________________
હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય
આપ્યાને ઉલેખ છે. પ્રતિહાર વંશના રાજવીઓમાં વત્સરાજ અને મહેન્દ્રપાલ શિવભક્ત હતા. તેમણે અનેક શિવાલય ને તેમના નિભાવ માટે દાન આપ્યાં છે.
આમ, ઉપરના સર્વે ઉલેખ જોતાં સ્પષ્ટ જણાય છે કે ચાવડા વંશના અમલ દરમ્યાન અનુમૈત્રકકાલીન સમયમાં ગુજરાતમાં શૈવ ધર્મ સારી રીતે પ્રચલિત હતો.
સોલંકી રાજવીઓ સામાન્યતઃ શૈવ ધર્મના અનુયાયી હતા. તેઓ પોતાને પરમ માહેશ્વર' તરીકે ઓળખાવતા. તેઓ સોમનાથના પરમ ભક્ત હતા. આ રાજવીઓએ પોતાના અમલ દરમ્યાન અનેક શિવમંદિર બંધાવ્યાં હતાં. પ્રબંધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે મૂળરાજે મુંજાલ સ્વામી નામનું સેવમંદિર તેમજ મંડલીમાં મૂલનાથ મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. તેણે પોતાના અમલ દરમ્યાન રૂદ્રમાળને પાયો નાખ્યો હતો. ચામુંડે ચાચિણીશ્વરનું મંદિર બંધાવ્યું. દુર્લભરાજે ભાઈના સ્મરણાર્થે મદનશંકર નામનું શૈવ મંદિર બંધાવ્યું. ભીમદેવ પહેલાના સમયમાં મહમૂદ ગઝનવીએ સોમનાથનું મંદિર ભાંગ્યું હતું, તે તેણે સમરાવ્યું. કર્ણદેવે કર્ણાવતીમાં કણેશ્વર મહાદેવ તેમજ સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવના કિનારે એક હજાર શિવલિંગની સ્થાપના કરી હતી. તેણે રૂદ્રમાળ બંધાવ્યો. ભીમદેવ રજાએ લીલેશ્વર અને ભીમેશ્વરનાં મંદિર બંધાવ્યાં. વિ. સં. ૧૨૮૦ (ઈ.સ. ૧૨૨૪) લવણપ્રસાદે સલખણુપુરમાં આનલેશ્વર અને સલખણેશ્વર નામનાં શૈવમંદિર બંધાવ્યાં હતાં. વિ. સં. ૧૩૧૧ (ઈ.સ. ૧૨૫૫)ની ડભેઈ પ્રશસ્તિમાં વસલદેવે વૈદ્યનાથ મહાદેવનું મંદિર ડભોઈમાં બંધાવ્યાને ઉલ્લેખ મળે છે. વિ. સં. ૧૩૪૩ (ઈ. સ. ૧૨૮૭)માં સોમનાથમાં ત્રિપુરાન્તકે પાંચ શૈવમંદિર બંધાવ્યાં. - આમ, સોલંકીકાલ અને વાઘેલા સોલંકીકાળ દરમ્યાન અનેક શિવાલય બંધાયાના ઉલ્લેખ અભિલેખો અને સમકાલીન સાહિત્યમાંથી મળે છે. આ સમયે શિવાલ સાથે શૈવ મઠ સ્થાપેલા હતા. મઠના અધ્યક્ષને મઠાધિપતિ કહેવામાં આવતો. મંડલીના મઠના સ્થાનાધિપર્તા તરીકે વેદગભરાશિ હતા.
આ વેદગર્ભ રાશિને ભીમદેવ રજા પછી ગાદીએ આવનાર ચૌલુકય રાજવી ત્રિભુવનપાલે બે ગામોનું દાન આપ્યું હતું. આ સર્વ ઉલેખ પરથી જણાય છે કે સોલંકીકાલ અને વાઘેલા સોલંકીકાળ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં શૈવ ધર્મ વ્યાપક રીતે વિસ્તરેલો હતો. તેને રાજ્યાશ્રય મળેલો હતો. ચૌલુકયકાલી
ગુ, ૨