Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કોઈ એવી અનુભૂતિ થઈ હતી કે તેઓ દુઃખમાં પણ સમતા રાખી શકતા હતા, તેની પ્રતીતિ નીચેના પત્રમાં કરાવે છે :
આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.”
અનુભવસ્વરૂપ આત્મા પ્રગટ થયા પહેલાં આત્મા વિશેની દઢતા શ્રીમદ્ આવી ગઈ હતી, તેની પ્રતીતિ નીચેના પત્ર પરથી થાય છે :
“તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભાવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી. સત્સત્ નિરૂપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય દર્શનશાન સમ્યકજ્યોતિર્મય, ચિરકાળ આનંદપ્રાપ્તિ અદ્ભુત સત્સ્વરૂપ દર્શિતાની બલિહારી છે !”
સમકિત પ્રાકટ્યના પરિણામે સંસાર તરફની અરુચિ નીચેના પત્રમાં દેખાય છે ?
કુટુંબરૂયી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી સુધારણા કરો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે, તેનો સો મો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી.”
“આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. દઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો - પરમાર્થ પ્રકાશવો ત્યાં સુધી નહિ અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી.”
આ જગત પ્રત્યે અમારો ઉદાસીન ભાવ વર્તે છે, તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે, અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે.”
શ્રીમદ્ સર્વ સંગત્યાગ કરી શક્યા ન હતા, પણ તેમની અસંગતતા કેટલી આગળ વધી હતી તે નીચેના કથન પરથી પ્રતીત થાય છે ?
અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે - વન અને ઘર બંને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગ ભાવને અર્થે રહેવું વધુ રુચિકર લાગે છે, સુખની ઇચ્છા નથી, પણ વીતરાગપણાની છે.” (જ્ઞાનધારા-૩ ૬ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]
જ્ઞાનધારા - ૩
સાહિત્ય જ્ઞાનસત્ર-૩