Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૩) પિંડસ્થ:- યોગીઓ નાભિમલ વગેરેમાં જે ઈષ્ટદેવતા વગેરેનું ધ્યાન
કરે છે તે પિંડસ્થ ધર્મધ્યાન. (૪) રૂપાતીત - નિર્લેપ, નિરૂપ, ચિદાનંદમય એવા સિદ્ધ પરમાત્માનું
ધ્યાન તે રૂપાતીત ધર્મધ્યાન. (D) શુક્લધ્યાન :- તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે :() પૃથકત્વવિર્તસવીચાર – દ્રવ્યના અનેક પર્યાયોનું વિવિધ નયોને
અનુસારે અર્થ, વ્યંજન અને યોગની પરાવૃત્તિવાળું ચિંતન તે
પૃથકત્વવિતર્કસપ્રવીચાર શુક્લધ્યાન. તે ત્રણ યોગવાળાને હોય છે. (I) એકત્વવિતર્કઅપવીચાર – દ્રવ્યના એક પર્યાયનું અર્થ, વ્યંજન
અને યોગની પરાવૃત્તિ વિનાનું અભેદપ્રધાન ચિંતન તે એકત્વવિતર્ક
અપ્રવીચાર શુક્લધ્યાન. તે એક યોગવાળાને હોય છે. (i) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી - નિર્વાણ સમયે સૂક્ષ્મ કાયયોગના
આલંબનથી બાદર કાયયોગનો નિરોધ કરનારા કેવળીનું ધ્યાન તે
સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી શુક્લધ્યાન. તે કાયયોગવાળાને હોય છે. (૫) વ્યવચ્છિન્નક્રિયાઅપ્રતિપાતી – શૈલેષી અવસ્થામાં રહેલા કેવળીનું
ધ્યાન તે વ્યવચ્છિત્રક્રિયાઅપ્રતિપ્રાતી શુક્લધ્યાન. તે યોગરહિત કેવળીને હોય છે.
વૈષપરિવર્તનની સાથે હૃદયનું પરિવર્તન થવું જોઈએ.
સ્વચ્છેદ અને પ્રમાદ એ બન્ને પતનના કારણ છે. a વાણી કરતા વર્તનનું મૂલ્ય અધિક છે.
આસક્તિ એ જ દુઃખરૂપ બંધન છે. તેથી તેવું બંધન થાય તેવી વસ્તુઓ છોડી દેવી.
૪ પ્રકારના ધ્યાન