Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મૂલ ઉત્તર ગુણ મુદ્રા ધારી, પર્યકાસન ચારી; રેચક પૂરક કુંભક સારી, મન ઈદ્રી જયકારી. મારો. ૩ થિરતા જોગજુગતિ અનુકારી, આપોઆપ વિમાસી; આતમ પરમાતમ અનુસાર, સીઝે કાજ સમાસી. મારો... ૪
કવિએ અહીં યોગની પરિભાષા પ્રયોજી આત્મ-સાધનામાર્ગનું રહસ્ય દર્શાવ્યું છે. આત્મ-અનુભવ રસિકજનોનો અજબ રહસ્યમય વૃત્તાંત છે, જે નિર્વેદી - કેવળજ્ઞાની કે સિદ્ધનો અનુભવ છે, તે એ આત્મા સંવેદી શકે છે, અને આ વેદના-સંવેદન અનંત છે.
આ આશ્ચર્યકારક ઘટના સાધકના જીવનમાં કઈ રીતે શક્ય બની ? તો કહે છે - મારો આત્મા બાળસંન્યાસી છે, અને દેહમાં રહેનાર શરીરધારી છે, પરંતુ યોગ-સાધનાના બળે દેહને દેવળ' સમાન કર્યું છે.”
તેને ઈડા અને પિંગલા (ઉપલક્ષણથી રાગ-દ્રષ) છોડી મધ્યસ્થભાવ - સુષમણા દશાને પ્રાપ્ત કરી છે. સ્વદેહ પ્રત્યેનો રાગ અને બીજા આત્મા પ્રત્યેનો દ્વેષ આત્માને સંસારમાં સતત રખડવાનારું તત્ત્વ છે. આ રાગ-દ્વેષની મંદતા થવાથી આત્મા સ્થિરાસને બેસી શકે, સ્થિરભાવે સાધનામાં આગળ વધી શકે.
આ પછી કવિ યોગનાં આઠ અંગોનો નિર્દેશ કરે છે. વિભિન્ન સાધનામાર્ગોમાં આ યોગનાં આઠ અંગો ગૂંથાયાં છે કવિ આ યોગનાં આઠ અંગો દ્વારા આત્માને દેહભાવથી છૂટો પાડી આત્મભાવમાં સ્થિર કરવાની સાધના તરીકે નિર્દેશ છે.
યમ પંચમહાવ્રતરૂપ છે, તો નિયમ શૌચ, સંતોષ અને ઈશ્વર પ્રણિધાન સ્મરણ દ્વારા સધાય છે આસનથી ધ્યાન માટેની એકાગ્રતા સધાય છે. પ્રાણાયામ દ્વારા આત્મજાગૃતિના દ્વારા ઊઘડે છે. પ્રત્યાહાર વડે ઇન્દ્રિયો બાહ્ય વિષય છોડી આત્માભિમુખ થાય છે. આ પાંચ યોગનાં બાહ્ય અંગો છે, પરંતુ ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગનાં આંતરિક અને વધુ મહત્ત્વનાં અંગો છે. ધારણામાં એક પદાર્થ કે વસ્તુને ચિત્તમાં ધારણ કરવાની હોય છે. બાહ્ય વસ્તુમાં મૂર્તિ કે આરાધ્યદેવતાની છબીને હૃદયમાં સ્થાપિત કરે તે ધારણા અને આંતરિક વસ્તુમાં હૃદયમળ, નાભિકમળ, સહસ્ત્રાર આદિનું ચિંતન કરવું તે ધારણા કહેવાય. ધારણા પછી તે વસ્તુ પર એકાગ્ર (જ્ઞાનધારા-૩ ) ૫૫ - જેન સાહિત્ય જ્ઞાનસત્ર-
જ્ઞાનધારા - ૩
-
I -
હત્ય જ્ઞાનાત્ર૩