________________
ઇસ્લામ ધર્મ
૧૪૩
નેહા, (૨) હજરત અબ્રાહમ, (૩) હજરત મૌઝીઝ, (૪) હજરત ઈસુ, (૫) હજરત મહંમદ, આ સર્વેમાં હજરત મહંમદ સૌથી છેલ્લા છે.
(૨) દીન: દીન એટલે ધર્મમાં જણાવેલ કાર્યોનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવું. ઈસ્લામ ધર્મમાં પાંચ કાર્યોને પવિત્ર ગયાં છે :
(૧) કલમા, (૨) નમાઝ, (૩) રેજા, (૪) જકાત, (૫) હજ. કલમામાં અલ્લાહ વિના બીજે કઈ ઈશ્વર નથી અને હજરત મહંમદ પયગંબર છે. એનું ઉચ્ચારણ વખતોવખત કરવા જણાવ્યું છે. નમાઝ પાંચ વાર કરવાની હોય છે. (૧) સવારની નમાઝ, (૨) બપોરની નમાઝ, (૩) નમતા બપોરની નમાઝ, (૪) સર્યાસ્ત સમયની નમાઝ, (૫) રાત્રી પડયા પછીની નમાઝ (સલાતુલઈશા). નમાઝ વખતે “વજુ” કરવાનું કહ્યું છે. જેમાં પાણી વડે શરીરને સ્વચ્છ કરવાનું હોય છે. રાજા એટલે ઉપવાસ, જકાત એટલે દાન, અને હજ એટલે કાબા શરીફની યાત્રા. આમ, ઈસ્લામમાં એકેશ્વરવાદ, દીન, યાત્રા વગેરેને મહિમા ગાયો છે. ગુજરાતમાથી મુસ્લમાને દર વર્ષે પુષ્કળ સંખ્યામાં મકકા હજ કરવા જાય છે. ગુજરાતમાં ઇસ્લામને પ્રસાર :
ગુજરાતમાં ઈસ્લામને પ્રસાર અનુમૈત્રક કાલમાં લગભગ આઠમી સદીથી શરૂ થ. મુસ્લિમ સત્તાની સહુ પ્રથમ શરૂઆત સિંધમાં થઈ પણ તેઓ ગુજર-પ્રતીહારોની પ્રબળ સત્તાને લીધે આગળ વધી શક્યા નહીં. આ સમયે ગુજરાતના કાંઠા પર આરબ તથા હિંદી મુસાફરે મેટી સંખ્યામાં વસતા હતા. એવું શહરીયાર જેવા આરબ મુસાફરે અને અન્ય તવારીખકારે નોંધે છે. ભરૂચની ઉત્તરે આવેલા ગંધાર બંદરમાં મસ્જિદ બંધાઈ હતી. અલમુસુદી (ઈ. સ. ૯૧૬) ખંભાતના બનિયારાજાને બીજા ધર્મોના અનુયાયીઓ સાથે વાદવિવાદ કરવાનો શોખ હેવાનું, તથા ખંભાત અને અણહિલવાડ પાટણ જેવાં નગરમાં મજિદે તથા મુસલમાનોની વસ્તી હોવાનું જણાવે છે. આ સમયે મોટે ભાગે મુસ્લિમો વેપારી પ્રજા તરીકે ગુજરાતમાં વસતા હતા. અહીં તેમને ચાંચિયાઓને ત્રાસ સહન કરવો પડતો ન હતો. તેઓ ગુજરાતમાં શાંતિથી વેપાર કરી શકતા હતા.
સોલંકીકાલ દરમ્યાન ભીમદેવ ૧લાના સમયમાં ગઝનાના સુલતાન મહમૂદે સોમનાથ પર આક્રમણ કરતાં મુસ્લિમો સાથેના સંબંધે ખરાબ થયા. આ પછી મુસલમાનનાં આક્રમણો ધીરે ધીરે વધવા લાગ્યાં. આમ છતાં ઈસ્લામના પ્રચારકે દરવેશો, ફકીરે વગેરે તરફ ગુજરાતના રાજવીઓનું વર્તન ઘણું જ ઉદાર રહેતું. તેઓ બહુ જ શાંતિથી હજરત મહંમદ પયગંબરના ઉપદેશને પ્રચાર કરતા. ખંભાત, કાવી, ઘોઘા, ગંધાર અને પીરમ જેવા બંદરમાં મુસ્લિમોની વસ્તી સવિશેષ હતી.