Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પોતે શાંતિ, દમન અને સંતોષથી શોભાયમાન છે. આ કુમતિમાં આત્માની મૂળ કલાને કલંકરૂપ એવું પાપ છે, જ્યારે પોતાના મંદિરિયે તો આનંદઘન નિત્ય ઓચ્છવ કરી રહ્યા છે. આથી આવી કુમતિ છોડીને મારી પાસે આવો.
ચેતનને જાગ્રત કરતાં સુમતિ એને એના સાચા ઘરનો ખ્યાલ આપતાં કહે છે -
‘વેતન, શુદ્ધાતમનું ધ્યાવો,. पर परचे धामधूम सदाई, निज परचे सुख पावो,
चेतन । शुद्धातमकुं ध्यावो. १११ આ ચેતન એટલે કે આત્મા કેવો છે ? જેમ અભિનેતા અભિનય કરતો હોય ત્યારે પોતે એમાં તદ્રુપ હોવાથી ભ્રમણામાં પડી જાય છે અને એ ભ્રમણા દૂર થાય ત્યારે એ પોતાની જાતને સમજી શકે છે. આમ કુમતિને કારણે ચેતનને માનસિક ભ્રમણા થાય છે. બાજી એ માંડે છે અને બાજીગર પણ એ છે. ખટરાગ કરનાર અને છોડાવનાર પણ એ જ છે. જૈનદર્શન કહે છે કે - “આત્મા જ તારો મિત્ર છે અને આત્મા જ તારો શત્રુ છે.” દુનિયાની જાળમાં ફસાયેલો આત્મા કુમતિ સાથે વસે છે, પરંતુ નિજસ્વરૂપની ઓળખ પ્રાપ્ત થતાં તે આનંદસ્વરૂપ આત્માને ઓળખે છે. આનંદઘન કહે છે - હેલ્લો પ્રશ્ન પૂરવ વેતા, आप ही बाजी, आप ही बाजीगर, आप गुरु आप चेला.'१३ ।
શુદ્ધ ચેતનની જાગૃતિ સમયે કેવો ભાવાનુભવ થાય ! એ અનુભવનું આલેખન કરતા પદમાં કવિ આનંદઘનના ભાવઉછાળનો અનુભવ થાય છે. ચોતરફ ફેલાયેલું ભ્રમરૂપ અંધકારનું સામ્રાજ્ય અળગું થઈ જાય છે. પ્રકાશ ફેલાય છે. નિર્મળ હૃદયકમળ ખીલે છે અને આત્મભૂમિ પર વિષયરૂપ ચંદ્રની કાંતિ નિસ્તેજ થઈ જાય છે. એને માત્ર આનંદઘન જ પોતાના વલ્લભ લાગે છે. આ જ્ઞાનભાનુનો ઉદય થતાં એક સમયે અત્યંત મોહક અને આકર્ષક લાગતા જગતના રાગ રસહીન લાગે છે. શુદ્ધ ચેતનાનો વિરહકાળ પૂર્ણ થતાં આત્મવિભૂતિના પ્રાગટ્યને કવિ વધાવે છે -
'मेरे घट ज्ञान भानु भयो भोर,
चेतन चकवा चेतना चकवी, भागो विरह को सोर.'१३ જ્ઞિાનધારા-૩
૩૯ : જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)