Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
એવો પ્રશ્ન સ્વયંને પૂછે છે, પરંતુ લક્ષ્યાર્થથી પરમાત્મપદની પ્રાપ્તિ માટેની એમની ઝંખના આમાં પ્રગટ થઈ છે. પ્રારંભે કવિ કહે છે -
'अवधू क्या मागुं गुनहीना, वे गुनगनन प्रवीना. गाय न जानुं बजाय न जानु, न जानुं सुरभेवा, रीझ न जानुं रीझाय न जानु, न जानुं पदसेवा. १ वेद न जानुं किताब न जानु, जाणुं न लक्षण छंदा,
तरकवाद विवाद न जानु, न जानुं कविफंदा. २२१ આનંદઘનના જીવનની ઘટનાઓ સાથે એમના કેટલાંક પદોનો મેળ બેસાડવામાં આવ્યો છે. જોકે આનું કોઈ વિશ્વસનીય પ્રમાણ મળતું નથી. આવું આનંદઘનરચિત એક પદ તે “આશા ઓરન કી ક્યા કિજે છે. આ સંદર્ભમાં એવી કિંવદંતી પ્રવર્તે છે કે લાભાનંદ (આનંદઘનનું મૂળ નામ) મહારાજ એક શહેરમાં ચાતુર્માસ માટે રહ્યા હતા. અહીંના ઉપાશ્રયના શેઠ એમની ખૂબ વૈયાવચ્ચ (સેવા) કરતા હતા. આગ્રહપૂર્વક આહાર વહોરાવવા લઈ જતા હતા. જરૂરી કપડાં પણ વહોરાવતા હતા અને દિવસનો ઘણો સમય એમની સેવામાં વ્યતીત કરતા હતા. આ ઉપાશ્રયના શેઠને એક દિવસ પર્યુષણ પર્વ દરમિયાન પૂજામાં વધુ સમય રોકાઈ જતાં વ્યાખ્યાનમાં સમયસર આવવામાં વિલંબ થયો. એ સમયે આનંદઘનજીને કોઈએ કહ્યું કે - “હજી શેઠ પૂજા કરતા હોવાથી વાર થશે, માટે થોડી વાર પછી વ્યાખ્યાનનો પ્રારંભ કરો.” પણ આનંદઘનજીએ નિશ્ચિત સમયે પોતાના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. શેઠ પા કલાક મોડા આવ્યા. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો અખંડ સાંભળવાની ઇચ્છા હોવાથી એમના ચિત્તમાં ગ્લાનિ થઈ.
વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ આનંદઘનને શેઠે કહ્યું : “સેવક પર જરા દયા કરીને થોડો સમય વ્યાખ્યાન થોભાવવું હતું ને !” આનંદઘનજીએ કશો ઉત્તર આપ્યો નહિ. શેઠે પુનઃ એ વાત કરતાં કહ્યું : “સાહેબ, હું કપડાં વહોરાવું છું, આહાર વહોરાવું છું, આટઆટલી વૈયાવચ્ચ કરું છું, એ તો ધ્યાનમાં રાખવું હતું ને ! થોડું થોભવામાં શું જાય ?”
મસ્તયોગી આનંદઘનજીએ કહ્યું: “ભાઈ, આહાર તો ખાઈ ગયા અને લે આ તારાં કપડાં.” એમ કહી કપડાં ઉતારી નાખી જંગલમાં ચાલ્યા ગયા. તે શેઠનો ઉપાશ્રય છોડી દીધો અને ત્યાં આ પદની રચના કરી. પદના પ્રારંભે (જ્ઞાનધારા -૩ કે ૪૩ ર્ક્સ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)