Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભોગીને મન જે પરમ આનંદની વાત હોય એ સંસારભોગ શ્રીમ મન એ કર્મોની ઉદયાધીન દશા છે, તે તેના વિશે ખેદવું કે વેદવું એ યોગ્ય ન જણાતાં તેને સમભાવે સહી લેવાથી જ તેમાંથી મુક્તિ મળે એવી એમની વીતરાગદષ્ટિ છે.
તેમ છતાં બાંધેલાં કર્મો નિરૂપાયપણે લાંબો સમય સમભાવે ભોગવી લેવાની તત્પરતા છતાં અંતર-આત્મવૃત્તિની અસમાધિ એમને ક્ષણવાર પણ મંજૂર નથી. એટલું જ નહિ, જે દેહચારથી ધૂંધળી બને અને આત્માને અસમાધિ ઊપજે, તેમાં પ્રવર્તવા કરતાં દેહત્યાગ ઉચિત માને છે વિવેકદ્રષ્ટિ એમના જ શબ્દોમાં “કોઈ કોઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે. તે વેળા તે વિવેક પર કોઈ જાતનું આવરણ આવે છે ત્યારે આત્મા બહુ જ મૂંઝાય છે. પણ એવું લાંબો સમય રહેતું નથી. અને એમ જ્યારે રહેશે ત્યારે ખચિત દેહત્યાગ કરીશ પણ અસમાધિમાં નહિ પ્રવર્તે.” દેહ, નામ, સંબંધો, લક્ષ્મી, સત્તા, ઐશ્વર્ય, કીર્તિ એ બધાની લગીરે એષણા ન હોવા છતાં શ્રીમદ્ભ એ બધું સહજપણે મળ્યું છે. પરંતુ નામ, પ્રશંસા, કીર્તિ એ પણ પરભાવ ઉપજાવનાર હોવાથી આત્મમાર્ગમાં બાધારૂપ બને છે, એટલે જ જ્યોતિષ, શતાવધાનના પ્રયોગો આદિ શ્રીમ સહજ હોવા છતાં તેમને તજતાં એ જરાય રંજ અનુભવતા નથી.
પરંતુ સંસારમાં રહેવું ને સંસારથી અલિપ્ત રહેવું એ બેધારી તલવાર પર ચાલવા જેવું શ્રીમદ્ જેવા જન્મજાત યોગીને પણ કવચિત્ લાગ્યું છે અને ત્યારે સદ્ગુરુનું સારણ અને સંતોનો સત્સંગ એ જ એમને તારક સમા લાગે છે, આત્માના અંતેવાસીને એક બાજુ સંસારનો સંગ “યમથીય વિશેષ દુઃખદ લાગે છે, તો તેમના જ શબ્દોમાં “અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથીભયથી, શોકથી. જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે, તે મનને પણ સત્સંગ વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે.” કારણ તેમને લાગ્યું છે કે - જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયમાં પોતાને માને છે.”
શ્રીમદ્ માત્ર જ્ઞાની નથી, એ વિજ્ઞાની પણ છે નિરંતર અન્વેષક છે. કાકાસાહેબ કાલેલકરે જેમને પ્રયોગવીર જેવું નામ આપ્યું છે. એવા શ્રીમ ચિંતન અને મનન સતત કસોટીની એરણે ચઢતું રહ્યું છે. એમનું જીવન ખરે જ એક પ્રયોગશાળા છે સત્યનાં નિતનવાં પાસાં અનેકાંતભાવે એમની દૃષ્ટિ સમક્ષ ઉજાગર થતાં રહે છે. એમનાં વિરોધાભાસી લાગતાં કથનો કવચિત્ એકાંતવાદી દૃષ્ટિને ન પણ સમજાય. એટલે જ શરૂઆતમાં નાની (જ્ઞાનધારા-૩
૩૧ F જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)