Book Title: Gujaratna Dharm Sampraday
Author(s): Navinchandra A Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 185
________________ ગુજરાતના ધર્મ સંપ્રદાય નોંધપાત્ર ફેરફાર થવા લાગ્યા. તેમના પોષાક, આચારવિચાર બદલાઈ ગયા. ખ્રિસ્તી બનનાર વર્ગ અંગ્રેજોનું અનુકરણ કરી જીવવા લાગ્યું. ' ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા અનેક ઠેકાણે દવાખાનાં તથા હોસ્પિટલો શરૂ થયાં. આ દવાખાનાં ગામડાંની પ્રજાને આશીર્વાદ સમાન નીવડ્યાં. તેમણે સ્થાપેલ અનાથાશ્રમો દ્વારા અનેક અનાથ બાળકનું પાલન થવા લાગ્યું. ખ્રિસ્તી બનનાર વર્ગ મૂર્તિપૂજાને વિરોધી અને ઈસુપ્રેમી બને. હિંદુઓ તરફનો તિરસ્કાર તેમનામાં દિવસે દિવસે વધારે રૂઢ થતો ગયો. તેમનાં નામ અંગ્રેજો જેવાં પાડવામાં આવ્યાં. તેમને રાજ્ય તરફથી અનેક પ્રકારની સવલતો મળવા લાગી. ધીરે ધીરે તેમને આગવો સમાજ અસ્તિત્વમાં આવ્યું. ખ્રિસ્તી સંપ્રદાયની અસરને લીધે બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ જેવાં સુધારક મંડળો અસ્તિત્વમાં આવ્યાં. ગુજરાતનાં નોંધપાત્ર દેવળો ઃ ખ્રિસ્તી ધર્મને પ્રચાર વધતાં ગુજરાતમાં જુદા જુદા ઠેકાણે ખ્રિસ્તી ધર્મનાં દેવળ (ચર્ચ) અસ્તિત્વમાં આવ્યાં. આ દેવળા ખ્રિસ્તીઓના વિશાળ સમુદાયને ધ્યાનમાં રાખી બાંધવામાં આવ્યાં. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દર રવિવારે દેવળમાં પ્રાર્થના કરવા જાય છે. લગ્નવિધિ જેવા સંસ્કારે અહીં કરે છે. દેવળને વડે પાદરી સર્વ વિધિ કરાવે છે. કેથલિક દેવળમાં ઈસુની માતા મેરી અને અન્ય સંતોની પ્રતિમાઓ હોય છે, ગુજરાતમાં નીચેનાં સ્થળોએ ખ્રિસ્તી ધર્મનાં નેધપાત્ર દેવળો આવેલાં છેઃ (૧) ઘોધાઃ ગુજરાતમાં ઘેધા બંદરે સહુ પ્રથમ ચર્ચ બંધાયું હોવાનું મનાય છે. હાલમાં તેના અવશેષો નજરે પડતા નથી. (૨) દમણઃ (જિ. વલસાડ)માં ખ્રિસ્તી ધર્મનું સત્તરમી સદીમાં બંધાયેલ એક પ્રાચીન દેવળ આવેલું છે. દેવળમાં લાકડા ઉપરની કોતરણ ઘણી જ કલાત્મક છે. વિશાળ જગ્યામાં સાગર કિનારે બંધાયેલ આ દેવળ કલાને એક , સર્વોત્તમ નમૂન છે. (૩) રરત: અહીં ઈ.સ. ૧૮૪૦માં એક પોટુઝ શૈલીનું દેવળ બંધાયેલું જોવા મળે છે (૪) બોરસદ: અહીંનું દેવળ ઈ.સ. ૧૮૬૦માં બંધાયું હતું. તેને પ્રકાર ગેથીક કલાને છે. અહીં દર રવિવારે પ્રાર્થનાને કાર્યક્રમ રખાય છે. અનેક ભાવિકે

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200