Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રતિ ક્ષણ જીવનસાફલ્ય માટે ઝઝૂમવું પડશે. જીવન એ પ્રસંગ નથી, ઘટના નથી, જન્મ-મરણ વચ્ચેનો કાલખંડ નથી. જીવન એ તો આત્માને ગમતાનો ગુલાલ કરાવવાનો અવસર છે, ઉત્સવ છે. આવા અવસરને ઉજાળવા માટે આશાવરી રાગમાં આલેખાયેલા પદમાં કવિ કહે છે
-
" बेहेर बेहेर नहीं आवे, अवसर बेहेर बेहेर नहीं आवे, ज्युं जाणे त्युं कर ले भलाई, जनम जनम सुख पावे. १ तन धन जोबन सब ही जूठे, प्राण पलक में जावे. २ तन छूटे धन कौन काम को ? कायकुं कृपण कहावे ? ३ जाके दिल में साच बसत है, ताकुं जूठ न भावे. ४ ‘આનંધન' પ્રભુ વ્રતત પંથ મેં, સમરી સમરી મુળ ગાવે. 'ર
મનુષ્યભવપ્રાપ્તિ અત્યંત દુર્લભ હોવાથી ભલાઈ કરીને જન્મોજન્મ સુખ પામવા પ્રયત્ન કરવો જોઈએ. શરીર, પૈસો અને યુવાની એ ક્ષણિક છે અને પ્રાણ તો પળવારમાં ઊડી જાય તેવા છે. તન છૂટ્યા પછી આ ધન શા કામનું ? માટે સત્ચારિત્ર્યવાળું જીવન એ જ સત્યમાર્ગ છે. આત્માનંદ પામવાનો આવો અવસર તને ક્યાં મળવાનો છે ? આનંદઘન કહે છે કે - એ અવસરને બરાબર ઓળખીને, આનંદપુંજ એવા પ્રભુને સ્મરીને તારો આંતરવિકાસ સાધતો રહે.”
આત્માનંદની અનુભૂતિના અવસર સમા જીવનને પામવા માટે, કેટલાક અવરોધો પાર કરવા માટે અધ્યાત્મ-પુરુષાર્થ આવશ્યક છે. આનંદઘને એમનાં પદોમાં કુમતિની કપટલીલા દર્શાવીને આ અવરોધ બતાવ્યો છે. કુમતિને કારણે અનાદિકાળના અજ્ઞાનની નિદ્રા ભોગવતા માનવીની દુર્દશા દર્શાવતાં આનંદઘન કહે છે
" सुपन को राज साच की माचत, राहत छांह गगन बदरीरी, आई अचानक काल तोपची, गहेगी ज्युं नाहर बकरीरी. जीय. २३
“સ્વપ્નમાં રાજ્યને સાચું માને છે અને આકાશના વાદળની છાંયડીમાં આનંદે બેસે છે. (પણ) ઓચિંતો કાળ-તોપચી આવીને જેમ નાહર બકરીને પકડે છે તેમ તને પકડી લેશે.’’
કવિ મોહગ્રસ્ત માનવીના જીવનમાં સહસા મૃત્યુથી સર્જાતી દશાનું હૃદયભેદક ચિત્રણ કરે છે. સ્વપ્નમાં રાજવૈભવ ભોગવનારની સ્વપ્ન ઊડી જતાં કેવી દશા થાય ? આકાશમાં એકાદ વાદળી આવતાં થોડીવાર થોડો જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
જ્ઞાનધારા - 3
39