Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ઉમરે થયેલી સ્વપ્રતીતિની સત્યતાને પ્રમાણિત કરવા એમણે જે આયાસ કર્યો છે, જ્ઞાનની પ્રૌઢાવસ્થામાં એમણે પોતાના વર્તનનો ખુલાસો કરવાનું પણ છોડી દીધું છે જ્યારે સહૃદય મિત્રો લોકોની શ્રીમદ્ વિશેષની વાતોથી ખેદ પામે છે ત્યારે શ્રીમદ્ એમને સમજાવે છે : “લોકો કંઈ કહે એ વિશે નિશ્ચિત રહેશો. હવે સંસાર દશા જ નથી રહી અને સમય જતાં આત્મદશા તીવ્રથી તીવ્રતર થતી જાય છે ને પછી તો બાહ્યાચાર પણ ઘટતો જાય છે. અમુક સમયે તો પત્રો પણ ટૂંકા થતા જાય છે. માત્ર લખવું અનિવાર્ય બની જાય છે, ત્યારે જ લખે છે. સૌભાગ્યચંદ્રજીને ૧૯૪૧માં લખેલા એક પત્રમાં તેઓ લખે છે : “અમો હાલ જગત, ઈશ્વર અને અન્યભાવ એ સર્વ વિશે ઉદાસીનપણે વર્તીએ છીએ અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી.” સ્વરૂપને વિશે સ્થિર રહે છે, અત્રે શ્રીમન્ને આત્મા-પરમાત્માનો ભેદ પણ મટી ગયો અથવા તો એટલા આત્મસ્થ છે કે પરમાત્મા પણ એમને માટે પર છે અને પછી તે કેવા સ્વરૂપમાં રમે છે, તે આ માત્ર ત્રણ લીટીના પત્રમાં જુઓ :
“અત્ર સમાધિ છે - જે સમાધિ છે તે કેટલેક અંશે છે. અને જે છે તે ભાવ-સમાધિ છે.”
અને... આવા ઉત્કટ સમાધિભાવને પામ્યા પહેલાં કે પછી પણ શ્રીમદ્ ક્યારેય તર્ક-વિતર્કમાં, સંકલ્પ-વિકલ્પમાં અટવાયા નથી એવું નથી. ક્યારેક એમને પોતાના વિશે, પોતાના જ્ઞાન વિશે પણ રોષ જાગ્યો છે. ત્યારે પત્રમાં એ નિર્ભયપણે પ્રકાશમાં લખ્યું છે : “ત્રણ વર્ષથી લગભગ એવું વરતાયા કરે છે કે પરમાર્થ સંબંધ કે વ્યવહાર સંબંધ કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે. અને લખતાં લખતાં કલ્પિત લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. અને એ માટે આત્મવીર્ય મેદ થવારૂપ કર્મોદયને જ કારણરૂપ માની સંશયમાં કંઈ પણ કહેવા કરતાં મૌન વધુ પસંદ કરે છે. સતત આત્મતપાસ જારી રહે છે. સમાધિ અને અસમાધિ - બંને તરફ એ સતત જાગૃત છે. સમાધિમાં તો હજુય બેહોશી ચાલે અસમાધિ પ્રત્યે તો અસાવધતા જરાય ન જ ચાલે આંતર અને બાહ્ય બંનેની ગમે તેવી દશા વચ્ચે એટલે જ તેઓ કદી લક્ષ્મણૂત થયા નથી. શ્રીમતું લક્ષ્ય માત્ર સંકલ્પ-વિકલ્પ રહિત થવાનું જ છે, એ જણાવતાં તેઓ લખે છે : “જગતમાંથી જે પરમાણુને પૂર્વકર્મે ભેગા કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા ઉપયોગી, વહાલી,
L
il
જ્ઞાનધારા - ૩
| સાહિત્ય જ્ઞાનસત્ર- ૩
CGL
LL