Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અવધૂત યોગી આનંદઘનજીનાં પદો : આત્મસાધનાની પ્રક્રિયા
૧૧
ડૉ. રેણુકાબહેન પોરવાલ
બી.એસ.સી., એલ.એલ.બી, પીએચ.ડી. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ એક અધ્યયન વિષય પર પીએચ.ડી. કરેલ છે. ડિપ્લોમા ઈન જૈનોલોજી કરી રહ્યા છે. જૈનજગત સામાયિકના હિન્દી વિભાગના સંપાદિકા છે.
અલગારી અવધૂત મહાન યોગી આનંદઘનજીએ ૧૦૮ જેટલાં પદો અને ચોવીસીની રચના કરી, જે અતિ ગહન તત્ત્વજ્ઞાન તથા આધ્યાત્મિક જ્ઞાનથી છલોછલ છે. એમની દરેક કૃતિ વિભિન્ન રાગ-રાગિણી, છંદ, અલંકાર, પ્રાસ-અનુપ્રાસ આદિ વડે સુબદ્ધ-સુગેય હોવાથી જનસમુદાયમાં ઘણી પ્રચલિત થઈ. તેમની રચનાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં વૈરાગ્યનાં બીજ વાવી અનાસક્ત ભાવની વૃદ્ધિ કરવાનો હતો. અનાસક્તભાવ આત્મજાગૃતિની પ્રારંભિક અવસ્થા છે. તેમના તળપદી ભાષાવાળા અલંકારિક રૂપક શૈલીથી અભિભૂત લયબદ્ધ પદોમાં કાયા-જીવ સંવાદ, સુમતિ-કુમતિ સખીની વાર્તા, મિત્ર વિવેકનાં બોધપ્રદ વચનો વગેરેથી તેમની જૈનદર્શનની ઊંડી સમજ અને શ્રદ્ધાનાં દર્શન થાય છે. તેઓ જડ-ચેતનની વાતચીત દ્વારા સંસારની ક્ષણભંગુરતાનો ચિતાર મનઃચક્ષુ આગળ ખડો કરે છે.
સાધક જ્યારે સુંદર મનમોહક રાગ-રાગિણીવાળાં પદોનું શ્રવણ-મનન કરે છે ત્યારે એના આત્મામાં સ્પંદનો જાગ્રત થાય છે. એ દેહની મમતા ભૂલી સંસારની મોહજાળથી અલિપ્ત થઈ પોતાની સર્વ પ્રવૃત્તિ આત્મકેન્દ્રિત કરે છે. એકવાર આત્માને સમ્યગ્દર્શન લાધે પછી એ ઉત્તરોત્તર સિદ્ધિનાં ઉચ્ચ સોપાન સર કરતો ૧૪મા ગુણસ્થાનક પહોંચે છે. આત્મ-સાધનાની પ્રક્રિયા અતિ દુષ્કર છે. એનો વિકાસ શનૈઃ શનૈઃ થાય છે. જેમાં શ્રી આનંદઘનજીનાં હૃદયનાં ઊંડાણમાંથી રેલાતો ભાવવાહી પ્રભુભક્તિની વિરાટ ઊંચાઈવાળાં પદો કારણભૂત બને છે. તેમનું પ્રભુભક્તિનું એક ભજનપદ ઘણું સુંદર, સરળ અને હૃદયંગમ છે - ૧૦૩મા પદમાં કવિ દાન, પુણ્ય અને પ્રભુભક્તિ કરવા સાધકને વિનંતી કરે છે.
"प्रभु भज ले प्रभु भज ले मेरा दिल राजी ફે... આઇ પહોર જી સાઇન (ચૌસ) પડીયા, તો ઘડીયાઁ બિન સાની - રે. दान पुण्यं कछु धर्म कर ले, मोह मायाकुं त्याजी रे... आनंदघन कहे समज समज ले, आखर खोवेगा बाजी रे... '
જ્ઞાનધારા-૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
૬૩
-