Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અવધૂત યોગી આનંદઘનજીનાં પદો :]
આત્મસાધનાની પ્રક્રિયા બી.એસ.સી., એમ.એ. ડિપ્લોમા જૈનોલોજી; રશ્મિબહેન ભેદા એડવાન્સ ડિપ્લોમા જૈનોલોજી, પીએચ.ડી. સંશોધનકાર્ય જૈનયોગ” પર કરી રહ્યાં છે.
આનંદઘનજીએ જે પદોની રચના કરી છે તે એટલી ગહન ગંભીર છે કે એનું રહસ્ય, એનો પરમાર્થ પામવાનું સામાન્ય માણસ માટે અઘરું છે. એ પદોને સમજવા માટે તત્ત્વનું જ્ઞાન, આત્મસાધનાની ભાવના અને ચિત્તની એકાગ્રતાની અપેક્ષા રહે છે. એમનાં પદોનો સાર એક જ છે કે – “કોઈપણ ભોગે મોહ-માયા-મમતાના કુરાજ્યમાંથી મુક્તિ મેળવી શ્રદ્ધા સુમતિસમતાના સુરાજ્યમાં આત્માને સ્થાપન કરો.” આપણો આત્મા મમતારૂપી પુલ વસ્તુઓમાં રાચી-નાચી રહ્યો છે. જેમ રખડુ મનુષ્ય પરસ્ત્રીના મોહમાં ફસાઈ પોતાનું જીવન બરબાદ કરે છે, તેમ આપણા આત્માએ અનંત જન્મ બરબાદ કર્યા છે. મમતારૂપી સ્ત્રીએ તેને એવો મોહનીથી બાંધ્યો છે કે પોતે બંધાયો છે એનું એને ભાન જ નથી. એટલે પહેલા જ પદમાં આનંદઘનજી જગતના જીવોને જીવનની ક્ષણભંગુરતા બતાવી આત્મજાગૃતિ કરાવતા કહે છે -
“યા સોવત હૈ ૩૦ ના વાય ? अंजलि जल ज्यं आयु घटत है।
રેત પદોરિયા થાર થારૂ છે !' હે અજ્ઞાની મૂર્ખ જીવ, મનુષ્યભવ જેવો દુર્લભ ભવ મળવા છતાં તું મોહનિદ્રામાં કેમ સૂતો છે ! આ મનુષ્યભવ હથેળીમાં રાખેલ પાણીની જેમ ઓછો થતો જાય છે. તું પોતે જ પરમાત્મસ્વરૂપ છે, તો એ શ્રદ્ધા રાખી આનંદઘન સ્વરૂપ ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મપ્રભુનું ધ્યાન કરવાનું કહે છે.
મમતા એ સંસારનો અને સમતા એ મોક્ષનો માર્ગ છે, જે આત્માઓએ પરમાત્માને ધારણ કર્યા છે. તેઓ કોઈપણ સંજોગોને પોતાના માનતા નથી. જ્યાં સુધી આપણા અંતરમાં કુમતિ છે ત્યાં સુધી મોહની નિદ્રા છે. એટલે જ્યારે સુમતિ જાગીને પુરુષાર્થ કરે, આ મોહના ફર્ચા ઉડાવે, સંયોગો ઉપરથી મન ઊઠે ત્યારે ચેતનની (એટલે કે આત્મા) ચેતના સમ્યગદર્શન સન્મુખ થાય, શુદ્ધાત્માનો અનુભવ થાય. જ્ઞિાનધારા-૩ - ૫૦ - જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)