________________
- ગુજરાતના ધામ સંપ્રદાય હાટકેશ્વરક્ષેત્ર, પ્રભાસખંડમાં પ્રભાસક્ષેત્ર, વસ્ત્રાપથક્ષેત્ર અને દ્વારકાક્ષેત્રનાં તીર્થોનું વર્ણન કરેલ છે. આ ઉપરાંત તાપી પુરાણમાં તાપી નદી ઉપરનાં તીર્થોનું, સરસ્વતીપુરાણમાં સરસ્વતીનાં તીર્થોનું અને બ્રહ્મપુરાણમાં આવેલ બ્રહ્મક્ષેત્ર માહાસ્યમાં ખેડબ્રહ્માની આસપાસનાં તીર્થોનું વર્ણન મળે છે. પ્રભાસક્ષેત્ર :
પ્રભાસક્ષેત્રમાં ગુજરાતનું જાણીતું તીર્થ સોમનાથ આવેલું છે. અહીં એક વિશાલમંદિર આવેલું છે. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે અહીંનું મંદિર સૌ પ્રથમ સોમે સોનાનું બંધાવ્યું હતું. રાવણે રૂપાનું બંધાવ્યું અને કૃષ્ણ લાકડાનું બંધાવ્યું. આના વિશે કઈ અતિહાસિક પ્રમાણ મળતું નથી. સંભવ છે કે મિત્રકકાલમાં આ મંદિર બંધાયું હશે. ભીમદેવ ૧લાના સમયમાં મુસલમાનેએ તેને નાશ કરતાં ભીમદેવે પથ્થરનું બંધાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહના સમયમાં તે જીર્ણ થતાં કુમારપાલના સમયમાં ભાવબહસ્પતિની પ્રેરણાથી તેને જીર્ણોદ્ધાર થયે. પશ્ચિમ સમુદ્રના કિનારે આવેલું આ મંદિર ગુજરાતનું એક ભવ્ય મંદિર મનાય છે.
આ સ્થળ અનેકવાર મુસ્લિમોના આક્રમણને ભોગ બન્યું હતું. અહીંના મંદિરમાં ગૂઢમંડપ ગર્ભગૃહ કરતાં મોટો હતો. અંદર વિશાળ શિવલિંગ આવેલું હતું. બહારની દીવાલોનાં શિલ્પો ખંડિત થયેલાં હતાં. આગળની ચેકીની છતમાં કાલીયમર્દનનું સુંદર શિલ્પ કંડારેલું હતું. સ્તંભ કલાત્મક હતા. વિ. સં. ૧૩૫૪ (ઈ.સ. ૧૨૯૮)માં અલ્લાઉદ્દીનના સરદાર ઉલુઘખાને, વિ. સં. ૧૫૨૭ (ઈ.સ. ૧૪૭૬)માં મહમૂદ બેગડાએ અને ઔરંગઝેબના સમયમાં ગુજરાતના મુઘલ સૂબા આઝમે વિ.સં. ૧૭૫૭ (ઈ.સ. ૧૭૦૧)માં આ મંદિરને નાશ કર્યો હતો. મંદિરના કેટલાક ભાગને મસ્જિદમાં ફેરવી નાખવામાં આવ્યા હતા. આથી મૂળમંદિરમાં નવા લિંગની સ્થાપના અશકય જણાતાં ઈન્દરની રાણી અહલ્યાબાઈ હેકરે મૂળ મંદિરથી થોડેક દૂર નવું મંદિર બંધાવી ત્યાં ભેંયરામાં નવું લિંગ સ્થાપ્યું. ઈ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ બનતાં, ઈ.સ. ૧૯૫૧માં ત્યાં નવા મંદિરમાં જ્યોર્તિલિંગની સ્થાપના કરવામાં આવી. (જુઓ ચિત્ર નં. ૧)
હાલમાં મંદિરના વહીવટ માટે ટ્રસ્ટ નિમવામાં આવ્યું છે. ટ્રસ્ટ તરફથી તેને અવારનવાર જીર્ણોદ્ધાર થતું રહે છે. મંદિરમાં અભિષેક તેમજ અન્ય પૂજાની વ્યવસ્થા મંદિર કમિટી તરફથી કરવામાં આવે છે. પાસે આવેલો ઘૂઘવતો સાગર અને મંદિરને વિશાળ ચોક મંદિરની શોભાને અનેકગણી વધારે છે.