, જૈન શિક્ષણ, સ્વાસ્થ્યને લગતા કાર્યક્રમો શ્રમણ શ્રમણીજીઓ દ્વારા યોજાય છે.
આચાર્ય ચંદનાજીની વીરાયતન ઇન્ટરનેશનલ પણ જૈન શિક્ષણ, સ્વાસ્થ્ય, માનવસેવાનાં કાર્યમાં જોડાયેલ છે.
બૃહદ્ લંડનમાં બ્રેન્ટ અને હેરો વિસ્તારની શાળામાં મોર્ડન ટેકનિકનું ઓડિયા વીઝ્યુલ સીસ્ટમથી જૈન શિક્ષણને દાખલ કરવાની શરૂઆત થઈ, જેનું પ્રતિનિધિત્વ ડૉ. વિનોદભાઈ કપાસીએ કરેલ છે.
આ ઉપરાંત યુરોપના બીજા દેશો જેવા કે જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, ઇટાલી, રશિયા, સ્વીટ્ઝરલેન્ડ, જાપાનમાં જૈન કુટુંબો વસે છે. પાલનપુરના ઘણા હીરાના વેપારીઓ એન્ટવર્પમાં વસ્યા છે.
જાપાનના કોબેમાં મહાવીર જૈન મંદિરનું નિર્માણ ઈ.સ. ૧૯૮૫માં થયું. ભગવાન મહાવીરની પ્રતિમા મુંબઈથી લઈ જવામાં આવેલી. અમેરિકા - કેનેડામાં જૈન ધર્મની પ્રવૃત્તિઓ :
લગભગ બધાં જ સેન્ટરોમાં નવપદ ઓળી, મહાવીર જન્મદિવસ, દીપોત્સવી પર્વ, ભાઈબીજ, જ્ઞાનપંચમી, કારતક પૂર્ણિમા, પર્યુષણ પર્વ વગેરે પર્વો તપ, ત્યાગ, સંયમ, તપ, જાપ આદિની પ્રધાનતા સાથે ઉજવવામાં આવે છે. દરેક સેન્ટર પોતાની અનુકૂળતા પ્રમાણે વિવિધ ધાર્મિક ક્રિયાઓપર્વોની ઉજવણી કરે છે.
ઉત્તર અમેરિકાની ધર્મપિપાસુ પ્રજાએ વિવિધ સંસ્થાઓ દ્વારા પોતાના ધાર્મિક તેમ જ માનવીય મૂલ્યોને જીવંત રાખ્યાં છે.
‘જૈના’ની છત્રછાયા હેઠળ યંગ જૈન્સ ઑફ અમેરિકા(YJA)ની સ્થાપના ઈ.સ. ૧૯૯૧માં થઈ. જૈન યુવક-યુવતીઓમાં મૈત્રીની ભાવના વિકસે
જ્ઞાનધારા - ૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
૮૬