Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
નિશ્ચયનયથી વીતરાગ ભગવંતોએ આત્માના ધર્મની ગુણની સર્વોત્કૃષ્ટતા સાબિત કરે છે અને તે પંથ જયવંત વર્તો તેવી મનોભાવનામાં તેમનું દર્શનચારિત્ર કેટલું શુદ્ધ હતું તે અનુભવાય છે અને તે સ્થિતિ તેમના ગુણસ્થાનકની દશાનો ચિતાર આપે છે. સાથે સામાન્ય માનવી માટે કહે છે કે “હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ ? એ આદિ ખેદ નહિ કરતા. વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધથી હર્ષ-વિષાદ વૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું અને મંદવૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. તે અદ્ભુત ચારિત્ર પર દૃષ્ટિ પ્રેરીને, વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણસ્વરૂપ છે.” આમ ચિંતવતા શ્રીમદ્ભુ સર્વ સંશી પંચેન્દ્રિયમાં દર્શન-ચારિત્રમાં શુદ્ધતા લાવવાનો માર્ગ ચિંતવે છે.
(૫) પત્ર ક્રમાંક ૧૦૫ :
-
મહાવીરના બોધને પાત્ર કોણ ?
આ પત્રમાં ૧૦ સદ્ગુણોના વાહકને મહાવીરના બોધને પાત્ર ગણાવ્યા છે. આ સદ્ગુણો ધરાવનાર કોઈપણ પુરુષ મહાવીરના બોધને પાત્ર છે. સમ્યગ્દશાને પાત્ર છે. તે ગુણો હું અહીંયાં સંક્ષેપમાં કહું છું. અને આપણે આત્માથી તેને આલેખવાના છે તે નીચે પ્રમાણે છે :
(૧) સત્પુરુષના ચરણનો ઇચ્છુક (૨) સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી (૩) ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર (૪) બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન (૫) સ્વદોષને છેદવાનો ઉપયોગ રાખનાર (૬) ઉપયોગથી એક પળ પણ ભરનાર (૭) એકાંતવાસને વખાણનાર (૮) તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી (૯) આહાર, વિહાર અને નિહારનો નિયમી (૧૦) પોતાની ગુરુતા દબાવનાર.
ઉપરના દસે દસ નિયમોમાં પાંચ અણુવ્રત અને ૨૧ શ્રાવકના ગુણોની ઉપર કૃપાળુદેવે જબરદસ્ત દૃષ્ટિ કેળવી છે. બોધ સૂક્ષ્મ (micro) અને તેમાં એકાંતવાસનું ધ્યાન અને તે દરમિયાન સ્વદોષને છેદવાનો ઉપયોગ. કેટલી ઉત્કૃષ્ટ મનોદશા અહીંયાં આલેખી છે !
(૬) પત્ર ક્રમાંક ૫૩૦ :
આ પત્ર કૃપાળુદેવ અને આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી વચ્ચેનો છે. જેમાં કૃપાળુદેવે આત્મા શું છે ? તે શું કરે છે ? અને તેને કર્મ નડે છે કે નહિ ?' આ બધા પ્રશ્નોનો ખૂબ જ સાહજિક અને સરળ ઉપાય જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
જ્ઞાનધારા - ૩
૨૨