Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેના ક્ષય થઈ ગયા છે, તેવા પછી બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શિવ હોય કે જિન (તીર્થકર) હોય, તેમને હું નમસ્કાર કરું છું.
આની પાછળ સત્ય-સંશોધનનો આશય છે. સત્ય અને સમતા એ વ્યાપકતા અને શાંતિ સર્જે છે અને એમાંથી ઉદ્ભવે છે આનંદ. આત્મા એના ચૈતન્ય-સ્વરૂપને જાગ્રત કરે ત્યારે એણે નિરંજન નિરાકાર સ્વરૂપે પ્રાપ્ત કરવાના શુદ્ધ આશયવાળી વ્યક્તિ અંતરાત્મસ્વરૂપની ખોજ કરે છે અને એ ખોજ જ એને માટે સચિઆનંદની પ્રાપ્તિ લાવે છે.
આનંદઘનની હસ્તપ્રતોના સંશોધન દરમિયાન આનંદઘનનાં પદોની કેટલીક અપ્રગટ રચનાઓ મળી, તેમાંની એક અપ્રગટ રચના શ્રી લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરના સંગ્રહ (ક્રમાંક ૧૩૪૮૨)માં મળે છે. મલ્હાર રાગમાં લખાયેલું પદ આ પ્રમાણે છે -
તું લગ જા રે મનવા મેરા, પ્રભુ ચરણકા મેં ચોરી. વિષયાકી સંગત હોય મત ડોલો,
ઈણસું હોય ભટ ભેલા. તું.. ૧ ભવ ભવમેં કુછ ચેન ન પાયો,
ભવ જલ હૈ ઠઠનેરા. હો... ૨ આનંદઘન કહે પાસ જિનેસર, તમ હો સાયબ મેરા. હે. ૩ |
ઈતિ પદસ્થ આનંદઘનજીની અનુભવલાલીની મસ્તીનો છલકાતો આતમપિયાલો એમના એક અનુપમ પદમાં લાક્ષણિક રીતે પ્રગટ થાય છે. આમાં આત્માનંદની ભાવાવસ્થા પ્રગટ થાય છે. કેવી હશે એ મસ્તી કે કવિ કહે છે કે - “અમે અમર બની ગયા છીએ. આ અમરત્વનું કારણ એ કે જીવનમાંથી રાગ અને દ્વેષ નાશ પામ્યા છે. મિથ્યાત્વ ત્યજી દીધું. સ્થૂળ રૂપને બદલે સૂક્ષ્મ સ્વરૂપનો વાસી બન્યો છું અને આત્મા અને મોક્ષ એ બે અક્ષરનું અમે સતત સ્મરણ કરી રહ્યા છીએ.” આનંદઘન તો ત્યાં સુધી કહે છે કે – “વ્યક્તિ જો આ પ્રમાણે જીવવાનો નિશ્ચય કરે તો એ અમર થઈ જાય છે.” મહાત્મા ગાંધીજીને પ્રિય એવી આ પ્રાર્થના આશ્રમ ભજનાવલિ'માં સ્થાન પામી હતી. આ પદનું ભાવલાલિત્ય અને (જ્ઞાનધારા-૩
૪૬ # જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]