________________
ખ્રિસ્તી ધર્મ
૧૭૭
તેમાં ભાગ લે છે. ચર્ચની પાસે ખાસીવાડા વિસ્તારમાં અનાથ ખ્રિસ્તીઓ માટે એક અનાથાશ્રમ આવેલ છે.
(૫) રાજકેટ: અહીં ઈ. સ. ૧૮૯૦ માં ગથિક કલાના પ્રકારનું દેવળ બંધાયું છે. દેવળની બાંધણી ખાસ નોંધપાત્ર છે. અહીં દર રવિવારે પ્રાર્થના તેમજ બાઈબલના અધ્યયનને કાર્યક્રમ રાખવામાં આવે છે. . (૬) પોરબંદરઃ અહીં ૧૯૪૨માં બંધાયેલા દેવળમાં પૂર્વ અને પશ્ચિમની સ્થાપત્ય શૈલીનું મિશ્રણ જોવા મળે છે. દર રવિવારે પ્રાર્થનાને કાર્યક્રમ રાખવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મની ઘણું ધાર્મિક વિધિ અહીં થાય છે.
(૭) અમદાવાદઃ ઈ. સ. ૧૯૬૫માં બહેરામપુરામાં એક અર્વાચીન ઢબનું એક દેવળ બાંધવામાં આવ્યું છે. અમદાવાદમાં મીરજાપુરમાં ગથિક કલાની અસરવાળું એક પ્રાચીન દેવળ આવેલું છે. બીજું એક દેવળ વિકટોરિયા બાગ પાસે આવેલું છે. તેની નજીક આઈ. પી. મિશન નામે ખ્રિસ્તી ધર્મગુરુઓ દ્વારા સંચાલિત એક હાઈસ્કૂલ આવેલી છે. અહીં દર રવિવારે અનેક ભાવિકે આવે છે. પ્રાર્થના તેમજ બીજી ધાર્મિક વિધિ થાય છે.
આ ઉપરાંત ગુજરાતમાં નડિયાદ, આણંદ જેવાં સ્થળોએ મિશનરી મંડળીઓએ હોસ્પિટલે, નિશાળ વગેરે શરૂ કરીને ઉત્તમ સેવા બજાવી છે. આણંદની મિશન હેસ્પિટલ આજે પણ ઘણું લોકોને માટે આશીર્વાદ સમાન બની છે. અમદાવાદમાં સંત ફ્રાન્સિસ ઝેવિયરના નામે ચાલતી શાળા, કેલેજ, ગુજરાત કેલેજ પાસેની ડિવિનિટી હોસ્ટેલ, માઉન્ટ કારમેલ હાઈસ્કૂલ વગેરે નોંધપાત્ર ખ્રિસ્તી સંસ્થાઓ છે.
કાર્મેલાઈટ સંઘ અને રોમન કેથલિક સંધ સાધુ-સાધ્વીઓમાં હોય છે. કાર્ટેલાઈટ સાધ્વીઓએ ગુજરાતમાં માઉન્ટ કાર્મેલ જેવી આ શિક્ષણની સંસ્થાઓ વિકસાવી છે.
ટૂંકમાં, ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી ધર્મ ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલે જણાય છે. ખ્રિસ્તી ધર્મગુરુઓનું મુખ્ય કાર્યક્ષેત્ર આદિવાસી પ્રજા વચ્ચે હતું. આથી સાબરકાંઠાના લુસડીયા ગામે, પંચમહાલ જિલ્લામાં ઝાલોદ પાસે છટાઉદેપુર દેવગઢબારિયાની આદિવાસી પ્રજાઓના વસવાટના સ્થળોએ તેમનાં નાનાં મોટાં ચર્ચ (દેવળ) આવેલાં છે. તેમણે અઢારમી ઓગણીસમી સદીમાં ધર્માતર પ્રવૃત્તિ આદરી તેના પરિણામે પછાત વર્ગના અનેક લોકે ખ્રિસ્તી બન્યા.
૧ ૨