Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ક
અવધૂત યોગી આનંદઘનજીનાં પદો : |
આત્મસાધનાની પ્રક્રિયા
જૈનધર્મના અભ્યાસુ છાયાબહેન અવાર- ડો. છાયાબહેન શાહ નવાર જૈનસાહિત્ય સમારોહ અને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રવચનો આપે છે. જેનધર્મના વિષય પર પીએચ.ડી. થયા છે.
પહેલા “આનંદઘન ચોવીશી'નું વિશ્લેષણ કરીએ તો એક પછી એક આત્મસાધનાની પ્રગતિનાં સોપાન તેમણે બતાવ્યા છે : (૧) સન્માર્ગે જવા ઇચ્છાવાળા જીવને પહેલા ઋષભ સ્તવન દ્વારા
સંસારનો પ્રતિયોગ છોડી ધર્મ - ધર્મમાર્ગ, પરમાત્મતત્ત્વ, મોક્ષ તરફ
પ્રીતિયોગ જોડવાની વાત કરે છે. પારમાર્થિક પ્રીતિ કરવા લલચાવે છે. (૨) બીજા સ્તવનમાં પરમાત્મા તરફ પ્રીતિ જાગી, હવે પરમાભાવ પામવાના
માર્ગને શોધવા જીવને સૂચન કરે છે. ગીતાર્થ ગુરુ તેને માર્ગ ચીંધે છે. ત્રીજા સ્તવનમાં ગમે તે માર્ગે પ્રભુ પ્રાપ્ત થતા નથી, આ સ્તવનમાં આનંદઘનજી માર્ગના નકશાનો ખ્યાલ આપે છે. ચોથા સ્તવનમાં પ્રભુનાં દર્શનની તૃષા ઉત્પન્ન થઈ છે. તેને ગમે તે રસ્તે બૂઝવવાની નથી. પરમાત્માનું દર્શન અત્યંત દુર્લભ છે. તે સુલભ થાય તે માટે કૃપાના પાત્ર થવાના પ્રયત્નો ચાલુ રાખે છે. આત્માની ત્રણ પ્રકારની અવસ્થાનો ખ્યાલ અપાયો છે. એક જ આત્માની ત્રણ અવસ્થાઓનાં કારણો સમજવાની સ્વ-પર ભેદનું જ્ઞાન થાય છે.
જુદાં જુદાં નામે પરમાત્મા તરફ આકર્ષણ વધે છે. (૮) છેવટે પરમાત્મા પ્રત્યેનો સમર્પણભાવ જાગે છે, સમ્યગ્દર્શન
ઉત્પન્ન થાય છે. (૯) પૂજાની ઇચ્છા અને પરમાત્માની પૂજા કરવામાં આવે છે. (૧૦) તત્ત્વજ્ઞાનની ગહન સમાજ - સ્યાદવાદ તરફ લક્ષ્ય. (૧૧) અધ્યાત્મભાવની પ્રાપ્તિની લગન.
જ્ઞાનધારા - ૩
I સાહિત્ય જ્ઞાનસત્ર-૩