Page #1
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મસંપ્રદાય
લેખક : ડો, નવીનચંદ્ર એ આચાર્ય
તર
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ- ગુજરાત રાજય
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મસંપ્રદાય
: લેખક :
ડૉ. નવીનચંદ્ર એ. આચાય
એમ.એ.,પીએચ.ડી. પ્રાધ્યાપક, ભારતીય સ`સ્કૃતિ વિભાગ એચ.કે. આર્ટ્સ કૉલેજ
અમદાવાદ-૯
Couણવો.
યુનિવર્સિ ટી ગ્રંથનિર્માણુ ખેડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬
Page #3
--------------------------------------------------------------------------
________________
RELIGIOUS SECTS OF GUJAR AT
-by
Dr. Navinchandra A, Acharya
: પ્રકાશક :
જે, ખી, સેડિલ
અધ્યક્ષ
યુનિવર્સિ ટી ગ્ર થનિર્માણુ ખેા, ગુજરાત રાજ્ય,
અમદાવાદ-૩૮૦ ૦૦૬
(જી યુનિવર્સિટી ગ્રંથનિર્માણુ ખેડ
પ્રથમ આવૃત્તિ : ૧૯૮૩
નકલ : ૧૧૦૦
કિંમત : રૂ. ૧૭-૦૭
"Published by the University Book Production Board, Gujarat State, under the Centrally Sponsored Scheme of Production of Books and Literature in Regional Languages at the University level, of the Government of India in the Ministry of Education and Social Walfare (D±partment of Culture), New Delhi.''
: મુદ્રક :
શ્રી ત્રિપુરા પ્રિન્ટિંગ પ્રેસ
૮, અડવાણી માર્કેટ, દિલ્હી દરવાન બહાર,
અમદાવાદ-૩૮૦ ૦૦૪,
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું પુરવચન
ઉરચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તકે અને સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બોર્ડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાને ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે.
આ યોજનામાં રાજ્યની વિવિધ યુનિવર્સિટીના પ્રાધ્યાપકે અને અન્ય વિદ્વાનો દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠ્યપુસ્તકે અને સંદર્ભગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યાં છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે.
રાજ્યની યુનિવર્સિટીઓમાં ભારતીય સંસ્કૃતિ વિષય ઉપર નિયત થયેલ પાઠ્યક્રમોના સંદર્ભમાં ડો. નવીનચંદ્ર એ. આચાર્ય લિખિત ગુજરાતના ધર્મસંપ્રદાય પુસ્તક પ્રકાશિત કરતાં હું આનંદ અનુભવું છું. આ પુસ્તકનું પરામર્શન કરવા બદલ ડો. હરિપ્રસાદ ગ. શાસ્ત્રીને હું આભાર માનું છું,
યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ નવેમ્બર, ૧૮૩
જે. બી. ડિલ
અધ્યક્ષ
Page #5
--------------------------------------------------------------------------
________________
આ
પ્રસ્તાવના
પ્રસ્તાવ
ભારતીય સંસ્કૃતિના વિષયમાં ધર્મોને અભ્યાસ મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતના ધર્મો વિશે વિવિધ ગ્રંથ પ્રાપ્ત થયા છે, પણ ગુજરાતના પ્રાચીનકાલથી અર્વાચીનકાલ સુધીના ધર્મોને સળંગ પરિચય આપતાં સ્વતંત્ર પુસ્તકોની ખોટ વિદ્યાર્થીઓને વર્તાતી હતી. આ વસ્તુને ધ્યાનમાં લઈ યુનિ. ગ્રંથ નિર્માણ બેડે આ એક ગ્રંથ તૈયાર કરવાનું વિચાર્યું. એ માટે મને નિમંત્રણ પાઠવતાં મેં તેને સહર્ષ સ્વીકાર કર્યો.
સમગ્ર ગ્રંથમાં ગુજરાતમાં પ્રવર્તતા વર્તમાન ધર્મોને આવરી લઇ દરેક ધર્મનું ગુજરાતમાં પ્રવર્તતું સ્વરૂપ, તેનાં દેવસ્થાને, સમાજ ઉપર તેની અસર વગેરે વિવિધ પાસાંની ચર્ચા કરેલ છે. શરૂઆતના પ્રકરણોમાં હિંદુ ધર્મનું સ્વરૂપ -તેની મુખ્ય શાખાઓ વગેરેની આલોચના કરી, તેનાં વિવિધ મંદિરની વિગતો આપેલ છે. એ જ પ્રમાણે જૈન, બૌદ્ધ, જરતી , ઈસ્લામ, શીખ, યહૂદી, ખ્રિસ્તી ધર્મોની ઉપલબ્ધ સાધનેને આધારે મળતી સર્વ વિગતોની ચર્ચા કરેલ છે. અહીં ગુજરાતમાં પ્રવર્તતાં સર્વધર્મોનાં વિવિધ પાસાંની છણાવટ કરી. સમગ્ર પુસ્તકને અભ્યાસક્રમને અનુરૂપ બનાવવામાં આવેલ છે. ગ્રંથના દરેક પ્રકરણને અંતે ઉપયોગી ગ્રંથોની યાદી તથા પુસ્તકને અંતે પરિભાષા સૂચિ તથા ચિત્રો આપી ગ્રંથને પૂર્ણ કરેલ છે.
સમગ્ર ગ્રંથ ભારતીય સંસ્કૃતિ વિષયને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ છે. આ ગ્રંથ તૈયાર કરવા માટે મને નિમંત્રણ પાઠવવા બદલ હું યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડને આભારી છું. આ સાથે આ ગ્રંથ તૈયાર કરવામાં સંગીન માર્ગદર્શન આપવા બદલ મારા પરમ આદરણીય ગુરુ ડે. હરિપ્રસાદ શાસ્ત્રીને તથા ઉપયોગી માહિતી ચિત્રો વગેરે પૂરાં પાડવા બદલ ગુજરાતના પુરાતત્વખાતાને તથા શામળાજી, ધીણોધર, વડતાલ વગેરે મંદિરના વ્યવસ્થાપકને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
ડે. નવીનચંદ્ર આચાર્ય
તા. ૨૦-૧૦-૮૩ અમદાવાદ
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
અનુ.
નામ
પૃષ્ઠ
પ્રાસ્તાવિક હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવોની આરાધના જૈન ધર્મ બૌદ્ધ ધર્મ જરથોસ્તી ધર્મ ઇસ્લામ ધર્મ શીખ ધર્મ યહૂદી ધર્મ ખ્રિસ્તી ધર્મ ચિત્રસૂચિ પારિભાષિક શબ્દસૂચિ
૧૩૩
૧૪૧
૧૬૦
૧૬૫
૧૭૧
૧૭૯
Page #7
--------------------------------------------------------------------------
________________
ચિત્ર સૂચિ
નં.
નામ
૧. સેમિનાથનું મંદિર-પ્રવેશદ્વાર ૨-૭. ડભોઇના કિલ્લાના દરવાજાઓના ગાળામાં આવેલ નાથસિદ્ધોનાં શિપિ ૮. વિષ્ણુપ્રતિમા–ગઢ શામળાજી (જિ. સાબરકાંઠા) ૯. ત્રિવિક્રમ વિષ્ણ–રાધીવાડ ,
શામળાજી મંદિર–પ્રવેશદ્વાર દ્વારકાનું મુખ્ય વૈષ્ણવમંદિર સ્વામીનારાયણનું મંદિર–ગોંડલ સ્વામીનારાયણ મંદિર–સારંગપુર સૂર્યમંદિર–મોઢેરા સૂર્યપ્રતિમા–ખેરાળુ જૈનમંદિર–કુંભારીયા જૈનમંદિર–પાલિતાણું
બૌદ્ધગુફા–તળાજા ૧૯. ચાંપાનેરની મસ્જિદ
Page #8
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય
ડૉ. નવીનચદ્ર એ. આચાય એમ. એ. પીએચ. ડી,
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક
માનવી એ સામાજિક પ્રાણું છે. સમાજમાં ઉન્નત મસ્તકે જીવવા માટે તેને અનેક પ્રકારના સદ્ગુણો કેળવવા પડે છે. આ સદ્ગણે તેને જીવનદષ્ટિ આપે છે. જેમ શબ્દમાંથી કાવ્યનું સર્જન થાય છે, સ્વરમાંથી સંગીત જન્મે છે, લાકડાના ટુકડામાંથી કલાકૃતિ સર્જાય છે, તેમ સદ્ગુણમાંથી ધર્મનું સર્જન થાય છે. ધર્મ એ કઈ બહારથી ઠોકી બેસાડવાની વસ્તુ નથી, પણ એ તો મનુષ્યના અંતરમાં સતત વહેતું સદ્દગુણોનું એક ઝરણું છે. તે માનવીને ગતિશીલ બનાવે છે. સત્યના માર્ગે લઈ જાય છે, ચારિત્ર્યવાન બનાવે છે. સાચો ધર્મ ઈશ્વર પ્રત્યે સદ્ભાવ જન્માવે છે. માનવીને પોતાની ફરજનું ભાન કરાવે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાંથી આગળ જતાં પ્રકૃતિપૂજા, દેવપૂજા, પ્રેતપૂજા વગેરે ઉદ્દભવે છે. એ પછી તેમાં તત્ત્વજ્ઞાન અને કર્મકાંડ ઉમેરાતાં દાનનો મહિમા વધે છે.
કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ ધર્મના રંગે રંગાયેલ છે. ધર્મ એ ભારતીય સંસ્કૃતિને આત્મા છે. ભારતીય સમાજમાં ધર્મ અને સંસ્કૃતિ એવી રીતે ઓતપ્રોત થયેલાં છે કે તેમને અલગ પાડવાં મુશ્કેલ છે. ગુજરાત એ ભારતને એક ભાગ છે. એટલે ગુજરાતનું સમાજજીવન પણ ધર્મના રંગે રંગાયેલું છે. ગુજરાતમાં વેદકાળ પૂર્વે વસતી પ્રજાને પણ પોતાને સ્વતંત્ર ધર્મ હતો. તેઓને પણ પિતાની ધર્મભાવના હતી. ભારતના અન્ય પ્રદેશમાંથી આવેલી વિદેશી પ્રજાઓ જેમ ભારતીય સમાજમાં ભળી ગઈ તેમ ગુજરાતમાં પણ આવેલી વિદેશી પ્રજાએ અહીંના સમાજમાં ભળી ગઈ છે. વિદેશીઓને સમાવવામાં ગુજરાત મોખરે રહ્યું છે. આના પરિણામે અહીં ધર્મનું સ્વરૂપ બદલાતું રહ્યું. ગુજરાતના લોકોને મન ધર્મ એ કેવળ ચર્ચાનો વિષય નહિ, પણ અનુભવને વિષય બની ગયે. પરિણામે ગુજરાતની વ્યાપાર પ્રધાન પ્રજામાં સહિષ્ણુતા, ભાઈચારે, મિલનસારપણું, સમાધાનવૃત્તિ, કલહભીરુતા, ઉદાર દષ્ટિ, ઇત્યાદિ ગુણો સવિશેષ પ્રમાણમાં વિકસ્યા.
અહીં રાજઓ ધર્મના નિયમને લક્ષમાં રાખી રાજ્ય કરતા. પ્રજાનું પાલન કરતા, વિવિધ પ્રકારનાં દાન આપીને પ્રજામાં દાનનો મહિમા ટકાવી રાખવા તત્પર રહેતા. રાજાઓ વિદ્યાવ્યાસંગી હોવાથી બ્રાહ્મણ વિના મૂલ્ય વિદ્યાદાન દેવા
Page #11
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ`સાંપ્રદાય પ્રયત્નશીલ રહેતા. પ્રજામાં કમ કાંડમાં શ્રદ્ધા, સાહિત્ય પ્રવૃત્તિએ અને તીÎદ્ધારની ભાવના વિકસી હતી. લેાકેા ધમ માં સંપૂર્ણ શ્રદ્ધા રાખતા. (અ) ગુજરાતની સ`સ્કૃતિના ઘડતરમાં ધર્મના ફાળે :
ગુજરાતની સ ંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિનું અંગ હાવાથી તેની પર ંપરામાં આદિકાળથી ધમે અગત્યના ભાગ ભજન્મ્યા છે. લેાથલ, ર ંગપુર, રાજડી, સૂર કાટડા વગેરે સ્થળોએથી હડપ્પીય સંસ્કૃતિના જે અવશેષો મળ્યા છે તે આ કથનની સાક્ષી પૂરે છે.
ગુજરાતમાં હડપ્પીય સસ્કૃતિના અવશેષો, ધોળકા તાલુકામાં આવેલ લેાથલ નામે એળખાતા ટીંબામાંથી વિસ્તૃત પ્રમાણમાં મળ્યા છે. અહીં ઈ.સ. ૧૯૫૫થી ૧૯૬૨ના ગાળામાં ઉત્ખનન કરવામાં આવ્યું હતું. આ સ્થળ અમદાવાદથી લગભગ ૮૦ કિ.મી. દૂર ભાગાવા અને સાબરમતીના તટ પ્રદેશ વચ્ચે આવેલું છે. અહીંથી મળેલા અવશેષ' પરથી જણાય છે કે પ્રાચીનકાલમાં અહીં સાગરિકનારા આગળ એક બંદર આવેલું હશે. અહીંની પ્રજા પ ંચરંગી હશે. અહીંની પ્રજા જુદા જુદા પ્રકારની ધાર્મિક વિધિઓમાં માનતી હોય તેમ ઉપલબ્ધ અવશેષો પરથી જણાય છે. કાઈક અગ્નિની, તા કાઈક પ્રકૃત્તિના અન્ય દેવેશની, પૂજા કરતા હશે. અહીં લિંગ પૂજાના ઈ અવશેષો મળ્યા નથી. અહીંથી મળેલા મુદ્રાંકનેામાં સિપ્રદેશની માતાજીની આકૃતિ કે અન્ય કાઈ ધાર્મિ ક પ્રતીક કે દૃશ્યો નજરે પડતાં નથી, મકાનામાંથી અગ્નિપૂજા માટેની વેદીએ મળી છે. આ ઉપરાંત એક ઠેકાણેથી પાછલી બાજુએ મેશની નિશાનીવાળા પકવેલી માટીના એક સરવેા મળી આવેલ છે, જે વૈકાલીન યજ્ઞામાં ઘી હોમવાના સવની યાદ આપે છે. આ સવ ઉપરથી જણાય છે કે અહીં ની પ્રજા અગ્નિપૂજામાં વિશેષ શ્રદ્ધા ધરાવતી હશે.
એક વેઠી આગળથી પ્રાણીનાં હાડકાં, બે કાણાંવાળું એક સેાનાનું લટકણિયું વગેરે મળી આવેલ છે. એ જોતાં, અહીંની પ્રામાં ખલિ ચઢાવવાના રિવાજ પ્રચલિત હોય તેમ લાગે છે. અહીંથી કાઈ દેવાલય મળતું નથી એ ઉપરથી જણાય છે કે અહીંની પ્રજામાં ધર્મ એ વ્યક્તિના અંગત વિષય હરશે.
અહીં પ્રચલિત અંત્યેષ્ટિ ક્રિયા અહીંની પ્રજાના ધાર્મિક જીવન ઉપર કેટલેક પ્રકાશ પાડે છે. અહીં શબને દફનાવવાની સાથે અગ્નિદાહ જેવી ખીજી પ્રથા પ્રચલિત હોય તેમ જણાય છે. શબને દફનાવતી વખતે ભરીને મસ્તક પાસે મૂકવામાં આવતું. અહીંનાં કેટલાંક એકી સાથે દફનાવાયા હેાય તેવા અવશેષો મળ્યા છે. આ ઉપરથી જણાય છે કે અહીંની પ્રજામાં સતી પ્રથાને મળતા કાઈ રિવાજ પ્રચલિત હરશે.
માટીના પાત્રમાં પાણી દનામાંથી સ્ત્રી-પુરુષને
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક
૨
*
ટૂંકમાં અહીંની હડપીય સંસ્કૃતિની પ્રજા ભિન્ન ભિન્ન પ્રકારના ધાર્મિક રિવાજે પાળતી હશે. તેમાંના કેટલાક રિવાજે પ્રજાની ઉચ્ચ પ્રકારની ધર્મભાવના પ્રગટ કરે છે. સિંધુખીણમાં વસતી હડપ્પીય સંસ્કૃતિની પ્રજા અને અહીં વસતી હડપ્પીય સંસ્કૃતિની પ્રજાની ધાર્મિક વિધિઓમાં ઘણી જ અસમાનતા જોવા મળે છે.
પૌરાણિક અનુશ્રુતિઓ ઉપરથી જાણવા મળે છે કે શાયત, આનર્ત, યાદવો વગેરે પ્રજા સૌરાષ્ટ્રના સાગર કિનારે વસતી હશે. આ સમયે પ્રજામાં અમિપૂજા વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલી હશે. યોની ભાવના વિકસી હશે. ધીરે ધીરે પ્રકૃતિ પૂજામાંથી વિવિધ દેવ-દેવીઓની પૂજા પ્રચલિત થઈ. આગળ જતાં શૈવસંપ્રદાયને પ્રસાર વધે. વળી, અર્જુન અને કૃષ્ણ નરનારાયણને અવતાર મનાયા. ધીરે ધીરે કૃષ્ણ વિષ્ણુના એક અવતાર તરીકે પૂજાવા લાગ્યા. આગળ જતાં ભક્તિસંપ્રદાયને ઉદય થયો. યાદવો સુરા-પાનથી અંદર અંદર લડીને નાશ પામ્યા. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં યાદવ નામશેષ બન્યા. પુરાણોમાંથી દ્વારકા, તાપી, પ્રભાસક્ષેત્ર, ધર્મારણ્યક્ષેત્ર વગેરેના જે ઉલેખો મળે છે, તે ઉપરથી જણાય છે કે પ્રાચીનકાળમાં તીર્થોદ્ધારની ભાવના વ્યાપક પ્રમાણમાં વિસ્તરી હશે. ઈતિહાસકાશમાં આવીએ છીએ ત્યારે ગુજરાતમાં આર્યોને હિંદુ ધર્મ દઢ થયેલો દેખાય છે.
હિંદુ ધર્મમાં અહીં શિવ, વિષ્ણુ, વરાહ, નૃસિંહ, વામન, રામ, કૃષ્ણરાધા, શક્તિ, બ્રહ્મા, સૂર્ય, કાર્તિકેય વગેરે દેવદેવીઓની ઉપાસના પ્રચલિત થઈ. હિંદુ ધર્મમાં સૃષ્ટિના સર્જક, પાલક અને સંહારક રૂપે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ મુખ્ય દેવ ગણાયા. સમય જતાં બ્રહ્માની લોકપ્રિયતા ઘટીને ગણેશ, શિવ, વિષ્ણુ, શક્તિ અને સૂર્ય એ પાંચ દેવોને મહિમા વધે.
આ પૈકી શિવ, વિષ્ણુ અને શક્તિના ઉપાસકેમાં આગળ જતાં વિવિધ સંપ્રદાય વિકસ્યા હતા. તેઓ પરમમાહેશ્રવર “પરમભાગવત” અને “પરમશાકત” કહેવાતા. એવી રીતે સૂર્ય ઉપાસકેનો પણ સંપ્રદાય હતા, તે સૌર સંપ્રદાય કહેવાય. તેના અનુયાયીઓ “પરમઆદિત્ય ભક્તો કહેવાતા. ગાણપ(ગણપતિ-ઉપાસક)ને પણ સંપ્રદાય હતા, પરંતુ તે ગુજરાતમાં સંપ્રદાય તરીકે પ્રચલિત થયો હોય તેમ લાગતું નથી.
અલબત્ત હિંદુઓને મોટો વર્ગ તો કોઈ એક સંપ્રદાયના અનુયાયી થયા વિના શિવ, વિષ્ણુ, શકિત, સૂર્ય, ગણેશ, હનુમાન, ઇત્યાદિ સર્વ દેવદેવીઓને વંદે છે, પૂજે છે, આરાધે છે. વિષ્ણુના અવતારોને તથા દેવતાઓનાં વિવિધ સ્વરૂપને ઉપાસે છે. ઈતર દેવદેવીઓના અલગ સંપ્રદાયો વિકસ્યા નથી, પરંતુ આ દેવદેવીઓની ઉપાસના પ્રચલિત છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય બૌદ્ધ ધર્મ અહીં મૌર્યકાલથી અનુમૈત્રકકાલ સુધી સારી રીતે પ્રચલિત થયો હતા. તેમાં બુદ્ધો, બોધિસત્વ અને તારાઓની ઉપાસના થતી. જૈન ધર્મ મૌર્ય. કાલથી પ્રચલિત થયે. તે અદ્યાપિ પર્યંત લોકપ્રિય રહ્યો છે. એમાં તીર્થકરોનાં દેરાસર બંધાયાં છે. તેમાં તીર્થકરોની સાથે યક્ષ-યક્ષિણીઓની પ્રતિમાઓ પણ મુકાય છે. ગુજરાતમાં જૈન ધર્મમાં દિગબર, શ્વેતાંબર, મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે સંપ્રદાયો પ્રચલિત છે.
અનશૈત્રકકાલથી અહીં ઈરાનના જરથોસ્તીઓ આવી વસ્યા. તેઓ પારસી તરીકે ઓળખાય છે. તેમની અગિયારીઓ ઠેકઠેકાણે બંધાઈ છે. | મુસ્લિમોની વસ્તી અહીં અનુમૈત્રકકાલથી શરૂ થઈ. ગુજરાતમાં તેઓની સારી વસ્તી છે. અહીં શિયા, સુન્ની વગેરે સંપ્રદાય પ્રચલિત છે. અનેક ઠેકાણે મસિજદ બંધાઈ છે.
યહૂદીઓ અને ખ્રિસ્તીઓની સંખ્યા સારા પ્રમાણમાં અહીં જોવા મળે છે. અહીંના યહૂદીઓ મહારાષ્ટ્રમાંથી આવેલા છે. અમદાવાદમાં એમનું સિનેગેગ છે. ખ્રિસ્તીઓની મિશનરીઓ ગુજરાતમાં અનેક ઠેકાણે જોવા મળે છે. તેમાં કૅથલિક અને પ્રોટેસ્ટંટ એમ બે સંપ્રદાય વધારે લોકપ્રિય છે. બંને સંપ્રદાયનાં દેવળો અનેક ઠેકાણે બંધાયાં છે.
હિંદુ ધર્મને અર્વાચીન સુધારક સંપ્રદાયમાં, આર્યસમાજ ઠીક ઠીક પ્રચલિત થયા છે. પ્રાર્થનાસમાજ પણ ઠીક ઠીક પ્રચલિત થયેલે, પરંતુ હવે એની લોકપ્રિયતા રહી નથી. તાજેતરમાં સંતોષી માતા તથા ગાયત્રી માતાની ઉપાસના વધતી જાય છે. '
આધુનિક યુગમાં અહીં આંબેડકરની પ્રેરણાથી નવા બૌદ્ધોને સંપ્રદાય પણ પ્રચલિત થતા જાય છે.
ગુજરાતમાં જુદા જુદા સમયે અનેક પ્રજાઓ આવીને સ્થિર થઈ છે. આ વિદેશી પ્રજાઓમાંથી કેટલીક ભારતીય ધર્મો સ્વીકાર્યા હોવાથી આપણી સંસ્કૃતિ પર તેમના આચારવિચાર, પહેરવેશ, તથા જીવનમૂલ્યોની અસર સારા પ્રમાણમાં થઈ છે, તેનાથી આપણામાં વિવિધતામાં એકતાની ભાવના વિકસી છે.
પ્રાચીનકાળથી ગુજરાતમાં ધર્મનાં બે અંગ જોવા મળે છેઃ (૧) ઈષ્ટ ધર્મ, (૨) પૂર્ત ધર્મ. શ્રુતિ, સ્મૃતિ, પુરાણુ વગેરે ધર્મગ્રંથોમાં શ્રદ્ધા રાખવી તેમજ અગ્નિહોત્ર, તપ, વ્રત, જપ વગેરે ક્રિયા કરવી, એ ઈષ્ટ ધર્મ છે. કહિતાર્થે વાવ, કૂવા, સરોવર, દેવાલય, તળાવ, ફૂડ, ધર્મશાળા, રૂલ પરબડી, ઘાટ
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક વગેરે બંધાવવાં તેમજ અન્નક્ષેત્ર, તીર્થક્ષેત્ર વગેરે સ્થાપવાં-ઇત્યાદિ કાર્યોને પૂત ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. સાંસ્કૃતિક ઇતિહાસને લગતાં અનેક સાધન પરથી જણાય છે કે ગુજરાતના સમાજજીવનમાં પૂર્વ ધર્મો અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાતના અનેક રાજવીઓ તથા ધનિકોએ વાવકૂવા, તળાવ વગેરે બંધાવ્યાના ઉલેખ અભિલેખો અને સાહિત્યમાંથી મળે છે.
ગુજરાતમાં વાવ, કૂવા, તળાવ વગેરે ઉપરાંત દાણ માટે ચબૂતરા કે પરબડીઓ અને પશુઓના રક્ષણ માટે પાંજરાપોળો બંધાવવી, એ ગુજરાતને લેકજીવનનું અગત્યનું પાસું છે. અહીં જૈન ધમની અસર સમાજ ઉપર વ્યાપક પ્રમાણમાં પડી હોવાથી, લોકોના રોજબરોજના જીવનમાં પણ જીવદયાની ભાવના વણાઈ ગઈ છે. વસૂકી ગયેલાં અને બીમાર ઢોર માટે ગુજરાતમાં અનેક સ્થળોએ પાંજરાપોળની સંસ્થાઓ સ્થપાઈ છે. ઢોરોને સ્વચ્છ પાણી મળે એ માટે ગુજરાતમાં ગામેગામ હવાડા જોવા મળે છે. મૈત્રકકાલમાં શીલાદિત્ય ધર્માદિત્યે પોતાના રાજ્યમાં પશુઓ માટે ગાળીને પાણી આપવાની સગવડ આપી હતી. સોલંકી રાજવી કુમારપાળે પિતાના રાજ્યમાં ‘અમારી શેષણું કરી પશુઓને વધ કરવાની મનાઈ ફરમાવી હતી. આમ, ગુજરાતમાં ઘણું પ્રાચીનકાળથી પૂર્ત ધર્મને મહિમાં ચાલ્યો આવે છે. આજે પણ ઘણું ધનિકે તીર્થસ્થળોમાં ધર્મશાળાઓ બંધાવે છે. નદી પર ઘાટ બનાવે છે. સ્મશાનગૃહોની સગવડતાઓ કરે છે. (IT) ધર્મોને અતિહાસિક વિકાસકમ : | ગુજરાતના અતિહાસિક યુગમાં આવીએ છીએ ત્યારે ગિરિનગરના અશોકના લેખ પરથી જણાય છે કે ગુજરાતના ધર્મજીવનને વિકસાવવામાં અશકની ધર્મ. આજ્ઞાઓએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેણે પોતાની ધર્મલિપિમાં વ્યાપક ધર્મભાવનાની જ પ્રતિષ્ઠા કરી છે. ધર્મનું આચરણ માટે તેણે વ્યવહારુ અને ઉપયોગી સૂચનો કર્યા છે. જેમ કે “વિના કારણે પ્રાણીને વધ ન કરે. પ્રાણીઓને ઈજા ન પહોંચાડવી, માતાપિતા, વડીલે અને વૃદ્ધોની સેવા કરવી. સગાં
સ્નેહીઓ તરફ ઉદારતા રાખવી, નોકરચાકર અને ગુલામો પ્રત્યે સદ્ભાવ રાખવો.” પ્રિયદર્શી અશે કે આ પ્રકારનું ધર્માચરણ કેવળ મનુષ્ય માટે જ નહિ પણ પશુઓ માટે પણ દાખવ્યું હતું. તેણે પોતાના રાજ્યમાં પશુઓ અને માનવીએ માટે રુગ્ણાલયો સ્થાપ્યાં હતાં. પોતાનાં રાજ્યમાં ન મળતી ઔષધિઓ અને વનસ્પતિઓ બહારથી મંગાવવાની વ્યવસ્થા કરી હતી. પશુઓ અને મુસાફરે માટે રસ્તાની બન્ને બાજુએ વૃક્ષા રોપાવ્યાં હતાં. વાવ, કૂવા, તળાવ વગેરે ઠેર ઠેર બંધાવ્યાં હતાં. આમ, અશોકે ગુજરાતની ધર્મભાવના વિકસાવવામાં મહત્ત્વને
Page #15
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય
ભાગ ભજવ્યો હતો. આજના ગુજરાતમાં જે ધાર્મિક સહિષ્ણુતા જોવા મળે છે તેને યશ કેટલેક અંશે મૌર્ય સમ્રાટ અશોકને ફાળે જાય છે. તે પિતાની ધર્મ. લિપિમાં બહુ જ નમ્રતાપૂર્વક જણાવે છે કે દેવોને પ્રિય પ્રિયદર્શી રાજા ઈચ્છે કે સર્વસંપ્રદાય સર્વત્ર વસે. એ સર્વમાં સંયમ અને ભાવશુદ્ધિ ઈચ્છે છે.” ગુજરાતમાં સહિષ્ણુતાને જે ગુણ પડેલ છે તેનું મૂળ અહીં શોધી શકાય
મૌર્યકાલથી આપણે ક્ષત્રકાલમાં આવીએ છીએ ત્યારે ગુજરાતમાં શૈવ સંપ્રદાય વ્યાપક રીતે વિસ્તર્યો હોવાની પ્રતીતિ થાય છે. ઘણું ક્ષત્રપ રાજવીએના નામની સાથે “રુદ્ર” શબ્દ જોડાયેલ જોવા મળે છે. ક્ષત્રપ જયદામાના તાંબાના સિક્કાઓમાં વૃષભ અને શિવના પ્રતીકે જોવા મળે છે. આ રાજવંશના એક રાજવી સ્વામી જીવદામા પિતાને પિતાના અભિલેખમાં કાર્તિકેયના ઉપાસક તરીકે ઓળખાવે છે. આ સમયે સૌરાષ્ટ્રમાં સાગરકિનારે આવેલું સેમિનાથ એ પાશુપત મતના આચાર્યોનું મોટું કેન્દ્ર હતું. આ સંપ્રદાયના પ્રવર્તક શિવના ૨૮માં અવતાર મનાતા ભગવાન લકુલીશ અથવા નકુલીશ ને જન્મ વડોદરા જિલ્લાના ડભોઈ ગામ પાસે આવેલ કાયાવરોહણ(કારવણ)માં થયે હતો. ભગવાન લકુલીશની અનેક પ્રતિમાઓ ગુજરાતમાંથી વિવિધ સ્થળોએથી મળે છે. આ લકુલીશને જન્મ ઈ. સની પહેલી કે બીજી સદીમાં થયેલ હોવાનું અનુમાન છે.
ક્ષત્રકકાલ પછીના ગુપ્ત રાજવીઓના સમયમાં ગુજરાતમાં શૈવ ધર્મ તેના મૂળ સ્વરૂપે ટકી રહ્યો હતો. તેમ છતાં ગુપ્તરાજવીઓ “પરમ ભાગવત’ હોવાથી તેમના સમયમાં ગુજરાતમાં ધીરે ધીરે વૈષ્ણવ સંપ્રદાયને પ્રસાર વધ્યો હતો. ગિરનારના ઈ.સ. ૪૫૫-૫૭ના સકંદગુપ્તના લેખમાંથી તે સમયે સુદર્શન તળાવના કિનારે ચક્રપાલિતે ચક્રધર(વિષ્ણુ)નું મંદિર બંધાવ્યું હોવાને ઉલેખ મળે છે. આ સમયની કેટલીક શિવ અને વિષ્ણુની પ્રતિમાઓ શામળાજીમાંથી મળેલ છે. આ સાથે આ યુગમાં ગુજરાતમાં શાક્ત સંપ્રદાય પણ વિકસ્યો હતો.
મૈત્રકકાલમાં ગુજરાતના ધાર્મિક જીવનમાં વિવિધ ધર્મસંપ્રદાયની અસર જોવા મળે છે. આ સમયે માહેશ્વર સંપ્રદાય, શાકત સંપ્રદાય, ભાગવત સંપ્રદાય, સૌર સંપ્રદાય, જૈન અને બૌદ્ધ સંપ્રદાય જેવા વિવિધ સંપ્રદાય ગુજરાતમાં વિકસ્યા હતા. આ સર્વ સંપ્રદાયનાં શિલ્પો ગુજરાતમાંથી વિવિધ સ્થળોએથી મળે છે.
સેલંકીકાલ એ ધર્મ અને સંસ્કૃતિને અભ્યદયને યુગ હતો. ગુજરાતના ઇતિહાસમાં આ સમયે જેટલા ધર્માચાર્યો થયા તેટલા બીજા કોઈ સમયે થયા નથી. અણહિલવાડ પાટણ એ ધર્મ અને સંસ્કૃતિનું આ સમયનું મુખ્ય ધામ હતું.
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક
આ સમય અગાઉ ગુજરાતમાં આરબો અને પારસીઓ આવ્યા. ગુજરાતે તેમના ધર્મને પણ ઉદારતાથી અપનાવ્યું. તેમના દેવસ્થાનું રાજ્ય તરફથી રક્ષણ થતું હતું. દરેકને પોતાને અનુકૂળ ધર્મ પાળવાની છૂટ આપી હતી. દક્ષિણ ગુજરાતમાં ગંધાર બંદરમાં ૮મી સદીમાં મસ્જિદ બંધાઈ હતી. સદરે અરવલ મસ્જિદ ખંભાતમાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં બાંધવામાં આવી હતી. અમદાવાદમાં આવેલા આશાવલની આસપાસના ભાગમાં અગિયારમી સદીના આરંભમાં મુસલમાનની વસ્તી હતી, અને ત્યાં મજહબી ક્રિયાઓ કરવા માટે એમણે ઈ. સ. ૧૦૫૩માં એક મસિજદ બંધાવી હતી. મહામાત્ય વસ્તુપાલે મક્કાની મસિજદમાં મૂકવા માટે આરસનું તારણ દિહીના સુલતાનની માતા સાથે મોકલ્યું હતું અને ત્યાંની મજિદમાં દીપ અને ધૂપને પ્રબંધ કર્યો હતો. જેનવણિક જગડુશાહે કચ્છના ભદ્રેશ્વરમાં ખીમલી નામની એક મજિદ બંધાવી હતી. એક દંતકથા અનુસાર રાધનપુર પાસે આવેલા સમીના કસબાતીઓ સુલતાન મહમૂદ ગઝનવી સાથે આવનારા સૈયદ સિપાહીઓના વંશજો છે. આ સમયમાં ગુજરાતમાં લખાયેલા શિલ્પશાસ્ત્રના બે ગ્રંથે “જયપૃચ્છા અને વૃક્ષાર્ણવ”માં રહેમાન પ્રાસાદ એટલે મસ્જિદના બાંધકામને લગતી વિગતો આપી છે.
મધ્યકાલમાં આવીએ છીએ ત્યારે ગુજરાતના સમાજજીવન પર ઇસ્લામની અસર વર્તાય છે. સોલંકી રાજવીઓ એ પોતાના રાજયમાં વસેલા મુસલમાનો પ્રત્યે જે ઉદાર વર્તન દાખવ્યું હતું, તેનું સો મા ભાગનું ઉદાર વર્તન પણ મુસ્લિમ રાજવીઓએ હિંદુઓ તરફ દાખવ્યું નહીં. મુસ્લિમ અમલ દરમિયાન ગુજરાતમાં ધર્મસહિષ્ણુતા મરી પરવારી. અનેક હિંદુ અને જૈન મંદિરને નાશ થયો. તેમ છતાં આ સમયે શૈવ સંપ્રદાય, શાક્ત સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય વગેરે ટકી રહ્યા હતા. તેમણે પ્રજાની ધર્મભાવના ટકાવી રાખી હતી. આ સમયે મંદિરોનું બાંધકામ અટકી ગયું હોવા છતાં ઘણું લેકેએ તીર્થધામના જીર્ણોદ્ધારમાં નેધપાત્ર ફાળો આપ્યા હતા. આ સમયે દાદુભગતને પરબ્રહ્મ અથવા સહજ સંપ્રદાય, કબીરપંથ, સ્વામીનારાયણસંપ્રદાય, વલ્લભાચાર્યે પ્રવર્તાવેલ પુષ્ટિ સંપ્રદાય વગેરે સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યા. તેમણે ગુજરાતના ધાર્મિક જીવનમાં ઘણો પલટે આણ્યો. આજે પણ પુષ્ટિ સંપ્રદાયે અને સ્વામીનારાયણ સંપ્રદાયે ગુજરાતનાં અનેક નાનામેટાં ગામમાં પોતાની આગવી ધાર્મિક શૈલી વિકસાવી છે.
આ સમયે ગુજરાતમાં જરથોસ્તી ધર્મને પ્રસાર થયા હતા. ઈરાનથી આવેલા પારસીઓએ દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર પોતાનાં ધાર્મિક કેન્દ્રો સ્થાપ્યાં.
Page #17
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ સંપ્રદાય તેમના ધર્મગુરુઓએ પ્રજામાં “આતશ બહેરામ”નું મહત્વ વધાર્યું. અકબરે જરથોસ્તી ધર્મગુરુઓને પ્રભાવ નીચે આવીને તેમની સૂચના અનુસાર “ઇલાહી' સંવત શરૂ કર્યો. હાલમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ઉદવાડા વગેરે પારસી ધર્મનાં નોંધપાત્ર કેન્દ્રો છે. અમદાવાદમાં પણ કેટલીક પારસી અગિયારીઓ આવેલી છે. ઘણું પારસીઓએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે દાન કર્યા છે. આ સાથે એક વાત અત્રે નોંધવી જોઈએ કે તેમણે વટાળ પ્રવૃત્તિ દ્વારા અન્ય ધર્મના લોકોને પારસી બનાવવાના પ્રયત્ન કર્યા નથી.
ગુજરાતમાં ઈસ્લામને ફેલાવો થતાં ગુજરાતી સમાજ, હિંદુ અને મુસ્લિમ એવા બે વિભાગમાં વહેંચાઈ ગયા. મુસ્લિમોનાં આક્રમણો વધતાં હિંદુ પ્રજાએ પોતાની સંસ્કૃતિના રક્ષણ માટે નાતજાતનાં બંધને કડક બનાવ્યાં. સમાજમાં જુદી જુદી પેટાજ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી. ધર્મભાવના સંકુચિત બની. વટાળ પ્રવૃત્તિના આધારે ઘણા મુસલમાન બન્યા હોવા છતાં તેમણે પોતાની અગાઉની રહેણીકરણ, રિવાજો, પરંપરાગત માન્યતાઓ વગેરેને ચાલુ રાખી. આથી હિંદુસમાજની જેમ મુસલમાનમાં પણ વર્ગભેદ વધ્યા. જ્ઞાતિમર્યાદાઓ વધી.
અર્વાચીન સમયમાં આવીએ છીએ ત્યારે આપણને વિવિધ ધર્મસંપ્રદાય પોતપોતાનું આગવું સ્થાન જમાવીને બેસી ગયા હોય તેમ સ્પષ્ટ જણાય છે. તેમ છતાં સામાજિક દષ્ટિએ શૈવ, વૈષ્ણવ, શાકત કે જૈન કોઈપણ સંપ્રદાય વળ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવતા નથી. દરેક ધર્મના અનુયાયીઓ એકબીજા સાથે ભળી ગયા હોય છે. આજે ગુજરાતમાં નર્મદા કિનારે શૈવ સંપ્રદાયનું પ્રભુત્વ દેખાય છે, તે મધ્ય ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાય વિકસે છે, તે ઉત્તર ગુજરાત, ઈશાન ગુજરાત વગેરે સ્થળે પુષ્ટિ સંપ્રદાયનું મહત્ત્વ વિશેષ જણાય છે.
આ સમયે ધીરે ધીરે ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મને પ્રસાર થતે જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મગુરુઓએ ગુજરાતના સાબરકાંઠા, પંચમહાલ, સૂરત વગેરે જિલ્લાઓનાં આદિવાસી ક્ષેત્રોમાં પિતાનાં ધર્મ કેન્દ્રો સ્થાપી વટાળ પ્રવૃત્તિ દ્વારા ખ્રિસ્તી ધર્મને પ્રસાર કર્યો. પરિણામે અનેક ભીલ, ઠાકોર, કેળા, હરિજન વગેરે ખ્રિસ્તી બન્યા. ગુજરાતના ખ્રિસ્તી સમાજમાં પરમાર, ચૌહાણ, ચાવડા વગેરે વિવિધ અટકે વાળાં કુટુંબ જોવા મળે છે. આણંદ, નડિયાદ, બોરસદ વગેરે અનેક સ્થળોએ અનેક ખ્રિસ્તીઓ વસેલા છે. તેમનાં દેવળો ઠેર ઠેર આવેલાં છે. તેમનામાં પણ કેથલિક, પ્રોટેસ્ટંટ જેવા વર્ગભેદ જોવા મળે છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક
શીખ ધર્મ પણ પિતાની આગવી રીતે ગુજરાતમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. અમદાવાદ, વડોદરા વગેરે સ્થળોએ શીખ ધર્મનાં નેધપાત્ર ગુરુદ્વારા આવેલાં છે.
આમ, આજે ગુજરાતી સમાજમાં અનેક ધર્મસંપ્રદાયે પિતાનું આગવું સ્થાન જમાવી ચૂક્યા છે. આ સર્વની વિશિષ્ટતા એ છે કે દરેક ધર્મો પિતાની વિશિષ્ટ શૈલીથી પોતાનાં દેવસ્થાને બંધાવ્યાં છે. ગુજરાતી પ્રજામાં રહેલી ધર્મસહિષ્ણુતાની વૃત્તિને લીધે આ સર્વ દેવસ્થાને પોતપોતાની આગવી રીતે વિકસ્યાં છે. દરેક સંપ્રદાયને પિતાના અનુયાયીઓ મળેલા છે. દરેકના આચારવિચાર, ધાર્મિક માન્યતાઓ અલગ અલગ હોવા છતાં ગુજરાતનું સમગ્ર કલેવર એક જ ધર્મના રંગે રંગાયેલું હોય તેમ જણાય છે અને તે ધમ, તે માનવધર્મ. આજે પણ ભારતના કેઈપણ ખૂણે કુદરતી આફત ઊતરી હેય તે ગુજરાત સહુ પ્રથમ સહાય માટે દોડી જાય છે. આ ગુજરાતના સાંસ્કૃતિક જીવનનું એક ઉજ્જવળ પાસું છે.
સંદર્ભ ગ્રંથ (૧) પ્ર. ૨. જો પરીખ અને ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક
ઠે. હ. ગં. શાસ્ત્રી (સ) ઇતિહાસ, ગ્રંથ-૨ (૨) દુ. કે. શાસ્ત્રી (૧) શૈવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ
વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ (૩) ગિ. વ. આચાર્ય
ગુજરાતના એતિહાસિક લેખે, ભા. ૨, ૩" (૪) ડે. ચીનુભાઈ નાયક ગુજરાતની સંસ્કૃતિમાં ધર્મને ફાળો,
વિદ્યાપીઠ, અં. ૯૯, સં. ૨૦૩૫
Page #19
--------------------------------------------------------------------------
________________
2
હિંદુ ધમ અને શૈવ સપ્રદાય
ગુજરાતની પ્રાચીન ધર્માભાવના અંગેની માહિતી આપણને પ્રાચીન ધર્મગ્ર ંથા, તથા પ્રચલિત આચારામાંથી મળે છે. મૌર્ય કાલથી આપણને આધારભૂત સાધને જેવાં કે અભિલેખા, સ્થાપત્યના અવશેષો વગેરે વિપુલ પ્રમાણમાં મળતાં હાવાથી તે પછીના સમયની આપણને પ્રમાણભૂત માહિતી અભિલેખેા, ધમ ગ્ર ંથા, સ્થાપત્યેા વગેરેમાંથી મળે છે. આથી અહીં પ્રાચીનકાલની ધમ ભાવના વિષેની ચર્ચા વેદ, પુરાણા, સ્મૃતિગ્ર ંથા વગેરેને નજર સમક્ષ રાખીને કરવામાં આવેલ છે.
પ્રાચીન હિંદુ ધર્મનું સ્વરૂપઃ
પ્રાચીનકાલમાં અહીં હિંદુ ધર્માંનાં બે સ્વરૂપ વિકસ્યાં. વેદકાલીન ધર્મ શ્રુતિ-આધારિત હતા, જ્યારે ઉત્તરકાલીન ધર્મ સ્મૃતિ પુરાણા પર આધારિત હતા. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ વેદ ધર્મથી અલગ પડેલા જુદા સ્વરૂપના ભારતીય ધર્મ છે. એ સિવાયના અસલ ભારતીય ધર્મોના વમાન સ્વરૂપને સામાન્ય રીતે હિંદુ ધમ" તરીકે ઓળખવામાં આવે છે. વૈદિક ધર્મથી એનું માત્ર પૂર્વકાલીન સ્વરૂપ સમાય, જે વર્તમાન સ્વરૂપથી ધણું ભિન્ન છે. કેટલાક આ નામ વધુ વ્યાપક અર્થીમાં ઘટાવે છે. સ્મૃતિ આધારિત વર્તમાન હિંદુ ધર્મ માટે પ્રાશ્ચાત્ય વિજ્ઞાનાએ બાહ્મણુ ધમ' નામ પ્રયેાજેલ છે. પરંતુ આ નામ વધુ સંકુચિત અ `ધરાવે છે. ખરી રીતે આ નામ હિંદુ ધમ જેટલું સરળ અને સ્પષ્ટ નથી. આથી અહીં હિંદુ ધર્મ એ રૂઢ અર્થ માં પ્રયેાજાયેલ પ્રયોગ છે, તેમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના સમાવેશ થતા નથી.
હિંદુ ધર્માંના બે તબક્કા છેઃ (૧) પૂર્વકાલીન વેદ ધર્મ (શ્રુતિ ધર્મ) અને (૨) ઉત્તરકાલીન સ્મૃતિ ધમ' (પુરાણેાયત). પૂર્વકાલીન વૈદ ધર્મ અથવા બ્રાહ્મણ ધર્મોનું મુખ્ય પ્રમાણ વેદ છે. વૈદ એટલે જ્ઞાન. એનું ખીજું નામ શ્રુતિ છે. શ્રુતિ એટલે સાંભળેલુ, વેદ ચાર છે : (૧) ઋગ્વેદ, (૨) યજુર્વેČદ, (૩) સામવેદ, (૪) અથવવેદ. વેદમાં સંહિતા, બ્રાહ્મણુ આરણ્યક અને ઉપનિષદ ત્રણેના સમાવેશ થાય છે. આ સમયે વિવિધ દેવા જેવા કે અદિતિ, બ્રહ્મા, અગ્નિ, વરુણુ, ઇન્દ્ર,
Page #20
--------------------------------------------------------------------------
________________
હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય વિષ્ણુ, સૂર્ય, અશ્વિની, રુદ્ર, યમ, સેમ વગેરે વિવિધ દેવની પૂજા પ્રચલિત હતી. આ સમયે યજ્ઞોનું મહત્વ વિશેષ હતું. શરૂઆતમાં યજ્ઞો સાદ સ્વરૂપે થના. સાદા અને ઘરમાં થઈ શકે તેવા યજ્ઞો હવિયજ્ઞો કહેવાતા, અને વિશાળ માનવ સમુદાય ભાગ લઈ શકે તેવા યજ્ઞો તે સમયાગ યજ્ઞ કહેવાતા. આ ય ઘણું ખર્ચાળ હતા. ઘણું લાંબા સમય સુધી ચાલતા. મોટે ભાગે રાજાઓ આ યજ્ઞો કરાવતા. તેની પાછળ પુષ્કળ સમય અને દ્રવ્ય ખર્ચાતાં. યજ્ઞો દ્વારા ઋષિમુનિઓ પિતાના ધાર્મિક વિચારે સમાજમાં મૂર્તિમંત કરતા. સમય જતાં તે આચારનું
સ્વરૂપ ધારણ કરતા. વૈદિક ધર્મમાં કર્મકાંડનું મહત્ત્વ વધ્યું હતું. તે સાથે પ્રાચીન એકેશ્વવર વાદની ભાવના પણ વિકસી હતી. સંહિતાઓ દ્વારા સામાન્ય જન સમાજની ધાર્મિક વૃત્તિ સંતોષાતી. ઉપનિષદ દ્વારા જનસમાજની તત્ત્વચિંતનની વૃતિ વિકસતી. ઉપનિષદમાં જીવ, જગત અને ઈશ્વર વિષેની ચર્ચા ઘણું વિસ્તૃત રીતે કરવામાં આવેલી છે. ધીરે ધીરે આનાથી પ્રજામાં પાપ અને પુણ્યની ભાવના વિકસી.
ધર્મસુત્રોમાંથી આગળ જતાં સ્મૃતિગ્રંથ રચાયા. આનાથી પ્રજામાં જે ધર્મભાવના વિકસી તે ઉત્તરકાલીન સમૃતિધર્મ તરીકે ઓળખાવા લાગી. મૃતિકારોના મતે વિશાળ પ્રદેશમાં માન્ય થતા. સ્મૃતિગ્રંથમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કય
સ્મૃતિ, પરાશર સ્મૃતિ વગેરે વધારે નોંધપાત્ર ગણાય છે. આ ગ્રંથમાં વર્ણ અને આશ્રમના ધર્મો વર્ણવેલા છે એમાં હિંદુ ધર્મનાં સઘળાં તો સમાયેલાં છે. ઉત્તરકાલીન અને વર્તમાન હિંદુ ધર્મનું સ્વરૂપ
ઉત્તરકાલીન હિંદુ ધર્મમાં ધીરે ધીરે યજ્ઞો અને કર્મકાંડનું મહત્ત્વ વધી ગયું. ધાર્મિક આચારોએ રિવાજનું સ્વરૂપ ધારણ કર્યું, તેમાં પંચ મહાયજ્ઞો સમગ્ર હિંદુ ધર્મના સ્તંભરૂપ ગણાવા લાગ્યા. ધીરે ધીરે આ સમયે સંસ્કાર અને વર્ણાશ્રમ પ્રથાને વિકાસ થયે. વર્ણાશ્રમ દ્વારા એક તંદુરસ્ત સમાજની રચના થઈ. સંસ્કારો દ્વારા સમાજમાં બ્રાહ્મણો, ધાર્મિક માન્યતાઓ વગેરેનું મહત્વ વધ્યું. કેટલાક સંસ્કારે સમાજમાં રૂઢ બની ગયા. શરૂઆતમાં વર્ણપ્રથા કર્મ ઉપર આધારિત હતી તે સમય જતાં જન્મ ઉપર આધારિત બની ગઈ, પરિણામે વર્ણપ્રથાને વિકાસ થયો. વર્ણપ્રથામાંથી જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી. જ્ઞાતિપ્રથા વિકસતાં, સૂકતો અને યજ્ઞોના સ્થાને મંદિરે, મૂર્તિઓ અને સ્તોત્રોનું મહત્ત્વ વધવા લાગ્યું. ઇન્દ્રાદિ વેદિક દેવોને સ્થાને શિવ, વિષ્ણુ, શક્તિ ઈત્યાદિ દેવોનું પ્રાધાન્ય વધ્યું. પ્રાચીનકાળમાં બ્રહ્યા અને સૂર્યની ઉપાસના પ્રચલિત હતી પણું વર્તમાન સમયમાં તે અસ્ત પામી છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૩
ગુજરાતના ક્રમ સપ્રદાય
વર્તમાન સમયમાં શિવપૂજન, વિષ્ણુપૂજા, શક્તિપૂજા વગેરે પ્રચલિત છે, પણ તેનુ પ્રાચીન સ્વરૂપ અદૃશ્ય થયુ છે. આ સર્વ દેવા સૌમ્ય સ્વરૂપે પૂજાય છે. દરેકમાંથી જટિલ વિધિએ અદૃશ્ય થઈ છે. આ સવ સંપ્રદાયાએ ગુજરાતની પ્રજામાં અન્ય દેશોની માર્કેક ધાર્મિક ભાવના વિકસાવી છે. લેાકેામાં ધાર્મિક મતભેદો હોવા છતાં ધાર્મિ ક ઝધડાએઁ જવલ્લે જ જોવા મળે છે. બ્રાહ્મણ ધર્મના અનુયાયીઓમાં ગણેશ, શિવ, વિષ્ણુ, સૂર્ય અને શક્તિએ પ ંચાયતન દેવાની ભક્તિના પ્રાધાન્યવાળા પૌરાણિક ધર્માં પ્રચલિત બન્યા.
સાળ સ`સ્કાર ઃ
સાળ સંસ્કારો એ હિંદુ ધર્મ અને સમાજનું એક વિશિષ્ટ તત્ત્વ છે. માનવીની માનસિક અને શારીરિક શુદ્ધિ માટે તે મહત્ત્વના મનાય છે. આ સર્વ સંસ્કાર માનવીના જન્મથી મૃત્યુ પર્યંતના વિવિધ તબક્કાઓને અનુલક્ષીને ચેાજવામાં આવેલ છે. તેના વિશેની વિશેષ માહિતી આપણને પ્રાચીન ધર્મ ગ્રંથા, જેવા કે ગૃહ્યસૂત્રો, સ્મૃતિગ્ર ંથા, પુરાણા વગેરેમાંથી મળે છે.
સ ંસ્કારાની સ ંખ્યા ખાખતમાંથી ઘણા મતભેદો પ્રવર્તતા હતા. કેટલાક સ્મૃતિકારાના મતે ચાલીસ મનાતા પણ સમય જતાં તેની સેાળની સંખ્યા સ`માન્ય બની. આ સેાળ સંસ્કારામાં પહેલા ત્રણ ગર્ભાધાન, પુંસવન, સીમ તાન્નયન જન્મ પહેલાંના હોવાથી સ્ત્રીએ પરના સંસ્કારા તરીકે ઓળખાય છે. ગર્ભાધાન સંસ્કાર ઋતુકાલ પછી ચેાથીથી સેાળમી રાત્રિ દરમિયાન કરવામાં આવતા. પુ ંસવન ગ ના ત્રીજા કે ચેાથા માસે ગર્ભ બાળકના દેહ ધારણ કરે ત્યારે પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવતા. સીમ તાન્નયન સામાન્ય રીતે ગર્ભના સાતમા કે આમા માસે કરવામાં આવતા.
આ પછીના ચાર સંસ્કારા જાતકમ, નામકરણ, અન્નપ્રાસન, ચૂડાકરણ, કણું વૈધ, બાલ્યાવસ્થાના એટલે કે બાળકા પરના સ ંસ્કાર છે. આ સંસ્કારશ બાળકના જન્મથી લગભગ ત્રણ વર્ષના ગાળા દરમિયાન થતા.
આ પછીના ચાર સંસ્કારા વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ અને સમાવન વિદ્યોપાર્જનને લગતા સંસ્કારા છે. આમાં ઉપનયન અને સમાવર્તન સંસ્કારોનુ મહત્ત્વ વિશેષ હતું. ઉપનયન સંસ્કાર દ્વારા બાળક ગાયત્રી મંત્રને અધિકારી અતી ઉચ્ચશિક્ષણના પ્રારંભ કરતા, જ્યારે સમાવન સંસ્કાર શિક્ષણના અંતે પ્રયાન્નતા. ઉપનયન સંસ્કાર વેદકાલ જેટલા પ્રાચીન મનાય છે. સમાવર્તન સ ંસ્કાર
Page #22
--------------------------------------------------------------------------
________________
હિન્દુ ધમ' અને શૈવ સપ્રદાય
વિદ્યાર્થી ના ચેાવીસમા વર્ષે ઊજવાતા. સમાવર્તન સંસ્કાર પામી વિદ્યાથી સ્નાતક બનતા. પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા. અહીં બ્રહ્મચŠશ્રમની પૂર્ણાહુતિ થતી.
૧૪
વિદ્યાર્થી ને દાઢી-મૂછ ફૂટે ત્યારે જે સ ંસ્કાર થતા તેને કેશાન્ત કે ગેાદાન સંસ્કાર કહેતા. આ સંસ્કાર સામાન્ય રીતે બાળકના સેાળમા વર્ષે ઊજવાતા.
વિવાહ સંસ્કાર એ સર્વ સંસ્કારમાં મહત્ત્વના અને આન ંદદાયક મનાય છે. આ વખતે બાળક ઉંમરલાયક થઈ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે છે. તેનું દામ્પત્યજીવન સુખી બને તે રીતે તેને ધમ અને સમાજના નિયમેાને વશ રહી જીવન જીવવાનુ હાય છે. પચાસ વર્ષની ઉંમરે તેને ગૃહસ્થાશ્રમ પૂર્ણ થાય છે.
આ પછી તે વનપ્રવેશ કરે છે. વાનપ્રસ્થાશ્રમમાં આદ્યાત્મિક માર્ગે જીવન જીવતા જીવતા તે નૃત્યને શરણ થાય, ત્યારે જે સંસ્કાર કરવામાં આવે છે તેને અંત્યેષ્ટિ સંસ્કાર તરીકે એળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં એક સ્પષ્ટ માન્યતા છે કે દેહના વિલિન થયા પછી આત્માની હયાતી રહે છે. તે પુનર્જન્મ પામે છે, એટલે મૃત્યુ પછીના જીવનની ઉત્કૃષ્ટતા માટે અત્યેષ્ટિ સંસ્કાર આવશ્યક મનાય છે, તેમાં દાઢક્રિયા, પિંડદાન, ભૈયાદાન, બ્રહ્મભાજન વગેરેના સમાવેશ થાય છે.
આમ, આ સેાળ સંસ્કારી બાળકના જન્મ પહેલાં ગર્ભાધાનથી શરૂ કરીને તેના મૃત્યુપર્યંત ચાલુ રહે છે. તેના મુખ્ય આશય માનવીની દેહશુદ્ધિ, અને આત્માશુદ્ધિ કરીને તેના સર્વાંગી વિકાસ સાધી તેને ધર્મ ના માર્ગે જીવન વ્યતીત કરવા પ્રેરવાના હતા.
પ્રતિમા પૂજા ઃ
દેવાલયોને દાન આપવાના મુખ્ય હેતુ તેમાં સ્થપાયેલી પ્રતિમાની વિધિસર રાજ પૂન્ન થાય, એ હેાય છે. દેવપૂજાનાં વિવિધ અગેને ઉપચાર કહે છે. હિંદુમદિરામાં દેવપૂજા મુખ્યત્વે પંચાચાર, દશાપચાર કે ષોડશાપચારથી કરવામાં આવે છે.
દેવપૂજા જો ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધથી કરવામાં આવે તે તેને પાંચાપચાર કહે છે. આ પહેલાં પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, યજ્ઞાપવીત વગેરે ક્રિયા કરવામાં આવે તેા તેને દશાપચાર કહે છે. આ સાથે જો આવાહન, આસન, વસ્ત્રાલંકાર, નમસ્કાર, પ્રદક્ષિણા અને વિસર્જન વગેરે ક્રિયા કરવામાં આવે તા તેને ષડશેાપચાર કહે છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય સામાન્ય રીતે હાલમાં ગુજરાતનાં મુખ્ય મંદિરમાં ડૉપચાર પૂજનવિધિ થાય છે. પણ તેમાં ઉપર જણાવેલા સર્વ ઉપચારે પ્રજાતા હોય તેમ લાગતું નથી. પૂજનવિધિમાં સામાન્ય રીતે દેવને પંચામૃતથી સ્નાન કરાવી શુદ્ધ જળથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યાર બાદ યજ્ઞોપવીત, ચંદન, ધૂપ, દીપ, આરતી, પ્રદક્ષિણ, નમસ્કાર, મંત્રપુષ્પાંજલી વગેરે કરવામાં આવે છે. આ પ્રકારની દેવપૂજા દરેક સંપ્રદાયના મંદિરમાં થતી જોવા મળે છે.
સમય જતાં બ્રાહ્મણધર્મમાં વિવિધ વિચારસરણીઓ અસ્તિત્વમાં આવતાં, ગુજરાતમાં નિશ્ચિત સ્વરૂપના સંપ્રદાયે અસ્તિત્વમાં આવ્યા. અહીં શૈવ, વૈષ્ણવ અને શાકત સંપ્રદાય જેવા વિવિધ સંપ્રદાયે વિકસ્યા. સૌર અને ગાણપત્ય સંપ્રદાય ભારતમાં થોડા પ્રમાણમાં વિકસ્યા. ગુજરાતમાં આદિત્ય સંપ્રદાય અને ગાણપત્ય સંપ્રદાય સ્વતંત્ર સંપ્રદાય સ્વરૂપે વિકસ્યા ન હતા. અલબત્ત, ગુજરાતમાં પ્રાચીનકાળમાં અનેક સૂર્યમંદિરે અસ્તિત્વમાં હતાં. આ સર્વ સંપ્રદાય હિંદુ ધર્મનું અંગ હેવા છતાં ધર્મગુરુઓ બાહ્યાડંબર તેમજ સંકુચિત મનોવૃત્તિ
ઓને લઈને કલુષિત બન્યા હતા. હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયે :
(૧) વસંપ્રદાય: શૈવસંપ્રદાયમાં ભગવાન શિવની ભક્તિ મુખ્ય ગણાય છે. શૈવસંપ્રદાયમાં શિવની ઉપાસના વેદકાળથી પ્રચલિત હોવાનું મનાય છે. પરંતુ હડપ્પા, મેહેજો-દડોમાંથી મળેલ અવશેષો પરથી જણાય છે કે એ સંસ્કૃતિમાં લિંગપૂજા પ્રચલિત હતી. વેદમાં આપણને રુદ્રને કરેલી પ્રાર્થનાઓ મળે છે. ઋગ્વદમાં રુદ્રને પશુઓના રક્ષક થવાની વિનંતી કરવામાં આવી છે. તે બાળકોને પણ રોગમુક્ત કરે છે એમ કહેવામાં આવ્યું છે. આમ, ઋદમાં વર્ણવેલો રૂદ્ર તે પશુઓ અને વનસ્પતિને દેવ છે. રુદ્રમાંથી સમય જતાં કલ્યાણકારી શિવની કલ્પના વિકસી. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે શિવ એ આર્ય દેવ નથી. સમય જતાં રુદ્રનાં આઠ અને બાર નામ પ્રચલિત થયાં.
પૌરાણિક સમયમાં શૈવસંપ્રદાયમાં વ્યવસ્થિત થયેલો જોવા મળે છે. પુરાણોમાં તેમના અનેક અવતારોની વાત કહી છે. પૌરાણિક યુગ સુધી શિવભક્તિને જે રીતે વિકાસ થાય તે રીતે જોતાં આપણે કહી શકીએ કે તે સમયે શિવનાં બે
સ્વરૂપ મનાતાં-(૧) રોદ્ર, (૨) કલ્યાણકારી શિવ. સામાન્ય જનતામાં એવી માન્યતા પ્રચલિત છે કે શિવ પોતાની પત્ની ઉમા સાથે હિમાલયના કૈલાસશિખર ઉપર વસે છે. રામાયણમાં શિવે ગંગાને કેવી રીતે પૃથ્વી પર આણી તેનું વર્ણન આપેલ છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય શિવ પોતે વ્યાઘચર્મ ધારણ કરે છે. તેમનાં આયુધ ડમરુ અને ત્રિશૂળ છે. તેમનું વાહન વૃષભ છે. ગળે સર્ષની માળા ધારણ કરે છે. શરીરે ભસ્મ લગાવે છે.
સમય જતાં આ શૈવસંપ્રદાયમાં વિવિધ પ્રકારના મતે પ્રચલિત થતાં જુદી જુદી શાખાઓ પડી ગઈ. જેવી કે (૧) પાશુપત અથવા માહેશ્વર સંપ્રદાય, (૨) કાપાલિક સંપ્રદાય, (૩) દ્રવિડ સંપ્રદાય, (૪) કાશ્મીરી શૈવ સંપ્રદાય, (૫) વીર શૈવ સંપ્રદાય, (૬) નાથ સંપ્રદાય વગેરે. આ સર્વ શાખાઓએ પિતાના વિવિધ પ્રકારના આચારવિચારને લીધે ધીરે ધીરે સ્વતંત્ર સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કર્યું, ગુજરાતમાં આમાંની પાશુપત સંપ્રદાય તથા નાથ સંપ્રદાય શાખાને ઠીક ઠીક પ્રસાર થયો. ગુજરાતમાં શૈવધર્મને પ્રસાર:
ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો માટે ભાગે લેથલમાંથી વિસ્તૃત પ્રમાણમાં મળ્યા છે. અહીંથી લિંગ કે યોનીના ઘાટના કે આઘશિવની આકૃતિ. વાળી કઈ મુદ્રાઓ મળી નથી. ( પુરાણમાં જણાવેલી શાર્માતા અને યાદવની કથાઓમાં શૈવ ધર્મના ઉલ્લેખ મળતા નથી, પણ મહાભારત અને વિશ પુરાણમાં ગુજરાતમાં સૌથી પ્રાચીન તીર્થક્ષેત્રો પ્રભાસ અને ભૃગુતીર્થને ઉલ્લેખ મળે છે. અહીંયાં બને તીર્થોને તીર્થો તરીકે ઓળખાવેલ છે. આ ઉપરાંત અબ્દક્ષેત્ર, દ્વારકાક્ષેત્ર, નર્મદાક્ષેત્ર, ધર્મારણ્યક્ષેત્ર, બ્રહ્મક્ષેત્ર, સરસ્વતીક્ષેત્ર, હાટકેશ્વરક્ષેત્ર વગેરે તીર્થમાં અનેક શિવાલયો હોવાના ઉલ્લેખ પુરાણોમાંથી મળે છે.
મૌર્યકાળ દરમિયાન ગુજરાતમાં શૈવ ધર્મ વ્યાપક રીતે વિસ્તરેલો હોય તેમ જણાય છે. ક્ષત્રપોને સમય લગભગ ઈ.સ. ૧00થી 100 સુધીને ગણાય છે. ક્ષત્રપો વિદેશી હતા. આથી તેમને કયે ધર્મ હશે તે કહી શકાતું નથી. તેમ છતાં તેમાંના કેટલાક રાજવીઓ જેવા કે રુદ્રદામા, રુદ્રસેન, રુદ્રસિંહ વગેરેનાં નામ સાથે પૂર્વાર્ધમાં રૂદ્ર” શબ્દ પ્રયોજાયેલો છે, એ જોતાં એ શિવભક્ત હશે એમ માની શકાય. જયદામાના તાંબાના ચોરસ સિકકા ઉપર વૃષભ અને શિવનાં પ્રતીક મળે છે.
શામળાજીમાંથી ક્ષત્રપકાલનાં કેટલાંક શૈવશિલ્પ મળેલ છે. દા. ત., ભીલડીના વેશમાં પાર્વતીનું શિલ્પ, માહેશ્વરી માતૃકા, ચામુંડામાતૃકા વગેરે.
ક્ષત્રપકાલ દરમિયાન ગુજરાતમાં શૈવ ધર્મ પ્રચલિત હતો. શિવના ૨૮ મા અવતાર પૈકી ૨૭મો અવતાર પ્રભાસમાં સોમ શર્મા રૂપે અને ૨૮મો અવતાર
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬
ગુજરાતના ધર્મ સંપ્રદાય વડોદરા જિલ્લાના કાયાવરોહણ(હાલનું કારવણ)માં લકુલીશ રૂપે થ મનાય છે. આ લકુલીશ ઈ.સ.ના બીજા સૈકામાં થયા. આ પહેલાં થોડાંક વર્ષો પૂર્વે તેમ શર્માએ પ્રભાસમાં શૈવ ધર્મની સોમ સિદ્ધાંત શાખા શરૂ કરી હતી. આ ઉપરાંત લકુલીશના પટ્ટશિષ્યો દ્વારા તેમના મતની કેટલીક શાખાઓ શરૂ થઈ હતી. જેમાંની કેટલીક શાખાએ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતી હોવાના પુરાવા મળે છે.
ગુજરાતમાં ગુપ્ત રાજવીઓનું શાસન લગભગ સિત્તર વર્ષ ચાલ્યું. ગુપ્તા રાજાઓ પિતાને “પરમભાગવત’ કહેવડાવતા તેથી શૈવ ધર્મના સીધા કોઈ ઉલ્લેખ મળતા નથી, પણ કુમારગુપ્તના પશ્ચિમ ભારત માટે પડાવેલા સિક્કામાં ત્રિશલનું અને સ્કંદગુપ્તના પશ્ચિમ ભારત માટે પડાવેલા સિક્કામાં મંદીનું પ્રતીક જેવા મળે છે. આ બંને પ્રતીક શૈવ ધર્મનાં છે. શામળાજીમાંથી એક ત્રિભંગયુક્ત પ્રતિમા મળી આવેલ છે. પ્રતિમાના જમણા હાથમાં ત્રિશલ છે. નીચલે હાથ નૃત્ય મુદ્રામાં છે. આ પ્રતિમા ગુપ્તકાલીન હોવાનું મનાય છે. આ સર્વ ઉપરથી જણાય છે કે ગુપ્તકાલ દરમિયાન ગુજરાતમાં શૈવ ધર્મ પ્રચલિત હશે.
મૈત્રકકાલના ધર્મસંપ્રદાયમાં સહુથી વધુ લોકપ્રિય ધર્મ માહેશ્વર (શ્રવ) સંપ્રદાય હતો. મૈત્રકવંશના રાજવીઓ પિતાને પરમ માહેશ્વર પરમભટ્ટારક તરીકે ઓળખાવતા. તેમને કુલ ધર્મ માહેશ્વર” હતા. ઘણા રાજવીઓનાં દાનપત્રોમાં શૈવ મંદિરને દાન અપાયાના ઉલ્લેખ મળે છે. ઉપલબ્ધ અવશેષ ઉપરથી પ્રભાસનું સોમનાથનું મંદિર સહુ પ્રથમ મૈત્રકકાલમાં બંધાયું હોય તેમ જણાય છે. વલભીપુરમાં અનેક શૈવમંદિર હોવાના ઉલ્લેખ મળે છે. હાલના વલભીપુરમાંથી (ભાવનગર પાસે) ઘણું મૈત્રકકાલીન શૈવમંદિરના અવશેષો મળ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાણસર, ભીમેશ્વર, મિયાણી, નંદીશ્વર તથા એરેદરાનાં શિવાલય તથા પોરબંદરનું ધીમેંશ્વર મહાદેવ તેમજ રાણાવાવનું શિવાલય મૈત્રકકાલીન હોવાનું મનાય છે.
અનુ-મૈત્રકકાલમાં દ. ગુજરાતમાં રાષ્ટ્રકૂટો અને પાટણ (ઉ.ગુ.)માં ચાવડાએનું રાજ્ય અસ્તિત્વ ધરાવતું હતું. રાષ્ટ્રકૂટ રાજવીઓને મૂળધર્મ માહેશ્વર હતા. ચાવડાવંશના સ્થાપક વનરાજના વંશજ યોગરાજે (ઈ. સ. ૮૦૫-૮૧૪) ભટ્ટારિકા યોગેશ્વરીનું મંદિર બંધાવ્યું. અક્કડદેવે કાર્કરા શહેરમાં અક્કડેશ્વરી અને કંઠેશ્વરીનાં મંદિર બંધાવ્યાં. કચ્છના ભૂયડ અથવા ભુવડે (ઈ. સ. ૯૧૫ -૯૩૨)માં ભૂયડેશ્વરનું મંદિર બંધાવ્યું. હાલમાં આ ગામમાં નાશ પામેલા ભૂયડેશ્વરના મંદિરના અવશેષો મોજુદ છે. વઢવાણમાંથી મળેલ શક સંવત ૮૩૬ના ધરણી વરાહના દાનપત્રમાં શૈવધર્મના શિવદેવાચાર્યના પુત્રને દાન
Page #26
--------------------------------------------------------------------------
________________
હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય
આપ્યાને ઉલેખ છે. પ્રતિહાર વંશના રાજવીઓમાં વત્સરાજ અને મહેન્દ્રપાલ શિવભક્ત હતા. તેમણે અનેક શિવાલય ને તેમના નિભાવ માટે દાન આપ્યાં છે.
આમ, ઉપરના સર્વે ઉલેખ જોતાં સ્પષ્ટ જણાય છે કે ચાવડા વંશના અમલ દરમ્યાન અનુમૈત્રકકાલીન સમયમાં ગુજરાતમાં શૈવ ધર્મ સારી રીતે પ્રચલિત હતો.
સોલંકી રાજવીઓ સામાન્યતઃ શૈવ ધર્મના અનુયાયી હતા. તેઓ પોતાને પરમ માહેશ્વર' તરીકે ઓળખાવતા. તેઓ સોમનાથના પરમ ભક્ત હતા. આ રાજવીઓએ પોતાના અમલ દરમ્યાન અનેક શિવમંદિર બંધાવ્યાં હતાં. પ્રબંધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે મૂળરાજે મુંજાલ સ્વામી નામનું સેવમંદિર તેમજ મંડલીમાં મૂલનાથ મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. તેણે પોતાના અમલ દરમ્યાન રૂદ્રમાળને પાયો નાખ્યો હતો. ચામુંડે ચાચિણીશ્વરનું મંદિર બંધાવ્યું. દુર્લભરાજે ભાઈના સ્મરણાર્થે મદનશંકર નામનું શૈવ મંદિર બંધાવ્યું. ભીમદેવ પહેલાના સમયમાં મહમૂદ ગઝનવીએ સોમનાથનું મંદિર ભાંગ્યું હતું, તે તેણે સમરાવ્યું. કર્ણદેવે કર્ણાવતીમાં કણેશ્વર મહાદેવ તેમજ સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવના કિનારે એક હજાર શિવલિંગની સ્થાપના કરી હતી. તેણે રૂદ્રમાળ બંધાવ્યો. ભીમદેવ રજાએ લીલેશ્વર અને ભીમેશ્વરનાં મંદિર બંધાવ્યાં. વિ. સં. ૧૨૮૦ (ઈ.સ. ૧૨૨૪) લવણપ્રસાદે સલખણુપુરમાં આનલેશ્વર અને સલખણેશ્વર નામનાં શૈવમંદિર બંધાવ્યાં હતાં. વિ. સં. ૧૩૧૧ (ઈ.સ. ૧૨૫૫)ની ડભેઈ પ્રશસ્તિમાં વસલદેવે વૈદ્યનાથ મહાદેવનું મંદિર ડભોઈમાં બંધાવ્યાને ઉલ્લેખ મળે છે. વિ. સં. ૧૩૪૩ (ઈ. સ. ૧૨૮૭)માં સોમનાથમાં ત્રિપુરાન્તકે પાંચ શૈવમંદિર બંધાવ્યાં. - આમ, સોલંકીકાલ અને વાઘેલા સોલંકીકાળ દરમ્યાન અનેક શિવાલય બંધાયાના ઉલ્લેખ અભિલેખો અને સમકાલીન સાહિત્યમાંથી મળે છે. આ સમયે શિવાલ સાથે શૈવ મઠ સ્થાપેલા હતા. મઠના અધ્યક્ષને મઠાધિપતિ કહેવામાં આવતો. મંડલીના મઠના સ્થાનાધિપર્તા તરીકે વેદગભરાશિ હતા.
આ વેદગર્ભ રાશિને ભીમદેવ રજા પછી ગાદીએ આવનાર ચૌલુકય રાજવી ત્રિભુવનપાલે બે ગામોનું દાન આપ્યું હતું. આ સર્વ ઉલેખ પરથી જણાય છે કે સોલંકીકાલ અને વાઘેલા સોલંકીકાળ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં શૈવ ધર્મ વ્યાપક રીતે વિસ્તરેલો હતો. તેને રાજ્યાશ્રય મળેલો હતો. ચૌલુકયકાલી
ગુ, ૨
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૯
ગુજરાતના ધમ સપ્રદાય
દરમિયાન ગુજરાતમાં શૈવ ધર્મની એક શાખા પાશુપત સંપ્રદાય અસ્તિત્વમાં આવી હતી.
ઈ. સ. ૧૩૦૪માં ગુજરાતમાં સેાલંકી રાજવીઓની સત્તા અસ્ત પામી અને મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. મુસ્લિમ અમલ દરમ્યાન ગુજરાતમાં અનેક હિંદુ અને જૈન મંદિરના નાશ થયો. આમ છતાં આ સમય દરમ્યાન શૈવ ધર્મ ટકી રહ્યો હતા. આ સમયે નાગનાચ, સારણેશ્વર, ભીડભ ંજન, નીલકંઠ, સિદ્ધનાથ, શ ંખેશ્વર વગેરે ૪૦ થી ૫૦ જેટલાં શિવાલયેા બંધાયાં હતાં એમ આ સમયના ઉપલબ્ધ અભિલેખા પરથી જણાય છે. ધીરેધીરે મુસ્લિમેાના આક્રમણને લીધે ભવ્ય શૈવમદિરા તથા પાશુપત માનાલાપ થઈ ગયા. તેના બદલે ધીરે ધીરે પૌરાણિક શિવભક્તિરૂપે શૈવ ધર્મ ટકી રહ્યો. આ સમયે ઉલુઘખાને જે સેામનાથ મંદિર તેાડયુ હતુ. તેના વિ. સ’. ૧૪૭૩ (ઈ. સ. ૧૪૧૭)માં જૂનાગઢના યાદવ ખે ગારે જીજ્ઞેÍદ્ધાર કરાવ્યેા. પ્રાચીનકાલથી ચાલી આવતી શિવની સાથે નંદિ, ગણેશ, પાવ તી વગેરેની પૂજા આ સમયે પણ ગુજરાતમાં પ્રચલિત હતી. શિવના પ્રિય વાહન નદીના ઉલ્લેખ સલ્તનતકાલીન અભિલેખામાંથી મળે છે. આજી ઉપરના અચલેશ્વર મહાદેવના મંદિરના નદિ ઉપર વિ. સં. ૧૪૬૪ (ઈ.સ. ૧૪૦૮)ના લેખ જોવા મળે છે. કેટલાક સલ્તનતકાલીન અભિલેખામાં મંગળાચરણમાં ગણેશપાર્વતી સાથે નદિના ઉલ્લેખ જોવા મળે છે.
મુઘલકાલ દરમ્યાન ગુજરાતમાં પૌરાણિક શિવભક્તિના રૂપમાં સાદે શૈવ ધર્મ પ્રચલિત હતા. ગુજરાતમાં ભાગ્યે જ કાઈ ગામ એવુ હશે કે જ્યાં ગામને પાદર કે મધ્યમાં એકાદ શિવલિંગ કે શિવાલય ન હોય. સામાન્ય લેાકેા ઘર કે મ ંદિરમાં શિવલિંગની સામાન્ય રીતે પૂજા કરતા. આ સમયે શિવ સામાન્ય જનતામાં ભેળા શંભુ તરીકે પૂજાતા. તે સામાન્ય પાણીના લેાટા અને બીલીપત્રથી પ્રસન્ન થાય છે એમ મનાતું. આ સમયે લેાકેા ભક્તિભાવથી નૈતિલિ "ગેા સેામનાથ, કાશી, કેદાર, વગેરેની જાત્રાએ જતા. આ સમયે પ્રાચીન શૈવ સંપ્રદાયાની અસર સમાજ ઉપર વર્તાતી નથી. આ સમયે રચાયેલા સાહિત્યમાં પણ પૌરાણિક શિવભક્તિના ઉલ્લેખ છે. આ સમયે ભાલણનું શિવભીલડી સંવાદ, નાકરનુ શિવવિવાહ રચાયાં. શિવાનન્દે (ઈ.સ. ૧૭૪૪)માં શિવસ્તુતિનાં અનેક પદે અને આરતીએ રચી અને રત્નેશ્વરે શિવમહિમ્ન સ્તાત્રનું ભાષાંતર કર્યું. શામળે શિવપુરાણ માહાત્મ્ય ગુજરાતીમાં ઉતાર્યું. આમ, આ સમયે કવિએએ લેાકરુચિને માન આપી સૌમ્ય સ્વરૂપના શૈવ ધર્માંતે વિકસાવવામાં મહત્ત્વના ફાળા આપ્યા છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય
મુઘલકાલ પછી ગુજરાતમાં મરાઠાઓ અને અંગ્રેજોની સત્તા સ્થપાઈ. આ સમયે કઈ ધાર્મિક સંઘર્ષ ઊભો થા ન હતા. મુઘલકાલમાં શૈવ ધર્મ જે સ્વરૂપે ગુજરાતમાં પ્રચલિત હતા તે જ સ્વરૂપે મરાઠા સમયમાં પણ ટકી રહ્યો હતે. આજે પણ ગુજરાતમાં પૌરાણિક ભક્તિ સ્વરૂપને શૈવ ધર્મ પ્રચલિત છે. વારતહેવારે, સોમવારે ભાવિક લકે શિવલિંગ ઉપર અભિષેક કરે છે. શ્રાવણ માસમાં બ્રાહ્મણે બીલીપત્ર ચઢાવે છે. નાનાંમોટાં અનેક શિવાલયે હાલમાં અસ્તિત્વમાં છે. સોમનાથ, વડનગર, ઉત્કંઠેશ્વર, ગલતેશ્વર તેમજ નર્મદાકિનારાનાં શૈવતીર્થોનું સમાજમાં વિશેષ મહત્ત્વ છે. ભારતમાં દ્વાદશ જ્યોતિલિંગોમાં પ્રભાસના સેમનાથને સમાવેશ થાય છે એ ખાસ નોંધપાત્ર છે. લેકે વાર તહેવારે આ તીર્થ
સ્થાનની યાત્રાએ જાય છે. ગુજરાતમાં પાશુપત સંપ્રદાય
સામાન્ય રીતે ગુજરાતમાં શિવભક્તિને પ્રચાર ઘણું પ્રાચીન કાળથી થયા હતા. અહીં તે પાશુપત (માહેશ્વર) સંપ્રદાયના નામે ઓળખાતો. મૈત્રકવંશના રાજવીએ પિતાને “માહેશ્વર” તરીકે ઓળખાવતા. સોલંકી રાજવીઓ પણ આ જ સંપ્રદાયના અનુયાયી હતા. ભીમદેવ ૧લાના વિ. સં. ૧૦૮૬ના તામ્રપત્રમાં કચ્છ મંડલનું મસુરા ગામ આ પંથના મંગલ શિવને દાનમાં આપ્યાને ઉલ્લેખ છે. ભીમદેવ ૧લાએ શૈવ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. એ ઉપરથી કચ્છમાં આ સંપ્રદાય અસ્તિત્વમાં હોવાનું જણાય છે. આ સંપ્રદાયમાંથી સમય જતાં વીર શૈવ, કાપાલિક કે કાલમુખ વગેરે જુદા જુદા સંપ્રદાયો ઉદ્દભવ્યા. આમાંને કાપાલિક કે કાલમુખ સંપ્રદાય સેલંકીકાલમાં ગુજરાતમાં બહુ પ્રચારમાં ન હતા. આ સમયે પાશુપત સંપ્રદાયને પ્રચાર ગુજરાતમાં વિશેષ હતા. આ સંપ્રદાયના મુખ્ય સ્થાપક લકુલીશ શિવના અઠ્ઠાવીસમા અવતાર મનાતા. તેમને જન્મ વડોદરા જિલ્લાના ડભોઈ ગામ પાસેના કાયાવરોહણમાં (કારવણ) થયે હતો. તેઓ ઈ.સ. પહેલા કે બીજા સૈકામાં થયા હોવાનું મનાય છે. | ગુજરાતના એક લેખમાં લકુલીશના રૂપમાં શિવના અવતારનું વર્ણન મળે છે. વિ. સં. ૧૩૪૩(ઈ.સ. ૧૨૮૭)ના સારંગદેવના લેખમાં જણાવ્યું છે કે પાશુપત સંપ્રદાયના આચાર્ય લકુલીશ ગુજરાતમાં નર્મદાકિનારે કારવણમાં જન્મ્યા હતા. આ લકુલીશના કુશિક, ગર્ગ મિત્ર અને પુરુષ નામના ચાર શિષ્ય હતા. આ ચાર શિષ્યોની અનુક્રમે કૌશિક, ગાગ્ય, સમય અને કૌરુષ એમ ચાર શાખાઓ ચાલી. આ મૌત્રેય ગોત્રોવાળા ત્રિપુરા-તક અને વાલ્મિક રાશિ હતા. આ ત્રિપુરાન્તક, કેદારનાથ, રામેશ્વર વગેરેની યૌત્રા કરીને સોમનાથ
Page #29
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ સંપ્રદાય આવ્યા હતા ત્યાં મઠાધિપતિ ગંડભાવબૃહસ્પતિએ તેમને મહંત બનાવ્યા. આ ત્રિપુરાન્તકે સોમનાથમાં પાંચ દેવાલય બંધાવ્યાં હતાં.
આમ, ઉપલબ્ધ અભિલેખ પરથી જાણવા મળે છે કે ગુજરાતમાં છેક સોલંકીકાલ સુધી પાશુપત સંપ્રદાય પ્રચલિત હતો. એટલું જ નહિ પણ શૈવ ધર્મનાં મહત્ત્વનાં તીર્થસ્થાનોના દેવાલયોમાં આ સંપ્રદાયના સાધુઓ સ્થાના ધિપતી તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. આ સંપ્રદાયની ચોક્કસ પ્રકારની વિંધિઓ હતી. આ સંપ્રદાયમાં “ચપલ” જેવાં જુદાં જુદાં ગાત્ર હતાં.
આજે તે ગુજરાતમાં પૌરાણિક શિવભક્તિ પ્રચલિત છે. ગુજરાતમાં ભાગ્યે જ કઈ ગામ એવું હશે કે જ્યાં ચોરામાં રામ અને કૃષ્ણની પૂજા તથા ગામની બહાર શિવની પૂજા થતી ન હોય. ઘણું સ્થળેએ શિવમંદિરે ગામ બહાર ફરવા જવાના કેન્દ્ર તરીકે અસ્તિત્વ ધરાવે છે. ઘણા ગામોમાં શિવમંદિરે નદી કિનારે કે તળાવ કિનારે એકાંતમાં હોય છે. ઘણાં ગામોમાં તેની નજીક સ્મશાન જેવા મળે છે. અહીં જવાથી મનમાં શાંતિ થાય છે. ગુજરાતમાં નાથ સંપ્રદાયઃ
આ સંપ્રદાયના સાધુઓના નામાતે “નાથ” શબ્દ પ્રયોજાતો. તેઓ નાથસંપ્રદાયના નામે ઓળખાતા. નાથ એટલે અનાદિ ધર્મ. નાથ શબ્દ ઈશ્વર અથવા પશુપતિની જેમ સ્વામી કે મહેશ્વરના અર્થમાં અભિપ્રેત હોવાનું જણાય છે. બહુ પ્રાચીનકાળથી આ સંપ્રદાય “સિદ્ધમતાને નામે ઓળખાતા. તેથી તેના ગ્રંથ સિદ્ધાંત ગ્રંથ તરીકે ઓળખાય છે.
આ પંથના મૂળ ૯ આચાર્યો છેઃ (૧) ગોરક્ષનાથ, (૨) નાગાર્જુન, (૩) દત્તાત્રેય, (૪) જડભરત, (૫) મત્યેન્દ્રનાથ, (૬) જલ ધરનાથ, (૭) સહસ્ત્રાર્જુન, (૮) દેવદત્ત, અને (૯) આદિનાથ. આમાં ૧, ૫, ૬ અને ૯ નામ સામાન્ય છે. આ નામ તાંત્રિક સિદ્ધોમાં અને તિબેટની સિદ્ધ પરંપરામાં જાણીતાં છે.
નવ નામો, કાપાલિકાચાર્યો, જ્ઞાનનાથ સુધીના ગુરુસિદ્ધો અને વર્ણરત્નાકર ઉલ્લેખિત રાશીનાથ-સિધોની પરંપરા ગણુએ તો તેરમી સદીના અંત સુધીમાં લગભગ સો જેટલાં સિંધ્ધાનાં નામ ઉપલબ્ધ છે. | ગુજરાતમાં સોલંકીકાળ દરમ્યાન આ સંપ્રદાય વ્યાપક રીતે પ્રચલિત હતો. શ્રી હજારીપ્રસાદ દ્વિવેદી મૂલરાજ ૧લાના સમયના કંથડી નામના આચાર્યને આ સંપ્રદાય સાથે સંબંધ હોવાનું માને છે. આ સિદ્ધ સરસ્વતીને કિનારે રહેતા હતા. મૂળરાજે આ કંથડનાથને પિતે બંધાવેલા ત્રિપુરુષપ્રાસાદના અધિપતિ બનવા
Page #30
--------------------------------------------------------------------------
________________
હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય વિનંતી કરી હતી. તેને તેમણે અસ્વીકાર કરતાં એ જગાએ તેમના શિષ્ય વયજલ. દેવને સ્થાપવામાં આવ્યા હતા. આ સિદ્ધ ગોરખનાથના સમકાલીન હોવાથી તેમના શિષ્ય હોવાનું મનાય છે. તેમને સમય દસમી સદીને મધ્યભાગ મનાય છે. એક માન્યતા એવી પ્રચલિત છે કે ગોરખનાથ સૌરાષ્ટ્રમાં ગોરખમઢીમાં વસ્યા હતા. ગિરનારની સૌથી ઊંચી ટૂક ગોરખનાથની ટૂંક તરીકે ઓળખાય છે.
અણહિલપુર પાટણની પશ્ચિમે આવેલ વાઘેલમાં નાથ સંપ્રદાયને એક મઠ હતો. વાઘેલમાં વર્તમાન સમયમાં નાથ સંપ્રદાયને એક મઠ અસ્તિત્વ ધરાવે છે.
ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલ મોડાસા પ્રાચીનકાલમાં નાથસંપ્રદાયનું કેન્દ્ર હોવાનું જણાય છે. અહીં આવેલ રામનાથ, ગેબીનાથ, દેવરાજ વગેરે દેવસ્થાને સીધી રીતે જ નાથસંપ્રદાયની સાથે સંકળાયેલા હોય તેમ જણાય છે. ફહર અને જૂના કાપાલિક સંપ્રદાય સાથે સાંકળે છે. પણ તેને કઈ પ્રત્યક્ષ પુરાવો મળતું નથી.
રામનાથમાં સ્વયંભૂ બાણ અને કેટલાક પ્રાચીન અવશેષો નજરે પડે છે. આ જગ્યાએથી ગોરખનાથની એક પ્રતિમા મળી આવી છે. તેની બાજુમાં કેટલીક સમાધિઓ આવેલી છે. આ જગા ભૂતકાળમાં “રાજેશ્વરમઠ” તરીકે ઓળખાતી. મંદિરની જમણી બાજુએ રતનગિરિ નામના સાધુની સમાધિ છે. આજુબાજુના લેકમાં આ સાધુ વિશે એવી અનુશ્રુતિ પ્રચલિત છે કે તેઓ કકળતું શીશુ પી શકતા, ભૈરવના ઉપાસક હતા. પણ આના વિષે કઈ અતિહાસિક પ્રમાણ મળતું નથી.
- મોડાસાની પૂર્વ દિશાએ થોડેક દૂર સાયરા જવાના રસ્તે માજુમ નદીના કિનારે ગેબીનાથ નામે એક શિવાલય આવેલ છે. અહીં પ્રાચીન સમયમાં નાથસંપ્રદાયના સાધુઓ રહેતા હતા એમ કહેવાય છે. આજે મંદિરની નજીકમાં આવેલ એક ઘુમટ ને નાથ સંપ્રદાયના સ્થાન તરીકે ઓળખાવાય છે.
રામનાથની બાજુમાં ટેકરી ઉપર આવેલ એક દેવસ્થાનને દેવરાજ તરીકે ઓળખવામાં આવેલ છે, અનુશ્રુતી પ્રમાણે જાણવા મળે છે કે નાથસંપ્રદાયના મસ્ટેન્દ્રનાથ અને ગોરખનાથ બદ્રિકાશી જતાં આ સ્થળે રોકાયા હતા. આ દેવરાજ , નામ દેવાયત પંડિતના નામ ઉપરથી પડયું હોવાનું મનાય છે.
આ જગ્યાએ નાથ પરંપરાને આગળ ચલાવનાર ગેબીનાથ, ગહરીનાથ કે ગેબીનંદનનો જન્મ થયે હેવાનું મનાય છે. આ ગહરીનાથ દ્વારા મહારાષ્ટ્રના સંત જ્ઞાનદેવના ભાઈ નિવૃત્તિનાથે જ્ઞાન પ્રાપ્ત કરી દીક્ષા લીધી હતી. નિવૃત્તિનાથ શંકરને અવતાર મનાતા.
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨
ગુજરાતના ધમ સંપ્રદાય કચ્છમાં ભૂજથી લગભગ ૪૫ કિ. મી. દૂર આવેલ ધીણોધર ગામમાં નાથસંપ્રદાયને એક મઠ આવેલ છે. આ મઠ કાનફટ્ટા બાવાઓનું પશ્ચિમ ભારતનું મહત્તવનું કેન્દ્ર મનાય છે. અહીં ઈ.સ. ની આઠમી સદીમાં ધોરમનાથ નામે એક મહાન તપસ્વી સંત થયા. તેમણે ધીણોધરની તળેટીમાં મઠની સ્થાપના કરી. આજે પણ કરછમાં નાથસંપ્રદાયની મોટી જાગીર છે. જાગીરને વહીવટ સ્વતંત્ર રીતે ચાલે છે. એના મહંત પીર તરીકે પૂજાય છે. જાગીરના કામકાજ માટે દરેક ગામે જાગીરને થાણાદાર, કારભારી અને હવાલદાર નિમાતા. આ જાગીરની માલિકીનાં ભીમસર, ઉલટ, બંગીઆ નાના, મોટા ધાવડા, મેરીયા, સુખસાણ, સાંગનારા વગેરે ગામો હતાં. આ બધાં ગામોની વાર્ષિક ઉપજ લગભગ ૮૦ હજાર કેરી જેટલી થતી. આ આવકમાંથી અહીં સદાવ્રત ચાલતું. શાળાઓ ચાલતી જાગીરનાં પશુઓનું રક્ષણ થતું. હાલમાં આ જાગીરને વહીવટ સરકારી કાયદા અનુસાર ટ્રસ્ટીઓ મારફતે ચાલે છે. અહીં ધોરમનાથનું એક મંદિર છે. ધીણોધરની તળેટીમાં આવેલ સ્થળ “થાન” તરીકે ઓળખાય છે. અહીં પીર અથવા અન્ય સાધૂઓ રહે છે. ધરમનાથના મંદિરમાં ધોરમનાથની વિશાળ મૂર્તિ આવેલી છે. તેના એક હાથમાં માળા અને બીજા હાથમાં ભસ્મને ગોળ છે. અહીં બીજાં કેટલાંક શિવાલય છે. ધરમનાથની શાખામાં ધરમનાથ, શરણનાથ, ગરીબનાથ, પંથનાથ, ભીખારીનાથ ૧ લા, ભીખારીનાથ ૨ જા વગેરે સંત થયા. આ શાખાના બાવાઓ “કાનફટ્ટા” તરીકે ઓળખાય છે. કાનફટ્ટા સંપ્રદાયને પાશુપત સંપ્રદાયને ફાંટો માનવામાં આવે છે. આ પંથના ઉપાસ્યદેવ ભૈરવ છે. આ પંથના બાવાઓની કાન ચીરવાની ક્રિયા અત્યંત ધૃણાજનક છે. ભૈરવની મૂર્તિ સમક્ષ ચેલાના કાનમાં તીર્ણ હથિયાર વેંચી કાન ચર્યા પછી એમાંથી લોહી બંધ થાય ત્યાં સુધી તેના માથા પર પાણી રેડવામાં આવે છે. લોહી બંધ થતાં સુધી તે કાન ચીરાવનાર વ્યક્તિ લગભગ બેભાન થઈ જાય છે, ત્યાર પછી કાને લીમડાનું તેલ ચોપડવામાં આવે છે. ચાલીસ દિવસ સુધી તેને એકાંતમાં રાખવામાં આવે છે. કહેવાય છે કે આ ચાલીસ દિવસ દરમ્યાન આ સંપ્રદાયના સાધુ બનનાર શિષ્યને એક વખત ધરમનાથનાં દર્શન થાય છે. આ સિવાય આ પંથમાં કાપાલિક સંપ્રદાય જેવી બીજી કઈ ધૃણાસ્પદ ક્રિયાઓ નથી. આ પંથમાં કેગના અભ્યાસને ખાસ મહત્વ આપવામાં આવે છે. આ પંથના બીજા નાના સ્વરૂપના મઠે કચ્છમાં કંથકેટ, કેટેશ્વર, અંજાર વગેરે સ્થળે આવેલા છે.
આ પંથના યોગીઓ કુંડલ, કિંગદરી, મેખલા, શગી, ધંધારી, રુદ્રાક્ષ, અધનરી, કંથા, દંડ, ખપ્પર, ભસ્મ, ત્રિપુંડ વગેરે ધારણ કરે છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય ગુજરાતમાં નાથ સિદ્ધોની પ્રાચીન પ્રતિમાઓ
| ગુજરાતમાં વડોદરા જિલ્લામાં ડભેઈ ગામમાં ઈ.સ. ૧૨૧૨ અને ૧૨૩૮ની વચ્ચેના ગાળામાં બંધાયેલ એક ઉત્તમ કિલ્લો આવેલો છે. આ કિલ્લાને જીર્ણોદ્વારા અવારનવાર થયે છે. આ કિલ્લાના ઉત્તર તરફના મહુડી અથવા ચાંપાનેરી દરવાજાના નામે ઓળખાતા દરવાજાનાં શિલ્પો મુખ્યત્વે શૈવ દેવદેવીઓનાં છે. દરવાજાના પૂર્વ અને પશ્ચિમની દીવાલની અંદરના ભાગમાં ઉપરની બે હરોળમાં શિવ અને શૈવ દેવદેવીઓની આકૃતિઓ છે. જ્યારે નીચેની ત્રીજી હરોળમાં આ સંપ્રદાયના સાધુઓનાં ઉપસાવેલાં શિલ્પ છે. આ સાધુઓની કુલ ૧૩ પ્રતિમાઓ છે. તેમાંની લગભગ બધી જ ઓછાવત્તા પ્રમાણમાં ખંડિત થયેલી છે. દરવાજાના પશ્ચિમ તરફની દીવાલના ઉત્તર તરફના છેડાથી દક્ષિણ તરફના છેડા સુધી છ સાધુઓની પ્રતિમાઓ છે. જ્યારે પૂર્વ તરફના છેડાથી દક્ષિણ તરફના છેડા સુધી છ સાધુઓ અને એક સ્ત્રી મળી કુલ સાત પ્રતિમાઓ છે.
પ્રત્યેક શિલ્પ ખૂબ ઉપસાવેલ અને અલગ અલગ શિલાપટ્ટ પર કોતરેલ છે. આ સાધુઓની વેશભૂષા નાથસિદ્ધોની વેશભૂષાને મળતી આવે છે. તેમાં મયેન્દ્રનાથ અને ગોરખનાથની પ્રતિમાઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે. આમ, અહીં તેર નાથસિદ્ધોની પ્રતિમાઓ આવેલી છે. આ સિદ્ધોનાં નામ (૧) આદિનાથ, (૨) મત્યેન્દ્રનાથ, (૩) જાલંધરનાથ, (૪) ગોરક્ષનાથ, (૫) કાનિફનાથ, (૬) કંથડનાથ, (૭) મદાનાવતી-મયણુવતી, (૮) ગાહિનીનાથ વગેરે હોવાને સંભવ છે. (જુઓ ચિત્ર નં. ૨ થી ૫)
આ સર્વ શિલ્પ જોતાં જણાય છે કે ગુજરાતમાં બારમી તેરમી સદીમાં નાથસંપ્રદાય વ્યાપક રીતે વિસ્તરેલ હતા. ગુજરાતમાં મત્યેન્દ્રનાથ, ગોરખનાથ, જાલંધરનાથ વગેરે જાણીતા હતા અને તેઓ કાનફટ્ટા સંપ્રદાય સાથે સંકળાયેલ હતા.
અમદાવાદમાં પંદરમા સૈકામાં એક પ્રખર ભૈરવ ઉપાસક માણેકનાથ થઈ ગયા. આ માણેકનાથના પટ્ટ શિષ્ય ગુલાબનાથ હતા. તેમના પછી અનુક્રમે સરસ્વતીનાથ, મેઘનાથજી, દેલતનાથજી, શીતલનાથજી, મંછાનાથજી, બુધનાથજી વગેરે થયા. માણેકનાથના નામ ઉપરથી અમદાવાદના માણેકકનું નામ પડયું હેવાનું મનાય છે. ગુજરાતના શૈવસંત:
ગુજરાતમાં મુખ્યત્વે શૈવધર્મના કુલ ૨૩ સંત થયા મનાય છે. (૧) મશર્મા પુરાણ અનુસાર આ સમશર્મા રુદ્ર શિવના ૨૭માં
Page #33
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય અવતાર મનાય છે. તેઓ લકુલીશ પહેલાં થયા. તેમને ઉલેખ પ્રભાસ પાટણના કુમારપાલના ઈ.સ. ૧૧૬૯ વિ.સં. ૧૧૨૫ના લેખમાં આ આચાર્યને ઉલ્લેખ છે. તેમણે પ્રભાસમાં સોમસિદ્ધાંતની સ્થાપના કરી હતી. તેમના ચાર શિષ્યોનાં નામ અક્ષપાદ, કણંદ, ઉલૂક અને વત્સ- હતાં. કાયાવરોહણ માહાયમાં લકુલીશના પિતામહ તરીકે સોમશર્માને ઉલ્લેખ છે.
(૨) લકુલીશ : શિવના ૨૮મા અવતાર મનાય છે. કારણ માહાસ્યમાં સમશર્માને એમના પિતામહ તરીકે ઓળખાવેલ છે. પાશુપત મતના તેઓ મુખ્ય પ્રવર્તક મનાય છે. તેમને ઉલેખ પુરાણોમાં મળે છે. આ ઉપરાંત સારંગદેવના સમયની વિ.સં. ૧૩૪૩(ઈ.સ. ૧૨૮૭)ની સિન્હા પ્રશસ્તિ નામે જાણીતી દેવપટ્ટન પ્રશસ્તિમાં લકુલીશને શિવના ૨૮મા અવતાર તરીકે આલેખ્યા છે. કારવણ માહાગ્યમાં જણાવ્યા પ્રમાણે લકુલીશના પિતાનું નામ વિઠલરૂપ અને માતાનું નામ સુદર્શન હતું. તેમનું જન્મસ્થાન કાયાવરોહણ (વડોદરા જિલ્લાનું કારવણ) હતું તેમના શિષ્યોનું નામ કૌશિક, ગાર્ગ, મિત્ર અને કુરુષ હતું. તેમના ચારે શિષ્યોના નામે ચાર શાખાઓ પ્રચલિત હતી.
(૩) વચ્છકાચાર્ય : આ સંતને મૂલરાજ ૧લાના વિ.સ. ૧૦૩૦ (ઈ. સ. ૯૭૪)ના દાનપત્રમાં ઉલ્લેખ છે. તેમને મુલરાજે દાન આપેલ. ,
(૪) દીનાચાર્ય : મૂલરાજ ૧લાના વિ.સં. ૧૦૫૧(ઈ.સ. ૯૯૫)ના વાલેરા તામ્રપત્રમાં આ સંતને ઉલેખ છે. મૂળરાજે સત્યપુરમંડલમાં આવેલું વરણુક ગામ તેમને દાનમાં આપેલ. તેઓ કાન્યકુન્શથી આવેલા હતા.
(૫) ભદ૨ક અજપાલ: ભીમદેવ પહેલાના વિસં. ૧૦૮૬(ઈ.સ. ૧૦૩૦૩૧)ને દાનપત્રમાં આ સંતને ઉલ્લેખ છે. તેમને ભીમદેવે કચ્છનું મસૂર ગામ દાનમાં આપ્યું હતું,
(૬) પ્રસર્વજ્ઞ : કુમારપાલના વિ.સં. ૧૨૦૨ (ઈ.સ. ૧૧૪૬-૪૭)ના માંગરોળ (સોરઠ)ના લેખની પ્રશસ્તિ પાશુપતાચાર્ય પ્રસર્વરે રચેલી છે. માંગરોળ પાસેના ઢેલાણું ગામ નજીકના કામનાથ મહાદેવમાં આવેલ ઓરસીયા ઉપરથી જણાય છે કે આ પાશુપતાચાર્યે માંગરોળ પાસે ભૂગ મઠની સ્થાપના કરી હશે. ભાવબૃહસ્પતિ : - ચૌલુકય રાજવી કુમારપાલના સમયના વલભીસંવત ૮૫૦ (ઈ.સ. ૧૧૬૯)ના પ્રભાસપાટણના લેખમાંથી અને ભીમદેવ ૨ જાના વેરાવળના લેખમાંથી ભાવબહતિના જીવન વિશેની વિસ્તૃત માહિતી મળે છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૫
હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય
એમને જન્મ વારાણસીમાં થયે હતા. તેઓ ગાગોત્રના કાન્યકુન્જ બ્રાહ્મણ હતા. તેઓ ભાવબૃહસ્પતિ નંદીશ્વરને અવતાર મનાતા. નાનપણથી તેમણે પાશુપત વત ગ્રહણ કર્યું હતું. તેમણે પાશુપત સં પ્રદાયના પ્રચાર અર્થે ભારતયાત્રા કરી હતી. તેમના પ્રભાવથી માળવાના રાજવીઓ તેમના અનુયાયીઓ બન્યા હતા. તેમણે ચૌલુકય રાજવી સિદ્ધરાજને સેમિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરવા પ્રેર્યો હતો. પણ આ કાર્ય પૂર્ણ થાય તે પહેલાં સિદ્ધરાજનું મૃત્યુ થતાં આ કાર્ય કુમારપાલે પૂર્ણ કર્યું હતું. કુમારપાલે ભાવબૃહસ્પતિને ‘ગંડ'નું બિરુદ આપેલું. તેમને તેણે સોમનાથના સર્વેશ્વર–ગંડેશ્વર બનાવ્યા હતા.
ભાવબૃહસ્વતિએ સેમિનાથમાં મેરુનામે નવો પ્રાસાદ કરાવ્યું. ૫૫૫ સંતની પૂજા કરી, નગરની આસપાસ મજબૂત કેટ બંધાવ્યો હતો. તેમણે દેવના મંદિરે ઉપર સુવર્ણ કળશ ચઢાવ્યા. નૃપશાળા,વાવ, મંદિરે વગેરે બંધાવ્યાં. અન્નક્ષેત્ર સ્થાપ્યું. ગ્રહણના દિવસોએ તે વિદ્વાનોને દાન આપતા.
તેમની પત્નીનું નામ મહાદેવી હતું. તેમને અપરાદિત્ય, રત્નાદિત્ય, સોમેશ્વર અને ભાસ્કર નામે ચાર પુત્રો હતા.
વેરાવળના લેખ પરથી જણાય છે કે ભાવબૃહસ્વતિ એ ઉજ્જૈનમાં પ્રવર્તતા પાખંડ મંતને શુદ્ધ કર્યો હતો.
આ ઉપરાંત વિશ્વેશ્વરરાશિ, શ્રીદુર્વાસુ, વિમલ શિવમુનિ, ગંડશ્રી વીરભદ્ર, ગંડગ્રી અભયસિંહ, શ્રી ત્રિપુરાંતક, પાશુપતાચાર્ય વિઘારાશિ, કારરાશિ, ગંડબહસ્પતિ, કાર્તિક રાશિ, વાલ્મીકરાશિ, ગંડેશ્રીત્રિપુરાન્તક, વેદગર્ભ રાશિ, કેદારરાશિ, વિશ્વામિત્રરાશિ, મહેશ્વરાચાર્ય વગેરે સંત ચૌલુકયકાલમાં થયાને ઉલ્લેખ મળે છે. આ સર્વેમાં ગંડબ્રહસ્પતિ, કાર્તિક રાશિ, વેદગર્ભ રાશિ, કેદારરાશિ વગેરે ઘણું જાણીતા હતા. તેમણે શૈવધર્મના વિકાસ માટે નોંધપાત્ર ફાળો આપે છે.
ગુજરાતનાં મુખ્ય શૈવ તીર્થ :
ગુજરાતનાં મુખ્ય શૈવ તીર્થોની માહિતી ખાસ કરીને સ્કંદપુરાણમાંથી મળે છે. કેટલાંક તીર્થોની માહિતી જે તે તીર્થના માહાત્મયમાંથી મળે છે. સ્કંદપુરાણમાં અનેક શૈવ તીર્થોને લગતા-ઉલેખો છે, માહેશ્વરખંડમાં મહીસાગર સંગમક્ષેત્રના બ્રહ્મખંડમાં, મોઢેરાની આસપાસ ધર્મારણ્યક્ષેત્રના રેવાખંડમાં, નર્મદાકિનારે આવેલા તીર્થક્ષેત્રમાં, સ્કંદપુરાણના નાગરખંડમાં વડનગર આસપાસના
Page #35
--------------------------------------------------------------------------
________________
- ગુજરાતના ધામ સંપ્રદાય હાટકેશ્વરક્ષેત્ર, પ્રભાસખંડમાં પ્રભાસક્ષેત્ર, વસ્ત્રાપથક્ષેત્ર અને દ્વારકાક્ષેત્રનાં તીર્થોનું વર્ણન કરેલ છે. આ ઉપરાંત તાપી પુરાણમાં તાપી નદી ઉપરનાં તીર્થોનું, સરસ્વતીપુરાણમાં સરસ્વતીનાં તીર્થોનું અને બ્રહ્મપુરાણમાં આવેલ બ્રહ્મક્ષેત્ર માહાસ્યમાં ખેડબ્રહ્માની આસપાસનાં તીર્થોનું વર્ણન મળે છે. પ્રભાસક્ષેત્ર :
પ્રભાસક્ષેત્રમાં ગુજરાતનું જાણીતું તીર્થ સોમનાથ આવેલું છે. અહીં એક વિશાલમંદિર આવેલું છે. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે અહીંનું મંદિર સૌ પ્રથમ સોમે સોનાનું બંધાવ્યું હતું. રાવણે રૂપાનું બંધાવ્યું અને કૃષ્ણ લાકડાનું બંધાવ્યું. આના વિશે કઈ અતિહાસિક પ્રમાણ મળતું નથી. સંભવ છે કે મિત્રકકાલમાં આ મંદિર બંધાયું હશે. ભીમદેવ ૧લાના સમયમાં મુસલમાનેએ તેને નાશ કરતાં ભીમદેવે પથ્થરનું બંધાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહના સમયમાં તે જીર્ણ થતાં કુમારપાલના સમયમાં ભાવબહસ્પતિની પ્રેરણાથી તેને જીર્ણોદ્ધાર થયે. પશ્ચિમ સમુદ્રના કિનારે આવેલું આ મંદિર ગુજરાતનું એક ભવ્ય મંદિર મનાય છે.
આ સ્થળ અનેકવાર મુસ્લિમોના આક્રમણને ભોગ બન્યું હતું. અહીંના મંદિરમાં ગૂઢમંડપ ગર્ભગૃહ કરતાં મોટો હતો. અંદર વિશાળ શિવલિંગ આવેલું હતું. બહારની દીવાલોનાં શિલ્પો ખંડિત થયેલાં હતાં. આગળની ચેકીની છતમાં કાલીયમર્દનનું સુંદર શિલ્પ કંડારેલું હતું. સ્તંભ કલાત્મક હતા. વિ. સં. ૧૩૫૪ (ઈ.સ. ૧૨૯૮)માં અલ્લાઉદ્દીનના સરદાર ઉલુઘખાને, વિ. સં. ૧૫૨૭ (ઈ.સ. ૧૪૭૬)માં મહમૂદ બેગડાએ અને ઔરંગઝેબના સમયમાં ગુજરાતના મુઘલ સૂબા આઝમે વિ.સં. ૧૭૫૭ (ઈ.સ. ૧૭૦૧)માં આ મંદિરને નાશ કર્યો હતો. મંદિરના કેટલાક ભાગને મસ્જિદમાં ફેરવી નાખવામાં આવ્યા હતા. આથી મૂળમંદિરમાં નવા લિંગની સ્થાપના અશકય જણાતાં ઈન્દરની રાણી અહલ્યાબાઈ હેકરે મૂળ મંદિરથી થોડેક દૂર નવું મંદિર બંધાવી ત્યાં ભેંયરામાં નવું લિંગ સ્થાપ્યું. ઈ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ બનતાં, ઈ.સ. ૧૯૫૧માં ત્યાં નવા મંદિરમાં જ્યોર્તિલિંગની સ્થાપના કરવામાં આવી. (જુઓ ચિત્ર નં. ૧)
હાલમાં મંદિરના વહીવટ માટે ટ્રસ્ટ નિમવામાં આવ્યું છે. ટ્રસ્ટ તરફથી તેને અવારનવાર જીર્ણોદ્ધાર થતું રહે છે. મંદિરમાં અભિષેક તેમજ અન્ય પૂજાની વ્યવસ્થા મંદિર કમિટી તરફથી કરવામાં આવે છે. પાસે આવેલો ઘૂઘવતો સાગર અને મંદિરને વિશાળ ચોક મંદિરની શોભાને અનેકગણી વધારે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય
૨૭ મંદિર પાસે યાત્રી ગૃહ બંધાવેલ છે. મંદિરની બહાર પૂજા માટેની ફૂલફળાદિની સામગ્રી વ્યવસ્થિત રીતે મળે છે. નજીકમાં પુરાતત્વ ખાતા તરફથી તૈયાર કરેલ મ્યુઝિયમ આવેલું છે, જેમાંના અવશેષો મંદિરની પ્રાચીન ભવ્યતાને તાદશ્ય કરે છે.
પ્રભાસક્ષેત્રમાં સોમનાથ ઉપરાંત, બીજા કેટલાંક પ્રાચીન મંદિરે જેવાં કે શશિભૂષણ, રૂદ્રેશ્વર, બ્રહ્મસ્વર, યમેશ્વર, ગધેશ્વર, ભીમેશ્વર, શનૈશ્વરેશ્વર, કામેશ્વર, ગૌરીશ્વર, તરુણેશ્વર, ભુવનેશ્વર, અરેશ્વર, શંખેશ્વર, ભૂતનાથેશ્વર, જમદેશ્વર, ઐવિનેશ્વર વગેરે તીર્થો આવેલાં છે. આમાંનાં ઘણું મંદિર ખંડેર થઈ ગયાં છે.
સરસ્વતી નદીના કિનારે સંગમ આગળ અનેક લેકે સ્નાન કરવા જાય છે. અહીં કેટલાંક શિવાલયો આવેલાં છે. વસ્ત્રાપથક્ષેત્ર :
વસ્ત્રાપથ ક્ષેત્રમાં જૂનાગઢ પાસે ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવનું શિવાલય આવેલું છે. એ આ ક્ષેત્રનું નોંધપાત્ર શિવાલય ગણાય છે. મહાશિવરાત્રીએ અહીં મોટે મેળો ભરાય છે. દ્વારકાક્ષેત્ર :
- દ્વારકાક્ષેત્રમાં ગમતીસંગમ સ્થાન પવિત્ર મનાય છે. અહીયાં કેટલાંક શિવાલયો આવેલાં છે. સરસ્વતીક્ષેત્ર :
સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર એ નોંધપાત્ર શૈવતીર્થ મનાય છે. આ તીર્થનું પ્રાચીન નામ શ્રીસ્થલ હોય તેમ જણાય છે. સિદ્ધપુરને રુદ્રમહાલય તેની કલાકૃતિ માટે ભારતભરમાં પ્રખ્યાત છે.
રુદ્રમહાલય :
આ શૈવ મંદિરને કેટલોક ભાગ મૂલરાજ ૧લા સમયમાં બંધાયેલો તે ખંડેર થતાં સિદ્ધરાજ જયસિંહે તેની જગ્યાએ એક વિશાળ શિવાલય બંધાવ્યું. હાલમાં તેના કેટલાક અવશેષે પ્રાપ્ત થાય છે. મંદિર સરસ્વતીના કિનારે આવેલું છે. તેની આસપાસ ૧૧ રુદ્રોની દેવકુલિકાઓ હતી. મંદિર પૂર્વાભિમુખ હતું. મંદિર બેત્રણ માળનું લગભગ ૧૬૦ મીટર જેટલું વિશાળ હેવાને સંભવ છે. તેનું ગર્ભગૃહ વિશાળ હોય તેમ જણાય છે. અહીંના ગર્ભગૃહ અને ગૂઢમંડપ લગભગ સરખા છે. મંદિરની બહારની દીવાલમાં ગજથર, અશ્વથર
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮
ગુજરાતના ધર્મ સંપ્રદાય
તેમજ નરથરની આકૃતિઓ નજરે પડે છે. સ્તંભે સુંદર કલાકૃતિવાળા લગભગ ૧૬ મીટર જેટલા ઊંચા છે. આગળ કીર્તિતોરણ આવેલું છે. મંદિરની પાછળની કેટલીક દેવકુલિકાઓને મસ્જિદના રૂપમાં ફેરવી નાખવામાં આવી છે. તેની બાંધણું હિન્દુ શૈલીની છે. આ સ્થળ પ્રાચીનકાળમાં પાશુપતિનું એક મહત્વનું કેન્દ્ર મનાતું. આજે અહીં રાજભારતીને મઠ પ્રખ્યાત છે.
આ ઉપરાંત સરસ્વતીક્ષેત્રમાં હાટકેશ્વર, ભૂતનાથ, બ્રહ્માંડેશ્વર, અબુંદેશ્વર, વાલકેશ્વર, વટેશ્વર, ભુલેશ્વર, હરિહર, લાંબેવર વગેરે શિવાલયો આવેલાં છે. ત્યાં વારતહેવારે લેકે દર્શને જાય છે. મેળો ભરાય છે.
હાટકેશ્વર :
ઉત્તર ગુજરાતમાં આવેલ હાલના વડનગરના ક્ષેત્રને પુરાણોમાં હાટકેશ્વર તીર્થ તરીકે ઓળખવામાં આવેલ છે. આ ક્ષેત્રનું માહાત્મ્ય સ્કંદપુરાણના નગરખંડમાં આવેલું છે. હાટકેશ્વર નાગરના ઈષ્ટદેવ મનાય છે. આથી હાલના વડનગરમાં આવેલ હાટકેશ્વરના મંદિરને નાગરો પિતાનું મૂળ તીર્થધામ માને છે. આ શિવાલય શહેર બહાર આવેલું છે. પૂર્વાભિમુખ છે તેમાં ગર્ભગૃહ, અંતરાલ, સભામંડપ, શૃંગારકી, વગેરે આવેલ છે. સ્તંભે, ગોળ, ચેરસ અને અષ્ટકોણ છે. લિંગ શ્યામ રંગનું છે. આગળના ભાગમાં બે વિશાળ નંદી છે. મંદિરની બહારની દીવાલો નરથર, ગજથર વગેરેથી અલંકૃત કરવામાં આવેલી છે. મુખ્ય મંદિરના ગવાક્ષમાં વિવિધ દેવદેવીઓનાં શિપ કંડારેલ છે. આજુબાજુ આવેલાં બીજા કેટલાંક નાનાં શિવાલયો સેમિનાથ, અજયપાળ મહાદેવ, અચલેશ્વર, વિશ્વામિત્રેશ્વર, મહાકાલેશ્વર, બળેશ્વર, કુશ્વર, કેદારેશ્વર, અટેશ્વર, અમરેશ્વર, નાગેશ્વર વગેરે નામે ઓળખાય છે. બ્રહ્મક્ષેત્ર : - ખેડબ્રહ્મા (જિ. સાબરકાંઠા)ના પ્રદેશની આસપાસના વિસ્તારને બ્રહ્મક્ષેત્ર તરીકે પુરાણોમાં ઓળખવામાં આવે છે. આ પ્રદેશમાં યક્ષીન્દ્ર મહાદેવ, ભૃગુતીર્થ રોડાનાં શૈવમંદિરે વગેરે અનેક નંધપાત્ર શિવાલયો આવેલાં છે. અહીંનાં શિવાલયો નાનાં અને સાદાં છે. રોડામાં શિવાલય વિવિધ પ્રકારનાં શિથિી શણગારેલાં છે. અહીંનાં સાત શિવાલયોનો સમૂહ સોલંકીકાલને હેવાનું જણાય છે. પાસે કુંડ આવેલ છે. કેટલાંક ખંડિત છે. દરેકમાં ગર્ભગૃહ અને મંડપ છે. ઘણું અપૂજ્ય છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૯
હિંદુ ધર્મ અને શિવ સંપ્રદાય
ધર્મારણ્યક્ષેત્રમાં મેઢેરાના સૂર્યમંદિરની પાસે ધર્મેશ્વર, ગળેશ્વર નામે શિવાલયો આવેલાં છે.
સાબરમતી નદીના કિનારે વાડજ ગામ પાસે એક પ્રાચીન શિવાલય આવેલું છે. આ મંદિરને સ્થાનિક લેકે દુધેશ્વર મહાદેવ તરીકે ઓળખે છે. ગલતેશ્વરઃ
સ્કંદપુરાણમાં મહીસાગર સંગમક્ષેત્રના કેટલાક તીર્થોનું વર્ણન કરેલ છે. મહી નદીના કિનારે હાલના ખેડા જિલ્લામાં આવેલા ઠાસરા ગામની પાસે ગલતેશ્વર નામનું એક પ્રાચીન શિવાલય આવેલ છે. આ શિવાલય સેલંકીકાલના આરંભનું છે. એ ધારના પરમાર રાજા સિયક ૨ જાએ બંધાવેલું મનાય છે. શિવાલય વિશાળ છે. તેને કેટલોક ભાગ ખંડિત થયેલ છે. તેને ગર્ભગૃહ અને વિશાળ મંડપ છે. આગળના મંડપમાં આઠ સ્તંભે જોવા મળે છે. સ્તંભે સુંદર કલાકૃતિઓથી શણગારેલા છે. દીવાલો ઉપર નરથર, ગજથર, અશ્વથર વગેરે કંડારેલ છે. શિવાલયમાં જુદે જુદે ઠેકાણે ગણેશ, કાર્તિકેય, ભૈરવ વગેરે. વિવિધ દેવોની પ્રતિમાઓ આવેલી છે. હાલમાં મંદિરમાં વ્યવસ્થિત રીતે પૂજા થાય છે. મંદિરની પાસે યાત્રીઓને ઊતરવા માટેની વ્યવસ્થા છે. નર્મદા કિનારાનાં તીર્થો :
| ગુજરાતમાં નર્મદા કિનારે અનેક નાનાં મોટાં શૈવ તીર્થો આવેલાં છે. શૈવ સંપ્રદાયમાં નર્મદાની પરકમ્માનું વિશેષ મહત્ત્વ છે. અહીં શૂલપાણેશ્વર, કમલેશ્વર, ગરુડેશ્વર, રાજરાજેશ્વર, કેદારતીર્થ, મણિનાગેશ્વર, ચાણોદમાં આવેલ કપિલેવર તથા રણમુકતેશ્વર, કરનાલીમાં સેમેશ્વર, કઠોરમાં હનુમતેશ્વર, ચાણોદ પાસેનું વ્યાસ તીર્થમાંનું વ્યાસેશ્વર વગેરે નોંધપાત્ર શિવાલય અને તીર્થસ્થાને આવેલાં છે. પાવાગઢ :
પાવાગઢ એ ગુજરાતનું નોંધપાત્ર યાત્રાધામ ગણાય છે. અહીં કાલિકા માતાનું પ્રખ્યાત મંદિર છે. આ સાથે અહીં માતાજીના મંદિર પાસે લકુલીશનું પ્રાચીન શિવાલય આવેલું છે. મંદિર ખંડેર છે. મંદિરને ગર્ભગૃહ અનેક શિખરવાળું હોવાનું જણાય છે. મંદિરને ઉત્તમ કલાકૃતિઓથી શણગારેલું છે. પ્રવેશદ્વારના ઓતરંગમાં લકુલીશની સુંદર મૂર્તિ કંડારેલ છે. શિવાલયમાં નટરાજ ચાર હાથવાળા, લકુલીશ, વિષ્ણુ, બ્રહ્મા, દુર્ગા વગેરેની પ્રતિમાઓ જોવા મળે છે. મંદિરની આગળ નંદી જોવા મળે છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ સંપ્રદાય
કાયાવરોહણઃ
કાયાવરોહણ (કારવણું) (જિ. વડોદરા) એ તો શિવને અવતાર મનાતા ભગવાન લકુલીશનું પવિત્ર તીર્થધામ છે. ત્યાં રાજરાજેશ્વર જેવાં અનેક પ્રાચીન મેટાં શિવલિંગ આવેલાં છે, જેના અગ્રભાગ પર લકુલીશની મૂર્તિ કંડારેલી હેય છે. તાજેતરમાં ત્યાં બ્રહ્મશ્વરનું નવું મેટું ભવ્ય શિવાલય બંધાયું છે. લકુલીશ બ્રહ્માએ સ્થાપેલા આ લિંગમાં આખરે સદેહ વિલીન થઈ ગયા.
આ ઉપરાંત પોરબંદર પાસેનું બિલેશ્વર, ભાણસર, ઓડદર, કચ્છનું અંજાર, ઉત્તર ગુજરાતમાં આવેલું સંડેર, સૂણુક, સાબરકાંઠાનું શામળાજી, ગોરાદનું સામેશ્વર, વિરમગામ, સેજકપુર, ઘૂમલી (નવલખા મંદિર) હરસિદ્ધમાતા, મિયાણ, ચૌલાણી, ખંડેસણુ, બાવકા (જિ. પંચમહાલ દાહોદ પાસે) વડાલી (ઈડર પાસે જિ. સાબરકાંઠા), વિસાવાડા (સૌરાષ્ટ્ર), ડભોઈ (વૈદ્યનાથ મહાદેવ જિ. વડેદરા) ભૂવડ (કચ્છ), દેસણ (ભુવનેશ્વર જિ. સાબરકાંઠા) વગેરે સ્થળોએ આવેલાં શિવાલે સ્થાનિક લેકમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
વર્તમાન સમયમાં શૈવસંપ્રદાયને લગતાં કેટલાંક શૈવ તીર્થો અને શિવાલય ગુજરાતમાં મહત્વનું સ્થાન ધરાવે છે. દા. ત., નર્મદા કિનારે આવેલ નારેશ્વર, ચાણોદ, કરનાલી, સાબરકાંઠામાં આવેલ ભુવનેશ્વર, અંબાજી પાસે આવેલ કેટેશ્વર, અમદાવાદના અસારવામાં આવેલ નીલકંઠ મહાદેવ વગેરે.
આમ, ગુજરાતમાં નાનાં મોટાં અનેક શૈવ તીર્થો આવેલાં છે. અહીંનાં શિવાલયમાં વારતહેવારે માનવ મહેરામણ ઉમટે છે. ઘણું શિવાલયોમાં ષડપચારી પૂજા થાય છે. કેટલાંક પ્રાચીન શિવાલયે અપૂજ્ય હોવાનું જણાય છે. ઘણું શિવાલયો ખંડિત હોવા છતાં તેનું મહત્વ જળવાઈ રહ્યું છે.
શૈવ ધર્મની ગુજરાતના સમાજજીવન પર અસર :
ગુજરાતના સમાજજીવનને અભ્યાસ કરતાં જણાય છે કે પ્રાચીનકાળથી સમાજમાં શૈવધર્મનું મહત્વ ટકી રહ્યું છે. સમાજમાં વિવિધ જ્ઞાતિઓનાં મનુષ્યનામ, સ્થળનામ, તહેવારો વગેરેમાં શૈવ ધર્મની અસર વર્તાય છે.
ગુજરાતમાં બ્રાહ્મણોની વિવિધ જ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવે છે. બ્રાહ્મણે વિશાળ વર્ગ શૈવ સંપ્રદાયને અનુયાયી છે. ઘણું સવારમાં નદીમાં સ્નાન કરીને
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૧
હિંદુ ધમ અને શૈવ સંપ્રદાય
શિવના લિંગ પર પાણી ચઢાવે છે. ઘણા અભિષેક વગેરે દ્વારા આજિવકા પ્રાપ્ત કરે છે. સમાજમાં રુદ્રાભિષેક, મહામૃત્યુ જયના જપ, લઘુરુદ્ર વગેરેનું મહત્ત્વ વિશેષ છે. શ્રાવણુ માસમાં શૈવ સંપ્રદાયના ધણા અનુયાયીએ ઉપવાસ કરે છે. અભિષેક લઘુરુદ્ર દ્વારા શિવ સ્તવન કરે છે. અર્વાચીનકાલમાં લગભગ તમામ બ્રાહ્મણજ્ઞાતીઓ જેવી કે નાગર, ઔદીચ્ય, ભાર્ગવ, મેવાડા, રાયકવાડ, શ્રીગાડ, અનાવલમેાઢ, હરસાલા, કડેલિય, કપિલ, ખેડાવાડ, નાંદારા વગેરેના ઈષ્ટદેવ શિવ છે. બ્રાહ્મણજ્ઞાતિ ઉપરાંત ખીજી અન્ય જ્ઞાતિઓ જેવી કે સલાટ, સેાની, ચારણ, તરગાળા વગેરે શૈવ ધર્મોના અનુયાયીએ હાય છે. ધણા લેાકેા પૂજામાં પંચાયતન દેવાની પૂજા કરતા હોય છે. તેમાં શિવના સમાવેશ થયેલા જોવા મળે છે.
ક્ષત્રિયામાં ઘણાં કુટુ ખા શૈવ ધમ પાળે છે. પ્રાચીનકાલમાં મૈત્રા, ચૌલુકયો, ચાહમાનવ શના રાજવીએ અર્વાચીનકાલમાં ઈડર, ડુંગરપુર, ટીટાઈ, મેઢાસણુ, સૌરાષ્ટ્રનાં રજવાડાં, વગેરે શૈવ ધર્માંનાં અનુયાયી હતાં. કેટલાંક નામે જોતાં તેના પર શૈવ ધર્મોની અસર સ્પષ્ટ વર્તાય છે.
સમાજમાં ઘણાં પ્રચલિત નામેા ઉપર સૈવ ધર્માંની અસર સ્પષ્ટ જણાય છે. પ્રાચીનકાલના અનેક રાજવીએ, ધમ ગુરુએનાં નામ શિવ ઉપરથી પડેલાં છે. દા. ત., કેદારનાથ, ત્રિપુરાન્તક, રુદ્રસિંહૈં, શિવધર્યાં વગેરે. બ્રાહ્મણામાં શિવની સાથે જોડાયેલ નામ મળે છે. સામાન્ય રીતે કરુણાશંકર, ગણપતીશ ંકર, શંકરલાલ, પ્રાણશંકર, મહાશંકર, ત્રંબકલાલ, વિનાયક, ગિરજાશંકર, પાવ તીશંકર, આંબાશકર, ઉમાશંકર વગેરે નામ વ્યાપક રીતે પ્રચલિત છે. ઘણાં નામેાને અંતે શંકર, ગૌરી શબ્દ વગેરે લગાડવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ કેટલાંય શૈવ નામેા પ્રચલિત છે. દા. ત., આસુતાષ, ચંદ્રમૌલિ, હરકાન્ત, મહેશ, યોગેન્દ્ર, ગૌરી, અપર્ણા, અન્નપૂર્ણા વગેરે.
ગુજરાતનાં ઘણાં સ્થળાનાં નામ શૈવ દેવદેવીઓ પરથી પડત્યાં હાય તેમ લાગે છે. દા. ત., સેામનાથ, હરસેાલ, ખાસણ, ખીલેશ્વર, ઝાડેશ્વર, થાણેશ્વર, ભવનાથ, સ્ત ંભનકપુર વગેરે.
ઘણી બ્રાહ્મણ જ્ઞાતિએ ભાજન શરૂ કરતી વખતે હરહર મહાદેવ'ના પ્રચંડ નાદ કરે છે. રજપૂતા યુદ્ધમાં “હરહર મહાદેવ”ના મહાનાદ કરી શત્રુએ ઉપર તૂટી પડતા. ઘણા બ્રાહ્મણેા પેાતાનાં વસ્ત્રો પર ૐ નમઃ શિવાય લખાવતા હાય છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ સોંપ્રદાય
ગુજરાતમાં આજે ભાગ્યે જ કાઈ ગામ એવું હશે કે જ્યાં નાનુ` મેહુ શિવાલય જોવા ન મળે. આ શિવાલયે સાદાં હાય છે. ત્યાં સામાન્ય કક્ષાનાં શિવલિ ંગાની પ્રતિષ્ઠા કરેલ હોય છે. તેની સાથે નંદી, ગણેશ, હનુમાન, ભૈરવ, શીતળામાતા, વગેરે દેવીએ પૂજાતી હોય છે. ઘણાં મેટાં શિવાલયેમાં તેના ગવાક્ષમાં શિવનાં રૌદ્ર અને સૌમ્ય સ્વરૂપાની પ્રતિમાએ આવેલી જોવા મળે છે. દા.ત., શામળાજીનું મંદિર, રુદ્રમહાલય, હાટકેશ્વર, બાવકાનુ· શૈવમ ંદિર.
३२
ઘણાં ગામેામાં શ્રાવણ માસમાં શિવના જીવન પ્રસંગાની કથાવાર્તા થાય છે. કેટલાક ઠેકાણે ઘીનાં લિંગે, માટીનાં લિંગા બનાવી તેની પૂજા થાય છે. કેટલાંક મદિરામાં કંદાર, અમરનાથ જેવાં સ્થળાનાં દૃસ્યાનુ આલેખન કરવામાં આવે છે. સાહિત્ય પર અસર :
ગુજરાતમાં શૈવ ધર્મની અસર સમાજ અને સ્થાપત્ય સાથે સાહિત્ય પર પણ પડેલી જણાય છે. ઘણાં પુરાણેામાં શૈવ સંપ્રદાયને લગતી કથાએ જોવા મળે છે. દા.ત., સ્કંદપુરાણ, ગુજરાતને લગતાં ધણાં પુરાણા જેવાં કે ધર્મારણ્ય પુરાણુ, સર સ્વતી પુરાણ,સાભ્રમતી પુરાણ વગેરેમાં શૈવીત્ર્યનું અને શિવાલયાનુ વણુ ન જાણ્વા મળે છે. ભૃગુ કચ્છના જયસિંહસૂરિએ રચેલા એક નાટકમાં છેલ્લા અંકમાં શિવનુ પાત્ર આવે છે. વાઘેલા સમયમાં રચાયેલા હમ્મીરમન નાટકમાં નાયક વીરધવલને શંભુસાક્ષાત પ્રગટ થઈ વરદાન આપે છે તેના ઉલ્લેખ છે. ચૌલુકન્યકાલીન કેટલાક શિલાલેખા, પ્રશસ્તિએ, તામ્રપત્રામાં શરૂઆતમાં ૐ નમઃ શિવાય થી કરવામાં આવી છે. કેટલાકમાં ગણપતીની અને પાવતીની સ્તુતિ કરવામાં આવેલ છે. તામ્ર શાસનામાં ઘણાં દાન શિવાલયને આપ્યાના ઉલ્લેખ મળે છે. ધણી સાહિત્યકૃતિઓની શરૂઆત શિવની સ્તુતિ કરીને કરવામાં આવેલ છે. દા.ત., બિલ્હેણુ કૃત ક સુ ંદરી, કન્ય સેામેશ્વર રચિત કીર્તિ કૌમુદી વગેરે.
તહેવારા ઃ
સમાજમાં સામાન્ય રીતે ઘણા તહેવારા શૈવ સંપ્રદાયને અનુસરીને ઉજવવામાં આવે છે. દા.ત., મહાશિવરાત્રી, ગણેશચતુર્થી, ગૌરીવ્રત, શ્રાવણ માસ વગેરે. નાગરામાં હાટકેશ્વરના ઉત્સવ વખતે શિવનેા વરવાડા કાઢવામાં આવે છે. શિવરાત્રીના તહેવારના દિવસે અનેક ગામેામાં શિવની પ્રતિમાને પાલખીમાં બેસાડી ખૂબ ધામધૂમથી નગરમાં ફેરવવામાં આવે છે. કેટલીકવાર પંચાંગમાં બે એકાદશી આવતાં એક શૈવ માગી કહેવાય છે તા ખીજી વૈષ્ણવમાગી કહેવાય છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય મુખલિંગ:
ગુજરાતમાંથી શિવનાં કેટલાંક નોંધપાત્ર સુખલિંગ નીચેના સ્થળેથી મળી આવેલ છેઃ (૧) ભરૂચમાંથી ઈ.સ. ની ૩જી-૪થી સદીનું મનાતું એક મુખલિંગ મળી આવ્યું
છે. વિશાળ છે. જટાની ગૂંથણી સરસ છે. (૨) ખેડબ્રહ્મામાંથી મળેલું મુખલિંગ લગભગ ૫ સે.મી. ઊંચું છે. તેને જટામુકુટ
વિશાળ શૈલીને છે. (૩) ખંભાતમાંથી મળેલું મુખલિંગ વિશાળ અને આકર્ષક છે. કાન લાંબા છે.
કુંડલ છે. માથે જટામુકુટ છે. (૪) શામળાજીની ધર્મશાળાની પાછળના ભાગમાંથી એક મુખલિંગ મળી આવેલ છે. (૫) વડનગર નજીકનું બાણ ગંગાનું ચતુર્મુખ લિંગ મધ્યકાલીન મનાય છે. (૬) સચીનગામ નજીક માંડવીના શિવાલયમાંનું ચતુસ્ખલિંગ મધ્યકાલનું મનાય છે. (૩) ખંડોસણ (વીસનગર) શિવાલયનું ચતુર્મુખલિંગ દસમી સદીનું હોવાનું
મનાય છે. બાણલિંગ:
નર્મદા તટના પ્રદેશમાંથી મળેલા ૧૨, ૧૫, ૧૭, ૨૧ કે ૨૩ આંગળ સધીની લંબાઈના બાણલિંગ અહીંના શિવાલયમાં જોવા મળે છે. ગુજરાતમાં થાન, ગલતેશ્વર, અંબાજી પાસે કુંભારિયા, કોટેશ્વર, આબુ પર અચલગઢ, પ્રભાસપાટણ, વડનગરને હાટકેશ્વર મહાદેવ વગેરેનાં બાણલિંગ મહવનાં છે. ગુજરાતમાં શિવનાં કેટલાંક પ્રચલિત સ્વરૂપે:
ગુજરાતમાં શિવનાં નીચેના સ્વરૂપ ઘણું જાણીતાં છે.
(૧) ગજાસુર સંહારક :
ધોળકાના અંબાજી માતાના મંદિરમાં ગજાસુર સંહારકની એક અષ્ટભૂજ અને ત્રણ મુખવાળી મૂર્તિ આવેલી છે. વચ્ચેનું મુખ રૌદ્ર, જમણી બાજુનું સૌમ્ય અને ડાબી બાજુનું વામ મુખ સ્પષ્ટ દેખાય છે. સાથે જટામુકુટ છે. કંઠહાર, વલયમેખલા, આદિ અલંકારો ધારણ કરેલાં છે. જમણા ઉપરના હાથમાં ગજ-મસ્તક ડાબી બાજુના હાથમાં ગજ-ચર્મના પગ છે, બે હાથ જમણું અને એક ડાબો હાથ ખંડિત છે. બાકીના જમણું હાથમાં ત્રિશલ અને ડાબા હાથમાં ત્રિશલ,
ગુ. ૩
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪
ગુજરાતના ધમ શ`પ્રદાય
કપાલ છે. ત્રિશૂલથી વીધાયેલ અ ંધકાસુર જોવા મળે છે. આ પ્રતિમાની ઊ ંચાઈ લગભગ ૮૨ સે.મી. છે અને પહેાળાઈ લગભગ ૩૩ સે.મી. છે. આ પ્રતિમા સેાલ કી યુગની હોય તેમ જણાય છે.
(૨) ત્રિપુરાન્તક :
ત્રિપુરાન્તક શિવની એક પ્રતિમા ગુજરાત-સૌરાષ્ટના જિ. ભાવનગરના ધૂમલી (ભૂતાંગલિકા) પાસેથી ટેકરી ઉપર ચેલેશ્વરના ખ ંડિત મંદિરમાં જોવા મળે છે. આવી ખીજી એક પ્રતિમા સૂણુક(જિ. મહેસાણા)ના નીલકંઠ મહાદેવના મદિરમાં આવેલી છે.
(૩) ઉમા-મહેશ્વરની યુગલ પ્રતિમાઓ :
શિવના આ સ્વરૂપની પ્રતિમાએ ગુજરાતમાંથી ઘણે ઠેકાળેથી મળે છે. દા.ત., કારવણુ, કપૂરાઈ, ટીટાઈ, સામનાથ, ભરૂચ, ખંભાત, માઢેરા, પાટણ, સિદ્ધપુર, ડભાઈ, રાડા વગેરે. આમાં ઉમા મહેશ(શિવ)ના ખેાળામાં બેઠેલાં દર્શાવેલ છે.
(૪) કિરાતાર્જુનીય સ્વરૂપઃ
અર્જુનના બળની કસેાટી કરવા શિવે ધારણ કરેલા કિરાતના સ્વરૂપની પ્રતિમા, ખેરાળુ તાલુકાના મંદપુર ગામના દુધેશ્વર મહાદેવના મંડાવરની છાજ (છત)માં આવેલી છે.
(૫) હૌરવ મૂર્તિ :
આ શિવનું રૌદ્ર સ્વરૂપ છે. આ સ્વરૂપની પ્રતિમાએ કખાઈ (ચાણસ્મા પાસે), ખંડેાસણ (વીસનગર) પાસેથી મળે છે. આ પ્રતિમા ચતુર્ભૂજ અને નમ સ્વરૂપે છે.
મહાકાલ સ્વરૂપ :
આ સ્વરૂપની પ્રતિમા મેાઢેરાના સૂર્યમંદિરના પ્રવેશ દ્વારની ઉત્તરે આવેલ છે. આ કાલભૈરવના સ્વરૂપ તરીકે એળખાય છે.
વીરભદ્ર :
શિવનું આ એક રૌદ્ર સ્વરૂપ છે. આ સ્વરૂપની પ્રતિમા શામળાજીમાં ત્રિલેાકીનાથના મંદિરમાં જોવા મળે છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય દક્ષિણામૂર્તિ સ્વરૂપ
આ યોગ અભ્યાસી અને મેક્ષ માર્ગનું સાચું સ્વરૂપ છે. તેના ચાર પ્રકાર છેઃ યેગાસન, વીણાધર,જ્ઞાનમૂર્તિ, વ્યાખ્યાનમૂર્તિ. આ સ્વરૂપની પ્રતિમા ચાણોદ અને પાટણમાંથી મળે છે. વ્યાખ્યાન મૂર્તિની પ્રતિમા પાવાગઢના લકુલીશના મંદિરમાં આવેલ છે. લકુલીશઃ
શિવનું આ સ્વરૂપ ઘણું પ્રાચીન છે. તેની એક પ્રતિમા કાયાવરોહણ તીર્થમાંથી મળેલી તે હાલ વડોદરા મ્યુઝિયમમાં છે. પ્રતિમા દ્વિભુજ છે. બીજી એક પ્રતિમા ગામમાં લકુલેશ્વરના મંદિરમાં છે, તથા બીજી એક હાલમાં નવા બંધાયેલા મંદિરમાં છે. આ ઉપરાંત બીજી બે પ્રતિમાઓ, પાવાગઢના લકુલીશના મંદિરમાં જોવા મળે છે. પ્રતિમા ચતુર્ભુજ છે. એક પ્રતિમા ભરૂચ પાસેના કાવિ ગામમાં છે. પ્રતિમા સુંદર છે.
ખંભાતની પાસે આવેલ મેનપુર ગામના હરિહર મહાદેવમાંથી શિવના લકુલીશ સ્વરૂપની એક સેવ્ય પ્રતિમા મળેલ છે. લિંગ ઉપર લકુલીશની પદ્માસનસ્થ પ્રતિમા કંડારેલ છે. અર્ધનારીશ્વરઃ
આ શિવશક્તિનું સંજિત સ્વરૂપ છે. ઉમા-મહેશનું એક સ્વરૂપ છે. આ સ્વરૂપની પ્રતિમા રોડાના શિવમંદિરના સમૂહના નં. ૩ના શિવાલયના દ્વારશાખ ઉપર જોવા મળે છે. પ્રતિમા ચતુર્ભુજ છે. ઉપરના જમણા હાથમાં ત્રિશલ અને ડાબા હાથમાં દર્પણ છે બાકીના બે હાથમાં અક્ષસૂત્ર અને કમંડલ છે. ત્રિભંગ
અવસ્થામાં છે. આવી જ એક પ્રતિમા પાટણમાંથી મળેલ છે. હાલ એ પ્રિન્સ ઓફ વસ મ્યુઝિયમ મુંબઈમાં છે. તેને જમણો ભાગ પુરુષને અને ડાબો ભાગ સ્ત્રીને છે. આ એક સુંદર કાષ્ટ પ્રતિમા છે. નટરાજ :
નટરાજનાં સ્વતંત્ર મંદિરે ગુજરાતમાંથી મળતાં નથી. પણ તેની પ્રતિમાઓ કસરા, ગોરાદ, વીરતા, સિદ્ધપુર, પાટણ, પ્રભાસ પાટણ વગેરે સ્થળેથી મળે છે. હરિહર :
આ શિવ અને વિષ્ણુનું સંયુક્ત સ્વરૂપ છે. દક્ષિણ બાજુએ શિવ અને ડાબી બાજુએ વિષ્ણુ બતાવવામાં આવે છે. આ સ્વરૂપની એક પ્રતિમા વિસનગરમાંથી મળે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય - હરિહર પિતામહ:
વિષ્ણુ, શિવ, બ્રહ્માના સંયુક્ત સ્વરૂપને હરિહર પિતામહ સ્વરૂપ કહે છે. ગુજરાતમાંથી શિવના આ સ્વરૂપની પ્રતિમા ઉંઝા, થાન અને કસરામાંથી મળે છે. હરિહર પિતામહાઈ:
વિષણુ, શિવ, બ્રહ્મા અને સૂર્યના સંયુક્ત સ્વરૂપને હરિહર પિતામહાક કહે છે. આ સ્વરૂપની પ્રતિમા ગુજરાતમાંથી દેલમાલ, પાટણ, પાવાગઢના લકુલીશના મંદિરની ઝંઘામાંથી મળે છે. આ ઉપરાંત શિવ પરિવારની કેટલીક પ્રતિમાઓ જેવી કે પાર્વતી, ગણપતિ, કાર્તિકેય વગેરેની પ્રતિમાઓ નાનાં મોટાં અનેક શિવાલયમાંથી મળી આવે છે.
સંદર્ભ ગ્રંથ (૧) ડ. હ. ગં. શાસ્ત્રી.
ગુજરાતને પ્રાચીન ઇતિહાસ (૨) પ્રો. ૨. છે. પરીખ અને ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ડ. હ. ગ. શાસ્ત્રી
ઇતિહાસ-ગ્રં. ૨, મૌર્યકાલથી ગુપ્તકાલ, ગ્રંથ ૩, મૈત્રકકાલ અને
અનુમૈત્રકકાલ, ગ્રંથ ૪, સેલંકીકાલ (૩) ડો. ભારતીબેન શેલત
ભારતીય સંસ્કાર (૪) ડે. જે. પી. અમીન
શૈવ ધર્મને સંગમ અને વિકાસ (૫) શ્રી. દુ. કે શાસ્ત્રી
(૧) શૈવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ (૨) ગુજરાતનાં તીર્થસ્થાને
Page #46
--------------------------------------------------------------------------
________________
29)
વૈષ્ણવ સોંપ્રદાય
ભારતના ધાર્મિ ક ઇતિહાસ જોતાં જણાય છે કે ભારતમાં ભક્તિ માની પરંપરા, શૈવ અને વૈષ્ણવ સંપ્રદાય એ બે મુખ્ય ધારાઓમાં ટકી રહી છે. ભારતમાં ભક્તિના ઉદય કયારથી થયા તે ચેાક્કસપણે કહી શકાતુ નથી. કેટલાક પશ્ચિમના વિદ્વાનાએ એવા મત વહેતા મૂકયો હતા કે ભારતમાં ભક્તિના પ્રચાર ખ્રિસ્તી ધર્મની અસર નીચે થયેા પણ જેમ જેમ આપણા શાસ્ત્ર ગ્ર થાના અભ્યાસ થયા, તેમ તેમ જાણવા મળ્યું છે કે ભક્તિનાં મૂળ વેદમાં રહેલાં હતાં. વળી, વેદકાલ પહેલાંની સૌંસ્કૃતિ હડપ્પા, મેાંહે-જો દડા, લેાથલ વગેરે સ્થળાએથી જે અવશેષ પ્રાપ્ત થયા છે, એ જોતાં કહી શકાય કે પ્રાચીનકાલમાં પ્રજામાં દેવપૂજા, પશુપૂજા, પ્રકૃતિપૂજા પ્રચારમાં હશે. કેટલાક વિદ્વાનેા ભક્તિના ઉદય લિ ંગપૂજા સાથે જોડી દે છે. પરંતુ ભક્તિનેા સંબંધ પ્રેમ સાથે છે. ભક્તિના સંબંધ મનુષ્યના હૃદય સાથે છે. દેવની પ્રાના પણ મનુષ્ય કેવળ ભયથી કરતેા નથી, પર ંતુ પ્રેમથી કરે છે. વૈદની સંહિતાઓમાં અગ્નિ, ઈન્દ્ર, વરુણુ, પૃથ્વી, અશ્વિને, મિત્ર, ઉષા વગેરે દેવદેવીઓને ઉદ્દેશીને કરાયેલી પ્રાર્થનાઓમાં આપણને ભારતીય ભક્તિનું પ્રથમ પગથિયું જોવા મળે છે.
વૈદની દેવષ્ટિમાં દેવના સંબંધ કુટુ ંબ ભાવથી જોડવામાં આવ્યે છે. દેવને પિતા, માતા, સખા, પતિ વગેરે કુટુ ખભાવથી ભજવામાં આવે છે. બ્રાહ્મણ ગ્રંથામાં યજ્ઞની ભાવના દ્વારા દેશ પ્રત્યેની ભક્તિ પ્રગટ કરવામાં આવે છે. ઉપનિષદેશમાં ઈશ્વરની સગુણ અને નિર્ગુણ ભક્તિ જોવા મળે છે. શ્વેતાદ્વૈત ઉપનિષદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઈશ્વરની ભક્તિ એ મનુષ્ય માટેનું મેાક્ષનું સાધન છે. ઉપનિષદ સાહિત્યમાં ભક્તિ શબ્દ શ્રદ્ધાના અમાં વધારે વપરાયેલે જોવા મળે છે. ભક્તિ શબ્દ “મન” ધાતુ સાથે સંબંધ ધરાવે છે. અને તેના અર્થ કાઈના આશ્રય લેવા એવા થાય છે. વિખ્યાત વ્યાકરણકાર પાણિની પેાતાના સૂત્રમાં ભક્તિના અર્થ આશ્રય લેવા’ને ચાહવુ” એવા કરે છે.' આમ, ભક્તિ શબ્દમાં આશ્રય અને પ્રેમ એ એ બાબત રહેલી છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
ર૮
ગુજરાતના ધર્મ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાયના પાયામાં વિષ્ણુ ભગવાનની ભક્તિ રહેલી છે એમ કહી શકાય. ઋગ્રેદમાં આપણને વિષ્ણુને ઉલ્લેખ જોવા મળે છે વિષ્ણુને ઋદમાં સૂર્યના એક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવેલ છે. વિષ્ણુ શબ્દ સંસ્કૃત ધાતુ “વિશ” એટલે પ્રવેશવું પરથી બન્યો છે. જગતમાં પ્રવેશીને પ્રકાશનું પરમાત્માનું સ્વરૂપ તે વિષ્ણુ
ભારતમાં વિષ્ણુપૂજને સંપ્રદાયનું સ્વરૂપ પૌરાણિક યુગમાં જ મળ્યું એમ કહી શકાય. શિલાલેખેને પુરા આપણને ભારતીય યવન એલચી હિલોડેરસને મળે છે. આ એલચીએ વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો હતો અને ભગવાન વાસુદેવના માનમાં બેસનગર આગળ એક ગરુડ સ્તંભ ઊભો કર્યો હતો.
મહાભારતના નારાયણ પર્વમાં આપણને આ સંપ્રદાયનું અસલ સ્વરૂપ જોવા મળે છે. આ પર્વમાં નારદમુનિ ભગવાન નારાયણ પાસે જાય છે, ત્યારે ભગવાનને ઉપાસનામાં બેઠેલા જુએ છે. આ જોઈને નારદ પૂછે કે આપ પોતે પરમાત્મા હોવા છતાં કેાની ઉપાસના કરે છે ? નારદના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, “હું પોતે મારી પ્રકૃતિની ઉપાસના કરું છું. તે સત અને અસતની જન્મદાતા છે.” મહાભારતના એક પ્રકરણુ ભગવદ્ગીતામાં તે ભક્તિ ભારોભાર જોવા મળે છે. જ્ઞાનને કર્મ કરતાં પણ, ગીતા એ ભક્તિયોગ શાસ્ત્ર છે એમ કહેવું વધારે યોગ્ય છે. "
વૈષ્ણવ સંપ્રદાયનું મૂળ નામ “પાંચરાત્ર સંપ્રદાય હતું. એ સંપ્રદાયને વ્યવસ્થિત કરવાનું માન રામાનુજને પ્રાપ્ત થાય છે. આ પાંચરાત્ર સંપ્રદાય એ પૌરાણિક યુગ જેટલું પ્રાચીન છે. આ સંપ્રદાયનું મૂળ ભગવદ્દગીતામાં છે. આ સંપ્રદાયમાં શરૂઆતમાં વાસુદેવ પૂજા પ્રચલિત હતી. વાસુદેવ પૂજા એટલે કૃષ્ણપૂજા. કૃષ્ણ કેણ હતા ? તેઓ આર્ય કે અનાર્ય ? તેઓ અતિહાસિક વ્યક્તિ હતા કે કાલ્પનિક ? તેઓ ગોપ હતા કે ક્ષત્રિય ? વગેરે પ્રશ્નો આજ દિન સુધી ચર્ચાતા રહ્યા છે. રામાનુજના સંપ્રદાયમાં વાસુદેવ પૂજા જોવા મળે છે. આગળ જતાં તેમાંથી કૃષ્ણપૂજ, રાધાકૃષ્ણપૂજા, વિષ્ણુપૂજા, અને વિષ્ણુના અવતારોની પૂજા પ્રચારમાં આવેલી છે એમ કહી શકાય.
વૈષ્ણવ સંપ્રદાયમાં જ્ઞાન કે કર્મ કરતાં પ્રેમભાવને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. મેક્ષ કરતાં પણ ઈશ્વરની ભક્તિ પર વધારે ભાર મૂકવામાં આવે છે. નરસિંહ મહેતા એક પદમાં કહે છે કે “હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મજન્મ અવતાર રે.” પાછળના આચાર્યો ને સંતોએ ભક્તિરસની આસપાસ પિતાને સંપ્રદાય ચલાવ્યો હતો. વૈષ્ણવ ધર્મને ઇતિહાસ જોતાં
Page #48
--------------------------------------------------------------------------
________________
શૈણવ સંપ્રદાય કહી શકીએ કે ભક્તિરસમાંથી શૃંગારરસને તેમાંથી કયારેક વિલાસ જન્મ્યો છે. દેવદાસી સંપ્રદાય આને નમૂને છે.
ગુપ્તરાજવીઓએ વૈષ્ણવ ધર્મને રાજ્યાશ્રય આ હોઈ તે જમાનામાં આ સંપ્રદાય પૂર્ણપણે વિકસ્યો હતો. ગુપ્તરાજવીઓ પોતાને “પરમ ભાગવત” તરીકે ઓળખાવે છે. પ્રાચીન વેદધર્મની અસર નીચે આખો સમાજ યજ્ઞયાગ અને કર્મકાંડથી રંગાયેલો હતો, ત્યારે વ્યવહારુ બોધ આપવાનું કાર્ય વૈષ્ણવ સંપ્રદાયે કર્યું. બીજા કોઈ પણ સંપ્રદાય કરતાં આ સંપ્રદાય સામાન્ય જનતામાં વધુ પ્રસિદ્ધિ પામ્યો છે. આ પ્રસિદ્ધિનાં કેટલાંક કારણે નીચે પ્રમાણે તારવી શકાય :
(૧) આ સંપ્રદાયમાં એક જ ઈશ્વરની કલ્પના કરેલી હેઈ જુદા જુદા દેવોની ઉપાસના કરવા કરતાં, એક જ દેવનું શરણું લેવું જનતાને વધારે , અનુકુળ લાગ્યું. આ દેવ પોતાના કુટુંબીજન જેવો હોવાથી, તેના તરફ લેકે વધારે આદરભાવથી જેવા લાગ્યા. આ દેવ ભગવાનના નામે ઓળખાવા લાગ્યા. ભગવાન એટલે જેનામાં વીર્ય, અશ્વર્ય, બલ વગેરે સદગુણે છે તે. શક્તિ પ્રમાણે આ ભગવાનની ભક્તિ થઈ શકે છે.
(૨) ભગવાનની ભક્તિ આ સંપ્રદાયમાં અનેક રીતે ઉપદેશવામાં આવી છે. ભક્તિના નવ પ્રકારોમાંને એક આત્મનિવેદનને પ્રકાર, આ સંપ્રદાયમાં ઘણો જ પ્રચલિત પામે છે. ભગવાનને શરણે પોતાનું સર્વસ્વ સાંપી દઈને આખું જીવન ભગવાનની ભક્તિમાં ગાળવું તેને આત્મનિવેદનનો પ્રકાર કહે છે. નરસિંહ, મીરાં, સૂરદાસ વગેરેએ આ પ્રકારની ભક્તિ કરી હતી.
(૩) વળી, આ સંપ્રદાયમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે, જો તમે તમારું સર્વસ્વ ભગવાનના ચરણમાં સમર્પણ કરે, તે ભગવાન તમને મદદ ક્ય વિના રહેતો નથી. અહીં અનેક સંતેને આ પ્રકારની મદદ મળી હોવાની કથાઓ પ્રચલિત છે.
(૪) આ સંપ્રદાયમાં ગૂઢ તવજ્ઞાનને અવકાશ ન હોવાથી, તેમજ અટપટીવિધિઓ ન હોવાથી, અભણ અને ઓછું ભણેલી પ્રજા માટે કેવળ ભક્તિ પરમાત્માને પામવા માટેનું વધારે સરળ સાધન બન્યું.
(૫આ સંપ્રદાયમાં ભગવાન વિષ્ણુના અવતારોની વાત પ્રતિષ્ઠિત થયેલી જોવા મળે છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે “જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધી જાય છે, ધર્મને નાશ થાય છે ત્યારે ત્યારે પાપીએના વિનાશ માટે અને સંત પુરુષના રક્ષણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે. ભાગવતો ભગવાનના અવતારેમાં ખૂબ ખૂબ શ્રદ્ધા ધરાવે છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
.
ગુજરાતના ધમ સોંપ્રદાય
સમય જતાં આ સંપ્રદાયમાં પણ વિવિધ વિચારસરણીને લીધે વિવિધ શાખાએ પડી ગઈ. ધીરે ધીરે તે પણુ સ્વતંત્ર સંપ્રદાય તરીકે એળખાવા લાગી. આ શાખાએ (૧) શ્રીસંપ્રદાય, (૨) નિમ્બાર્ક સંપ્રદાય, (૩) મધ્વ સંપ્રદાય, (૪) પુષ્ટિ સંપ્રદાય, (૫) ચૈતન્ય સ ંપ્રદાય, (૬) ઉદ્ભવ અથવા સ્વામીનારાયણ સંપ્રદાય. વગેરે નામે પ્રચલિત બની. આ સર્વેમાં પુષ્ટિ સંપ્રદાય અને સ્વામીનારાયણુ સંપ્રદાયના પ્રચાર ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં થયા છે.
ગુજરાતમાં વૈષ્ણવ ધર્મના પ્રસારઃ
*.
મહાભારતમાં જાણવા પ્રમાણે ભગવાન કૃષ્ણ મથુરા છે।ડી યાદવા સાથે દ્વારકા આવ્યા તેવા ઉલ્લેખ છે. જો આમાં અતિહાસિક સત્ય હોય તેા લગભગ એછામાં ઓછા ત્રણ હજાર વર્ષ પૂર્વે ભગવાન વાસુદેવના અનુયાયીએ દ્વારકાની આસપાસના આનર્ત નામે એાળખાતા પ્રદેશમાં રહેતા હેાવા જોઈએ. પણ એટલા જૂના કાળમાં એ પ્રદેશમાં વાસુદેવના અનુયાયીએ રહેતા હોવાના કાઈ પુરાવા મળતા નથી. પૂર્વકાલીન પુરાણામાં પણ દ્વારકાના વૈષ્ણવ ધામ તરીકે ઉલ્લેખ જણાતા નથી, એટલું જ કહી શકાય કે કૃષ્ણના સમયમાં દ્વારકામાં વૈષ્ણવ ધર્માં પ્રચલિત થયા હશે, પશુ કૃષ્ણના મૃત્યુ બાદ યાવાની સાથે જેમ દ્વારકાના નાશ થયે તેમ આ વૈષ્ણવ ધર્માંના પણ અંત આવ્યેા હશે.
પ્રાચીનકાલ
ગુજરાતમાં વૈષ્ણવ ધર્મના પ્રસારના ચોક્કસ પુરાવા સ્કંદગુપ્તના ગિરનારના લેખમાંથી મળે છે. ગુપ્તવ શના રાજવીએ પેાતાને પરમ ભાગવત' કહેવડાવતા. તેએ ભાગવત સ ંપ્રદાયના અનુયાયી હોવાથી સંભવ છે કે તેમણે પેાતાના રાજ્યમાં ભાગવત ધર્મના પ્રચાર કર્યાં હોય. ગિરનારના ગુપ્ત સં. ૧૩૭ (ઈ.સ. ૪૫૬)ના સ્ક ંદગુપ્તના લેખમાં લેખની શરૂઆત વિષ્ણુના વામન અવતારની સ્તુતિથી કરેલ છે. તેમાં સ્કંદગુપ્તના રાજ્યપાલ પણુ દત્તના પુત્ર ચક્રપાલિતે ચક્રધર(વિષ્ણુ)નું મંદિર સુદર્શન તળાવની પાળ ઉપર બંધાવ્યાના ઉલ્લેખ મળે છે. ગુજરાતમાં આ સૌથી પહેલું વિષ્ણુનુ મંદિર હશે.
ગુપ્તકાલમાં અને તે પછીના સમયમાં વિષ્ણુપૂજાના પ્રચાર ધીરે ધીરે વધવા લાગ્યો. ધીરે ધીરે ગુજરાતમાં વૈષ્ણવ ધમ નાં મદિરા અન્યત્ર બધાયાં હરશે, પણ તેના ઊઈ અવશેષો કે સાહિત્યિક ઉલ્લેખા મળતા નથી. પ્રભાસમાં જે સ્થાને કૃષ્ણને ભીલનું ખાણુ વાગ્યું હતુ, .તે દેહાત્સગ તીથ (ભાલકાતી) અને સ ંગમ તી ઘણાં પ્રાચીન હોવાં જોઈએ, પણ તેની પ્રાચીનતાના કાઈ સ્પષ્ટ પુરાવા મળતા નથી,
Page #50
--------------------------------------------------------------------------
________________
વૈષણવ સંપ્રદાય પણ આવા જ પ્રકારના એક વૈષ્ણવ મંદિર ભલીગૃહને ઉલેખ જૈન આગમ ગ્રંથામાંથી મળે છે. ત્યાં ભલી–બાણથી વિંધાયેલ પગવાળા વાસુદેવની મૂર્તિ હતી. પોતાની સાથે ભરુકચ્છથી દક્ષિણાપથ તરફ જતા એક જૈન સાધુએ એક ભાગવતને એ બતાવી હતી. આ ભલીગૃહ ભરૂચથી દક્ષિણ પથ જવાના માર્ગ ઉપર આવેલ કસુંબારણમાં હતું તેવો ઉલ્લેખ છે. આ કૌસુંબારણ્ય તે હાલના કોસંબા આસપાસને પ્રદેશ હશે. આ ઉપરથી એમ લાગે છે કે ગુપ્તકાલમાં અન્યત્ર વૈષ્ણવ મંદિરે બંધાયાં હશે પણ તેના કોઈ પુરાવા હાલમાં મળતા નથી.
ગુપ્તકાલ દરમિયાન ગુજરાતમાં પ્રચલિત થયેલ ભાગવત ધર્મ મૈત્રકકાલ દરમિયાન અસ્તિત્વમાં હતા. મૈત્રકને કુલધર્મ “માહેશ્વર” હોવા છતાં મૈત્રક રાજવી ધ્રુવસેન ૧લે પોતે “પરમ ભાગવત’ હતા. ગારુલક વંશના રાજવીઓ ભાગવત સંપ્રદાયના હતા. એમના કુળની ઉત્પત્તિને વિષ્ણુના વાહન ગરૂડ સાથે સાંકળવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં શૈકૂટવંશના રાજવીઓ ભાગવત ધર્મ પાળતા હતા. આમ છતાં શૈવ સંપ્રદાયની સરખામણીએ ભાગવત ધર્મને પ્રચાર ઘણો ઓછો હતા. મૈત્રક રાજવીઓના દાનશાસનમાં ભાગવત સંપ્રદાયના કેઈ દેવસ્થાનને દાન અપાયાને ઉલેખ મળતો નથી. સૈન્ધવ વંશના ગુ. સ. ૫૫૫ (ઈ.સ. ૭૪-૭૫)ના દાનશાસનમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવેલ હરિ, હર, સૂર્યને માતાના મંદિરને ઉલ્લેખ આવે છે. સૌરાષ્ટ્રના પ્રાચીન મંદિરના અવશેષોમાં સોમનાથ પાટણની પાસે આવેલા કદવાર ગામનું પ્રાચીન મંદિર સ્પષ્ટતઃ ભાગવત ધર્મનું મૈિત્રકકાલીન મંદિર હોવાનું જણાય છે. એમાં હાલમાં કેવળ વરાહની પ્રતિમા જોવા મળે છે. પણ સંભવ છે કે મુખ્ય મંદિરમાં વિષ્ણુના દસ અવતારોની પ્રતિમાઓ હશે. વરાહની મૂર્તિની આસપાસ વિષણુના દસ અવતારોની પ્રતિમાઓ કંડારેલ છે. તેમાં વાસુદેવ કૃષ્ણને સમાવેશ થતો નથી. મૈત્રકકાલીન એક પ્રશસ્તિમાં વિષ્ણુ ભગવાન અને એમના કેટલાક અવતારો ખાસ કરીને વરાહ, વામન અને કૃષ્ણને લગતા અનેક ઉલલેખ આવે છે. વિષ્ણુને લગતા ઉલ્લેખોમાં લક્ષ્મી, સુદર્શન ચક્ર, ગદા, શાંગ, પદ્મ, કૌસ્તુભમણિ, ગરૂડ ને જલસૈયાને.-ઉલ્લેખ છે. એમાં વિષ્ણુનાં ઉપેન્દ્ર, નારાયણ, પુરુષોત્તમ, જનાર્દન વગેરે નામ આપેલ છે. એ કાલના બ્રાહ્મણોમાં વિષ્ણુ, કેશવ ને શ્રીધર જેવાં નામ જોવા મળે છે. બીજી એક પ્રશસ્તિમાં નરસિંહ અવતારને ઉલ્લેખ આવે છે. શ્રીકૃષ્ણાવતારને લગતા ઉલેમાં શ્રીકૃષ્ણ કરેલી દ્વારકા પ્રાપ્તિન, કૃષ્ણની બાલક્રીડાના, ગોરક્ષા અર્થે કરેલા ગોર્વધન ધારણને, કાલીયમર્દન વગેરેને લગતા ઉલેખો આવે છે. આઠમા સતકની એલરાની ગુફાઓમાં ગોવર્ધન ધારણ અને કાલીયમદનનાં શિ૯૫ કોતરાયેલ છે. આ સમયે રચાયેલ જિનસેન સૂરિના હરિવંશપુરાણમાં શ્રીકૃષ્ણની બાળલીલાનું વર્ણન આપેલ છે. આ
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૨
ગુજરાતના ધર્મ સંપ્રદાય ઉપરાંત ઈ.સ.ની આઠમી સદીમાં શ્રીમાળના કવિ માઘે શિશુપાલવધ નામનું કાવ્ય રચ્યું. તેમાં કૃષ્ણભક્તિ અને વૈષ્ણવ સંપ્રદાયની અસર વર્તાય છે. આમ, મૈત્રકકાળ દરમ્યાન વૈષ્ણવ સંપ્રદાય ગુજરાતમાં પ્રચલિત હતા તે ઉપરના ઉલ્લેખો પરથી સ્પષ્ટ થાય છે.
મૈત્રકકાલીન વણવ સંપ્રદાય ભાગવત મત અનુસાર હતો. એ સંપ્રદાયના રાજાઓ સ્પષ્ટત: પિતાને પરમ ભાગવત’ કહેવડાવતા. પરમ ભાગવત એટલે ભાગવતના પરમ ઉપાસક. આ સમયે વાસુદેવ સંપ્રદાય ભાગવત સંપ્રદાય તરીકે ઓળખાવા લાગ્યો હતો. વાસુદેવ એટલે યદુકુળના વૃષ્ણિ કુટુંબમાં જન્મેલા વાસુદેવના પુત્ર કૃષ્ણ. વિષ્ણુપુરાણ જે ઈ.સ. ૬૦૦ ની આસપાસમાં રચાયું છે તેમાં કૃષ્ણની રાસક્રીડાને ઉલ્લેખ છે. એ મૈત્રકકાલીન વૈષ્ણવ સંપ્રદાયની કંઈક અંશે ઝાંખી કરાવે છે. આ સમયે ભાગવત સંપ્રદાયને પ્રસિદ્ધ દ્વાદશાક્ષરી મંત્ર “ ના મતે વાયુવય” પ્રચલિત હોય તેમ જણાય છે. સોલંકીકાલ:
- ઈ.સ.ના આરંભ પહેલાંના ચાર શતકે દરમ્યાન ભારતમાં પ્રસરેલ વૈષ્ણવ સંપ્રદાય મૈત્રકકાલમાં ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતો હતો. ઈ.સ.ના ચેથા શતકથી અગિયારમા સતક સુધીમાં પોરાણિક વષ્ણવ ધર્મ કૃષ્ણ બાલચરિત, રાધાકૃષ્ણ પૂજા અને દશાવતારની માન્યતા વગેરે સાથે ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં પ્રસર્યો હતેા.
સોલંકીકાળ દરમ્યાન વૈષ્ણવ સંપ્રદાય ગુજરાતમાં ઠીક ઠીક પ્રમાણમાં પ્રચલિત થયો. તેના અનેક ઉલ્લેખો મળે છે. - પાટણ પાસે આવેલા કસરા ગામમાં આવેલ ત્રિમૂર્તિને મંદિરમાં ઉત્તર તરફનું મંદિર વિષ્ણુનું હોવાનું જણાય છે. મંદિરની દીવાલોમાં ગરૂડ, વરાહ, વામન અને લક્ષ્મીનારાયણની મૂર્તિઓ છે. આ મંદિર વિ. સં. ૧૦૨૬ (ઈ.સ. ૯૭૬)ની આસપાસમાં રચાયેલું હોવાનું અનુમાન છે. આ પછીના શતકમાં રચાયેલ દેલમાલના લીમ્બાજી માતાના મંદિરની પૂર્વમાં આવેલ એક મંદિરની દીવાલ ઉપર ગરુડ ઉપર બેઠેલ વિષ્ણુની મૂર્તિ જોવા મળે છે.
| વિ. સં. ૧૦૮૫ (ઈ.સ. ૧૦૨૬-૨૭)ની આસપાસ બંધાયેલા મઢેરાના સૂર્યમંદિર આગળના કુંડમાં વિષ્ણુની શેષયાયી પ્રતિમા છે.
વિ. સં. ૧૦૯૬(ઈ.સ. ૧૦૪૦)ના સિદ્ધરાજ જયસિંહના લેખમાં લખેલું છે કે “સિદ્ધરાજ જયસિંહના સેનાપતિએ ગેન્ગનારાયણનું મંદિર બંધાવ્યું હતું.
Page #52
--------------------------------------------------------------------------
________________
ૌણવ સંપ્રદાય સરસ્વતી પુરાણમાં સહસ્ત્રલિંગ તળાવ ઉપર દશાવતારનું મંદિર હોવાનું જણાવ્યું છે. ધોળકામાં આવેલા લક્ષ્મીનારાયણના મંદિરમાં ચતુર્ભુજ એક પ્રાચીન પ્રતિમા છે તેના ઉપર વિ. સં. ૧૨૬૬ (ઈ.સ. ૧૨૧૦)ને લેખ કતરેલ છે.
ભીમદેવ બીજાના સમયમાં વિ.સં. ૧૨૭૩(ઈ.સ ૧૨૭૭)માં રચાયેલ શ્રીધરની દેવપટ્ટણ પ્રશસ્તિમાં શ્રીધરે પિતાની માતાના સ્મરણાર્થે મુરારિપુ(મુરારિ વિષ્ણુ)નું અને રોહિણીસ્વામી નામનું મંદિર બંધાવ્યું હોવાનું જણાવ્યું છે.
ભીમદેવ ૨ જાના સમય દરમ્યાન રચાયેલ એક સંવત વગરના લેખમાં જગદેવે ભીમદેવ બીજાને મદદ કર્યાનું તથા વિષ્ણુપૂજાને પ્રચાર કર્યાનું જણાવ્યું છે.
કવિ સોમેશ્વરકૃત કીતિ કૌમુદીમાં પાટણના સરોવરને કાંઠે ચાર હજાર હર અને ઉપેન્દ્ર (વિષ્ણુ)ના મંદિર હોવાનું જણાવ્યું છે.
પોરબંદર પાસે હરસિદ્ધિ માતાના મંદિરમાંથી વલભી સં. ૯૨૭ (વિ. સં. ૧૩૦૨-ઈ.સ. ૧૨૪૬)ના લેખમાં ગારલક જાતીના શ્રેષ્ઠી મૂલગે સોમનાથમાં પૂજા માટે ગોવર્ધનની મૂર્તિ કરાવ્યાને ઉલેખ છે.
વિ.સં. ૧૩૧૭(ઈ.સ ૧૨૬૧)ના વીસલદેવના લેખમાં બલ્લાલનારાયણ અને રૂપનારાયણ મંદિરનો ઉલ્લેખ છે.
- વિ.સં. ૧૩૨૦ (ઈ.સ. ૧૨૬૪)ના અર્જુનદેવના કાંટેલાના લેખમાં જણાવ્યું છે કે “સૌરાષ્ટ્રના અધિકારી સામંતસિંહે પોતાના મોટાભાઈના શ્રેયાર્થે સલક્ષ નારાયણનું મંદિર બંધાવી રેવતીકુંડમાં ગણેશ, વિષ્ણુ, ક્ષેત્રપાલ, સૂર્ય, રેવતી, બલરામ વગેરેની મૂર્તિઓ સ્થાપી હતી”.
વિ. સં. ૧૩૪૮(ઈ.સ. ૧૨૯૨)ના સારંગદેવના અનાવડાના લેખમાં પેથડે શ્રીકૃષ્ણની મૂર્તિપૂજા પાસે નૈવેદ્ય અને નાટય પ્રયોગો માટે દાન આપ્યાનો ઉલ્લેખ છે. આ લેખની શરૂઆત ગીતગોવિંદના વેઢાનુદ્વતે નમાનિત ઘરે મૂમામુદ્રિવ્રતે નામના શ્રલોકથી કરવામાં આવેલ છે. - વડનગરના પૂર્વ તરફના દરવાજા બહાર આવેલા પ્રાચીન મંદિરના એક દ્વાર ઉપર વરાહ અને વામનની મૂર્તિઓ કોતરેલી છે. આ મંદિર તેરમા સૈકાની શરૂઆતમાં બંધાયેલ હેવાનું અનુમાન છે.
રસપ્રકાશ સુધાકર નામના વિદક ગ્રંથના કર્તા યશોધર તેરમા શતકમાં જૂનાગઢમાં થઈ ગયા. તેમણે પોતાના પિતા પદ્મનાભને “વિષ્ણુ પદારવિંદ–રતિકૃત” એવું વિશેષણ લગાડ્યું છે. - -
ઉપરનાં સર્વ પ્રમાણે પરથી જણાય છે કે સોલંકીકાળ દરમ્યાન ગુજરાતમાં પૌરાણિક વૈષ્ણવ ધર્મ પ્રચલિત હતો. આ સમયે ગુજરાતમાં ગીત ગોવિંદ કાવ્ય
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૪.
ગુજરાતના ધર્મ સંપ્રદાય
ઘણું જ લોકપ્રિય બન્યું હોય તેમ જણાય છે. આ સમયે રાધા અને કૃષ્ણની પ્રતિમા પૂજાતી હોવાના કઈ ઉલલેખો ઉપલબ્ધ નથી, પણ કૃષ્ણજીવનના પ્રસંગેનાં શિલ્પો, કાલીયમર્દન, ગોવર્ધન ધારણનાં શિલ્પો વગેરે, આબુ અને તેમનાથનાં મંદિરની છતમાંથી મળે છે. આ સમયનાં વિષણુ મંદિરમાં વિષ્ણુ અને કૃષ્ણ પ્રતિમાઓ સવિશેષ જોવા મળે છે. સારંગદેવ એ વિશિષ્ટ વૈષ્ણવ નામ છે. સમાજમાં વૈષ્ણવ સંપ્રદાયની વ્યાપક અસર નજરે પડે છે. આ ઉપરાંત કૃષ્ણના વિવિધ જીવન પ્રસંગોનાં શિલ્પ સેલંકીકાલનાં દેવાલમાં નજરે પડે છે. રાધાકૃષ્ણની લીલાનાં બહુસંખ્ય કવિત્વમય વર્ણને સમકાલીન સંસ્કૃત પ્રાકૃત અને અપ્રશંશ સાહિત્યમાં જોવા મળે છે. દ્વારકા આ સમયે મહત્વનું તીર્થધામ બન્યું હતું.
સલતનતકાલ :
ચૌદમા સૈકામાં ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થતાં ચારે બાજુ અવ્યવસ્થા ફેલાઈ. ધાર્મિક અત્યાચારો વધ્યા. અનેક હિંદુમંદિરને નાશ થયે, તેમ છતાં વૈષ્ણવ ધર્મ તેની લોકપ્રિયતા ગુમાવી ન હતી.
વિ.સં. ૧૪૩ (ઈ.સ. ૧૩૮૧)ના ધમલજના વિષ્ણુ ગયા નામના તળાવ પાસેથી મળેલા લેખમાં વિષ્ણુની સ્તુતિથી આરંભ કરવામાં આવે છે.
ધંધુસર પાસેની હરિ વાવની વિ.સં. ૧૪૪૫(ઈ.સ. ૧૩૮૯)ની પ્રશસ્તિમાં જલશાયી વિષ્ણુની સ્તુતિથી આરંભ કરેલ છે.
વિ.સં. ૧૪૫૬(ઈ.સ. ૧૪૦૦)ના પાટડીમાંથી મળેલા એક લેખમાં એક કર્ણ રાજાને “હરિભક્તિ પરાયણ” કહ્યા છે. બીજા એક લેખમાં મંત્રીને વિષ્ણુભક્ત કહ્યો છે. જૂનાગઢને મહીપાલ દેવ વિષ્ણુપૂજન કરતો હતો તેવો ઉલ્લેખ છે. બીજા કેટલાક લેખોમાં “રણછોડજીની ચરણસેવાને પ્રસાદ”, સત્યશ્રી રણછોડ, જેવા ઉલ્લેખ મળે છે.
વિ.સં. ૧૪૬૯(ઈ.સ. ૧૪૧૩)માં સિંહારણ્ય મુનિએ રચેલ વિષ્ણુભક્તિ ચોદય નામના લેખની હસ્તપ્રત પાટણમાંથી મળી છે. તેમાં સામાન્ય પૌરાણિક વિષ્ણુભક્તિનું નિરૂપણ કરેલું છે.
અમદાવાદની ઉત્તરે આવેલી અડાલજની વાવના લેખમાં રાજા મોકલસિંહને ભાગવત પ્રધાન તરીકે ઓળખાવેલ છે. - મહુવાના લક્ષ્મીનારાયણના મંદિરમાંથી વિ. સં. ૧૫૮૦(ઈ.સ ૧૪૪૪)ના મળેલા લેખમાં એક શ્રેષ્ઠીએ વાવ કરાવી તેમાં લક્ષ્મી સહિત શેષશાયી વિષ્ણુની
Page #54
--------------------------------------------------------------------------
________________
હષ્ણવ સંપ્રદાય
૪િપ
પ્રતિમા પધરાવ્યાને ઉલેખ છે. આ વાવ બંધાવનારના કુળમાં અનેક વૈષ્ણવ ભક્તો થયાના ઉલ્લેખો આ લેખમાં છે.
ધોળકાની વાવમાં પણ શેષશાયી વિષ્ણુની પ્રતિમા પધરાવ્યાને ઉલેખ છે.
વિ. સં. ૧૪૭૩(ઈ. સ. ૧૪૧૭)ના જુનાગઢના રેવતીકુંડ ઉપરના સંસ્કૃત લેખમાં નવનીત ચોર દામોદરની સ્તુતિથી શરૂઆત કરેલ છે.
ઉપરના સર્વ ઉલેખો પરથી સલ્તનતકાલ દરમ્યાન ધાર્મિક સંધર્ષ ચાલતે હેવા છતાં વૈષ્ણવ સંપ્રદાય જીવંત હતો એમ સ્પષ્ટ જણાય છે. આ સમયની વિષ્ણુની જે પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે તે મોટા ભાગે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની હોવાનું જણાયું છે. મુઘલકાલ:
પંદરમા સૈકાના અંત સુધીમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મ વ્યાપક રીતે વિસ્તર્યો હતો. આ સૈકાના અંતમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મને જુદા જુદા સંપ્રદાયો જેવાકે રામાનુજ સંપ્રદાય, નિમ્બાર્ક સંપ્રદાય, મવ સંપ્રદાય, રાધાસ્વામી સંપ્રદાય, વલ્લભાચાર્ય સંપ્રદાય, સ્વામીનારાયણ સંપ્રદાય વગેરે અસ્તિત્વમાં હતા. આ સર્વેમાં પંદરમી સદી પછી વલ્લભાચાર્યના પુષ્ટિ સંપ્રદાયને ગુજરાતમાં સારો વિકાસ થયા. આજે ગુજરાતના અનેક ગામોમાં વલ્લભલાલજી અને વિઠ્ઠલનાથજીનાં મંદિરે જોવા મળે છે. આ સાથે મરાઠાકાલમાં સ્વામીનારાયણ સંપ્રદાયને ધીરે ધીરે પ્રચાર શરૂ થયો.
મુઘલકાલ પછીના સમયમાં વૈષ્ણવ ધર્મને જુદા જુદા સંપ્રદાયોને પ્રચાર વધે. એક બાજુ પુષ્ટિમાર્ગ સંપ્રદાય વિકસવા લાગે, તો બીજી બાજુ સહજાનંદ સ્વામીએ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ગુજરાતના ધાર્મિક જીવનમાં ચેતન આણ્યું. મરાઠી સત્તાના અંત સમયમાં ગુજરાતમાં કેળ, કાઠી, ગરાસિયા વગેરે લૂંટફાટને ધંધે આદરી બેઠા હતા ત્યારે તેમણે પોતાની પ્રતીભા અને ઉપદેશથી પ્રજામાં શુરવીરતા, ભક્તિ, સદાચાર વગેરે ગુણે વિકસાવી નીચલા થરના લેકોને આદર્શજીવનને માર્ગ ચીં. તેમણે વિશુદ્ધ ભાગવત ધર્મની પુનઃ સ્થાપના કરી હિંસામય યજ્ઞો બંધ કરાવ્યા. વ્યસની અને પાખંડી સાધુસમાજને સેવાભાવી અને ચારિત્ર્યવાન બનાવ્યા. સમાજમાં નૈતિક જીવનની સ્થાપના કરી. વાવ, તળાવ, કૂવા વગેરે ખોદાવી લોકકલ્યાણનાં કાર્યો –આરંભ્યાં વડતાલ, ગઢડા વગેરે સ્વામીનારાયણ સંપ્રદાયનાં નોંધપાત્ર તીર્થધામો બન્યાં.
Page #55
--------------------------------------------------------------------------
________________
- ગુજરાતના ધમ સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાયને પ્રચાર વ્યાપક સતે વિસ્તર્યો. ઠેર ઠેર પુષ્ટિ સંપ્રદાયનાં હવેલી મંદિરે અસ્તિત્વમાં આવ્યાં. વલ્લભાચાર્યની બેઠકેનું મહત્વ વણમાં વધ્યું. ડાકોર, શામળાજી, દ્વારકા જેવાં વૈષ્ણવ સંપ્રદાયનાં તીર્થધામો વધારે કપ્રિય બન્યાં. આ તીર્થોની મુલાકાતે દરેક સંપ્રદાયના લેકે આવવા લાગ્યા.
અર્વાચીન યુગમાં વૈષ્ણવ સંપ્રદાય વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલો છે. પણ સમાજ ઉપરથી સંપ્રદાયની પકડ ઢીલી પડી ગઈ છે. આચાર-વિચારમાં રૂઢિચૂસ્તતા જોવા મળતી નથી. સમાજ પરથી સાંપ્રદાયિક અસર ધીરે ધીરે નાબૂદ થતી જાય છે. તેમ છતાં ગુજરાતનાં અનેક ગામો જેવાં કે મેડાસા, લુણાવાડા, ગોધરા, વાડાશિનેર, વીરપુર, દેવગઢ બારિયા, દાહોદ, ઝાલોદ, નડિયાદ, સૂરત તેમજ સૌરાષ્ટ્રમાં પિોરબંદર, ઘેડ માધવપુરની આસપાસના વિસ્તારમાં તથા કચ્છમાં વસતી ભાટિયા કેમમાં પુષ્ટિ સંપ્રદાયની અસર વ્યાપક પ્રમાણમાં વર્તાય છે.
ભારતના ચતુર્ધામાં ગુજરાતના દ્વારકાતીર્થને સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય તીર્થધામમાં દ્વારકા ઉપરાંત ડાકોરને સમાવેશ થાય છે. જગદ્ગુરુ શંકરાચાર્યના ચાર પીઠમાંની એક પીઠ દ્વારકામાં સ્થપાયેલી છે. તે પણ એ વૈષ્ણવ તીર્થને ભારત વ્યાપી મહિમા દર્શાવે છે.
ગુજરાતમાં પ્રચલિત વૈષ્ણવ સંપ્રદાયે
પંદરમી સદી પછી ગુજરાતમાં વિવિધ પ્રકારના વૈષ્ણવ સંપ્રદાયોને પ્રચાર વશે. તેમણે વૈષ્ણવ ધર્મની પૌરાણિક ભક્તિનું સ્વરૂપ બદલી નાખ્યું. દરેક સંપ્રદાયે પોતાનું આગવું તત્ત્વ વૈષ્ણવ ધર્મમાં દાખલ કર્યું. આવા સંપ્રદાય નીચે પ્રમાણેના છેઃ (૧) રામાનુજ સંપ્રદાયઃ
રામાનુજ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાયની એક નોંધપાત્ર શાખા હોવા છતાં પ્રાચીન કાળમાં તેને પ્રચાર ગુજરાતમાં થયો હોય તેવા પ્રમાણભૂત આધારે મળતા નથી. પણ આ સંપ્રદાયનાં ચારસો-પાંચસો વર્ષ ઉપર લખાયેલા ગ્રંથ ગુજરાતમાંથી મળ્યા છે. આ ઉપરાંત આ સંપ્રદાયને પ્રચાર ગુજરાતમાં અર્વાચીનકાલમા હોવાનો સંભવ છે. ઈ. સ. ૧૮૭૨ના વસ્તીપત્રકમાં ગુજરાતમાં લગભગ ૧૧લાખ રામાનુજી વૈષ્ણવો નાંધાયા છે. આમાં રામાનંદી, રામસ્નેહી અને અન્ય રામભક્તોને સમાવેશ થયો હોવાને સંભવ છે. વીસમી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્રના બીલખા, જૂનાગઢ વગેરે કેટલાંક ગામમાં આ સંપ્રદાયને પ્રચાર
Page #56
--------------------------------------------------------------------------
________________
ૌણવ સંપ્રદાય
૪૭ થયો હતો. અલબત્ત બ્રાહ્મણ, વાણિયાઓમાં થોડા રામાનુજી છે. તેઓ વડોદરા, ડભોઈ, અમદાવાદ, સૂરત વગેરે સ્થળે રહે છે. તેઓનાં મંદિર પણ છે. (૨) નિમ્બાર્ક સંપ્રદાયઃ
આ સંપ્રદાયના કેટલાક અનુયાયીઓ બારડેલી તાલુકામાં છે. અહીં નિમ્બાર્કોમાયી ભક્તિમંડળ ચાલે છે. (૩) મધવ સંપ્રદાય :
ગુજરાતમાં દરજી ગરાસિયા, પાટીદાર વર્ગમાં કેટલાક મશ્વ સંપ્રદાયના અનુયાયીઓ સૌરાષ્ટ્રમાં હોવાનું નોંધાયું છે. (૪) ચૈતન્ય સંપ્રદાયઃ .
આ સંપ્રદાયના અનુયાયીઓ છૂટાછવાયા ગુજરાતમાં જોવા મળે છે. પણ તેની કઈ અસર સમાજ પર નથી. (૫) પુષ્ટિ સંપ્રદાય અથવા વલ્લભ સંપ્રદાયઃ
શ્રી વલ્લભાચાર્યને જન્મ આંધ્રપ્રદેશમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમને જીવન કાળ વિ. સં. ૧૫૨૯ (ઈ.સ. ૧૪૭૩)થી ૧૫૮૭ (ઈ.સ. ૧૫૩૧) સુધીને મનાય છે. તેઓ શુદ્ધાત સિદ્ધાંતના પ્રણેતા હતા. તેમણે ગુજરાતમાં પ્રેમલક્ષણા ભક્તિ ઉપર રચાયેલ વલભ સંપ્રદાય કે પુષ્ટિ સંપ્રદાયને પ્રચાર કર્યો. તેમણે સમગ્ર ગુજરાતમાં ફરીફરીને આ સંપ્રદાયને પોતાના ઉપદેશ દ્વારા લોકપ્રિય બનાવ્યો. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે ભાગવત પારાયણ કર્યું. જે જે સ્થળે ભાગવત પારાયણ કર્યું તે સ્થળ આ સંપ્રદાયની બેઠક તરીકે ઓળખાય છે. અહીં બેઠકનું મહત્ત્વ એક યાત્રાધામ જેવું છે. સમગ્ર ગુજરાતમાં બધી મળીને તેમની ૨૦ બેઠકે છેઃ (૧) કરછમાં નારાયણસર, સોરાષ્ટ્રમાં (૨) તગડી, (૩) ગુપ્ત પ્રયાગ, (૪) પ્રભાસ, (૫) માધવપુર ઘેડ, (૬) જૂનાગઢ દામોદર કુંડ, (૭) દ્વારકા, (૮) ગોમતી, ગોપી તળાવ, (૧૦) બેટમાં શંખ નારાયણના મંદિર પાસે, (૧૧) પિંડારકતીર્થમાં, (૧૨) જામ ખંભાળિયા, (૧૩) જામનગર, (૧૪)મોરબી, (૧૫) સિદ્ધપુર, ઉ.ગુ.(૧૬) ખેરાળુ, ઉ.ગુ. (૧૭) અમદાવાદ નજીક નરોડા, (૧૮) ગોધરા (જિ. પંચમહાલ), (૧૯) ભરૂચ, (૨૦) સુરત અશ્વિનીકુમારના ઘાટ ઉપર વગેરે. તેમણે જ્યાં ભાગવત પારાયણ કર્યું તે જગ્યા આજે મહાપ્રભુજીની બેઠક તરીકે ઓળખાય છે.
વલ્લભાચાર્ય પછી તેમના પુત્ર વિઠ્ઠલનાથજીએ પણ ગુજરાતમાં ઠેર ઠેર ફરી સંપ્રદાયનો પ્રચાર કર્યો હતે. પંદરમા સૈકામાં નરસિંહ, મીરાં વગેરે પ્રેમલક્ષણ ભક્તિને મહિમા ગાય. પણ તેને ટકાવી રાખવાનું કાર્ય વલ્લભાચાર્ય અને
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮
ગુજરાતના ધમ સંપ્રદાય વિઠ્ઠલનાથજીએ કર્યું. તેમણે કૃષ્ણભક્તિ, રાસક્રીડા વગેરેને મહિમા ગાયે. કૃષ્ણની શૃંગારલીલાનું શ્રવણ-કીર્તન ભક્તિનું એક અંગ મનાવા લાગ્યું. સ્ત્રીઓ પુષ્ટિભક્તિની અધિકારી છે એમ જણાવી, સ્ત્રીઓને પુષ્ટિ માર્ગની લગની લગાડી. આના પરિણામે સમગ્ર ગુજરાતમાં પુષ્ટિ સંપ્રદાયને ઝડપી પ્રચાર થયે. નાના ગામડામાં પુષ્ટિ સંપ્રદાયનાં મંદિર દેખાવા માંડ્યાં, ધીરે ધીરે પુષ્ટિ સંપ્રદાયે ગુજરાતભરમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. પુષ્ટિ સંપ્રદાયના વિકાસમાં પ્રેમાનંદ, દયારામ જેવા કવિઓએ નોંધપાત્ર ફાળો આપે છે. પ્રેમાનંદ ઓખાહરણ, સુદામાચરિત, દશમસ્કંધ, દાણલીલા, દૂડી, શ્રાદ્ધ, મામેરું વગેરે આખ્યાનેકા દ્વારા કૃષ્ણભક્તિનો મહિમા ગાયે, જ્યારે દયારામે શૃંગાર રસ પૂર્ણ ગરબીઓ દ્વારા સખીભાવ પ્રગટ કરી કૃષ્ણભક્તિ મહિમા ગાય. નરસિંહ અને મીરાંએ પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા ગાય.
વિઠ્ઠલનાથજીના સ્વર્ગવાસ પછી એમના સાતપુત્રોની સાત ગાદી સ્થપાઈ અને પુષ્ટિમાર્ગ એક સંપ્રદાય બન્યા. સમય જતાં સ્થાનિક ઉપદ્રવને લીધે ઠાકોરજીનાં સાત સ્વરૂપને પાછળથી અન્યત્ર પધરાવવામાં આવ્યાં. તેમાંનું એક
સ્વરૂપ ઉદયપુરના રાણું રાજસિંહના આગ્રહથી મેવાડમાં સિંહાડ સ્થળે પધરાવવામાં આવ્યું. આ સ્થળ હાલમાં નાથદ્વારા તરીકે ઓળખાય છે, અને પુષ્ટિ સંપ્રદાયનું મુખ્ય સ્થળ ગણાય છે. સાત સ્વરૂપોમાંથી સમય જતાં છઠ્ઠા સ્વરૂપને, સૂરતમાં પધરાવવામાં આવ્યું અને એ રીતે સૂરત ગુજરાતમાં પુષ્ટિ સંપ્રદાયનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું. સંયમ જતાં વ્રજમંડળની સાથે ગુજરાત અને રાજસ્થાન પુષ્ટિ માર્ગનાં કેન્દ્રો બન્યાં. ગુજરાતમાં વણિક જ્ઞાતિઓમાં આ સંપ્રદાય વધારે પ્રમાણે રૂઢ થ.
પુષ્ટિમાર્ગના ગુજરાતી કવિઓમાં નોંધપાત્ર કવિ ગોપાળદાસ છે. કહેવાય છે કે વિઠ્ઠલનાથજીની કૃપાથી તેમની કવિત્વશક્તિ વિકસી હતી. તેમણે રચેલા ગ્રંથનું નામ “વલ્લભાખ્યાન” છે. આ ગ્રંથ ઉપર અમદાવાદના દેશીવાડાની પિોળના નટવરલાલ શ્યામલાલ મંદિરના ગો. શ્રી વ્રજરાયજીએ ટીકા રચી છે. આ સાથે બીજા નાંધપાત્ર ગ્રંથે ગોપાળદાસ વ્યારાવાળા રચિત “પ્રાકટય સિદ્ધાંત,” માધવદાસનું “ગોકુળનાથજીના વિવાહ”, કૃણદાસ ચરોતર(લેઉઆ પાટીદાર)નાં પદો, વગેરે ઘણું કપ્રિય હતાં.
શ્રી વલ્લભાચાર્ય રચિત “મધુરાષ્ટકમ”નું પદ ગુજરાતમાં ઘણું જ લોકપ્રિય ગીત બન્યું છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
વૈષ્ણવ સંપ્રદાય
૪૯
સમય જતાં વૈષ્ણવ સંપ્રદાયના કેટલાક અનુયાયીએએ વલ્લભાચાર્ય ના ઉપદેશનું મનસ્વી અધટન કરી અનીતિ આચરી તેનાથી સંપ્રદાયને કેટલુ ક સહન કરવું પડયું. તેમ છતાં આજે પણ તે, લેાકેામાં યથાવત્ ટકી રહ્યો છે. આ સોંપ્રદાયના મુખ્ય મંત્ર શ્રી નૃધ્ધ રામન છે.''
બ્રહ્મ સધક :
પુષ્ટિ સંપ્રદાયમાં બ્રહ્મસંબંધનું મહત્ત્વ વિશેષ છે. દરેક વૈષ્ણવ પેાતાના સંતાનને બ્રહ્મસ બંધ કરાવવા આતુર હાય છે. બ્રહ્મસંબંધ કરાવવા માટે મહારાજશ્રી પાસે સ્નાનાદિ ક્રિયાથી શુદ્ધ થઈ ઉપસ્થિત રહેવું પડે છે. અહીં મહારાજશ્રી બ્રહ્મસંબંધ લેનારના કાનમાં મત્રાચ્ચાર કરે છે. તેને તુલસીની કંડી પહેરાવી કૃષ્ણ નામના જપ કરવાને આદેશ આપે છે. બ્રહ્મસંબંધના મોંત્રને સાર એ છે કે ભગવાન શ્રીકૃષ્ણથી હારા વર્ષોથી વિખૂટા પડેલેા હું ભગવાન શ્રીકૃષ્ણને મારું સર્વસ્વ-ધર્મ, સ્ત્રી, પુત્ર, કુટુંબ, દ્રવ્ય વગેરે અણુ કરું છું. હું કૃષ્ણના દાસ છું. હે કૃષ્ણ હું તમારે જ છું.” આ સિદ્ધાંત સમજી શકતે ભગવાનની ભક્તિ કરવાની હોય છે.
પુષ્ટિ સ`પ્રદાયના ક્રેટલાક લોકપ્રિય ગ્રંથા
(૧) યાડશ ગ્રંથ :
પુષ્ટિ માર્ગમાં નાનામેટા અનેક ગ્ર ંથા પ્રગટ થયેલા છે. તેમાં શ્રી વલ્લભા ચાર્યે રચેલા ષોડશ ગ્રંથનુ સ્થાન અતિમહત્ત્વનું છે. આ ગ્રંથમાં (૧) શ્રી યમુનાષ્ટક (૨) બાલમેધ (૩) સિદ્ઘાંત મુક્તાવલી (૪) પુષ્ટિપ્રવાહમર્યાદાભેદ (૫) સિદ્ધાંત–રહસ્ય (૬) નવરત્ન (૭) અ ંતઃકરણ પ્રખાધ (૮) વિવેક–વૈર્યાશ્રય (૯) શ્રીકૃષ્ણાશ્રય (૧૦) ચતુઃશ્લેાકી (૧૧) ભક્તિવર્ધિની (૧૨) જલભેદ (૧૩) પંચપદ્યનિ (૧૪) સંન્યાસ નિણૅય (૧૫) નિરાધલક્ષણુ (૧૬) સેવાલ વગેરે વિવિધ વિષયાની ચર્ચા કરવામાં આવી છે. સમગ્ર ગ્રંથ સ ંસ્કૃત ભાષામાં રચાયેલ છે.
(૨) શ્રી વલ્લભાખ્યાન ઃ
આ ગ્રંથ એક મૂંગા ગેાપાલદાસજી દ્વારા રચાયેા છે. આ વિશે અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે શ્રી ગુસાઈજીના ભાઈલા કાઠારી' નામે એક સેવક હતા. તેએ અસારવામાં રહેતા હતા. તેમને ગેામતી નામે એક દીકરી હતી. તેનું ગેાપાલદાસ નામની વ્યક્તિ સાથે લગ્ન કરવામાં આવ્યું હતું. આ ગેાપાલ
ગુ. ૪
Page #59
--------------------------------------------------------------------------
________________
પ૦
ગુજરાતના ધમ સંપ્રદાય દાસ જન્મથી જ મૂંગા હતા. ગોપાલદાસ ભાઈલા કઠારીને ત્યાં જ રહેતા હતા. એક વખત ગૂંસાઈજી મહારાજ ભાઈલા કેકારીને ત્યાં આવ્યા. તેમણે જાણ્યું કે ગોપાલદાસ મૂંગા છે. આથી ભાઈલા કોઠારીની વિનંતીને માન આપી તેમણે ગોપાલદાસના માથે હાથ મૂકો અને તેમના મુખમાં પાન મૂક્યું. તાંબુલના પ્રભાવથી ગોપાલદાસનું મંગાપણું દૂર થયું. તેમની વાણી પ્રગટ થઈ. પુષ્ટિ સંપ્રદાયનું જ્ઞાન થતાં તેમણે “શ્રીવિઠ્ઠલવર સુંદર” એ પ્રમાણે શરૂઆત કરીને નવ આખ્યાને રચીને વલ્લભાચાર્યની સ્તુતિ કરી. આ નવ આખ્યાને શ્રી વલ્લભાખ્યાન” તરીકે ઓળખાય છે. આખ્યાને ગુજરાતી ભાષામાં રચાયાં છે. પ્રથમ આખ્યાન કેદાર રાગમાં, બીજુ આખ્યાન રામકલી, ત્રીજુ આખ્યાન ધનાશ્રી, ચોથું ભૂપકલ્યાણ, પાંચમું સેમેરી, છડુ પરજ, સાતમું સેમેરી, આઠમું ધનાશ્રી અને નવમું બિલાસ રાગમાં ગવાય છે. દરેક આખ્યાન ભક્તિરસથી ભરપૂર છે. (૩) “શિક્ષાપત્ર :
શ્રી હરિરાયજીકૃત “શિક્ષાપત્ર” નામનો ગ્રંથ પુષ્ટિ સંપ્રદાયમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સમગ્ર ગ્રંથમાં શ્રી ભાગવત તથા ગીતાનું રહસ્ય વિસ્તૃત રૂપે સમજાવેલું છે. આ ગ્રંથમાં શ્રી હરિરાયજીએ પિતાના ભાઈના આત્મકલ્યાણ અર્થે લખેલા પત્ર છે. પ્રથમ પત્રમાં કૃષ્ણદર્શનની તાલાવેલીનું વર્ણન કરી પ્રભુસેવાના પ્રકાર, ત્યાગ, વિશ્વાસ, સર્વ ધર્મ એક છે, ભજનાનંદ સ્વાદ, લૌકિક આસક્તિ ન રાખવી, સન્યાશ્રય અને કુસંગને ત્યાગ, કલિકાલને પ્રભાવ, બ્રહ્મસંબંધ, પ્રભુનાં વિવિધ સ્વરૂપો વગેરે વિવિધ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. સમગ્ર ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે તેની ટીકા ગુજરાતીમાં છે. (૬) સ્વામીનારાયણ અથવા ઉદ્ધવ સંપ્રદાય:
અઢારમી સદીમાં વણિકેમાં મુખ્યત્વે જૈન અને પુષ્ટિ સંપ્રદાય સવિશેષ પ્રચારમાં હતા. બ્રાહ્મણોમાં શૈવ ધર્મનું પ્રભુત્વ હતું. અન્ય કામોમાં કણબી, પ્રણામી, કેલ, શક્તિ જેવા નાના નાના સંપ્રદાય પોતાનું સ્થાન જમાવી બેઠા હતા. ચારે બાજુ સમાજમાં ધર્મને નામે પાખંડો ચાલી રહ્યાં હતાં. ધર્મગુરુઓ પ્રજાની શ્રદ્ધાને મનમાન્ય ઉપયોગ કરતા હતા. અખા જેવા વેદાન્તી કવિએ આ માટે પોતાની કવિતાઓ દ્વારા સમાજમાં અજ્ઞાનતાના પડળો દૂર કરવા પ્રયત્ન કર્યો હતો. આમ છતાં ધર્મગુરુઓના વિલાસો ઓછા થયા ન હતા. તેઓ ધર્મને નામે અઢળક દ્રવ્યનું ઉપાર્જન કરતા હતા.
Page #60
--------------------------------------------------------------------------
________________
શૈષ્ણવ સંપ્રદાય
આ સમયે સમાજમાં અજ્ઞાનતા અને અધશ્રનાનું સામ્રાજ્ય પ્રવતુ હતુ. ભૂતપ્રેતના નામે સમાજમાં અનેક વહેમા પ્રચલિત હતા. શીતળા, એરી, અછબડા જેવા રાગામાંથી મુક્ત થવા માટે લેકા ખાધા-આખડી કે મેલી વિદ્યાના સહારે લેતા. વિવિધ માન્યતાના નામે પશુ હિંસા થતી. પૂજારીએ દેવના પ્રસાદના નામે માંસ મદીરાનું પાન કરતા હતા. નીચલી ક્રમેામાં બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ પ્રચલિત હતેા. સતી પ્રથાના વ્યાપક રીતે વિકાસ થયેા હતા. સતી”ના નામે અનેક નિર્દોષ સ્ત્રીએને ફરજિયાત અગ્નિસ્નાન કરાવવામાં આવતું, સમાજમાં બાળલગ્ના, વૃદ્ઘલગ્ના, કન્યાવિક્રય જેવાં દૂષરૢા મૂલ્યાં ફાલ્યાં હતાં.
૫૧
ટૂંકમાં, અઢારમી સદીના ગુજરાતી સમાજમાં વિલાસિતા, પ્રમાદ, હિંસા, અંધશ્રદ્ધા, ધાર્મિક અત્યાચારા, પાખંડ, અનીતિ, વહેમ, સતીપ્રથા વગેરે અનેક દૂષણે! વ્યાપક રીતે પ્રસરેલ હતાં. તેનાથી સમાજમાં કુરિવાજોનું સામ્રાજ્ય ફેલાયેલુ હતુ ં. તેમાં ગરીબ અને સામાન્ય માણસનું શાષણ થતું હતું. સમાજમાં ચારે બાજુ અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા ફેલાયેલાં હતાં. સમાજમાં પ્રચલિત સર્વ સ ંપ્ર દાયામાં શિથિલતા આવી હતી. આવા સમયે ગુજરાતમાં એક નવા સંપ્રદાયની શરૂઆત થઈ. પુષ્ટિસૌંપ્રદાયમાં સંકુચિતતા વ્યાપક બનતાં તેના સુધારારૂપે સ્વામીનારાયણ સંપ્રદાયના જન્મ થયેા.
ગુજરાત
આ સંપ્રદાયની વિશિષ્ટતા એ છે કે એ પંથના આદ્યસ્થાપક બહારથી આવ્યા હતા. તેમણે ગુજરાતને જ પાતાની કર્મભૂમિ બનાવી, ગુજરાતમાં પોતાને જ સંપ્રદાય વિકસાવ્યો. આ સંપ્રદાય વલ્લભાચાર્ય પછી લગભગ ત્રણ સદી બાદ ગુજરાતમાં ફેલાયા.
આ સંપ્રદાયના આદ્યસ્થાપકનું મૂળ નામ ધનશ્યામ હતું અને તેમના પિતાનું નામ હરિપ્રસાદ અને માતાનું નામ પ્રેમવતી હતું. તેમના જન્મ આયેાધ્યા પાસે છપૈયા ગામમાં એક બ્રાહ્મણુ કુટુંબમાં સ. ૧૮૩૭, ચૈત્ર સુદ ૯ના દિવસે થયે। હતા. બાળપણના કુટુંબના સંસ્કારને તેમણે લીધે વેદ અને અન્ય સંસ્કૃત ગ્ર ંથાના અભ્યાસ કરીને મનને ધન માર્ગે વાળ્યું. માતાપિતાના મૃત્યુ બાદ સોંસારનો ત્યાગ કરીને બહુ નાની વયે હિમાલયના માર્ગે પડચા. ગુરુસેવા દ્વારા યોગવિદ્યા હસ્તગત કરી. તેએ નીલક ૪ બ્રહ્મચારીના નામે આળખાવા લાગ્યા. ત્યાંથી કેટલાક સમય બાદ સૌરાષ્ટ્રના માંગરોળ પાસેના લેજ ગામમાં આવ્યા. અહી` રામાનંદના શિષ્ય મુક્તાનંદના પરિચય થયા. ધીરે ધીરે તે રામાનંદના શિષ્ય બન્યા. રામાનંદનું કાર્ય આગળ ધપાવ્યું. તેમણે અષ્ટાંગ બ્રહ્મચર્યના આચારના આરભ કર્યાં. દેવી સિવાયની સ્ત્રીની પ્રતિમા કે ચિત્ર પણ
1
Page #61
--------------------------------------------------------------------------
________________
પર
ગુજરાતના ધમ સપ્રદાય જોઈ ન શકાય તેવા આગ્રહ હતા. આગળ જતાં તે સહજાનંદ સ્વામી તરીકે એાળખાવા લાગ્યા. સહજાનંદ સ્વામીને ભક્તો ભગવાન નારાયણને અવતાર માને છે. આ સંપ્રદાયમાં નર નારાયણુ, રાધાકૃષ્ણ વગેરે ઉપરાંત ધર્મ ભક્તિરૂપે સહાનંદના પિતા–માતાની તેમજ હરિકૃષ્ણ રૂપે સહજાનંદ સ્વામીની પેાતાની પણ ઉપાસના થાય છે, ને મ ંદિરમાં આ સર્વની પ્રતિમાએની પ્રતિષ્ઠા કરી તેમનાં પૂજન અર્ચન કરાય છે. આથી એમણે સ્થાપેલા સ પ્રદાય સ્વામીનારાયણ સંપ્રદાય તરીકે એળખાય છે.
સ્વામી સહજાનંદ ધીરે ધીરે ગુજરાતમાં સ્થિર થઈ શરૂઆતમાં ધાર્મિક સુધારાનું કાર્ય આરંભ્યું. તેમણે કથાવાર્તા સાંભળવા માટેની સ્રીએ-પુરુષાની સભાએ। જુદી કરી, પણ સ્ત્રીઓને ધર્માંથી અળગી ન કરી. તેમના માટે અક્ષરજ્ઞાન મેળવવા માટેની સગવડ પ્રાપ્ત કરી. સ્ત્રી-પુરુષોની મર્યાદાનુ આયોજન કર્યું, હિંસક યજ્ઞેાની નાબૂઠ્ઠીનું કાર્ય આરછ્યું. આખા ગુજરાતમાં પરિવ્રાજક તરીકે કરીને તેમણે યજ્ઞા, ઉત્સા, સામૈયા દ્વારા ધર્મજાગૃતી આણી. તેમના કાર્યથી પ્રભાવિત થઈને મુંબઈના તે વખતના ગવર્નર માલકમે અમદાવાદમાં હાલ કાલુપુરમાં જ્યાં સ્વામીનારાયણનું મંદિર છે તે જગ્યા આપી હતી.
સહજાનંદ સ્વામી વિષે એક એવી અનુશ્રુતિ પ્રચલિત છે કે “સહજાન દ સ્વામી પ્રવાસ કરતા કરતા અંકલેશ્વર આવ્યા, ત્યાંથી સૂરત આવ્યા. આ વખતે એક પારસી ગૃહસ્થ અરદેસરે તેમનુ ભાવભીનું સ્વાગત કર્યું. આ પારસી અરદેસરને નવાબે નાકરીમાંથી છૂટા કર્યાં હતા. સહજાનંદની કૃપાથી તેમને પેાતાની નાકરી પાછી મળેલી. સૂરતની મુલાકાત વખતે અરદેસરની ભક્તિથી ખુશ થઈને સહજાનંદ સ્વામીએ તેમને પેાતાના માથાની પાઘડી આપી, આશીર્વાદ આપ્યા હતા કે જ્યાં સુધી આ પાઘડી તમારા ઘરમાં હશે ત્યાં સુધી તમારા ઘરમાંથી લક્ષ્મી આછી થશે નહી. આ પાધડીની આજે પણ અરદેસરના કુટુ ખીએ રાજ પૂજા કરાવે છે. તેમણે સુરતમાં લગભગ ૨ માસ રહીને પ્રજાને ઉપદેશ આપ્યા. ધીરે ધીરે તેમણે સમાજસેવાના કાર્યનો આરંભ કર્યો. તેમણે સમાજના શ્રમજીવીઓને ઉત્તેજન આપવા મંદિશ બધાવવાનું શરૂ કર્યું. કારીગરામાં આચારશુદ્ધિને મહિમા વધાર્યાં, સમાજમાં પછાત ગણાતી જ્ઞાતિએમાં સ ંસ્કાર સિ ંચવાનું ભગીરથ કાર્ય કર્યું. તેમણે આ સર્વ માટે શિક્ષાપત્રી નામે એક આચાર સંહિતા રચી.
તેમણે જુદા જુદા સાધુએનાં મંડળા દ્વારા તીધામેામાં સદાવ્રતા શરૂ કર્યાં. ધન અને શસ્ત્રના ત્યાગના ઉપદેશ દ્વારા કાઠી, કખી ને કાળી લેાકેાને વશ કર્યાં.
Page #62
--------------------------------------------------------------------------
________________
મૈoણવ સંપ્રદાય
૫૩
વિધવાઓને સતી થવાને બદલે હરિભજન દ્વારા વૈરાગ્ય ભાવના કેળવવાની પ્રેરણા આપી રોગીઓ માટે દવાખાનાની સ્થાપના કરી. લગ્નમાં ફટાણું કે બીભત્સ શબ્દો ન બોલવાને ઉપદેશ આપ્યું. લેખકે દ્વારા ગ્રંથલેખનની પ્રવૃત્તિ વિકસાવી.
તેઓ પોતાને ઉપદેશ બહુ જ સાદી અને સરળ ભાષામાં સમાજના નીચલા થરના વર્ગને સમજાય તેવી રીતે આપતા. તેમણે સમાજના દરેક વર્ગ માટે ધર્મનાં દ્વાર ખુલ્લા કર્યા. વર્ષમાં લગભગ આઠ માસ તેઓ બહાર ધર્મ પ્રવચને કરતા અને ચાર માસ ગઢડામાં રહેતા. તેમણે કેઈ નવા તત્ત્વજ્ઞાનને ફેલાવો કર્યો નથી. શિક્ષાપત્રમાં જણાવ્યું છે કે તેમણે કેવળ રામાનુજના વિશિષ્ટ દૈત સિદ્ધાંતનું પાલન કર્યું છે.
તેમણે પિતાના ઉપદેશમાં કહ્યું છે કે, “પરબ્રહ્મ પરમાત્મા એ ઈષ્ટદેવ છે. પરમાત્મા દિવ્ય સાકારમૂર્તિ છે. તે સચ્ચિદાનંદરૂપ છે. પરબ્રહ્મ આદિ તથા અંતમાં છે. એનો સંબંધ નિત્ય છે. માયા એ ત્રીજુ અનાદિ તત્ત્વ છે. માયા આત્યંતિક પ્રલયકાળે બ્રહ્મમાં લીન રહે છે. આ માયાને પ્રકૃતિ કહે છે. માયામાંથી ઈશ્વર ઉત્પન્ન થાય છે. ઈશ્વર અને જીવ પેઠે ત્રણ દેહ અને ત્રણ અવસ્થાધારી સત્ય છે.
આ સંપ્રદાયના અનુયાયીઓ માને છે કે પરબ્રહ્મ પરમાત્મા એ ઈષ્ટદેવ છે. પૃથ્વી ઉપર એમને સ્વામીનારાયણ સ્વરૂપે આવિર્ભાવ થયે છે. માટે સ્વામીનારાયણ પ્રગટ પુરુષોત્તમ કહેવાય છે. રામાનુજ સંપ્રદાયમાં ચતુર્ભુજ-નારાયણ પૂજાય છે. અહીં દ્વિભૂજ નારાયણની મૂર્તિ પૂજાય છે. આ સંપ્રદાયમાં મનાય છે કે મુક્તિ મેળવવા માટે જીવે પરમાત્માના અસલ સ્વરૂપનું જ્ઞાન મેળવવું, તેની બે રીતે સવિક૯૫ અને નિર્વિકલ્પ ઉપાસના કરવી. ભક્તિ એ મુક્તિ માટેનું મુખ્ય સાધન છે. ઈષ્ટદેવની ભક્તિ કરતાં પરમેશ્વર અને બ્રહ્મનિષ્ટ સંતને યોગ પણ થાય આ સંપ્રદાયમાં સત્સંગને મહિમા વિશેષ છે. આથી સંપ્રદાયના અનુયાયીઓ સત્સંગી કહેવાય છે. સત્સંગી થનારે અહિંસા, બ્રહ્મચર્ય, મઘત્યાગ, ચેરીને ત્યાગ, માંસને ત્યાગ, સત્ય બોલવું, દાન કરવું વગેરે આચારો પાળવાના હોય છે.
આ સંપ્રદાયના અનુયાયીઓ ત્રણ વર્ગમાં વહેંચાયેલા છે. બ્રહ્મચારી, સાધુઓ અને ગૃહસ્થો. બ્રાહ્મણે બ્રહ્મચારી થઈ શકે. ગમે તે વર્ણના લકે સાધુ થઈ શકે. સાધુઓમાં પરમહંસ, પાળા અથવા પાર્ષદ, એવા વર્ગ હોય છે. શુદ્રો પાર્ષદ થઈ શકે. સામાન્ય સંસારી સત્સંગી ગૃહસ્થ કહેવાય.
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪
ગુજરાતના ધમ સંપ્રદાય લોકપ્રિયતાનાં કારણે ઃ
સ્વામીનારાયણ સંપ્રદાયે તત્કાલીન સમાજના નીચલા થરના લેકેના શ્રમને બિરદાવી તેમને ઉદ્ધાર કરવા પ્રયત્ન કર્યો. તેની લોકપ્રિયતાનાં કારણે નીચે પ્રમાણે છે :
(૧) તેમના ઉપદેશમાં ગુઢ તત્ત્વજ્ઞાનને બદલે ધર્મ અને નીતિના સાદા સિદ્ધાંતે નજરે પડે છે..
(૨) તેમણે વાણી અને શુદ્ધ આચાર ઉપર ભાર મૂકયો છે. (૩) વ્યવહારશુદ્ધિને જીવનનું મહત્વનું અંગ માને છે. (૪) પોતાને ઉપદેશ સાદી અને સરળ ભાષામાં કર્યો છે. (૫) નીચલા વર્ગના શ્રમને મહત્ત્વ આપ્યું છે.
(૬) તેમણે જીવનમાં ત્યાગ અને શ્રમનું મહત્વ સમજાવી વૈરાગ્ય ભાવના વિકસાવવા પ્રયત્ન કર્યો છે.
(૭) સમાજમાં સમાનતા લાવવા પ્રયત્ન કર્યો છે.
(૮) સમાજમાં પ્રચલિત અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, મલીનતા, વહેમ વગેરે દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેલ છે. , (૯) સૈ માટે ધર્મનાં દ્વાર ખુલ્લાં રાખી નીચલા વર્ગના લોકોને આકર્ષા,
(૧૦) સ્ત્રી-પુરુષના વર્તનની મર્યાદા સમજાવી; સત્સંગી સ્ત્રીઓ માટે અક્ષરજ્ઞાનની મહત્તા સ્વીકારી, સગવડતા કરી.
ઉપરનાં સર્વ કારણેથી સમાજના નીચલા વર્ગના લોકોએ પ્રેમથી આ સંપ્રદાયને અપનાવ્યું. પરિણામે આ ધર્મ એક સામાજિક ક્રાંતિ બની ગયે. શિક્ષાપત્રીઃ
સહજાનંદ સ્વામીએ ધર્મ અને શાસ્ત્રોના વિવાદને બદલે ગરીની સેવામાં જોડવો. આધુનિક સમયમાં સરકાર જે હજાર પ્રયત્ન દ્વારા ન કરી શકે તે તેમણે સ્વપ્રયત્નથી પછાત ગણાતી જ્ઞાતિઓને સંસ્કારી બનાવવા કર્યું. સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી નામના ગ્રંથ દ્વારા સત્સંગીઓ માટે એક આચારસંહિતા રચી. દરેક સ્વામીનારાયણ સંપ્રદાયને અનુયાયી આજે પણ તેનું સન્માન કરે છે.
શિક્ષાપત્રીમાં બસો બાર કલેકે છે. તેમાં જનસમાજના જીવનને પોષક બને તેવા સર્વ સામાન્ય વિષયે આવરી લેવામાં આવ્યા છે. લેકેને સદાચારનું મહત્ત્વ સમજાવવા સ્વામી સહજાનંદે ગ્રંથ લખે છે. તેને સારી ટ્રકમાં નીચે પ્રમાણે છે:
Page #64
--------------------------------------------------------------------------
________________
ગેબ્રુવ સપ્રદાય
પેાતાના મુખે પેાતાનાં વખાણ ન કરવાં. જે વસ્ત્ર પહેરવાથી પેાતાનાં અંગ દેખાય તેવાં વસ્ત્રો ન પહેરવાં. પાતાના સેવકેાને સદા અન્નવસ્રાદિ આપીને કાળજી રાખવી. ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન તથા તપસ્વી એ છ જણ આવે ત્યારે ઊભા થઈ સન્માન કરી આસન આપવું. તેમનું પ્રેમથી સ્વાગત કરવું. ગુરુ, દેવ કે રાજા સામે પગ પર પગ ચઢાવીને કે ઢીંચણે વસ્ત્ર બાંધીને બેસવું નહિ. વ્યવહાર કાય માં કઈના જામીન ન થવું. આપત્તિ વખતે ભીક્ષા માગીને ચલાવવું. પણ કાઈ કરજ ન કરવું. સહીસિક્કા વગર કાઈની સાથે ધન કે જમીનની લેવડદેવડ કરવી નહિ. પેાતાની ઊપજ પ્રમાણે ખર્ચ કરવેશ. ગાળ્યા વિના પાણી અને દૂધ ન પીવુ. જે જળાશયમાં ઘણાં જ ંતુએ હોય તેમાં નહાવું નહીં. ઉચ્ચ વણું ના લેાકેાએ નીચલી વર્ણમાં જ્ઞાન અને સદાચારના ફેલાવા કરવા જોઈએ.”
પ
C
આમ, શિક્ષાપત્રી દ્વારા સહજાનંદ સ્વામીએ સામાન્ય માનવીને પછી તે ભલે સત્સંગી હોય કે ન હેાય સદાચારના અને સ્વચ્છતાના નિયમેા સમજાવ્યા છે. સમાજના છેલ્લા વર્ગ સુધી સ્વચ્છતા અને આરેાગ્યની વ્યાપક સુધારણાની દૃષ્ટિ તેમાં રહેલી છે. આ દૃષ્ટિએ સ્વામીનારાયણુના ખાધ કેવળ એક વિશિષ્ટ વ પૂરતા મર્યાદિત નથી, પણ તેમાં સમગ્ર લેાકસમુદાયને આવરી લેવામાં આવેલ છે. દરેક માણસ એમાંથી પેાતાની શક્તિ પ્રમાણે ખેાધ લઈ શકે છે. સદાચાર આયરી શકે છે. સામાન્ય રીતે સહજાનંદ સ્વામીએ સામાન્ય નાગરિક માંસાહાર, મદ્ય (દારૂ), તમાકુ, ગાંજો, જેવાં કેફી વ્યસના, ચેારી, વ્યભિચાર, અસત્ય ખેાલવુ, વગેરે દૂષાથી દૂર રહે તેવા આગ્રહ શિક્ષાપત્રી દ્વારા રાખ્યા છે.
સહાાનંદ સ્વામીના ખીજો નોંધપાત્ર ગ્રંથ “વચનામૃત” છે. તેમાં તત્કાલીન સમાજના સતા અને હરિભક્તોના ઉપદેશને ગ્રંથસ્થ કરવામાં આવેલ છે.
આમ, સ્વામીનારાયણ સંપ્રદાયમાં પ્રાથમિક સદાચાર ધર્માંથી શરૂ કરીને જીવનમાં ઉચ્ચત્તમ પરબ્રહ્મનું જ્ઞાન મેળવવા વિશેની સુવિધા રાખવામાં આવી છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના નોંધપાત્ર સાત
આ સંપ્રદાયમાં શ્રી મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, નિષ્કુળાનંદ, દેવાનંદ, મંજુકેષાનંદ વગેરે નોંધપાત્ર સતા થયા. તેમણે પોતાનાં કાવ્યા દ્વારા આ સંપ્રદાયના ગુજરાતમાં પ્રચાર કર્યો. મુક્તાન? મુકુન્દબાવની, ઉદ્ધવગીતા, સતીગીતા વગેરે ગ્ર ંથા દ્વારા સમાજમાં વૈરાગ્યની ભાવના કેળવી. બ્રહ્માન ? સુમતિપ્રકાશ, વ માનવિવેક, બ્રહ્મવિલાસ વગેરે ગ્ર ંથ રચ્યા. પ્રેમાન ંદે સ્વામી સહજાનંદના વિરહનાં બારમાસીનાં પદા દ્વારા પ્રેમલક્ષણા ભક્તિને મહિમા ગાયા. નિષ્કુળાન દે
Page #65
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય સમાજની તળપદી ભાષામાં ગરબીઓ અને ધોળા દ્વારા આ સંપ્રદાયમાં વર્ણવેલી ભક્તિનો મહિમા ગાયે.
મંજુકેશાનંદે લગભગ ૪000 કાવ્ય રચ્યાં છે તેમાં વૈરાગ્ય અને ગુરુમહિમા ગાય છે. દેવાનંદ સ્વામીનાં કાવ્ય સ્ત્રીવર્ગમાં ઘણું જ લોકપ્રિય હતાં.
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગામમાં સ્વામી ગોપાલાનંદ નામે એક સંત થઈ ગયા. તેમણે પોતાના ઉપદેશ દ્વારા આ પ્રદેશમાં આ સંપ્રદાયને ઠીક ઠીક પ્રચાર કર્યો હતે. સ્વામિનારાયણની સંપ્રદાયની સમાજ પર અસર
સહજાનંદ સ્વામીએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. તેમણે સ્થાપેલા સ્વામિનારાયણ સંપ્રદાયની તત્કાલીન ગુજરાતી સમાજ પર વ્યાપક અસર પડી.
સમાજમાં તેમના ઉપદેશથી ક્રાંતિ આવી. સ્ત્રી અને પુરુષ બંને મોક્ષના અધિકારી છે-આ ભાવના વિકસી. પતિ પાછળ સતી થનાર સ્ત્રીઓને મેક્ષ થઈ શકતો નથી. આ વિચારને વહેતા કરી સતીપ્રથાની બદી બંધ કરવામાં મહત્ત્વને ફાળો આપ્યો. તેમના ઉપદેશથી સમાજમાંથી બાળહત્યા કે કન્યા કે સ્ત્રીની હત્યા, ભૂતપ્રેત, ડાકણ વગેરે વિશેની માન્યતા, વળગણ રોગની માટેની વહેમી માન્યતાઓ વગેરે દૂર થઈ. સમાજમાંથી અંધશ્રદ્ધા ધીરે ધીરે ઓછી થવા લાગી. સમાજમાં શ્રમજીવીઓમાં સદાચારને મહિમા વધે. ઘણા લોકેએ તેમના ઉપદેશથી આકર્ષાઈ દારૂ, અફીણ જેવાં કેફી વ્યસને છોડી દીધાં. હિંસા, યજ્ઞો દૂર થયાં. પરિણામે અનેક લેકે શારીરિક અને આર્થિક બરબાદીથી બચી ગયા. સાદુ અને સદાચારી જીવન ગાળવા લાગ્યા. સમાજમાં આરોગ્યની ભાવના વિકસી. લેકે યથાશક્તિ ભવિષ્ય માટે ધન-ધાન્ય, ઘાસ વગેરેને સંગ્રહ કરવા લાગ્યા. લેકે ઉદ્યમી રહેવા લાગ્યા. જે ધન-ધાન્ય પ્રાત્પ થાય તેમાંથી યથાશક્તિ દાન આપવાની પ્રથા વધી. સાધુસંતે માટેની આચારસંહિતાએ આ સંપ્રદાયના સાધુઓનું મહત્ત્વ વધાર્યું. અષ્ટાંગ બ્રહ્મચર્ય, ધર્મધ્યાન, કથાવાર્તા દ્વારા સમાજસેવા, લેકહિતાર્થે સમાજમાં ફરતા રહેવું, પાઠશાળાઓ અને સદાવ્રત ચલાવવાં વગેરે દ્વારા સમાજમાં જનસેવાની ભાવના વિકસી. લેકેને સમજાયું કે ધર્મ દેવળ આધ્યાત્મિક જીવન પૂરતો મર્યાદિત નથી પણ ભૌતિક જીવનને પણ સાંકળી લે છે. ભૌતિક જીવન જેટલું ઉજજવળ અને પૂણ્યવાન તેટલું જ આધ્યાત્મિક જીવન મહાન. માટે નવા ધર્મસ્થાને બાંધીને ધર્મના કાર્યને વિકસાવવું એ માનવી માત્રને ધર્મ છે. આ સંપ્રદાય દ્વારા લોકોમાં આરોગ્ય અને વાણીની શિક્ષાને પ્રચાર થયે. તેનાથી અનેક સંઘર્ષો દૂર થયા, અનેક રેગે ફેલાતા અટકી ગયા.
Page #66
--------------------------------------------------------------------------
________________
વૈષ્ણવ સપ્રદાય
સ્વામિનારાયણ સંપ્રદાયમાં કૃષ્ણ ભક્તિને સ્થાન સમાજમાં પ્રચલિત પુષ્ટિ સંપ્રદાયના વિકલ્પ બન્યા. આ સંહિતાથી પુષ્ટિ સંપ્રદાયમાં ઘણા સુધારા થયા. પ્રચલિત વૈષ્ણવ મહારાજોનાં પાખડા જાહેર થયાં. પરિણામે તેમને પેાતાના આચારવિચાર બદલવા પડયા.
હોવાથી તે તત્કાલીન સંપ્રદાયની આચારપાખડા અટકી ગયાં.
૫૭
આ સંપ્રદાયે પે।તે વર્ણાશ્રમધર્મોમાં માનતા હોવા છતાં, સમગ્ર હિંદુ સમાજના નીચલા ગણાતા થર સુધી આચારશુદ્ધિના ફેલાવા કરવાનું મહાન કાર્ય કર્યું. પરિણામે ગઢડા અને તેની આસપાસના પ્રદેશમાં વસતા મુસ્લિમેા અને ખેાજા કુટુ ખેા તેનાથી પ્રભાવિત થઈ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી બન્યા. સૂરતમાં સ્વામિનારાયણ સ ંપ્રદાયની અસર કેટલાંક પારસી કુટુ ખેા ઉપર પણ થઈ હતી. આયી અમુક પારસી કુંટુબે! સ્વામિનારાયણ ધર્મ` પાળતાં થયાં હતાં. આમ, સ્વામિ નારાયણ સંપ્રદાયે પ્રાચીનકાલથી ચાલી આવતી માન્યતા પરધી હિંદુ થઈ શકે નહિ, તેને દૂર કરીને અનેક પરધર્મી ને પેાતાનામાં સમાવ્યા. આના પરિણામે અનેક હિંદુએ મુસલમાન બનતા અટકી ગયા.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થા :
ગુજરાતમાં સંપ્રદાયની દૃષ્ટિએ આ સંપ્રદાયમાં એ દેશ વિભાગ પડેલા છે. તેમાંનુ એકનુ કેન્દ્ર ઉત્તરમાં અમદાવાદમાં છે ને ખીજાનું દક્ષિણમાં વડતાલ છે. ખીજાં બધાં મંદિર આ બેમાંના એકના અધિક્ષેત્રમાં ગણાય છે.
અમદાવાદ :
સંવત ૧૮૭૮ (ઈ.સ. ૧૮૨૨)માં અમદાવાદમાં કાલુપુરમાં આ સંપ્રદાયનુ એક વિશાળ મ ંદિર બાંધવામાં આવ્યુ છે. આ મંદિર માટેની જમીન અંગ્રેજ સરકાર પાસેથી દાનમાં મળેલ હતી. તેની આસપાસ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક અનુયાયીએ રહે છે. મંદિરને એક મેટુિં અને બે નાનાં શિખર છે. મ ંદિરમાં નરનારાયણુદેવ, રાધાકૃષ્ણુ ધર્મ, (સહજાનંદ સ્વામિના પિતા), ભક્તિ (સહજાનંદ સ્વામિનાં માતા) અને હરિકૃષ્ણ (ધનસ્યામ ઉર્ફે સહજાનંદ સ્વામિ) વગેરેની પ્રતિમાઓ છે. અહીંની મુખ્ય પ્રતિમા નરનારાયણની છે. મંદિરની બાજુમાં આવેલા અક્ષરભુવનમાં મહારાજની પ્રતિમા અને તેમનાં સ્મરણચિહ્નો રૂપે નાની-મેટી વસ્તુએ સાચવી રાખવામાં આવેલી છે. આ મ ંદિરને સભામંડપ સુંદર રીતે લાકડામાં કાતરણી કરીને શણુગારેલે છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય
આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયનું બીજું એક વિશાળ મંદિર મણિનગરમાં આવેલું છે. હમણાં સં. ૨૦૧૯ (ઈ.સ. ૧૯૬૩)માં શાહીબાગ વિસ્તારમાં આ સંપ્રદાયનું અનેક શિખરોવાળું કલાત્મક મંદિર બાંધવામાં આવ્યું છે. ભૂજ :
અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનું એક વિશાળ મંદિર છે. મંદિરમાં સ્થાપના સમયને સં. ૧૮૭૯ (ઈ. સ. ૧૮૨૩)ને લેખ છે. મંદિર ત્રણ શિખરેથી શોભે છે. વચલા મંદિરમાં નરનારાયણ તથા હરિકૃષ્ણની પ્રતિમાઓ જોવા મળે છે. બાજુમાં ઘનશ્યામ મહારાજની આરસની પ્રતિમાએ શેભે છે. આ ઉપરાંત અહી રામ, કૃષ્ણ, જાનકી વગેરેની પ્રતિમાઓ આવેલી છે.
વડતાલ :
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલ વડતાલ ગામમાં આ સંપ્રદાયનું એક વિશાળ મંદિર આવેલું છે. મંદિરને વિશાળ એક છે. ચારે બાજુ પ્રવેશ માટે મોટા દરવાજા છે. અહીં રહેવા જમવાની ઉત્તમ વ્યવવસ્થા છે. ગામની વચ્ચે ચોકમાં વિશાળ મંદિર આવેલું છે. મંદિરની આજુબાજુ વિશાળ ચેકમાં ગોશાળા, પાઠશાળા, ભોજનશાળા, ધર્મશાળા, વગેરે બંધાયેલ છે. આ મંદિર સં. ૧૮૮૧ (ઈ.સ. ૧૮૨૫)માં બંધાયેલું. તેના માટે લૂંટારામાંથી સત્સંગી બનેલ જોબનપગી નામના માણસે પિતાની વિશાળ જમીન દાન આપેલી. કમળ આકારના આ મંદિરનાં નવ શિખરે છે. તેની બાંધણી ઉત્તમ કલાકૃતિઓવાળી છે. વચલા મંદિરમાં લક્ષ્મીનારાયણ અને રણછોડજીની પ્રતિમાઓ તથા આજુબાજુ રાધાકૃષ્ણ સાથે શ્રીજી મહારાજની હરિકૃષ્ણ નામે પ્રતિમા આવેલી છે. આ સાથે ધર્મ, ભક્તિ અને વાસુદેવની પ્રતિમાઓ સ્થાપેલી છે. અહીં મુખ્ય પ્રતિમા લક્ષ્મીનારાયણની છે.
મંદિર સામેના અક્ષરભુવનમાં નિષ્કુળાનંદે બનાવેલી શ્રીજી મહારાજની પ્રતિમા તથા તેમની અન્ય વસ્તુઓ સચવાયેલી છે. બાજુમાં હરિમંડળમાં મહારાજે લખેલ શિક્ષાપત્રી સચવાયેલ છે. આ ઉપરાંત ગામની બહાર મહારાજે બંધાવેલું ગોમતી તળાવ આવેલું છે. કહેવાય છે કે આ તળાવ બંધાવતી વખતે મહારાજે જાતે માટી ઉપાડેલ. અહીં યાત્રાળુઓ માટે જ્ઞાનની સુંદર વ્યવસ્થા કરેલ છે. ગામ નાનું છે પણ યાત્રાધામ તરીકે તેનું વિશેષ મહત્વ હોવાથી વડોદરા, નડિયાદ, આણંદ, વડતાલ, વગેરે નગરો સાથે બસ મા જોડાયેલ છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
ૌeણવ સંપ્રદાય
પ૯
ગઢડા :
સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં આવેલું ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું બીજુ નેધપાત્ર તીર્થધામ છે. અહીં દાદા ખેચરને જે દરબારમાં બેસીને મહારાજે ઉપદેશ કરેલ તે આખો દરબાર ખાચરે દાનમાં આપી દીધા. મહારાજે સંવત ૧૮૮૫ (ઈ. સ. ૧૮૨૯)માં ત્યાં ત્રણ શિખરનું વિશાળ મંદિર બંધાવ્યું. આ મંદિરનું બાંધકામ સ્વામી મહારાજની સીધી દેખરેખ હેઠળ અને જાતમહેનતથી
થયેલું.
વચલા મંદિરમાં ગોપીનાથ-હરિકૃષ્ણ મહારાજની પ્રતિમાઓ આવેલી છે. આ ઉપરાંત અહીં ધર્મ, ભક્તિ, વાસુદેવ, નારાયણ, સૂર્યનારાયણ તથા સહજાનંદ સ્વામીની પ્રતિમાઓ જુદા જુદા સ્થળે સ્થાપેલી જોવા મળે છે. બાજુમાં દાદા ખાચરનો દરબાર, જે લીમડા નીચે મહારાજે ઉપદેશ કરેલ તે લીમડાનું વૃક્ષ, સ્વામિ મહારાજની ઓરડી, ગંગાજળીયા નામે ઓળખાતા કૂ વગેરે આવેલ છે. મંદિરની ચોતરફ હવેલીઓ આવેલી છે. જ્યાં વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત પાઠશાળા, ભોજનાલય, યાત્રાળુઓ માટેની રહેવાની વ્યવસ્થા વગેરે છે.
બેચાસણઃ
ખેડા જિલ્લાના આણંદ પાસે આવેલ બે ચાસણ ગામમાં સં. ૧૯૬૩ (ઈ. સ. ૧૯૦૭)માં એક વિશાળ મંદિર બંધાયું હતું. મંદિરને બે માળ અને પાંચ શિખરે છે. અહીં ગુણાતીતાનંદ સ્વામી તથા અક્ષર પુરૂષોત્તમ લક્ષ્મીનારાયણ હરિકૃષ્ણ મહારાજ વગેરેની સુંદર પ્રતિમાઓ આવેલ છે. મંદિરને ટાવરવાળો વિશાળ દરવાજે તથા સભામંડપ અને ફરતી હવેલીઓ છે, જ્યાં સત્સંગીઓ માટે કથાવાર્તા ચાલે છે.
સારંગપુર :
સૌરાષ્ટ્રના ભાવનગર પાસેના સારંગપુર ગામમાં દરબાર જીવા ખાચરની જમીન ઉપર સં. ૧૯૭૨ (ઈ.સ. ૧૯૧૬)માં બે માળ અને પાંચ શિખરવાળું, એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું. મંદિરમાં ગુણાતીતાનંદ, ગોપાળાનંદ, ગોપીનાથજી, હરિકૃષ્ણ મહારાજ, મૂળજી બ્રહ્મચારી, ધર્મદેવભક્તિ માતા, અયોધ્યાપ્રસાદ અને રઘુવીરજી નામના બે ભાઈઓ વગેરેની પ્રતિમાઓ આવેલી છે. ઘનશ્યામ મહારાજની કાષ્ટની પ્રતિમા તથા ચમત્કારી હનુમાનજીની પ્રતિમા એ આ સ્થળની વિશિષ્ટતા છે. અનેક યાત્રાળુઓ મંદિર અને હનુમાનજીના દર્શને દર
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૦
ગુજરાતના ધર્મ સંપ્રદાય વર્ષે આવે છે. મંદિરને સભામંડપ અને ફરતી હવેલી છે. અહીં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચાલે છે (જુઓ. ચિ. નં. ૧૩) અટલાદરા:
વડોદરા જિલ્લામાં વડોદરા પાસે આવેલા અટલાદરા ગામમાં સ્વામિનારાયણ નું એક સુંદર મંદિર આવેલું છે. આ મંદિર સં. ૨૦૦૧ (ઈ.સ. ૧૯૪૫)માં બંધાયું. અહીં મંદિરમાં ગુણાતીતાનંદસ્વામી, ગોપાળાનંદ સ્વામી, લક્ષ્મીનારાયણ, હરિકૃષ્ણ મહારાજ વગેરેની પ્રતિમાઓ આવેલી છે. મંદિરને ફરતો પ્રદક્ષિણ માર્ગ છે. મંદિરમાં સુંદર આરસ જડેલા છે.
આ ઉપરાંત ગુજરાતમાં જૂનાગઢ, ધોલેરા, ગાંડલ (જુઓ ચિ. નં. ૧૨) ભાદરા, સાકરી, (સૂરત જિલ્લો), સુચી, વડોદરા, ભરૂચ, આણંદ, નડિયાદ, રાજકોટ, ભાવનગર, લોજ વગેરે શહેરોમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં ભવ્ય મંદિરો આવેલાં છે. આ ઉપરાંત ગુજરાત બહાર ભારતમાં મુંબઈ, કલકત્તા, છપૈયા વગેરે સ્થળે સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિર બંધાવવામાં આવ્યાં છે. ધીરે ધીરે આ સંપ્રદાયનો ભારત બહાર અન્ય દેશમાં પ્રચાર થતાં, આફ્રિકામાં મોમ્બાસા, નૈરોબી, કનાન્ડન, દારેસલામ, યુરોપમાં લંડન, લેસ્ટર, આસ્ટન, વેલિંગ બૂરે તથા અમેરિકામાં ન્યૂયોર્ક વગેરે સ્થળોએ સ્વામિનારાયણ સંપ્રદાયનાં ભવ્ય મંદિરો આવેલાં છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું વર્તમાન સ્વરૂપ
સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રારંભના આચાર્યો પ્રતિભાશાળી અને સમર્થ હતા, તેમણે સમાજમાં ભક્તિ અને શ્રદ્ધા પ્રગટાવી, સદાચારની ભાવના વિકસાવી, પણ દરેક સંપ્રદાયમાં બને છે તેમ આ સંપ્રદાયમાં પણ શ્રીજી મહારાજ પછી અનુયાયીઓમાં ધાર્મિક ઝઘડાઓ શરૂ થયા. મહારાજે ગાદી માટે ઝગડવા લાગ્યા. જેમ બોદ્ધ ધર્મમાં બન્યું તેમ, તે ભારત બહાર વિકસ્યો, પણ ગુજરાતમાં ધીરે ધીરે નબળો પડવા લાગે. ઘણા નવા ફાંટાઓ અસ્તિ ત્વમાં આવ્યા. વડતાલની ગાડીમાંથી છૂટા પડી બોચાસણમાં સ્વામિનારાયણ સંપ્રદાયની એક શાખા શરૂ થઈ. અહીં વંશપરંપરાની ગાદીને બદલે વિદ્વાન અને યોગ્ય માણસને ગાદીપતિ બનાવવામાં આવે છે. આ શાખાએ ગુજરાત ઉપરાંત લંડન, આફ્રિકા, અમેરિકા સુધી સંપ્રદાયને વિસ્તારી ત્યાં વિશાળ મંદિરે બાંધ્યાં. અમદાવાદમાં શાહીબાગના રસ્તે એક ભવ્ય મંદિર બાંધ્યું. આધુનિક શિક્ષા પામેલા યુવાનને આ સંપ્રદાયમાં આકર્ષવા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આચરવામાં આવે છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
વૈષ્ણવ સંપ્રદાય
૧૧
અમદાવાદની માદીમાંથી અલગ પડીને મણિનગરમાં એક નવી શાખા શરૂ થઈ. આમાં કચ્છના સત્સંગીઓ જોડાયા. સ્વામિ મુક્તજીવન દાસજીએ આ શાખાના પ્રારંભ કર્યાં. તેના પ્રચાર કચ્છ, આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં વ્યાપક પ્રમાણમાં થયા. રાજકાટ, ધાંગધ્રા વગેરેમાં પણ ફાંટા પડેલા છે.ખાચાસણમાંથી વલ્લભવિદ્યાનગર (જિ. ખેડા)માં ગુણાતીત જ્યાત નામે નવી શાખા શરૂ થઈ. સ્ત્રીઓને ત્યાગી અને સાધ્વીજીવન ગાળવાની તેમાં વ્યવસ્થા છે. અહીં પા દાના એક વર્ગ તૈયાર કરવામાં આવેલ છે જે સ ંસ્થાએ સાંપેલ કાર્ય ભક્તિભાવથી કરે છે. અહીં સ્થાપકને “પપ્પાજી” તરીકે સ ંખેાધવામાં આવે છે. તેએ સાધુનાં ભગવાં કપડાં નહિ પણ સફેદ સાદા પાશાક પહેરે છે. આ ઉપરાંત ખીજી પણ કેટલીક શાખાએ ઉદ્ભવી છે. આ સર્વ સહજાનંદ સ્વામીને નારાયણના, પુરૂષાત્તમને અવતાર માનીને પૂજે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયે દેશકાળને એળખીને હરિજન ઉદ્ધારની પ્રવૃત્તિમાં આજ દિન સુધીમાં કાઈ રસ દાખવ્યેા નથી. આ સ ંપ્રદાયના સાધુએ સહજાનંદ સ્વામીના કાર્યને આગળ ધપાવવાને બદલે પેાતાની નબળાઈ ઢાંકવા જુનવાણી ચીલે જ ચાલે છે. હિરજનને મ ંદિરમાં પ્રવેશ આપવાને બદલે અમારું મદિર હિન્દુ ધમાઁથી ભિન્ન સ્વામિનારાયણનું મ ંદિર છે એવી જૂઠી દલીલ કરી કાયદાને આશ્રય લેવા લાગ્યા સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીના પહેલા Àાકમાં જ કૃષ્ણને પોતાના ઇષ્ટદેવ તરીકે એળખાવે છે. એ વાત વમાન સાધુએ અંગત સ્વાર્થ ખાતર ભૂલી જાય છે. કા માં હારી જતાં લાચારીથી તેમને મંદિરમાં હરિજનાને પ્રવેશ આપવેા પડયો.
..
ટૂંકમાં, આ સ ંપ્રદાયના ગુરુએએ અદરા દર લડીને દ્રવ્યના વ્યય કરવાને બદલે શ્રીજી મહરાજે જે કાર્ય કર્યું તેને આગળ વધારી દરિદ્રનારાયણની સેવા કરવી જોઈએ. એ જ ઉત્તમ સમાજ સેવા છે. દેશકાળને એળખીને ધર્માંનાં ચાકડાં ગાઠવવાં જોઈએ. હિંદુધર્માંમાં વર્ણાશ્રમ, નાતજાતના ભેદભાવ, અસ્પૃશ્યતા ગમે તેટલા પ્રાચીનકાળથી ચાલ્યા આવતાં હોય તાપણુ દેશકાળને એળખી તેને ફગાવી દઈ સવ ને માટે ધર્મનાં દ્વાર ખુલ્લાં રાખવાં જોઈએ.
(૭) રામાનંદી પથ :
ગુજરાતમાં વિશેષતઃ સૌરાષ્ટ્રમાં અનેક ગામેામાં રામાનંદી મંદિરો છે. ગુજરાતમાં કણબી, લુહાર, કડીયા, દરજી, વગેરે કામેમાં આ પંથના પ્રચાર ઠીક ઠીક પ્રમાણમાં થયા હતા. સાબરકાંઠા જિલ્લાના મેાડાસા ગામમાં આ પંથનું એક
Page #71
--------------------------------------------------------------------------
________________
१२
- ' ગુજરાતના ધમ સંપ્રદાય મંદિર આવેલું છે જે બાલકદાસજીના મંદિરના નામે ઓળખાય છે. અહીં રામ, લક્ષ્મણ, સીતા વગેરેની પ્રતિમાઓ પૂજાય છે. (૮) રાધાસ્વામી સંપ્રદાય:
આ પંથને પ્રચાર ગુજરાતની કણબી કામમાં વિશેષ પ્રમાણમાં થયો હતો. ખેડા જિલ્લામાં આ સંપ્રદાયનાં મંદિરો આવેલાં છે. (૯) પ્રણામી પંથ
આ પંથના આદ્યસ્થાપક દેવચંદ્ર મહેતાજી હતા. પિતાનું નામ મતમત્તા અને માતાનું નામ કુંવરબાઈ હતું. આ સંપ્રદાય સૌરાષ્ટ્રમાં સવિશેષ પ્રચલિત છે. આ સંપ્રદાયના લેકે રામાનુજી સંપ્રદાય જેવું તિલક કરે છે. તુલસીની માળા પહેરે છે. નાક સુધી તીલક કરે છે. આ સંપ્રદાયમાં શીખ ધર્મની માફક “ફૂલજલ” ગ્રંથની પૂજા થાય છે. આ ગ્રંથમાં કુલ ૧૪ ભાગ છેજેમાંથી ૪ ગુજરાતીમાં, ૧ સિંધિમાં અને ૯ ભાગ હિંદીમાં છે. જામનગરમાં આ સંપ્રદાયનું મોટું મંદિર આવેલું છે. અહીં એકેશ્વરવાદ અને ગુરુભક્તિનો મહિમા ગાવામાં આવ્યું છે. આ સંપ્રદાયને વિશેષ પ્રચાર પટેલ, કાયસ્થ, કણબી, રજપૂત, ભાટ, સુથાર, દરજી, ગેલા જેવી કેમેરામાં વિશેષ છે. આ સંપ્રદાયની ગાદી સૌરાષ્ટ્ર ઉપરાંત ઓડ, બેરસદ, ખેડા, વરસોળા, નડિયાદ, લિંગડા, થામણું વગેરે સ્થળે ખેડા જિલ્લામાં આવેલી છે. ટૌષ્ણવ સંપ્રદાયની સમાજજીવન પર અસર:
વૈષ્ણવ ધર્મે ગુજરાતી સમાજ અને ગુજરાતી સાહિત્ય પર વ્યાપક પ્રમાણ માં અસર કરી છે. ગુજરાતમાં વાણિયા, પાટિદાર વગેરે કેમ ઉપર પુષ્ટિ સંપ્રદાયની અસર વર્તાય છે. જ્યારે નીચલા વર્ગો કણબી, લહાણું કાઠી, સુથાર, કડીયા, કાળી વગેરે ઉપર સ્વામિનારાયણ, કબીરપંથ, પ્રણામીપંથ, રવિપંથ, રાધાવલ્લભ પંથ, ઉદાસી પંથ વગેરેની પકડ જોવા મળે છે. સમાજમાં વિષ્ણુની પૂજા સાથે વિષ્ણુના અવતારે જેવા કે–વરાહ, વામન, નરસિંહ, રામ, કૃષ્ણ વગેરેની પૂજા પ્રચલિત બની છે. વિષ્ણુની ભક્તિપરંપરામાં પુષ્ટિ સંપ્રદાયે કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા વધાર્યો, સમાજમાં વૈષ્ણવ મંદિરે પૃષ્ટિ સંપ્રદાયનાં કેન્દ્રો બન્યાં. કૃષ્ણનું જીવનવૃતાંત, બાળલીલા, રાસલીલા, વગેરે ઘણું લોકપ્રિય બન્યાં હતાં.
વૈષ્ણવ સંપ્રદાયના મહારાજને શ્રદ્ધાથી સન્માનતા હતા. તેમને કૃષ્ણ સ્વરૂપ માનતા. કેટલેક ઠેકાણે સર્વસ્વ અર્પણ કરવાની માન્યતા પણ પ્રચલિત હતી.
Page #72
--------------------------------------------------------------------------
________________
વૈષ્ણવ સપ્રદાય
કેટલીક ક્રમેામાં નવવધૂને લગ્નજીવનના પ્રારંભમાં સહુ પ્રથમ મહારાજ પાસે બ્રહ્મસંબંધ લેવા મેાકલવાના રિવાજ પ્રચલિત હતા. આને ધણા મહારાજે મનમાન્યા લાભ ઉઠાવતા. ૐ નમે મળવતે વાસુલેવાય અને શ્રી રાળ મમ'' જેવા મંત્રો લેાકજીભે ગુંજતા હતા. અનેક ધાર્મિક સ્ત્રી-પુરુષા તેનું અવારનવાર રટણ કરતા હતા. પુષ્ટિ સંપ્રદાયે અનેક સ્ત્રીઓને ઘેલી કરી હતી. તેમની મરજાદ” લેવાની ભાવના વ્યાપક બની હતી. ચૂસ્ત વૈષ્ણવા કાઈના હાથની બનાવેલી રસાઈ જમતા નહિ. જમતી વખતે ગામૂત્ર, છાણ, વગેરેથી જમીનને શુદ્ધ કરી તેના ઉપર ભાજનની થાળી મૂકી જમતા. કંઠમાં તુલસીની માળા પહેરતા. મદિરમાં પ્રેમથી સેવા આપતા.
૬૩
ઘણા વૈષ્ણવા પોતાનાં અને અન્ય કુટુ ંબીજનેનાં નામ કૃષ્ણ ઉપરથી રાખતા હતા. દા. ત., કૃષ્ણુદાસ, વલ્લભદાસ, ગેાકળદાસ, હરિવલ્લભ, હરિદાસ, ચરણુદાસ, વિઠ્ઠલદાસ, રણછોડ, સારંગધર, દામેાદર, દ્વારકાદાસ, નવનીતલાલ, રાધા, લક્ષ્મી, મીરાં, સુભદ્રા, ગોવર્ધન, રુક્મણિ, વ્રજલાલ, મેાહનલાલ, માધવલાલ, માધવદાસ, વૃંદાવન, કનૈયાલાલ વગેરે. દરેક વૈષ્ણવ પેાતાનાં બાળકને પ્રહ્મસ બધ લેવડાવવાના ખાસ આગ્રહ રાખે છે. તેએ કપાળમાં ઊભું તિલક કરે છે.
સમાજમાં મહાઐચ્છવ, ફાગ, જન્માષ્ટમી વગેરે ઉત્સવા લેાકેા પ્રેમથી ઊજવે છે. વૈષ્ણવ દિશમાં હિડાળા અને પારણાંના દિવસેાનું મહત્ત્વ વિશેષ છે. શ્રાવણ માસમાં શરૂઆતમાં જન્માષ્ટમીના પહેલાંના દિવસે એ વિવિધ પ્રકારના હિડાળામાં ભગવાનને ઝુલાવવામાં આવે છે. ઘણાં મંદિરમાં કલાત્મક હિંડાળા તૈયાર કરવામાં આવે છે. કેટલાંક મંદિરમાં હિડાળાને ફૂલથી, ફળથી કે રંગખેરંગી વસ્ત્રોથી સુંદર રીતે શણગારવામાં આવે છે. કેટલાંક મંદિરમાં ચાંદીના હિડાળા જોવા મળે છે.
વૈષ્ણવ સોંપ્રદાયમાં સદેવને સરખા માનેલ હોવા છતાં ચૂસ્ત પુષ્ટિ માગી એ અન્ય દેવાનું નામ લેતા નથી. કેટલેક ઠેકાણે તે ગેાકુલેશના અનુયાયીએ જયશ્રીકૃષ્ણ પણ ખેાલતા નથી. તેએ એકીનને મળતાં “જય જય શ્રી ગેાકુલેશ” ખેલે છે.
સમાજમાં ભાગવત પારાયણના મહિમા વિશેષ છે. ભાવિક ભક્તો ભાદરવા માસમાં ભાગવત સપ્તાહ બેસાડે છે. અનેક ભાવિકા કૃષ્ણના જીવન પ્રસ ંગાનું પ્રેમથી શ્રવણ કરે છે. ધણા લેાકેા પેાતાના સ્નેહીએના પૂણ્યાર્થે ભાગવત સપ્તાહનું આયેાજન કરતા હોય છે. ભાગવત પારાયણમાં વિષ્ણુના જુદા જુદા અવતારનુ વણું ન કરવામાં આવેલ છે. ધણા લેાકેા સીમંત જેવા પ્રંસગેાએ મામેરુ ગવડાવે છે,
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪
ગુજરાતના ધર્મ સંપ્રદાય
સાહિત્ય પર અસર :
વિષ્ણુની ભક્તિની પરંપરામાં કૃષ્ણભક્તિમાં પ્રેમલક્ષણ ભક્તિને મહિમા વિશેષ છે. ગુજરાતનું સાહિત્ય કૃષ્ણભક્તિના રંગે રંગાયેલું જોવા મળે છે. નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, દયારામ જેવા કવિઓની કૃતિઓમાં ભારોભાર કૃષ્ણભક્તિ દેખાય છે. નરસિંહ મહેતા વિષ્ણુભક્ત હતા. તેમનાં કાવ્યોમાં કૃષ્ણની બાળલીલા વર્ણવેલ છે. નરસિંહ મહેતાએ રાસલીલાને લગતાં કાવ્ય રચ્યાં છે. તેમણે એક કાવ્યમાં કહ્યું છે કે,
“અમે એવા રે, અમો એવા રે, તમો કહે છે. વળી તેવા રે, - ભક્તિ કરતાં જે ભષ્ટ કહેશે તે કરશું દામોદરની સેવા રે.”
મીરાંએ પોતાના કાવ્યમાં “મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કેઈ. અને ગોવિંદ પ્રાણ અમારે રે મને જગ લાગે ખારે રે” જેવાં અનેક પદો દ્વારા કૃષ્ણભક્તિનો મહિમા ગાયે.
ભાલણે રામવિવાહ રચ્યું. ભાગવતના દશમ સ્કંધને અનુવાદ કર્યો. પ્રેમાનંદે પુરાણોમાંથી પ્રસંગે લઈને વિવિધ આખ્યાને રચ્યાં. તેમણે ઓખાહરણ, સુદામા ચરિત્ર, મામેરું વગેરે રચીને કૃષ્ણચરિત્રને મહિમા ગાયો.
આ સમયે ઓખાહરણ, રુકમિણી હરણ, પ્રહલાદાખ્યાન, ધ્રુવાખ્યાન. ગજેન્દ્રમેક્ષ, રાસપંચાધ્યાયી, સુદામાખ્યાન, ગવર્ધનલીલા, દશાવતારની કથા વગેરે વૈષ્ણવ સંપ્રદાયને લગતા વિવિધ ગ્રંથ રચાયા.
કવિ દયારામે શૃંગારરસનાં ભક્તિનાં પદે રચી પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા ગાય. તેઓ સખીભાવે ભગવાનને ભજતા. તેમણે રસિકવલ્લભ, પુષ્ટિ પંથ રહસ્ય, અજામિલાખ્યાન, વલ્લભાચાર્યનું જીવનવૃતાંત વગેરે રચ્યાં. તેમની ગરબીઓએ ગરવી ગુજરાતણને ઘેલી બનાવી દીધી હતી. આજે પણ દયારામની ગરબીઓ અનેક ઠેકાણે ગવાય છે. તેમણે કૃષ્ણભક્તિમાં તરબોળ થઈ એક પદમાં ગાયું છે કે
ગરબે રમવાને ગેરી નિસર્યા રે લોલ” રાધિકા રંગીલી અભિરામ વ્રજવાસણ રે લોલ” તાળી લેતાં વાગે ઝાંઝર ઝૂમખાં રે લોલ, ગર જોવાને ગિરધર આવીયા રે લોલ મોહ્યા નિરખી શ્યામાનું સ્વરૂપ;..વ્રજ તાળી
Page #74
--------------------------------------------------------------------------
________________
કૌણવ સંપ્રદાય બીજામાં ગાયું છે કે
રંગ રસિયા કયાં રમી આવ્યા રાસ જે,
આંખલડી રાતી ને ઉજાગરા બહુ થયા.” વળી, એક ઠેકાણે ગાયું છે કે
કઈ સંગે લપટાણા વાલમજી, કંઈ સંગે લપટાણું.
“ચિત્ત તું શીદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે.” ઉપરના દાખલાઓ પરથી જણાય છે કે દયારામે પિતાનાં કાવ્યો દ્વારા શૃંગારરસને કેન્દ્રમાં રાખી પ્રેમલષ્ણુ ભક્તિને મહિમા ગાય છે.
આમ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પર વૈષ્ણવ સંપ્રદાયની વ્યાપક અસર વર્તાય છે. વૈષ્ણવ ધર્મનાં તીર્થધામ:
ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનાં તીર્થધામમાં બેઠકનાં સ્થળો ઉપરાંત દ્વારકા, ડાકાર, શામળાજી વગેરે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. દ્વારકા :
અરબી સમુદ્રને કિનારે આવેલું દ્વારકા સૌરાષ્ટ્રનું ધપાત્ર તીર્થધામ છે. અહીં રુકિમણું મંદિર, સંગમઘાટ પરનું મંદિર, શ્રી ત્રિકમરાયનું મંદિર, માધવરાયનું મંદિર, દેવકીજીનું મંદિર, જગત મંદિર, બલદેવજીનું મંદિર, કુશેશ્વર મહાદેવ, શ્રી જાંબુવંતીછ, રાધિકાજી, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી સત્યભામાજી વગેરેનાં મંદિરે, શંકરાચાર્યની ગાદી વગેરે નોંધપાત્ર સ્થળો છે. આ સર્વેમાં દ્વારકાધીશનું મંદિર મુખ્ય છે. સ્થાપત્યકીય દૃષ્ટિએ પણ તે નોંધપાત્ર છે.
દ્વારકાધીશના મુખ્ય મંદિરમાં રણછોડજીની મૂર્તિ છે. આ ચતુર્ભુજ વિષ્ણુનું ત્રિવિકમ સ્વરૂપ છે. જેમાં એમના નીચલા ડાબા હાથમાં શંખ, ઉપલા ડાબા હાથમાં ચક્ર, ઉપલા જમણા હાથમાં ગદા અને નીચલા સ્મણા હાથમાં પક્વ હોય છે. એની બે બાજુએ ત્રિવિક્રમ અને પ્રદ્યુમનનાં મંદિરો છે. હાલના પશ્ચિમાભિમુખ મંદિરનું સ્વરૂપ ઈસુની ૧૫ મી ૧૬ મી સદીની આસપાસનું છે. આ પહેલાંના મંદિરને ઈ. સ. ૧૪૭૩માં મહમૂદ બેગડાએ નાશ કર્યો હતો. હાલનું મંદિર મુઘલકાલમાં બંધાયું હોય તેમ લાગે છે. મંદિર ગર્ભગૃહ (નિજમંદિર), અંતરાલ, પ્રદક્ષિણુ પથ, સભામંડપ, મુખમંડપ (શૃંગાર ચેકી)
ગુ. ૫
Page #75
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ સંપ્રદાય
વગેરેનું બનેલું છે. મંદિરનું શિખર ૧૦૦ ફૂટ ઊંચું છે. સભામંડપ કતરણવાળા વિશાળ સ્તંભને બનેલું છે. મંદિરના ઝરૂખા ક્રમે ક્રમે ઉપર જતાં નાના બનતા જાય છે. મંદિરને સાત ઝરૂખા છે. પ્રદક્ષિણું પથમાં પૂર્વ તથા દક્ષિણે ત્રિવિક્રમ તથા ઉત્તરે લક્ષ્મીનારાયણની યુગલ પ્રતિમાઓ આવેલી છે. મંદિરમાં અન્ય ઠેકાણે દિકપાલ, ઈન્દ્ર, ઈશાન, કુબેર, વાયુ, વરુણ, નૈઋતિ, યમ વગેરેની મૂતિઓ જોવા મળે છે.
મંદિરના મુખ્ય શિખરની ચોતરફ ત્રણ ત્રણ ઊરુ થંગે છે. મંદિરને પાંચ મજલાનો મંડપ છે. મંદિરમાં પ્રવેશ માટેના દક્ષિણ દ્વારને સ્વર્ગદ્વાર કહે છે. તે ગોમતીને અડીને આવેલું છે. ઉત્તર તરફના દ્વારને મોક્ષઠાર કહે છે. એ દ્વારને મુખ્ય દરવાજે બજારમાં પડે છે. મંદિરને અડીને દેવકીજી, જાંબુવંતી, રાધિકા, સત્યભામા વગેરેનાં સ્થાનકે છે. મંદિરમાં ગાસનમાં બેઠેલ એક વિષ્ણુની ચતુર્ભુજ પ્રતિમા જોવા મળે છે. આ ઉપરાંત માધવરાય અને પ્રદ્યુમનજીનાં મંદિરે પણ નિકટમાં છે. (જુઓ ચિ. નં. ૧૧)
દ્વારકાના મંદિરમાં પૂજાને અધિકાર, ગુગળી બ્રાહ્મણોના હાથમાં છે. હમેશાં હજારો યાત્રાળુઓ અહીં આવે છે. જન્માષ્ટમીના દિવસે અહીં ભવ્ય ઉત્સવ ઊજવાય છે,
શામળાજી:
સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજી એક વૈષ્ણવ તીર્થ છે. અહીં મેશ્વો નદીના કિનારે વિષ્ણુનું એક વિશાળ મંદિર આવેલું છે. આ મંદિર સોળમા સૈકાનું મનાય છે. અહીં ત્રિવિક્રમ સ્વરૂપના વિષ્ણુની પ્રતિમા પૂજાય છે. મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ, શૃંગાર ચેકીઓથી શેભે છે. અહીંની સેવા (સેવ્ય) પ્રતિમા લગભગ ચારેક ફૂટ ઊંચી છે. ચતુર્ભુજ છે. તેના જમણું ઉપલા હાથમાં ગદા, નીચલા જમણે હાથમાં પક્વ, ડાબા ઉપલા હાથમાં ચક્ર અને ડાબા નીચલા હાથમાં શંખ આવેલ છે. મંદિર પૂર્વાભિમુખ છે. તેની ચારે બાજુ શૈવ અને વિષ્ણવ સંપ્રદાયોનાં શિપ શેભી રહ્યાં છે. મંદિરની બહારની દીવાલના નરથરમાં રામાયણ, ભાગવત અને મહાભારતના પ્રસંગે કંડારેલ છે.
હાલમાં આ મંદિરને જીર્ણોદ્ધાર થતાં ખંડિત શિલ્પની જગ્યાએ નવાં શિલ્પ બેસાડયાં છે. (જુઓ. ચિ. નં. ૧૦)
Page #76
--------------------------------------------------------------------------
________________
૨૭
ૌષ્ણવ સંપ્રદાય ડાકોર :
ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું ડાકોર એ વૈષ્ણવ સંપ્રદાયનું સુપ્રસિદ્ધ તીર્થધામ છે. અહીં રણછોડજીનું વિશાળ મંદિર આવેલું છે. દ્વારકાધીશની જેમ અહીં પણ પ્રતિમા ચતુર્ભુજ ત્રિવિક્રમ સ્વરૂપના વિષ્ણુ ભગવાનની છે. તેને દ્વારકાથી ભક્ત બોડાણું લાવ્યા તેવી અનુશ્રુતિ પ્રચલિત છે. આ મૂર્તિ લાવતાં કાબાઓના હાથે બોડાણાને વધ થયા હતા.
હાલનું મંદિર પેશ્વાના શરાફ ગોપાળ જગનાથ તાંબેકરે ઈ.સ. ૧૭૭૨માં દક્ષિણની સ્થાપત્ય શૈલીના આધારે બંધાવ્યું. અહીંનું મંદિર સર્વને માટે ખુહલું છે. અહીં દર આસો અને કારતક સુદ પૂર્ણિમાએ મેળો ભરાય છે. સામાન્ય દિવસોમાં પૂર્ણિમાએ અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. ગુજરાતની કેટલીક નોંધપાત્ર વિષ્ણુની પ્રતિમાઓ
વૈષ્ણવ સંપ્રદાયના આરાધ્યદેવ વિષ્ણુ મનાય છે. વિષ્ણુ એટલે હિંદુઓના અગ્રગણ્ય દેવ, જગતનું પાલન કરનારા, વિશ્વપાલક. ભારતીય સંસ્કૃતિમાં વિષ્ણુનાં ચોવીસ સ્વરૂપો અને એક હજાર નામ પ્રચલિત છે. ચોવીસ સ્વરૂપોની પ્રતિમા ઊભી છે. એમના કેઈ ભંગ નથી. ચારે હાથમાં આયુધો છે. માથે કિરીટ મુકુટ ધારણ કરેલા હોય છે. આયુધમાં અનુક્રમે શંખ, ચક્ર, ગદા, પદ્મ જણાય છે. વિષ્ણુની પ્રતિમાના ચાર હાથમાં જુદાં જુદાં આયુધો ધારણ કરાવીને જુદાં જુદાં
સ્વરૂપે પ્રયોજાય છે. રૂ૫મંડન નામના મૂર્તિશાસ્ત્રના ગ્રંથમાં આયુધાના જુદા જુદા ક્રમ પ્રમાણે વર્ગ પાડીને વિષ્ણુનાં ૨૪ સ્વરૂપો જણાવેલ છે.
કેટલાક ગ્રંથમાં આયુધમાં છેડેક તફાવત જણાય છે, પણ રૂપમંડનની યાદી સંપૂર્ણ મનાય છે. એને ભેદ આયુધાદિ ક્રમ પ્રમાણે જણાવેલ છે. હાથોનાં આયુધોના ક્રમ બદલાતાં વિષ્ણુનું સ્વરૂપ બદલાય છે. વિષ્ણુની વિશિષ્ટ પ્રતિમાઓ : | ગુજરાતમાંથી સામાન્ય રીતે વિષ્ણુનાં બધાં જ સ્વરૂપોની પ્રતિમાઓ જુદે જુદે ઠેકાણેથી મળે છે. દા.ત., અનાવડા (પાટણ પાસે,) નારાયણ સરોવર-કરછ અચલેશ્વર મહાદેવ (આબુ), પાટણ વગેરે સ્થળોએ વિષ્ણુની કેટલીક નોંધપાત્ર પ્રતિમાઓ જોવા મળે છે. (૧) ત્રિવિક્રમ (શામળાજી) :
વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની એક માનવકદની ભવ્ય પ્રતિમા પંદરમી સદીના ઉત્તરાર્ધમાં બંધાયેલ શામળાજીમાં દેવગદાધરના મંદિરમાં છે. આ પ્રતિમા ચતુર્ભુજ
Page #77
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય છે. જમણા ઉપલા હાથમાં ગદા, નીચલે હાથ અભયમુદ્રામાં પદ્મ સાથે, ડાબા ઉપલા હાથમાં ચક્ર અને ડાબા નીચલા હાથમાં શંખ જેવામાં આવે છે.
આ પ્રતિમા વિશે લોકોમાં કેટલીક દંતકથાઓ પ્રચલિત છે. એક અનુશ્રુતિ અનુસાર જાણવા મળે છે કે “એક વખત શામળાજી ઉપર મુસલમાનોનું આક્રમણ થવાની અફવા ફેલાતાં એક ભકતે કેટલીક પ્રતિમાઓને તળાવમાં સંતાડી દીધી. થોડાક સમય બાદ તપાસ કરતાં એ પ્રતિમાઓ જડી નહીં. વાત વિસારે પડી. કેટલાક વખત બાદ તળાવની બાજુની જમીન ખેડતાં એક ભીલના હળ સાથે કંઈક અથડાયું. ભલે ઊંડું ખોદતાં પ્રતિમાઓ હાથ લાગી, સર્વ પ્રતિમાઓને બહાર કાઢીને પલાશના વૃક્ષ નીચે મૂકવામાં આવી. તેની આસપાસ એક ઇંટેરી મંદિર બંધાવ્યું. સમય જતાં ત્યાં પથ્થરનું મંદિર બંધાયું.”
બીજી એક અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે એક વખત આ ભીલને ત્યાં પ્રતિમાઓ મળ્યા બાદ એક વણિક પિતાનું લેણું વસૂલ કરવા ગયે. વણિક ખેતરનું અનાજ તેલ ગયે પણ અનાજનો ઢગલો ઓછો થાય જ નહિ. વણિકે આનું કારણ ન સમજાતાં તપાસ કરી તે જાણવા મળ્યું કે આ પેલી પ્રતિમા એને પ્રતાપ છે. વણિકે પોતાનું સર્વ લેણું જતું કર્યું અને ત્યાં શામળિયાનું એક મંદિર બંધાવ્યું.”
ત્રીજી એક અનુશ્રુતી અનુસાર જાણવા મળે છે કે મુખ્ય મંદિરમાં પ્રતિમાઓ પધરાવતી વખતે એક પ્રશ્ન ઉપસ્થિત થશે કે આ બે મૂર્તિઓમાંથી અસલ મૂર્તિ કઈ ? પૂજારી અને રાજવી બંને અકળાયા. તે રાત્રે રાજવીને સ્વપ્ન આવ્યું કે “જે મૂર્તિમાંથી ગોપાલ સંભળાય તેને અસલ માનવી.” આથી રાજાએ બીજા દિવસે પ્રતિમાઓ તપાસી, અંતે ભીલની પાસેથી મળેલી પ્રતિમાના મુખમાંથી ગોપાલ શબ્દ સંભળાતાં તેને મંદિરમાં પધરાવી.
આ સર્વ ઉપરથી એટલું ફલિત થાય છે કે પ્રાચીનકાળમાં મુસલમાનના આક્રમણ સમયે પ્રતિમાઓને ખંડિત થવાના ભયથી સંતાડી દેવામાં આવી હશે. સમય જતાં વાત ભુલાઈ ગઈ હશે. પાછળથી પ્રતિમાઓ જડતાં તેને પધરાવી હશે. હાલમાં આ પ્રતિમાની શામળાજીમાં વિશિષ્ટ રીતે પુષ્ટિ સંપ્રદાય અનુસાર પૂજા થાય છે. પૂજાને અધિકાર મોડાસાના ઉદુમ્બર બ્રાહ્મણ શ્રી શિવપ્રસાદ શામળદાસ રણું ધરાવે છે. દેવગદાધર' ઉદુમ્બર બ્રાહ્મણોના ઈષ્ટદેવ મનાય છે. વિશ્વરૂપ (શામળાજી) :
વિષણુની વીસ હાથ ધરાવતી પ્રતિમાને વિશ્વરૂપ વિષ્ણુ તરીકે ઓળખવામાં આવે છે. આ વિશ્વરૂપની એક પ્રતિમા શામળાજીમાં મેશ્વો નદીના કિનારે આવેલ
Page #78
--------------------------------------------------------------------------
________________
૬૯
ૌoણવ સંપ્રદાય રઘુનાથજીના મંદિરમાં આવેલી છે. આ પ્રતિમા હાલમાં કળશી છોકરાની મા' તરીકે પૂજાય છે. અહીંના આદિવાસીઓ પોતાના બાળકની રક્ષા માટે આની માનતા માને છે. આ સ્થળે આવેલ કેઈપણ આદિવાસી સ્ત્રી આનાં દર્શન કર્યા સિવાય ઘેર જતી નથી, પ્રતિમા ત્રિમુખ અને અષ્ટભુજ છે. ચોથું મુખ પાછળની બાજુએ હોઈ શકે. પ્રતિમા ઉપર પીતાંબર અને કંદરે સ્પષ્ટ રીતે કંડારેલ છે. પ્રતિમાના ખભા ઉપર ત્રેવીસ જેટલી પ્રતિમાઓ જેવી કે હયગ્રીવ, ત્રિમુખ શિવ, બ્રહ્મા, રામ, બલરામ, કૃષ્ણ, વરાહ, ઈન્દ્ર, અગ્નિ, સૂર્ય ચંદ્ર વગેરે જોવા મળે છે. પ્રતિમાના પગ પાસે અનંત નાગની પ્રતિમા છે. આવી એક પ્રતિમા કઠલાલ; (જિ. ખેડા)માં પણ આવેલી છે.
ત્રિવિકમ વિષ્ણુ (ગઢા શામળાજી)ઃ
સાબરકાંઠા જિલ્લામાં શામળાજી પાસેના રાધીવાડાથી લગભગ ચાર કિ.મી. ને અંતરે ગઢા-શામળાજી નામનું એક પ્રાચીન સ્થળ આવેલું છે. શામળાજીનું મૂળ સ્થાન અહીં હતું એમ મનાય છે. અહીંના એક પ્રાચીન મંદિરમાં વિષ્ણુની એક સુંદર કાળા પથ્થરની ચતુર્ભુજ પ્રતિમા આવેલી છે. પ્રતિમાની આસપાસના પરિકરમાં દશાવતારની પ્રતિમાઓ કંડારેલ છે. પ્રતિમાના જમણું ઉપલા હાથમાં ગદા, નીચલા જમણે હાથમાં પદ્મ, જયારે ડાબા ઉપલા હાથમાં ચક્ર અને ડાબા નીચલા હાથમાં શંખ ધારણ કરેલ છે. માથે કિરીટ મુકુટ અને કાનમાં કુંડળ છે. ગળામાં એકાવલી હાર છે. આયુધોનો ક્રમ જોતાં આ વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પ્રતિમા છે. આ પ્રતિમા લગભગ સોળમી સદીની હોવાનું અનુમાન છે. (જુઓ ચિ. નં. ૮)
લક્ષ્મીનારાયણ વિષ્ણુ (રાધીવાડા) :
શામળાજી પાસે રાધીવાડા નામે ગામના એક પ્રાચીન મંદિરમાં લક્ષ્મીનારાયણ તરીકે પૂજાતી વિષ્ણુની એક સુંદર પ્રતિમા આવેલી છે. વિષ્ણુ સાથે લક્ષ્મી છે. બંને ઊભા દર્શાવેલ છે. પાછળ દશાવતારનું પરિકર છે. પ્રતિમા ચતુર્ભુજ છે. આયુધોમાં ગદા, શંખ વગેરે સ્પષ્ટ જણાય છે. (જુઓ ચિ.નં. ૯) ઉપેન્દ્ર-વિષ્ણુ (મોડાસા) :
સાબરકાંઠા જિલ્લામાં માજુમ નદીના કિનારે આવેલું મોડાસા એક પ્રાચીન અિતિહાસિક સ્થળ છે. અહીં ઈ.સ. ૧૯૪૦ માં નદીના તટમાંથી સબલપુર પાસેથી એક વિષ્ણુની અને બીજી માનવ ગરુડની પ્રતિમા મળી હતી. વિષ્ણુની પ્રતિમા કાળા લીસા પથ્થરની માનવ કદની છે. ઉપલા જમણું હાથમાં ગદા, નીચલા
Page #79
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ સોંપ્રદાય
જમણા હાથમાં શંખ, ઉપલા ડાબા હાથમાં ચક્ર અને નીચલા ડાબા હાથમાં પદ્મ ધારણ કરેલ છે. આયુધાને ક્રમ જોતાં તે વિષ્ણુના ઉપેન્દ્ર સ્વરૂપની પ્રતિમા હાવાનુ જણાય છે. પ્રતિમાની સાથે મળેલ ગરુડની પ્રતિમા દ્વિમુખ અને અલિ મુદ્રામાં છે. ગળામાં નાગ વિંટાળેલ છે પીઠ ઉપરની અર્ધ ખુલેલી પાંખા પ્રતિમાને ગૌરવવંતી બનાવે છે.
७०
આદિવરાહ વિષ્ણુ :
મેાડાસા પાસે માજુમ નદીના તટમાંથી વિષ્ણુના ત્રીજા અવતાર વરાહની લગભગ ખારમી સદીની હાવાનું મનાતી એક સુંદર પ્રતિમા મળી આવેલ છે. આ પ્રતિમા દોડવાની તૈયારી કરતા વરાહની છે. મેાઢા નીચે નાગ માનવસ્વરૂપ ક ડારેલ છે. નાગના પૂછડાવાળા ભાગ વરાહના ચારે પગમાંથઈ પૂંછડાને મળે છે. વરાહ અને નાગના પૂંછડાની ગાંઠ પાડી છે. વરાહના ડાબા પડખે શેષનાગની બાજુમાં પૃથ્વીની નાની મૂર્તિ કાતરેલ છે. વરાહની પીઠ ઉપર હાથી અને બ્રહ્માની પ્રતિમા કોંડારેલ છે. ડાબીબાજુએ આગળના અને પાછળના પગ પાસે ચક્ર તથા શ ંખ છે, જ્યારે પૂછડા આગળ પદ્મ અને ગદા બતાવેલ છે. ગુજરાતમાં આ એક વિરલ પ્રતિમા છે. હાલમાં આ પ્રતિમા સબલપુરના મંદિરમાં રાખેલ છે. તેની વ્યવસ્થિત રીતે પૂજા થાય છે.
શેષશાયી વિષ્ણુ (દાહેાદ) :
શેષશાયી વિષ્ણુની કેટલીક પ્રતિમાએ ગુજરાતમાંથી મળે છે. વિષ્ણુએ શેષનાગ ઉપર શયન કર્યું માટે તે શેષશાયી વિષ્ણુ તરીકે એળખાય છે. પંચમહાલ જિલ્લાના દાહોદ ગામના તળાવમાંથી શેષશાયી વિષ્ણુની એક સુ ંદર મૂર્તિ મળી આવેલ છે. તેનુ પ્રતિમાવિધાન અત્યંત સુંદર છે. વિજાપુર પાસેના મહુડીના કાટયક જીના મંદિરમાં આવી એક સુંદર પ્રતિમા આવેલ છે.
નૃસિંહ (બુ) :
ગુજરાતમાં પાઢણુ, ડભોઈ, વડેદરા અને સારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ વિષ્ણુના નૃસિંહ અવતારનાં મંદિરે જોવા મળે છે. કદવારના વરાહમ દિરમાં નૃસિંહની ગરુડારૂઢ પ્રતિમા છે. આજીમાં વિમલવસહિની છતમાં નૃસિંહ સ્વરૂપની એક સુંદર પ્રતિમા છેતાલીસ નંબરની દેરીના આગળના મંડપની છતમાં કાતરેલી છે. આવી આ એક જ મૂર્તિ છે. આયુધામાં ચક્ર, પદ્મ, ગદા અને શ ંખ દેખાય છે. સૈારાષ્ટ્રમાં માધવપુર પાસે આવું એક સુંદર શિલ્પ
આવેલુ છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
વૈષ્ણવ સંપ્રદાય
ગાવ નધારી વિષ્ણુ (પાટણ) :
વિષ્ણુના આ સ્વરૂપની એક સુંદર પ્રતિમા પાટણના ગાવ ધનધારી મંદિરમાં આવેલી છે. આ પ્રતિમા લગભગ ૪ા ફૂટની છે. કાળા આરસમાંથી બનાવેલ છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણને પગમાં આંટી વાળીને ઊભેલા દર્શાવેલ છે. બે હાથ પૈકી ડાબા હાથે ટચલી આઁગળી ઉપર ગાવર્ધન પર્વત ધારણ કરેલ છે. ખીજો જમા હાથ છાતી પાસે, પગમાં પદ્મ, પાછળ પીઠિકામાં બંને બાજુ શિવ, બ્રહ્મા, પ્રત્લાદ, નારદ, ધ્રુવ, અરિષ, ભીષ્મ, શુકદેવ વગેરે લાકડીઓ વડે પવ તને ટકા આપતા દર્શાવેલ છે. કૃષ્ણની પીઠિકામાં સામાન્ય રીતે દશાવતારા કાતરવાની પ્રથા હેાય છે. આથી આ એક વિશિષ્ટ પ્રતિમા કહેવાય છે.
દ્વારકાધીશ વિષ્ણુ :
વિષ્ણુની આ પ્રતિમા પણ નોંધપાત્ર છે. દ્વારકાના દ્વારકાધીશના મ ંદિરની આ સેવ્ય પ્રતિમા છે. આ વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પ્રતિમા છે. નીચલા જમણા હાથમાં પદ્મ, ઉપલા જમણા હાથમાં ગદા, ઉપલા ડાબા હાથમાં ચક્ર અને નીચલા ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે. નીજ મંદિરમાં સ્થપાયેલ છે.
આ જ પ્રમાણે ડાકારના રછેડજીના મંદિરમાં પણ આવા જ વિષ્ણુની એક સેવ્ય પ્રતિમા છે. નીજમ ંદિરમાં આવેલી છે. રાજ તેનુ પુષ્ટિસૌંપ્રદાય પ્રમાણે પૂજન અર્ચન થાય છે.
કૃષ્ણાવતાર વિષ્ણુ :
વિષ્ણુના આ સ્વરૂપની પ્રતિમા ગુજરાતના પંચમહાલ જિલ્લાના દેવગઢખારિયા તાલુકાના સગદાળા ગામમાંથી મળ આવેલ છે. આ ગામ ખારિયાથી છેટાઉદેપુર જવાના માર્ગે લગભગ ૭૮ કિ. મી. દૂર આવેલું છે.
આશરે ૧૫ થી ૧૬મી સદીની મનાતી, પારેવા પથ્થરતી આ પ્રતિમા ૧૨ સે.મી. ઊંચી અને ૬૦ સે.મી. પહેાળી છે, જેમાં ચતુર્ભુ་જ શ્રીકૃષ્ણે ત્રિભ ંગમાં ઊભેલા દર્શાવેલા છે. તેમના જમણા હાથમાં ગદા અને નીચેના જમણા હાથમાં શંખ છે. જ્યારે ઉપરના ડાબા હાથમાં પદ્મ અને નીચેના ડાબા હાથમાં ચક્ર છે. રૂપમંડનમાં જણાવ્યા પ્રમાણે આ વિષ્ણુના ચેાવીસ અવતાર માંનુ શ્રી કૃષ્ણ સ્વરૂપ છે. કૃષ્ણના માથે કિરીટ મુકુટ છે. તેની આસપાસ ગાયા અને ગેાપીએ દર્શાવેલ છે. જમણી બાજુએ તળિયેથી ઉપરના ક્રમમાં મત્સ્ય, વરાહ, વામન તથા રામ અને બુદ્ધના અવતારા દર્શાવેલા છે. જ્યારે ડાબી બાજુએ સૂમ,
Page #81
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ સ`પ્રદાય નરસિંહ, પરશુરામ, વિષ્ણુ અને કલ્કિ અવતારા દર્શાવેલ છે. વિશિષ્ટ ત્રિભ ંગમાં પગની આંટી મારેલ છે. આ પ્રતિમાની વિશેષતા એ છે કે તેમાં વિષ્ણુના દશાવતારમાં કૃષ્ણને સ્થાને વિષ્ણુની પ્રતિમા ખતાવેલ છે. આનું કારણ એ હોઈ શકે કે આ પ્રતિમા કૃષ્ણની હાવાથી આજુબાજુના પરિકરના દશાવતારમાં કૃષ્ણને બદલે વિષ્ણુની પ્રતિમા દર્શાવી હોય. ચતુર્ભુ જ સ્વરૂપમાં વિષ્ણુનાં આયુધા સહિત શ્રીકૃષ્ણની કદાચ આ વિરલ મૂર્તિ હશે.
७२
ટૂંકમાં, ગુજરાતમાં આ ઉપરાંત માંગરાળ, માધવપુર, પાટણ, વડનગર, વઢવાણુ, મેઢેરા, વેરાવળ, શામળાજી, પાવાગઢ વગેરે અનેક સ્થાએ વિષ્ણુની ૯ મીથી ૧૪મી સદીની પ્રતિમાએ મળતાં ગુજરાતમાં આ સંપ્રદાય ધણા લાંમા સમય ટકયો હાવાનુ જણાય છે.
સદ્ભ
ગ્રંથા
ગુજરાતના પ્રાચીન ઇતિહાસ.
(૧) વૈષ્ણવ ધર્મના સંક્ષિપ્ત ઇતિહાસ. (૨) ગુજરાતનાં તીર્થ સ્થાના,
(૩) પ્રા. ર. છેા. પરીખ
ડૉ. હ. ગ. શાસ્ત્રી (સ.)(૩) ગુજરાતના રાજ્કીય અને સાંસ્કૃતિક
ઇતિહાસ ગ્રંથ ૪, ૫, ૬, ૭.
(૪) પુષ્કરભાઈ ગેાકાણી ડૉ. જયતિલાલ ઠાકર
(સ.) દ્વારકા.
(૫) ૐા. નવીનચંદ્ર આચાર્ય
(૧) ૐા. હ. ગ. શાસ્ત્રી
(૨) ૬. કે. શાસ્ત્રી
શામળાજી.
Page #82
--------------------------------------------------------------------------
________________
४
શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવાની આરાધના
(૧) શાકત સંપ્રદાય :
ભારતમાં શાક્ત સંપ્રદાય ધણા પ્રાચીન કાળથી પ્રચલિત છે. હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી શાક્ત (માતૃદેવી)ની પ્રતિમાએ મળી આવેલ છે. આ સ્થળોએથી મળેલ પ્રતિમા દરેક મકાનમાંથી મળી આવેલ છે. તેથી તેની ઉપાસના ઘેર ઘેર થતી હોય તેમ જણાય છે. મેહે-જો-દડાની એક મુદ્રા પર લાંછનમાં એક દેવીને પીપળાના થડની બે ડાળીએ વચ્ચે ઊભેલી આલેખવામાં આવી છે. હડપ્પાની એક મુદ્રા પર લાંછનમાં એની ચેનિમાંથી વૃક્ષના કુર ફૂટતા બતાવ્યા છે. આ પરથી આ દેવી વનસ્પતિ સાથે સ ંબંધ ધરાવતી હાય તેમ લાગે છે, બલુચિસ્તાન, સુમેર, સીરિયા, ક્રીટ, મિસર જેવા દેશમાં આવી સજ કશક્તિની ઠેર ઠેર ઉપાસના થતી હતી. લેકે તેને માતૃદેવી' તરીકે
આરાધતા.
વેદકાલમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ વગેરેમાંથી શક્તિપૂજા વિશેના ઉલ્લેખા મળે છે. ઋગ્વેદમાં અદિતિ” માતાનું વર્ણન છે. ઉષાદેવીનાં સૂક્તોમાં શક્તિના કુમારીભાવ બતાવ્યા છે. આરણ્યકેામાં ત્રિપુરાના ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત ગાયત્રી, સાવિત્રી, સરસ્વતી વગેરે નામેા બ્રાહ્મણુ તથા આરણ્યક ગ્ર ંથામાંથી મળે છે. પુરાણામાં કર્મ પુરાણમાં શક્તિપૂજાનેા મહિમા ગાય છે. આ ઉપરાંત દેવી ભાગવત, કાલિકાપુરાણ, શક્તિસ ગમત ત્ર, લક્ષ્મીતંત્ર, શ્યામા રહસ્ય, શાકતક્રમ, કાલિકાકારકૂટ વગેરે ગ્રંથામાંથી દેવીપૂજાને લગતી ઘણી માહિતી મળે છે.
શક્તિસંપ્રદાયના અનુયાયીએ શાક્તો તરીકે એળખાતા. શાક્તો પૂજા દ્રવ્યમાં સ્ત્રી, માંસ, મદ્ય વગેરેના ઉપયોગ કરતા. તેએ આને દેવી ઉપાસનાનુ મહત્ત્વનું અંગ માને છે. આ લેા વામમાર્ગી એ તરીકે ઓળખાય છે. કેટલાક લેાકેા યંત્ર મંત્ર દ્વારા શક્તિની ઉપાસના કરે છે. શક્તિના યંત્રને શ્રી ચક્ર” કહે છે. દેવીભાગવતમાં શક્તિપૂજાનાં સ્થાના અને નામેાના ઉલ્લેખ છે. અહીં ૧૦૮ દેવીનાં નામ આપેલ છે. આ સમાં ભદ્રા, જયા, કાલી, મહાલક્ષ્મી, ઉમા,
Page #83
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય પ્રચંડા, ચંડિકા વગેરે નેધપાત્ર છે. દેવીપીઠેમાં કાશી, પુષ્કર, હરદ્વાર, દ્વારકા, વૃંદાવન વગેરે અગત્યનાં સ્થળ મનાય છે. | ગુજરાતનાં શાક્તપીઠેમાં આરાસુરમાં (અંબિકાપીઠ) ગિરનારમાં અને પાવાગઢમાં, (કાલિકાપીઠ) છે. ચુંવાળમાં બહુચરાજીનું સ્થાનક, પોરબંદર પાસે હરસિદ્ધિ દેવીપીઠ, કચ્છમાં નારાયણ સરોવર પાસે આશાપુરી માતાને ગઢ, ઓખાબંદરમાં અભયામાતા પીઠ, દ્વારકામાં રુકિમણું, ચંદ્રભાગા, ભદ્રકાલીપીઠ, હળવદમાં સુંદરીપીઠ, નર્મદાતટે અનસૂયા ક્ષેત્ર, વગેરે નોંધપાત્ર દેવી સ્થાને છે. ગુજરાતમાં દેવીપૂજાને પ્રચાર ?
ગુજરાતમાં ઘણું પ્રાચીનકાલથી શાક્ત સંપ્રદાય પ્રચલિત હતા. દ્વારકાના પ્રદેશમાં શ્રીકૃષ્ણ વસવાટ કર્યો તે વખતથી સૌરાષ્ટ્રમાં શાક્ત સંપ્રદાય અસ્તિત્વ ધરાવતે હતો એમ પુરાણે પરથી જાણવા મળે છે. આરાસુરની દેવી અંબિકાપીઠ ઘણું પ્રાચીન સ્થાન મનાય છે. અનુશ્રુતિ પ્રમાણો જાણવા મળે છે કે શ્રીકૃષ્ણને ચૌલકર્મ સંસ્કાર આ સ્થળે થ હતો અને રુકિમણી દેવી અંબિકાના પૂજન માટે આ સ્થળે આવ્યાં હતાં. ત્યાંથી તેમનું હરણ થયું હતું. આ વિશે કઈ અતિહાસિક પ્રમાણ મળતું નથી. તેમ છતાં તેના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ઘણું પ્રાચીનકાળથી શક્તિપૂજા પ્રચલિત હતી. ક્ષત્રપાલમાં દેવીપૂજા પ્રચલિત હતી તેમ ગુજરાતમાંથી મળેલ કેટલીક ક્ષત્રપકાલીન દેવી પ્રતિમાઓ ઉપરથી જાણવા મળે છે.
શામળાજી અને તેની આસપાસના પ્રદેશમાંથી નીચેની કેટલીક નાની મોટી ક્ષત્રપકાલીન હિંદુદેવીઓની પ્રતિમાઓ મળી આવેલ છેઃ (૧) કમરે હાથ દઈ ત્રિભંગમાં ઊભેલી અને પગ પાસે ઊભેલા નાના બાળક સાથેની પક્ષી કે કેઈની દેવીની પ્રતિમા (૨) માતા અને શિશુની અધંકાય ખંડિત મૂર્તિ (૩) ભીલડી વેગે ઊભેલી પાર્વતીની પ્રતિમા (૪) શામળાજીમાંથી મળેલ ચામુંડાદેવીની ઊભી પ્રતિમા.
આ ઉપરાંત આ પ્રદેશમાંથી કેટલીક સપ્તમાતૃકાઓની ક્ષત્રપકાલીન પ્રતિમાને ઓ મળી આવેલ છે.
આ સર્વ ઉપરથી જણાય છે કે ક્ષત્રપાલમાં ગુજરાતમાં શક્તિપૂજા પ્રચલિત હતી. આ સમયે શક્તિપૂજા મહદ્ અંશે શૈવસંપ્રદાય સાથે સંકળાયેલ હતી. તેને કોઈ સ્વતંત્ર સંપ્રદાય તરીકે વિકાસ થયેલ હોય તેમ જણાતું નથી.
મૈત્રકકાલમાં પણ શાક્ત સંપ્રદાય ગુજરાતમાં પ્રચલિત હતો તેમ મૈત્રક રાજવી ધ્રુવસેનના તામ્રપત્ર ઉપરથી જણાય છે. આ રાજવીના દાનપત્રમાં દેવીનું નામ
Page #84
--------------------------------------------------------------------------
________________
શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના કેટ્ટમૂહિકા” આપેલ છે. દાન સૌરાષ્ટ્રમાં આવેલ ત્રિસંગમક નામે ગામમાં આવેલ દેવી મંદિરને આપેલું હતું. અહીં આવેલ દેવીની પ્રતિમા દુર્ગાના રૌદ્ર સ્વરૂ૫ની હોવાનું ડ. હ. ગ. શાસ્ત્રી માને છે. ધરસેન ત્રીજાના દાનપત્રમાં “શંકરિકા' નામે દેવી મંદિરને ઉલ્લેખ છે. ધ્રુવસેન બીજાના એક દાનશાસનમાં દેવી-ક્ષેત્રને ઉલેખ છે. કેટ્ટન્મહિકા” દેવીના ઉલ્લેખવાળા તામ્રપત્રમાં દેવપૂજાને ઉલ્લેખ છે તેમાં ગબ્ધ, પુષ્પ, ધૂપ, અને દીપના તેલ માટે ગામના ગંજ(ખજાને)માંથી રોજને એક રૂપિયે આપવાનું જણાવ્યું છે. આ ઉપરાંત ગુહિલોત્પતિની પ્રણાલિ કથામાં વલભીના છેલ્લા રાજા શીલાદિત્યની રાણી વલભી વિનાશના સમયે અંબાજીની યાત્રાએ ગઈ હોવાનું જણાવ્યું છે. આ સર્વ ઉલેખ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે મૈત્રકકાલમાં ગુજરાતમાં શાક્ત સંપ્રદાય વ્યાપક રીતે વિસ્તરેલ હતો.
ચાવડા વંશના રાજવીઓ એ પણ દેવી મંદિર બંધાવ્યાં હતાં. વનરાજે કંટકેશ્વરીનું, લહરે વિંઘવાસિનીનું, યોગરાજે ભટ્ટારિકા યોગેશ્વરીનું તથા આવડે કંટકેશ્વરીનું મંદિર બંધાવ્યું હતું. આ સર્વ ઉપરથી ચાવડાઓના સમયમાં ગુજરાતમાં દેવપૂજા પ્રચલિત હતી તેમ જણાય છે.
ગુજરાતમાં સોલંકીકાળ દરમ્યાન દેવીપૂજાને વ્યાપક રીતે પ્રચાર થયો હોય તેમ તત્કાલીન અભિલેખો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યના અવશેષ ઉપરથી જણાય છે. આ સમયે દેવીપૂજા સરસ્વતી, અંબિકા, મહાકાલી, શીતળા, દુર્ગા, વગેરે નામે પ્રચલિત હતી.
સિદ્ધરાજ જયસિંહના સમયમાં દેવી ભટ્ટારિકાનું મંદિર બંધાયું હતું. દેવમાલાનું લિંબાજી માતાનું મંદિર તથા મિયાણીનું હરસિદ્ધિ માતાનું મંદિર ચૌલુક્યકાલીન હોવાનું મનાય છે. આ સમયે રચાયેલા કવિ સોમેશ્વર રચિત સુરથોત્સવ કાવ્યમાં પાંચ લોક દુર્ગાને લગતા છે. કવિ બાલચંદ્રના વસંતવિલાસમાં શરૂઆતમાં સરસ્વતીનું વર્ણન કરેલ છે. ચ. પ્ર.માં અંબિકાદેવીને ઉલ્લેખ મળે છે. વિ. સં. ૧૩૫રમાં લખાયેલ વિકમંજરી નામના ગ્રંથની હસ્તપ્રતમાં સરસ્વતીનું ચિત્ર જોવા મળે છે. આબુ ઉપરના લૂણિગવસહિ મંદિરમાં સરસ્વતીની પ્રતિમા કંડારેલ છે. પાટણમાં અષ્ટાપદજીના જૈનમંદિરમાં આવેલી એક અંબિકાની પ્રતિમાની પાટલીમાં વિ. સં. ૧૩૧૮ને લેખ જેવા મળે છે. વિ. સં. ૧૩૨૦ (ઈ.સ. ૧૨૬૪)ના કાંટેલામાંથી મળેલા લેખમાં સૌરાષ્ટ્રમાંના અધિકારી સામંતસિંહે ચંડિકાની મૂર્તિ પધરાવ્યાને ઉલેખ છે. વિ. સં. ૧૩૨૮(ઈ.સ. ૧૨૭૨)ના કચ્છના “રવ' ગામમાંથી મળેલા લેખમાં
Page #85
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ સંપ્રદાય રવેચી માતાના ઉલ્લેખ છે. ધીણેજનું વાઘેશ્વરી માતાનું મંદિર તેરમી સદીનું હેવાનું મનાય છે.
ઉપરના સર્વ ઉલેખ પરથી સ્પષ્ટ થાય છે કે સેલંકીકાળ દરમિયાન અંબિકા, સરસ્વતી, ચંડિકા, મહાકાલી, વગેરે દેવીઓની પૂજા પ્રચલિત હતી. અંબિકા જેનેની આરાધ્ય દેવી મનાતી હતી. અનેક જૈનમંદિરમાંથી અંબિકાની પ્રતિમા મળી આવેલ છે.
સલતનતકાલ દરમિયાન ગુજરાતમાં ઈસ્લામને પ્રસાર વધતાં અનેક હિંદુ દેવળીને નાશ થયો. તેના પરિણામે વિવિધ ધર્મસંપ્રદાયને પ્રચાર સ્થગિત થઈ ગયે. આમ છતાં શાક્ત સંપ્રદાય પ્રાચીનકાળથી ચાલ્યા આવતા સ્વરૂપે સમાજમાં ટકી રહ્યો. આ સમયે ગુજરાતમાં અંબા, કાલી અને બાલાનાં શક્તિપીઠ ઉપરાંત બીજાં નાનાંમેટાં દેવી મંદિરે ગુજરાતમાં અસ્તિત્વમાં હતાં. સતનતકાલના અભિલેખમાં આવાં મંદિરના ઉલ્લેખો મળે છે. ઘણું અભિલેખમાં આરંભમાં માતાની સ્તુતિ કરેલી જોવા મળે છે. માણસાની વાવમાંથી મળેલ વિ. સં. ૧૫૮૨ના લેખમાં વરૂણ, વિશ્વકર્મા અને પરાશક્તિનું સ્તવન કરેલું છે. આ સમયે અંબિકા, શારદા, કાલિકા વગેરેનાં મંદિરે બંધાયાં હોવાનું અભિલેખો પરથી જણાય છે. સલ્તનતકાલના અભિલેખોમાં આરાસુરનું અંબિકા પીઠ, કાલાવડનાં શીતળામાતા, હળવદની ભવાની માતા અને વાંકાનેરનાં મહાલક્ષ્મીનાં મંદિરને ઉલ્લેખ જોવા મળે છે.
મુઘલકાલમાં શક્તિપૂજા એ ઘર ઘરની પૂજા બની ગઈ હતી. દરેક કુટુંબ, જ્ઞાતિ, ગ્રામ વગેરેને પોતાની સ્વતંત્ર કુળદેવી હતી. દરેક શુભકાર્ય વખતે કુળદેવીની પૂજા કરવાની પ્રથા સામાન્ય બની હતી. ડભોઈના કિલ્લા ઉપરનું કાલિકાનું મંદિર મુઘલકાલ દરમ્યાન બંધાયું હોવાનું તે સમયના ત્યાંથી મળેલા લેખ ઉપરથી જણાય છે.
વર્તમાન સમયમાં પણ ગુજરાતમાં દેવીપૂજા પ્રાચીનકાળથી ચાલ્યા આવતા સ્વરૂપે પ્રચલિત છે. ઘણા લેકે નવરાત્રીને માતાના દિવસ તરીકે ખૂબ ધામધૂમથી ઊજવે છે. ઘણા માતાની આઠમને દિવસે હેમહવન કરે છે. શીતળા પૂજા ગામડામાં ઠેરઠેર પ્રચલિત છે. ઘણાં ગામમાં શીતળાનાં મંદિરે આવેલાં છે. ઘણી જ્ઞાતિઓમાં સીમંતોન્નયન સંસ્કાર વખતે કુળદેવીની પૂજા કરવાની અને તેને રમતાં રમતાં તેના સ્થાનકે મૂકી આવવાની પ્રથા છે. મોઢેરામાં આવેલ માતંગી માતા ગુજરાતની મોઢ જ્ઞાતિની કુળદેવી ગણાય છે. વાયડા વણિકે અને બ્રાહ્મણોની.
Page #86
--------------------------------------------------------------------------
________________
શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના
કુળદેવી વાયડમાતા મનાય છે. ગુજરાતમાં વસતા આવ્યંતર ઉદુમ્બર બ્રાહ્મણોની કુળદેવી સર્વમંગલા મનાય છે. તેનું મૂળ સ્થાન શામળાજીમાં હોવાનું મનાય છે. અમદાવાદમાં ભદ્રકાલી અને કાલીમાતાનાં સ્થાને ઘણું લોકપ્રિય છે. તાજેતરમાં સંતોષીમાતાની તથા ગાયત્રી માતાની ઉપાસના વધતી જાય છે. ગાયત્રી માતાનાં મંદિરે ઠેકઠેકાણે બંધાતાં જાય છે.
આમ, વર્તમાન સમયમાં દેવીપૂજા સૌમ્ય સ્વરૂપે પ્રચલિત છે. અનેક લોકો અંબાજી, પાવાગઢ, બહુચરાજી વગેરે સ્થળોએ યાત્રા અર્થે જાય છે. માતાના નામે અમુક ચેક્કિસ પ્રકારને આચાર ધર્મ પાળે છે. ઘણા લોકોના દેવધરોમાં માતાની મૂર્તિઓ જોવા મળે છે. અમદાવાદમાં આજે પણ નવરાત્રીના દિવસોમાં મહેલે મહોલ્લે માતાની પૂજા તથા આરતી થાય છે.
ગુજરાતનાં નામાંકિત શાક્તપીઠો:
શાક્તપીઠની ગણના વિવિધ પ્રકારે થયેલી જણાય છે. મંત્રચૂડામણિમાં બાવન મહાપીઠ ગણુવ્યાં છે અને દેવીગીતાના પ્રકરણના આઠમા અધ્યાયમાં ૭૨ પીઠે ગણાવ્યાં છે. આ સર્વપીઠા શાક્ત સંપ્રદાયનાં તીર્થધામો ગણાય છે. | ગુજરાતમાં શક્તિપીઠેમાં આરાસુરનું અંબિકાપીઠ મુખ્ય છે. કાલિકાપીઠ પાવાગઢ અને ગિરનારમાં છે. બાલાત્રિપુરાનું સ્થાન ચુંવાળમાં આવેલ બહુચરાજીમાં છે. મિયાણીનું હરસિદ્ધિ માતાનું સ્થાન સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે. આ ઉપરાંત, કચ્છમાં આશાપુરા, પેટલાદમાં આશાપુરા, ઓખામંડળમાં અભયામાતા, આરંભડામાં લૂણમાતા, દ્વારકામાં રુકિમણી, ચંદ્રભાગા અને ભદ્રકાલી, કાલાવડમાં શીતળામાતા હળવદમાં સુંદરીમાતા, ઉપલેટા પાસે ખત્રીઓની કુળદેવી માત્રીમાતા, ભાવનગર પાસે ખોડિયારમાતા, આબુમાં અર્બુદામાતા, નર્મદાતીરે અનસૂયામાતા, અરણેજમાં બુટમાતા વગેરે જાણીતાં શાક્તપીઠે છે. આ સર્વેમાં આરાસુરનું અંબાજીનું, પાવાગઢમાં કાલિકાનું અને શંખલપુરનું બહુચરાજીનું મંદિર ખૂબ જાણીતાં છે. આરાસુરનું અંબાજીનું મંદિર :
આરાસુરનું અંબાજીનું મંદિર ભૂતપૂર્વ દાંત રાજ્યના અધિકાર નીચે હતું. દાંતાના રાજવીઓ પિતાને અંબાજીના ભક્ત માને છે. આ સ્થળ સાથે ગુજરાતના વડનગરા, સાઠોદરા વગેરે નાગર બ્રાહ્મણે સંકળાયેલ છે. તેઓ આ સ્થાનને પરંપરાથી વહીવટ કરે છે. આ સ્થળે કાર્તિક, માર્ગશીર્ષ અને ભાદ્રપદ માસની
Page #87
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમર સંપ્રદાય પૂર્ણિમાએ મેળો ભરાય છે. અહીં માતાને પૂજાને પહેલે હકક નગર બ્રાહ્મણોને હેવાનું મનાય છે.
અહીંનું મંદિર આરસનું છે. તેનું ગર્ભગૃહ વિશાળ છે. તેને બાહ્ય આકાર ગઢ જેવો છે. દરવાજાની આગળ ખુલો ચોક છે તેને “ચાચર ચોક કહે છે. ગર્ભગૃહમાં માતાજીને ગેખ છે. તેમાં વસો યંત્ર આવેલ છે. અહીં માતાજીને શૃંગાર એવી રીતે કરવામાં આવે છે કે એમાં એમની પ્રતિમાને ભાસ થાય. ચક્રની પાછળ કાળા પથ્થરની એક પ્રતિમા પણ છે. મંદિરના સ્તંભે ઉપર ૧૫મી ૧૯મી સદીના લેખે કોતરેલા છે. અહીં સાંજના ભવ્ય આરતી થાય છે. મંદિરની સામે “ગમ્બર” નામે ઓળખાતા પર્વત ઉપર માતાજીનું પ્રાચીન સ્થાન હોવાની માન્યતા છે. અહીં પ્રથમ આરતી અને દીવો થાય ત્યાર પછી આ મંદિરમાં આરતી થાય છે. મંદિરની બહાર યાત્રાળુઓને ઊતરવા માટે ધર્મશાળાઓ આવેલી છે. મંદિર તરફથી વેદના અભ્યાસ માટે એક ઉત્તમ પાઠશાળા ચાલે છે. અહીં માનસરોવર નામે ઓળખાતો એક કુંડ છે. હાલમાં આ સ્થળ ગુજરાતનાં અનેક નગરો સાથે બસવ્યવહારથી જોડાયેલ છે. દા.ત, અમદાવાદ, નડિયાદ, ખંભાત, આણંદ, દાહોદ, વડોદરા, ડાકેર, રાજકેટ, સૂરત વગેરે.. પાવાગઢ પરનું કાલિકામાતાનું મંદિર :
આ મંદિર ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ પર્વતની ટચ ઉપર આવેલું છે. મંદિર ઉપર જવા માટે ટોચની ઉપરના ભાગે પગથિયાં છે. તેની પાસે દુધિયા તળાવના નામે ઓળખાતું એક નાનકડું તળાવ છે. મંદિરની બાંધણું નાની અને સાદી છે. ગર્ભગૃહમાં ડાબી બાજુએ મહાકાળીની મૂર્તિ અને જમણી બાજુએ બહુચર માતાજીનું મંદિર-યંત્ર છે. વચમાં કાલિકામાતાની મૂર્તિને મુખ્ય ભાગ છે. રંગમંડપ ઉપર ઘૂમટ છે. આ એક પ્રાચીન મંદિર છે.
અનથતિ પ્રમાણે જાણવા મળે છે કે આ પર્વતની કુદરતી આકૃતિ કાલિકાના યંત્ર જેવી છે. સ્કંદપુરાણમાં પાવકાચલ માહાસ્ય નામનું પ્રકરણ છે. તેમાં વિશ્વામિત્રે અહીં પ્રકૃતિ દેવીની આરાધના કર્યાનું વર્ણન આપેલ છે. આના માટે કેઈ અતિહાસિક પ્રમાણ મળતું નથી. મુસ્લિમ સમયમાં ગુજરાતના બાદશાહ મહમૂદ બેગડાએ ચાંપાનેરમાં હુમલો કરી અહીંના રાજા પતાઈ રાવળને હરાવ્યા હતા. આ વખતે મુસલમાનેએ આ સ્થાનને ઘણું નુકસાન કર્યું હતું. આજે પણ તેની સ્મૃતિરૂપે મંદિરની બાજુમાં પીરની દરગાહ આવેલી છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના
૭૯ આ સ્થાનની અધિષ્ઠાત્રી કાલિકાનું પૂજન ડશોપચારથી થાય છે. વંશ પરંપરાથી ભટ્ટજીના વંશજો તેનું પૂજન યજન કરે છે. દર વર્ષે અહીં સહસ્ત્રચંડી અને શતચંડીના અનુષ્ઠાન થાય છે. પ્રાચીન સમયમાં અહીં માતાજી સમક્ષ પશુબલિ અપાતો હશે. પણ હાલમાં અહીં આવું કઈ થતું જોવા મળતું નથી. ચૈત્ર માસમાં અહીં મેળો ભરાય છે. આજુબાજુથી અનેક યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. હાલમાં રાજ્ય સરકારે આ સ્થાનને વિકસાવવામાં નોંધપાત્ર ભાગ ભજવે છે.
સમગ્ર ગુજરાતમાં કાલિકાની પૂજા પ્રસરેલી છે. ગુજરાતમાં કાલિકાને ભદ્રકાલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીં વામ માર્ગો પૂજાને પ્રચાર નથી પણ શિવકાલિકાની પૂજા પ્રચલિત છે તે સ્પષ્ટ થાય છે. શંખલપુરનું બહુચરાજી મંદિર :
બહુચરાજી એ ચુંવાળની પીઠની દેવી છે. તે સ્થાનની મૂળ દેવીનું નામ બાલા ત્રિપુરા છે. તે શ્રીકુલની વિદ્યા છે. આ સ્થાનમાં ચારણબાઈને દેહ આવેશથી છૂટવાથી તે સ્થાન સાથે ચારણ જાતિની સ્ત્રી-યોગિનીનું રૂપ આપવામાં આવેલ છે. આ દેવીનું બાલાયંત્રનું રૂપ અને તે ઉપર ચળકતી આંગી મૂકવાની પ્રથામાં હિંદુ-મુસ્લિમ પ્રથાનું મિશ્રણ થયેલું જોવા મળે છે. અનુશ્રુતિ પ્રમાણે આ સ્થાનને હીજડાઓની સાથે સાંકળવામાં આવે છે. પોતે માતાજીના ભક્ત હેવાને દાવો કહી અજ્ઞાન પ્રજાને હીજડાઓ છેતરે છે. પરંતુ આ સ્થાન શુદ્ધ
સ્વરૂપે બાલા ત્રિપુરાનું છે. બાલા ત્રિપુરા દેવીના મંત્ર, યંત્ર અને તંત્રનું વર્ણન તંત્રશાસ્ત્રમાં છે.
અનુકૃતિ પ્રમાણે જાણવા મળે છે કે ચારણ જાતિની કેટલીક સ્ત્રીઓ સલખનપુર (શંખલપુર)થી પાસેના ગામે જતી હતી. ત્યાં તેમના ઉપર કેટલાક કાળીઓએ હુમલો કર્યો. આમાંની એકનું નામ બહુચરા હતું. તેણે તલવાર વડે પિતાનાં સ્તન કાપી નાખ્યાં. તેની સાથે તેની બૂટ, બુલાલ નામની બહેને પણ આવેશથી ત્રાગાં કરી મરી ગઈ. સમય જતાં આ સ્થાને દેવીપૂજાનાં સ્થાને બન્યાં. ચુંવાળમાં બહુચરાજી પૂજાયાં. અરણેજમાં બુટ પૂજાયાં અને સિહોરથી પંદર માઈલ બાહલુક આગળ બુલાલ પૂજાયાં. આ અનુશ્રુતીને કેાઈ પ્રમાણ મળતું નથી. ડો. ભોગીલાલ સાંડેસરા જણાવે છે કે “ભિનમાલમાં પ્રાચીનકાળમાં ભૂતમાતાની પૂજા થતી હતી. સંભવ છે કે આ ભૂતમાતા એ જ બૂટમાતા હશે. પ્રભાસપાટણમાં ભૂતમાતાનું મંદિર હોવાને ઉલ્લેખ પ્રભાસખંડમાં છે. વઢ
Page #89
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મસંપ્રદાય વાણ, ધોળકા, લખતર વગેરેમાં પણ બૂટમાતાનાં મંદિર છે. મહેસાણુ પાસે બૂટપાલડી ગામનું નામ પણ આ ભૂતમાતા કે બૂટમાતા ઉપરથી પડયું હોય તેમ લાગે છે.
બહુચરાજીનું મુખ્ય મંદિર ભાદા પથ્થરનું બાંધેલું છે. લગભગ ૧૦૦ ફૂટ (૩૦.૫ મીટર) લાંબુ, ૫૦ ફૂટ (૧૫ મીટર) પહોળું અને ૫૬ ફૂટ (૧૬.૧ મીટર) ઊંચું છે. એનું વિશાળ શિખર ઘણે દૂર સુધી દેખાય છે. મંદિર પૂર્વાભિમુખ છે. અહીં બે સભામંડપ છે. સ્તંભો પર સુંદર સ્ત્રી પ્રતિમાઓ કંડારેલી છે. મંદિરનાં ત્રણ દ્વારે ચાંદીનાં છે. ગર્ભગૃહમાં માતાજીનું સ્થાનક છે. એમાં પાંચેક ફૂટ (૧.૫ મીટર) ઊંચા સિંહાસન ઉપર માતાજીને ચાંદીને મઢેલે ગેખ છે. એની અંદર સફટીકનું બાલાયંત્ર છે. તેની ઉપર બીજમંત્ર સહિત સુવર્ણયંત્ર છે. તેનું વ્યવસ્થિત રીતે રોજ પૂજન થાય છે. ગોખની આગળ માતાજીની પ્રતિમા છે. બાજુમાં ગર્ભગૃહમાં પ્રક્ષાલનનું પાણું ઝીલતા છોકરાનું એક પૂતળું છે. આ મંદિરની પાછળ માતાજીનું મૂળ સ્થળ આવેલું છે.
આ દેવીનું વાહન કૂકડે છે. સોલંકી રાજવીઓના ધ્વજનું ચિહ્ન કૂકડે હતું. આજે પણ ગુજરાતમાં આ દેવીની પૂજા વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે.
ગુજરાતમાં તાંત્રિકશાસ્તને કોઈ સ્વતંત્ર સંપ્રદાય હોય તેમ લાગતું નથી. તેમ છતાં લોકધર્મની દેવીઓ શીતળા, મેલડી વગેરેનું સમાજમાં ઘણું મહત્તવ છે. મેલડી માતાના નામે ઘણું ભૂવાઓ મંતર મંતર કરતા હોય છે. શીતળા માતાની પૂજા થાય છે. ઘણા બધા માનતા માને છે. ઘણું લેકે શીતળા માતાના નામે વાતાવરણ તૈયાર કરી ધારી અસર ઉપજાવતા હોય છે.
શ્રી અરવિંદના અનુયાયીઓમાં માતાજીને મહિમા વિશેષ છે. ગુજરાતમાં પણ અરવિંદના અનુયાયીઓ માતાજીની અગોચર પક્ષ શકિત અને સહાયમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. શાક્ત સંપ્રદાયના કવિઓ:
શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયની માફક શાકત સંપ્રદાયની પણ ગુજરાતી સમાજ ઉપર ખૂબ અસર વર્તાય છે. શાકત સંપ્રદાયના સિદ્ધાંતને લગતું સાહિત્ય ગુજરાતી ભાષામાં બહુ જ ઓછું મળે છે. જે સાહિત્ય મળે છે તે કેવળ ભક્તિ પ્રધાન છે. તેમાં દેવીની સ્તુતિ તેમજ તેનાં વિવિધ સ્વરૂપની ચર્ચા કરેલ જેવા મળે છે. ગુજરાતમાં દેવી ભક્તો તરીકે કેટલાક કવિઓ થઈ ગયા છે તેમાં વલ્લભ ધોળાનું નામ ઘણું જ લોકપ્રિય છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેની આરાધના
(૧) નાથભવાનઃ
આ કવિ સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રાંતના ઘોડાદર ગામના હેવાથી તેમની અટક ઘોડા હતી. તેઓ વડનગર બ્રાહ્મણ હતા. તેમની કુળદેવીનું નામ આનંદશ્વરી હતું. તે શક્તિના પરમ ઉપાસક હતા. તેમનું સૌપ્રથમ કાવ્ય “અંબા આનન” નામનો ગરબો હતા. આમાં દેવીના સૂક્ષ્મ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે પણ નાગરજ્ઞાતીમાં આ ગરબે પ્રેમથી ગવાય છે. આ ઉપરાંત કવિએ શ્રીધરી ગીતા, બ્રહ્મગીતા વગેરેનું ભાષાંતર કર્યું છે. ઉત્તરાવસ્થામાં તેમણે સન્યસ્ત ધારણ કર્યું હતું. ભક્તવલભધોળા:
દેવીશક્તિના પરમ ઉપાસક શ્રી વલ્લભધાળાને જન્મ ઈ. સ. ૧૫૮૪માં અમદાવાદમાં થયે હતો. તેમના પિતાનું નામ હરિભજી હતું. તેઓ ગૌત્તમ ગોત્રના બ્રાહ્મણ હતા. તેઓ અમદાવાદમાં હાલમાં નવાપરાના બહુચરાજી નામે ઓળખાતા વિસ્તારમાં રહેતા હતા. તેમની માતાનું નામ ફુલહરિ અને ભાઈનું નામ ધોળા હતું. બંને જોડકા પુત્ર હોવાથી વલ્લભધોળા તરીકે ઓળખાતા. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે “પાંચમા વર્ષે તેમને મંત્રસિદ્ધિ થઈ હતી અને શીઘ કવિ બન્યા હતા. વલ્લભ ભટ્ટે અનેક ગરબાઓ રચ્યા છે. આ કવિને મન દેવી સ્વરૂપની ભાવના સ્થળ નહિ પણ સૂક્ષ્મ સ્વરૂપની હતી. દેવીભક્તિના કાવ્યો રચનાર ગુજરાતી કવિઓમાં તે સર્વોત્તમ છે. વલ્લભ ભટ્ટના અનેક ગરબાએમાં “આનંદનો ગરબો” શક્તિના સત્ય રહસ્યને સમજાવનાર છે. એ ગરબાની પ્રત્યેક પંક્તિમાં ભક્તિને શુદ્ધ આવેશ વર્તાય છે. મી મહારાજ (ઈ. સ. ૧૭૩૮-૧૯૯૮): | ગુજરાતના શાકત સંપ્રદાયના તત્વચિંતક કવિઓમાં મીઠું, મહારાજનું કાર્ય નોંધપાત્ર છે. એમણે સંસ્કૃત અને ગુજરાતીમાં અનેક રચનાઓ કરી છે. શંકરાચાર્યકૃત દેવીસ્ત્રોત, સૌન્દર્ય લહરી અથવા શ્રીલહરીને તેમણે શિખરણી છંદમાં ઉત્તમ અનુવાદ કર્યો છે. આ કવિએ આ ઉપરાંત રસિકવૃત્તિવિનોદ, હંસવિલાસ શક્તિવિલાસલહરી, શ્રીરસ, ભક્તિ તરંગિણી, સ્ત્રી તત્તમ વગેરે કૃતિઓ રચી છે.
આ કવિઓ ઉપરાંત બાઈજની, કવિ બાલ વગેરેએ દેવી સ્તુતિનાં કાવ્યો રચ્યાં છે. તેમણે પોતાનાં કાવ્યમાં દેવી મહિમા ગાઈ ગુજરાતમાં શાકત સંપ્રદાયને વિકસાવવામાં મહત્વનો ફાળો આપે છે. - -
ગુ. ૬
Page #91
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય (૨) સૂર્ય પૂજા
વેદમાં સૂર્યોપાસના નજરે પડે છે. ગાયત્રી મંત્ર એ સૂર્યમંત્ર છે. દક્ષિણ ભારતમાં સૂર્યપૂજાના પ્રાચીન અવશેષે અદ્યાપિપર્યત પ્રાપ્ત થાય છે. વળી, રામાયણ, મહાભારત, પુરાણો વગેરેમાં સૂર્યોપાસનાના અનેક ઉલ્લેખ મળે છે. રામચંદ્ર સૂર્યવંશી હતા. સૂર્યવંશનો આદ્યપુરુષ ઈક્વાકુ મનુ વૈવસ્વતના પુત્ર હતા. વૈવસ્વત મનુ વિવસ્વાન આદિત્યના પુત્ર હતા. રામાયણમાં સુગ્રીવની ઉત્પત્તિ સૂર્ય દ્વારા તથા મહાભારતમાં કર્ણની ઉત્પત્તિ સૂર્ય દ્વારા થયાની વાત જાણીતી છે. એ ઉપરાંત સૂર્યો કર્ણના રક્ષણ માટે તેને પોતાના કવચ અને કુંડલ આપ્યાં હતાં તથા યુધિષ્ઠિરે અતીથિ ધર્મના પાલન માટે સૂર્યની આરાધના કરી અક્ષયપાત્ર મેળવ્યું હતું. એવા ઉલેખ મહાભારતમાંથી મળે છે. પુરાણોમાં સૂર્યોપાસનાને લગતાં દાને, વ્રત અને પૂજને લગતા વિવિધ ઉલ્લેખ મળે છે. “ભવિષ્ય પુરાણમાં સૂર્યપૂજાના સંદર્ભમાં શ્રીકૃષ્ણના પુત્ર “શામ્બ’નું આખ્યાન છે. જાંબુવંતીના પુત્ર શાખે દુર્વાસાના શ્રાપમાંથી મુક્તિ મેળવવા શકઠીપમાંથી આ બ્રાહ્મણોને બોલાવી મૂલસ્થાન પાસે સૂર્ય મંદિર બંધાવી શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી એવી અનુકૃતિ છે.
આમ, ભારતમાં ઘણા પ્રાચીનકાળથી ચાલી આવતી સૂર્ય પૂજા લગભગ બારમી સદી સુધી વ્યાપક સ્વરૂપે પ્રચલિત હતી. સમય જતાં તે કેવળ સંયો પાસનામાં જ રહી. ભારતમાં સૂર્ય પૂજા બે તબક્કામાં પ્રચલિત બની : (૧) વેદિક સૂર્યોપાસના, (૨) ઈરાનની અસર નીચે વિકસેલી સૂર્યોપાસના. વેદકાલમાં અહીં દેવની ઉપાસના સૂકતો તથા ય દ્વારા થતી. મિથ-મિત્ર અને ખ્રિહ-મિહિર એ ભારતીય ઈરાની આના સૂર્યદેવ છે. સૂર્યની મૂર્તિપૂજા ઉત્તરભારતમાં ઈરાનમાંથી આવી. તેથી ત્યાંની સૂર્યપ્રતિમાને પગમાં (ઢીંચણ સુધીના) લાંબા બૂટ દર્શાવેલ હેય છે. દક્ષિણ ભારતની સૂર્ય પ્રતિમા શુદ્ધ ભારતીય સ્વરૂપની હોય છે. સૂર્યદેવને હાથમાં કમળ હોય છે. કમળ સૂર્ય દ્વારા ખીલે છે. સમય જતાં ભારતમાં સૂર્યપૂજાને “સૌર સંપ્રદાય'ના નામે વિકાસ થયો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ એક જ સૂર્યનાં વિવિધ સ્વરૂપે મનાવા લાગ્યાં. આગળ જતાં સૂર્ય અને નારાયણનું એક સંયુક્ત સ્વરૂપ પ્રજાવા લાગ્યું જે હાલ સૂર્યનારાયણને નામે ઓળખાય છે. - સૂર્યપરિવારના દેવામાં અરુણ, અશ્વિન, ઉષા, પ્રતિહારો, (પ્રતિહારેમાં સ્કંદ એટલે કાર્તિકેય અને અગ્નિને સમાવેશ થાય છે.) સૂર્યપત્નીઓ વગેરેને સમાવેશ થાય છે. સૂર્યપત્નીઓમાં રાણી, છાયા, ઉષા અને નિષ્ણુભા એવાં ચાર
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૩
શાકન સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના નામ મળે છે. વિષ્ણુ પુરાણમાં આદિત્ય, ઋષિઓ, ગાંધર્વો, યક્ષો, નાગ વગેરેને વાસ સૂર્યના સતા મુખમાં જણાવેલ છે. સૂર્યમંડળમાં સૂર્ય, અન્ય આઠ ગ્રહ, ઉપગ્રહે, તારા, નક્ષત્ર વગેરેનો સમાવેશ થાય છે. સૂર્યના સપ્તાશ્વ સાત વારના ઘાતક છે એવી એક માન્યતા છે અથવા એ સૂર્યને વેત પ્રકાશના મૂળમાં રહેલા સપ્ત વિભિન્ન રંગનાં પ્રતીક હોય. ગાયત્રી મંત્રઃ
| ગાયત્રી મંત્ર એ સૂર્યનારાયણની શુદ્ધ ઉપાસના છે. “૩૦ મૂવ. ઃ તત્ય વિતુર્વરેન્ચ મે સેવ ધીમહિ ધિ છે : વાર” (પૃથવી અંતરિક્ષ અને સ્વર્ગમાં જે પ્રસંશનીય તેજ વ્યાપેલું છે તે તેજનું હું ધ્યાન ધરું છું, એ તેજ મારી બુદ્ધિને પ્રેરે). આ ત્રિપદા ગાયત્રી ઈદમાં રચેલી ઋચામાં ના સૂર્યનારાયણ આખા જગતને આવરી લે છે. આ ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાને મંત્ર છે તેને છંદ ગાયત્રી ઈદ હેવાથી તે ગાયત્રી મંત્ર તરીકે ઓળખાય છે. આજે સમાજમાં ગાયત્રી મંત્રનું મહત્વ વિશેષ છે. અનેક માનવીઓ શ્રી અને સરસ્વતી મેળવવા, આ મંત્ર દ્વારા સૂર્યની ઉપાસના કરે છે. વિદ્વાને એને સાવિત્રી ક્યાં (સવિતાદેવને લગતી ઋચા) તરીકે ઓળખાવે છે. ગુજરાતમાં સૂર્ય પૂજાને પ્રસારઃ
પ્રાચીન ભારતમાં છેક વેદકાલથી સૂર્યઉપાસના પ્રચલિત હતી. ગુજરાતમાં મૈત્રકકાલથી સૂર્યમંદિર અને સૂર્યપ્રતિમાઓ દેખા દે છે. કુમારગુપ્તના લેખમાં જણાવ્યું છે કે માલવગણુ સ. ૪૯૩ (ઈ.સ. ૪૩૬)માં દશ પુર (મંદ સર)માં લાટના પટ્ટ વાયની (પટેળાં વણનારા કારીગરો) શ્રેલને કુમારગુપ્તના અમલ દરમ્યાન નગરમાં દીપ્ત રશ્મિનું મંદિર બંધાવ્યું હતું. મૈત્રક રાજવીઓના અમલ દરમ્યાન સૂર્ય પૂજા ધીરે ધીરે વ્યાપક બની હતી. મૈત્રક રાજવી ધરપટ્ટ આદિત્ય ભક્ત હતો. આ સમયે સૌરાષ્ટ્રમાં અનેક સૂર્યમંદિરે બધાયાં હતાં. જંબુસરમાં આદિત્યનું મંદિર હતું.
સેલંકીકાળ દરમિયાન અગિયારમી સદીમાં ભીમદેવ ૧ લાના સમયમાં બંધાયેલ મોઢેરાનું સૂર્યમંદિર પ્રાચીન મંદિરમાં સર્વશ્રેષ્ઠ છે. સરસ્વતી પુરાણમાં જણાવ્યું છે કે સિદ્ધરાજે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે ભાયલસ્વામીનું મંદિર બંધાવ્યું હતું. ભાયલ્લ સ્વામી એ સૂર્યનું નામ છે.
વાઘેલાકાત દરમ્યાન સ્તંભતીર્થ (ખંભાત) પાસે આવેલ નાગરક (નગરા) માં મહામાત્ય વસ્તુપાલે સૂર્યપત્ની રન્નાદેવી અને રાજદેવીની મૂર્તિ પધરાવી
Page #93
--------------------------------------------------------------------------
________________
- ગુજરાતના ધમ સંપ્રદાય હતી. ખેરાલુમાંથી એક પ્રાચીન મૂર્તિ મળી આવેલ છે. આ મૂર્તિ ઉપર સં. ૧૨૯૩ (ઈ.સ. ૧૨૩૭)ને લેખ છે. (અહીં જુઓ ચિત્ર નં. ૧૫.) વાઘેલા રાજવી વીસલદેવે મૂલસ્થાનનાં સૂર્યમંદિરોને જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. સૌરાષ્ટ્રના અધિકારી સામંતસિંહે દ્વારકાના માર્ગમાં આવેલા રેવતી કુંડમાં અન્ય દેવની સાથે સૂર્યમૂર્તિ પધરાવી હતી. વિ. સં. ૧૩૪૬ (ઈ.સ. ૧૨૯૦)ના વંથળીમાંથી મળેલા લેખમાં શરૂઆત છે તૈમઃ શ્રી રેવંતાથી કરે છે. વિ. સં. ૧૩૫૪ (ઈ. સ. ૧૨૯૮)ની મુરલીધર મંદિરની પ્રશસ્તિમાં શરૂઆતના મંગલાચરણના શ્લોકમાં સૂર્યની સ્તુતી જોવા મળે છે. આ પ્રશસ્તિમાં એક સૈનિકે સૂર્ય લેકમાં પ્રયાણ કર્યાનું જણુવ્યું છે (શ્લોક ૨૦-૨૧). પ્રભાસપાટણમાં સૂર્યની કેટલીક પ્રાચીન મૂર્તિઓ મળી આવેલ છે. ત્રિવેણુ પાસે આવેલું સૂર્યમંદિર સોલંકીકાલીન હેવાનું મનાય છે.
આમ, આ સર્વ પ્રમાણે પરથી જણાય છે કે પ્રાચીનકાલથી ચાલી આવતી સૂર્ય પૂજા છેક સોલંકીકાલ સુધી ગુજરાતમાં સ્વતંત્ર સંપ્રદાય રૂપે અસ્તિત્વમાં હતી. ત્યાર પછીના સમયમાં મુસ્લિમકાળ દરમ્યાન સૂર્યમંદિરને નાશ થતાં તેમજ નવાં મંદિરનું સર્જન અટકી પડતાં ધીરે ધીરે સૂર્ય પૂજાવિષ્ણુપૂજાની સાથે ભળી ગઈ. તેમ છતાં આજે બ્રાહ્મણે સંધ્યાવંદનમાં ગાયત્રી મંત્રની ઉપાસના કરે છે. પંચાયતન મંદિરમાં અને ઘરની સેવામાં સૂર્ય પૂજા ચાલુ છે. ઘણું રવિવાર કરે છે. લગ્ન વખતે વરકન્યાની કુંડળીમાં સૂર્ય નબળો હેય તે સૂર્યના જપ બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવે છે. આજે અનેક લેકે સત્યનારાયણની પૂજા કરે છે. આમાં વિષ્ણુ અને સૂર્યની પૂજાને સમાવેશ થયેલ છે. સૂર્યમંદિરે | ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અનેક પ્રાચીન સૂર્યમંદિરો આવેલાં છે. થાનનું સૂર્યમંદિર જાણીતું છે. પ્રભાસપાટણમાં કેટલાંક પ્રાચીન સૂર્યમંદિર આવેલાં હતાં. આ ઉપરાંત મોઢેરા, જંબુસર, ડભોઈ, નગરા, વીસાવાડા, શ્રીનગર, કિંદરખેડા, સૂત્રાપાડા, કેટઈ (), ઢાંક, પોરબંદર પાસે પરબડી, કેટયર્ક, વડોદરા (અહી છેક ૧૮મી સદીમાં સૂર્યમંદિર બંધાયું હતું), દેલમાલ, પાવાગઢ વગેરે સ્થળેએ જુદા જુદા સમયે બંધાયેલ પ્રાચીન સૂર્યમંદિરે આવેલાં છે. આ સર્વમાંથી કેટલાકમાં સૂર્ય પ્રતિમાઓ ઉત્તરભારતની પ્રણાલિકા પ્રમાણેની જોવા મળે છે. કેટલાંક મંદિર ખંડિત અવસ્થામાં છે. આ સર્વેમાં મોઢેરાનું સૂર્યમંદિર સર્વોત્તમ છે. મોઢેરાનું સૂર્યમંદિર :
ગુજરાતમાં મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો છે. આ મંદિર પૂર્વાભિમુખ છે. તે સ્પષ્ટતઃ બે વિભાગમાં વહેંચાયેલ છે. એકમાં ગર્ભગૃહ
Page #94
--------------------------------------------------------------------------
________________
શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના
અને બીજામાં ગૂઢમંડપ છે. એની આગળ અલગ સભામંડપ છે. સભામંડપની સામે સૂર્યકુંડ છે. તે હાલમાં રામ કુંડના નામે ઓળખાય છે. ગર્ભગૃહથી માંડીને સભામંડપ સુધીની લંબાઈ ૪૪ મીટર છે. સભામંડપ ૧૫૪૧૫ સમરસ મીટરને છે. મંડપમાં પ્રવેશ માટે તંભાવલીયુક્ત શૃંગાર ચેકીએ ચારે બાજુએ આવેલી છે. આગળ કીતિ તારણના અવશેષ રૂપે બે થાંભલા ઊભા છે. મધ્યના અષ્ટસ્તંભ ઉપર મંડપને મુખ્ય ભાગ રચાયેલ છે. આ સ્તંભે લગભગ ચાર મીટર ઊંચાઈના છે.
ગર્ભગૃહ તથા ગૂઢમંડપને વિસ્તાર ૨૪૪૧૫ મીટર છે. ગૂઢમંડપની સામે શૃંગાર ચકી આવેલી છે. દીવાલની બહારની બાજુએ બધી મળીને બાર સૂર્યપ્રતિમા ઓ છે. પીઠ અને મંડેવરના ભાગે શિલ્પોથી શણગારેલા છે. મંદિરની બહારની દીવાલ વચ્ચે પ્રદક્ષિણું પથ આવેલ છે. પણ તેમાં બાર ગોખલાઓમાં સૂર્યમૂર્તિઓ આવેલી છે. ગર્ભગૃહની નીચે ૩.૫ ૪૩.૨ મીટર જેટલો ખાડો છે. જેમાં સૂર્યપ્રતિમા માટેના આસનની વ્યવસ્થા હશે. ગર્ભગૃહની મૂળ સૂર્યપ્રતિમાને હાલ પત્તો નથી. ગર્ભગૃહની પછીતમાં વિ. સં. ૧૦૮૩ (ઈ. સ. ૧૦૨૬-૨૭) વર્ષ દર્શાવતો લેખ છે. આ મંદિર સેલંકી રાજવી ભીમદેવ ૧લાના સમયમાં બંધાયું હોય તેવું લાગે છે. સભામંડપની સામે પૂર્વ તરફ સૂર્યકુંડ આવેલું છે. એની લંબાઈ ૧૭૬ ફૂટ તથા પહોળાઈ ૧૨૦ ફૂટની છે. પગથિયાં ઊતરતાં વચ્ચે નાની દેરીઓ આવે છે. તેમાં વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિમાઓ નજરે પડે છે. કુંડમાં શેષશાયી વિષ્ણુની પ્રતિમા સભામંડપની સામે આવેલ છે. નોંધપાત્ર હકીકત એ છે કે, મંદિર કે કુંડમાં કયાંય પણ ચૂને કે સિમેન્ટ વાપરવામાં આવ્યો નથી. સુથાર લાકડાને સાલવીને બેસાડે છે તેમ, દરેક પથ્થરને સાલવીને ગોઠવવામાં આવેલ છે. સૂર્યમંદિર અને કુંડની રચના એવા પ્રકારની છે કે, ઊગતા સૂર્યના પહેલાં કિરણો મંદિરમાં મુખ્ય પ્રતિમાના ચરણમાં પડે. કિરણે પાણી ઉપર પડતાં આખું મંદિર પ્રકાશથી શોભી ઊઠે છે. (જુઓ ચિ. ન. ૧૪) સૂર્યમંદિર દ્વારકા
દ્વારકાના ઉત્તર પશ્ચિમ ભાગે એક કલાસકુંડ નામે ઓળખાતા કુંડ છે. આ કુંડની ઊંડાઈ લગભગ ૭૨ ૪૭૨ ફૂટની છે. તેમાં ઊતરવા માટે પગથિયાં છે. ગર્ભસંહિતામાં આ કુંડને સૂર્યકુંડ તરીકે ઓળખવામાં આવેલ છે. આ કુંડની ઉત્તરે સૂર્યમંદિર આવેલું છે. મંદિરમાં હાલમાં જીર્ણોદ્ધાર કરીને સૂર્યની પ્રતિમાની
સ્થાપના કરેલ છે. મંદિરની બહાર આવેલી એક પ્રતિમાને “અરુણની પ્રતિમાના નામે ઓળખવામાં આવે છે. સંભવ છે કે આ જ પ્રાચીન મૂર્તિ હશે. પ્રતિમા
Page #95
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ સંપ્રદાય ઉત્તમ છે. તેને જમણે હાથમાં કમળ છે. ડાબા હાથમાં દંડ છે. આ પ્રતિમાની શૈલી જોતાં આ મંદિર લગભગ આઠમી સદીનું હેવા સંભવ છે. કુંડમાં એક સૂર્ય પ્રતિમા આવેલી છે. તેની બાજુમાં બે દાસીઓ ચમર ઢોળે છે. મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણા માર્ગ રંગમંડપ વગેરે આવેલા છે. મંદિરને કુલ ૧૬ થાંભલા છે. આમ, અહીંનાં શિલ્પ જોતાં આ મંદિર પ્રાચીન સૂર્યમંદિર હેવાની પ્રતીતિ થાય છે. અમદાવાદનું સૂર્યમંદિર :
અમદાવાદમાં અસારવામાં આવેલ નીલકંઠ મહાદેવમાં એક સૂર્યમંદિર આવેલું છે. દેવાલયના આગળના ભાગમાં સરસ્વતી અને નીચે ગણપતિની પ્રતિમા ઓ આવેલી છે. ગણેશની પ્રતિમા ચતુર્ભ જ છે. તેમના ઉપલા હાથમાં અંકુશ અને પદ્મ છે અને નીચલા બે હાથમાં માળા અને મોદક છે. મંદિરના ગર્ભગૃહમાં સૂર્યનારાયણની પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલ છે. પ્રતિમાને સાત અશ્વવાળા રથ ઉપર દર્શાવેલ છે. સૂર્યદેવ રક્ત પઢા પર પદ્માસન વાળીને બેઠેલા છે. પાછળના બંને હાથમાં બેવડી પાંખડીવાળાં પદ્મ ધારણ કરેલાં છે. આગલે જમણો હાથ અભય મુદ્રામાં છે. ડાબે હાથે વરદ મુદ્રામાં છે. મસ્તકે કિરીટ મુકુટ છે. શરીરે કડી, હાર, કડાં, બાજુબંધ, ઉપવીત, તિલક વગેરે ઉપકર ધારણ કરેલ છે. મુખની આસપાસ પ્રભાચક્ર આવેલું છે. ગુજરાતમાંથી મળી આવતી નોંધપાત્ર સૂર્યપ્રતિમાઓ
ગુજરાતમાં સારા પ્રમાણમાં સૂર્યમંદિર આવેલાં હોવાથી, ત્યાંથી અનેક સૂર્યપ્રતિમાઓ મળે છે. ખંભાતથી ઉત્તરે ૩ કિ.મી.ના અંતરે આવેલા નગરા ગામમાં એક શિવાલયમાં બે પ્રાચીન સૂર્યપ્રતિમાઓ અને ત્રણ સૂર્યાણીની પ્રતિમાઓ આવેલી છે. એમાં મધ્યસ્થ સૂર્યની પ્રતિમા સફેદ આરસની દ્વિભુજ છે. માથે મુકુટ, હાથમાં શ્રીવત્સ, શરીરે યજ્ઞોપવીત, હાથમાં પદ્મ, પગમાં હેલબુટ, એના ઉપર નુપુર પહેરેલ છે. પાસે દિફપાલે છે.
ખેરાલુમાં વિ.સં. ૧૨૯૩ (ઈ.સ. ૧૨૩૭)ની સુંદર સૂર્યપ્રતિમા છે. (જુઓ ચિ. નં. ૧૫).
આ ઉપરાંત ગુજરાતમાંથી મોઢેરા, ખંભાત, સુત્રાપાડા, પાટણ, રેડા, ડિસા, વડનગર વગેરે સ્થળોએથી કેટલીક વિશિષ્ટ સૂર્ય પ્રતિમાઓ મળેલ છે. તેમના આયુધોમાં કમળ મુખ્ય હોય છે. કેટલીક મૂર્તિઓના પગમાં હેલબુટ બતાવેલ હોય છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
શાક્ત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના (૩) બ્રહ્માની પૂજા :
ભારતમાં પ્રાચીનકાલથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા થાય છે. બ્રહ્માની પૂજા વિષ્ણુ પૂજા સાથે વ્યાપક બની હોય તેમ લાગે છે. બ્રહ્માનું બીજું નામ પ્રજાપતિ છે. તેનાં સ્વતંત્ર મંદિર ગુજરાતમાંથી મળતાં હોઈ ગુજરાતમાં પણ ઘણું પ્રાચીન કાળથી બ્રહ્માની પૂજા પ્રચલિત હોય તેમ લાગે છે.
બ્રહ્માનાં પ્રાચીન મંદિરે ગુજરાતમાં ઈડર પાસેના ખેડબ્રહ્મા, વડનગર, હારીજ તાલુકાના દેલમાલ, કસરા (જિ. મહેસાણા), કામરેજ (દ. ગુ.), નગરા (ખંભાત પાસે) વગેરે સ્થળોએ આવેલાં છે.
- બ્રહ્માની બેઠી, ઊભી કે હંસારૂઢ તેમજ સાવિત્રી સાથેની જુદી જુદી પ્રતિમાઓ. ગુજરાતમાંથી મળે છે. બ્રહ્માને દાઢી હોય છે. બ્રહ્માની નોંધપાત્ર પ્રતિમાઓ: - સાબરકાંઠા જિલ્લામાં આવેલ ખેડબ્રહ્મામાં બ્રહ્માનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરની પ્રતિમા લગભગ સાડા છ ફૂટ ઊંચી કમલાસન ઉપર ગોઠવેલા છે. આ ચતુર્ભુજ પ્રતિમાનાં ઉપકરણોમાં માલા, કમંડલ, રાવ (યજ્ઞમાં ઘી હેમવાનું સાધન) પુસ્તક (હસ્તપ્રત) વગેરે જોવા મળે છે. અહીં મંદિસ્ની બહારની બાજુએ દીવાલમાં ત્રણે દિશામાં બ્રહ્માની મૂર્તિઓ મૂકેલી છે. ત્રણેના વાહનમાં અનુક્રમે નંદી, ઘોડા તથા હંસ બતાવ્યા છે. ઘેડે કે નંદી બ્રહ્માના વાહન તરીકે કોઈ ગ્રંથકારે બતાવેલ નથી, છતાં ગુજરાતની પ્રતિમાઓમાં આ એક વિશિષ્ટતા નજરે પડે છે.
બીજી એક પ્રતિમા ઉ. ગુજરાતના હારીજ તાલુકાના દેલમાલ ગામમાં આવેલી છે. મૂર્તિ ચાર ફૂટ ઊંચી અને ચતુર્મુખ છે. એથું મુખ પીઠિકાને લીધે બતાવ્યું નથી. ચતુર્ભુજ પ્રતિમાના જમણુંબે હાથમાં માલા તથા જીવ અને ડાબા હાથમાં કમંડળ તથા પુસ્તક છે. આ પ્રતિમાના પગ પાસે સરસ્વતી તથા સાવિત્રીની નાની પ્રતિમાઓ આવેલી છે. વાહન હંસ છે.
મોઢેરાના સૂર્યમંદિરની બહાર બ્રહ્માની એક મુખવાળી ત્રિભંગમાં ઊભેલી પ્રતિમા આવેલી છે. તેના બે હાથ ખંડિત થયેલ છે. માથે મુટ, લાંબી દાઢી, તેમજ બાજુમાં તેમની બે પત્નીઓ દર્શાવેલ છે.
ખંભાતથી છ એક કિ. મી. દૂર આવેલા નગરા ગામે ચતુર્ભુજ બ્રહ્માની એક વિશાળ મૂર્તિ આવેલી છે, તેના ચાર હાથ પિકી જમણું બે હાથમાં નીચે
Page #97
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધ' સ‘પ્રદાય
વરદ અને ઉપરના ભાગમાં ધ્રુવ તથા ડાબા બે હાથમાં પુસ્તક અને કમંડલ ધારણ કરેલ છે. પ્રતિમાની પાસે સાવિત્રી અને સરસ્વતીની એ પ્રતિમાએ માટા કદની આવેલી છે. નગરામાંથી મળી આવેલી એક ખીઝ પ્રતિમા હાલ વલ્લભવિદ્યાનગર(આણુંદ પાસે)માં છે.
૨૮
જ
પાટણમાં વાયુદેવના મંદિરમાં બ્રહ્માની લગભગ ત્રણ ફૂટ ઊંચી ધાતુ પ્રતિમા આવેલ છે. પ્રતિમા ચતુર્ભુ જ છે. તેના ચાર હાથમાં અનુક્રમે વરદ, ધ્રુવ, કમળ અને કમંડળ છે. માથે જટામુકુટ છે. બાજુમાં તેમની બે પત્નીએ સાવિત્રી અને સરસ્વતી છે. હુંસ વાહન છે.
ધોળકામાં પણ બ્રહ્માની ત્રણ ચાર પ્રતિમાઓ આવેલી છે,
આ ઉપરાંત કદવાર, પાટણ, શ્રીનગર વગેરે સ્થળે બ્રહ્માની બેઠી પ્રતિમાએ જોવા મળે છે.
આ સાથે બ્રહ્માની યુગલ પ્રતિમાએ તેમજ ધ્યાનસ્થ બ્રહ્માની પ્રતિમાએ પણ ગુજરાતમાંથી મળે છે.
આમ, ગુજરાતમાં લગભગ બારમી સદી સુધી બ્રહ્માની પૂજા પ્રચલિત હતી એમ ઉપરની પ્રતિમાએ પરથી જણાય છે.
ગણેશ પૂજા:
ઘણા પ્રાચીનકાલથી ગુજરાતમાં શુભ કાર્યની શરૂઆત ગણેશ પૂજનથી થાય છે. ગુજરાતમાં ગણેશનાં સ્વતંત્ર મંદિરા ભાગ્યે જ જોવા મળે છે. મુખ્યત્વે શૈવ અને વૈષ્ણવ મદિરાના અંતરાલમાં ગણપતિની પ્રતિમાની સ્થાપના થયેલી જોવા મળે છે. શ્રી ગેશાય નમઃ' એ ગણેશ સ્તુતિના મત્ર છે. મુદ્ગલ પુરાણમાં આ દેવનાં ૩૨ નામ જણાવેલ છે. તેમાંનાં વિનાયક, વિઘ્નેશ્વર, સિદ્ધિદાતા, ગણપતિ, ગજાનન અથવા ગજમુખ, ઋતુ'ડ, લ ખેાદર, વગેરે નામેા ગુજરાતમાં જાણીતાં છે.
ગુજરાતમાંથી ગણેશની વિવિધ પ્રતિમાઓ જેવી કે ઊભા ગણેશ, નૃત્ય કરતા ગણેશ, ખેઠેલા ગણેશ વગેરે જોવા મળે છે. તેમના આયુધામાં કમળ, જલપાત્ર, મેાદક, હસ્તીદંત, પુસ્તક વગેરે જણાય છે. તેમનું વાહન ઉંદર છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં વસતી કાઢી, કખી, મેાચી વગેરે ામની સ્ત્રીએ આ દેવનાં ચિત્રા કપડા ઉપર દેરીને તેમાં સરસ ભરતગૂ ંથણ કરે છે. કેટલેક ઠેકાણે મકાનાના પ્રવેશદ્વારની બારશાખમાં લાકડાનું સુંદર કાતરકામ કરી તેમાં ગણેશની પ્રતિમા કડારેલી હોય છે. આવી એક બારી મેાડાસા (જિ. સાબરકાંઠા)માં
Page #98
--------------------------------------------------------------------------
________________
શાક્ત સોંપ્રદાય અને અન્ય હિંદુ દેવાની આરાધના
લસુખ વેલજીની પેઢીના મકાન ઉપર જોવા મળે છે. આજે પણ ઘણાં નવાં મકાનામાં ગણપતિની મૂર્તિની તકતી લગાવવામાં આવે છે.
૯૯
જ
ગણપતિનાં વિવિધ સ્વરૂપો પૈકી વિનાયક અને વક્રતુ ંડનું ચતુર્ભુ જ સ્વરૂપ વધુ પ્રચલિત છે. ચતુર્ભુજ ગણપતિના હાથમાં સામાન્યતઃ દંત તથા પરશુ, મેર્દક અને અક્ષમાલા અથવા કમળ હોય છે. વિનાયક ગણપતિના ચારે હાથમાં દંત, કમળ, મેાદક અને પરશુ અનુક્રમે હોય છે. જ્યારે વક્રતુ ંડના હાથમાં પાશ, અંકુશ, વરદમુદ્રા અને અભયમુદ્રા હોય છે. હાલમાં આ બંને સ્વરૂપાની પ્રાચીનઅર્વાચીન પ્રતિમાએ ગુજરાતનાં અનેક શહેર અને ગામડાએમાંથી મળી આવે છે. મહેસાણા જિલ્લામાં ઊંઝાથી ત્રણ માઈલ દૂર અઠેર ગામે આવું એક મધ્યકાલીન મ ંદિર આવેલુ છે. સૌરાષ્ટ્રમાં ગેપ મંદિરની ખારી ઉપર પશ્ચિમ ભાગમાં શિખર પાસે ગણેશની એક અ પ કાસન વાળી ચેથા સૈકાની મનાતી પ્રાચીન પ્રતિમા આવેલી છે. આ ઉપરાંત કદવાર, થાન, સૂત્રાપાડા, વડનગર, સિદ્ધપુર, પાટણ વગેરે સ્થળાએથી ગણેશની વિવિધ પ્રતિમાએ મળી આવેલ છે.
ગણેશની અષ્ટભુજ પ્રતિમાએ ગુજરાતમાં પ્રચારમાં હશે એમ મનાય છે. આવી એક પ્રતિમા પાટણના પંચમુખી હનુમાનના મંદિરમાં આવેલી છે. પ્રતિમા ખેડી છે. આઠ હાથ છે. તેના ચાર હાથમાં પરશુ, કમંડળ, શક્તિ તથા અંકુશ ધારણ કરેલ છે. બાકીના ચાર હાથનાં આયુધા સ્પષ્ટ થતાં નથી. બીજી આવી એક પ્રતિમ! વડનગરના પીઢારી દરવાજે પીઢારી માતાના મંદિરમાં મૂકેલી છે.
ગણેશની ભુિજ, ષડભુજ, દશભુજ પ્રતિમાએ કાઈક કાઈક ઠેકાદુથી મળે છે, પણ આવી પ્રતિમાએ ખાસ પ્રચારમાં હોય તેમ લાગતું નથી. ભુિજ પ્રતિમાએ પાટણના પંચમુખી હનુમાનના મંદિરમાં તેમજ વડનગરના શીતળામાતાના મ ંદિરમાં આવેલી છે. ડભુજ પ્રતિમાએ સિદ્ધપુરના ગોવિંદ માધવમંદિરમાં છે. દશભુજ પ્રતિમા અમદાવાદના અસારવાના નીલકંઠ મહાદેવના મંદિરમાં આવેલી છે.
ગણપતિની વિવિધ પ્રતિમાએમાં કયારેક ઊભા ગણપતિ તા કયારેક નૃત્ય કરતા ગણપતિની પ્રતિમાએ જોવા મળે છે.
અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના મ્યુઝિયમમાં નૃત્ય કરતા ગણેશની ચતુભુજ પ્રતિમા છે. શામળાજી અને રાડામાં ગણપતિની ગુપ્તકાલીન પ્રતિમાએ મળે છે. વિ. સ’. ૧૧૯૩(ઈ.સ. ૧૧૩૭)માં સિદ્ધરાજ જયસિંહના સમયમાં ભટ્ટારિકા સહિત વિનાયકનું મંદિર બંધાવવામાં આવ્યું હતું.
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૦
વિ. સં. ૧૨૦૬ (ઈ.સ. ૧૧૫૦)માં મંદિરમાં દ્વાર ઉપર ગણેશ તથા નવગૃહેાની
ગુજરાતના ધમ સપ્રદાય
ભાયાવદરમાં બંધાયેલ સામાદિત્યના પ્રતિમાએ કાતરેલી છે.
વિ. સં. ૧૨૬૭ (ઈ.સ.) ૧૨૧૧ ના આપુ ઉપરના વીરધવલના લેખમાં સરસ્વતી તથા ગણેશની સ્તુતિ કરવામાં આવેલ છે. મહામાત્ય વસ્તુપાલે ધૂમલીમાં ગણેશ મંદિરના મંડપ બધાવ્યાના ઉલ્લેખ વિ. સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૩૫)ના લેખમાં કરેલ છે. વીસલદેવના સમયના રાજકવિ નાનાકની પ્રથમ પ્રશસ્તિની શરૂઆત ગણેશની સ્તુતીથી કરવામાં આવેલ છે. ધોળકામાં આવેલા મહાકાલીના મંદિરની પ્રશસ્તિમાં શરૂઆતમાં ગણેશની સ્તુતિ કરવામાં આવી છે. તેરમી સદી દરમ્યાન ગેારાડથી અર્ધમાઈલે આવેલ વીરતા ગામમાં બંધાયેલ નીલક ઢેશ્વર મંદિરમાં જોવા મળતી ત્રણ મુખ્ય મૂર્તિ એમાં બારણા આગળની પ્રતિમા ગણેશની છે. અમદાવાદના અસારવામાં આવેલ નીલકંઠ મહાદેવમાં એક ચતુર્ભુજ ગણેશની પ્રતિમા આવેલી છે. ધોળકામાં લક્ષ્મીનારાયણના મંદિરમાં ગણેશની ધાતુ પ્રતિમા ઉપર સંવત ૧૫૭૬ના લેખ છે. પ્રતિમાની બેસણી પર “ૐ વતુકાય નમઃ” લખેલ છે. વડેાદરામાં દાંડીયા ખારમાં ગણપતિનુ એક સ્વતંત્ર મંદિર આવેલ છે.
આમ, ઉપરના સર્વ આધારે પરથી જણાય છે કે પ્રાચીનકાલથી ચાલી આવતી ગણેશપૂજા આજ દિન સુધી વ્યવસ્થિત રીતે ગુજરાતમાં પ્રચલિત છે. આજે દરેક શુભ પ્રસ ંગે ગણેશની સ્તુતિ કરવામાં આવે છે. કેટલાક જમણી સૂંઢના આકડાના ગણપતિ બનાવીને તેની ઉપાસના પણ કરે છે. હાલમાં ગુજરાતના દરેક ગામમાં ગણેશની પ્રતિમા જોવા મળે છે.
(૫) હનુમાન પૂજા :
હનુમાન એ પરિવાર દેવતા છે. એ રામચંદ્રના પરમ ભક્ત છે. રામચંદ્રના દરેક મંદિરમાં હનુમાનની પ્રતિમા જોવા મળે છે. તેએ વાયુ અથવા મરુત પુત્ર હોવાથી તેમનું નામ મારુતિ પડયું છે. હનુમાન રુદ્ર સ્વરૂપ મનાય છે. આથી ભૂતપશાચની પીડામાંથી બચવા માટે ઘણા લેાકેા હનુમાનની ઉપાસના કરતા હાય છે. ગુજરાતમાં અનેક સ્થળે હનુમાનની પ્રતિમાએ આવેલી છે. તેમાં ખાસ કરીને બે પ્રકારની પ્રતિમાએ જોવા મળે છે: (૧) એક મુખ (૨) પંચમુખ. ગુજરાતમાં સિદ્ધપુર તાલુકાના કણી ગામના હનુમાન, પાટણના ગુણવંતા હનુમાન અને સૌરાષ્ટ્રના સાર ંગપુરના હનુમાનની પ્રતિમાએ ધણી ભવ્ય અને પ્રાચીન છે. અનેક લેકે તેના દર્શનાર્થે ઉમટે છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના
ગુજરાતમાંથી પંચમુખી હનુમાનની પ્રતિમાઓ જવલ્લે જ મળે છે. આવી એક પ્રતિમા ભાવનગર પાસેના તળાજાના સ્મશાન આગળ આવેલી છે. બીજી એક પ્રતિમા પાટણના અઘોરી બાવાની જગ્યામાં તેમના મંદિરની અંદર બેસાડેલી છે. આ સર્વ પ્રતિમાઓ વિશિષ્ટ પ્રકારની છે. | ગુજરાતમાં ગામડે ગામડે નાની મોટી હનુમાનની પ્રતિમાઓ આવેલી છે. ઘણી લેકે પોતાની પીડામાંથી બચવા માટે શનિવારે હનુમાનને તેલ ચઢાવે છે. કાળી ચૌદશના દિવસે અનેક ભાવિકે હનુમાનને તેલ ચઢાવવા જાય છે. ઘણું તેની ઉપાસના કરે છે. તેલ અને આકડાના ફૂલની માળા ચઢાવે છે. અમદાવાદમાં કેમ્પના હનુમાનને મહિમા વિશેષ જોવા મળે છે.
હનુમાનનાં કેટલાંક સ્વતંત્ર મંદિર છે. વળી, ઘણું મંદિરમાં અંતરાલમાં એક બાજુના ગોખલામાં ગણપતિની અને બીજી બાજુના ગોખલામાં હનુમાનની. મતિ હોય છે. એમના એક હાથમાં ગદા અને બીજા હાથમાં પર્વત હોય છે ને એમના પગ નીચે પનોતી હોય છે.
(૬) વાયુપૂજા :
ગુજરાતમાં વાયુપૂજા ઘણું પ્રાચીનકાળથી ચાલી આવે છે. ગુજરાતમાં વાયડા બ્રાહ્મણો તથા વચ્ચેના ઈષ્ટદેવ વાયુદેવ છે. વાયડા જ્ઞાતિના પુરાણમાં વાયડાદિત્યનું મંદિર હાલમાં (વાયડ) તરીકે ઓળખાતા ગામમાં હોવાનો ઉલ્લેખ છે. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે આ સ્થાને વાયુ ભગવાનને પાદુર્ભાવ થયો હતો, અને તેથી જ તેનું નામ વાયુપુર કે પવનપુર પડયું હતું.
પ્રભાવક ચરિત, ચ. પ્ર. વગેરે ગ્રંથોમાં પણ વાયડમાં વાયડદેવનું મંદિર હેવાનો ઉલ્લેખ મળે છે. હાલમાં આ મંદિર જોવા મળતું નથી. દિકપાલ તરીકે અનેક વાયુ પ્રતિમાઓ મોટા મોટા મંદિરોમાં જોવા મળે છે. શામળાજી જેવાં કેટલાંક મંદિરની અંધામાં, વાયુ સાથે વાયુપત્નીની પ્રતિમા જોવા મળે છે.
ગુજરાતમાં મળતી મોટા ભાગની વાયુ પ્રતિમાઓ ચાર હાથવાળી મળે છે. વાયુદેવ વાયડા-બ્રાહ્મણ, વાણિયાના ઈષ્ટદેવ તરીકે પૂજાતા હેઈ તેનાં મંદિરો હાલમાં પાટણ, વડેદરા, કચ્છ, સૂરત, અમદાવાદ વગેરે સ્થળોએ બંધાયાં છે. (૭) દિપાલની પ્રતિમાઓ : - -
- વૈદિક સાહિત્યમાં દિકપાલેનું સ્થાન મહત્ત્વનું છે. તેઓ દિશાઓના રક્ષક દેવ મનાય છે. આ કારણે તેમની વિવિધ પ્રકારે પૂજા થાય છે. આઠ દિશાના
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૨
ગુજરાતના ધર્મ સંપ્રદાય આઠ જુદા જુદા દેવ હોય છે. તેમનાં નામ ઈન્દ્ર, અગ્નિ, યમ, નિઋતિ, વરુણ, વાયુ, કુબેર, ઈશાન છે. ઘણું મંદિરમાં મંડોવરમાં જટામાં ચાર દિશાઓમાં ઈન્દ્ર, યમ, વરુણ અને કુબેર એ ચાર દિકપાલોની પ્રતિમાઓ મુકાય છે. ચાર દિશાઓ(ખૂણાઓ)માં ઈશાન, અમિ, નૈઋતિ અને વાયુ એમ ચાર દેવની મૂર્તિઓ મુકાય છે.
ગુજરાતમાં દિકપાલની પ્રતિમાઓ વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરમાંથી, શામળાજીના દેવગદાધરના મંદિરમાંથી, આબુના વસિષ્ઠાશ્રમના મંદિરમાંથી તેમ જ સૂણક, સડેર, ઠાસરા વગેરે સ્થળોના મંદિરમાંથી મળી આવે છે. કેટલીક વાર દિકપાલ સાથે તેની પત્ની દિપાલિકાની પ્રતિમા પણ કંડારાય છે. સાબરકાંઠા જિલ્લામાં માલપુર પાસે કલેશરી નામે ઓળખાતા સ્થળેથી મળતા અવશેષોમાં દિકપાલ ઈન્દ્રની એક દિભુજ પ્રતિમા મળી આવેલ છે. (૮) નાગપૂજા :
વેદકાલમાં શિવની સાથે નાગપૂજા જોડાયેલ હતી. પુરાણાના સમયમાં તેનું સ્વરૂપ બદલાવા લાગ્યું. તેને પૂર્વ સાથે તેમ જ ખજાનાના રક્ષક તરીકે પૂજવામાં આવે છે. ગુજરાતમાં ઘણું પ્રાચીનકાળથી નાગપૂજા પ્રચલિત છે. તેમ છતાં તેમાં કોઈ સ્વતંત્ર મંદિર કે સંપ્રદાય અસ્તિત્વમાં નથી. સામાન્ય રીતે સમાજના દરેક વર્ણના લોકે નાગપૂજામાં માને છે. ઘણું કુટુંબોમાં શ્રાવણ સુદ ૫(નાગપાંચમ)ને દિવસે નાગની પૂજા થાય છે. ઘણા નાગપંચમીને દિવસે વ્રત કરી બાજરીની કુલેર વગેરે ખાય છે. નાગપંચમીને દિવસે ઘણા મદારીઓ નાગ લઈને ભાવિકજનોને દર્શન કરાવવા શેરીઓમાં ફરતા હોય છે. ગામડામાં ઘણું મકાનમાં નાગપૂજાના પ્રતીકરૂપે દીવાલો ઉપર નાગની આકૃતિઓ દોરેલી જોવા મળે છે. ઘણાં શિવમંદિરમાં શિવલિંગ ઉપર પિત્તળને કે ચાંદીને નાગ બનાવીને રાખવામાં આવે છે. તેની પૂજા થાય છે. વડોદરા જિલ્લાના માલસર પાસે એક પ્રાચીન નાગમંદિર આવેલું છે.
ખાસ કરીને ગુજરાતના સાબરકાંઠા, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસી પ્રદેશમાં વસતા આદિવાસીઓમાં નાગપૂજા સવિશેષ જોવા મળે છે. (૯) શંખપૂજા :
ગુજરાતમાં હિંદુઓના દરેક મંદિરમાં શંખપૂજા, પૂજાના એક મહત્વના અંગ તરીકે પ્રયોજાય છે. દરેક બ્રાહ્મણના ઘરમાં પણ દેવપૂજામાં શંખ જેવા
Page #102
--------------------------------------------------------------------------
________________
શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના મળે છે. તેઓ સવારમાં અન્ય દેવની સાથે ચંદન, ધૂપદીપ નૈવેધ વગેરેથી. શંખપૂજા કરે છે.
શંખ એ વિષ્ણુનું પ્રતીક છે. તેનું ઉત્પત્તિસ્થાન સમુદ્ર છે. શંખપૂજા. વિષ્ણુપૂજા સાથે સંકળાયેલ છે. વિષ્ણુના હાથમાં શંખનું સ્થાન રહેલું છે. .
જેની પાસે દક્ષિણાવતિ શંખ હોય છે તે અઢળક દેવતને સ્વામી બને છે તેવું મનાય છે. આ શંખ બહુ જવલ્લેજ મળે છે. (૧૦) નવગ્રહો :
નવગ્રહમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ,ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુને. સમાવેશ થાય છે. નવગ્રહોની સંયુક્ત પ્રતિમાઓ ઘણું મંદિરના ગર્ભગૃહની દ્વાર શાખમાંથી મળે છે. મોડાસામાં જૂના બસસ્ટેન્ડ પાસે આવેલ વણજારી વાવના નામે ઓળખાતી એક વાવમાં નવગ્રહને પટ્ટ કંડારેલ છે. વડનગરના શીતલા માતાના મંદિરમાંથી, પાટણના હરિહરેશ્વર મહાદેવમાંથી, આરાસુરમાં અંબાજી માતાના મંદિરમાં, વઢવાણની માધાવાવમાંથી વગેરે ઘણું સ્થળોએથી આવા નવગ્રહના ૫ટ્ટ મળી આવેલ છે. (૧૧) શાલિગ્રામ પૂજા :
વિષ્ણુના પ્રતીક તરીકે શાલિગ્રામની પૂજા થાય છે. તેને આકાર ગોળ અને ચપટો છે. પંચાયતન દેવોમાં શાલિગ્રામનું સ્થાન મહત્વનું મનાય છે. બ્રાહ્મણોની દેવપૂજામાં શાલિગ્રામ અચૂક જોવા મળે છે. ગુજરાતનાં વૈષ્ણવ મંદિરો જેવાં કે શામળાજી, ડાકોર, દ્વારકા વગેરે સ્થળોએ વિષ્ણુની પ્રતિમા સાથે આ શાલિગ્રામની પૂજા થાય છે. તેને ભાવિકે વિષ્ણુના પ્રતીક તરીકે માને છે. રામાનુજ સંપ્ર-- દાયના સાધુઓ શાલિગ્રામની ઉપાસના કરે છે.
(૧૨) રામપૂજા :
રામમંદિરને પ્રચાર ગુજરાતમાં ગામેગામ જોવા મળે છે. એમાં સીતારામ, રામ-લક્ષ્મણજાનકી કે રામ પંચાયતનની પ્રતિમાઓ પૂજાય છે. રામપૂજાને. મહિમા નાનક, કબીર, તુલસીદાસ અને રામાનંદીઓના સર્વવ્યાપી પ્રચારથી હિંદુસમાજના છેક નીચલા થર સુધી ફેલાયો છે. રામસીતાની સેંકડે પ્રતિમાઓ, ગુજરાતમાંથી મળે છે. હાલમાં ગુજરાતમાં મુરારી બાપુની રામાયણ સપ્તાહ દ્વારા રામભક્તિનો મહિમા વધ્યો છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ સંપ્રદાય (૧૩) વિશ્વકર્મા
વિશ્વકર્મા એ સ્થપતિઓના દેવ તરીકે પૂજાય છે. ગુજરાતમાં વસતા સુથાર જ્ઞાતિના લેકેના તે ઈષ્ટદેવ મનાય છે. (૧૪) બળિયાદેવઃ
બળિયાદેવની પૂજા ગુજરાતના ગામડે ગામડે પ્રચલિત છે. ઘણા લોકે બાળકને બળિયાના રોગમાંથી મુક્તિ મળે તે માટે તેની માનતા માનતા હોય છે. ગામની પાધરમાં કે કઈ શિવાલયની સાથે, બળિયાદેવનું સ્થાન આવેલું હોય છે. આદિવાસીઓમાં તે બળિયા બાપાના નામે ઓળખાય છે. સાબરકાંઠાનાં અનેક ગામમાં તેના નામે ઉજાણ રાખવામાં આવતી હોય છે. તેમની પ્રતિમા માત્ર મસ્તકરૂપે હોય છે. વડોદરા પાસે પિોર ગામમાં બળિયા દેવનું એક મોટું મંદિર આલું છે. (૧૫) સરસ્વતી:
સરસ્વતી એ વિદ્યાની દેવી તરીકે પૂજાય છે. તેનું વાહન હંસ છે. બ્રહ્માનાં પત્ની હોવાથી તે બ્રાહ્મી તરીકે પણ મનાય છે. ગુજરાતમાં સરસ્વતીનાં સ્વતંત્ર મંદિરે ભાગ્યે જ જોવા મળે છે. સરસ્વતીની પ્રતિમાઓ પ્રાચીન મંદિરોની અંધાઓમાં, દ્વારશાખામાં કે તોરણામાં મળી આવે છે. ડીસામાં આવેલ સિદ્ધાં. બિકાના પ્રાચીન મંદિરની દ્વારશાખમાં સરસ્વતીની એક સુંદર મૂતિ આવેલી છે. જમણા બે હાથમાં કમળ અને ડાબા હાથમાં વીણું અને કમંડળ છે. વડનગર અને શામળાજીના પ્રાચીન મંદિરમાંથી સરસ્વતીની નાની મોટી પ્રતિમાઓ મળે છે. સિદ્ધપુરમાં અને જૂનાગઢમાં સરસ્વતીનું સ્વતંત્ર મંદિર જોવા મળે છે. (૧૬) કાર્તિકેયઃ
ગુજરાતમાં શિવના પુત્ર કાર્તિકેયની પૂજા સ્વતંત્ર રીતે થતી હોય તેવું જાણવા મળતું નથી. તેમ છતાં તેની કેટલીક પ્રતિમાઓ ગુજરાતનાં ઢાંક, વડનગર, ખંભાત, ગલતેશ્વર, કપુરાઈ, કપડવંજ, વગેરે સ્થળનાં પ્રાચીન મંદિરની જવા કે મંડોવરમાંથી મળે છે. તેમનું વાહન મોર છે. તેમના હાથમાં શક્તિ (ભાલો) હોય છે. એમને છ મુખ હોય છે. (૧૭) શીતળાદેવી:
ગુજરાતમાં શીતળાદેવીને પ્રચાર સર્વસામાન્ય છે. તે શીતળાનો રોગ મટાડનાર દેવી તરીકે પૂજાય છે. શીતળાનાં કેટલાંક સ્વતંત્ર મંદિર બંધાયાં છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
શાક્ત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના
૯
શીતળાની પ્રતિમા નગ્ન સ્વરૂપે ગધેડા ઉપર માથે સુપડુ લઈ બેઠેલ દર્શાવાય છે. તેના બે હાથ પૈકી એકમાં સાવરણ અને બીજીમાં કળશ હોય છે. મોઢેરાના સૂર્યમંદિરના કુંડમાં તેની પ્રતિમા જોવા મળે છે.
(૮) રામદેવપીરઃ
ગુજરાતમાં સમાજના નીચલા થરમાં રામદેવપીરનું સ્થાન મહત્તવનું મનાય છે. રામદેવપીરના પ્રતીક તરીકે ઘડાની પૂજા થાય છે. તેનાં મંદિરમાં તેમની પાદુકા પૂજાય છે. રણુજા(મારવાડ)માં તેનું મુખ્ય મંદિર આવેલું છે. ઘણા હિંદુઓ તેના દર્શને જાય છે અને વિવિધ પ્રકારની માનતા રાખતા હોય છે.
અન્ય દેવદેવીઓ :
આ ઉપરાંત ખેડિયાર માતા, વેરાઈ માતા, સંતોષીમા, બગલામુખી વગેરે દેવીઓની લેકે વિવિધ રીતે પૂજા કરે છે. માનતા રાખે છે. સંતોષીમાનું વ્રત ઘણું લેકે, શુક્રવારે ચણું ખાઈને કરે છે. ધીરે ધીરે ગુજરાતના ગામેગામ સંતોષીમાને મહિમા વધતા જાય છે. સંતોષીમાનું મંદિર વલલભ વિદ્યાનગર (જિ. ખેડા)માં છે. બગલામુખીનું મંદિર, ખેડા જિલ્લામાં ભાદરણ ગામમાં આવેલું છે.
આ સાથે ઘણા લેકે ભાથી કથરીની પૂજા કરતા હોય છે. ખેડા જિલ્લામાં આનું મહત્ત્વ વિશેષ છે. કેટલાક ખેડૂત આંબો વાવતી વખતે ભાથી કથરીનું નામ દઈ શ્રીફળ વધેરીને માનતા કરતા હોય છે. ખેડા જિલ્લાના કપડવંજ ગામ આગળ ફાગવેલમાં તેમનું સ્વતંત્ર મંદિર આવેલું છે. ભૂતપ્રેતને નિવારણ માટે નીચલા વર્ગમાં મેલડી માતાની પણ ઉપાસના થાય છે.
છેટલા દસકામાં ગીતામંદિર, વેદમંદિર વગેરે મંદિરે ઘણે ઠેકાણે અસ્તિત્વમાં આવ્યાં છે. અમદાવાદ, વડોદરા વગેરે સ્થળેએ ગીતામંદિર બંધાયાં છે. અહીં ગીતાની પ્રતિમાની પૂજા થાય છે. અમદાવાદમાં કાંકરીયા વિસ્તારમાં આવેલ વેદમંદિરમાં વેદનું પ્રતિમા સ્વરૂપે પૂજન થાય છે.
આમ, ગુજરાતમાં શિવ, અને વિષ્ણુ પૂજા સાથે વિવિધ દેવદેવીઓની પૂજા વર્તમાન સમયમાં પ્રચલિત છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૬
(૧) ૐા. હું. ગં. શાસ્ત્રી
(૨) ન દાશ ંકર દેવશંકર મહેતા (૩) ૐ. હ. ગં. ર. છે. પરીખ
શાસ્રી
અને
(૪) ૐા. હ. ગ. શાસ્ત્રી
(૫) ડૉ. નવીનચંદ્ર આચાર્ય
સદ્દે થથા
(૬) ૩. ભા, દવે (૭) દુ. કે. શાસ્ત્રી
(૮) ડૉ. કા. ફૂ. સેામપુરા
(૯) ૨. ભી. જોટ
ગુજરાતના ધમ સપ્રાચ
હડપ્પા અને માહે જો–દડા
શાકત સંપ્રદાય, મુંબઈ, ઈ.સ. ૧૯૩૨ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૨, પ્રકરણ ૩, ૪, ૫,
અમદાવાદ ૧૯૭૨-૭૬
મૈત્રકકાલીન ગુજરાત, અમદાવાદ, ૧૯૫૫
(૧) ચાવડા વંશના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, અમદાવાદ,
૧૯૭૩
(૨) સેાલ કી કાલીન ગુજરાતના સાંસ્કૃ તિક ઇતિહાસ, અમદાવાદ, ૧૯૭૩ અંબિકા, કાટેશ્વર અને કુંભારિયા ગુજરાતનાં તીર્થ સ્થાને
સૂર્ય મંદિર વિશેષાંક
ખંભાતના ઇતિહાસ, અમદાવાદ,૧૯૪૯
Page #106
--------------------------------------------------------------------------
________________
જનધર્મ
પ્રાસ્તાવિકઃ | ગુજરાતની પ્રજામાં હિંદુ ધર્મ પછી બીજો મહત્ત્વને ધર્મ તે જેને ધમ છે. તેમાં તીર્થકરોનું મહત્વ અંકાયું છે. ભારતની ધર્મપરંપરામાં એક પ્રાચીનકાળથી બે પ્રવાહો જોવા મળે છે : (૧) બ્રાહ્મણપ્રવાહ, (૨) શ્રમણપ્રવાહ, બ્રાહ્મણ પરંપરાને વિકાસ “બ્રહ્મન'ની આસપાસ થયે અને શ્રમણ પરંપરાને વિકાસ “શમન”ની આસપાસ થયા. બ્રાહ્મણ પરંપરામાં યજ્ઞયાગાદિનું વિશેષ મહત્ત્વ હતું. શ્રમણ પરંપરામાં અહિંસા પ્રધાન ધર્મભાવનાને વિકાસ થયેબ્રાહ્મણ પરંપરામાં વેદધર્મને પ્રસાર થયો, જ્યારે શ્રમણ પરંપરામાંથી જૈન અને બૌદ્ધધર્મને પ્રસાર થયો.
આજે આપણે જેને જૈન ધર્મ તરીકે ઓળખીએ છીએ, તે ઈ. સપૂર્વે ૬ઠ્ઠા સૈકામાં મહાવીરના સમયમાં નિગ્રંથ સંપ્રદાય તરીકે ઓળખાતો હતો. નિગ્રંથ એટલે ગ્રંથિ વિનાને. આ સંપ્રદાયમાં થયેલા આચાર્યો અને સંતે જિન તરીકે ઓળખાવા લાગ્યા. “જિન” શબ્દ “નિ–ગય” જીતવું ઉપરથી બનેલું છે. એટલે કે જેણે ઇન્દ્રિયને છતી મન, વાણું અને કાયા ઉપર કાબૂ મેળવેલ છે તે. આવા પુરુષોને જૈન પરંપરામાં “અહંત” કહેવામાં આવે છે. અહંત એટલે જેણે અંતરના શત્રુઓ ઉપર કાબૂ મેળવ્યો છે તે. આવા અહંત તરીકે ઓળખાતા મહાપુરુષ કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તીર્થકર તરીકે ઓળખાય છે.
જૈન ધર્મમાં આવા ૨૪ તીર્થકરો થયા મનાય છે: (૧) ઋષભદેવ, (૨) અજિતસ્વામી, (૩) સંભવનાથ, (૪) અનિંદન, (૫) સુમતિનાથ, (૬) પદ્મપ્રભુ, (૭) સુપાર્શ્વનાથ, (૮) ચંદુપ્રભુનાથ, (૯) સુવિધિનાથ, (૧૦) શીતલનાથ, (૧૧) શ્રેયાંસનાથ, (૧૨) વાસુપૂજ્યનાથ, (૧૩) વિમલનાથ, (૧૪) અનંતનાથ, (૧૫) ધર્મનાથ, (૬) શાંતિનાથ, (૧૭) કુંથુનાથ, (૧૮) અરનાથ, (૧૯) મહિષ
Page #107
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ સ`પ્રદાય નાથ, (૨૦) મુનિસુવ્રતનાથ, (૨૧) નમિનાથ, (૨૨) નેમિનાથ, (૨૩) પાર્શ્વનાથ, (૨૪) મહાવીર. આ સવમાં ઋષભદેવ આદ્ય તીર્થંકર તરીકે ઓળખાય છે. તેઓ ઘણા પુરાતનકાલમાં થઈ ગયા હેાવાનું મનાય છે. એમ કહેવાય છે કે એમણે માનવીને સૌ પ્રથમ મકાન બાંધતાં, ખેતી કરતાં અને લખતાં, વાંચતાં શીખવ્યું. આમ, તેઓ માનવજાતિના પ્રથમ સુધારક મનાયા. તેએ વિષ્ણુના ૨૪ અવતાર માંના એક અવતાર મનાય છે. ખાકીનામાંથી ૨૨મા તીથંકર શ્રીકૃષ્ણના સમકાલીન નેમિનાથ અને ૨૩મા તીર્થં કર પાશ્વ નાથ તથા ૨૪મા તીર્થંકર મહાવીર અતિહાસિક વિભૂતિ મનાય છે. તેમના વિશેનાં કેટલાંક ચેાક્કસ અતિહાસિક પ્રમાણા મળે છે. ૨૨મા તીર્થંકર નેમિનાથ યાદવકુલમાં જન્મેલા હતા. તેએ કૃષ્ણના પિતરાઈ ભાઈ થતા હતા. પોતાના લગ્નના દિવસે થતી જીવહિં સા જોઈ સંસારના ત્યાગ કરી ઉજ્જયંત (ગિરનાર) ઉપર તપ કરવા ચાલ્યા ગયા. ત્યાં વલજ્ઞાન પામ્યા
૯૮
ત્રેવીસમા તીથ કર પાર્શ્વનાથ વારાણુસીના અશ્વસેન રાજ્યના પુત્ર હતા. તેમની માતાનું નામ વામાદેવી હતું. તેમણે લગભગ ૭૦ વર્ષનું આયુષ્ય ભાગવ્યું હતું. તેમણે પ્રજાને ચાર યામ (ત્રતા) સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ પ્રાપ્યાં.
ચેાવીસમા તીથ કર મહાવીર સ્વામી પોતે પાર્શ્વનાથ પર પરાના હતા. તેએ ગૌતમ યુદ્ધના સમકાલીન મનાય છે. તેમના જન્મ ઈક્ષ્વાકુ કુળની ક્ષત્રિય જાતિમાં ઈ. સ. પૂ. ૫૯૯માં, પટના નગરની ઉત્તરે કુંડગ્રામમાં થયા હતા. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને માતાનુ નામ ત્રિશલાદેવી હતું. તેમના જન્મથી માતાપિતાની સર્વ પ્રકારની સમૃદ્ધિથી વધતાં, તેમનુ નામ વમાન પાડવામાં આવ્યું. વર્ધમાન બાળપણથી જ વૈરાગ્ય વૃત્તિના હતા. તેમણે માતાના પ્રેમને વશ થઈ લગ્ન કર્યું. તેમને યાધરા (યશેાદા) નામની પુત્રી હતી. માતાપિતાનું મૃત્યુ થતાં પાતાના ભાઈ નંદીવર્ધનને રાજ્ય સોંપી તેમણે ત્રીસમા વર્ષે સંસારના ત્યાગ કર્યો.
લગભગ બાર વર્ષ સુધી કઢારતપ કરીને તેરમા વર્ષે કેવલ જ્ઞાનને પામ્યા. કુવલ જ્ઞાન પામ્યા પછી તેએ મહાવીર તરીકે ઓળખાવા લાગ્યા. લગભગ ત્રીસ વર્ષ સુધી જગતને ઉપદેશ આપી અહિંસાને મહિમા વધાર્યાં. તેમણે પેાતાના અનુયાયીઓને પાંચ યામ પ્રભેાધ્યાં. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચય .
Page #108
--------------------------------------------------------------------------
________________
જેનધામ
(અ) જૈનધર્મના આચારઃ
જૈનધર્મ એ આચારપ્રધાન ધર્મ છે. તેના આચારો નીચે પ્રમાણેના છે : (૧) મહાવ્રત અને અણુવ્રત:
જૈનધર્મમાં વ્રત અને ઉપવાસને મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં શ્રાવક -શ્રાવિકાઓ માટે નીચેનાં વૃત્ત નક્કી કરવામાં આવ્યાં છે.
(અ) અહિંસા: મન, વાણી અને કર્મો કરીને હિંસા આચરવી નહિ, તેમજ આચરનારને અનુમોદન આપવું નહિ.
(બ) સત્યઃ મન, વાણી અને કર્મો કરીને અસત્ય બલવું કે આચરવું નહિ, તેમજ આચારનારને અનુમોદન આપવું નહિ.
(ક) બ્રહ્મચર્ય : મન, વાણી અને કર્મો કરીને બ્રહ્મચર્ય વ્રત આચરવું. (ડ) અસ્તેયઃ મન, વાણી અને કર્મો કરીને ચોરી કરવી નહિ.
(ઈ) અપરિગ્રહઃ મન, વાણી અને કર્મો કરીને કોઈ પણ વસ્તુને પરિગ્રહ કરવો નહિ, તેમજ તેમ કરનારને અનુમોદન આપવું નહિ.
આ પાંચ વ્રતો જૈનધર્મમાં સાધુ-સાધ્વીઓ તીવ્રતાથી પાળે ત્યારે તે મહાવ્રત કહેવાય અને શ્રાવક-શ્રાવિકાઓ પરિસ્થિતિને અનુરૂપ થઈ પાળે ત્યારે તે અણુવ્રત કહેવાય છે. સમિતિ:
સમિતિ એટલે સદાચાર, સારું વર્તન. જૈનધર્મમાં પાંચ સમિતિઓ દર્શાવેલ છે? (૧) ઇર્ષા સમિતિ :
આ સમિતિ અહિંસા પર રચાયેલી છે. આમાં વર્ણવ્યા મુજબ કોઈપણ સાધુ-સાધ્વીઓએ રાતના ચાલવું જોઈએ નહિ. તેમજ જે રસ્તે લીલું ઘાસ હેય તેમાં પગ મૂકીને ચાલવું જોઈએ નહિ. (૨) ભાષા સમિતિ :
આપણે વાણી દ્વારા પણ હિંસા થાય તેવું આચરણ કરવું જોઈએ નહિ. સાધુ-સાધ્વીઓએ એવી વાણી ઉચ્ચારવી જોઈએ કે જેથી દરેકને ધર્મલાભ થાય. (૩) એષણ સમિતિઃ - -
સાધુ-સાધ્વીઓએ એવી કોઈપણ ઈચ્છા સેવવી જોઈએ નહિ, કે જેથી સંસારી જીવને દુખ થાય.
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
(૪) આદાન નિક્ષેપણ સમિતિ
દરેક સાધુ-સાધ્વીએ એ પેાતાનાં વસ્ત્રો એવી રીતે લેવાં કે મૂકવાં જોઈએ, કે જેથી કાઈપણ પ્રકારની જીવહિંસા ન થાય.
(૫) પરિષ્ઠાપના સમિતિ :
ગુજરાતના ધમ સપ્રદાય
દરેક સાધુ-સાધ્વીઓએ પેાતાના મળમૂત્રના એવી રીતે ત્યાગ કરવા જોઈએ કે જેનાથી હિંસા ન થાય.
ત્રણ ગુપ્તિ :
ગુપ્તિ એટલે સાચવવું, રક્ષણ કરવુ, જૈનધર્મમાં પણ ત્રણ ગુપ્તિ દ્વારા મનને સ્થિર રાખવાનું જણાવ્યું છે. મનેગુપ્તિ, વાગુપ્તિ અને કાયરુપ્તિ.
ચાર ભાવનાઃ
ભાવના એટલે મનમાં ભાવ લાવવા તે. આ ચાર ભાવના નીચે મુજબ છેઃ (૧) મૈત્રીભાવ :
દરેક જીવ પ્રત્યે મિત્રતા રાખવી અને સવાઁ જીવના અપરાધ માફ કરવા. કાઈ પણ જીવ પ્રત્યે વેરની ભાવના ન રાખવી,
(૨) પ્રમાદભાવ :
ભૌતિક કે આધ્યાત્મિક જ્ઞાનમાં કાઈ ચઢિયાતુ હાય તે તેની ઇર્ષ્યા ન કરતાં તેના પ્રત્યે આદરભાવ અને માનની લાગણી રાખવી.
(૩) કરુણાભાવ :
જીવમાત્ર પ્રત્યે કરુણાભાવ રાખવા જોઈએ.
(૪) મધ્યસ્થભાવ :
કાઈપણ શિષ્ય કે શ્રાવક-શ્રાવિકાને ઉપદેશ ન સમજાય તેા તેના પ્રત્યે ઉપેક્ષા કર્યા સિવાય તેને સમજાય તેવા પ્રયત્ન કરવા જોઈએ.
(૫) સામયિક અને પ્રતિક્રમણ :
જૈનધમ મનાવિગ્રહની વૃત્તિ પર ભાર મૂકે છે. મનને કાબૂમાં રાખવા માટે બે પ્રકારની ક્રિયાએને આવશ્યક ગણવામાં આવી છે, જે આવશ્યક તરીકે ઓળખાય છે. આ બે ક્રિયાએામાં તીથંકરની સ્તુતિ અને વંદના ઉપરાંત જાણે અજાણે થયેલા પાપને કબૂલ કરી ફરીથી ન થાય તેવા નિણ્ય કરવાના હાય છે. આ બે આવશ્યકો તે (૧) સામયિક અને (૨) પ્રતિક્રમણુ.
Page #110
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
૧૦૧ સામયિક એટલે મનની સમતા કેળવવાને વિધિ. આ ક્રિયામાં પિતાની શક્તિ પ્રમાણે મનને સ્થિર રાખી ધર્મધ્યાન કરવાનું હોય છે.
પ્રતિક્રમણ એટલે પાપ કબૂલી પુણ્ય તરફ પાછા ફરવાને વિધિ. જૈન પરંપરામાં દિવસનું અને રાત્રિનું એમ બે પ્રકારનાં પ્રતિક્રમણ કરવાનાં હોય છે. રાત્રિ દરમિયાન કરેલાં પાપોનો સ્વીકાર સવારના પ્રતિક્રમણમાં કરવાને હેય છે, અને દિવસ દરમિયાન કરેલાં પાપોને સ્વીકાર રાત્રિના પ્રતિક્રમણમાં કરવાનું હોય છે. કર્મનું મહત્વ :
જૈનધર્મ કર્મપ્રધાન છે. અહીં નવ તત્વો દ્વારા કર્મનું મહત્ત્વ સ્વીકારવામાં આવે છે. આ નવ તો તે (૧) જીવ, (૨) અજીવ, (૩) પાપ, (૪) પુણ્ય, (૫) બંધ, (૬) મેક્ષ, (૭) આત્રવ, (૮) સંવર, (૯) નિર્જરા. આ નવ તત્વોમાં પ્રથમ છને અર્થ સામાન્ય છે. આ સ્ત્રવ, સંવર અને નિર્જરાનું મહત્ત્વ સવિશેષ છે. આસ્રવ એટલે કર્મોનું આત્મા તરફ વહેવું. ખરાબ કર્મો આત્માને મલિન બનાવે છે. ખરાબ કર્મોને અટકાવી શકાય છે. તેને સંવર કહેવાય. આ કાર્ય આચાર દ્વારા થઈ શકે. જૈનધર્મમાં પૂર્વ જન્મનાં કર્મો માટે નિર્જરાની કલ્પના કરવામાં આવી છે. તીવ્ર તપ દ્વારા પરભવનાં કર્મોને જલાવી દેવાં, ખંખેરી નાખવાં તેને નિર્જરા કહે છે. સંઘ :
જૈનધર્મમાં સંઘના ચાર ભેદ છેઃ (૧) સાધુ, (૨) સાવી, (૩) શ્રાવક, (૪) શ્રાવિકા. આ પૈકી પહેલા બે સંસારનો ત્યાગ કરી વૈરાગ્યના નિયમો પાળે છે. જ્યારે શ્રાવક-શ્રાવિકાઓ સંસારમાં રહી સદાચારના નિયમો પાળે છે. નવકારમંત્રઃ
અહેતાને, સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયને અને લોકોમાં રહેલા જ્ઞાનીઓને નમસ્કાર કરવાને આ મંત્રનો ઉદેશ છે. જૈનધર્મમાં આ મંત્રનું મહત્ત્વ બ્રાહ્મણના ગાયત્રી મંત્ર જેટલું છે. જૈન ધર્મના સંપ્રદાયઃ
આ ધર્મના બે મુખ્ય સંપ્રદાયો છેઃ (૧) શ્વેતાંબર, (૨) દિગબર
સમય જતાં આ બે સંપ્રદાયમાંથી અનેક ગ૭ અને પેટાગચ્છ અસ્તિત્વમાં આવ્યા. શ્વેતાંબર એટલે જેણે વેતવસ્ત્ર ધારણ કર્યા છે તે. દિગંબર
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ગુજરાતના ધમ સંપ્રદાય એટલે જેણે દિશારૂપી વસ્ત્રને ધારણ કરેલ છે તે. અર્થાત કેઈ સ્કૂલ વસ્ત્ર પહેર્યા નથી. દિગંબરે સ્ત્રીના મેક્ષમાં માનતા નથી. જ્યારે શ્વેતાંબરો તેમાં માને છે. દિગંબરો માને છે કે તીર્થકરો વીતરાગી હોવાથી તેમને વસ્ત્રો સુગંધી દ્રવ્યો કે ફળફૂલથી પૂજવાં જોઈએ નહિ. વેતાંબરમાં આ કઈ બાધ નથી. બંને સંપ્રદાયમાં વિવિધ ગચ્છા અને સંઘે જોવા મળે છે. શ્વેતાંબર સંપ્રદાયના ગચ્છ:
શ્વેતાંબર સંપ્રદાયમાં બે પ્રકારના ગચ્છા જોવા મળે છે. (૧) મૂર્તિપૂજક, (૨) મૂર્તિ વિરોધક મૂર્તિપૂજક ગ૭ નીચે પ્રમાણેના છે: (૧) ઉપદેશ ગ૭: પાર્શ્વનાથ સાથે સંબંધ ધરાવે છે.
(૨) ખરતર ગ૭ : વર્ધમાન સૂરિ આ ગચ્છના નેતા હતા. આ ગુચ્છના અનુયાયીઓ રાજસ્થાન અને બંગાળમાં વિશેષ જોવા મળે છે.
(૩) તપાગચ્છ : વેતાંબર સંપ્રદાયમાં આ ગચ્છનું મહત્વ વિશેષ છે. આ ગચ્છના સ્થાપક જગચંદ્રના તપથી પ્રભાવિત થઈ રાજાએ આ ગ૭ને તપાગચ્છ તરીકે બિરદાવ્યું. આ ગચ્છના અનુયાયીઓ ગુજરાતમાં જોવા મળે છે.
(૪) પાશ્વ ચંદ્રગછઃ પાષચંદ્ર નામના સાધુના નામ પરથી આ ગ૭નું નામ પાષચંદ્ર પડયું છે.
(૫) પૌમાયિક ગછઃ ચંદ્રપ્રભસૂરિએ ગચ્છની સ્થાપના કરી હતી.
(૬) અચલ ગચ્છઃ આ ગચ્છના અનુયાયીઓ મુખપટ્ટીને બદલે અંચલને ઉપયોગ કરે છે.
(૭) આગનિક ગ૭ : આ ગચ્છના અનુયાયીઓ ક્ષેત્ર દેવતાની પૂજા કરતા નથી. આમાંથી એક કડુક નામની શાખા શરૂ થઈ. મૂતિવિરોધક ગચ્છઃ ' (૧) લુંપાક ગચ્છ, (૨) વેષધર ગ૭, (૩) સ્થાનકવાસી દેવાલયમાં નહિ પણ સ્થાનકમાં માનનારા ગ૭, (૪) તેરાપંથી. દિગંબર સંપ્રદાયના સંઘ:
દિગંબર સંપ્રદાયને શરૂઆતમાં મૂળ સંઘ એક જ હતા. તેમાંથી સિંહ સંધ, દેવ સંધ વગેરે સંઘે થયા. ધાર્મિક આચારના મતભેદોમાંથી નીચેના કેટલાક સંઘે અસ્તિત્વમાં આવ્યા.
Page #112
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
૧૦૩ (૧) કવિડ સંધ, (૨) કાષ્ટ સંધ, (૩) માથુર સંધ વગેરે. હાલમાં દિગંબરોમાં અનેક સંઘો છે. આચારના નજીવા કારણસર આ સર્વ સંધ એકમેકથી જુદા પડે છે.
ગુજરાતમાં જૈનધર્મને પ્રસાર
બાવીસમા તીર્થંકર નેમિનાથ યાદવ રાજકુમાર હતા. તેમનું કાર્યક્ષેત્ર દ્વારકા, ગિરનાર અને તેની આસપાસને પ્રદેશ હતું. ગુજરાતમાં નેમિનાથના સમયથી જૈનધર્મને પ્રસાર વેગથી થયો હોય તેમ લાગે છે.
ક્ષત્રપકાલમાં ગુજરાતમાં જૈનધર્મ પ્રચલિત હતા એમ સૌરાષ્ટ્રમાંથી મળેલા ક્ષત્રપકાલીન જેનવિહાર ઉપરથી કહી શકાય. આ સમયે ઉજ્જયન્ત (ગિરનાર), ઢાંક તથા ભરુકચ્છ વગેરે જૈનધર્મનાં કેન્દ્રો હતાં. ઈ. સ.ના ચોથા સૈકાના આરંભમાં જૈન આગમ ગ્રંથેની એક વાચના મથુરામાં અને બીજી વાચના વલભીમાં થઈ હતી. પાંચમી સદીમાં દેવર્ધિગણિ ક્ષમાક્ષમણે એ બે વાચનાઓની તુલનાત્મક આવૃત્તિ તૈયાર કરી તે હજી ભારતભરના વેતાંબરમાં માન્ય ગણાય છે. આ વખતે ગિરનાર એક નેંધપાત્ર જૈન તીર્થ હતું. સૌરાષ્ટ્રનું પ્રભાસ પાટણ એક પ્રાચીન તીર્થ મનાતું. ઢાંક પણ જૈન તીર્થ હતું. ઢાંકમાંની ગુફાઓમાંથી ક્ષત્રપકાલીન જૈન પ્રતિમાઓ મળી છે. નાગાર્જુને શેઢી નદીના કિનારે પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સ્તંભનક (ઉમરેઠ પાસેનું હાલનું થામણું) તીર્થમાં કરી હતી. ઉત્તર ગુજરાતમાં આવેલ વઢિયારમાં આવેલ જૈન તીર્થ શંખેશ્વર આ સમયનું એક નોંધપાત્ર તીર્થ હતું. સૌરાષ્ટ્રના બરડાના ડુંગરોમાં જૈન સાધુઓ માટે ક્ષત્રપાલમાં વિહાર કરાયેલા હતા. જૂનાગઢમાં આવેલી બાવા યારાની ગુફા જૈન હોવાનું જણાય છે. સાણાની ગુફાઓ જેન તીર્થ હોવાનું મનાય છે. ઢાંકની ગુફાઓમાં જૈન તીર્થકરોની પ્રતિમાઓ કંડારેલી છે.
મિત્રકકાલમાં જૈનધર્મ ધીરે ધીરે ગુજરાતમાં વિસ્તર્યો હતો. આ સમયે વલભી જૈન ધર્મનું નેધપાત્ર કેન્દ્ર હતું. જૈન આગમ ગ્રંથેની વાચના વલભીમાં તૈયાર થઈ હતી. મૈત્રક રાજવી વસેન પહેલાએ પોતાના પુત્રને વિષાદ દૂર કરવા આનંદપુર(હાલનું વડનગર)માં કલ્પસૂત્રને પાઠ કરાવ્યો હતો. કેટલાક મૈત્રક રાજવીએ એ જૈન વિહારને રાજ્યાશ્રય આપ્યો હતા. વલભીમાં આ સમયે અનેક જિનાલય હતાં. વલભીને વિનાશ વખતે ત્યાંની કેટલીક પ્રતિમાઓ શ્રીમાલ, કાશદદ, શત્રુંજય, હારીજ, પ્રભાસ વગેરે સ્થળે ખસેડવામાં આવી હતી. ઈ. સ. ૭૮૩માં
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ગુજરાતના ધર્મ સંપ્રદાય
જિનસેન સૂરિએ હરિવંશ પુરાણ નામના જૈન પુરાણની રચના વઢવાણમાં કરી હતી. આમ, મૈત્રકકાલમાં જૈનધર્મ ધીરે ધીરે ગુજરાતમાં સ્થાન જમાવતા હતો. જ્યારે બૌદ્ધધર્મની ધીરે ધીરે પડતી શરૂ થઈ હતી.
ચાવડા અને સોલંકીકાળ દરમ્યાન જૈનધર્મને ઠીક ઠીક રાજ્યાશ્રય મળે. સોલંકીકાળ દરમ્યાન જૈનધર્મને લોકપ્રિય બનાવવામાં ચૌલુક્ય રાજવી કુમારપાલે મહત્ત્વનો ફાળો આપે. મૂળરાજ પહેલાએ પાટણમાં મૂલ-વસહિકા બંધાવી. ચામુંડરાજે એક જૈન મંદિરને ભૂમિદાન આપ્યું હતું. દુર્લભરાજના સમયમાં પાટણમાં એક જૈન શ્રેષ્ઠીએ મહાવીર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. ભીમદેવ પહેલાના સમયમાં એના દંડનાયક વિમલે આબુ ઉપર સુંદર વિમલવસહી નામનું મંદિર બંધાવ્યું હતું. કુંભારિયાનાં જૈન મંદિરો પણ આ સમયે બંધાયાં હતાં. કર્ણદેવ પહેલાએ અને સિદ્ધરાજ જયસિંહે લાડેલ પાસે જેન મ દિરને ભૂમિદાન આપ્યું હતું. મુંજાલ મંત્રીએ પાટણમાં જૈન મંદિર બંધાવ્યું હતું. અભયદેવ સૂરિએ સ્તંભનકમાં, તેમજ દંડનાયક સજ્જને, ગિરનાર ઉપર જૈન મંદિર બંધાવ્યાં હતાં. જોળકામાં શ્રેષ્ઠી ધવલે મુનિસુવ્રત સ્વામીનું મંદિર બંધાવ્યું હતું. કુમારપાળે અનેક જૈન મંદિરો બંધાવ્યાં હતાં. પાટણમાં એણે કુમારવિહાર બંધાવ્યું. આ ઉપરાંત તેણે ગિરનાર, શત્રુંજય, પ્રભાસપાટણ, ખંભાત વગેરે સ્થળોએ અનેક જૈન મંદિર બંધાવ્યાં. પિતાના હાથે એણે ત્રિભુવનવિહાર બંધાવ્યું. હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ ધંધુકામાં, એણે એક જૈન મંદિર બંધાવ્યું હતું. મંત્રી આમ્રભટે ભરૂચમાં શકુનિકાવિહાર, તથા એના ભાઈ વામ્ભટે શત્રુંજય ઉપર આદિનાથનું જૈન મંદિર સમરાવ્યું.
સમસ્ત ગુજરાતમાં જૈનધર્મને લોકપ્રિય કરવાને યશ સેલંકીકાલના મધ્યાહન કાલમાં જેમ કુમારપાળને મળે, તેમ તેના અંત ભાગમાં એ યશ વસ્તુપાળને મળ્યો. વાઘેલાકાળ દરમિયાન ધોળકાના રાણાના મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલે પોતાની વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા જૈનધર્મને ઘણો જ વેગવંત બનાવ્યું. વસ્તુપાલ તથા તેજપાલની વિદ્યા અને સાહિત્યને પ્રોત્સાહન આપવાની વૃત્તિને લઈને સાધુઓ અને શ્રાવકેની પ્રવૃત્તિઓને અપૂર્વ વેગ મળ્યો. ઉજ્જયંત (ગિરનાર), શત્રુંજય અને અબુંદ જેવા પર્વત તેમજ અણહિલપુર, પાટણ, ભૂગુકચ્છ (ભરૂચ), સ્તંભતીર્થ (ખંભાત) અને ધવલ્લક (ધોળકા) જેવાં નગરમાં નવાં જિનાલય બંધાવવામાં અને જૂનાં જિનાલયોને સમજાવવામાં વસ્તુપાલ-તેજપાલે અમૂલ્ય ફાળો આપે. આ અમાત્યાએ તે ઉપરાંત જિનાલયના નિભાવ માટે આર્થિક પ્રબંધ કર્યો. આ ઉપરાંત સામંતસિંહ અને વિસલદેવ
Page #114
--------------------------------------------------------------------------
________________
જેવા મંડલેશ્વરોએ આબુ પરનાં જિનાલયના નિર્વાહ અર્થે તથા તેને લગતા ઉત્સવની ઉજવણી અર્થે વ્યવસ્થા કરી હતી.
આ સમયે જૈન આચાર્યોની જીવનચર્યા ઉપર એકસાઈ રાખવા માટે (ચૈતય) ચૈત્યવાસી અને વસ્તીવાસી આચાર્યોની પરિષદ સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨)માં તેજપાલના પ્રમુખપદે મળી હતી.
આ સમયે જૈનધર્મની અસર ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તરી હતી. ગુજરાતમાં કુમારપાલના સમયથી પ્રાણીઓની હિંસા ધીરે ધીરે ઓછી થવા લાગી. આ કાર્યમાં જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યે ઘણો જ મહત્તવને ફાળો આપ્યા હતા. તેમણે જૈનધર્મને લગતાં ત્રિષષ્ઠિસલાકાપુરુષચરિત જેવા જૈનધર્મને લગતા કેટલાક ઉત્તમ ગ્રંથ રચ્યા.
મહામાત્ય વસ્તુપાલે અનેક જૈનકવિઓને આશ્રય આપી ઉત્તમ જૈન ગ્રંથે લખાવ્યા. વસ્તુપાલે પોતે આદિનાથ સ્તોત્ર, નેમિનાથ સ્તોત્ર, અંબિકા સ્તોત્ર વગેરે રચ્યાં. શત્રુંજયની યાત્રા વખતે પિતાને અંતઃકાલ પાસે જણાતાં વસ્તુપાલે પોતાનું અંતિમ કાવ્ય “આરાધના' રચ્યું. આ ઉપરાંત અમરચંદ્ર, જિનપ્રભ સૂરિ, ઉદયપ્રભસૂરિ, નરેન્દ્રપ્રભસૂરિ, નરચંદ્રસૂરિ, બાલચંદ્રસૂરિ, જયસિંહસૂરિ, માણેકચંદ્ર વગેરે જૈન કવિઓએ ઉત્તમ ગ્રંથ રચી જૈન ધર્મને વિકસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
ઈ. સ. ૧૩૦૪માં સોલંકી સત્તાને અંત આવતાં ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના થઈ. આ સમયે કેટલાંક હિંદુ તેમજ જૈન મંદિરોને નાશ થયો. મંદિરની જગ્યાએ મસ્જિદ બની. ચારે બાજુ રાજકીય અંધાધૂંધી અને હિંસાનું વાતાવરણ ફેલાયું. આવા વખતે પણ બુદ્ધિશાળી જૈન સમાજે પોતાના વેપાર સાથે જૈન મંદિર અને જૈન સાહિત્ય સાચવવા પુષ્કળ પ્રયત્ન કર્યા. વિ. સં. ૧૩૬૯(ઈ. સ. ૧૩૧૩)માં મુસ્લિમોએ જેનેના મહાતીર્થ શત્રે જય ઉપરના મુખ્ય મંદિરને નાશ કરી ત્યાંની આદિશ્વર પ્રતિમાને ખંડિત કરી. આ જ અરસામાં આબુ ઉપરના જૈન મંદિરે વિમલવસહિ અને લૂણવસહિને પણ મુસલમાને પુષ્કળ નુકસાન કર્યું. બે વર્ષ બાદ સમરાશાહે ગુજરાતના સૂબા અલપખાનની મંજૂરી લઈ શત્રુંજય તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું. એ પછી મેવાડના કર્મશાહ બહાદુરશાહની મંજૂરી મેળવી. આ તીર્થમાં જીર્ણોદ્ધાર કરાવી તીર્થકરોની પ્રતિમાઓ સ્થાપી. વિ સં. ૧૩૭૮ (ઈ. સ. ૧૩૨૨)માં આબુ ઉપરનાં જૈન મંદિર વિમલવસહિ અને લૂણસહિને પુનરુદ્ધાર થયો.
Page #115
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ સપ્રદાય
આ સાથે આ સમયે આયુ, ઈડર, તારંગા, માંડવગઢ, પાલનપુર વગેરે સ્થળેાએ વિવિધ જૈન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. ગિરનાર ઉપર નવાં બે ચૈત્યા બંધાયાં.
૧૦૩
વિ. સં. ૧૫૦૭ (ઈ. સ. ૧૮૫૧)માં રત્નસિંહ સૂરિના પટ્ટાભિષેક પ્રસંગે જૂનાગઢના રા માંડલિકે પંચમી, અષ્ટમી અને ચતુર્દશીના દિવસેાએ રાજ્યમાં કાઈ જીવની હિંસા ન થાય તેવી અમારી દ્વેષણા કરી.
જૈનધમ નું પ્રભુત્વ ટકી પણ કાઈ ખાસ અવરાધે
આમ, આવા કપરા સ ંજોગામાં પણ ગુજરાતમાં રહ્યું હતું. આ સમયે જૈન સાહિત્યના વિકાસમાં આવ્યા ન હતા. ગ્રંથરચના ઉપરાંત ગ્ર ંથાદ્વારનુ કાર્ય પણુ આ સમયે ઠીક ઠીક ચાલતું હતું. જૂના તાડપત્રીય ગ્રંથેાની નકા ભાવિક શ્રાવકા કાગળ ઉપર કરાવી ગ્રંથ અને ગ્રંથાલયને વ્યવસ્થિત રાખતા. ખંભાત અને પાટણના જૈન ભંડારામાંથી સલ્તનતકાલીન અનેક હસ્તપ્રતા મળી આવેલ છે
આ સમયે જૈન સૂરિએમાં મેરુતુ ગરિ, મહેન્દ્રપ્રભસૂરિ, જિનપ્રભસૂરિ, સર્વાનંદસૂરિ, સામતિલકસૂરિ, રત્નદેવસૂરિ, વિજયાનંદ, મેરુતુ ગસૂરિ, (પ્રબંધચિંતામણિના રચનાર) રાજશેખરસૂરિ, જ્ઞાનસાગરસૂરિ, મુનિભદ્રસૂરિ, ભાવદેવસૂરિ, મલયચંદ્ર, જયશેખર, સેામસુ ંદર, વિનયચંદ્ર જિનભ, રત્નશેખર વગેરેએ જૈન ધર્મના નોંધપાત્ર ગ્ર ંથા રચ્યા છે.
અકબરે ગુજરાત જીતતાં રાજકીય પક્ષે કંઈક સ્થિરતા આવી. બાદશાહ અકબરની સર્વ ધર્મ સમભાવવાળી ધાર્મિક નીતિને પરિણામે કેટલાંક જૈન મંદિરનું નવસર્જન થયું.
વિ. સં. ૧૬૪૪ (ઈ. સ. ૧૫૮૮)માં શાહ વિજયા અને રાજિયાએ ખંભાતમાં જૈન મદિર બંધાવ્યું,
વિ. સ. ૧૬૧૧ (ઈ. સ. ૧૧૬૫)માં ખંભાતમાં માણેકચેકમાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ અને આદિશ્વરના મંદિરમાં ખંભાતના સેાની તેજપાલે શ્રી હીરવિજયસૂરિના હાથે મંદિરની પ્રતિમાની સ્થાપના કરાવી.
વિ. સં. ૧૬૭૮માં અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં સરસપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથનું જૈન મંદિર બ ંધાવ્યુ હતુ.. આ મદિરને બાદશાહ ઔર ગક્રેમે પેાતાની ગુજરાતની સખાગીરી દરમ્યાન મસ્જિદમાં ફેરવી નાખ્યું હતું.
Page #116
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ
૧૦૭
આ સમયને જૈન આચાર્યોએ મુઘલ દરબારમાં પોતાનો પ્રભાવ પાડયે. હતો. હીરવિજયસૂરિ અકબરના કૃપાપાત્ર બન્યા હતા. તેમની સૂચનાથી બાદશાહ અકબરે રાજ્યમાં જીવહિંસા ન કરવાનું ફરમાન બહાર પાડયું હતું. બીજા એક ફરમાનમાં બાદશાહ અકબરે જૈન સાધુઓને કોઈપણ પ્રકારનો ત્રાસ ન. આપવા ની અને તેમને પોતાની આચાર પાલનની છૂટ આપવાની જાહેરાત કરી હતી.
- ઈ. સ. ૧૫૫૬નાં બે ફરમાન દ્વારા મુઘલ બાદશાહ શાહજહાંએ શેઠ શાંતિદાસ ઝવેરીને ગુજરાતના જૈન સંઘના પ્રતિનિધિ તરીકે જેને ના તીર્થધામ શંખેશ્વર ગામને ઈજારો આપ્યો હતો. ઈ. સ. ૧૬૬૦માં શાંતિદાસ ઝવેરીને તેમની સેવાઓના બદલામાં બાદશાહ ઔરંગઝેબે જૈનધર્મના પ્રતિનિધિ તરીકે શત્રુંજય, આબુ, અને ગિરનારનાં જૈન તીર્થોની રોપણી કરી હતી.
આ સમયે ઈડર, સોજિત્રા, સૂરત વગેરેમાં દિગબર સંપ્રદાયના ઘણું અનુયાયીઓ વસતા હતા. આ સમયે ગુજરાતમાં દિગબર સંપ્રદાયે કેટલાક જૈન ગ્રંથ રચ્યા હતા. આ સમયે જૈન ધર્મમાં કેટલીક શાખાઓ પડી ગઈ હતી. “મિરાતે અહમદી'માં જણાવ્યા પ્રમાણે આ સમયે ચેર્યાસીગચ્છ અસ્તિત્વમાં હતા, જેવા કે ઓસવાળગ૭, જરાવલગચ્છ, કકેરા, કરંટીઆ, ભરુચા, અઢાવિયા, કોડવીઆ વેકેદીઆ, રહમસાલીઆ, મોડાસીયા, વાસીયા, કચ્છપાલીઆ, ઘોઘાવાલ, વડોદરીયા ખંભાતીયા, બ્રહ્મના ઝાલેરા, ભૂખડીયા, ચિતડા, બાપરવાલ, મોઢાર હદીઆ, બાલધાસા, સાદા, કુંઝડીયા, કનીસા, સેદાનીઆ, સાકસનીઆ, ચાંચલીયાનાગર કેટીઆ, ભાવડાજીઆ, લુનારસીઆ, નાંદક, સિદ્ધપુરા, બોરસદીયા વગેરે.
મુઘલકાલ દરમ્યાન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેના બે ગ૭–તપાગચ્છ અને ખરતર ગ૭ વચ્ચે ઉગ્ર મતભેદ હતા. તપાગચ્છને મોટા અનુયાયી વર્ગ ગુજરાતમાં હતા. હીરવિજયસૂરિએ બંને ગ9-વચ્ચે સુમેળ કરવા નેધપાત્ર પ્રયત્ન કર્યા હતા. તેમણે “બારબોલ” નામની આજ્ઞાઓ ઈ. સ. ૧૫૯૦માં જાહેર કરી હતી.
યાત્રાધામ :
ગુજરાતના ઘણું નાનાંમોટાં નગર જૈનધર્મનાં યાત્રાધામો સમાન છે. તે સર્વેમાં નીચેનાં ખાસ નોંધપાત્ર છે : .
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ગુજરાતના ધર્મ સંપ્રદાય
આબુ :
ગુજરાત રાજસ્થાનની હદ પાસે આવેલો આબુ પર્વત હાલ રાજસ્થાનમાં મુકાય છે, પરંતુ ત્યાંનાં પ્રસિદ્ધ જિનાલયો ગુજરાતના શ્રાવકેએ બંધાવ્યાં છે.
આબુ પર દેલવાડામાં આવેલાં જૈન મંદિરે ગુજરાતની સ્થાપત્ય કલાની ઉત્તમ કૃતિઓ છે. આ મંદિરમાં એક ચાલુક્ય રાજવી ભીમદેવ ૧ લાના સમયમાં બારમી સદીમાં તેના ચંદ્રાવતીના દંડનાયક વિમલમંત્રીએ બંધાવ્યું હતું, અને બીજું લૂણવસતિ નામે ઓળખાતું નેમિનાથનું મંદિર ધોળકાના રાણું વરધવલના મંત્રી વસ્તુપાલના ભાઈ તેજપાલે પિતાના પુત્ર ભૂણિગની યાદમાં તેરમી સદીમાં બંધાવ્યું હતું. પ્રાચીનકાળમાં આ મંદિરને વહીવટ પિોરવાડ વણિકે પાસે હતા. આ મંદિરો અંદરથી ઉત્તમ કલાકારીગરીથી ભરપૂર હોવા છતાં બહારથી તદન સાદાં લાગે છે. મંદિરની આસપાસ યાત્રાળુઓ માટે કેટલીક ધર્મશાળાઓ આવેલી છે. અહીં દર વર્ષે હજારો લોકે યાત્રાએ આવે છે. તારંગા :
મહેસાણા જિલ્લામાં આવેલું તારંગા એક પ્રસિદ્ધ જૈન તીર્થ છે. અહીં અજિતનાથ ભગવાનનું સુંદર કલાત્મક વિશાળ મંદિર આવેલું છે. મંદિરની આસપાસ ૩૮ મીટરને વિશાળ ચોક છે. મંદિર લગભગ ૧૨૫ ફૂટ ઊંચું છે. નજીકમાં દિગંબર સાધુઓ માટેનું ઉત્તમ મંદિર આવેલું છે. મંદિરની દીવાલને સુંદર શિલ્પો થી શણગારવામાં આવેલી છે. શંખેશ્વરઃ
મહેસાણા જિલ્લામાં ચાણસ્મા નજીક આવેલું શંખેશ્વર નામનું તીર્થ જેનું નામાંકિત યાત્રાધામ છે. અહીંનું જૈન મંદિર ૧૬મી સદીનું હોવાને સંભવ છે. અહીં પાર્શ્વનાથનું પ્રાચીન મંદિર છે. પાટણ:
મહેસાણા જિલ્લામાં આવેલું પાટણ પ્રાચીનકાળમાં ચૌલુક્ય રાજવીઓની રાજધાની હતી. આ નગરીમાં જૈન સંપ્રદાયનાં અનેક ઉત્તમ કેટીનાં મંદિરે જેવાં કે પંચાસરા પાર્શ્વનાથ, વાડી પાર્શ્વનાથ, કુમારપાલનું મંદિર વગેરે આવેલાં છે. અહીં બધાં મળીને નાનાં મોટાં લગભગ બસો જૈન મંદિરો આવેલાં છે અહીં હેમચંદ્રાચાર્યના નામે ચાલતી સંસ્થા અને ગ્રંથભંડાર જોવાલાયક છે. જૈન ગ્રંથભંડારમાં ઘણું ઉત્તમ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથને સાચવવામાં આવ્યા છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
૧૦૯
ખંભાત :
પ્રાચીનકાળમાં સોલંકી સમયમાં ખંભાત સમૃદ્ધિના શિખરે હતું. ચૌલુક્ય રાજવી કુમારપાલના સમયમાં તેના ઉદયન નામના મંત્રીએ ખંભાતને ઉત્તમ જૈન મંદિરેથી શણગાયું હતું. ખંભાતને જૈન ધર્માચાર્ય કલિકાલસર્વજ્ઞ. શ્રી હેમચંદ્રાચાર્યની દીક્ષાભૂમિ હોવાથી અનેક ભાવિક જૈને એક મહત્વનું યાત્રાધામ માને છે. અહીં અનેક જૈન પ્રાસાદ, ઉત્તમ પ્રતિમાઓ, દૈત્ય, ઉપાશ્રય, જ્ઞાનભંડારો વગેરે આવેલાં છે. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે આબુ પર. લૂણવસતિના મંદિરમાં પધરાવેલી નેમિનાથની પ્રતિમા ખંભાતમાં તૈયાર કરવામાં આવી હતી, વિ.સં. ૧૩૬૮માં સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા સ્તંભનક (થામણા)થી અત્રે લાવવામાં આવતાં, આ સ્થળ જૈન તીર્થ તરીકે વધારે પ્રખ્યાત થયું. અહીં નીતિવિજયને જ્ઞાનભંડાર, શાંતિનાથ જૈનભંડાર, સાગરગચ્છના ઉપાશ્રયને જ્ઞાનભંડાર, વિજયનેમિસુરિ જ્ઞાનભંડાર વગેરે જ્ઞાનભંડારોમાં ઉત્તમ જૈન ગ્રંથે સચવાયેલા છે.
અહીંનાં મંદિરમાં માણેકચોકનું શ્રી ચિંતામણિપાર્શ્વનાથનું મંદિર, શાંતિનાથ જિનાલય, મહાવીર સ્વામી જિનાલય વગેરે નોંધપાત્ર છે. આ ઉપરાંત માણેકચોક, ચેકસીની પોળ, ખરપાડે, સંઘવીની પોળ, ભોંયરાપાડે, બળપીપળો, ઊંડીપળ, દંતાર પાડ, માંડવીની પોળ, નિરાળા પાડે વગેરે સ્થળે અનેક નાનાં મેટાં જૈન દેવાલયે આવેલાં છે.
શત્રુંજ્યઃ
સોરાષ્ટ્રમાં પાલિતાણા પાસે આવેલ શત્રુંજય તીર્થને મહિમા સોલંકી રાજવી કુમારપાલને વખતથી વિકસ્યો હોય તેમ લાગે છે. તળેટીમાંથી ઉપર જવા માટે પગથિયાં છે. ઘણાં મંદિરમાં લેખ જોવા મળે છે. શત્રુંજય સિદ્ધાચલ અને તીર્થરાજ ગણાય છે.
ઉપર કિટલામાં અનેક ઉત્તમ મંદિરો આવેલાં છે. ઘણું મંદિરે ચૂનામાં તૈયાર કરેલાં છે. તે ઘણું આરસના પથ્થરથી બાંધેલાં છે. વચ્ચે મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં તીર્થકરની સુંદર પ્રતિમા પધરાવેલ છે. શત્રુંજય ઉપર આવી દશ ટ્રકે છે. નાની મોટી ટૅકેના મંદિરોના રક્ષણ માટે કિલ્લા બાંધેલા છે. દક્ષિણની પટ્ટીમાં ટોચે આદીશ્વર ભગવાનનું મંદિર દેખાય છે. ખરતરવહિ ટ્રકમાં નરસિંહ કેશવજી નાયકનું બંધાયેલું ઈ. સ. ૧૯૬૨ની સાલનું એક મંદિર જેવા મળે છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
-૧૧૦
ગુજરાતના ધર્મ સંપ્રદાય પશ્ચિમમાં આગળ ચાલતાં જમણા હાથ ઉપર પાંચ મંદિર દેખાય છે. તેમાંનું પહેલું ઋષભનાથની માતાનું મંદિર છે. પુંડરીક દરવાજામાંથી આદીશ્વરના મંદિરમાં જવાય છે. આ મંદિર ચૌમુખી ઘાટનું છે. આખું મંદિર બે ચેરસ વિભાગમાં વહેંચાયેલ છે. આ ઉપરાંત સોલંકી સર્જવી કુમારપાલ, જેસલમીરના ભણસાલી પુણસી, દલીચંદ કીકાવાલા, પ્રેમચંદ્ર દામોદર, હેમાભાઈ વખતચંદ, મોદી પ્રેમાચંદ રાયચંદ, ઝવેરી રતનચંદ ઝવેરચંદ, પ્રેમચંદ ઝવેરચંદ ઝવેરી, ઊજમભાઈ બાલાભાઈ, અમદાવાદના સંધવ રૂ૫જી શામજી, અજમેરના જયમલ, અમદાવાદના પારેખ સેમચંદ વગેરેએ બંધાવેલાં જૈન મંદિરેથી આ સ્થળ એક મહાન તીર્થધામ બન્યું છે. અહીં લગભગ નાનાં મેટાં ૫૦૦ જૈન મંદિરને સંપૂટ આવેલ છે. જેનપ્રભાવક કર્મશાહ અને બીજા ભાવિક જૈનેએ ઘણાં મંદિરને છદ્ધાર કરાવેલ છે. અહીં અખાત્રીજ, કાર્તિકી પૂર્ણિમા, ફાગણ સુદ તેરસ અને મૈત્રી પૂર્ણિમાએ મેળો ભરાય છે. (અહીં મંદિરના ઉત્તમ સ્થાપત્યને ખ્યાલ આપવા સ્થળ સકેચને લીધે નમૂનાખાતર એક મંદિરનું ચિત્ર આપેલ છે. જુઓ ચિત્ર નં. ૧૭). ગિરનારઃ
સૌરાષ્ટ્રમાં જુનાગઢની પાસે આવેલ ઉર્જયંત અથવા ગિરનાર પર્વત ઘણા પ્રાચીનકાળથી એક નેંધપાત્ર યાત્રાધામ મનાય છે. અહીં રરમા તીર્થંકર નેમિનાથે તપ કર્યું હતું, તેથી તે તેમની કર્મભૂમિ મનાય છે. અહીં અનેક પ્રાચીન દેવાલયે આવેલાં છે. ગિરનાર ઉપરનાં જૈનમંદિરોમાં જૂનામાં જૂનું નેમિનાથનું મંદિર છે. આ મંદિર સિદ્ધરાજ જયસિંહના દંડનાયક સજ્જન મંત્રીએ બંધાવ્યું હોવાની માન્યતા છે. આ મંદિરમાં જુદા જુદા સમયે ઘણું ફેરફાર થયા છે. અહીનાં દેવળે તેની કલાકૃતિ માટે પ્રખ્યાત છે.
ગિરનાર ઉપર બીજાં કેટલાંક સુંદર સ્થાને જેવાંકે, જમિયતશાહ પીરની દરગાહ, પાંડવગુફા, શેષાવન, સીતામઢી, ભરતવન, હનુમાન ધારા, મુચકુંદગુફા વગેરે ધણાં જોવાલાયક છે. દાતાર શિખર ઉપર આવેલ જમિયત શાહની દરગાહે જવાથી રકતપિત્તના રોગ મટી જાય છે એવી એક માન્યતા છે.
ભદ્રેશ્વરઃ
કરછના સાગરકાંઠે આવેલ ભદ્રેશ્વર કચ્છનું એક નોંધપાત્ર જૈન તીર્થ છે. અહીં કચ્છના દાનવીર જગડૂશાહે એક સુંદર મંદિર બંધાવ્યું હતું. અનેક વખત
Page #120
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
૧૧૧ મંદિરમાં જીણોદ્ધારને લીધે ફેરફાર થયા છે. મંદિરની નજીક અનેક નાની મોટી ધર્મશાળાઓ, ઉપાશ્રય અને પુસ્તકાલયો આવેલાં છે.
અહીંનાં મંદિરે જગડુશાહનાં મંદિર તરીકે ઓળખાય છે. બારમી તેરમી સદીમાં ભદ્રેશ્વર એક નોંધપાત્ર જૈન તીર્થ મનાતું હતું. કુંભારિયાઃ
બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજીથી કેટેશ્વર જતાં રસ્તામાં કુંભારિયાનાં મંદિર આવેલ છે. સોલંકી રાજવી ભીમદેવ ૧ લાના વખતમાં તેના મંત્રી વિમલશાહે કેટલાંક જૈન મંદિર બંધાવ્યાં હતાં. આજે અહીં તેમાંનાં પાંચ મંદિરે હયાત છે. અહીંનાં મંદિરે આબુનાં જૈન મંદિરોથી કલાની દૃષ્ટિએ જરા પણ ઊતરતી કક્ષાનાં નથી. (જુઓ ચિ. નં. ૧૬) | ગુજરાતમાં ઉત્તમ કલાકૃતિવાળાં આવાં બીજાં અનેક જૈન મંદિર આવેલ છે. તેથી અનેક નગર યાત્રાધામ સમાન બન્યાં છે. ગુજરાતનાં કેટલાંક નામાંક્તિ જૈન મંદિરે
ભીમદેવ પહેલાના દંડનાયક વિમલ મંત્રીએ આબુ દેલવાડામાં આદિનાથનું જૈન મંદિર બંધાવ્યું હતું. આ મંદિર વિમલવસહિ તરીકે પ્રખ્યાત છે. એમાં ગર્ભગૃહ, ગર્ભમંડ૫, રંગમંડપ, નવચોકી અને બાવન દેવકુલિકાઓ આવેલી છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં બેઠેલા આદિનાથની સુંદર પ્રતિમા આવેલી છે. શિખર પ્રમાણમાં નીચું છે. નવ ચેકી તથા રંગમંડપના ભાગમાં સુંદર શિલ્પ કૃતિઓ નજરે પડે છે. રંગમંડપની છતમાં મેટા વચલા ઘૂમટમાં સેળ વિદ્યાદેવીઓની સુંદર પ્રતિમાઓ આવેલી છે.
રંગમંડપના વચલા આક તંભેમાં પાસે પાસેના બબ્બે સ્તંભો વચ્ચે તારણ કતરેલાં છે. મંદિરમાં લગભગ ૧૨૧ આરસના સ્તંભ છે.
મંદિરના પ્રદક્ષિણા પથમાં બાવન દેવકુલિકાઓ આવેલી છે. ભમતીની છતમાં ભરતબાહુબલીનું યુદ્ધ, નેમિનાથજીનાં પંચકલ્યાણક, નેમિનાથનું ચરિત, શ્રીકૃષ્ણનું કાલિય-નાગદમન, નૃસિંહ અવતાર વગેરે દક્ષે સુંદર રીતે કંડેરલાં છે.
વિમલવસહિની સામે એક હસ્તિશાલા છે. તેમાં મોખરે અશ્વારૂઢ વિમલની પ્રતિમા મૂકેલી છે. તેની આસપાસ દસ હાથીઓ ઉપર પૃથ્વીપાલના પૂર્વજે, પૃથ્વીપાલ પોતે અને તેના વંશજોની પ્રતિમાઓ કતરેલી છે. એકંદરે મંદિર આરસની એક ઉત્તમ કલાકૃતિ છે. .. -----
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
| ગુજરાતના ધર્મ સંપ્રદાય તારંગાનું અજિતનાથનું મંદિર:
ચૌલુક્ય રાજવી કુમારપાલે અનેક જૈન મંદિર બંધાવ્યાં. તેમાં હાલમાં તારંગા ઉપર અસ્તિત્વ ધરાવતું અજિતનાથનું મંદિર નોંધપાત્ર છે. મંદિરમાં ગર્ભગૃહ અને ગૂઢમંડપ આવેલાં છે. સ્તંભો સાદા અને ઊંચા છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર અનેકવાર થયો છે. ત્રણે બાજુએ પ્રવેશદ્વાર છે. મંદિરને ગૂઢમંડપ છે, પ્રદક્ષિણાપથ છે. મંદિરની બહારની દીવાલ પર સુંદર કાતરકામ કરેલ છે. કુંભારિયાનાં જૈન મંદિર
ગુજરાતમાં તીર્થધામ તરીકે અંબાજી પાસે આવેલ કુંભારિયાનાં જૈન મંદિરો સ્થાપત્ય કળાને ઉત્તમ નમૂને છે. અહીં વિ. સં. ૧૧૭૧ (ઈ. સ. ૧૧૩૫) અને વિ. સં. ૧૨૦૪ (ઈ. સ. ૧૧૪૮)ના લેખ મળે છે.
અહીં શાંતિનાથ દેરાસરની રચના મહાવીર સ્વામીના મંદિરને મળતી આવે છે. એની આસપાસ ૨૪ દેવકુલિકાઓ છે, જેમાં તીર્થકરના પંચકલ્યાણક વગેરેના પ્રસંગે નોંધપાત્ર છે. પાર્શ્વનાથના મંદિરને ફરતી વીસ દેવકૃતિકાઓ આવેલી છે. અહીંના સ્તંભે અને ઠાર શાખાઓ ઉપર સુંદર કલાકૃતિઓ નજરે પડે છે. નેમિનાથના મંદિરમાં પીઠ અને મંડેવર સુંદર રીતે અલંકૃત કરેલા છે. એના રંગમંડપની આસપાસ ચોવીસ દેવકુલિકાઓ આવેલી છે. મંદિરને ફરતા નરથર અને ગજથર આવેલા છે. મંદિરની જ ધામાં દેવદેવીઓ અને યક્ષ
વ્યક્ષિણીઓનાં શિલ્પો નજરે પડે છે. કેટલેક ઠેકાણે ભેગાસનનાં દશે નજરે પડે છે. અહીં નાં મંદિરના સ્તંભે અને છતા વિમલવસહિ મંદિરના સ્તંભો અને છતેની માફક શણગારેલ છે. ગિરનારને વસ્તુપાલ વિહાર:
ગિરનાર પર આવેલાં મંદિરમાં વસ્તુપાલ વિહાર નામે નેમિનાથનું મંદિર સૌથી વિશાળ છે. નેમિનાથ મૈત્યની દક્ષિણે, પશ્ચિમે અને ઉત્તરે વસ્તુપાલે સુંદર તેરા કરાવ્યાં હતાં. મહામાત્ય વસ્તુપાલે નેમિનાથ ચૈત્યના પાછળના ભાગમાં આદિનાથ ઋષભદેવને પ્રાસાદ કરાવ્યા. તે વસ્તુપાલ વિહારને નામે ઓળખાય છે. એમાં મૂળ નાયકની સુંદર પાષાણુ પ્રતિમા પધરાવી એની બાજુએ વાસુપૂજ્યની પ્રતિમાઓ સ્થાપી. મંદિરના મંડપમાં અંબિકા તથા મહાવીરની પ્રતિમાઓ મૂકાવી. આ ઉપરાંત ગર્ભદ્વારની દક્ષિણે અને ઉત્તરે પોતાની તેમજ તેજપાલની અધારૂઢ મૂતિઓ. મૂકાવી. તેમજ ડાબી બાજુએ પોતાની તથા પોતાની પત્ની લલિતા દેવીના પુણ્યની
Page #122
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વૃદ્ધિ અર્થ, અજિતનાથ આદિ વીસ તીર્થકરોની પ્રતિમાઓ સહિત મહાતીર્થ. વતારને પ્રાસાદ કરાવ્યું.
હાલમાં નેમિનાથ મંદિરમાં વસ્તુપાલે કરાવેલ મંડપ કે મૂર્તિઓ જોવા મળતી નથી. પરંતુ વસ્તુપાલ વિહારના બે પ્રાસાદ મેજુદ રહેલા છે. આ દેવાલય ખરી રીતે ત્રિગુણુ દેવાલયના પ્રકારનું છે. વચ્ચે બે ઘૂમટવાળે લંબચોરસ મંડપ છે. એની પાછળ ગર્ભગૃહ છે. મંડપની બે બાજુએ એકેક મંડપ આવેલ છે. હાલમાં અહીં મૂલનાયક ઋષભદેવને બદલે પાર્શ્વનાથની પ્રતિમા જોવા મળે છે. આ પ્રતિમા સામંતસિંહ તથા સલખણસિંહે સં. ૧૩૦૫ (ઈ. સ. ૧૨૪૯ માં કરાવી હોવાનું જણાવેલ છે. આબુનું લુણિગવસહિઃ
આબુપર્વત ઉપર દેલવાડામાં મહામાત્યના વસ્તુપાલના ભાઈ તેજપાલે પિતાના પુત્ર લૂણસિંહના પુણ્યાર્થે પત્ની અનુપમા દેવીની પ્રેરણાથી વિ. સં. ૧૨૮૭(ઈ. સ. ૧૨૩૧)માં નેમિનાથનું જે મંદિર બંધાવ્યું તે લૂણસહિ તરીકે ઓળખાય છે.
આરસના આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, શંગારકી, નવચેકી, રંગમંડપ, વગેરે આવેલાં છે. મંદિરને ફરતી દેવકુલિકાની હાર આવેલી છે. મંડોવરની બહારની દીવાલો પર શિલ્પો કંડારેલ છે. ગર્ભગૃહ સમરસ ઘાટનું છે. તેમાં નેમિનાથની પ્રતિમા પધરાવેલ છે. અંતરાલની બને બાજુની દીવાલના ગવાક્ષમાં નેમિનાથના યક્ષ ગોમેધ અને યક્ષિણું તથા અંબિકાદેવાની મૂર્તિ આવેલી છે. એક ગવાક્ષમાં મૂળ નાયક સંભવનાથની પ્રતિમા અને બીજી શાંતિનાથની પ્રતિમા આવેલી છે. આ ગોખલાને હાલમાં લોકે દેરાણી-જેઠાણીના ગોખ તરીકે ઓળખે છે, પણ બને ગોખલા તેજપાલે પોતાની બીજી પત્નીના
સ્મરણાર્થે કરાવ્યા હતા. અહીંની દેવકુલિકાએક તેજપાલે પોતાના કુટુંબીઓના શ્રેિયાર્થે કરાવી હતી. તેમાં જુદા જુદા ફૂલવેલના થરવારા વિવિધ શિલ્પો તેમજ મનોહર દયે કંડારેલ છે. એમાં શ્રીકૃષ્ણને જન્મ, એમની બાળલીલા, દ્વારિકા અને સમવસરણ, અરિષ્ટનેમિની વિવાહ યાત્રા વગેરે પ્રસંગોનું સુંદર રીતે આલેખન કરવામાં આવેલ છે.
આ મંદિરમાં કુલ ૧૪૬ ઘુમ્મટ અને ૧૩૦ સ્તંભ છે. ઘુમ્મટમાં જૈન ગુ. ૮
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ગુજરાતના ધમ સંપ્રદાય
વિદ્યાદેવીઓનાં શિલ્પ આવેલાં છે. સ્તંભ ઉપર સુંદર કોતરકામ કરવામાં આવેલ છે. મંદિરની હસ્તિશાલામાં તેજપાલનાં કુટુંબીજનોનાં શિલ્પ ગોખમાં પધરાવેલ છે. આ દરેક ગોખની આગળ એક હાથી મૂકેલ છે. આ હાથી પર તેજપાલના પૂર્વજો, તેજપાલ અને તેના વંશજેની પ્રતિમાઓ મૂકેલી હતી. એ હાલ મેજૂદ નથી. વચકા ખંડની વચ્ચે મેરુઘાટના ત્રણ માળના ચૌમુખજી છે.
ભદ્રેશ્વરનું જૈન મંદિર :
ભદ્રેશ્વરમાં વસઈનું એક જાણીતું જૈન મંદિર આવેલું છે. તેમાં અત્યાર સુધી અસંખ્ય ફેરફારો થતા આવ્યા છે. મંદિરના સ્થાપત્યને સૌથી નીચે ભાગ અત્યંત પુરાણું છે. વિ. સં. ૧૩૧૫ (ઈ. સ. ૧૨૫૯) અહીંના દાનવીર જગડુશાહે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવેલ.
અહીંનું ભદ્રેશ્વર-વસઈનું મંદિર વિશાળ મેદાનમાં ફરતા ત્રણ ગઢની વચ્ચે આવેલું છે. મંદિરની નજીક નાની મોટી સંખ્યાબંધ ધર્મશાળાઓ, ઉપાશ્રય અને પુસ્તકાલય આવેલું છે. મંદિરના પ્રવેશદ્વારો સુંદર કમાનોથી શેભે છે. મંદિરના ગર્ભગૃહમાં મહાવીર સ્વામીની પ્રતિમા પધરાવેલ છે. આ મંદિર રાણકપુરના મંદિર કરતાં કંઈક અંશે નાનું છે. તે આબુનાં જૈન મંદિરની કલાકૃતિને ખ્યાલ આપે છે. મંદિરના કેટલાક સ્તંભે સાદા છે, તે કેટલાક સુંદર કોતરણીવાળા છે. મંદિરમાં વચ્ચે મહાવીર સ્વામીની પ્રતિમા, જમણી બાજુએ અજિતનાથ અને ડાબી બાજુએ વિમલનાથની પ્રતિમા આવેલી છે. મંદિરના રંગમંડપના ઘુમ્મટમાં નમિનાથના લગ્નના વરઘોડાનું ચિત્ર, તેમજ દીક્ષા કલ્યાણકનું ચિત્ર આલેખેલ છે. મંદિરની આજુબાજુ પર (બાવન) દેવકુલિકાઓ આવેલી છે. આથી આ તીર્થ બાવન જિનાલયવાળું ગણાય છે. સમગ્ર મંદિરને સુંદર શિલ્પોથી શણગારવામાં આવ્યું છે.
પ્રભાસનું પાર્શ્વનાથનું મંદિર :
પ્રભાસમાં જુમા મસ્જિદની ઉત્તરે પાર્શ્વનાથનું એક મંદિર આવેલું છે. તે મંદિર ખંડિ છે. એમાં સમરસ ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, ગૂઢમંડપ અને શૃંગાર કી આવેલાં છે. અંદરની દીવાલમાં હારબંધ ગવાક્ષે આવેલા છે. આ દેવાલય ચોવીસી પ્રકારનું જૈનમંદિર હોવાનો સંભવ છે. ગૂઢમંડપને મધ્યભાગ બે મજલાને છે. ઉપરના ભાગમાં બેવડા ઘુમ્મટ છે. ગર્ભગૃહ ઉપર કરેટની રચના છે. મંદિર ચૌદમી સદીનું હોય તેમ જણ્ય છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ
૧૧૫ આબુનું પિત્તલહરનું મંદિર :
આ મંદિર વિ. સં. ૧૩૭૩ થી ૧૪૮૯ (ઈ. સ. ૧૩૧૬ થી ૧૪૩૩)ના ગાળામાં બંધાવ્યું હોય તેમ લાગે છે. આ મંદિર ભીમાશાહે બંધાવ્યું હતું. તેમાં મુખ્ય પ્રતિમા આદિનાથની છે. અહીં વિ. સં. ૧૫૩૫ (ઈ.સ. ૧૪૭૯)માં સુંદર અને ગદા નામને મંત્રીઓએ ૧૦૮ મણ પિત્તળની પ્રતિમા પધરાવી હતી. રંગમંડપ અને પ્રદક્ષિણા માર્ગનું બાંધકામ અપૂર્ણ છે. પાવાગઢનાં જૈન મંદિર
પાવાગઢનાં જૈનમંદિર ત્રણ સમૂહમાં વહેંચાયેલ છે: (૧) બાવન ડેરી મંદિર, (૨) કાલિકામાતાની ટ્રક ઉપર આવેલાં ચંદ્રપ્રભ અને સુપાર્શ્વનાથનાં મંદિરે, (૩) પાર્શ્વનાથનું મંદિર. આ સર્વ મંદિરે ચૌદમી-પંદરમીના અરસામાં બંધાવેલાં હોય તેમ લાગે છે.
બાવનદેરી સમૂહમાં હાલ ત્રણ મંદિર આવેલ છે. તેની ઉત્તર બાજુનું મંદિર મુખ્ય મંદિર છે.
ખંભાતનું ચિત્તામણિનું પ્રાર્થનાથનું મંદિર
આ મંદિર શ્રીમાળીકુલને પરીખ વજિયા અને રાજિયા નામના બે ભાઈ. ઓએ સં. ૧૬૪૪ (ઈ. સ. ૧૫૮૮)માં બંધાવી તેમાં પાર્શ્વનાથની અને મહાવીરની પ્રતિમાઓની સ્થાપના કરી. એમાં પાર્શ્વનાથ પ્રતિમા ચિંતામણિના નામે ઓળખાય છે. આ મંદિરને બાર સ્તંભ, છ દ્વાર અને સાત દેવકુલિકાઓ હતી. આગળ દ્વારપાલની બે ઊભી પ્રતિમાઓ હતી. મંદિરના ભેયર આગળ ગણેશની પ્રતિમા નજરે પડે છે. ભોંયરામાં કેટલીક દેવકુલિકાઓ છે, તેમાં મુખ્ય પ્રતિમાઓ આદિનાથ, મહાવીર અને શાંતિનાથ તીર્થકરની જોવા મળે છે.
કાવીનાં જૈનમદિરઃ
કાવીમાં વડનગરના બાંડુઆ નામના જૈન વણિકે ઋષભદેવ પ્રાસાદ નામે એક જૈન મંદિર બંધાવ્યું હતું. અહીંના લકે તેને સાસુના દેરાસર તરીકે ઓળખે છે. તેમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણ માર્ગ, અંતરાલ, સભામંડપ, વગેરેને સમાવેશ થાય છે. ગર્ભગૃહની ઉપર શિખર આવેલું છે. અહીંની મુખ્ય પ્રતિમા આદિનાથની છે. એની આસપાસ બાવન દેવકુલિકાઓ છે. મંદિરની બહાર આદિનાથનાં પગલાંની સ્થાપના કરેલ છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય કાવામાં આવેલું બીજું એક જૈનમંદિર ધર્મનાથ પ્રાસાદના નામે ઓળખાય છે. આ મંદિર બાંડઆના પુત્ર કુંવરજીએ વિ.સં. ૧૬૫૪ (ઈ.સ. ૧૫૯૮) માં બંધાવ્યું હતું. તેનું બીજું નામ રત્નતિલક છે. મંદિરમાં સભામંડપ, ગર્ભગૃહ, ભમતી વગેરે છે. ગર્ભગૃહમાં ધર્મનાથની પ્રતિમા સ્થાપેલ છે. આ ઉપરાંત બીજા ચાર તીર્થકરોની પ્રતિમાઓ નજરે પડે છે. સ્થાનિક લોકે એને વહુના દેરાસર તરીકે ઓળખે છે. પાટણનું વાડી પાર્શ્વનાથનું મંદિર :
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલ પાટણ ગામમાં ઝવેરીવાડમાં આ મદિર આવેલું છે. આ મંદિર વિ. સં. ૧૬૫૧-૧૬૫ર (ઈ. સ. ૧૫૯૪૯૬)ના ગાળામાં એશિવાલ જ્ઞાતિના કુંવરજી (કુંઅરજી) અને તેમના કુટુંબીઓએ બંધાવ્યું હતું. મૂળમંદિર હાલ અસ્તિત્વમાં નથી. હાલમાં નવું મંદિર બંધાવ્યું છે. અંદરના ઘુમ્મટમાં સુંદર પૂતળીઓ નજરે પડે છે. શત્રુંજયનું આદિનાથનું મંદિર
વિ. સં. ૧૫૮૭માં કમશાહે આ મંદિરને જીદ્ધાર કરાવેલ. ત્યાર બાદ મંદિર જીર્ણ થઈ જતાં ઓશવાળ વંશના સેની વાદિયાના પુત્ર તેજપાલે હીરવિજયસૂરિની પ્રેરણુથી આ મંદિરનું સમારકામ કરાવ્યું. મંદિરને શિખર છે. ઉપર ૨૧ સિંહની આકૃતિઓ છે. ચારે બાજુ દેવકુલિકાઓ આવેલી છે. દરેકમાં જૈન પ્રતિમાઓ નજરે પડે છે. મંદિરને ચાર ગવાક્ષે, ૩૨ તેરહા, ૨૪ હાથી અને ૭૪ ખંભે છે. આ મંદિરનું સ્થાપત્યકીય સ્વરૂપ શત્રુંજય પરનાં પ્રાચીન મંદિર જેવું છે. આદિનાથના મુખ મંદિરને મંડપ બે માળને છે. અહીંની પ્રતિમા અસાધારણ મોટા કદની છે. ગર્ભગૃહના દ્વાર આગળ ગજરૂઢ નાભિરાજ અને મરુદેવી દેખાય છે. અમદાવાદનું ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર :
આ મંદિર અમદાવાદના શાંતિદાસ ઝવેરીએ સરસપુર વિસ્તારમાં બંધાવ્યું હતું. આ મંદિર હાલ મેજૂદ નથી. આ પાષાણના મંદિરમાં દેવકુલિકાઓ, ગર્ભગૃહ અને પ્રદક્ષિણા માર્ગ હતાં. તીર્થકરની પ્રતિમા આરસની હતી. દીવાલ નરથર અને ગજથરથી શોભતી હતી. પાછળ ત્રણ દેવાયા હતાં. દેવાલયમાં વચ્ચે દીપ પ્રગટાવવામાં આવતો. મંદિરને બાવન જિનાલય હતાં. મુઘલ બાદશાહ ઔરંગઝેબે પોતે જ્યારે ગુજરાતને સૂબો હતો, તે સમયે આ મંદિરને મસિજદમાં ફેરવી નાખવાનો હુકમ કર્યો હતો. આથી શેઠ શાંતિદાસે મંદિરની
Page #126
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
૧૧૭
પ્રતિમાઓને ગુપ્ત માર્ગે અન્ય સ્થળે ખસેડી લીધી હતી. એ પછી બાદશાહ શાહજહાંને ફરિયાદ કરતાં બાદશાહે મુસ્લિમ કાનૂન મુજબ ખાનગી મિલકતને મજિદ માટે છીનવી લઈ શકાય નહિ એમ જણાવી મસ્જિદને શાંતિદાસને સંપી દેવાનો હુકમ કર્યો હતો. શાહજહાંના પુત્ર દારાશકહે મહેરાબ રહેવા દઈ આસપાસ દીવાલ બંધાવી મંદિરને અન્ય ભાગ શાંતિદાસને સોંપી દીધો હતો, ત્યાં રહેતા ફકીરેને કાઢી મૂક્યા હતા, પરંતુ આ ઈમારત પછી ન તો મસ્જિદ તરીકે વપરાઈ કે ન તે મંદિર તરીકે વપરાઈ. સમય જતાં ખંડેર થઈ ગઈ. એની અન્ય પ્રતિમાઓ ઝવેરીવાડમાં આદિશ્વર મંદિરના ભેરામાં અને મૂળનાયકની પ્રતિમા પુરજમલના મંદિરમાં પધરાવેલ છે. અમદાવાદનું હઠીસિંહનું મંદિર :
આ મંદિર અમદાવાદનું સૌથી મોટું દેવાલય છે. ગઈ સદીના પૂર્વાર્ધમાં અમદાવાદના નગરશેઠ હઠીસિંહે બંધાવ્યું હતું.
મંદિરની ફરતી દેવકુલિકાઓ આવેલી છે. મુખ્ય મંદિર મળી બાવન જિનાલ છે. રંગમંડપ રંગીન પથ્થર જડીને શણગાર્યો છે. ગૂઢમંડપમાં
સ્તંભે નથી. ગૂઢમંડપની ઉપરને ઘુમ્મટ પ્રમાણમાં ઊંચે છે. નૃત્યમંડપને ઘુમ્મટ મુસ્લિમ અસરવાળો ગોળ છે.
એકંદરે આ મંદિર આબુ અને ગિરનારનાં જૈનમંદિર કરતાં કલાની દષ્ટિએ ઊતરતી કક્ષાનું હોવા છતાં સોલંકીકાલ પછી ઘણા લાંબા સમયે અમદાવાદમાં આવી એક સુંદર કૃતિનું સર્જન કરીને શેઠ હઠીસિંહે જૈનમંદિરમાં એક અપૂર્વ મંદિરને ઊમેરો કર્યો છે. જૈન ધર્મના પ્રભાવકે :
ગુજરાતમાં જૈનધર્મને વિકસાવવામાં અનેક જૈન સૂરિઓ, રાજવીઓ, જૈનમંત્રીઓ, કોઠીઓ, કવિઓ વગેરેએ નોંધપાત્ર ફાળો આપે છે. અહીં સ્થળસંકોચના કારણે જૈનધર્મના થોડાક નામાંકિત પ્રભાવકને પરિચય આપવામાં આવ્યો છે. (૧) હેમચંદ્રાચાર્ય :
હેમચંદ્રાચાર્યના જીવન વિશે સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ગ્રંથમાંથી પુષ્કળ માહિતી મળે છે.
હેમચંદ્રાચાર્ય સલકી ૨ાજવી સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં એક ઉત્તમ કક્ષાના વિદ્વાન મનાતા. તેમનો જન્મ સંવત ૧૧૪૫ (ઈ. સ. ૧૦૮૯)માં
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ગુજરાતના ધર્મ સંપ્રદાય ધંધુકામાં થયે હતો. તેમની માતાનું નામ ચાહિણી (અથવા પાહિણી) અને પિતાનું નામ ચાચ હતું. તેમનું જન્મ નામ ચાંગ હતું. તેમણે દેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા વખતે તેમનું નામ સેમચંદ્ર રાખવામાં આવ્યું, પણ તેમને નાની ઉંમરે સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથને ઉત્તમ અને ઊંડો અભ્યાસ કરતાં તેમના જ્ઞાનથી પ્રભાવિત થઈ દેવચંદ્ર સૂરિએ તેમને આચાર્યપદે સ્થાપી તેમનું નામ હેમચંદ્રાચાર્ય રાખ્યું.
સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી તેમણે “સિદ્ધહેમ” નામનું ઉત્તમ વ્યાકરણ રચ્યું હતું. આ ઉપરાંત તેમણે “અનેકાર્થસંગ્રહ”, “અભિધાન ચિંતામણિ”, “દેશીનામમાલા”, દ્વયાશ્રય”, “લિંગાનું શાસન”, “છંદાનુશાસન'', “કાવ્યાનુશાસન', ત્રિષષ્ટિ સલાકાપુરુષચરિત્ર” વગેરે ઉત્તમ ગ્રંથે રહ્યા છે.
કુમારપાલને ગાદી મેળવવામાં હેમચંદ્રાચાર્યે ઘણું જ મદદ કરી હતી. તેઓ પ્રખર જ્યોતિષી હતા. કુમારપાલ:
ચૌલુક્ય રાજવી કુમારપાલે જૈનધર્મને વિકસાવવામાં અગત્યને ભાગ ભજવ્ય હતા. પોતે હેમચંદ્રાચાર્યની મદદથી ચૌલુક્ય રાજવી બન્યો હોવાથી તેને જૈનધર્મ પ્રત્યે અનુરાગ પ્રગટ હતો. તેણે જૈનધર્મને રાજ્યાશ્રય આપી ગુજરાતમાં અનેક જૈનમંદિર બંધાવ્યાં. તેણે હેમચંદ્રાચાર્યના શિષ્ય મંડળને સાહિત્યની ઉપાસનામાં ખૂબ પ્રેરણું આપી. પોતાના રાજ્યમાં અમારિ (અહિંસા) ઘેષણ પ્રવર્તાવી. તેણે પોતાના અમલ દરમ્યાન જૈન અને શૈવ બંને ધર્મના દેવાલયોને છૂટે હાથે દાન આપ્યું હતું. વસ્તુપાલ:
વસ્તુપાલ કવિ તથા સાહિત્યકારને આશ્રયદાતા હતો. તેણે જૈનધર્મને વિકસાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.
તેને જન્મ પાટણના એક પ્રાગ્વાટ કુટુંબમાં થયો હતો, તેની માતાનું નામ કુમારદેવી તથા પિતાનું નામ અશ્વરાજ હતું. તેણે યુવાવસ્થામાં ધોળકાના રાણું વરધવલના મંત્રી તરીકે ઉત્તમ કામગીરી બજાવી હતી. તે પોતે કવિઓને આશ્રયદાતા હતા. તેણે પોતે આદિનાથ, નેમિનાથ, અંબિકા વગેરેને લગતાં સ્તોત્રો રચ્યાં હતાં. પોતાના અમલ દરમ્યાન વર્ધમાન, તળાજા, સોમનાથ, મહુવા, ગિરનાર, આબુ, અંબાજી, ખંભાત, શત્રુંજય, પાટણ, દર્ભાવતી વગેરે અનેક ઠેકાણે જૈન
Page #128
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
૧૧૯
મંદિર બંધાવ્યાં હતાં. અનેક ઠેકાણે જૈનમંદિરને જીદ્ધાર કરાવ્યો હતે. વસ્તુપાલે બંધાવેલ મદિરેમાં ગિરનાર ઉપરનું મહાતીર્થીવતારનું મંદિર (વસ્તુપાલ વિહાર) નોંધપાત્ર છે. તેજપાલઃ
વાઘેલા રાજવી વીસલદેવના મહામાત્ય તેજપાલે પોતાના ભાઈ વસ્તુપાલની માફક આબુ, ગિરનાર, ધોળકા, નવસારિકા, સૂરત, ભરૂચ, વડોદરા, ડભોઈ શત્રુજય, કર્ણાવતી, પાવાગઢ, ખંભાત વગેરે સ્થળોએ અનેક જૈન મંદિર બંધાવ્યાં તેમજ વિવિધ સ્થળોએ અનેક જૈન મંદિરે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેની ધર્મભાવનાની પ્રેરણાદાતા તેની પત્ની અનુપમાદેવી હતી. તેની પ્રેરણાથી તેણે પોતાના પુત્ર લુણસિંહના સ્મરણાર્થે આબુ ઉપર લુણવસહિ નામનું ઉત્તમ જૈન મંદિર બંધાવ્યું. જગડુશાહ :
કચ્છના દાનવીર જગડુશાહ વિશે “જગડુચરિત” નામનો ગ્રંથ રચાય છે. કચ્છમાં જૈનધર્મને વિકસાવવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે વિક્રમની તેરમી સદીમાં ઉત્તરાર્ધમાં થયા. કચ્છના ભદેશ્વર તીર્થ સાથે તેમનું નામ સુવર્ણક્ષરે જોડાયેલું છે. અહીં જગડુશાહે મહાવીર સ્વામીનું એક ઉત્તમ જૈન મંદિર બંધાવ્યું. હાલમાં આ મંદિર કચ્છનું અગ્રગણ્ય જૈન મંદિર ગણાય છે. તેણે પાટણના વાઘેલા રાજવી વીસલદેવના આમંત્રણને માન આપી પાટણ આવી, પિતાના સંગ્રહમાંથી દુકાળને વખતે છૂટે હાથે ગરીબોને અનાજ આપ્યું હતું. હીરવિજય સૂરિઃ
બાદશાહ અકબરના દરબારમાં જૈનધર્મના સિદ્ધાંતો સમજાવી મહત્વનું સ્થાન મેળવનાર હીરવિજયરિ સૌ પ્રથમ હતા. તેમનો જન્મ સં. ૧૫૮૩ (ઈ.સ. ૧૫ર૭) માં પાલણપુરમાં કંરા નામના સવાલને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ નાથીબાઈ હતું. સં. ૧૬ર૧માં તેઓ તપાગચ્છના નાયક થયા. તેઓ ખંભાતમાં આવ્યા ત્યારે તેમના હાથે સંઘવી ઉદયકરણે ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. આ પછી હીરવિજયસૂરિની પ્રતિભાની જાણ થતાં બાદશાહ અકબરે તેમને દિલ્હી મળવા બેલાવ્યા.
અકબરનું આમંત્રણ સ્વીકારીને પગે ચાલતા ચાલતા હીરવિજયસૂરિ દિલ્હી પહોંચ્યા. ત્યાં બાદશાહના દરબારમાં ધર્મવિષયની વિવિધ ચર્ચા થઈ. આ ચર્ચાથી
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ગુજરાતના ધર્મ સંપ્રદાય બાદશાહ ઘણો જ ખુશ થયા. કેટલાક સમય ત્યાં રહી આગ્રામાં જઈ ચોમાસું ગાળ્યું.
બાદશાહ અકબરે તેમના પર ખુશ થઈ તેમના આદેશ પ્રમાણે કેદીઓને છોડી મૂક્યા; પાંજરામાં પૂરેલા પક્ષીઓને છોડી મૂક્યાં અને પર્યુષણના આઠ દિવસ દરમ્યાન હિંસા બંધ કરાવી. આ પછી બાદશાહે પોતાની જાતે બીજા ચાર દિવસ ઉમેરી બાર દિવસ સમગ્ર રાજ્યમાં અમારિવૃત્ત (અહિંસા) જાહેર કર્યું, આ માટે તેણે પોતાની સહી અને મહેરવાળાં છ ફરમાન લખી આપ્યાં. હીરવિજયચરિને જગદ્ગુરુ'નું બિરૂદ આપ્યું. આ પછી બાદશાહે તેમની પ્રેરણાથી જજિયાવેરે સ્વેચ્છાએ દૂર કર્યો. ત્યાર બાદ બાદશાહે હીરવિજ્યના ઉપદેશથી રવિવાર, ઈદને તહેવાર, મહોરમ મહિને વગેરે ઘણું દિવસો ઉમેરી બધા મળી એક વર્ષમાં છ માસ છ દિવસોએ કઈ જીવની હિંસા કેઈપણ ન કરે એવો હુકમ કાઢયો.
હીરવિજયસૂરિ સાથે ભાનુચંદ્ર અને વિજયસેનસૂરિએ બાદશાહ અકબરને પ્રભાવિત કરી ગુજરાતમાં જીવહિંસા થતી અટકાવી હતી. શેઠ શાંતિદાસ ઝવેરી
- અમદાવાદના નગરશેઠ કુટુંબના મુખ્ય પુરુષ શેઠ શાંતિદાસ હતા. તેઓ ઓસવાળ જ્ઞાતિના હતા. અનુશ્રુતિ પ્રમાણે શેઠ શાંતિદાસને સૂરતમાં મંત્ર સિદ્ધિ થઈ હતી. તેઓ બાદશાહ અકબરના કુટુંબ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા.
શાંતિદાસ એક ધાર્મિક સજ્જન હતા અને સાહસિક વેપારી પણ હતા. તેમને મુખ્ય વેપાર ઝવેરાતને હતો. તેમણે અમદાવાદમાં સરસપુરમાં ચિંતામણિ પ્રાર્થનાથનું એક મંદિર બંધાવ્યું હતું. શાહજાદા ઔરંગઝેબે તેને અપવિત્ર કરી મસ્જિદમાં ફેરવી નાખ્યું. શાંતિદાસે બાદશાહ શાહજહાંને ફરિયાદ કરતાં શાહજહાંએ કેઈની મિલકત છીનવી લઈ તેમાં મજિદ ન થાય એમ જણાવી તેમને થયેલ નુકસાન ભરપાઈ કરીને મંદિર પાછું સંપાવ્યું હતું. આ મંદિર તેમણે પિતાના કુટુંબના શ્રેયાર્થે બંધાવ્યું હતું. આ મંદિરની મુખ્ય પ્રતિમાને ભેંયરા વાટે ગુપ્ત માર્ગે ઝવેરીવાડમાં ખસેડી લેવામાં આવી હતી.
બાદશાહ શાહજહાંએ ઈ. સ. ૧૬૨માં ફરમાન દ્વારા ચિંતામણિ પાર્થ. નાથ, શત્રુંજય, શંખેશ્વરજી, કેસરીયાજીનાં મંદિરો તેમજ અમદાવાદ, ખંભાત, સૂરત, રાધનપુરના કેટલાક ઉપાશ્રયે શેઠ શાંતિદાસની માલિકીના હોવાનું જણાવી રાજ્ય તરફથી તેનું રક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. ઈ. સ. ૧૬૫૬માં બીજ એક ફરમાન દ્વારા શત્રુંજય, પાલીતાણાનાં મંદિરને વહીવટ શાંતિદાસને
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૧
જેનધર્મ બાદશાહે આપ્યો હતો. બાદશાહ ઔરંગઝેબે શાંતિદાસને પાલીતાણાની ઈનામી જાગીરની સનદ તાજી કરી આપીને તે વંશપરંપરાગતની કરી આપી હતી. શાંતિદાસે અમદાવાદમાં ઝવેરીવાડ નામને લત્તો વસાવ્યો હતો. તેમનું ઈ. સ. ૧૭૧૫ માં મૃત્યુ થયું. શ્રીમદ્ રાજચંદ્રઃ
શ્રીમદ્ રાજચંદ્રને જન્મ સૌરાષ્ટ્રમાં આવેલ વવાણિયા ગામે સં. ૧૯૨૪ (ઈ. સ. ૧૮૬૭)માં થયો હતો. તેમના પિતાનું નામ રવજીભાઈ અને માતાનું દેવબાઈ હતું. બાળપણથી જ વૈરાગ્યવૃત્તિવાળા હોવાથી સંસારમાં રહ્યાં છતાં તેમણે માત્માના વિકાસ અર્થે કામ કર્યા કર્યું. નાની વયે જૈન દર્શનને ઊંડે અભ્યાસ કરી ધર્મોપદેશનું કાર્ય કરવા લાગ્યા. આ માટે તેમણે કેટલાક ઉત્તમ ગ્રંથ રચ્યા. મહાત્મા ગાંધીજી પણ તેમના ધર્મ વિષેના જ્ઞાનથી ઘણું પ્રભાવિત થયા હતા.
તેમણે ચરોતરના નડિયાદ, ખંભાત અને તેની આસપાસના પ્રદેશને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. આજે પણ અહીં તેમને અનેક અનુયાયી છે. તેમના આશ્રમે અને મંદિરે આણંદ, કરમસદ, રાસ, ખંભાત (વડવા) સીમરડા, કવિઠા, ભાદરણ, નાર, સુણાવ, વસો, ઈડર, (સાબરકાંઠા જિલ્લો) વગેરે સ્થળે આવેલાં છે. શેઠ કસ્તુરભાઈ લાલભાઈ
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈ જૈન સમાજના અગ્રગમ્ય કાર્યકર હતા. તેમણે પોતાના પિતાની માફક જૈન સમાજના અનેક અટપટા પ્રશ્નોમાં સમાજને દોરવણી આપી હતી. તેમણે જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘની સંસ્થા આણંદજી કલ્યાણજીની પેઢીને ઉત્તમ વહીવટ કરીને અનેક જૈન તીર્થો અને મંદિરની સાચવણી કરી છે. તેમના અધિકારોનું રક્ષણ કર્યું છે. તેમણે પાલિતાણુના ઠાકોરના અત્યાચાર સામે શત્રુ જ્યની યાત્રાને બહિષ્કાર કરવાને આદેશ આપી રાજાની શાન ઠેકાણે આણી હતી. તેમણે તારંગા, ગિરનાર અને કુંભારિયાનાં મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો. ભારતીય સંસ્કૃતિના સંશોધન માટે લાલભાઈ દલપતભાઈ સંસ્કૃતિ વિદ્યામંદિર સ્થાપ્યું. આ સંસ્થાને મુનિશ્રી પુણ્યવિજયજીએ ૧૦,૦૦૦ હસ્તપ્રતો અને ૭૦૦૦ જેટલાં પુસ્તકેની ભેટ આપી સમૃદ્ધ બનાવી છે. જૈનધર્મના તહેવાર
આ ધર્મમાં જ્ઞાનપંચમી, કારતકી પૂર્ણિમા, મૌન એકાદશી, પર્યુષણ વગેરે તહેવારો ઊજવાય છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨
(૧) શ્રી કિ. ધ. મશરૂવાળા. (૨) મુનિ ન્યાયવિજયજી. (૩) પંડિત સુખલાલજી. (૪) ૐા, રસેશ જમીનદાર. (૫) ગ. વ. આચાય.
(૬) મેા. ૬. દેસાઈ (૭) ૨. ભી. જોટ.
(૮) ડા. ધીરુભાઈ ઠાકર.
(૯) ૐ. જે. પી. અમીન. (૧૦) પુ. છ. શાહ અને . ફૂ. શાહ.
ગુજરાતના ધમ સપ્રદાય
સદભ`ગ્ન થા
બુદ્ધ અને મહાવીર.
જૈન દર્શન. જૈનધર્મ ના પ્રાણ
ક્ષેત્રપકાલીન ગુજરાત, ઇતિહાસ અને સ ંસ્કૃતિ. ગુજરાતના અતિહાસિક લેખા ભા. ૨,૩ જૈનધમ ના સક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ (૧) ગુજરાતનું પાટનગર, અમદાવાદ (૨) ખંભાતના ઇતિહાસ,ખ ભાત-૧૯૩૫ પરંપરા અને પ્રગતિ, શ્રી કસ્તુરભાઈનુ જીવનચરિત્ર, અમદાવાદ ૧૯૮૦ ખંભાતનુ જૈનમૂર્તિ વિધાન, ખંભાત, ૧૯૮૨ ચરાતર સ સ ંગ્રહ-૧
Page #132
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધધર્મ
પ્રાસ્તાવિક
શ્રમણ સંપ્રદાયમાં જૈનધર્મની જેમ બૌદ્ધધર્મ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સમય જતાં એ ભારતમાંથી લુપ્ત થયો, પણ આસપાસના અનેક દેશમાં પ્રસર્યો.
બૌદ્ધધર્મના પ્રવર્તક ગૌતમ બુદ્ધને જન્મ હિમાલયની તળેટીમાં આવેલા કપિલવસ્તુમાં થયા હતા. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. તેમનું જન્મ નામ સિદ્ધાર્થ હતું. ગૌતમ ગોત્રના હોવાથી તેઓ ગૌતમ તરીકે, ઓળખાતા. અને ક્ષત્રિની શાકય શાખાના હોવાથી તેઓ શાકયસિંહ તરીકે. ઓળખાતા. બાળપણમાં અનેક શાસ્ત્રોને અભ્યાસ કરી તેમણે યશોધરા નામની કન્યા સાથે લગ્ન કર્યું હતું. તેનાથી તેમને રાહુલ નામે પુત્ર થયે હતો. વૈરાગ્યની ભાવના તીવ્ર બનતાં તેમણે લગ્ન પછી ગૃહત્યાગ કર્યો. વનમાં ગયા પાસે જઈ કઠોર તપ કર્યું. અનેક વર્ષોની તપશ્ચર્યા બાદ સત્ય દર્શન પામતાં તેમણે જગતના કલ્યાણ માટેનું કાર્ય આરંભ્ય. સ્વઆનંદને સર્વાનંદમાં ફેરવી નાખવા કટિબદ્ધ થયા. વારાણસી પાસેના સારનાથમાંથી તેમણે ધર્મચક્ર પ્રવર્તાવ્યું, તેમણે સરળ ભાષામાં લેકમાં ઉપદેશ આપવાની શરૂઆત કરતાં ધીરે ધીરે તેમના અનુયાયીઓની સંખ્યા વધવા લાગી. તેમની વિચારસરણું ભારતમાં બૌદ્ધધર્મ તરીકે પ્રચલિત થઈ.
ગૌતમ બુદ્ધના ઉપદેશને મુખ્ય સા"એ છે કે જગત દુઃખમય છે. દુઃખનું મૂળ કારણ તૃષ્ણ છે. તૃષ્ણાને નાશ થતાં દુઃખ દૂર થાય છે. તૃણાનો નાશ કરવા માટે મનુષ્ય આર્ય અષ્ટાંગ માર્ગ અપનાવવો જોઈએ. તેમનો ઉપદેશ ચાર આર્યસ અને આર્ય અષ્ટાંગ માર્ગ તરીકે ઓળખાય છે. અષ્ટાંગ માર્ગમાં સમ્યફ દષ્ટિ, સંક૯૫, વાણી, કર્મ, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. અહીં આત્મા અને પરમાત્માની ચર્ચા ન કરતાં જીવનમાંથી સર્વ દુઃખો દૂર
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ગુજરાતના ધર્મ સંપ્રદાય
કરવાના ઉપાય ઉપર ભાર મૂકવામાં આવેલ છે. આ સંપ્રદાયમાં શરૂઆતમાં મૂર્તિપૂજાને સ્થાન ન હતું. પણ શતકે બાદ અન્ય ધર્મોની સામે ટકી રહેવા પાછળથી મૂર્તિપૂજા અપનાવવામાં આવી. આ સંપ્રદાયમાં પણ વિવિધ દેવદેવીઓની પૂજા અને વિધિ-વિધાને પ્રચલિત છે.
ધીરે ધીરે બૌદ્ધધર્મને રાજ્યાશ્રય મળવા લાગે. મૌર્યકાલમાં અશકે બૌદ્ધધર્મના પ્રચારમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યાર બાદ કનિષ્ક હર્ષ વગેરેએ તેને વિકસાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો. ગુપ્તકાલમાં બૌદ્ધધર્મને લગતી અનેક સુંદર પ્રતિમાઓનું સર્જન થવા લાગ્યું. આ સમયે મૂર્તિકલાની બે શૈલી અસ્તિત્વમાં આવીઃ (૧) ગાંધાર શૈલી, (૨) મથુરા શૈલી. ગુપ્તકાલમાં મથુરા શૈલીને સુંદર વિકાસ થયો. અહીં ધ્યાની બુદ્ધો અને બોધિસત્વેની અનેક સુંદર પ્રતિમાઓનું સર્જન થવા લાગ્યું. ગૌતમ બુદ્ધને વિષ્ણુના મુખ્ય દશાવ તારમાં સમાવેશ થયો. બધિ (જાગૃતિ, પૂર્ણજ્ઞાન) પ્રાપ્ત કરે તે બુદ્ધ, બુદ્ધ બે પ્રકારના મનાય છે– ધ્યાની (દૈવી) અને માનુષી, ધ્યાની બુદ્ધ પાંચ છે. તે પૈકી અમિતાભ વર્તમાન યુગના અધિષ્ઠાતા છે. માનુષી બુદ્ધ ૨૮ થયા, તે પૈકી પહેલાં ચાર વિશે અલ્પ માહિતી ઉપલબ્ધ છે. પછીના ર૪ પૈકી છેલ્લા સાત વધુ મહત્વના ગણાયા. તેમાં શાક્ય મુનિ (ગૌતમ) બુદ્ધ સહુથી છેલ્લા છે, ભાવિ બુદ્ધોમાં હવે પછી મૈત્રેય બુદ્ધ થવા નિર્માયા છે. દરેક બુદ્ધને પોતાની પત્ની હોય છે તેને બુદ્ધિશક્તિ' કહે છે. જે બેધિ પ્રાપ્ત કરવા સાધના કરી રહ્યા હોય તેને બોધિસવ” કહે છે. વર્તમાન યુગના ધ્યાન બુદ્ધ અમિતાભના બેધિસત્વ પદ્મપાણિ અવલંકિતેશ્વર છે. જગતની દેખરેખ રાખે છે. મૈત્રેય અને મંજુશ્રી અન્ય લોકપ્રિય બોધિસત્વે છે. બૌદ્ધ દેવીઓમાં “તારા' મહત્ત્વની મનાય છે. યાની બુદ્ધોમાંથી અનેક બધિસ અને તારાઓને ઉદ્દભવ થશે છે. વળી, બીજા પણ અનેક દેવો બોદ્ધધર્મમાંથી ખાસ કરીને એને ઉતરકાલીન સ્વરૂપમાં પ્રાદુર્ભાવ પામ્યા હોય તેમ જણાય છે.
બૌદ્ધધર્મના મુખ્ય બે સંપ્રદાય છે–રૂઢિચુસ્ત મતના થેરવાડી કહેવાતા ને સુધારક મત “મહાસંધિક”. આગળ જતાં મહાસંધિક થેરવાદીઓને હીનયાન અને પોતાના મતને મહાયાન (મોટે માર્ગ) કહેવા લાગ્યા. આ બે યાનમાં આગળ જતાં ૧૮ નિકાય પડયા. બૌદ્ધ દર્શનોમાં ચાર ભિન્ન દર્શન વિકસ્યાં. સૌત્રાતિક અને વૈભાષિક તથા માધ્યમિક અને મેગ્યચાર. ગુજરાતમાં બૌદ્ધધર્મને પ્રસારઃ
ગુજરાતમાં પણ ધીરે ધીરે બૌદ્ધધર્મ વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો.
Page #134
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધધર્મ
૧૨૫. મૌર્યકાલમાં અશોકે બૌદ્ધધર્મમાંથી પ્રેરણું મેળવી. તેણે પ્રજાના કલ્યાણ માટે કેટલાક શિલાલેખો કોતરાવ્યા. તેની એક નકલ ગિરનારની તળેટી પાસે આવેલી એક શિલા ઉપર નજરે પડે છે.
ક્ષેત્રપાલમાં બૌદ્ધધર્મ ગુજરાતના મોટા ભાગમાં વિસ્તર્યો. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ખંભાલિડા, બેરિયા, તળાજા વગેરે અનેક સ્થળોએથી બૌદ્ધ વિહાર અને ગુફાઓ મળી આવેલ છે. સાબરકાંઠા જિલ્લાના શામળાજી પાસેના દેવની મોરી. નામના સ્થળેથી ક્ષત્રપકાલીન વિશાળ ઈટરી સ્તૂપ અને વિહાર મળી આવ્યાં. હતાં. જૂનાગઢ પાસે ઇંટવાના ખોદકામમાં “રુદ્રસેન વિહાર” મળી આવ્યો છે. પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં ભરુકચ્છ અને સે પારક(સોપારા મુંબઈ પાસે)ને. વારંવાર ઉલ્લેખ આવે છે. આ જોતાં આ સ્થળે બૌદ્ધધર્મનાં કેન્દ્રો હોય તેમ જણાય છે.
ગુજરાતમાં બૌદ્ધધર્મની નોંધ લેતાં ચીની યાત્રી યુઆન શુઆંગ જણાવે છે કે, “ભરૂચમાં બૌદ્ધ સંધારામો છે, જેમાં ત્રણ હજાર મહાયાનના અનુયાયીઓ અભ્યાસ કરે છે. તે બધા સ્થવિર સંપ્રદાયના છે. તેવી જ રીતે કચ્છમાં પણ દસ વિહાર હોવાનું જણુવ્યું છે. ત્યાં એક હજાર બૌદ્ધ સંતે અભ્યાસ કરતા હતા. આનંદપુર(હાલનું વડનગર)માં દસ સંધારામો હતા. સૌરાષ્ટ્રમાં પચાસ વિહાર હતા. વલભીમાં બૌદ્ધધર્મ વધારે પ્રચલિત હતા. અગાઉ અહીં બૌદ્ધ આચાર્યો સ્થિરમતિ અને ગુણમતિએ વલભી પાસેના વિહારમાં રહી પોતાના પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી હતી. છઠ્ઠી સદીમાં ગુજરાતના વતની ધર્મગુપ્ત કને જ જઈ બૌદ્ધધર્મનું શિક્ષણ લઈ મધ્ય એશિયા થઈ. ચીનમાં જઈ અનેક બૌદ્ધ ગ્રંથને ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. મૈત્રકોના તામ્રપત્રોમાં બૌદ્ધ વિહારોને દાન આપ્યાના ઉલ્લેખ છે. વલભીમાં દદ્દાવિહાર, બુદ્ધદાસવિહાર, બપપાદીયવિહાર, કક્કવિહાર, ગેહકવિહાર, વિમલગુપ્તવિહાર, ભટાર્કવિહાર, યશશરવિહાર, અતિવિહાર, શિલાદિત્ય વિહાર વગેરે બંધાયા હતા. તેનાં બે મંડલ હતાં. ભિક્ષુવિહારનું દદાવિહાર મંડલ અને ભિક્ષુણી વિંહારનું ચક્ષશર વિહાર મંડલઆ સર્વ વિહારોને મૈત્રક રાજવીઓ તરફથી અવારનવાર દાન મળતાં વલભી એ બૌદ્ધવિદ્યાનું કેન્દ્ર હતું. વલભીમાંથી કેટલીક બૌદ્ધ પ્રતિમાઓ મળી આવી છે. ટૂંકમાં મૈત્રકકાલ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં વિસ્તર્યો હતો.
અનુમૈત્રકકાળ દરમ્યાન ગુજરાતમાંથી બૌદ્ધધર્મ ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યો. ભારતના અન્ય પ્રદેશની જેમ અહીં પણ જૈન ધર્મને રાજ્યાશ્રય મળતાં બૌદ્ધધર્મને મરણતોલ ફટકો પડ્યો તેમાં વધી પડેલાં તાંત્રિક તવે તેના વિહાર
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ગુજરાતના ધમ સંપ્રદાય અને તીર્થોને પ્રવૃત્તિ વગરનાં બનાવ્યાં. ધીરે ધીરે બૌદ્ધ સાધુઓ નેપાળ અને તિબેટના પ્રદેશમાં ચાલ્યા ગયા. મહેસાણા જિલ્લામાં તારંગા નામે ઓળખાતી ટેકરી ઉપર એક ધારણ માતા નામે ઓળખાતા મંદિરમાં “વરદતારા” અને કેટલીક અન્ય બૌદ્ધ પ્રતિમાઓ આવેલી છે. એ સિવાય આ સમયના કોઈ અન્ય અવશેષ મળતા નથી. આ સમય પછી ગુજરાતમાં બૌદ્ધધર્મ પ્રચારમાં હોવાના કઈ પુરાવા મળતા નથી. તાજેતરમાં શ્રી આંબેડકરની પ્રેરણાથી ગુજરાતમાં એમના અનુયાયીઓએ બૌદ્ધધર્મ અંગીકાર કરવા માંડે છે. તેઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. જો કે હજુ સુધી ગુજરાતમાં કેઈ નવું બૌદ્ધ ચૈત્ય બંધાયું નથી. ગુજરાતનું બૌદ્ધ સ્થાપત્ય :
ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર ઈ. સ. પૂર્વેથી શરૂ કરીને નવમા દસમા સૈકા સુધી હતા. આ સમય દરમ્યાન બંધાયેલ સ્તૂપ, વિહાર, ગુફાઓ વગેરેના અવશેષો ગુજરાતનાં વિવિધ સ્થળોએથી મળી આવે છે. સ્તૂપો ઃ
બૌદ્ધધર્મમાં ત્રિરત્ન-બુદ્ધ, ધર્મ અને સંઘનું મહત્વ વિશેષ હતું. આથી પ્રાચીનકાલમાં બુદ્ધ કે તેમના નેંધપાત્ર અનુયાયીઓના અવશેષો(વાળ, દાંત, અસ્થિ વગેરે)ને સાચવી રાખવા સ્મારકે રચાતાં. આવા સ્મારકે સ્તૂપ તરીકે ઓળખાતાં. આવા સ્તૂપની રચના અંડાકાર ઘાટની હતી. તેમાં ઈટોનું કે પથ્થરનું ચણતર કરવામાં આવતું. તેમાં આગાશીઓ, છત્રી, પ્રદક્ષિણુ માર્ગ, વગેરેની રચના કરેલ છે. તેમાં અવશેષોને પેટીમાં મૂકી લેખ સાથે દાટવામાં આવતા. પાલી ભાષામાં સ્તૂપને “થપ્પા” કહે છે. બ્રહ્મદેશમાં સ્તૂપને પેગોડા કહે છે અને સિલોનમાં “દાભગા” કહે છે. આવાં સ્મારકેસ્ત ગુજરાતમાંથી બેરિયા અને દેવની મોરી આગળથી મળી આવ્યા છે. બેરિયાનો સ્તૂપ :
ગિરનારના જંગલમાં બેરિયા નામના સ્થળેથી એક અસ્તવ્યસ્ત તૂપના કેટલાક અવશેષો મળી આવ્યા છે. સ્તૂપનું બાંધકામ પાકી ઇંટેનું છે. તેની આસપાસ આરસની સુંદર પટ્ટિકાઓ હતી. વેદિકા અને મથાળાનું છત્ર પથ્થરનાં હતાં. સ્તૂપના મધ્યભાગમાંથી એક માટીનું અસ્થિપાત્ર મળી આવ્યું છે આ પાત્રમાં પથ્થરને દાબડે હતો. અને તેમાં અનુક્રમે નાના કદના તાંબાના, ચાંદીના અને સોનાના દાબડા હતા છેલ્લા દાબડામાં આંગળીના નખ જેવડા અસ્થિ
Page #136
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધધર્મ
૧૨૭ સાચવી રાખવામાં આવેલ હતા. આ અવશેષો જૂનાગઢના મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવેલ છે.
સ્તૂપમાંથી પ્રતિમા શિલ્પ કે કઈ લેખ વગેરે મળેલ ન હોવાથી તે કયા સમયને છે તે નક્કી થઈ શક્યું નથી. પરંતુ સામાન્ય રીતે તે ક્ષત્રપકાલીન હોવાની માન્યતા છે. અહીંથી મળતી ઇંટનું માપ ૧૮, ૧૨ અને ૮ ઈંચનું હતું. બેરિયાના સ્તૂપ પાસેથી એક બીજે સ્તૂપ મળી આવેલ છે. જેને સ્થાનિક લેકે “બડી લખામેડી” નામે ઓળખે છે. એની બાજુમાં વિહારના અવશેષો હોય તેમ જણાય છે. દેવની મેરીને સ્તૂપ :
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના તીર્થધામ શામળાજી નજીક આવેલ દેવની મોરી નામના સ્થળેથી ખોદકામ કરતાં મળી આવેલ સ્તૂપ ગુજરાતને એક નોંધપાત્ર સ્તૂપ મનાય છે. આ સ્થળે ગુજરાતની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી ખેદકામ કરાતાં આ સ્તૂપ મળી આવેલ છે. હાલમાં આ તૂપ મેશ્વો નદી પર બંધાયેલ શ્યામ સરોવરમાં ડૂબી ગયેલ છે, પણ તેમાંથી મળેલા અવશેષો મ. સ. યુનિવર્સિટીના મ્યુઝિયમમાં સચવાયેલ છે.
- સાબરકાંઠા જિલ્લામાં દેવની મોરી આગળને આ સ્થળને સ્થાનિક લેકે “ભેજરાજના ટેકરા” તરીકે ઓળખતા. ખોદકામ કરતાં મળેલ એક વિશાળ સ્તૂપને ઉપરનો તથા બહારના ભાગ તૂટી ગયેલ હતો. બાકીના અવશેષમાં ખંડની અંદર છેક એક ચોરસ પીઠિકા અને તેની ઉપર બીજી ચેરસ પીઠિકા હતી અને એની ઉપરનો ભાગ ગેળાર્ધ અંડાકાર હતો. નીચલી પીઠિકા ૮૬ ૪૮૬ ફૂટની અને ૮ ફૂટ ઊંચી હતી. દીવાલમાં બારબાર થાંભલાઓ હતા. આ થાંભલાઓ દ્વારા દીવાલનું રક્ષણ થતું. સ્તૂપમાં વિવિધતા સજતી હતી. ઉપરના ભાગમાં ટોડલાની સળંગ પટ્ટી હતી. તેના ઉપર સુંદર પાંદડાવાળી વેલ કરેલ હતી..
તૂપની પીઠિકાને ફરતી જગ્યા પ્રદક્ષિણા માર્ગ માટે હોય તેમ લાગતું હતું. દરેક બાજુની દીવાલમાં આવેલા ગોખલાઓમાં ભગવાન બુદ્ધની સાથે ધ્યાની બુદ્ધોની પ્રતિમાઓ હતી. આ પ્રતિમાઓ પકવેલી માટીની અને બે ફૂટ જેટલી ઊંચી હતી. એક શિલ્પ પદ્માસન પર યોગાસનમાં બીરાજેલ ધ્યાની બુદ્ધિનું હતું. ગોખની વચ્ચેના ભાગમાં તેરા (કમાન) હતાં. સ્તૂપની અંદરની રચના બરાબર જળવાઈ રહી હતી. અંડની અંદરના ભાગમાં બુદ્ધની એક પૂર્વાભિમુખ પ્રતિમા આવેલી હતી. એની નીચે માટીના અસ્થિપાત્રમાં પથ્થરને દાબડો હતો.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ગુજરાતના ધમ સંપ્રદાય આ દાબડાની બાજુ ઉપર તેમજ તળિયામાં સંસ્કૃતમાં એક લેખ કતરેલો હતો. આ લેખ પરથી જાણવા મળે છે કે આ સ્તૂપ રાજા રુદ્રસેન ૧લાના રાજ્યકાલ દરમ્યાન (શક) વર્ષ ૧૨૭ (ઈ. સ. ૨૦૫)માં અગ્નિવર્મા અને સુદર્શન નામે બે બૌદ્ધ ભિક્ષુઓએ બંધાવ્યા હતા. પથ્થરના દાબડામાં બુદ્ધના દેહાવશેષ પધરાવેલા હતા. દાબડાના ઢાંકણાની અંદર-ત્રિપિટકમાંનું બ્રાહ્મી લિપિમાં સૂત્ર કેતરેલું હતું. પથ્થરના દાબડાની અંદર તાંબાની દાબડી, ધાતુના ટૂકડા અને એક મણકે મૂકેલો હતો. તાંબાની દાબડીમાં ધાતુની શીશી ઘાટની નાની દાબડી, કપડાંની બે નાની થેલીઓ, લાકડાના કટકા વગેરે અવશેષો હતા. નાની દાબડીમાં જે કાળો ભૂકે હતો તે ભગવાન બુદ્ધની ચિતાના ચંદનના અવશેષ હોય તેમ લાગે છે.
સ્તૂપની ઉત્તરે બાંધેલ દીવાલ નદીના પાણીથી રક્ષણ મેળવવા માટે હોય તેમ જણાય છે. સ્તૂપની બાજુમાં ચાર નાના સ્તૂપ હતા. તે માનતા માટે બાંધેલા પ્રતીકરૂપ સ્તૂપ હેવાનું જણાય છે. દેવની મોરીના સ્તૂપ જેવી રચના ભારતમાં અન્ય કેઈ ઠેકાણે જોવા મળતી નથી.
ચૈત્યગૃહે :
ત્ય સમૂહ માટેનું ઉપાસના-મંદિર છે. ચૈત્યનું પ્રવેશદ્વાર વિશિષ્ટ ઘાટનું હોય છે. એનું પ્રવેશદ્વાર ટોચથી પીપળાના પાન જેવા આકારનું ખૂબ સુંદર રીતે કોતરેલું હોય છે. એની કમાનની નીચે સ્તંભોની હાર હોય છે, ને કાચબાની પીઠની માફક એક છેડેથી વળાંકવાળું હોય છે. મધ્યના મંડપની સન્મુખ પ્રવેશદ્વાર હોય છે. મુખ્ય પ્રવેશદ્વાર ઉપર મોટા ગવાક્ષોની રચના કરેલી હોય છે. તે ચૈત્યગવાક્ષ તરીકે ઓળખાય છે. ચૈત્યગૃહોમાં ભગવાન બુદ્ધનાં દર્શન અને પૂજન અને ઉપાસના કરી શકાતાં. ગુજરાતમાંથી મળેલાં માં બાવાપ્યારા, તળાજા, સાણ, ખંભાલીડા, અને ધીંગેશ્વરના રૌ નોંધપાત્ર છે. બાવાયારાનું ત્યગૃહ :
આ મૈત્યગૃહ જૂનાગઢમાં આવેલ બાવાયારાની ગુફામાં આવેલ છે. ચૈત્યની ગુફાની દીવાલ અર્ધવર્તુળાકાર છે. તેનું પ્રવેશદ્વાર લગભગ ૧.૫ મીટર પહોળું હેય તેમ લાગે છે. તળાજાનું ચૈત્યગૃહ ?
ભાવનગર જિલ્લામાં તળાજાની ગામની પશ્ચિમે ગૌત્ય ગુફાઓને એક સમૂહ આવેલો છે. ચૈત્યગુફામાં તેણે અને પીઠિકા જળવાઈ રહેલ છે. (જુઓ ચિ.નં. ૧૮)
Page #138
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધધર્મ
૧૨૯ સાણાનું ચૈત્યગૃહ :
જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં વાહિયા ગામ પાસે આવેલી સાણાની ટેકરી પર લગભગ ૬૨ ગુફાઓ આવેલી છે. ભીમચારીની બાજુમાં આવેલ ચૈત્ય ગુફા ૫.૫ મીટર લાંબી અને ૪ મીટર પહોળી અને ૪ મીટર ઊંચી છે. આ ચૈત્યની પાછળની દીવાલ વિશિષ્ટ રીતે બંધાયેલ છે. ખંભાલીડાનું શૈત્યગૃહ ?
આ ચૈત્યગૃહ સૌરાષ્ટ્રમાં ખંભાલીડા પાસે ભાદર નદીના કિનારે આવેલ છે. ચૈત્ય ગુફાના મુખ્ય દ્વાર આગળ, પુરા કદની પદ્મપાણિ અવલોકિતેશ્વર તથા વજપાણિ નામના બોધિસત્વોની પ્રતિમાઓ આવેલ છે. ધીગેશ્વરનું રૌત્યગૃહ :
બરડા ડુંગરમાં ભાણવડ પાસે આવેલ રાણપર ગામ નજીક એક ચૈત્ય અને એક નાની ગુફા આવેલ છે. તે ધીંગેશ્વરના પૌત્યગૃહ તરીકે ઓળખાય છે. અહીંના લેકે રૌત્યના સ્તૂપને ધીંગેશ્વરના શિવ તરીકે પૂજે છે.
આ ઉપરાંત ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઢાંક, ઝીંઝુટી, મંદિર, જેતલડ વગેરેમાં આવેલી ગુફાઓ, તથા કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ વગેરે ગુજરાતમાં નોંધપાત્ર છે. વિહારે ?
બૌદ્ધ ભિક્ષઓના નિવાસ માટેની ઇમારતને વિહાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે વિહારમાં મધ્યમાં એક રાખવામાં આવે છે. ચેકની ચારે બાજુ કુટીરની રચના કરવામાં આવતી. આવા વિહારે સ્તૂપોની આસપાસ બાંધવામાં આવતા. ગુફાઓ પાસેના વિહારમાં ખુલ્લે ચોક જોવા મળતો નથી.
આવા વિહારો ગુજરાતમાં તળાજા, સાણા, બેરિયા, ઈટવા, ખંભાલીડા, દેવની મોરી વગેરે સ્થળે આવેલા છે. આમાં ડુંગર ઉપરના તેમજ મેદાનમાં આવેલા વિહારોને સમાવેશ થાય છે. આ સર્વેમાં દેવની મેરીને વિહાર નોંધપાત્ર છે. દેવની મેરીને વિહાર :
આ ઈટેડી વિહાર શામળાજી પાસેના દેવની મોરી ગામેથી અત્યંત ખંડિત અવસ્થામાં મળી આવ્યો હતો. ૪૬ ૪ ૪૯ મીટરને વિહાર હતો. ચાકની બાજુમાં ગુ. ૯
Page #139
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય
આઠ આઠ ઓરડીઓ આવેલી હતી. આ વિહારનું પ્રવેશદ્વાર ઉત્તર તરફનું હતું. ચોકમાં પાકી ઈંટોની ફરસબંધી હતી. દીવાલો મોટી ઈંટની બાંધેલી હતી. એની ઉપર લંબચોરસ નળિયાંનું એક ઢાળિયું-છાપરું હતું. પાછલી હરોળના વચલા ખંડમાં પથ્થરની ફરસબંધીવાળું ભોંયતળિયું હતું. વિહારની નૈઋત્યના ખૂણે મારી હતી. વિહારના બાંધકામમાં વપરાયેલા- લાકડાને કાટમાળ સંપૂર્ણપણે નાશ પામે હતા. પણ તેના કેટલાક અવશેષમાં લેખંડ વપરાયેલ જોવા મળે છે. ખંડ જુદા જુદા કદના હતા. દેવની મેરીના આ વિહારની પૂર્વમાં એક નાના વિહારના અવશેષ જોવા મળે છે. ગુજરાતમાંથી મળતી બૌદ્ધ પ્રતિમાઓ :
ગુજરાતમાંથી મળતી બૌદ્ધ પ્રતિમાઓમાં ધ્યાન બુદ્ધો, બેધિસ, તેમજ બૌદ્ધ દેવદેવીઓને સમાવેશ થાય છે. ધ્યાની બુદ્ધ :
બૌદ્ધધર્મમાં માન્યતા છે કે જગતનું આ સર્જન આદિ બુદ્ધ અને આદિ પ્રજ્ઞા(પ્રજ્ઞા પારમિતા)માંથી થયું છે. એમાંથી પાંચ ધાની બુદ્ધો (૧) વૈરોચન, (૨) અભ્ય, (૩) રત્નસંભવ, (૪) અમિતાભ, અને (૫) અમોધ સિદ્ધિને ઉદભવ થયા. આ ધ્યાની બુદ્ધો અનુક્રમે ધર્મચક્ર, ભૂસ્પર્શ, વરદ, સમાધિ અને અભયમુદ્રામાં દર્શાવાય છે. તેમનું વાહન અનુક્રમે નાગ, ગજ, સિંહ, મયર અને ગરુડ છે.
ગુજરાતમાંથી ઉપલબ્ધ વિહારે અને સ્તૂપોમાંથી મળતી બૌદ્ધ પ્રતિમાઓમાંથી કેટલીક પ્રતિમાઓ જુદા જુદા ધ્યાન બુદ્ધોની હોય તેમ જણાય છે.
ગાંધીસ્મૃતિ ભાવનગરમાં બુદ્ધની એક નાની પ્રતિમા છે. આ પ્રતિમા નાના મૈત્યગૃહમાં પધરાવી શકાય અથવા મુસાફરીમાં સાથે રાખી શકાય એવી છે. આ પ્રતિમા અભ્ય ધ્યાન બુદ્ધની અને મૈત્રકકાલીન હેવાનું મનાય છે.
અન્ય યાની બુદ્ધની એક પ્રતિમા ધંધામાંથી મળી આવી છે. પ્રતિમાને જમણે હાથ જમણ પગમાં ઢીચણ ઉપર ભૂમિસ્પર્શ મુદ્રામાં આવેલ છે. અંગ ઉપર ઉત્તરીય છે. ડે. યુ.પી. શાહ આ પ્રતિમાને આઠમા સૈકાની માને છે.
ખંભાત પાસેના નગરા ગામેથી એક બુદ્ધની પાષાણ પ્રતિમાં મળી આવેલ છે. આ પ્રતિમામાં બુદ્ધને અર્ધપદ્માસનમાં બેઠેલા બતાવેલ છે. પ્રતિમા ખંડિત છે. આ પ્રતિમાને છે. ૨. ના. મહેતા વૈરોચન ધ્યાની બુદ્ધની અને ડે. કાંતિલાલ સેમપુરા રત્નસંભવ ધ્યાની બુહની હેવાનું માને છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધધ
૧૩૧
ઉત્તર ગુજરાતના મહેસાણાથી ઈશાને આવેલ તારંગા નામની ટેકરી ઉપર આવેલ તારણમાતાના મંદિરમાં બુદ્ધની નવ પ્રતિમાએાને સમૂહ આવેલે છે. આ ધારણમાતાના મ ંદિર નામે એળખાતા મંદિરમાં, અમિતાભ ધ્યાની ખુદ્ધની એક પ્રતિમા આવેલ છે. નીચે મેરનું વાહન દેખાય છે. તેની ડાખી બાજુએ મૈત્રેય અને અવલેાતેિશ્વરની પ્રતિમાએ આવેલી છે.
અવલે િકતેશ્વર :
આ ખેાધિસત્વ ઔદુ સંપ્રદાયમાં બહુ જાણીતું છે, શરીરે અલંકારા ધારણ કરેલ છે. એક હાથ વરદ મુદ્રામાં છે. અવલેાકિતેશ્વરની એક પ્રતિમા તારંગા ઉપર ધારણ માતાના મંદિરમાં આવેલી છે.
તારા ઃ
બૌદ્ધ દેવદેવીઓમાં તારાનું સ્થાન ધણું જ મહત્ત્વનું મનાય છે. તેનાં અનેક સ્વરૂપે છે. એના જમણા હાથ વરદમુદ્રામાં હોય છે. ગુજરાતમાંથી તારાની એક-બે મૂર્તિ મળી છે. તેમાંની એક તારંગા પર્વત ઉપર આવેલ ધારણમાતાના મદિરમાં આવેલ ખીજી એક ૧.૨ મીટરની પ્રતિમા આ મ ંદિરની બાજુમાં આવેલ એક નાની દેરીમાં આવેલી છે. પ્રતિમા સફેદ આરસની છે.
વીરમગામના એક દેવમ ંદિરમાંથી તારાની એક પ્રતિમા મળી છે. તેમાં દેવી લલિતાસનમાં બેઠેલ છે. ચતુ ભુજ છે. પ્રભા મંડળ છે. મુકુટ ઉપર અક્ષાભ્ય ધ્યાની ખુદ્ધને ધારણ કરેલ છે.
એકજયા :
આ વિનાશની દેવી તરીકે મનાય છે. આ દેવીની એક પ્રતિમા તારંગાના ધારણમાતાના મદિરમાં આવેલી છે.
અશેાકાન્તા મારિચી :
આ દેવીનું વાહન દેડકા છે. આ દેવીની પ્રતિમા તારંગા પર્વત ઉપર
ધારણમાતાના મંદિરમાં આવેલી છે.
મહામાયૂરી :
આ દેવીની પ્રતિમા તારંગા ઉપરના ધારણમાતાના મંદિરમાં આવેલી છે. તેના જમણા હાથમાં મેારપીછ અને ડાખા હાથ વરદમુદ્રામાં છે. માથા ઉપર અમેાધસિદ્ધિ ધ્યાની ખુદ્ધને ધારણ કરેલ છે.
--
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ગુજરાતના ધર્મ સંપ્રદાય
જાગુલી :
આ બે મુખવાળી દેવી છે. આ સંપ્રદાયમાં સર્પદંશમાંથી મુક્ત થવા માટે આ દેવીની ઉપાસના કરવામાં આવતી હતી. તારંગા પર્વતના ધારણમાતાની પીઠિકામાં આ દેવીની એક પ્રતિમા આવેલી છે.
આ ઉપરાંત બૌદ્ધ સંપ્રદાયમાં હિંદુધર્મનાં કેટલાંક દેવદેવીઓ જેવાં કે ગણપતિ તથા સરસ્વતીને સમાવેશ કરેલ છે. હિંદુધર્મના દેવ વિષ્ણુ, શિવ, લક્ષ્મી, પાર્વતી વગેરેને અહીં ઊતરતી કક્ષાનાં દર્શાવેલ છે.
સંદર્ભ ગ્રંથો (૧) ડો. કા. પૂ. સેમપુરા ભારતીય સ્થાપત્ય અને શિલ્પ (૨) ડો. ઉ. પ્ર. શાહ
ગુજરાતમાં બૌદ્ધધર્મ, સ્વાધ્યાય પ્ર.૧,
અં. ૩, મે ૧૯૬૪ (૩) છે. ૨. છે. પરીખ અને ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક
પ્રો. હ. ગં. શાસ્ત્રી (સંપાદકે) ઇતિહાસ ગ્રંથ ૨, ૩ () Dr. K. F. Sompura Buddhist Monuments and Sculp
tiures in Gujarat, A Historical
Survey (૫) ડૉ. નવીનચંદ્ર આચાર્ય (૧) ગુજરાતમાં મળતી ધ્યાની બુદ્ધોની
પ્રતિમાઓ-લેખ, પથિક-જાન્યુ. ૧૯૭૨
(૨) બૌદ્ધ મુર્તિવિધાન (૬) ક. ભા. દવે
ગુજરાતનું મૂર્તિવિધાન
Page #142
--------------------------------------------------------------------------
________________
જરથોસ્તી ઘર્મ
ઈરાનમાં આરબોના ત્રાસથી પિતાને ધર્મ સાચવવા કેટલાક જરથોસ્તીઓ પિતાને દેશ છોડીને, સ્થાયી વસવાટ શોધતા ભારત આવવા નીકળ્યા. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે, જરથોસ્તીઓ ઈરાન છેડીને હિંદ આવવા નીકળ્યા ત્યારે તેમને દરિયામાં ભયંકર તોફાન નડયું. તેઓ ડૂબી જવાની તૈયારીઓમાં હતા, ત્યારે વહાણ ઉપરના બુઝર્ગોએ અને પવિત્ર અગ્નિને લગતું કામ કરનારાઓએ માનતા માની કે જે આ મુશ્કેલીના વખતમાં બહેરામ ઈજદ ફરિસ્તો મદદ કરે તો હિંદની જમીન ઉપર ઊતરત તેની યાદમાં એક આતશ બહેરામ બાંધીશું. થોડા સમય પછી તોફાન શમી ગયું. તેઓ હિંદમાં આવી પહોંચ્યા. તરત જ તેમણે ફરિસ્તાના નામ ઉપરથી આતશ બહેરામની સ્થાપના કરી. પારસ (ઈરાન) દેશથી આવેલા આ જ
રસ્તીઓ અહીં “પારસી” નામે ઓળખાયા.
જરથોસ્તીઓ પશ્ચિમ હિંદના દીવ” બંદરે ઉતર્યા અને ત્યાં ૧૯ વર્ષ રહ્યા. ત્યારબાદ ત્યાંથી દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે (જિ. વલસાડ) ઉતર્યા હતા. ત્યાં આવી ત્યાંના રાજા જાદી રાણુ પાસે તેમણે પોતાના રાજ્યમાં વસવા દેવાની રજા માગી. આથી નાદીરાણાએ તેમની પાસે દૂધને પ્યાલો અને સાકર મોકલ્યાં. જરથોસ્તી ધર્મના વડાએ દૂધમાં સાકર નાખી. દૂધમાં સાકરની જેમ ભળી જવાની ખાતરી આપી. પરિણામે તેઓએ આ સ્થળે કાયમી વસવાટ કર્યો. આ બનાવ વિ.સં. ૭૭૨ (ઈ.સ. ૭૧૬)માં બન્યો હેવાનું કેટલાક સમય પહેલાં મનાતું, પણ હવે સંશોધનને અંતે એ ખરેખર વિ. સં. ૯૯૨ (ઈ.સ. ૯૩૬)માં બજે હેવાનું મનાય છે. જાકીરાણું એ સામાન્યતઃ શિલાહાર વંશને રાજા વજજડ હેવાનું માનવામાં આવે છે. પરંતુ સંજાણના એક મઠને અપાયેલાં દાન અંગેનાં દાનશાસને પરથી તાજેતરમાં જાણવા મળ્યું છે કે કૃષ્ણ ૨ જા ના સમય (ઈ. સ. ૮૯૦-૯૧૪)થી કૃષ્ણ ૩ જાના સમય (ઈ.સ. ૯૩૯-૯૬૮) સુધી ત્યાં રાષ્ટ્રકૂટનું આધિપત્ય પ્રવર્તતું હતું. અને એ દરમિયાન સંજાણુમંડલ ઉપર શરૂઆતમાં
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ગુજરાતના ધર્મ સંપ્રદાય
તજિક (આરબ) માંડલિકનું અને પછી યાદવ માંડલિકેનું શાસન રહેતું હતું. આ અનુસાર ઈ. સ. ૯૩૬માં જરથોસ્તીઓને સંજાણમાં વસવાની છૂટ આપનાર જાધીરાણો તે ત્યાંને યાદવ (જાદવ) માંડલિક હેવા સંભવે છે. શિલાહારનું આધિપત્ય તો ઈ.સ. ૧૦૦૦ના અરસામાં પસવું લાગે છે. સંજાણમાં વસતા જરથોસ્તીઓ આગળ જતાં ગુજરાતમાં અન્યત્ર વિસ્તર્યા. આજે દક્ષિણ ગુજરાતમાં જરથોસ્તી ધર્મનાં નોંધપાત્ર કેન્દ્રો આવેલાં છે. આ પ્રજા ખરેખર દૂધમાં સાકરની જેમ ગુજરાત ની પ્રજા સાથે ભળી ગઈ છે. તેઓએ આ પ્રદેશની ગુજરાતી ભાષા, પોષાક અપનાવ્યાં છે. તેમણે ગુજરાતના કેળવણી, વેપાર વગેરે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપે છે. પારસીઓ ઘણું મિલનસાર અને શાંતિપ્રિય છે. મુંબઈને વિકસાવવામાં પારસીઓને ફાળે ઘણો જ નોંધપાત્ર મનાય છે. પ્રસાર :
ધીરે ધીરે પારસીઓ સંજાણથી આગળ વધીને નવસારી, વલસાડ, ઉદવાડા, સૂરત, અંકલેશ્વર, ભરૂચ, ખંભાત અને સૌરાષ્ટ્રના છેક વાંકાનેર સુધી વિસ્તર્યા. તેઓ જ્યાં જ્યાં વસ્યા ત્યાં ત્યાં તેમને ધર્મ સાચવવા ધાર્મિક સ્થળે ઊભાં કર્યા. આથી દરેક સ્થળે તેમના ધર્મગુરુઓ સ્થાયી વસવાટ કરવા લાગ્યા. સર્વ ઠેકાણે અગિયારી અને આતશની સ્થાપના થઈ. સમય જતાં ધર્મને સાચવવા માટે ધર્મગુરુઓએ ધાર્મિક ક્રિયાઓ માટે ઈ. સ. ૧૨૯૦ની આસપાસમાં જુદા જુદા વિસ્તારે વહેંચી લીધા. આ વિસ્તારે નીચે પ્રમાણે હતા ? (૧) સંજાણુના ધર્મગુરુઓ માટે નેત્રાથી પાર નદી વચ્ચેનો વિસ્તાર (૨) નવસારીના ધર્મગુરુઓ માટે વૈરવ નદી અને તાપી નદી નજીક સુધી વિસ્તાર (૩) ગોદાવરા ધર્મગુરુઓ માટે વરવ નદીને નર્મદા તટના અંકલેશ્વર સુધીને
વિસ્તાર (૪) ભરુચના ધર્મગુરુઓ માટે નર્મદાથી ખંભાત સુધી વિસ્તાર (૫) ખંભાતના ધર્મગુરુઓ માટે ખંભાતની આસપાસના વિસ્તાર જરથોસ્તી ધર્મનું સ્વરૂપ
જરથોસ્તી ધર્મને મૂળ પ્રસારક અષો જરથુષ્ટ્ર કહેવાય છે. આ ધર્મના અનુયાયીઓ એકેશ્વરવાદ, અગ્નિ પૂજા વગેરેમાં માને છે. તેઓ મૂર્તિપૂજામાં માનતા નથી. તેઓ ધર્મમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. તેમના ધર્મપુસ્તકનું નામ “અવેસ્તા છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
જ ચાસ્તી ધ
૧૩૧
અનેક પારસીએ “ગાથાના દિવસે”માં આ ગ્રંથનું પારાયણ કરે છે. વર્ષોંના છેલ્લા પાંચ દિવસેા ગાથાના દિવસેા તરીકે જાણીતા છે. તેમાંના દરેક દિવસ માટે ગાથાનું સંકલન થયું છે. આ ધર્માંમાં સ્વચ્છતા, દાન અને ગાયનું વિશેષ મહત્ત્વ છે. તહેવારના દિવસેામાં ગરીખાતે અન્ન અને વસ્ત્રદાન કરવામાં તેએ પુણ્ય માને છે. કેટલાક અગિયારીમાં વાસણાનુ દાન આપે છે.
પારસીઓ મૂર્તિ પૂજક ન હેાવાથી એમની અગિયારીએ ધણી સાદી હોય છે. અગિયારી (અગ્ન+આગારિકા) એટલે પવિત્ર (અગ્નિ) આતશ રાખવાનું સ્થાનજરથાસ્તી ધર્મમાં અગ્નિને પાપ સામે લડનાર દૈવ તરીકે ઓળખવામાં આવે છે. આથી તેએ અગ્નિની પવિત્રતા ખૂબ જાળવે છે તેએ અગિયારીના અગ્નિને કાઈ અપવિત્ર કરી ન જાય તેની ખાસ કાળજી રાખે છે. અહીં ધર્મગુરુને “મેખેદ” તરીકે ઓળખવામાં આવે છે. જરથેાસ્તીએ દરેક ધાર્મિક વિધિ મેાભેદ મારફતે કરાવે છે. મેાખેદ વધારે પવિત્ર કાર્યો કરીને દસ્તૂર બને છે.
C
જરથાસ્તીએ ગાયને પવિત્ર માને છે. તેમાં સંપૂર્ણ સફેદ આખલાનુ વિશેષ મહત્ત્વ છે. દરેક ઘરમાં ગૌમૂત્ર સાચવવામાં આવે છે. તેએ રાજ સવારે ઊડીને ગૌમૂત્ર કપાળે અને શરીરના અન્ય ભાગોએ લગાડે છે. ગૌમૂત્ર લગાડતી વખતે “શિકસ્ત શિકસ્ત સેતાન' (સેતાન હું તનેય રાજ્ય આપુ છુ) એમ મેાલે છે. જમીનને સ્પર્શ કરી વંદન કરે છે. કસ્તીને છેડખાંધ કરી રાત્રે આવેલા ખરાબ વિચારા માટે પસ્તાવા કરીને તેવાં આસુરી તત્ત્વા સામે ઝઝુમવાની તાકાત આપવા પ્રાના કરે છે. આ પછી ધર્માંચુસ્ત પારસીએ પેાતાની અન્ય દૈનિક ક્રિયાઓ કરે છે.
આ ધર્મમાં દરેક દિવસ કઈને કઈ દૈવ સાથે સંકળાયેલ છે તેથી શુભકા માટે મુ જોવાનુ` કેાઈ મહત્ત્વ અહીં નથી.
જરથેાસ્તીએ સ્પષ્ટપણે માને છે કે ધર્મ માનવીના કલ્યાણ માટે હેવા જોઈએ. આથી આ ધમ માં સારાં કર્મીનું મહત્ત્વ વિશેષ છે. અપરિણીત રહેવું, તેને તેએ પાપ માને છે. સંન્યાસીની માફક એકલા જ મેાક્ષના અધિકારી બનવું, તેના કરતાં સમગ્ર માનવજાતને મેાક્ષની અધિકારીણી બનાવવા પ્રયત્નશીલ બનવું તેને વધારે મહત્ત્વનું માને છે.
સામાજિક રિતરિવાજો :
અહીં સમાજમાં દીકરા–દીકરીનુ સરખુ મહત્ત્વ હોવાથી બાળકના જન્મ આનદદાયક મનાય છે. નવજાત બાળકની આભડછેટ રાખવામાં આવે છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ગુજરાતના ધમ સંપ્રદાય
પ્રસૂતાને અડકનાર સ્નાન કરીને અન્ય કાર્ય કરે છે. નામકરણ વિધિ આનંદથી ઊજવાય છે.
જેમ બ્રાહ્મણોમાં ઉપનયન સંસ્કારનું મહત્ત્વ છે, તેમ આ ધર્મમાં “કસ્તી”. નું મહત્વ છે. કસ્તી દેવાના વિધિને “નવત” કહેવામાં આવે છે. આ વિધિ બાદ બાળક પારસી બને છે એમ મનાય છે. અહીં સ્ત્રી-પુરુષ બંનેને કસ્તી ધારણું કરવાનો અધિકાર છે. જેમાં બ્રાહ્મણો ખભે જઈ પહેરે છે તેમ પારસીઓ કેડે કસ્તી બાંધે છે. કસ્તી સફેદ ઘેટાના ઊનને હાથે કાંતીને તિર તાર ગૂંથીને બનાવવામાં આવે છે. કસ્તીના બે છેડા માનવીને સ્વર્ગ અને પૃથ્વીની સાથે જોડનાર મનાય છે. કેડે ત્રણ આંટા મારી કસ્તી બાંધવામાં આવે છે. આ ત્રણ આંટા મનસ્બી, ગયગ્ની, કુનબ્બી (સુવિચાર, સુવાણું, અને સુકર્મ)ના પ્રતીક છે. કસ્તી ધારણ કરનાર સફેદ સદરે ધારણ કરે છે. બ્રાહ્મણોમાં યજ્ઞાપવિત આપતી વખતે જેમ બાળકને મેખલા અને કૌપીન ધારણ કરાવવામાં આવે છે તેમ અહીં સફેદ સદરે પહેરાવવામાં આવે છે.
લગ્નો માતાપિતાની સંમતિથી ગોઠવાય છે. સગાઈ નકકી થયા પછી વરપક્ષ અને કન્યાપક્ષ તરફથી દાગીનાની આપલે વિધિ થાય છે. કન્યાપક્ષના માણસો જ્યારે સગાઈ માટે આવે ત્યારે તેમને ફૂલ કે ચોખાથી વધાવવામાં આવે છે. કન્યાપક્ષ તરફથી હાર પહેરાવીને વીંટી આપવામાં આવે છે. લગ્નના દિવસે પીઠી ચળવી, કન્યાદાન, કન્યા વિદાય વગેરે વિધિ હિંદુઓ જેવી હોય છે. છૂટાછેડા માટે આપણુ જ્ઞાતિ પંચ જેવી અદાલતે હેાય છે. અદાલતને પ્રતીતિ થાય કે પતિ-પત્ની ત્રણ વર્ષથી એકબીજાને મળ્યા નથી તો તેમને છૂટાછેડાની છૂટ આપે છે. છૂટાછેડાથી સામાજિક પ્રતિષ્ઠા ઘટે છે એવી ખોટી માન્યતા અહીં પ્રચલિત નથી. અહીં વિધવા લગ્ન સહજ રીતે થાય છે. આંતરજાતીય લગ્ન તરફ પારસીઓ ઘણી જ નફરત ધરાવે છે. છતાં આવું લગ્ન કરનારને કેઈ અટકાવતું નથી. અન્ય જાતિઓની વ્યક્તિઓ આ સમાજના અન્ય તહેવારોમાં ભાગ લઈ શકે છે, પણ તેને પારસી અગિયારીમાં પ્રવેશ મળતું નથી. પારસી પંચાયતોના ધર્માદા ફંડને લાભ મળતો નથી.
માનવીના મૃત્યુ સમયે દીવો પ્રગટાવવામાં આવે છે એ પછી સુખડ કે લેબાનને ધૂપ કરવામાં આવે છે. મોબેદને પ્રાર્થના માટે લાવવામાં આવે છે. મરનાર અહૂરમઝદ્દની કૃપા પામે એવી પ્રાર્થના કરવામાં આવે છે. મરનારના શરીરને જીવ હોય ત્યારે ભીના વસ્ત્રથી સાફ કરવામાં આવે છે. મૃત્યુ બાદ મૃતદેહને પાણી અડાડવું, તેને પાપ માનવામાં આવે છે. ત્યાર પછી મરનારને નીચે ઉતારી,
Page #146
--------------------------------------------------------------------------
________________
જરાસ્તા ધર્મ
૧૩૭ ઉત્તર બાજુએ માથું રાખી સુવાડવામાં આવે છે. ત્યાર પછી તેના પર ગૌમૂત્ર છાંટવામાં આવે છે. પછી નવાં વસ્ત્ર ધારણ કરાવી શબવાહિનીમાં મૂકીને દેખમામાં લઈ જવામાં આવે છે. પારસી અગ્નિ, પૃથ્વી અને પાણીને પવિત્ર માને છે તેથી શબને બાળતા, દાટતા કે પાણીમાં પધરાવતા નથી, પણ મરનારના શબને દખમામાં મૂકી પક્ષીઓને હવાલે કરે છે. જરથોસ્તી ધર્મનો ગુજરાતમાં પ્રસાર:
અનુ-મૈત્રક કાળ દરમિયાન સંજાણમાં સ્થિર થયેલા જરસ્તીઓએ ધીરે ધીરે ગુજરાતમાં અન્ય સ્થળોએ વસવાટ કર્યો. ૧૮મી-૧૧મી સદીમાં મુંબઈ પાસેથી કહેરી ગુફાઓમાં જરથોસ્તીઓનાં નામ કોતરાયેલાં જોવા મળે છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં ખંભાતમાં અગ્નિ પૂજકોની વસ્તી હતી. અંકલેશ્વરમાં પારસીઓના ધર્મગ્રંથ વિસ્પરદની નકલ કરવામાં આવી હતી. એ પરથી જાણવા મળે છે કે, ૧૩મા સૈકામાં અંકલેશ્વરમાં પારસીઓ વસતા હતા. ઈ. સ. ૧૩૦૯માં શેઠ પેસ્તનજીએ ભરૂચમાં દેખમું બંધાવ્યું હતું. ચૌદમા સૈકામાં આવેલ ઈટાલિયન મુસાફિર એડરિક નોંધે છે કે, થાણું અને ચેકલ-ચલના પરગણામાં પારસીઓ શબને ખેતરમાં ખુલ્લા મુકીને પક્ષીઓની મદદ વડે એને નિકાલ કરાવતા. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે થાણું અને ચેઉલના પ્રદેશમાં પારસીઓ વસતા હતા. સમય જતાં થાણામાં વસતા પારસીઓ ઉપર ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાનું દબાણ આવતાં તેઓ યુક્તિપૂર્વક થાણાની બહાર નીકળી ગયા હતા.
ચૌદમા સૈકામાં ધીરે ધીરે સંજાણમાં પારસીઓની વસ્તી વધતાં તેઓ બીજે સ્થળે વસવા લાગ્યા. ધાર્મિક વિધિઓ કરાવવા માટે ધર્મગુરુઓ પણ સાથે ગયા. આ સમયે ધર્મગુરુઓ વચ્ચે મતભેદ ન પડે તે માટે સંખ્યાને ધ્યાનમાં રાખી પારસીઓના સંજાણ, ગોદાવરી, ભરૂચ અને ખંભાત એમ પાંચ પંથક નક્કી કરવામાં આવ્યા હતા. આ બધે વખત પારસીઓનું મુખ્ય મથક સંજાણ રહ્યું હતું, પણ સંજાણ ઉપર મુસ્લિમોનું આક્રમણ થતાં તેઓને સ્થળાંતર કરવાની ફરજ પડી. પવિત્ર આતશને નવસારી લાવવામાં આવ્યો. આ પવિત્ર આતશ ક્યારે નવસારીમાં આવ્યું તે વિશે વિદ્વાનોમાં મતભેદ છે, પણ શ્રી કરાકાના મત મુજબ આ પવિત્ર આતશ ઈ. સ. ૧૪૧૯માં નવસારીમાં લાવવામાં આવ્યા, હોય તેમ જણાય છે. આ પછી પારસીઓ લગભગ સો વર્ષ બાદ પોતાની ધાર્મિક સ્વતંત્રતા સ્થિર કરી શક્યા. નવસારીમાં આવ્યા બાદ પારસીઓએ સારી એવી પ્રગતિ સાધી.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ગુજરાતના ધર્મ સંપ્રદાય નવસારીમાં આ સમયે જે મૂળ પારસીઓ વસતા હતા તે ભાગરિયા કે ભાગલિયા કહેવાતા. કેમ કે તેઓ પોતાની કમાન ભાગ વહેંચી લેતા હતા. ધાર્મિક વિધિ કરાવવાના હકની બાબતમાં નવસારીના ભાગલિયા અને સંજાણના મોબેદો વચ્ચે ઘણીવાર ઝઘડા થતા. આ ઝઘડાએ ભયંકર સ્વરૂપ લીધું.
ઈ. સ. ૧૫૭૩માં નવસારીનાં પારસી વડા દસ્તૂર મહેરજી રાણાની અકબર સાથે મુલાકાત થઈ. અકબર તેમની સાથેની ધર્મચર્ચાથી પ્રભાવિત થશે. તેમને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું. ધીરે ધીરે અકબર ઉપર પારસી ધર્મગુરુઓને પ્રભાવ વધતો ગયે. પારસી પ્રતિનિધિઓને મંડળો પાસેથી જરથોસ્તી ધર્મના સિદ્ધાંતો સમજી અકબરે ઈરાની પંચાંગ પ્રમાણે પોતાને “ઈલાહી' સંવત ગોઠવ્ય. જરથોસ્તી ધર્મના તહેવારો અને ઉત્સવ સમગ્ર રાજ્યમાં ઊજવવાની જાહેરાત કરી. દસ્તુર કુટુંબના નિભાવ અર્થે અકબરે નવસારીના પારોલ પરગણુમાં ૨૦૦ વીઘા જમીન ભેટ આપી. આ દસ્તૂરના અવસાન બાદ તેના કુટુંબના નિભાવ અર્થે તેના પુત્ર કેકાબાદને બીજી ૧૦૦ વીઘા જમીન ભેટ આપવામાં આવી. આ ફરમાન અકબરે અનુક્રમે ઈ. સ. ૧૫૯૦ અને ૧૬૦૩માં કર્યા હતાં. બાદશાહ જહાંગીરે પણ ઈ. સ. ૧૬૧૮માં નવસારીના દસ્તૂરાને ભૂમિદાન કરેલું. બાદશાહ જહાંગીર જ્યારે અમદાવાદ આવ્યું ત્યારે, નવસારીના ધર્મગુરુઓ તેમને અમદાવાદમાં મળવા આવ્યા હતા. તેમના તરફથી ભેટ આપેલ જઈનાં અત્તરની ચાર બાટલીઓથી બાદશાહ જહાંગીર ઘણો જ ખુશ થયા. દસ્તૂરોને ૧૦૦ રૂપિયા રોકડા અને ૧૦૦ વીઘાં જમીનનું દાન આપવામાં આવ્યું.
ઔરંગઝેબના સમયમાં પારસીઓ ઉપર જજિયાવેરો નાખવામાં આવ્યું હતે. પણ સૂરતના દાનવીર પારસી રુસ્તમ માણેકની વિનંતીથી ઈ. સ. ૧૬૬૦ માં બાદશાહે આ વેરે રદ કર્યો હતો. સમય જતાં નવસારીના ભાંગરિયા અને સંજાણુના મોબેદે વચ્ચે ઝગડે વધતાં ગાયકવાડ સરકારના હુકમથી ઈ. સ. ૧૭૪૧માં આતશ બહેરામને નવસારીથી વલસાડ લઈ જવામાં આવ્યું. આ પછી નવસારીને ઝગડો શાંત થયો.
સમય જતાં પારસીઓ ધંધાર્થે સૂરતમાં વસવા લાગ્યા. અહીં તેઓએ જુદા જુદા ધંધાઓ વિકસાવ્યા. ઈ. સ. ૧૭૩૩માં પીંઢારાઓના ત્રાસને લીધે પવિત્ર આતશને નવસારીથી સૂરત લઈ જવામાં આવ્યા હતા. પણ તરત પાછો નવસારી લાવવામાં આવ્યો હતો. આ પછી આ પવિત્ર આતશને ઈ. સ. ૧૭૪૧માં વલસાડ લાવવામાં આવે, પણ રાજકીય અંધાધૂધીને કારણે ઈ. સ. ૧૭૪૨ના ઓકટોબરની ૨૮મી તારીખે આ આતશને વલસાડથી ઉદવાડા લઈ
Page #148
--------------------------------------------------------------------------
________________
જરથાતી ધમ
જવામાં આવ્યેા. ઉદવાડામાં શેઠ બનાજીએ બંધાવેલ આતશ બહેરામના સ્થાનમાં આ પવિત્ર અગ્નિને રાખવામાં આવ્યેા છે. આમ, ઈરાનથી લાવેલા પવિત્ર અગ્નિને લગભગ અઢીસેાં વર્ષોંથી પારસીએ ઉદવાડામાં જતનપૂવક જાળવે છે. આ કારણથી પારસીએ માટે ઉદવાડા મેટું તીર્થધામ બન્યું છે.. આખા ભારતમાં પારસીઓની વધુ વસ્તી ગુજરાતમાં છે ને તેઓની માતૃભાષા ગુજરાતી છે.
૧૩૯:
અમદાવાદની પારસી ધર્મશાળાના શિલાલેખા :
અમદાવાદમાં જૂની અને નવી ધર્માંશાળાએ નામે ઓળખાતી ધર્મ શાળા-આમાં કેટલાક શિલાલેખા તરેલા જોવા મળે છે. આ લેખેા યજ઼રગરદી સંવતઃ ૧૨૩૫ (ઈ. સ. ૧૮૬૬) ય. સ. ૧૨૬૧ (ઈ. સ. ૧૯૮૨) યુ. સં. ૧૨૬૨ (ઈ. સ. ૧૮૯૩)ની સાલના છે. આ સવત ઈરાનના સાસાની વંશના છેલ્લા પાદશાહ યજૂદ ગના રાજ્યારાહણુ(ઈ. સ. ૬૩૦-૩૧)ના વર્ષોંચી ગણાય છે. એનું વર્ષ સૌર છે. એમાં ૩૦-૩૦ દિવસના ૧૨ મહિના હૈાય છે. ને છેલ્લા મહિનાના ૩૦મા રાજ પછી પાંચ દિવસ ગાથાના ઉમેરવામાં આવે છે. એ રીતે. વર્ષ કુલ ૩૬૫ દિવસનું થાય છે. આ ધર્માંશાળાએ પારસી દાનવી। તરફથી પેાતાના સ્વજાના શ્રેયાર્થે બંધાવેલી છે. ઈ. સ. ૧૮૬૬ના લેખમાં શેઠ સારાબજી જમશેદજી જીજીભાઈએ પેાતાની દીકરીના કોયાથે ધ શાળા બંધાવી હતી તેમ જણાવ્યું છે. ઈ. સ. ૧૮૯૨ના લેખ ધમ શાળાના પાયે! નાખ્યા તે મતલબના છે. ઈ. સ. ૧૮૯૩ના લેખમાં અમદાવાદના અગ્રગણ્ય ઉદ્યોગપતિ નવરાજી પેસ્તનજી વકીલે પેાતાની પત્નીના કોયાથે નવી ધર્મશાળા બંધાવી. તેવા ઉલ્લેખ છે.
પારસી અગિયારીઓઃ
અમદાવાદ, સુરત, વલસાડ, નવસારી, ઉદવાડા વગેરે સ્થળેાએ પારસીએની અગિયારીએ આવેલી છે. અહીં પવિત્ર અગ્નિનું જતન કરવામાં આવે છે. અમદાવાદમાં પારસીએની ખે અગિયારીએ આવેલી છે. એક ખમાસા ચેકી: પાસે અને ખીજી કાંકરિયા તળાવની ઉત્તરે. આ બંનેમાં લેખ કાતરેલા છે. લેખા પારસી છાંટવાળી ગુજરાતી ભાષામાં કાતરેલા છે. લેખમાં અદ્રુમઝદના તથા શહેનશાહી, કદમી જેવા વિભાગેા, ઈસ, જગરદી, સંવત વગેરેના ઉલ્લેખા મળે છે. આ લેખે પારસી દાનવીરેએ અગિયારીએને કરેલા દાન અ ંગેના છે. આવી જ રીતે સુરત, વલસાડ, ઉદવાડાની અગિયારીઓમાંથી પણ પારસી દાનવીરાના દાનના ખ્યાલ આપતા લેખા મળી આવે છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પારસીઓનુ` તી ક્ષેત્ર :
ગુજરાતમાં પારસીઓનું નોંધપાત્ર તીથૅધામ ઉદવાડા છે. તે દક્ષિણ ગુજરાતમાં વલસાડ પાસે આવેલુ છે. ઈરાન છેાડી પારસીએ પેાતાના ધર્મની રક્ષા માટે ભારતમાં આવ્યા ત્યારે પેાતાની સાથે પવિત્ર અગ્નિ લાવેલા. આ અગ્નિને ઉદવાડામાં સાચવવામાં આવેલ છે. અહીં પારસીએની અગિયારી આવેલી છે. પારસીઓને રહેવા-જમવા માટેની ઉત્તમ સગવડતા અહીં છે ભારતભરના પારસીએ અહીં દર્શનાર્થે આવે છે.
સદગ્રંથા
(૧) ફીરાઝ, કાવસજી દાવર
(૨) દસ્તૂર રુસ્તમજી. તેહમલજી .મીસ્ત્રી
(૩) પટેલ બહેનજી. બહેરામજી
(૪) મિનાયેચર એ. દાદરવાલા (૫) પ્રા. ર્. છે. પરીખ અને ડૉ. હગ શાસ્ત્રી (સ)
(૬) ૐા. હ. ગ’. શાસ્ત્રી
ગુજરાતના ધમ સ`પ્રદાય
(૭) Shahporji K. Hodiwala
(૮) Samual Laing
ઈરાનના ચિરાગ
કિસ્સે સજાણુ
પારસી ધ સ્થળે
ઈરાન, બાઈબલ અને યીએ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, સ્ત્ર. ૩, મૈત્રકકાલ અને અનુમૈત્રક કાલ
(૧) ગુજરાતના પ્રાચીન ઇતિહાસ (૨) ભારતીય અભિલેખ વિદ્યા Parsis in Ancient India A Modern Zoroastrain
Page #150
--------------------------------------------------------------------------
________________
ઈસ્લામ ધર્મ
હજરત મહંમદ પયગંબર સાહેબે પ્રવર્તાવેલો ધર્મ, તે ઈસ્લામ ધર્મ કહેવાય છે. ઈસ્લામના અનુયાયીઓ મુસલમાન તરીકે ઓળખાય છે. ઈસ્લામનું મુખ્ય. ચેય માનવીને શાંતિ આપવાનું છે. ઈસ્લામને સામાન્ય અર્થ, ઈશ્વરને શરણે જવું એવો થાય છે. ઈસ્લામ શબ્દને ઉદ્ભવ “સલમ”માંથી થયો છે. તેને. અર્થ ગરદન ઝુકાવવી, માથું નમાવવું, એવો થાય છે. શાંતિ એ ઈસ્લામને મૂળ મંત્ર છે.
ઈસ્લામને ઉદ્ભવ એશિયા ખંડના અરબસ્તાન પ્રદેશમાં થયો હતો. તેના. મુખ્ય પ્રવર્તક હજરત મહંમદ પયગંબર સાહેબને જન્મ ઈ. સ. ૧૭૦માં અરબસ્તાનના પ્રસિદ્ધ શહેર મક્કામાં થયો હતો. બાળપણમાં માતાપિતાની છત્રછાયા ગુમાવતાં દાદાના આશ્રયે રહેવું પડયું. દાદાનું મૃત્યુ થતાં કાકા અબુતાલિબની દેખભાળ હેઠળ રહેવા લાગ્યા. કૌટુંબિક આપત્તિઓને લીધે મહંમદને કોઈપણ પ્રકારની કેળવણી મળી ન હતી. બાળપણ ઘેટાંબકરાં ચરાવવામાં વિતાવ્યું. આ સમય દરમ્યાન તેઓ ઘણા સમય ચિંતનમાં ગાળતા. બાર વર્ષની વયે કાકા સાથે વેપારમાં જોડાયા. લગભગ પચીસ વર્ષ તેમણે વેપારમાં ગાળ્યાં. આ સમય દરમ્યાન તેમણે વિવિધ દેશોને પ્રવાસ કર્યો. તેઓ એક પ્રમાણિક વેપારી તરીકે પંકાયા. તેમણે ખદીજા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યું. આ લગ્નથી. તેમની કીર્તિ વધી. તેઓ એક વ્યવહારુ અને પ્રમાણિક વેપારી તરીકે ઓળખાવા લાગ્યા. લગ્ન બાદ તેઓ પોતાને ઘણેખરે સમય ધાર્મિક ચિંતનમાં ગાળવા લાગ્યા. તેમણે લગભગ ૪૦ વર્ષની ઉંમરે ધર્મોપદેશ આપવાનું શરૂ કર્યું. “ઈશ્વર એક જ છે અને એ પૂજ્ય છે” એ સિદ્ધાંતને પ્રચાર કર્યો. મક્કાના મૂર્તિપૂજકે તેમના આ ઉપદેશથી છે છેડાયા. જેમ જેમ તેમના અનુયાયીઓ. વધતા ગયા તેમ તેમ તેમને મારી નાખવાના પ્રયત્ન વધારે થવા લાગ્યા. આથી ઈ. સ. ૬૨૨માં મહંમદ સાહેબ મક્કા છેડી મદીના ગયા. આ દિવસથી હિજરી સંવત શરૂ થયો. મદીનાના લોકેએ મહંમદ સાહેબનું પ્રેમથી સ્વાગત કરી,
Page #151
--------------------------------------------------------------------------
________________
-૧૪૨
ગુજરાતના ધર્મ સંપ્રદાય તેમને ધર્મ સ્વીકાર્યો, મહંમદ સાહેબે અરબસ્તાનમાં એકેશ્વરવાદને પ્રચાર કરી અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાં ડૂબેલી પ્રજાને માર્ગદર્શન આપ્યું. આ ધમ ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં પ્રસર્યો.
ભારતમાં ઈસ્લામનું આગમન એ રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનું નોંધપાત્ર પ્રકરણ મનાય છે. ઈસ્લામ એ બહારથી આવેલે ધર્મ છે. ભારતમાં તેનું આગમન આરબો દ્વારા થયું. ઈસ્લામની અસર નીચે આરબો ઝનૂની બન્યા અને તલવારની અણીએ તેમણે ભારતમાં ઈસ્લામને પ્રચાર કરવા માંડ્યો. તેમણે સિંધ પ્રદેશમાં ઈસ્લામના પ્રચારની શરૂઆત કરી, પણ તેમાં તેઓ ફાવ્યા નહિ. એ પછી બારમી સદીમાં ઉત્તર ભારતમાં મુસ્લિમોની સત્તા સ્થપાતાં ઈસ્લામ રાજયધર્મ બન્યો. પરિણામે સુલતાનેએ ઈસ્લામને ઝડપી વિકાસ કરવા પ્રયત્ન ક્ય.
મુસ્લિમ રાજ્ય એક સંપ્રદાયિક રાજા હોવાથી મુસ્લિમ સુલતાનોએ ઈસ્લામને પ્રચાર જજયારે, ધર્માતર પ્રવૃત્તિ, મંદિર તોડવાં વગેરે વિવિધ રીતે કરવા માંડશે. ભારતમાં ભૂતકાળમાં આવેલી અનેક પ્રજાઓ પોતાના સ્વતંત્ર આચાર-વિચાર અને સંસ્કૃતિ સાથે આવી હોવા છતાં ભારતની પ્રજા સાથે -ભળી ગઈ હતી, પણ ભારતની એ કમનસીબી છે કે બહારથી ભારતમાં આવેલી મુસ્લિમ પ્રજા ભારતીય પ્રજા સાથે એકતા સાધી શકી નહિ. અંગ્રેજોએ આવી આ બાબતમાં ઘી હોમ્યું. બંને પ્રજાઓ કાયમી લડતી રહે તેવી પરિસ્થિતિ સઈ. હિંદના ભારત અને પાકિસ્તાન એવા બે ટૂકડા કર્યા. આજે પણ ધર્મને નામે આ પ્રદેશમાં વારંવાર હુલ્લડો ફાટી નીકળે છે. ઈસ્લામ ધર્મના મુખ્ય સિદ્ધાંતિઃ
ગુજરાતના મુસલમાને ઈસ્લામના નીચેના સિદ્ધાંતમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. ઈસ્લામનાં બે મહત્ત્વનાં અંગ છે : (૧) ઈમાન, (૨) દીન.
(૧) ઈસાન ઃ એટલે માનવું, શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખ, ઈસ્લામમાં નક બાબત ઉપર શ્રદ્ધા રાખવાનું કહે છે : (૧) અલ્લાહ, (૨) ફિરસ્તાઓ, (૩) કુરાને શરીફ, (૪) પયગંબર, (૫) કયામત, (૬) કિસ્મત. કયામત એટલે ન્યાયને દિવસ. કિસ્મતમાં જણાયું છે કે ખુદાની ઇચ્છાથી મનુષ્યના સર્વ સુખ દ:ખ નક્કી કરેલ છે. ઈસ્લામમાં પાંચ પયગંબરો થયાનું મનાય છે: (૧) હજરત
Page #152
--------------------------------------------------------------------------
________________
ઇસ્લામ ધર્મ
૧૪૩
નેહા, (૨) હજરત અબ્રાહમ, (૩) હજરત મૌઝીઝ, (૪) હજરત ઈસુ, (૫) હજરત મહંમદ, આ સર્વેમાં હજરત મહંમદ સૌથી છેલ્લા છે.
(૨) દીન: દીન એટલે ધર્મમાં જણાવેલ કાર્યોનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવું. ઈસ્લામ ધર્મમાં પાંચ કાર્યોને પવિત્ર ગયાં છે :
(૧) કલમા, (૨) નમાઝ, (૩) રેજા, (૪) જકાત, (૫) હજ. કલમામાં અલ્લાહ વિના બીજે કઈ ઈશ્વર નથી અને હજરત મહંમદ પયગંબર છે. એનું ઉચ્ચારણ વખતોવખત કરવા જણાવ્યું છે. નમાઝ પાંચ વાર કરવાની હોય છે. (૧) સવારની નમાઝ, (૨) બપોરની નમાઝ, (૩) નમતા બપોરની નમાઝ, (૪) સર્યાસ્ત સમયની નમાઝ, (૫) રાત્રી પડયા પછીની નમાઝ (સલાતુલઈશા). નમાઝ વખતે “વજુ” કરવાનું કહ્યું છે. જેમાં પાણી વડે શરીરને સ્વચ્છ કરવાનું હોય છે. રાજા એટલે ઉપવાસ, જકાત એટલે દાન, અને હજ એટલે કાબા શરીફની યાત્રા. આમ, ઈસ્લામમાં એકેશ્વરવાદ, દીન, યાત્રા વગેરેને મહિમા ગાયો છે. ગુજરાતમાથી મુસ્લમાને દર વર્ષે પુષ્કળ સંખ્યામાં મકકા હજ કરવા જાય છે. ગુજરાતમાં ઇસ્લામને પ્રસાર :
ગુજરાતમાં ઈસ્લામને પ્રસાર અનુમૈત્રક કાલમાં લગભગ આઠમી સદીથી શરૂ થ. મુસ્લિમ સત્તાની સહુ પ્રથમ શરૂઆત સિંધમાં થઈ પણ તેઓ ગુજર-પ્રતીહારોની પ્રબળ સત્તાને લીધે આગળ વધી શક્યા નહીં. આ સમયે ગુજરાતના કાંઠા પર આરબ તથા હિંદી મુસાફરે મેટી સંખ્યામાં વસતા હતા. એવું શહરીયાર જેવા આરબ મુસાફરે અને અન્ય તવારીખકારે નોંધે છે. ભરૂચની ઉત્તરે આવેલા ગંધાર બંદરમાં મસ્જિદ બંધાઈ હતી. અલમુસુદી (ઈ. સ. ૯૧૬) ખંભાતના બનિયારાજાને બીજા ધર્મોના અનુયાયીઓ સાથે વાદવિવાદ કરવાનો શોખ હેવાનું, તથા ખંભાત અને અણહિલવાડ પાટણ જેવાં નગરમાં મજિદે તથા મુસલમાનોની વસ્તી હોવાનું જણાવે છે. આ સમયે મોટે ભાગે મુસ્લિમો વેપારી પ્રજા તરીકે ગુજરાતમાં વસતા હતા. અહીં તેમને ચાંચિયાઓને ત્રાસ સહન કરવો પડતો ન હતો. તેઓ ગુજરાતમાં શાંતિથી વેપાર કરી શકતા હતા.
સોલંકીકાલ દરમ્યાન ભીમદેવ ૧લાના સમયમાં ગઝનાના સુલતાન મહમૂદે સોમનાથ પર આક્રમણ કરતાં મુસ્લિમો સાથેના સંબંધે ખરાબ થયા. આ પછી મુસલમાનનાં આક્રમણો ધીરે ધીરે વધવા લાગ્યાં. આમ છતાં ઈસ્લામના પ્રચારકે દરવેશો, ફકીરે વગેરે તરફ ગુજરાતના રાજવીઓનું વર્તન ઘણું જ ઉદાર રહેતું. તેઓ બહુ જ શાંતિથી હજરત મહંમદ પયગંબરના ઉપદેશને પ્રચાર કરતા. ખંભાત, કાવી, ઘોઘા, ગંધાર અને પીરમ જેવા બંદરમાં મુસ્લિમોની વસ્તી સવિશેષ હતી.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ગુજરાતના ધમ સંપ્રદાય
ભરૂચમાં દસમી સદીમાં બાબા રેહાન અને એના નાના ભાઈ તથા ચાળીસ દરવેશોની એક ટુકડી સાથે ઈસ્લામના પ્રચાર અર્થે આવેલ, એ સર્વ ત્યાં શહીદ થયા હતા.
કહેવાય છે કે મિસરના અલમુસામિલર બિલ્લાહના ફરમાનથી અબ્દુલ્લાહ અને અહમદ નામના બે મિશનરીઓને ભારતમાં ઈસ્લામને પ્રચાર કરવા મોકવવામાં આવ્યા હતા. તેઓ ઈ. સ. ૧૦૬૭માં ખંભાત બંદરે ઉતર્યા હતા. ઈસ્લામને પ્રચાર કરવા જતાં તેમનું ઈ. સ. ૧૧૩૧માં એમનું અવસાન થયું. ખંભાતમાં એની દરગાહ ઉપર ઝિયારત કરવા ગુજરાતમાંથી અનેક શિયા. પંથી વહોરાઓ આજે પણ જાય છે.
અનુકૃતિ પ્રમાણે જાણવા મળે છે કે ચૌલુક્ય રાજા કર્ણદેવ પહેલાના સમયમાં (ઈ. સ. ૧૦૧૬-૧૦૯૪) એક મહાત્મા ઇસ્લામના પ્રચારકના પ્રભાવથી પ્રેરાઈને મુસલમાન બની ગયા હતા. ધીરે ધીરે એમના શિષ્યોએ પણ ઈસ્લામનો સ્વીકાર કર્યો. આ શિષ્યોમાં કર્ણદેવના એક ભારમલ નામના પ્રધાનને સમાવેશ થતો હતો. આ વાતની જ્યારે કર્ણદેવને ખબર પડી ત્યારે તે પોતે તપાસ કરવા ખંભાત ગયા. જ્યારે તે પ્રધાનના મકાનમાં પ્રવેશ્યા ત્યારે તેણે જોયું તો પ્રધાન પિતે નમાઝ પઢતે હતો. એની કબર ખેડા જિલ્લાના ઉમરેઠ ગામમાં શિયા વહેરાના કબ્રસ્તાનમાં આવેલી હોવાનું મનાય છે. આ ભારમલ પ્રધાન વિશેના કઈ ઉલેખે સેલંકીકાલીન અભિલેખો કે સાહિત્યમાં મળતા નથી.
બીજી અનુકૃતિ પ્રમાણે જાણવા મળે છે કે “એક ઈસ્લામના પ્રચારકે એક ખેડૂતના સૂકાઈ ગયેલા કુવામાં દુવા કરી પાણી લાવી આપ્યું. આથી તે ખેડૂતે તથા તેની પત્નીએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો. એમની કબરે ખંભાતમાં કાકા અકેલા અને “કાકા અકેલી' ની કબરોને નામે ઓળખાય છે.”
ધીરે ધીરે સોલંકીકાલમાં મુસ્લિમોની વસ્તી વધારો અંદરના ગુજરાતના ભાગમાં થવા માંડયો. ઘણું મુસ્લિમ પ્રચારકે પાટણમાં આવી વસવા લાગ્યા. રાજા જયસિંહ સર્વધર્મ સમભાવની વૃત્તિવાળો હોઈ, પોતાના રાજ્યમાં કોઈપણ ધર્મના અનુયાયીને કનડગત ન થાય તેની ખાસ કાળજી રાખતો. ખંભાતના કેટલાક પારસી
એ મુમલમાન પર હુમલો કરી તેમને નુકસાન પહોંચાડયું. આથી જયસિંહે તપાસ કરી પારસીઓને મસ્જિદ બાંધવા માટે ખર્ચ આપવા હુકમ કર્યો હતો.
અગિયારમી સદીના અંતમાં અનેક મુસ્લિમ સંતે ગુજરાતમાં ઊતરી આવ્યા હતા.
Page #154
--------------------------------------------------------------------------
________________
ઈસ્લામ ધર્મ
૧૪૫
પરિણામે સમય જતાં ગુજરાતમાં મુસ્લિમ, વહોરા મેમણ, ખોજા વગેરે અનેક જાતીઓ અસ્તિત્વમાં આવી. વડોદરા જિલ્લાના ડભોઈ ગામમાં કેટલાક મુસ્લિમ સંતની પેટલાદમાં બાબા અજુનશાહ નામના એક સંતની કબર છે. એમનું મૃત્યુ .સ ૧૨૩૬માં થયું હતું. એમ જાણવા મળે છે કે તેમણે અમદાવાદ પાસે આવેલ આશાવલમાં ઈ. સ. ૧૮૫૩માં એક મસ્જિદ બંધાવી હતી. ત્યાંથી મળતા એક અભિલેખ પરથી જાણવા મળે છે કે એ મજિદ સાર્વજનિક ઉપયોગ માટેની છે એમ જાહેર કરવામાં આવ્યું હતું.
આ સમય દરમ્યાન થઈ ગયેલા મહામાત્ય વસ્તુપાલે મુસ્લિમ પ્રજાજને માટે મસ્જિદ બંધાવી હતી. એમ પ્રબંધકેશ, વસ્તુપાલ ચરિત્ર, વિવિધતીર્થક૯૫ વગેરે ગ્રંથમાંથી જાણવા મળે છે.
સેલંકીકાળ દરમ્યાન ઇ. સ. ૧૨૬૪માં સોમનાથના નાખુદા પીરેજે મહાજનના આગેવાને પંચકુલ પાસેથી જમીન ખરીદી ત્યાં મજિદ બંધાવી. તેના નિભાવ માટે પંચકુલ તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિ. સં. ૧૩૧૫માં (ઈ. સ. ૧૨૫૯)માં કચ્છમાં દાનવીર જગડૂશાહે ભદ્રેશ્વરમાં “ખીમલી” નામની મસ્જિદ બંધાવી હતી.
ઈ. સ. ૧૨૮૬-૮૭માં હાજી અબ્દુલ કાસિમ નામના એક મુસ્લિમ પ્રચારકે જુનાગઢમાં મસ્જિદ બંધાવી હતી. આ મસિજદ ચીની મસ્જિદના નામે હાલમાં ઓળખાય છે.
આમ, સોલંકીકાળ દરમ્યાન ગુજરાતમાં ધીરે ધીરે ઈસ્લામને પ્રચાર વધવા લાગ્યા હતા. ઘણું નીચલી વર્ણના લેકે ઈસ્લામ તરફ આકર્ષાયા હતા. ઘણું મેહમ્મદ ઘોરીના કેદી બનેલા સૈનિકોએ ઇસ્લામને અપનાવ્યા હતા. કેટલાક પરદેશથી આવેલા મુસલમાનોએ રાંદેરમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. રાધનપુર પાસે આવેલા સમીના કસબાતીઓ પોતાને સુલતાન મહમૂદ ગઝનવી સાથે આવેલા સૈયદના વંશજો તરીકે ઓળખાવે છે. અમદાવાદના કસબાતી લેકે પિતાને વાઘેલા રાજાના ખુરાસાની સૈનિકોના વંશજો તરીકે ઓળખાવે છે. આ સમય દરમિયાન મુસ્લિમ સત્તા પર ન હોવાથી તેઓએ ઈસ્લામના પ્રચાર માટે ગુજરાતની પ્રજા ઉપર કોઈ અત્યાચાર કર્યો ન હતો. તેઓ શાંતિથી પોતાનું કાર્ય કરતાં કરતાં ગુજરાતીની પ્રજા સાથે એકરૂપ બની ગયા હતા. આ સમયે કોઈપણ દેવમંદિરે મુસ્લિમ પ્રચારકોનાં ભેગ બન્યાં ન હતાં. ૧૦
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ગુજરાતના ધર્મ સંપ્રદાય - ચૌલુક્ય વંશના અંત પછી ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. મુસ્લિમ સુલતાનેએ ગુજરાતમાં ઇસ્લામને ફેલાવો કરવા માટે ઘણું પ્રયત્ન કર્યા. ઇસ્લામ ધર્મને રાજ્યાશ્રય મળેલ હોઈ, તેમણે હિંદુઓ ઉપર અંકુશ મૂકતા. કાયદાઓ કર્યા. હિંદુઓના મંદિરને નાશ કર્યો. જજિયાવેરે દાખલ કર્યો. વટાળપ્રવૃત્તિ આદરી. જાહેરમાં મૂર્તિપૂજા બંધ કરાવી. હેળી અને દિવાળી જેવા ઉત્સવ જાહેરમાં ઊજવવા ઉપર પ્રતિબંધ મૂક્યો. સુલતાન અહમદશાહ ૧ લો, મહમૂદ બેગડે, મહમૂદ ૨ જે, મુઘલ બાદશાહ ઔરંગઝેબ વગેરેએ ઈસ્લામને પ્રચાર કરવા માટે સખત પ્રયત્નો કર્યા હતા.
ગુજરાતના મુસ્લિમોમાં સુન્ની અને શિયા બંને શાખાના અનુયાયી વસતા હતા. સુન્ની પંથને પ્રચાર રાજ્યકર્તાઓએ કરેલ જ્યારે શિયા પંથને પ્રચાર ધર્મો પદેશકેએ કરેલ. આ સંતે દાઈ અને પીર તરીકે ઓળખાતા. શિયા મજહબને ફેલાવો કરવા ઈરાનથી ખાસ ધર્મગુરુઓને મોકલવામાં આવ્યા હતા. આ સર્વેમાં દાઈ અબ્દુલા, હસન અલ્લા વગેરે મુખ્ય હતા.
ગુજરાતના મુસલમાને સામાન્ય રીતે રૂઢિચુસ્ત મનાય છે. તેઓ ધર્મના આદેશો શ્રદ્ધાપૂર્વક પાળે છે. ગુજરાતમાં આ સમયે મુસલમાનમાં સૈયદ, પઠાણ, તુર્ક, મુઘલો વગેરે વિભાગો પડી ગયા હતા. ગુજરાતમાં સૈયદની દસ મુખ્ય શાખાઓ છે. બુખારી, કાદરી, રફાઈ, ચિસ્તી, મશહદી, શિરાઝી, ઉરેઝી, ઈદુસી, તઝમી અને ભૂખરી સૌયદ. શેખના પાંચ પ્રકારે છે: સિદ્દી, ફારૂકી, અબ્બાસી, ત્રિસ્તી, કુરેશી કબાઓમાં કેટલેક ઠેકાણે મુસ્લિમ વહેરાઓ વસે છે. ખાસ કરીને દાહોદમાં અને સિદ્ધપુરમાં વહેરાઓની વસ્તી વિશેષ છે. તેમના સાત પ્રકાર છેઃ દાઉદીયા, સુલેમાનીઆ, અલીમા, ઝેઠીઆ, હજુનીઆ, ઈસમાઈલીયા, નઝીરીઆ. આ વોરાઓ શિયા પંથને અનુયાયીઓ હોવાથી બાદશાહ ઔરંગઝેબના વખતમાં તેમના ઉપર ઘણું જ આફત આવી પડી હતી. ગુજરાતને ઘણું મુસલમાને ઓલિયા કે પીરની માનતા માનતા હતા.
મુસલમાનોના ધાર્મિક મકાનેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય ઃ (૧) મસ્જિદે, (૨) ઈદગાહ (નમાઝ પઢવાની જગ્યા), (૩) ઈમામવાડે. ગુજરાતમાં સૂરત અને ખંભાતના ઈમામવાડા ભવ્ય છે. ગુજરાતના વહોરાઃ
ઈ. સ. ૧૫૩૯માં ઇસ્લામના ૨૪મા દાઈ તુના જુલ્મને કારણે, ભારતમાં આવ્યા. તેમણે સિદ્ધપુરમાં ગાદી સ્થાપી. તેમના પુત્ર પચીસમા દાઇ સૌયદ જલાલ
Page #156
--------------------------------------------------------------------------
________________
ઈસ્લામ ધર્મ
૧૪૭ સમસુદ્દીને અમદાવાદમાં ગાદી ફેરવી. વહેરાઓએ દાઉદ બીન કુતુબ શાહને વડા મુલ્લાજી તરીકે સ્વીકાર્યા. ઈ. સ. ૧૫૯૦માં દાવેદી અને સુલેમાની ફિરકા અસ્તિત્વમાં આવ્યા. તેઓની વસ્તી ગુજરાતમાં સિદ્ધપુર, અમદાવાદ, દાહોદ, નડિયાદ વગેરે સ્થઓએ વિશેષ પ્રમાણમાં છે. નડિયાદના વહોરાઓ મઝહબી સકીદા તરીકે ઓળખાય છે. આ કેમ ધર્મભીરુ હોય છે. તેઓ નાનાં નાનાં ગામડાંઓમાં વેપાર કરતા હોય છે. આ સર્વ વહોરાએ મુલા યા મહમૂદ અલીના બોધથી મુસલમાન થયા છે. તેઓની જમાત સમય જતાં સાત વિભાગમાં વહેંચાઇ ગઇ : (૧) દાઉદીયા, (૨) સુલેમાનીઆ, (૩) અલીઆ, (૪) ઝેદીઆ, (૫) હજુમીયા, (૬) ઈસ્લામીયા, (૭) નઝીરીયા. ગુજરાતના ખૂણે ખૂણેથી શિયા પંથના વહોરાએ ખંભાતમાં ઝિયારત માટે આવે છે. ગુજરાતના ઘણું વહેરાઓ રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લામાં મહી નદીના કિનારે આવેલા ગલીયાકોટમાં યાત્રાર્થે આવે છે. વહોરા કેમમાં આ તીર્થને વિશેષ મહિમા છે. અહીં મેટી દરગાહ આવેલી છે. તેની નજીક શીતળા માતાનું મંદિર આવેલું છે. આ સ્થળે વહેરાઓ માટે જમવાની તથા રહેવાની ખાસ સગવડ કરવામાં આવી છે.
ગુજરાતના ખેજાઃ | ગુજરાતમાં આવેલા નિઝારીઓએ પાટણમાં આવી ધર્મપ્રચારનું કાર્ય આરંવ્યું. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે તેમણે પાટણની એક હિંદુ પ્રતિમાને બેલતી કરી. એની પાસે પોતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા પ્રતિપાદિત કરાવી. આ ઉપરથી ઘણું હિંદુઓ મુસલમાન થયા. હિંદુઓને આકર્ષવા માટે તેમણે હિંદુશાહી નામ ધારણ કરવા માંડયું. સમાધી જેવી હિંદુવિધિ અપનાવી.
તેમના અનુયાયીઓ ખેજા તરીકે ઓળખાય છે. તેઓ દિવસમાં ત્રણ નમાઝ પડે છે. સૂફીવાદ ઉપર હિંદુ ધર્મની વ્યાપક અસર જોવા મળે છે. ખજ જમાત વિષ્ણુના દસ અવતારોને માને છે. અને પયગમ્બરને વિષ્ણુના એક અવતાર તરીકે ઓળખાવે છે.
ખોજાઓને શિયા વહોરાની જેમ નામદાર આગાખાનને ઘણું કરવેરા આપવા પડે છે. આ એક અગત્યની વેપારી કોમ છે.
પંથ :
સમય જતાં ઈસ્લામ ધર્મમાં ગુજરાતમાં નીચેના પંથે પ્રચલિત થયા.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ગુજરાતના ધર્મ સંપ્રદાય
(૧) પીરાણું પંથઃ
ઈમામશાહના નવા પંથને પીરાણા પંથ તરીકે ઓળખવામાં આવે છે. ઈમામશાહ ગુજરાતમાં આવીને અમદાવાદની ઉત્તરે આશરે નવ માઈલ ઉપર આવેલા ગીરમથા નામના ગામમાં સ્થાયી થયા હતા. આ ગામને આજે પીરાણા તરીકે ઓળખવામાં આવે છે.
પીરાણું ગામમાં પાંચ રોજા છે. ઈમામશાહને, નુરશાહને, સુરાભાઈને, બાબા મુહમ્મદને અને બાકર અલીને. આ પાંચે રાજાના પીરને માનનારા જુદા જુદા લેકે છે. પણ એ બધાયે પીરાણુના મુખ્ય પીરને માન આપે છે. ઈમામ શાહને માનનારાઓમાં મોટો વર્ગ હિંદુઓને છે.
ઈમામશાહ ઈ. સ. ૧૪૯૯માં ઈરાનથી આવેલા અને ગીરમથા ગામ પાસેના મોટા ટેકરા ઉપર રહેતા હતા. એમણે ઘણું ચમત્કાર કર્યા હતા એમ કહેવાય છે. એમના ચમત્કારથી ઘણા હિંદુઓ ખાસ કરીને પાટીદારે એમના સેવક બન્યા. કહેવાય છે કે એક સંઘ કાશીએ જતો હતે. તે ગીરમથા ગામ આગળ આવતાં, ઈમામશાહે કપડું ઢાંકી ત્યાં જ દરેકને કાશીનાં દર્શન કરાવ્યાં. આ ચમત્કારથી આ બધા ઈમામશાહના સેવકે બન્યા. તેમણે ઉપદેશ અને ચમત્કારથી ઘણા લેઉઆ અને કડવા પાટીદાર, કણબીઓને તથા શેખડાઓને આકર્ષ્યા હતા. ધર્માતર પછી તેઓ મોમને અને મતિયા કણબી તરીકે ઓળખાયા. સામાન્ય રીતે તેના અનુયાયીઓ હિંદુ રીતરિવાજ પાળે છે. દીપની પૂજા કરે છે. શબને હિંદુ રીત પ્રમાણે બાળે છે. પણ કેટલુંક બાળ્યા પછી થોડાંક હાડકાં દાટવા માટે રાખે છે.
તેઓ ગુજરાતમાં ઈસ્લામની મહાન સંસ્કૃતિના સંસ્કારોવાળા મુસલમાને તરીકે ઓળખાવવાને બદલે ફક્ત પીરાણુવાળા તરીકે ઊતરતા દરજજાના હિંદુઓ અને ઊતરતી કક્ષાના મુસલમાનોની એક નજીવી કેમ તરીકે ઓળખાય છે. તેમના સંપ્રદાયના ક્રિયાકાંડ અને ઈમામે વિશેની માહિતી “સતધર્મની વેલ” નામના એક પુસ્તકમાંથી મળે છે.
ઈમામશાહીઓ અલ્લાહને એક સર્વોત્કૃષ્ટ કિરતાર તરીકે અને મેહમ્મદ મુસાને તેના રસુલ અને પયગંબર તરીકે સ્વીકારે છે. તેઓ નમાઝને ખાસ મહત્ત્વ આપતા નથી. તેઓ હિંદુઓના અવતારના સિદ્ધાંતમાં માને છે. આ સંપ્રદાયના અનુયાયીઓ જગતની ઉત્પત્તિ વિશેની માન્યતાઓ અને તેના સિદ્ધાંતને સ્વીકારે
Page #158
--------------------------------------------------------------------------
________________
ઈસ્લામ ધર્મ
૧૪૯
છે. ઈસ્લામના પયંગબર સાહેબને ગુરુ માને છે. કુરાનને તેઓ દેવી ગ્રંથ ગણે છે. કુરાનને તેમના ઈમામો અલંકાર અને સરળ દષ્ટાંતો દ્વારા સમજાવે છે.
આ ઈમામશાહના અનુયાયી મતિયાઓએ તેમના ધર્મગુરુને પકડવા બદલ ઔરંગઝેબના સમયમાં ભરૂચમાં તોફાન કરી શરૂઆતમાં ભરૂચ શહેરને કબજે કર્યું હતું, પણ પાછળથી બાદશાહના સૈન્ય સામે તેઓ ટકી શકયા નહિ. ઔરંગઝેબના હુકમથી તેમને ઉપર સખ્ત ત્રાસ ગુજારવામાં આવ્યા હતા
આજે આ પંથ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે.
(૨) મહેદવી પંથ :
આ પંથના અનુયાયીઓ ગુજરાતના ઘણાખરા ભાગમાંથી મળી આવે છે. કેટલાક ધર્માતર કરીને મુસલમાન થયેલા છે. તેઓ મોટે ભાગે “ગયર મહેંદી” અર્થાત કયામત પહેલા આવનારા ઈમામ મહેંદીમાં શ્રદ્ધા ધરાવતા નથી. તેઓ ગયર મહેંદી ઉપનામને સ્વીકારતા નથી. તેઓ મેહમ્મદ મહેંદી જેનપુરીના અનુયાયીઓ છે અને પોતાને “મહેદવી” તરીકે ઓળખાવે છે.
મેહમ્મદ મહેંદી જેનપુરી વિશે કેટલીક અનુશ્રુતિઓ પ્રચલિત છે. એક અનુશ્રુતિમાં જણાવ્યું છે કે “એક વખત એક જુવાન માણસે પિતાની માશુક સાથે આખી રાત ગાળી હતી. પરંતુ પ્રભાતમાં તેની સાથે કચ્છઓ થતાં, તે ગુસ્સામાં સીધે સાબરમતી નદી તરફ ગયા હતા. આ વખતે સૈયદ મોહમ્મદ પોતાના કેટલાક મુરીદે સાથે સવારની નમાજ પઢવા નદી ઉપર જઇ રહ્યા હતા. તેમણે આ યુવાનને જોઈ કહ્યું કે, દુન્યવી ઇશ્ક તરફ ગુસ્સામાં માં ફેરવીને આવેલાને હું ઈશ્ક હકીકને રસ્તો દેખાડું. આ સાંભળતાં યુવાન એકદમ ચીસ પાડીને પગમાં પડી ગયે. ભાનમાં આવતાં તે વલી શખ્સને ચુસ્ત મુરીદ બની ગયું. તેણે સંસારને ત્યાગ કર્યો.
બીજી અનુશ્રુતિમાં જણાવ્યું છે કે, “એક દિવસ તેમણે પિતાના એક શિષ્યને કહ્યું કે “હું તમને તમારાં જ ચક્ષુથી અલ્લાહને બતાવું.” આ વાતની
અમદાવાદને ઉલેમાને ખબર પડતાં, તેણે સૂબાને આ માટે ફરિયાદ કરી. શહેર કાજીએ તેમને પૂછયું કે “તમે ઈમ એટલા માટે મેળવ્યાં છે કે એક સૈયદને કતલ કરવામાં આવે ?' આ મતભેદને લીધે સૈયદ અમદાવાદ છેડી પાટણ ચાલ્યા ગયા. તેઓ અવનવા ચમત્કાર બતાવી લોકોની મુશ્કેલીઓ દૂર કરતા. આથી લેકે તેમના તરફ સદ્દભાવ રાખતા.”
Page #159
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય તેમના “મહેદી” હેવાના દાવા વિશે “મિરાતે અહમદી'માં જણાવ્યું છે કે તેમણે પોતે ઇમામ મહેંદી હોવાનો દાવો કર્યો ન હતો. પરંતુ તેમના ચમત્કારોથી તેમના મુરીદેએ પિતાની મેળે તેમને ઇમામ મહેંદી માની લીધા હતા. ઈ. સ. ૧૫૦૩ના એપ્રિલની ૨૩મી તારીખે તેમનું મૃત્યુ થયું.
સલ્તનતકાલ દરમ્યાન તેમનાં અનુયાયીઓ ગુજરાતમાં શાંતિથી રહેતા, અને વિના હરકતે તેમને ધર્મ ખુલ્લી રીતે પાળતા. ધીરે ધીરે છેલ્લે મુઝફફરશાહ ૩ જો સૂબો ઈતિદખાન બીજો, અમીરે, શેરખાન, પટ્ટણી, મુસાખાન, ફૂલાદી અને પાલનપુરના નવાબો વગેરે સર્વ આ પંથના અનુયાયી બન્યા હતા.
ઈ. સ. ૧૬૪૫માં મુઘલ શાહજાદે ઔરંગઝેબ અમદાવાદને સૂબે બજે ત્યારે ફરીથી આ કેમની પજવણી શરૂ થઈ ગઈ. ઈમામ મહેંદી જાહેર થયા હતા અને ચાલ્યા ગયા હતા એમ કહેવા માટે તે વખતે તેમનામાંના કેટલાકની કતલ કરવામાં આવી.
અમદાવાદ શહેર બહાર ઉત્તરે આવેલ “ગુલાબબાગ” પાસેના યુદ્ધમાં મહદેવી આગેવાન પાલનપુરના સૈયદ રાજુ અને તેમના કલાક અનુયાયીઓની ઔરંગઝેબના હુકમથી કતલ કરવામાં આવી હતી. સૈયદ રાજુ અને તેમની સાથે શહીદ થયેલા તેમના અનુયાયીઓની કબરે હજુપણુ શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. તે કબરે એક કિલ્લામાં આંતરી લેવામાં આવી છે. તેની દેખરેખ પાલનપુરના નવાબ તરફથી રાખવામાં આવે છે.
ઉત્તર ગુજરાતમાં આ પંથના ઘણા અનુયાયીઓ છે. પાલનપુરના મહેદવીઓ પિતાને સૈયદે અને પીરઝાદા કહેવડાવે છે. પાલનપુરની આજુબાજુના ગામડામાં રહેનાર મુરીદોમાંથી જે કોઈ મરી જાય તે, સૌથી પહેલાં મૈયતને પીરઝાદાના મકાને લાવવામાં આવે છે. અહીં કેટલીક ગુપ્ત વિધિઓ શરૂ થાય છે. પછી મૈયત (શબને દફન માટે લઈ જવામાં આવે છે.
મહેદવીઓની માન્યતા મુજબ સૈયદ મહમ્મદ જોનપુરી ઈમામ મહેંદી હતા. તેઓ રાતની ઈશાની નમાઝ પછી આ દુઆ પઢે છે. “લા ઈલાહા ઈલલ્લાહ મોહમ્મદ રસૂલલ્લાહ અલ કુરઆને વંલ મહેદી ઇમામૌના” ઘણી વખત મહેદવીઓ નમાઝ પઢી રહ્યા પછી હાથ ઉઠાવી દુઆ માગતા નથી.
તેઓ માત્ર તેમને વર્ગમાં જ લગ્ન વહેવાર રાખે છે. તેમને કેાઈ જમાત પટેલ હોય છે. તેઓ દાયરા બનાવે છે. પ્રત્યેક દાયરાના પોતાના નિયમો હોય છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
ઇસ્લામ ધર્મ
(૩) દાદુપંથ :
પ્રસિદ્ધ દાદુપંથના સ્થાપક દાદુ, કમાલના શિષ્ય ગણાય છે. તેમને જન્મ કાશીમાં એક મોચીને ત્યાં થયો હતો. કેટલાક તેમને જન્મ અમદાવાદમાં થયે હોવાનું માને છે. તેમના અનુયાયીઓ એમ સાબિત કરવા માગે છે કે તેઓ નાગરબ્રાહ્મણને ત્યાં જન્મેલ હતા.
તેમનાં લખાણ પરથી સાબિત થાય છે કે તેઓ જાતે મુસલમાન પીંજારા હતા. દાદુનું ચિત્ત નાનપણથી જ ધર્મ તરફ વળેલું હતું. તેમનું સં સારી નામ દાઉદ હતું. તેમની પત્નીનું નામ “હા” હતું. તેમને ગરીબદાસ અને મકનદાસ નામે બે પુત્રો હતા, અને નાનીબાઈ તથા માતાબાઈ નામે બે પુત્રીઓ હતી. ઈ. સ. ૧૫૪૪માં જમીને ઇ. સ. ૧૬૦૩ જેઠ વદ આઠમને શનિવારે રાજસ્થાનના-નારાણું ગામે તેમણે દેહત્યાગ કર્યો હતો. દાદુપંથીઓને અહીં મોટો મઠ છે.
દાદુને પંથ પરબ્રહ્મ સંપ્રદાય અથવા સહજ સંપ્રદાય તરીકે ઓળખાય છે. બાબુ ક્ષિતિમોહન સેન એને બ્રહ્મસમાજ કહે છે. આમાં હિંદુ-મુસલમાન સર્વ જોડાઈ શકે છે. અહીં શાસ્ત્રને મહત્વ આપવામાં આવતું નથી. પણ આત્માનુભવને મહત્ત્વ આપવામાં આવે છે. તેમના ઉપદેશમાં અહંકારને ત્યજીને બધાએ ભાઈ-બહેનની માફક એક થઈને વર્તવું તેમ જણાવ્યું છે. ભગવાનનું ધામ અંતરમાં છે. પ્રેમથી તેને પામી શકાય છે. આ તેમના ઉપદેશને મુખ્ય સાર હતો. મૂર્તિપૂજા બાહ્યાચાર, વ્રત વગેરેમાં તેઓ માનતા નહિ.
કહેવાય છે કે દાદુને અકબર બાદશાહ સાથે મેળાપ થયા હતા. અકબરે મળવા માટે કહેવડાવ્યું, ત્યારે દાદુએ કહ્યું કે “મેટા સમ્રાટને અમારા જેવા ગરીબોને મળીને શું કામ છે ? પણ જે ભક્ત અકબરને મળવાની ઇચ્છા હોય તે તે ભલે આવે. કહે છે કે અકબર સાથે ચાલીસ દિવસ સુધી દાદુને મેળાપ થયો હતો. અકબરના ધાર્મિક વિચારોમાં દાદુના બે વચનેની ઘણું જ અસર વર્તાતી હતી. દાદુને અકબરના દરબારના પંડિતાએ પ્રશ્ન પૂછે કે તમે કેને પૂજે છો ? તમારું પુસ્તક કયું ? ત્યારે તેમના જવાબમાં દાદુએ કહ્યું છે કે, “મારું શરીર મારું પુસ્તક છે. પરમેશ્વર એના સંદેશાઓ એમાં લખે છે. મારું જીવન મારે પંડિત છે. અંતર્યામી એ મારું દેવળ છે. અંતરમાં હું એને પૂજ છું. કહેવાય છે કે, “દાદુ સાથેના પરિચય પછી મુઘલ બાદશાહ અકબરે પિતાના સિક્કાઓ ઉપર પિતાનું નામ કાઢી નાખ્યું હતું અને તેના બદલામાં “અલ્લાહુ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ગુજરાતના ધમ સંપ્રદાય
અકબર” એમ અંકિત કરાવ્યું હતું. અંબરના રાજા ભગવાનદાસ દાદુના મુખ્ય શિષ્ય હતા.
ગુજરાતમાં દાદુપથીઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. ગુજરાતના કેટલાક નામાંકિત મુસ્લિમ સંતઃ
કોઈપણ પ્રદેશના સાંસ્કૃતિક ઈતિહાસમાં સાધુસંતોનું સ્થાન ઘણું મહત્વનું હેય છે. તેમણે સર્જેલા ધર્મસંસ્કારને લીધે જ પ્રજાજીવન અનેક યાતનાઓ સામે ટકી રહ્યું હોય છે. ગુજરાતમાં સતનતકાલ દરમ્યાન કેટલાક નામાંકિત મુસ્લિમ સંત થઈ ગયા. તેમાં અહમદશાહ ૧ લાના સમયમાં સરખેજના સંત અહમદ ગંજબક્ષ અને વટવાના પ્રસિદ્ધ સંત હઝરત કુતુબે આલમશાહ મુખ્ય છે. શેખ અહમદ ખટુ ગંજબક્ષ : | ગુજરાતના પાટનગર અમદાવાદની સ્થાપનામાં જે ચાર અહમદો હતા તે પૈકી એક પવિત્ર અને સંત પુરુષ અહમદખટ્ટ ગંજબક્ષ હતા. તેમની ગણના તે જમાનાના ભારતના ઉત્તમ મુસ્લિમ સંતમાં થતી હતી. તેઓ કયાંના વતની હતા તેની કોઈ માહિતી મળતી નથી. પણ કેટલાક એમને નાગર પાસેના ખટુ ગામના હેવાનું માનતા હતા. તેમને જન્મ દિલ્હીમાં થયે હતા. તેમનું જન્મ નામ વજી. ઉદ્દીન હતું. યુવાનીમાં તેમણે ભાગે આવેલી મિલકત મેજશોખમાં ઉડાવી દીધી. પણ ખટુ ગામના એક પ્રસિદ્ધ સંત ઈશાક મગરૂબીના પરિચયમાં આવતાં તેમનામાં વૈરાગ્ય જાગ્યો. તેઓ તેમના શિષ્ય બન્યા. તેમણે પ્રવર્તાવેલ સંપ્રદાય મઘરબી તરીકે ઓળખાય.
તેઓ માનવતાના સાચા પૂજારી હતા. કહેવાય છે કે દિલ્હીમાં તૈમૂરે ચલાવેલી કતલ તેમણે બંધ કરાવી હતી. ઈ. સ. ૧૩૭૪માં મક્કાની યાત્રા કરવા ખંભાત બંદરે આવ્યા હતા. મક્કાથી પાછા ફરતાં ગુજરાત પ્રત્યે અનુરાગ જન્મતાં સાબરમતી નદીને સામે પાર સરખેજ ગામમાં સ્થિર થયા. થોડાક સમય બાદ મુઝફરશાહ અને તેમના પુત્ર મહમદશાહ સાથે પરિચય વધતાં તેઓ વચ્ચે ગુરુ. શિષ્યને સંબંધ બંધાયો. કહેવાય છે કે પિતા-પુત્ર વચ્ચે તકરાર થતાં આ સંતના આશીર્વાદ મેળવવા માટે મહમદશાહે ઘણું મોટી રકમ આ સંતને ભેટ મોકલી હતી. પણ આ નાપાક રકમને સંતે સ્વીકાર ન કર્યો. સમય જતાં તેઓ ગંજબક્ષ તરીકે ઓળખાવા લાગ્યા. મહમદશાહ પછી તેમને પુત્ર અહમદશાહ ૧ લે આ સંતને પરમ શિષ્ય બન્યું. અમદાવાદની સ્થાપનામાં આ સંતે મહત્વનાં સૂચને ર્યા. તેમણે અમદાવાદને પાયો નાખવા માટે પાંચ પવિત્ર અહમદે ભેગા કરવાનું
Page #162
--------------------------------------------------------------------------
________________
ઇસ્લામ ધર્મ
૧૫૩
સૂચન કર્યું હતું. અહમદશાહે જેણે એક પણ નમાઝ ન પાડી હોય તેવા પાંચ અહમદે ભેગા કર્યા. તેમાં સૌ પ્રથમ શેખ અહમદખદુ ગંજબક્ષ હતા. ઘણું લોકે તેમના શિષ્ય બન્યા હતા. ઇ. સ. ૧૪૬૬માં તેમનું મૃત્યુ થયું. તેમની દરગાહ અમદાવાદ પાસેના સરખેજ ગામમાં આવેલી છે. અહીં અનેક શ્રદ્ધાળુ આજે પણ આવે છે. હજરતે કુતુબેઆલમ શાહ :
ગુજરાતના મુસ્લિમ સંતોમાં વટવાના બુખારી સૈયદનું નામ ઘણું મશહૂર છે. સામાન્ય જનતામાં કુતુબેઆલમશાહનું નામ ઘણું જ જાણીતું છે. બહુ જ નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવતાં તેમણે પોતાના કાકા પાસેથી શિક્ષણ મેળવ્યું. હિ. સં. ૮૦૨માં તેઓએ પાટણમાં વસવાટ કર્યો. ત્યારબાદ તેઓ આશાવલ આવ્યા. અહમદશાહને અમદાવાદ વસાવવા માટે આ સંતના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. આ વખતે તેમણે કહ્યું હતું કે અહમદાબાદ પરમેશ્વરની કૃપાથી હમેશાં આબાદ રહેશે. આ સંત વિષે અનેક દંતકથાઓ પ્રચલિત છે.
એક વખતે કુતુબે આલમશાહ રાતના નમાઝ પઢવા માટે ઊઠતાં અંધારામાં તેમના પગમાં એક માટીનું ઢેકું અથડાયું. તેમના પગમાં લોહી નીકળ્યું. આ જોતાં તેઓ બોલી ઉઠયા કે યે ક્યા હૈ ? હા હય ! લકકડ હય યા પથ્થર હે ! સવારમાં જોયું તો માટીના ઢેફામાં લોખંડ, લાકડું ને પથ્થર એમ ત્રણેયને સમાવેશ થતો હતો. કુતુબે આલમ સાહેબે આ ઢેફાને દાટી દેવાને હુકમ કરતાં કહ્યું કે આ વાત જાહેર કરવી નહીં. અને જે આ ઢેફે બહાર કાઢશે તેને વંશ રહેશે નહિ. છેવટે એક સેવકે વંશ વિનાના રહેવાનું પસંદ કરીને આ ઢેકું બહાર કાઢયું હતું. અકબર આ માટીના ઢેફાને જોઇને ઘણું જ આશ્ચર્ય પામ્યો હતો. અને તેને કેટલેક ભાગ આગ્રા લઈ ગયો હતો. આજે આ ઢેફાને બાકીને ભાગ વટવામાં તેમને રોજામાં છે. તે ચમત્કારિક પથ્થર તરીકે ઓળખાય છે. સમય જતાં તેમનાં કુટુંબની બે શાખાઓ થઈ. કુતુબે આલમશાહની ગાદીના સૌયદે કુતુબી સૈયદ તરીકે ઓળખાય છે. ને તેમના પુત્ર શાહઆલમની ગાદીના અનુયાયીઓ શાહી સૈયદો તરીકે ઓળખાય છે. સૌયદ ઉસ્માન શમે બુરહાની :
આ સંત વટવાના સૈયદ કુતુબે આલમ શાહના પ્રથમ શિષ્ય હતા. મિરાતે અહમદીમાં તેમને ગુજરાતના નાંધપાત્ર સંતોમાંના એક ગણ્યા છે. તેમના વિશે કેટલીક દંતકથાઓ પ્રચલિત છે. તેમના ગુરુના આદેશથી ઉપદેશ આપવાનું શરૂ કર્યું, પણ વસ્તીમાં રહી તેમને તે કમ ફાવ્યું નહિ. આથી તેઓ સર્વને ત્યાગ કરી
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ગુજરાતના ધર્મ સંપ્રદાય નદી કિનારે રહેવા લાગ્યા. તેમનું ઉપનામ “શમે બુરહાની' એટલે દીવાને પ્રકાશ હતું. કહેવાય છે કે એક દિવસ તેઓ નદીએ નહાવા ગયા હતા. ઘરે પાણું લઈ જવા માટે તેમની પાસે કોઈ સાધન ન હતું. એટલામાં એક ગદાધર નામને છેક ગાગર ભરી પાણી લઈ જતો હતો. તેની પાસેથી ગાગર માગીને પાણી ઘેર પહોંચાડયું. પછી તે છોકરાને પોતાની પાસે રહેવાનું કહ્યું. તે તેણે કહ્યું કે મારા પિતા પાસે પૈસા નથી તેથી અમે કેવી રીતે ઘર વસાવી શકીએ ? સૈયદ સાહેબે કહ્યું કે ઠીક તું સાબરમતીમાંથી ગાગર ભરીને ઘેર જા. એ પાણી ભરેલી ગાગર તેણે ઘેર જઈ ઠાલવી તો તેમાંથી પાણુંના બદલે સોનામહેરો નીકળી. આ ચમત્કાર પછી તે છોકરાનું આખું કુટુંબ સૈયદ સાહેબ પાસે રહેવા લાગ્યું. આ સંતે કેટલાક સુફી સંપ્રદાયને લગતા ગ્રંથો લખ્યા છે. તેમના નામ ઉપરથી અમદાવાદની પાસે ઉસ્માનપુરા ગામ વસાવ્યું હતું. અહીં આજે પણ મહમૂદ બેગડાએ બંધાયેલ તેમની મસ્જિદ મોજુદ છે. શાહઆલમ ઃ
આ સંત ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના સમયના એક નામાંકિત સંત હતા. તેમની કીતિ આજે પણ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી છે. તે મધરબી પંથના અનુયાયી હતા. તે એક ચમત્કારિક સંત તરીકે ઓળખાતા. મિરાતે અહમદીમાં તેમના વિશે પ્રસંગ ને છે કે શેખકમાલ અને શાહઆલમને ધોબી એક જ હતો. તેને એક પણ પુત્ર ન હતો. તેથી તેણે બંને સંત પાસે સંતાનની માગણી કરી. શેખ કમાલ પાસે તેણે પુત્રીની માગણું કરી અને શાહઆલમ પાસે પુત્રની માગણી કરી. છેવટે તેને ત્યાં પુત્રને જન્મ થયે. દંતકથા છે કે આ પુત્રને લઈ જ્યારે ધોબી શાહઆલમ પાસે જતે ત્યારે તે પુત્ર રહેતો, અને શેખ કમાલ પાસે જતો ત્યારે તે પુત્રી બની જતે.
ટૂંકમાં, મહમૂદ બેગડાના સમયમાં થયેલા સંતમાં શાહઆલમ સાહેબનું નામ મોખરે છે. તેમને રોજે ચંડોળા તળાવ પાસે આવેલો છે. તે શાહઆલમના રોજાના નામે ઓળખાય છે. તેની જાળીની કતરણ ભવ્ય છે. અમદાવાદના સ્થાપત્યમાં આ રેજે એક નોંધપાત્ર ઈમારત ગણાય છે.
આ ઉપરાંત ચિશ્તી ખાનદાન તથા મલેક મુહમદ ઈખ્તિયાર, શેખસલાહુદ્દીન, સૈયદ મહમૂદ એરજી વગેરે નેધપાત્ર સંત હતા. ગુજરાતનું ઈસ્લામી સ્થાપત્ય :
ઈ. સ. ૧૩૦૪માં ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ તે પહેલાં ગુજરાતમાં ભદ્રેશ્વર, પ્રભાસ, માંગરોળ, ખંભાત, પેટલાદ, ડભોઇ, ઉમરેઠ, રાંદેર,
Page #164
--------------------------------------------------------------------------
________________
ઇસ્લામ ધમ
૧૫૫.
આશાવલ, પાટણ, જુનાગઢ વગેરે સ્થળાએ મુસ્લિમા વસતા હેાવાથી, ત્યાં નાની. મેાટી મસ્જિદે અસ્તિત્વમાં આવી હતી. આ ધર્મીસ્થાનેા માટે ભાગે ધનિક વેપારીઓએ બંધાવ્યાં હતાં. આ સર્વેમાં નીચેની મસ્જિદે નોંધપાત્ર છે. સલ્તનતકાલ પૂર્વેનાં ઇસ્લામી સ્મારકા :
(૧) પેટલાદની ખાખા અજુ નશાહની મસ્જિદ :
આ મસ્જિદ પેટલાદમાં ખાખા અર્જુ નશાહની દરગાહના નામે ઓળખાય. છે. તેઓ મધ્ય એશિયામાંથી આવી ઇસ્લામના પ્રચાર અર્થે અહીં વસેલા. તેમનુ મૃત્યુ ઇ.સ. ૧૨૩૬માં થયું હતું. એમની કબર ઉપર આરસમાં અરબી ભાષામાં સુંદર લેખ છે. તેમાં ઈશ્વર સિવાય ખીજો કાઈ ઈશ્વર નથી. મહમ્મદ પ્રભુના પયગમ્બર છે વગેરે કુરાનનાં વાકયો લખેલાં છે. આ મસ્જિદમાં અલ્લાઉદ્દીનના સમયના ઈ.સ. ૧૩૧૩ના લેખ છે. ખીા લેખમાં પેટલાદમાં મસ્જિદ બંધાયામા ઉલ્લેખ છે.
(ર) ખંભાતનો જામે મસ્જિદ :
આ મસ્જિદનું મકાન મુસ્લિમ યુગની શરૂઆતમાં બંધાવેલ મકાનેાના જેવી બાંધણીતુ છે. આ ઈમારત ઈ.સ. ૧૩૨૫માં એટલે કે સુલતાન મુહમ્મદ તુઘલકના રાજ્ય વખતે બંધાઈ હતી. આ મસ્જિદ પૂર્વ-પશ્ચિમ ૧૨ ફૂટ લાંખી. અને ઉત્તર-દક્ષિણ ૨૫૨ ફૂટ પહેાળી છે. વચમાં વિશાળ પ્રાર્થનાખંડ આવેલ છે. ચેકની ત્રણેય બાજુ થાંભલા અને ઘુમ્મટવાળી પડાળિયા છે: વચ્ચેના મહેરાખ ઉપર કુરાને શરીફનાં વાકયો કાતરેલાં છે. મસ્જિદની પાછળ દક્ષિણ બાજુએ એક મોટા રાજો આવેલ છે. ખંભાત શહેરથી બે માઈલ દૂર એક ઈદગાહ આવેલી છે. તેમાં હી.સ. ૭૮૩(ઈ.સ. ૧૩૮૧)ના લેખ છે. (૩) ભરૂચની જામે મસ્જિ* :
અહીં સુલતાન અલ્લાઉદ્દીન ખલજીના આમન વખતે અસ્તિત્વમાં આવેલ. એક વિશાળ મસ્જિદ આવેલી છે. તેના સ્ત ંભા હિંદુમંદિરના અવશેષા હાવાની. શાખ પૂરે છે.
(૪) ભદ્રેશ્વરની ખીમલી મસ્જિદ
આ મસ્જિદ ભદ્રેશ્વરના દાનવીર જગડૂશાહે બંધાવેલી હોવાનુ મનાય છે.. તેના ઉપર કાઈ લેખ ન હોવાથી તેના ચેાક્કસ સમય કહી શકાતા નથી. આ મસ્જિદ હિંદુમ દિર સ્થાપત્યની શૈલીની છે. મસ્જિદના થાંભલાની નીચેનેા ભાગ.
Page #165
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય ચોરસ, વચમાં અષ્ટકોણ અને ઉપર ગેળ છે. એને મુખ્ય ભાગ થાંભલાઓની ચાર હારોને બને છે. મહેરાબવાળી પશ્ચિમની દીવાલ ઊભી છે. બીજી મસિજદો :
આ ઉપરાંત ધોળકામાં હિલાલખાન કાજીની મસ્જિદ, જૂની જામે મસ્જિદ, માંગરોળની સામે મસિજદ છે. મસ્જિદે રહેમાન અને રાવની મસિજદ, સિંકદર સૈયદની દરગાહ, ભદ્રેશ્વરની ખીમલી મસ્જિદ વગેરે ધર્મસ્થાને ગુજ. રાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના પૂર્વે બંધાયેલાં હોવાનું મનાય છે.
આ સર્વ ઇસ્લામી ઇમારતોમાં ઈસ્લામી સ્થાપત્યનાં મૂળભૂત લક્ષણો અ૫પ્રમાણમાં હતાં. આ ઇમારતો કેવળ ધર્મપ્રચાર અર્થે જ બનાવવામાં આવી હોય તેમ સ્પષ્ટ જણાય છે. ઈ.સ. ૧૩૦૪માં ગુજરાતમાં મુસ્લિમ સતનતની
સ્થાપના થતાં મજિદ અને રજાનું સ્વરૂપ બદલાવા માંડયું છે. ધીરે ધીરે કલાત્મક મજિદનું સર્જન થવા લાગ્યું. મુસ્લિમ સંતો, ઓલિયાઓ અને નામાંકિત વ્યક્તિઓની કબર ઉપર મકબરા કે દરગાહે બંધાવા લાગી. આમાં મૂળ કબર જમીનમાં હોય છે. જ્યારે એની ઉપરના ખંડમાં નકલી કબર હોય છે. આ સમયે મુસલમાનોની વસ્તી વધતાં ઈસ્લામી બાંધકામોની સંખ્યા વધવા લાગી. ઘણાં ધર્મસ્થાને હિંદુમંદિરના કાટમાળમાંથી બંધાવવામાં આવ્યાં હતાં. સલ્તનતકાલીન ઇસ્લામી સ્મારક :
ગુજરાતમાં મુસ્લિમ સત્તા સ્થપાતાં વિવિધ પ્રકારનાં ઈસ્લામી સ્મારક રચાયાં. તે સર્વમાં–
(૧) ભરૂચની જામે મસ્જિદ, (૨) ખંભાતની જામી મસ્જિદ (ઈ.સ.૧૩૨૫), ધોળકાની મરિજદ, અમદાવાદમાં અહમદશાહની મસ્જિદ, હેબતખાનની મસ્જિદ, જામે મજિદ, સૈયદ આલમની મસિજદ, અહમદશાહને રોજે, રાણીને “હજીરે, કુતુબુદીનની મસ્જિદ, મલેકશાબાનને રોજો, બીબીજીકી મસ્જિદ,
સરખેજને રોજ, રૂપમતીની મસ્જિદ, ચાંપાનેરની મસ્જિદ (ચિત્ર નં. ૧૯) ‘દરિયાખાનનો રોજો, શાહઆલમને રોજે, બાઈહરીરની મસ્જિદ અને રેજે, રાણીસિપ્રીની મસ્જિદ, જૂનાગઢમાં ઉપરકોટની મસ્જિદ, વેરાવળમાં માંડવી જકાત પાસેની મજિદ વગેરે સ્થાપત્યની દષ્ટિએ નોંધપાત્ર છે. મુઘલકાલીન ઈસ્લામી સ્મારકો :
મુઘલકાલ દરમ્યાન મુસ્લિમ આક્રમણ ઓછાં થતાં હિંદુ મંદિર તોડીને
Page #166
--------------------------------------------------------------------------
________________
ઇસ્લામ ધર્મ
મુસ્લિમ સ્થાપત્ય રચાયાના દાખલા ઓછા મળે છે. ફક્ત સિદ્ધપુરના પ્રાચીન રુદ્રમાળના ખંડેરેમાં બંધાયેલ મસ્જિદને એક જ દાખલો મળે છે.
આ સમયે રચાયેલ ઈસ્લામી સ્મારકામાં વડોદરાને કુતુબુદ્દીનને મકબરો, અમદાવાદમાં મીર અબુતુરાબને રોજે, શેખ વછઉદ્દીનને રેજે, હાજીસાહેબની મસ્જિદ (દરિયાપુર), સુજાતખાનની મસ્જિદ, અનવરખાન બાબીને મકબરે (અમદાવાદ), પીરમશાહની મસ્જિદ (અમદાવાદ) વગેરે નોંધપાત્ર છે.
આ ઉપરાંત વિરપુર(જિ. ખેડા)ના દરિયાઈ પીરની દરગાહ, તેમજ નડિયાદ, ઉમરેઠ, શામળાજી વગેરે સ્થળોની દરગાહ ગુજરાતમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પયગંબરનાં પગલાં :
આ પગલાંની પધરામણ મુઘલ બાદશાહ અકબરના સમયમાં મીર અબુતુરાબે કરી હતી. મિરાતે અહમદીમાં જણાવ્યા પ્રમાણે અબુતુરાબ મકકેથી કદમ, મુબારકની નિશાનીવાળે એક પથ્થર લાવ્યા હતા અને બાદશાહ અકબરના. કહેવાથી એમણે આશાવલ(હાલનું અસારવા)માં પોતાના મકાન આગળ એ. પવિત્ર પગલાંને પધરાવ્યાં હતાં. હાલમાં આ મકાનની કઈ નિશાની જણાતી નથી. સંભવ છે કે એ મીર અબુતુરાબના રાજા પાસે હશે. મરાઠાઓના આક્રમણને, લીધે આ પગલાંને શહેરમાં લાવી તેના પર દરગાહ બંધાવવામાં આવી હતી મક્કાનું પ્રવેશદ્વાર સૂરતઃ
મુઘલકાલ દરમ્યાન સૂરત એ મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું. બાદશાહ જહાંગીરના. સમયમાં સૂરત બંદરની જાહોજલાલી પણ ખૂબ વધી હતી. મક્કા-મદીના હજ કરવા જતા યાત્રાળુઓ આ બંદરેથી જહાજમાં રવાના થતા. હજ કરવા જવાના સમયે અહીં હાજી ફકીર અને મુસ્લિમ સંતો અને ધર્મપ્રેમીઓને મોટો મેળો. જામતો. આ સમયે યાત્રાળુઓને ઊતરવા માટે બંદરની આવકમાંથી એક હકીકત ખાન નામના સરદારે મોટી ધર્મશાળા બંધાવી હતી. આજે તે જગા સૂરતમાં મુઘલસરાહના નામે ઓળખાય છે. આ મકાન માટે જે આરસની તકતી કોતરવામાં આવી હતી તે હાલમાં મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સચવાયેલ છે. તેમાં જણાવ્યું છે કે અહીં ઉતરનારા પવિત્ર પુરુષે, ગરીબ, મક્કા-મદીનાના યાત્રીઓ પાસેથી કંઈ પણ લેવામાં આવશે નહિ.
મક્કાનું પ્રવેશદ્વાર ગણુના આ સ્થળને હાજીએ બાલ બાબ) ઉલ–મક્કા, કહેતા. અહીં નાનપુરા વિસ્તારમાં મક્કાઈ પુલ પાસે વિશાળ દરવાજો હતો. આ દરવાજામાંથી હાજીઓ નાવડી માતે બંદર ઉપર જતા. હાલમાં મક્કાના પ્રવેશ
Page #167
--------------------------------------------------------------------------
________________
“૧૮
ગુજરાતના ધર્મ સંપ્રદાય દ્વારની યાદગીરી રૂપે સૂરતમાં નાનપુરા વિસ્તારમાં મકાઈપુરા નામે ઓળખાતી જગા મોજુદ છે. ગુજરાતમાં ઊજવાતા મુસ્લિમ તહેવારે :
ખાસ કરીને ઈસ્લામી તહેવારો હિજરી સંવત પ્રમાણે નક્કી થાય છે. મહેરમ એ હિજરી સંવતને પહેલો માસ ગણાય છે. ગુજરાતમાં મુસ્લિમો મહેરમ, ઈદેમિલાદ, શબેમેરાજ, રમજાન ઈદ, વગેરે તહેવારો બહુ જ ઉત્સાહથી ઊજવે છે. ગુજરાત પર ઇસ્લામની અસર :
ચૌદમી સદીમાં ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થતાં ગુજરાતમાં ઈસ્લામને પ્રચાર વ્યાપક પ્રમાણમાં થયો. મુસ્લિમ સુલતાનેએ ધાર્મિક ઝનૂનથી પ્રેરાઈને અનેક મંદિરોને નાશ કર્યો. અનેક ઠેકાણે મસ્જિદ બનાવી. ધીરે ધીરે મુસલમાન અને હિંદુઓ રાજકીય અને સામાજિક ક્ષેત્રે એકબીજાની નિકટ આવવા લાગ્યા.
સુલતાન અહમદશાહે રાજદરબારમાં હિંદુઓને મહત્ત્વના હોદા આપવાની શરૂઆત કરતાં હિંદુઓ રાજકીય ક્ષેત્રે નોંધપાત્ર ભાગ ભજવવા લાગ્યા. તેમની કુશાગ્ર બુદ્ધિના પરિણામે રાજ્યની આવક વધી. મલેક ગોપી જેવા સરદારેએ સૂરત બંદરને વિકસાવી ગુજરાતના વેપારને સમૃદ્ધ બનાવ્યું. રાજ્યના મહત્ત્વના પ્રશ્નો જેવા કે વારસા હકક વગેરેમાં હિન્દુઓ મહત્તવને ભાગ ભજવતા.
ઈસ્લામના પ્રચારથી ગુજરાતમાં મુસ્લિમ સમાજ અસ્તિત્વમાં આવ્યું. ગુજરાતમાં માંસાહાર વધે. મુસ્લિમ આક્રમણોને લીધે જ્ઞાતિનાં બંધને કડક બન્યાં. લગ્ન અને ભજન વહેવાર ઉપર સખ્ત પ્રતિબંધ આવ્યા. નારી સમુદાય અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાં સડવા લાગે. મુસ્લિમ શિક્ષણપ્રથાને પ્રસાર વધતાં અરબી-ફારસીનું મહત્ત્વ વધ્યું. તેને પરિણામે નાગરે અને કાયસ્થ જેવી જ્ઞાતિઓના અધિકારીઓ ફારસી ઉપર કાબૂ જમાવવા લાગ્યા. કુરાનના અભ્યાસને મુસ્લિમ શિક્ષણમાં કેન્દ્રસ્થાને મૂકવામાં આવ્યું. કેટલાક હિંદુ લેખકો એ પણ ફારસી ગ્રંથ લખ્યા છે.
મુસ્લિમોના પરિચયને લીધે ગુજરાતી પ્રજાના ખોરાકની વાનગીઓ, પોષાક અને ભાષા વગેરેમાં ફેરફાર થયા. મકાનની આગળની ખુલ્લી જગામાં ખડકી બાંધવાને બદલે બાગ બનાવવાનો શોખ વ. હિંદુઓમાં પરદા પદ્ધતિ દાખલ થવા લાગી. જે કે હિંદુઓમાંથી મુસ્લિમો બન્યા તેમની રહેણીકરણ ઉપર
Page #168
--------------------------------------------------------------------------
________________
ઇસ્લામ ધમ
૧૫૯
હિંદુ ધર્માંની અસર વર્તાતી હતી. ખાન, વહેારા વગેરે કામેામાં હિંદુ રિવાજો
પળાતા દેખાતા હતા.
પીરને હિંદુ અને મુસલમાને બને પૂજવા લાગ્યા.
સંદર્ભ ગ્રંથા
(૧) Muhammad Ibrahim Dar
(૨) M. A. Chaghatai
(૩) મૌલાના અબ્દુલ અલી સૈફી (૪) કરીમ મહંમદ માસ્તર
(૫) અલી મેાહમ્મદ ખાન (૬) ક્ષિતિમેાહન સેન
(૭) ૨. ભી. જોટ
(૮) ડા. છેટુભાઈ નાયક
(૯) ડૅા. ર. ના મહેતા
Literary and cultural activities in Gujarat, Bombay.
Muslim monoments of Ahmedabad, through their Inscriptions.
મજલિસે સેફિયા
મહાગુજરાતના મુસલમાન મિરાતે અહમદી
મધ્યયુગની સાધના ધારા
ગુજરાતનું પાટનગર, અમદાવાદ
ગુજરાત પર અરખી–ફારસીની અસર વણું કસમુચ્ચય ભાગ-૨
Page #169
--------------------------------------------------------------------------
________________
શીખ ધર્મ
દેશના ડાબા ને જમણા અંગ જેવી એ કામ હિંદુ અને મુસ્લિમ ધર્માંતે નામે બરખાદ થઈ રહી હતી ત્યારે તેમને એકતાને તાંતણે બાંધવાના પ્રયત્ન શીખ ધમે કર્યાં. શિષ્ય' શબ્દ ઉપરથી પંજાબી ભાષાના સિક્ખ' શબ્દ બન્યા છે. ખીજા શબ્દોમાં કહીએ તેા શીખ એટલે શિષ્ય. આ ધર્મીમાં જણાવ્યુ` છે કે સત્' નામની એળખ ગુરુથી થાય છે ને તે માટે સત્યનિષ્ઠ ગુરુનું શરણ સ્વીકારવું જોઈએ. વીરતા, સ્વાર્પણુ ને ગુરુભક્તિ માટે શીખ પ્રજા ભારતીય પ્રજામાં ખૂબ આદર પામી છે.
ઈ.સ.ના ૧૧મા સૈકાથી આપણા દેશ ઉપર જે વિદેશી આક્રમણા શરૂ થયાં તેને લઈને પ્રજાનું સામાજિક અને ધાર્મિક જીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. જીવનમાંથી શ્રદ્ધાનું ખળ નાશ પામ્યું. સ્વમાન અને સમભાવની ભાવના નષ્ટ થઈ ગઈ. સમાજમાંથી સત્ય ન્યાય અને ધર્મના લેપ થઈ ગયા. ધમને નામે જાદું, ચમત્કાર, વહેમ, અંધશ્રદ્ધા વગેરે અનિટા દેશમાં ઠેર ઠેર વ્યાપક બન્યાં. મુસ્લિમ સુલતાનાને બાદશાહે અનેક પ્રકારે ધર્માન્તર કરાવતા હતા. આખા સમાજમાં ભય અને ધમકીનું વાતાવરણ ફેલાએલું હતું. સમાજમાં બ્રાહ્મણેા અને મૌલવીએ જ્ઞાની હોવાના દંભ કરી ધર્મને નામે સાંપ્રદાયિક સંકુચિતતા વિકસાવતા.
હતા.
સમાજમાં આ પ્રકારના સંધર્ષ ચાલી રહ્યો હતા ત્યારે ખીજી બાજુ સંતાની પરંપરા ભક્તિભાવે ધર્માંનું ચૈતન્ય ટકાવી રાખવા પ્રયત્ન કરતી હતી. ઈશ્વર ક્રાઈ કામના ન હોઈ શકે પણ સના છે. એ વાત ઉપર તેમÌ ભાર મૂકયે।. નાતજાતનાં બંધને તાડીને સાવિણુંક ધમ ફેલાવ્યેા.
આ સંત પર ંપરામાં પ્રથમ રામાનંદ થયા. રામાનંદ બાદ તેના શિષ્યાએ ગુરુનું કાર્ય આગળ ધપાવ્યું. આ શિષ્યમાં કખીર અને નાનકનું નામ આગળ પડતુ છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
શીખ ધર્મ
ગુરુનાનક ?
નાનકનો જન્મ વિ. સં. ૧૫૨૬ (ઈ.સ. ૧૪૬૯)માં પંજાબમાં લાહેર પાસે આવેલા તલવંડી ગામમાં થયો હતો. પિતાનું નામ કાલુરામ અને માતાનું નામ તૃપ્તાજી હતું. નાનકનું ચિત્ત બાળપણથી જ ભણવા તરફ ચેટતું ન હતું. સંત સમાગમ અને ઈશ્વરભજનમાં તેઓ મસ્ત રહેતા હતા. તે જમાનામાં મુસલમાની રાજ્ય હવાથી ફારસી ભાષા જાણનારને રાજ્યમાં નોકરી જલદી મળતી હતી. તેથી નાનકને મૌલવી પાસે ફારસી ભણવા મોકલ્યા. મૌલવી પાસેથી જ્ઞાન મેળવવાને બદલે નાનકે મૌલવીને ફારસી કક્કાને અર્થ સમજાવવા માંડો. દુન્યવી દૃષ્ટિએ નાનકના વિચિત્ર વર્તનને લીધે કુટુંબીજનેની નજરમાં તેઓ ગાંડા અને ધૂની ગણાવા લાગ્યા. કેટલાક વખત બાદ તેમનું લગ્ન સુલક્ષણ નામની કન્યા સાથે કરવામાં આવ્યું. સંતાનના પિતા બન્યા. નાનક સંસારમાં રહેતા હોવા છતાં, ઈશ્વર ભજનને ભૂલ્યા ન હતા. તેઓ સુલતાનપુરના નવાબને ત્યાં મોદીખાના ઉપર નોકરી કરતા હતા. અહીં પણ નાનક ગરીબ પ્રત્યે રહેમ રાખતા હતા. ઇર્ષાળુ લેકે નાનકની વિરુદ્ધ નવાબના કાન ભંભેરવા લાગ્યા. અંતે તેમણે નવાબની
કરી છોડી દીધી. તેઓ એકાંતમાં રહેવા લાગ્યા. જંગલમાં સાધુ-સંતોના સમા. ગમમાં ભટકવા લાગ્યા. દિવસો સુધી સ્મશાનમાં પડી રહેવા લાગ્યા. આમ કરતાં કરતાં તેમણે ઈશ્વર વિષે ખૂબ ચિંતન કર્યું અને મનની શુદ્ધિ કરી. કહેવાય છે કે આ સમય દરમ્યાન તેઓને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. ઈશ્વરે આદેશ આપે “જપ યજ્ઞ કોષ્ઠ છે” માટે તે કર્યા કરે. લોકોને તેનો ઉપદેશ આપો. આ પછી તેમણે ભારતના ખૂણે ખૂણે ફરીને ૨૦ વર્ષ સુધી “સ” નામને મહિમા ગાયો. ધર્મોપદેશ કરતી વખતે તેઓ સંગીતને ઉપયોગ કરતા. નાનકને આંગણે હિંદુમુસ્લિમ શિષ્યોને દરબાર ભરાતા હતા. આમ, નાનકે પરોપકારી જીવન ગુજારીને ૭૦ વર્ષની ઉંમરે સમાધિ લીધી. આજે આ જગ્યા “નાનકાના દહેરા” નામે પ્રસિદ્ધ છે. ભારતીય સમાજ જીવન પર નાનકના વિચારેની અસર નોંધપાત્ર છે. નાનકનો ઉપદેશ :
નાનકની ઉપદેશ કરવાની પદ્ધતિ બુદ્ધ અને મહાવીરની જેમ સાદી, સરળ અને લોકભોગ્ય હતી. સાદી ભાષામાં ભજને, પદ અને કીર્તને રચીને તેમણે ધર્મોપદેશ કર્યો હતો. નાનકે જાતે કઈ ગ્રંથ લખે નથી. પરંતુ પાંચમા ગુરુ અર્જુનદેવે તેમને ઉપદેશ જાળવી રાખવા, તેમની વાણીને ગ્રંથસાહેબના પ્રથમ મહોલ્લામાં ગોઠવી છે. નાનકની વાણું “જપજી” નામે ઓળખાય છે. આ વાણીમાં
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ગુજરાતના ધર્મ સંપ્રદાય પરમાત્માના જપને મહિમા ગાવામાં આવ્યા છે. નાનકના પદોમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની છાંટ જોવા મળે છે.
એમના ઉપદેશને સાર એ છે કે, માનવી એ પ્રથમ માનવી છે પછી તે હિંદુ કે મુસલમાન છે. અજ્ઞાન દૂર કરવા માટે, અસત્યમાંથી સત્ય તરફ જવા માટે, મનુષ્ય સતગુરુનું શરણું લેવું જોઈએ. ઈશ્વરનું વખતોવખત સ્મરણ કરવા માટે તેમના નામને જપ કરવો જોઈએ..
અનેક તીર્થોમાં સ્નાન કરવાથી કે માથું મુંડાવવાથી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. ભલાઈનાં કાર્યો કરવાથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. સત્કર્મ એ જ મુક્તિના માર્ગને દરવાજે છે. ઈશ્વરના દરબારમાં જવા માટે મન, વચન અને કાર્યની નિર્દોષતા આવશ્યક છે.
ગુરુ નાનકના ઉપદેશમાં ઈપણ જગ્યાએ સાંપ્રદાયિકતા દેખાતી નથી, પણું માનવધર્મ ટપકતો જોવા મળે છે. તેમને માર્ગ હિંદુ-મુસ્લિમ દરેકને ઉપયોગી થાય તેવો છે. ભારતની પરંપરામાં નાનક આ કારણથી હિંદુઓના ગુરુ અને મુસલમાનના પીર તરીકે ઓળખાય છે. . શીખધર્મની ગુરુ પરંપરા :
ગુરુ નાનક પછી તેમની વિચારધારાને બીજા નવ ગુરુઓએ ચાલુ રાખી અને શીખ ધર્મને વ્યવસ્થિત કર્યો. ગુરુ નાનક પિતાની પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવા માગતા ન હતા. પણ પોતાનું કાર્ય ચાલુ રહે તે હેતુથી ગુરુ ગાદી પિતાના શિષ્ય લહનાને આપી તેનું નામ “અંગદ” રાખ્યું. આથી ગુરુ અંગદ શીખ ધર્મના વિકાસમાં બીજા ગુરુ તરીકે જાણીતા છે. પોતાના કાર્યને લોકપ્રિય બનાવવા માટે તેમણે લંગર(મફત ભેજન)ની વ્યવસ્થા કરી અને ગુરુમુખી લિપિની શોધ કરી. તેમની વાણી ગ્રંથ સાહેબના બીજા મહોલ્લામાં સચવાયેલ છે.
અમરદાસ એ શીખ ધર્મને ત્રીજા ગુરુ તરીકે ઓળખાય છે. તેઓ વૈષ્ણવ હતા. તેમણે મુસલમાનોની કનડગત સામે શીખ ધર્મનું ચેતન ટકાવી રાખ્યું. સાધુ સંતો માટે અન્નક્ષેત્રો શરૂ કર્યા. પડદાપ્રથા અને સતીપ્રથા અટકાવવા પ્રયત્ન કર્યો. તેમની વાણી ગ્રંથ સાહેબને ત્રીજા મહેલામાં સચવાઈ છે.
શીખ ધર્મના વિકાસમાં ચેથા ગુરુ તરીકે રામદાસ પ્રખ્યાત છે. તેઓ અમરદાસના જમાઈ થતા હતા. મુસ્લિમ રાજ્ય સામે ટક્કર લેવા માટે તેમણે શિષ્ય પાસેથી નિયમિત દક્ષિણા લેવી શરૂ કરી. તેમણે અમૃતસરના સરોવરને પાયે નાખ્યા હતા. તેમજ હરિમંદિર બાંધવાની શરૂઆત કરી હતી મુઘલ બાદશાહ અકબર
Page #172
--------------------------------------------------------------------------
________________
શીખ ધર્મ
૧૬૩
તેમના ગુણોથી પ્રભાવિત થયા હતા. તેમની વાણી ગ્રંથ સાહેબના ચોથા મહેલ્લામાં સચવાયેલી છે. આ ગુરુએ ગાદીને વારસો શિષ્યને બદલે પુત્રને આપવાનું શરૂ કર્યું; આ તેમની ભયંકર ભૂલ હતી. શીખ ધર્મની પડતીનાં આનાથી બી વિવાયાં.
ગુરુ અજુનદેવ શીખ ધર્મના ઇતિહાસમાં પાંચમા ગુરુ તરીકે પ્રખ્યાત થયેલા છે. અમૃતસરમાં હરિ મંદિર બંધાવવાનું કાર્ય તેમણે પૂરું કર્યું. આ મંદિર આજે સુવર્ણમંદિર તરીકે ઓળખાય છે. તેમનું બીજું નેધપત્ર કાર્ય ગુંથસાહેબનું સંપાદન છે. તેમણે પોતાની આગળ થઈ ગયેલા ગુરુની વાણીને ગ્રંથસ્થ કરવા પ્રત્યન કર્યો. તેમની વાણી ગ્રંથ સાહેબના પાંચમા મહોલ્લામાં સંગ્રહવામાં આવી છે અને સુખમનીના નામે પ્રખ્યાત છે.
ગુરુ અજુનદેવ પછી તેમના પુત્ર હરગોવિંદ ગાદીએ બેઠા. તે છઠ્ઠા ગુરુ તરીકે ઓળખાય છે. હરગોવિદે શીખોને હથિયાર ધારણ કરવાની પ્રેરણું આપી. ભક્તિજ્ઞાન અને વૈરાગ્યની સાથે શૌર્યને ઉપદેશ આપ્યો. મુઘલ બાદશાહ જહાંગીર સામે ટક્કર લીધી. શીખોની એકતા સાધવા તેમણે સક્રિય પ્રયત્નો શરૂ કર્યા. શીખોને હથિયાર ધારણ કરવાનો આદેશ આપ્યો. તેમની વાણું ગ્રંથસાહેબના છઠ્ઠા મહોલ્લામાં ગોઠવવામાં આવી છે.
સાતમા ગુરુ હરરાય બાળપણથી જ સંત હતા. તેમણે ઔરંગઝેબ સામે ૧૬ વર્ષ સુધી ટક્કર લીધી અને શીખ ધર્મને પ્રચાર કર્યો. કહેવાય છે કે શાહજહાંને પુત્ર “દારા” આ ગુરુને પરમ ભક્ત હતો. તેમની વાણુ ગ્રંથ સાહેબના સાતમા મહેલામાં સચવાયેલ છે.
હરરાય પછી શીખ પરંપરામાં આઠમાં ગુરુ તરીકે હરિકૃષ્ણ આવે છે. તેમને પણ અગાઉના ગુરુઓની પરંપરા ટકાવી રાખી અને ભજન દ્વારા ધર્મના મહિમા વધાર્યો. તેમની વાણું ગ્રંથસાહેબના આઠમા મહેલામાં સચવાયેલ છે.
નવમા ગુરુ તેગબહાદૂર શી ખ પરંપરામાં નામાંકિત વિભૂતિ મનાય છે. શાંતિ અને વૈરાગ્યની તેઓ જીવંત પ્રતિમા હતા. માનવકલ્યાણ માટે તેમણે અનેક કુવાઓ અને સરોવર બંધાવ્યાં હતાં. છેક આસામ સુધી યાત્રા કરીને તેમણે શીખ ધર્મનો પ્રચાર કર્યો હતો. મુઘલ બાદશાહ ઔરંગઝેબે ધર્માન્તર કરાવવા આ ગુરુ પર ઘણા અત્યાચાર કર્યા, પણ તેઓ પોતાના માર્ગમાંથી ચલિત થયા નહિ અને ધર્મની વેદી ઉપર જ પોતાની જાતનું બલિદાન આપી દીધું. તેમને ઉપદેશ ગ્રંથ સાહેબના નવમા મહોલ્લામાં સચવાયેલું છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૪
|
ગુજરાતના ધામ સંપ્રદાય
ગુરુ તેગબહાદુર ૫છી છેલ્લા અને દસમા ગુરુ આવે છે ગુરૂગોવિંદસિંહ. તેમણે ઘણું કુમળી વયે શીખોનું નેતૃત્વ લીધું. શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત થઈ તેમણે ધર્મસુધારણા અને સમાજ સુધારણાનું કાર્ય આરંવ્યું. કહેવાય છે કે ધર્મથી ચલિત કરવા તેમના બે પુત્રોને ઔરંગઝેબે દીવાલમાં જીવતા ચણી લીધા, છતાં તેઓ ધર્મથી ચલિત ન થયા. ધીરજ અને કરુણા એ તેમના જીવનની બે બાજુઓ હતી. શીખોને વ્યવસ્થિત કરવા તેમણે “ખાલસા” નામની સંસ્થા શરૂ કરી. તેઓ કહેતા કે તમારો ધર્મ “સિંહ” ધર્મ છે. તેથી સિંહનું નામ રાખો. આ પદ્ધતિમાં તેમણે શીખને પાંચ કક્કો ધારણ કરવાને ઉપદેશ આપે. આ પાંચ કક્કા તે કેશ (લાંબાવાળ), કંઘી (નાની કાંસકી), કિરપાણ (નાની તલવાર), કચ્છ અને કડુ. આ પાંચ ચિહ્નો આજે પણ શીખ ધર્મનાં આવશ્યક અંગ ગણાય છે. ખાલસા પદ્ધતિની સાથે, તેમણે ગુરુ પરંપરા બંધ કરાવી અને ગ્રંથ સાહેબને ગુરુસ્થાને બેસાડયા.
ગુરુ નાનક પછી આ બધા શીખગુરુઓએ શીખ ધર્મને ટકાવી રાખવા માટે તનતોડ પ્રયત્ન કર્યા. ધર્મકાર્યોની સાથે સાથે તેમણે વાવ, કૂવા, સરોવર અને ધર્મશાળાઓ બંધાવી માનવકલ્યાણનાં અનેક કાર્યો કર્યા. ગુજરાતમાં શીખ ધર્મને પ્રસાર
ગુજરાતમાં શીખપ્રજા કઈ એક ઠેકાણે સમૂહમાં વસતી નથી. તેઓ ધંધાર્થે છૂટાછવાયા વસતા હેવાથી શીખ ધર્મનાં કે કેન્દ્રો ગુજરાતમાં અસ્તિત્વમાં નથી. અમદાવાદ, વડોદરા વગેરે સ્થળોએ તેમનાં ગુરુદ્વારે આવેલાં છે. અમદાવાદમાં શીખેનાં ત્રણ મુખ્ય ગુરુદ્વારો (૧) સરસપુર, (૨) મણિનગર અને (૩) દૂધેશ્વર રોડ પર આવેલાં છે. તેમાં સરસપુરવાળું ગુરુદ્વાર પ્રેમસભા અકાલીદળ, મણિનગરનું ગુરુદ્વાર ગુરુનાનક દરબાર અને દૂધેશ્વર રોડ પરનું ગુરુદ્વાર ગુરુદ્વારાસીંગ સભાના નામે ઓળખાય છે. મણિનગર અને સરસપુરનાં ગુરુદ્વારામાં કેટલાક લેખ જોવા મળે છે. તેમાંથી આ ગુરુદ્વારની શિલારોપણ વિધિ તથા પાલખીના સુશોભન અંગેની માહિતી મળે છે.
* સરસપુર બાલાપીર વિસ્તારમાં આવેલા પ્રેમસભા અકાલી દ્વારા પ્રવેશદ્વારની જમણી બાજુએ બહારની દીવાલ ઉપર વિ. સં. ૨૦૨૭(ઈ.સ ૧૯૭૦)ની સાલને લેખ જોવા મળે છે. લેખની ભાષા દ્વિભાષી છે. ઉપરનું લખાણ અંગ્રેજીમાં અને નીચેનું લખાણ ગુજરાતીમાં છે. લેખની શરૂઆત આશીર્વાદથી શરૂ કરેલ છે. પંક્તિઓની બને બાજુએ શીખ ધર્મનું મંગલ ચિહ્ન છે. લેખને અંતે “પ્રેમસભા અકાલીદલ ગુરુદ્વાર” નામ તેના અધ્યક્ષના નામ તથા હોદ્દો સાથે લખેલ છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
શીખ ધર્મ
આ લેખ દ્વારા જાણવા મળે છે કે ગુરુદ્વારા પ્રેમસભા અકાલીદલ તથા ગુરુનાનક ખાલસા સ્કૂલ સરસપુરની શિલારોપણ વિધિ સંતશ્રી ૧૦૮ પંડિત નેહમલસિંધજી મહારાજના વરદ હસ્તે વિ. સં. ૨૦૧૭ના પિષ માસની ૧૩ અને ઈ.સ. ૧૯૭૦, ડિસેમ્બરની ર૭ મી તારીખ ને રવિવારે કરવામાં આવી હતી.
લેખમાંથી દાનની રકમ અને દાતાઓનાં નામ મળે છે.
મણિનગર પાસે પુનિત આશ્રમ નજિક ગોળલીમડા વિસ્તારમાં આવેલા ગુરુદ્વારમાંથી મળેલા લેખ ગુરુનાનકના દરબારની અંદરની એક પાલખીની પાછળની બાજુએ કતરેલા છે. આ લેખ પરથી જાણવા મળે છે કે શ્રીમતી લક્ષ્મીબાઈ ભેજરાજમલે પોતાના પતિની યાદમાં પાલખી અને આરસના મંચના સુશોભન માટે દાન આપ્યું હતું,
આ ત્રસ્ય લેખો પરથી જણાય છે કે ગુજરાતમાં શીખ ધર્મને પ્રસાર આ સદીમાં જ થયેલો છે. લગભગ ૫૦ વર્ષ પહેલાં આ ગુરુદ્વાર અસ્તિ ત્વમાં આવેલ છે. તેમાં શીખ ધર્મના અનુયાયીઓ ભક્તિભાવે જાય છે. ત્યાં ચર્થ સાહેબ પૂજન, અર્ચન વગેરે થાય છે. કથા-વાર્તા સંભળાવવામાં આવે છે. અહીં ગ્રંથ સાહેબની પૂજા વૈષ્ણવ મંદિરને અનુરૂપ થાય છે. વારતહેવારે ભજને થાય છે. પ્રસાદ વહેંચાય છે. અહીં પણ દાનને મહિમા વર્તાય છે. ગુરુદ્વારાના નિભાવ અર્થે દાન આપવામાં આવે છે. ગુરુદ્વારાનું સંચાલન શીખોની બનેલી જુદી જુદી કમિટિઓ દ્વારા થાય છે. અહીંનાં લખાણોમાં ગુરુમુખી લિપિને ઉપયોગ થયેલ જોવા મળે છે.
ઉત્સવોમાં નાનક જયંતી અને ગુરૂગોવિંદસિંહ જયંતીને ઉત્સવ બહુ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. નાનક જયંતીને ઉત્સવ કાર્તિક સુદ પુનમ અને જેઠ સુદ સાતમના રોજ ઊજવાય છે. આ દિવસેએ એ ગુરુદ્વારામાં અખંડ પાઠ થાય છે. હથિયારોનું પૂજન કરે છે. ગરીબોને ભોજન અપાય છે.
સંદર્ભ ગ્રંથ (૧) ડે. હ. ગં. શાસ્ત્રી અને
અમદાવાદના ગુરુદ્વારના શિલાલેખ, . ભારતીબેન શેલત
બુદ્ધિપ્રકાશ, એપ્રિલ ૧૯૮૧. (૨) દલપતસિંહ પઢિયાર
“ગુરુનાનક'-ગુજરાત વિદ્યાપીઠ, ૧૯૭૧ (૩) ડો. ચીનુભાઈ નાયક અને . --- જગતના ધર્મોની વિકાસ રેખા. ડો. પનુભાઈ ભટ્ટ
અમદાવાદ. ૧૯૬૪.
Page #175
--------------------------------------------------------------------------
________________
યહૂદી ધર્મ
યહૂદી પ્રજા સેમેટિક જાતીની છે. તેઓ પશુપાલન અર્થે જુદા જુદા પ્રદેશોમાં ફરતા રહેતા. ઇ.સ. પૂ. ૨૦૦૦ના અરસામાં આ પ્રજાએ ભૂમધ્ય સમુદ્રની પૂર્વે જેડન નદીની પેલે પાર અબ્રાહમ નામના અગ્રણીને માર્ગદર્શન હેઠળ વસવાટ કર્યો. અહીં તેઓ હિબ્રુ પ્રજા તરીકે ઓળખાવા લાગ્યા. પરંતુ ઈ.સ. પૂર્વે બારમા સૈકામાં પયગંબર મોઝીઝ ઈજિપ્તમાંથી નાસી આવીને પેલેસ્ટાઈનમાં વસ્યા ત્યારથી પેલેસ્ટાઈન તેઓની માતૃભૂમિ બન્યું. આ પ્રજાને ધર્મ યહૂદી ધર્મ તરીકે ઓળખાય છે. ધર્મને નામે તેમને વખતોવખત માતૃભૂમિને ત્યાગ કરવો પડ્યો હોવાથી, આ પ્રજા સમગ્ર જગતમાં છૂટીછવાઈ પથરાયેલી છે. તેથી યહૂદી ધર્મ હાલમાં ક્યા વિસ્તારમાં સવિશેષ પ્રચલિત છે તે કહી શકાતું નથી. હાલમાં ઈ. સ. ૧૯૭૩થી ઈઝરાયેલ યહૂદી પ્રજાનું મુખ્ય મથક બન્યું છે.
જગતના વિદ્યમાન ધર્મોમાં યહૂદી ધર્મ ઘણે પ્રાચીન છે. તેને મુખ્ય દેવ “યહોવાહ' નામથી ઓળખાય છે. આ ધર્મના શાસ્ત્રોના વીસ ગ્રંથ છે. તે સર્વ હિબ્રુ ભાષામાં લખાયેલ છે. જૂને કરાર એ આ ધર્મને મહત્વને ગ્રંથ મનાય છે.
યહૂદી ધર્મના મુખ્ય દેવ યહોવાહના નામે જાણીતા છે. આ દેવનું મુખ્ય સ્થાન સિનાઈ પર્વત (ઈજિપ્ત પાસે) હોવાનું મનાય છે. યહૂદીઓની માન્યતા પ્રમાણે આ દેવ વાદળો અને વીજળીના કડાકાઓમાંથી ઉત્પન્ન થાય છે. આથી તે કોઈ આકાશદેવ હેવાનું અનુમાની શકાય. તે ફળદ્રુપતાના દેવતા તરીકે પૂજાય છે. યુદ્ધમાં તે લશ્કરની આગળ ચાલે છે એમ મનાય છે. આ દેવે પયગંબર મોઝીઝને દસ આજ્ઞાઓ આપી હોવાનું કહેવાય છે. આ દસ આજ્ઞાઓ દ્વારા મેઝીઝે લોકોને સામાજિક અન્યાયોમાંથી છોડાવી ધર્મનિષ્ઠ અને શ્રદ્ધાળુ બનાવ્યા.
યહૂદી ધર્મના પ્રર્વતકેએ એકેશ્વરવાદને પ્રચાર કર્યો. તેમણે ઉપદેશ આપ્યો કે, સમગ્ર વિશ્વને દેવ એક છે. દસ આજ્ઞાઓ દ્વારા વિવિધ દેવોની પૂજા, ખૂનામરકી, વ્યભિચાર, મૂર્તિપૂજા વગેરેને સમાજમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. દસ આજ્ઞાઓ દ્વારા યહોવાહે જણુવ્યું કે “હું જ તારે પ્રભુ છું. આ
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૭
યહૂદી ધામ
દ્વારા એકેશ્વરવાદને પ્રચાર થયે. યહૂદીઓએ બાઈબલમાં ભગવાનને માનવી અને પશુના રક્ષક તરીકે સંબોધ્યા છે. અહીં માનવી માનવી વચ્ચેના વ્યવહારના નિયમો નકકી કરવામાં આવ્યા છે.
આ યુદી પ્રજાનું ભારતમાં ક્યારે આગમન થયું, તે અંગે જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર ઈ. સ. પૂ. ૭૨૨માં એસેરિયાના ત્રાસથી બચવા પેલેસ્ટાઈન છોડીને કેટલાક યહૂદીઓ ભારત આવ્યા તેમ મનાય છે. બીજી એક માન્યતા એવી છે કે ઈ.સ.પૂ. ૫૮૭માં ખાલ્ડીયનના રાજા નેબુશદરે ઝારના ત્રાસથી બચવા કેટલાક યહૂદીઓ ભારતમાં આવ્યા, તો કેટલાક માને છે કે ઈ. સ. ૭૦માં રેમન સમ્રાટ નીચેના સેનાપતિએ જેરુસલેમ જીતી લેતાં ઘણું યહૂદીઓ ભારતમાં આવ્યા. આ ઉપરાંત બીજી પણ એવી અનુશ્રુતિ છે કે ઈ. સ. પૂ. ૧૭૫માં ઈજિપ્તના ગ્રીક રાજવી એન્ટીઓકસે ઈઝરાયેલ જીતતાં યહૂદીઓ વેપાર માટે પશ્ચિમ ભારતના કંકણ કિનારાના થેલ બંદરે ઊતર્યા. ભારતમાં યદીઓ બે જૂથમાં આવ્યા હતા. એક જૂથ કેરાલામાં વસ્યું, તે મલયાલમ ભાષા બોલવા લાગ્યું. બીજુ મહારાષ્ટ્રમાં વસ્યું, તે મરાઠી ભાષા બોલવા લાગ્યું.
આમ, આ પ્રજા ૨૦૦ વર્ષ પૂર્વે મહારાષ્ટ્રના કેલાબા જિલ્લાના નવગાંવમાં વેપાર અર્થે આવીને વસી, બ્રિટિશકાળ દરમ્યાન ઘણું યદીઓ લશ્કરમાં જોડાયેલા. ઘણું રેલવેમાં કે અન્ય સરકારી નોકરીમાં જોડાયેલા. ભારતમાં ક્યારે પણ યહૂદીઓની વસ્તી ૩૦૦૦ કરતાં વધી નથી અને ૭૦૦૦ કરતા ઓછી થઈ નથી. ગુજરાતમાં યહૂદીઓઃ '
લગભગ એગણીસમી સદીની શરૂઆતમાં યહૂદીઓ ગુજરાતમાં આવ્યા હોવાનું મનાય છે. સૂરતમાં સ્થપાયેલ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની કેડીમાં ઘણું યદીઓ કામ કરતા હોવાનું અનુમાન સૂરતના જૂના કબ્રસ્તાનમાં આવેલી કેટલીક યદીઓની કબરે ઉપરથી થઈ શકે છે. સૂરતમાં પ્રાર્થનાલય હતું. હાલમાં તેના કઈ અવશેષ જોવા મળતા નથી. સૂરતના કબ્રસ્તાનમાં આવેલી કેટલીક યાદી કબરોના લેખો હિબ્રુ ભાષામાં લખાયેલ છે. મહારાષ્ટ્રમાં વસેલી બેન-ઈઝરાએલ કેમના માણસો ગુજરાતમાં ૧૯મી સદીમાં આવેલા તેઓમાંના ઘણા મુંબઈ ઈલાકાની લશ્કરની ટુકડીઓમાં જોડાયેલ હતા. અમદાવાદમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તેઓનું જૂનું કબ્રસ્તાન આવેલું છે. વડોદરા શહેરમાં બહારના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં બેને ઈઝરાઈલ કામનું એક કબ્રસ્તાન આવેલું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ગામેથી લગભગ ૨.૫ કિ.મી.ના અંતરે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ગુજરાતના ધર્મ સંપ્રદાય આ કેમનું એક કબ્રસ્તાન આવેલું છે. હાલમાં એ વિસ્તારમાં નવું ડીસા વસેલું છે. ત્યાં જૂની કબર ઉપર ઈ.સ. ૧૮૮૬ની સાલ વંચાય છે. રાજકોટ અને ભૂજમાં પણ યદી કબ્રસ્તાને છે.
આમ, ઓગણીસમી સદી દરમ્યાન ગુજરાતમાં જુદે જુદે ઠેકાણે યદી કોમ પથરાયેલી હતી. ગુજરાતમાં વર્ષમાં યહૂદી કુટુંબનું વડુમથક અમદાવાદ છે. ઈ.સ. ૧૮૪૮માં અહીં માત્ર ચાલીસ કુટુંબ વસતાં હતાં. તેમાંના એક ડો. અબ્રાહામાં બેન્જામીન એરુણકર સિવિલ હોસ્પિટલના સર્જન હતા. આ કુટુંબમાં સંગઠનની પ્રેરણા ડે.એરુલકરે જગાવી. તેઓ હિબ્રુ ભાષાના નિષ્ણાત હતા. પોતે ધર્મનિષ્ઠ હતા. તેમણે પોતાના મકાનમાં પ્રાર્થના ખંડ શરૂ કરેલ. અહીં સેમ્બાથ અને તરાહના દિવસોએ સમૂહ પ્રાર્થના થતી. તેમણે અમદાવાદમાં જમીન ખરીદી હતી. બીજાએને પણ જમીન ખરીદવા પ્રેર્યા હતા. બીજા એક યહૂદી સજજન ડે. જોસેફ સોલેમન દાંડેકર અમદાવાદની ગાંડાની હોસ્પિટલમાં ઈ. સ. ૧૮૬૬માં નિમાયા હતા. અમદાવાદમાં ઈ. સ. ૧૯૧૧માં યહૂદીઓની વસ્તી ૩૦૬ પુરુષો અને ૨૭૬ સ્ત્રીઓ હતી. અમદાવાદ શહેરની અંદર ખમાસા ચંકી પાસે ઈ. સ. ૧૯૩૮માં એક સીનેગોગ બાંધવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાલયનું નામે માગેન અબ્રાહામ રાખેલ છે. સેનેગેગમાં સ્તંભ વિનાને વિશાળ ખંડ છે. બાજુમાં કોઠાર છે.
ગુજરાતમાં યહુદીઓની સંખ્યા ઈ.સ. ૧૯૪૮માં લગભગ ૮૦૦ સુધી પહોંચી હતી. પણ હવે ઘણા યહૂદીઓ નવોદિત ઈઝરાયેલ દેશમાં જઈ વસ્યા હોવાથી તેમની અહીંની સંખ્યા ઘટીને લગભગ ૨૫૦ જેટલી થઈ છે. યહૂદીઓની ધર્મભાવના :
યહૂદીઓ લગભગ બે હજાર વર્ષથી ભારતમાં જુદા જુદા પ્રદેશમાં વસતા હઈ તેમના આચારવિચાર ઉપર પ્રાદેશિક અસર વર્તાય છે. અહીંના યહૂદીકુટુંબોમાં છોકરા છોકરીના વિવાહમાં કેઇ મધ્યસ્થી હોય છે. છોકરાનો બાપ હેકરીના બાપ પાસે પ્રસ્તાવ લઈને જાય છે. બંને પક્ષે સંમત થતાં ગળ્યું મેટું કરાવીને વીંટીની અદલાબદલી થાય છે. લગ્ન સિનેગૉગમાં થાય છે. આ વખતે કરાર થાય છે. શરબત અપાય છે. વર-વધૂ અડધે અડધે હાલે શરબત પીએ છે. પછી પ્યાલાને રૂમાલમાં મૂકીને ફોડી નાખે છે. આ વખતે જુના કરારમાંથી ધાર્મિક વાંચન થાય છે. મંગલસૂત્ર ભેટ અપાય છે. મંગલસૂત્રને હર્ઝમીન” (ધર્મગુરુ) પ્યાલામાં મૂકી તેના પર ધાર્મિકવિધિ કરે છે. લગ્ન પછી પવિત્ર રાહ ગ્રંથના દર્શન કરાવવામાં આવે છે. પછી વરકન્યા ઘેર જાય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
ચહૂદી ધર્મ
યહૂદીઓ, ખ્રિસ્તીઓ તેમજ મુસલમાનોની માફક શબને દફનાવે છે. મૃત્યુ સમયે દાન પુણ્ય કરવાનો રિવાજ નથી. શબને સ્નાન કરાવી, પવિત્ર વસ્ત્ર પહેરાવી ધૂપ, અબીલ વગેરે સુગંધી પદાર્થો તેના પર નાખવામાં આવે છે. અંતિમ દર્શન કરાવી મુખ ઢાંકી દેવામાં આવે છે. આ વખતે સંબંધીઓ શબની આંખ ઉપર જેરુસલેમની માટી પધરાવે છે. આ પછી પ્રાર્થના વગેરે કરીને શબને કબ્રસ્તાનમાં લઈ જવામાં આવે છે. શબને લઇ જતાં રસ્તામાં સેનેગૉગ આવે તે તેના બારણું આગળ શબને મૂકીને પ્રાર્થના કરવામાં આવે છે. કબ્રસ્તાનમાં શબને દફનાવ્યા બાદ, મરનારના સંબંધીઓ સાત દિવસ સુધી દાઢી કે સ્નાન કરીને સૂતક પાળે છે. મરણોત્તર વિધિ સાદાઇથી, કે ભવ્ય રીતે થાય છે. તેમાં સ્થિતિ પ્રમાણે કુટુંબીઓ ફાળો આપે છે. અહીંના સમાજમાં ધાર્મિક નાણાનો ઉપયોગ અયોગ્ય રીતે કરવાની વૃત્તિ દેખાતી નથી. ઉત્સવ :
આ ધર્મના બે નોંધપાત્ર ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે: (૧) હનુકા-મુક્તિ દિનની યાદમાં ઉજવાય છે. (૨) રોશહશાના (યહૂદીનું નવું વર્ષ) આ પ્રજા ઘણી જ ધાર્મિક રીતે પોતાના ઉત્સવ ઊજવે છે. આ વખતે તેઓ બોલે છે કે “આપણો ઈશ્વર એક જ છે.” અમદાવાદનું યહૂદી સીનેરોગ અને ત્યાંનું યહૂદી કબ્રસ્તાન
યદીઓ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સૂરત, ડીસા, રાજકોટ, વઢવાણ, ભૂજ વગેરે સ્થળોએ છૂટાછવાયા વસ્યા હતા. અમદાવાદમાં આવેલું સેનેગૉગ એ સમસ્ત ગુજરાતનું એક માત્ર સેનેગેાંગ હતું. અમદાવાદમાં તેઓનું કબ્રસ્તાન પહેલાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં હતું. હાલનું કબ્રસ્તાન દુધેશ્વરના માર્ગે આવેલું છે.
અમદાવાદમાં ખમાસા ચોકી પાસે બુખારાના મહોલ્લામાં આવેલ યહૂદીઓના સેનેગના મુખ્ય દરવાજાની જમણી બાજુએ બહારની દીવાલ ઉપર એક લેખ હિબ્રુ, અંગ્રેજી અને મરાઠી ભાષામાં કરેલ છે. લેખને સમાવેશ ૧૦ પંક્તિમાં થાય છે. લેખમાં જણાવ્યું છે કે “માગ્રેન અબ્રાહમ સેનેગાંગ અમદાવાદની આ કેશિલા ડે. મિસિર આબિગાયેલબાઈ બે-જામીન આયઝેક ભનકર એલ. સી.પી.એસ.ના હસ્તે હિબ્રુ વર્ષ ૫૬૯૪ (ઇસ.૧૯૩૩)માં સ્થાપવામાં આવી હતી.”
આ સેનેગ(પ્રાર્થના મંદિર)ને જે વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે તે હૈ. અબ્રાહમ અમદાવાદમાં અગત્યનું સ્થાન ધરાવતા હતા. તેમણે પહેલું પ્રાર્થનાલય પોતાના મકાનમાં શરૂ કરેલું.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ગુજરાતના ધમ સંપ્રદાય અમદાવાદમાં દુધેશ્વર રોડ ઉપર એડવાન્સ મિલની પાછળના ભાગમાં યહૂદીઓનું કબ્રસ્તાન આવેલું છે. એમાં શ્રીમતી આબિગાયેલબાઈ ભનકરની કબર છે. આ કબ્રસ્તાનમાં લગભગ ૪૦૦ જેટલી કબરે આવેલી છે. દલીક કબરમાં માત્ર પ્રતીકરૂપે પથ્થર ઊભું કરવામાં આવ્યો છે. કબરના આકાર જુદા જુદા છે. આ કબર ઉપર વ્યક્તિનું જન્મવર્ષ કે તારીખ તથા મૃત્યુદિન દર્શાવેલ છે. ઘણી કબરે ઉપર હિબ્રુ કે અંગ્રેજીમાં લેખ છે. આ કબરો ઉપર સહુથી વહેલામાં વહેલું વર્ષ ઇ.સ. ૧૮૮૭નું મળે છે.
અમદાવાદ તથા સૂરતમાં ઇન્ડે-ઈઝરાયેલ ફ્રેન્ડશીપ લીગ સ્થાપાઈ છે તે ગુજરાતમાં યહૂદીઓ તરફ સદ્ભાવ પ્રગટે તેવું કાર્ય કરે છે.
સંદર્ભ ગ્રંથ (૧) ચંદ્રકાંત પટેલ
ઈઝરાયેલ, અમદાવાદ, ૧૯૭૫ (૨) ગિલબર્ટ
ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનઅનુ. હિંમતલાલ આશીર્વાદ વિષયક પ્રશ્નોત્તરી (૩) ડ. હ. ગં. શાસ્ત્રી અને (૧) ગુજરાતમાં યહૂદીઓ’ પથિક, ડો. ભારતીબેન શેલત
એપ્રિલ ૧૯૮૧ (૨) યહૂદીઓ અને તેમને ભારતમાં વસવાટ,
પથિક, જાન્યુ. ૧૯૮૧ (૪) ચંદ્રકાંત પટેલ
અમદાવાદમાં યહૂદીઓને પૂર્વ ઈતિહાસ અને સાંસ્કૃતિક જીવન, ગુજ. વિદ્યાપીઠ,
મે-જૂન, ૧૯૮૨ (૫) ડૉ. ભારતીબેન શેલત (૧) અમદાવાદને યહૂદી દ્વિભાષી લેખ અને ત્યાંનું
યહૂદી કબ્રસ્તાન, ગુજરાત વિદ્યાપીઠ, માર્ચ
એપ્રિલ ૧૯૮૧ (૨) યહૂદીઓ અને તેમને ભારતમાં વસવાટ,
બુ. પ્ર, જાન્યુઆરી ૧૯૮૧
Page #180
--------------------------------------------------------------------------
________________
ખ્રિસ્તી ધર્મ
યહૂદી ધર્મ પછી સેમેટિક પ્રજાને બીજે નોંધપાત્ર ધર્મ, તે ખ્રિસ્તી ધર્મ છે. આ ધર્મના મુખ્ય પ્રચારક ઈશુ ખ્રિસ્ત કહેવાય છે. ઇશુ પોતે યહૂદી હોવા છતાં એમણે માનવજાતના કલ્યાણ માટે પ્રયત્ન કર્યા. નવી વચિારસરણ પ્રગટાવી.
ઈસુના જન્મ વખતે પેલેસ્ટાઈનમાં ચારે બાજુ અજ્ઞાનતા, અંધશ્રદ્ધા ફેલાયેલી હતી. ધર્મગુરુઓ પ્રજાની અજ્ઞાનતાને લાભ લેતા હતા. ઈસુને જન્મ બેહેમ. પરગણામાં એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમના જન્મ વિષેની અનેક દંતકથાઓ સમાજમાં પ્રચલિત છે. તેમણે વનમાં ચાલીસ દિવસ સુધી ચિંતન કરી “માર” નામના શેતાન ૫ર વિજય મેળવ્યો હતો. તેમણે પોતાને ઉપદેશ સાદી અને સરળ ભાષામાં આપ્યો હતો. ધીરે ધીરે તેમણે બાર શિષ્યોનું મંડળ. સ્થાપ્યું હતું. તેમના ઉપદેશથી યહૂદી ધર્મગુરુઓ ઘણા ગુસ્સે થયા હતા. આના પરિણામે સૂબા મારફતે ઈસુને અનેક પ્રકારને ત્રાસ આપવામાં આવ્યો હતો. છેવટે તેમને વધસ્તંભ ઉપર ચઢાવવામાં આવ્યા હતા. ઇસુનું આ બલિદાન. નિષ્ફળ ગયું ન હતું. જે કાર્ય તેઓ પોતાના જીવન દરમિયાન ન કરી શક્યા તે તેમના મૃત્યુ બાદ થયું. ઇસુના મૃત્યુ પછી ખ્રિસ્તી ધર્મને (ખાસ કરીને યુરોપમાં). વ્યાપક પ્રમાણમાં ફેલા થયો.
ઈસુને ઉપદેશઃ
ઇસુને ઉપદેશ ગિરિપ્રવચનના નામે ઓળખાય છે. તેમના ઉપદેશનો મુખ્ય. સાર આ પ્રમાણે હતો.
ઈશ્વર મનુષ્ય માત્રને પ્રેમાળ પિતા છે. બધા મનુષ્યો એક જ પિતાનાં સંતાન છે. ગરીબ, દુઃખી, દયાળુ અને પવિત્ર મનવાળા ધર્મરાજ્યના અધિકારી છે. ધર્મ માટે ગમે તે કષ્ટ સહન કરવું પડે તો પાછી પાની કરવી. નહિ. પૈસાથી સાચી શાંતિ મળતી નથી. સંતો સમાજના પ્રાણ છે. ઈશ્વરના નિયમોનું પાલન, ચારિત્ર્યના નિયમોનું પાલન તથા અહિંસાનું આચરણ કરનાર.
Page #181
--------------------------------------------------------------------------
________________
-૧૭૨
ગુજરાતના ધમ સંપ્રદાય જ ઇશ્વરના રાજ્યની નજીક જઈ શકે છે. મન, વચન અને કર્મથી વ્યભિચાર કરવો નહિ, ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મને પ્રચાર :
દક્ષિણ ભારતમાં ઇસુની બીજી સદીના ઉત્તરાર્ધમાં ખ્રિસ્તીઓ આવી વસ્યા હતા. ઈસુની બીજી સદીમાં દક્ષિણ ભારતમાં ખ્રિસ્તી ચર્ચ સ્થપાયું હતું, પણ આ સમયે ભારતીય પ્રજા ઉપર ખ્રિસ્તી ધર્મની કોઇ અસર પડી ન હતી. દક્ષિણ ભારતમાં ધીરે ધીરે પોર્ટુગીઝોની વસ્તી વધતાં ખ્રિસ્તી ધર્મને ફેલાવો થવા લાગે.
સલતનતકાલ દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલ દીવ બંદરમાં કેટલાક ફિરંગીઓ વસતા હતા. તેમણે ધીરે ધીરે દીવ અને દમણું બંદરમાં પિતાની સત્તા સ્થાપી. ત્યાં તેમણે ખ્રિસ્તી ધર્મનાં દેવળો બંધાવ્યાં. દમણમાં હાલ તે સમયનું પ્રાચીન દેવળ આવેલું છે.
મુઘલકાલ દરમિયાન અકબરના આમંત્રણથી ખ્રિસ્તી ધર્મ પ્રચારકોનું એક પ્રતિનિધિમંડળ દિહી ગયું હતું. તેઓ ત્યાં અકબરના દરબારમાં ઇ.સ. ૧૫૯૪થી ૧૬૧૯ સુધી રહ્યા હતા. બાદશાહ અકબર ખ્રિસ્તી ધર્મગુરુઓની ભાવનાથી ઘણો ખુશ થયે હતો. તેણે તેમને પોતાના રાજ્યમાં વસવાની છૂટ આપી હતી. આ માટે તેણે ઇ.સ. ૧૫૯૭-૯૮માં એક ખાસ ફરમાન બહાર પાડ્યું હતું. આ ફરમાનમાં તેણે ફિરંગીઓને ખંભાતમાં પોતાના ધર્મનું દેવળ બાંધવાની છૂટ આપી હતી. જહાંગીરના ફરમાનમાં ફિરંગીઓને અમદાવાદમાં દેવળ બાંધવાની છૂટ આપી હતી (ઈ.સ. ૧૬૧૨) અને ત્રીજા ફરમાન દ્વારા બાદશાહ જહાંગીરે ઝવેરીવાડમાં પાદરીઓનું કજે કરેલું મકાન તેમણે પાછુ સાંપવાને આદેશ આ હતો. આમ, મુઘલકાલ દરમિયાન ખ્રિસ્તી ધર્મને પ્રસાર ગુજરાતમાં ધીરે ધીરે વધવા લાગ્યો હતો.
મરાઠાકાલ દરમિયાન અંગ્રેજોના આગમનને કારણે સૂરત, ભરૂચ, વડોદરાની આસપાસના પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મને ફેલાવો થવા લાગ્યો. જેમ જેમ અંગ્રેજો ગુજરાતમાં સત્તા મેળવતા ગ્યા, તેમ તેમ ખ્રિસ્તી મિશનરીઓએ ધર્મના નામે ધર્માતર પ્રવૃત્તિ દ્વારા ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મને ઠીક ઠીક ફેલાવો કર્યો. મરાઠાકાલ દરમિયાન ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મની રેમન કેથલિક અને પ્રોટેસ્ટંટ શાખાને વિકાસ થયો. જેમ જેમ ખ્રિસ્તી ધર્મને પ્રસાર વધે, તેમ તેમ અંગ્રેજી ભાષાને પ્રસાર પણ વધવા લાગે. આના પરિણામે પશ્ચિમના સાહિત્ય અને વિજ્ઞાનની
Page #182
--------------------------------------------------------------------------
________________
ખ્રિસ્તી ધમ
અસરને લીધે ગુજરાતમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર ક્રાંતિ થઇ પ્રા આ ધાર્મિક સ ંસ્થાઓને નવી દષ્ટિએ જોવા લાગી. ખ્રિસ્તી મિશનરીએ એ ગુજરાતમાં પ્રચલિત હિંદુ ધર્માંની મૂર્તિ પૂજા તેમજ તેમાં વિવિધ દેવદેવીએની પૂજાને અંધશ્રદ્ધા અજ્ઞાનતામાં અને ઘટાવી, લેાકેાને ખ્રિસ્તી ધર્મ કોષ્ઠ છે એમ સમજાવી ખ્રિસ્તી ધર્મના પ્રચાર આદર્યાં, ખ્રિસ્તી મિશનરીએએ ગુજરાતમાં ખ્રિસ્તી ધર્માંના "સારની શરૂઆત સૌરાષ્ટ્રમાંથી કરી. આ સમયે અંગ્રેજોએ હિંદુએ માટે સખ્ત કાયદા ઘડયા અને ખ્રિસ્તી થનાર હિંદુઓને કર માફી તેમજ ખીજી સગવડતાએ
આપીને આકર્ષ્યા.
૧૦૩:
ઈ.સ. ૧૮૪૧માં આયલેન્ડની પ્રેસ્બિટેરીયન મડળીની અલ્સ્ટર શાળાએ જેમ્સ ગ્લાસગે। અને એલેકઝાંડર કેર નામના બે ખ્રિસ્તી પાદરીઓને ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે મેકલ્યા હતા. આ પાદરીએએ રાજકાટમાં પેાતાની કામગીરી શરૂ કરી. આ બંને પાદીએએ ગ્રામ્ય જનતામાં ફરી ફરીને ઈસુના જીવન પ્રસંગે વણ્ વીને, અભણ પ્રજાને આકર્ષવા માંડી. તેમણે અ ંગ્રેજી શાળાઓ દ્વારા ધાર્મિ ક પ્રચાર શરૂ કર્યાં. લેાકામાં ધાર્મિ ક પુસ્તકે વહેંચવા માંડયા. ઈ.સ. ૧૮૪૧ના ઓગસ્ટની ૧૬મી તારીખે એલેકઝાંડર કેરનું અચાનક અવસાન થતાં,, તેમનું કાર્યાં રેવ. આદમી ડી. ગ્લાસગેા, રેવ. જેમ્સ મકી, રેવ. રાખટ મહ ંગમરી અને જેમ્સે આગળ ધપાવ્યું. તેમણે ઇ.સ. ૧૮૪૩માં કાઠિયાવાડમાં વડીલ સભા નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થાએ ધીરે ધીરે ખ્રિસ્તી ધર્માંના ફેલાવા કર્યાં. ધીરે ધીરે ઘણા લેશએ ખ્રિસ્તી ધર્માં સ્વીકાર્યું. આ મિશને રાજકેટ, પેરબંદર અને ધેધામાં પેાતાના પ્રચારનાં કેન્દ્રો સ્થાપ્યાં. ઇ.સ. ૧૮૪૫ના એગસ્ટની ૧૮મી તારીખે કૈશવરાય નામના ગેાંસાઇએ પાદરી ગ્લાસગેાના હાથે ખાપ્ટીઝમ સંસ્કાર પામી ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યું. તેમણે ખ્રિસ્તી ધર્મના પ્રચારમાં નોંધપાત્ર ફાળા આપ્યા હતા.
ઈ.સ. ૧૮૨૦માં બાઇબલનું ગુજરાતી ભાષાંતર બહાર પાડવામાં આવ્યું,
ઇ.સ. ૧૮૪૦માં લંડનથી આવેલા લંડન મિશનરી સાસાયટીના રેવ. વિલિયમ. ફાઇવીર અને જેમ્સ સ્કીપર નામના બે મિશનરીએએ સુરત અને તેની આસપાસ-ના પ્રદેશમાં ખ્રિસ્તી ધર્માંના પ્રચારનું કાર્ય શરૂ કર્યું". આ કામાં રેવ. વિલિયમ ફાઈવીરે અગત્યના ભાગ ભજા હતા. તેમણે મુસાના પવિત્ર ગ્રંથ નવે કરારનેા તરજૂમા કરીને સૂરતમાં ઇ.સ. ૧૮૨૮માં છપાવ્યું. અહીં તેમણે પ્રાના મ ંદિર સ્થાપ્યું. ધીરે ધીરે ખ્રિસ્તી સાહિત્યને ખંહેળા પ્રચાર થવા લાગ્યો. અહીં
Page #183
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધમ સપ્રદાય
મિશન હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી. ઈ.સ. ૧૮૬૪-૭૧ દરમ્યાન રેવ. વિલિયમ ડિકશન આ શાળાના પ્રિન્સિપાલ હતા. તેમણે કેટલાક વિદ્યાથી ઓને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા તૈયાર કર્યા હતા. આ સમયે મુંબઈના ધનજીભાઈ નવરેજીએ સૂરતમાં રહીને ખ્રિસ્તી ધર્મના પ્રચાર કર્યાં, તેમણે વણુકરનાં છેાકરાં માટે શાળાઓ ખેાલી, આ શાળા મારફતે ધણા વણકરા ખ્રિસ્તી બન્યા. ઈ.સ. ૧૮૬૪માં ગુજરાતી, પારસી ખેાલીમાં નવા કરારને અનુવાદ રેવ. ધનજીભાઈ નવરાજીએ કર્યા હતા.
૧૭૪
આ પછી લડન મિશનરી સે।સાયટીએ સૂરતથી આગળ વધીને ખેારસદમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારની કામગીરી આરંભી. અહીંના મિશનની આગેવાની કર્લાકસન નામના પાદરીએ લીધી. તેમના હાથે સહુ પ્રથમ દેહવાણુ પાસેના ગારવાના ખુશાલભાઈ નામના એક વણકર ખ્રિસ્તી બન્યા. ધીરે ધીરે ખીન્ન કેટલાક વણકર ખ્રિસ્તી બન્યા. આ સર્વને ઈ.સ. ૧૮૪૭માં ખેારસદ નજીક ઘેાડીક જમીન ખરીદીને તેમાં ધર બંધાવી કર્લાકસને વસાવ્યા. ધીરે ધીરે દેહવાણુ, જ ખુસર વગેરે સ્થળે ખ્રિસ્તી ધર્માંના અનુયાયીએ વધવા લાગ્યા. કેટલાક કાળી લાએ ઈ.સ. ૧૮૫૧માં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યેા. આમ, ખ્રિસ્તી ધર્માંના પ્રચાર માટે સ્થપાયેલ મહીકાંઠા મિશને લગભગ ચૌદ વર્ષ સુધી ખ્રિસ્તી ધર્મના પ્રચારનું ઉત્તમ કાર્ય કર્યુ.. ધીરે ધીરે ખેારસદમાં નિશાળ અને દેવળ બંધાયાં. ઈ.સ. ૧૮૪૭માં ખેારસદ નજીક ખાસીવાડાના પાયા નંખાયા. ખાસીવાડીમાં અનેક ખ્રિસ્તીએ વસવા લાગ્યા. અહીં ખ્રિસ્તી ધર્માંના અનુયાયીએનું પ્રાચીન કમ્રસ્તાન આવેલું છે. ઈ.સ. ૧૮૬૧માં અમદાવાદમાં ‘મૂર' નામના પાદરીની આગેવાની હેઠળ ખ્રિસ્તી ધર્મના પ્રચારના આરભ થયા. ઈ.સ. ૧૮૬૬માં એક અંગ્રેજી શાળા શરૂ કરવામાં આવી. ધીરે ધીરે તેમાંથી ઈ.સ. ૧૮૭૫માં હાઈસ્કૂલ થઈ. ઈ.સ. ૧૮૭૮માં અમદાવાદમાં વસતા ખ્રિસ્તીએની સ ંખ્યા અલ્પ હતી. ધીરે ધીરે તેમની સંખ્યા ઈ.સ. ૧૯૩૯માં સારા પ્રમાણમાં વધી. આ પછી પણ સ ંખ્યામાં નોંધપાત્ર વધારા થવા લાગ્યા. આજે અમદાવાદમાં આઈ. પી. મિશન સ્કૂલ, સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ જેવી સ ંસ્થાએ તેમજ જુદે જુદે સ્થળે ખ્રિસ્તી દેવળેા આવેલાં છે. દેવળામાં વિકટારિયા ગાર્ડન આગળનું દેવળ તેમજ ગુજરાત કૉલેજ આગળનુ દેવળ અગ્રગણ્ય છે.
આ લેન્ડના વતની રેવ. ડે. જેન શિલેડી આઈ. પી. મિશનના મિશનરી હતા. ગુજરાતમાં ૧૮૭૪થી ૧૯૧૫ સુધી તેમણે કામ કર્યું. આણુ દમાં ખ્રિસ્તી ધર્માંના પ્રચારનું કાય શિલેડી નામના પાદરીએ શરૂ કર્યું. ધીરે ધીરે આણંદ, નડિયાદ,
Page #184
--------------------------------------------------------------------------
________________
ખ્રિસ્તી ધમ
૧૭૫
વગેરે સ્થળાએ ખ્રિસ્તીમેની સંખ્યા વધવા લાગી. ઈ.સ. ૧૮૭૮માં ભાલેજ નજીક દેવળ અંધાવવામાં આવ્યું. ઈ.સ. ૧૮૮૮માં ૫ંચમહાલ દેવળ બંધાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. આ પછી ધીરે ધીરે ભરૂચ (ઈ.સ. ૧૮૮૬), ડીસા (૧૮૯૧), વઢવાણુ, કેમ્પ (૧૮૯૫), પ્રાંતીજ (૧૮૯૫), ખંભાત (૧૯૭૩) વગેરે સ્થળોએ ખ્રિસ્તી ધર્મ ના પ્રચાર અર્થે મિશનેા સ્થપાયાં.
આમ, ૧૯મી સદીમાં ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મ વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો. ખ્રિસ્તી મિશનરીઓએ સૂરતમાં મુદ્રણાલયની સ્થાપના કરી. દહેવાણુમાં અનાથ આશ્રમ શરૂ કર્યાં. જુદાં જુદાં કેન્દ્રોમાં શાળાએ સ્થાપી. જુદા જુદા સ્થળે દેવળા બંધાવ્યાં. મિશનરી પાદરીએએ સ્થાનિક પ્રજામાં ધર્મના પ્રચાર કરવા પ્રાદેશિક ગુજરાતી ભાષા શીખી લીધી. ગુજરાતી ભાષાનું વ્યાકરણ, તેનેા કાશ, ગુજરાતી વિદ્યાથી એને અંગ્રેજી શીખવા માટેની તૈયાર કર્યાં.
પાઠશાળા'' વગેરે તેમણે
ગુજરાતમાં ખ્રિસ્તીઓનાં વસવાટનાં સ્થળેા :
(૧) ખાસીવાડા (જિ. ખેડા), (૨) રાણીપુર (જિ. ખેડા), (૩) વાલેસપુર (જિ. ખેડા), (૪) ખઢાણા (જિ. ખેડા), (૫) ભાલેજ (જિ. ખેડા), (૬) સૈયદપુર (ભાલેજ પાસે), (૭) બ્રુકહિલ (આણુ ંદ પાસે), (૮) કેરીપુર (બારસદ પાસે, (૯) બ્રાઉનપુર (ભાલેજ પાસે), (૧૦) આશીપુર (ભાલેજ તાબે), (૧૧) મહુ ગમરીપુર, (૧૨) હિરપુર, (૧૩) ટેલરપુર, (૧૪) અરેઠ (જિ. સૂરત), (૧૫) કીકવાડ સૂરત પાસે, (૧૬) રૂસવાડ (સૂરત પાસે), (૧૭) સાંડસપુર (બેારસદ તાળે), (૧૮) ખેારસદ, (૧૯) આણુંદ, (૨૦) ઝાલેાદ (જિ. પ ંચમહાલ), (૨૧),ખંભાત, (૨૨) અંકલેશ્વર, (૨૩) જામનગર, (૨૪) જુનાગઢ, (૨૫) દાહેાદ, (૨૬) પેટલાદ, (૨૭) પારખંદર, (૨૮) ભત્રનાર, (૨૯) વ્યારા, (૩૦) વલસાડ, (૩૧) અમદાવાદ વગેરે. આ સમાં સૂરત, ભરૂચ, ખેરસદ, આણ ંદ, ભાલેજ, અમદાવાદ, શાહવાડી, ઘેધા, રાજકોટ, વગેરે અગ્રગણ્ય મથક હતાં.
ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓનું કાર્ય :
ગુજરાતના ગામડાંની નીચલા વર્ગની વસ્તી વસતી ધીરે ધીરે પશ્રિમના રંગે રંગાવા લાગી, ખ્રિસ્તી મિશનરીઓએ પેાતાના કાર્યની સરળતા માટે આદિવાસીની વસ્તીની વચ્ચે શાળાએ સ્થાપી. નાનાં–મેટાં દેવળા ખાંધ્યાં, ખ્રિસ્તી થનારને વસવાટ, નાફરી વગેરેની સુવિધાએ કરી આપી. શાળાએ દ્વારા તેમનામાં કેળવણીના પ્રચાર કર્યાં. આ કેળવણીના પ્રતાપે આદિવાસી જાતિએના સમાજજીવનમાં
Page #185
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય નોંધપાત્ર ફેરફાર થવા લાગ્યા. તેમના પોષાક, આચારવિચાર બદલાઈ ગયા. ખ્રિસ્તી બનનાર વર્ગ અંગ્રેજોનું અનુકરણ કરી જીવવા લાગ્યું.
' ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા અનેક ઠેકાણે દવાખાનાં તથા હોસ્પિટલો શરૂ થયાં. આ દવાખાનાં ગામડાંની પ્રજાને આશીર્વાદ સમાન નીવડ્યાં. તેમણે સ્થાપેલ અનાથાશ્રમો દ્વારા અનેક અનાથ બાળકનું પાલન થવા લાગ્યું. ખ્રિસ્તી બનનાર વર્ગ મૂર્તિપૂજાને વિરોધી અને ઈસુપ્રેમી બને. હિંદુઓ તરફનો તિરસ્કાર તેમનામાં દિવસે દિવસે વધારે રૂઢ થતો ગયો. તેમનાં નામ અંગ્રેજો જેવાં પાડવામાં આવ્યાં. તેમને રાજ્ય તરફથી અનેક પ્રકારની સવલતો મળવા લાગી. ધીરે ધીરે તેમને આગવો સમાજ અસ્તિત્વમાં આવ્યું.
ખ્રિસ્તી સંપ્રદાયની અસરને લીધે બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ જેવાં સુધારક મંડળો અસ્તિત્વમાં આવ્યાં.
ગુજરાતનાં નોંધપાત્ર દેવળો ઃ
ખ્રિસ્તી ધર્મને પ્રચાર વધતાં ગુજરાતમાં જુદા જુદા ઠેકાણે ખ્રિસ્તી ધર્મનાં દેવળ (ચર્ચ) અસ્તિત્વમાં આવ્યાં. આ દેવળા ખ્રિસ્તીઓના વિશાળ સમુદાયને ધ્યાનમાં રાખી બાંધવામાં આવ્યાં. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દર રવિવારે દેવળમાં પ્રાર્થના કરવા જાય છે. લગ્નવિધિ જેવા સંસ્કારે અહીં કરે છે. દેવળને વડે પાદરી સર્વ વિધિ કરાવે છે. કેથલિક દેવળમાં ઈસુની માતા મેરી અને અન્ય સંતોની પ્રતિમાઓ હોય છે,
ગુજરાતમાં નીચેનાં સ્થળોએ ખ્રિસ્તી ધર્મનાં નેધપાત્ર દેવળો આવેલાં છેઃ
(૧) ઘોધાઃ ગુજરાતમાં ઘેધા બંદરે સહુ પ્રથમ ચર્ચ બંધાયું હોવાનું મનાય છે. હાલમાં તેના અવશેષો નજરે પડતા નથી.
(૨) દમણઃ (જિ. વલસાડ)માં ખ્રિસ્તી ધર્મનું સત્તરમી સદીમાં બંધાયેલ એક પ્રાચીન દેવળ આવેલું છે. દેવળમાં લાકડા ઉપરની કોતરણ ઘણી જ કલાત્મક છે. વિશાળ જગ્યામાં સાગર કિનારે બંધાયેલ આ દેવળ કલાને એક , સર્વોત્તમ નમૂન છે.
(૩) રરત: અહીં ઈ.સ. ૧૮૪૦માં એક પોટુઝ શૈલીનું દેવળ બંધાયેલું જોવા મળે છે
(૪) બોરસદ: અહીંનું દેવળ ઈ.સ. ૧૮૬૦માં બંધાયું હતું. તેને પ્રકાર ગેથીક કલાને છે. અહીં દર રવિવારે પ્રાર્થનાને કાર્યક્રમ રખાય છે. અનેક ભાવિકે
Page #186
--------------------------------------------------------------------------
________________
ખ્રિસ્તી ધર્મ
૧૭૭
તેમાં ભાગ લે છે. ચર્ચની પાસે ખાસીવાડા વિસ્તારમાં અનાથ ખ્રિસ્તીઓ માટે એક અનાથાશ્રમ આવેલ છે.
(૫) રાજકેટ: અહીં ઈ. સ. ૧૮૯૦ માં ગથિક કલાના પ્રકારનું દેવળ બંધાયું છે. દેવળની બાંધણી ખાસ નોંધપાત્ર છે. અહીં દર રવિવારે પ્રાર્થના તેમજ બાઈબલના અધ્યયનને કાર્યક્રમ રાખવામાં આવે છે. . (૬) પોરબંદરઃ અહીં ૧૯૪૨માં બંધાયેલા દેવળમાં પૂર્વ અને પશ્ચિમની સ્થાપત્ય શૈલીનું મિશ્રણ જોવા મળે છે. દર રવિવારે પ્રાર્થનાને કાર્યક્રમ રાખવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મની ઘણું ધાર્મિક વિધિ અહીં થાય છે.
(૭) અમદાવાદઃ ઈ. સ. ૧૯૬૫માં બહેરામપુરામાં એક અર્વાચીન ઢબનું એક દેવળ બાંધવામાં આવ્યું છે. અમદાવાદમાં મીરજાપુરમાં ગથિક કલાની અસરવાળું એક પ્રાચીન દેવળ આવેલું છે. બીજું એક દેવળ વિકટોરિયા બાગ પાસે આવેલું છે. તેની નજીક આઈ. પી. મિશન નામે ખ્રિસ્તી ધર્મગુરુઓ દ્વારા સંચાલિત એક હાઈસ્કૂલ આવેલી છે. અહીં દર રવિવારે અનેક ભાવિકે આવે છે. પ્રાર્થના તેમજ બીજી ધાર્મિક વિધિ થાય છે.
આ ઉપરાંત ગુજરાતમાં નડિયાદ, આણંદ જેવાં સ્થળોએ મિશનરી મંડળીઓએ હોસ્પિટલે, નિશાળ વગેરે શરૂ કરીને ઉત્તમ સેવા બજાવી છે. આણંદની મિશન હેસ્પિટલ આજે પણ ઘણું લોકોને માટે આશીર્વાદ સમાન બની છે. અમદાવાદમાં સંત ફ્રાન્સિસ ઝેવિયરના નામે ચાલતી શાળા, કેલેજ, ગુજરાત કેલેજ પાસેની ડિવિનિટી હોસ્ટેલ, માઉન્ટ કારમેલ હાઈસ્કૂલ વગેરે નોંધપાત્ર ખ્રિસ્તી સંસ્થાઓ છે.
કાર્મેલાઈટ સંઘ અને રોમન કેથલિક સંધ સાધુ-સાધ્વીઓમાં હોય છે. કાર્ટેલાઈટ સાધ્વીઓએ ગુજરાતમાં માઉન્ટ કાર્મેલ જેવી આ શિક્ષણની સંસ્થાઓ વિકસાવી છે.
ટૂંકમાં, ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી ધર્મ ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલે જણાય છે. ખ્રિસ્તી ધર્મગુરુઓનું મુખ્ય કાર્યક્ષેત્ર આદિવાસી પ્રજા વચ્ચે હતું. આથી સાબરકાંઠાના લુસડીયા ગામે, પંચમહાલ જિલ્લામાં ઝાલોદ પાસે છટાઉદેપુર દેવગઢબારિયાની આદિવાસી પ્રજાઓના વસવાટના સ્થળોએ તેમનાં નાનાં મોટાં ચર્ચ (દેવળ) આવેલાં છે. તેમણે અઢારમી ઓગણીસમી સદીમાં ધર્માતર પ્રવૃત્તિ આદરી તેના પરિણામે પછાત વર્ગના અનેક લોકે ખ્રિસ્તી બન્યા.
૧ ૨
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ગુજરાતના ધમ સોંપ્રદાય
બ્રિટિશ અમલ દરમ્યાન આ ધર્મ ને રાજ્ય તરફથી ખાસ પ્રાત્સાહન મળ્યું. તેને પરિણામે અનેક ઠેકાણે ખ્રિસ્તી વસાહતા અસ્તિત્વમાં આવી.
અન્ય સંપ્રદાયાની માફક આ ધર્માંમાં પણ કેથલિક પ્રોટેસ્ટ ંટ જેવા સ ંપ્રદાયા અસ્તિત્વમાં આવતાં તેના પ્રચાર ગુજરાતમાં પણ થવા લાગ્યા. ગુજરાતમાં પ્રચલિત ખ્રિસ્તીના ધ્રના તહેવારો
ગુજરાતના ખ્રિસ્તીએ નાતાલ, નવુ વર્યાં, પામ સન્ડે, ગુડફ્રાઈડે, ઈસ્ટર વગેરે તહેવારા બહુ જ પ્રેમથી ઊજવે છે. આ સર્વેમાં નાતાલ એ તેમના અગત્યના તહેવાર મનાય છે.
આમ, ખિસ્તી ધર્માં સમગ્ર વિશ્વના એક અગત્યના ધ છે. ગુજરાતમાં તેના વ્યાપક પ્રમાણમાં પ્રસાર થયેલ છે. અનેક ગામેામાં ખ્રિસ્તી વસાહત જોવા મળે છે. સદભ ગ્રંથા
શુભસ દેશ
(૧) શ્રી નગીનદાસ પારેખ અને ઈસુદાસ કવેલી
(૨) રેવ. જી. વિલ્સન (૩) કેમિસેરિયેટ
Commissariat M. S.
(૪) Dr. R, C, Majumdar (૫) લાજરસ તેજપાળ
મારું ઋણ
(૧) History of Gujarat Vol. 2, 3
(૨) Imperial Mughal Farmans in Gujarat,
Age of Imperial Unity ગુજરાતમાં ખ્રિસ્તીમ`ડળના ઇતિહાસ
Page #188
--------------------------------------------------------------------------
________________
ચિત્ર સૂચિ
૧. સોમનાથ મંદિર પ્રવેશદ્વાર
કરી
૨. ડભોઈના દરવાજાના
ગાળાએાની અંદર આવેલાં શિટપે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ગુજરાતના ધર્મ સંપ્રદાય
૩, ડેઈના દરવાજાની
અંદરના ગાળામાં
શિ૯પ,
૪. ડભોઈના દરવાજાની અંદરના
ગાળાનાં શિ૯પે.
Page #190
--------------------------------------------------------------------------
________________
ચિત્ર સૂચિ
૧૮૧
૫. ડભોઈના દરવાજાની અંદરના
ગાળાનાં શિe.
૬. ડેભોઈના દરવાજાની અંદરના
ગાળાનાં શિ.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ગુજરાતના ધર્મ સંપ્રદાય
૭. ડાઈના અંદરના દરવાજાની
અંદરના ગાળાનાં શિ૯.
૮. ત્રિવિક્રમ વિષ્ણુ :
ગઢી શામળાજી,
Page #192
--------------------------------------------------------------------------
________________
- ચિત્ર સૂચિ
૧૮૩
૯, લક્ષ્મીનારાયણ રાધી
વાડની પ્રાચીન પ્રતિમા
૧૦. શામળાજીના મંદિરનું પ્રવેશદ્વાર,
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ગુજરાતના ધમ સંપ્રદાય
૧૧, દ્વારકાનું મુખ્ય મંદિર,
૧૨, સ્વામીનારાયણ
મંદિર : ગાંડલ
Page #194
--------------------------------------------------------------------------
________________
ચિત્ર સૂચિ
૧૩. સારંગપુરનું
સ્વામીનારાયણનું મંદિર,
૧૪. સૂર્યમંદિર : મોઢેરા
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ગુજરાતના ધામ સંપ્રદાય
૧૫. સૂર્ય પ્રતિમા : ખેરાળુ,
૧૬, જૈનમંદિર : મહાવીર
ટેમ્પલ : કુંભારીયા,
Page #196
--------------------------------------------------------------------------
________________
ચિત્ર સૂચિ
૧૭. જૈનમંદિર : પાલિતાણા.
૧૮. બુદ્ધની ગુફા
તળાજુ
'..
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ગુજરાતના ધર્મ સંપ્રદાય
૧૯. ચાંપાનેરની મસ્જિદ
Page #198
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શબ્દસૂચિ
ENGLISH TO GUJARATI Age યુગ
Grant 61447 Agriculture ખેતી
Historical અતિહાસિક Ancient પ્રાચીન
Inscription અભિલેખ Ancient remains પુરાવશેષ Jain temple 221742 Architecture 241484
Literary સાહિત્યિક capital રાજધાની
Nich ગવાક્ષ Coins (4531
Religions ધાર્મિક Condition falla
Sculpture શિલ્પ cult સંપ્રદાય
Shrine 1742 cultural સાંસ્કૃતિક
Social RHCors Document Ezdiaor
Temple દેવાલય Fort Beeld
GUJARATI TO ENGLISH અભિલેખ Inscription
311912 Ancient અતિહાસિક Historical
રાજધાની capital Isceli Fort
શિખર Shrine ખેતી Agriculture
ley Sculpture ગવાક્ષ Nich
સંપ્રદાય cult d!31454 Copper plate
સામાજિક social દસ્તાવેજ Documents
સાહિત્યિક Literary દંતકથા Legend.
સાંસ્કૃતિક cultural દાનપત્ર Grant
સિકકો coin. દેરાસર Jain temple
291144 Architecture ધાર્મિક Religious
સ્થિતિ condition પુરાવશેષ Ancient remain
Page #199
--------------------------------------------------------------------------
Page #200
--------------------------------------------------------------------------
________________ ગ્રંથપરિચય ભારતીય સંસ્કૃતિ ધર્મ પ્રધાન સંસ્કૃતિ હોઇ, ગુજરાતમાં ઘણા પ્રાચીનકાળથી ધર્મનું મહત્વ સ્વીકારાયું છે. ધર્મ એ સમાજને પ્રાણ છે. પ્રસ્તુત ગ્રંથમાં ગુજરાતમાં પ્રવર્તતા સર્વ ધર્મોના પ્રાચીનકાળથી અર્વાચીનકાલ સુધીના વિકાસક્રમની ઝાંખી કરાવી, તેમનાં વિવિધ મંદિર, શિક, સંપ્રદાયો, તીર્થધામો, સંતો, પ્રભાવક વગેરેને ખ્યાલ આપી ગુજરાતની ધાર્મિક સ્થિતિનું ચિત્ર રજૂ કરવાના પ્રયત્ન કરેલ છે. ટૂંકમાં, ભારતીય સંસ્કૃતિના અભ્યાસને અનુલક્ષીને તૈયાર કરેલ આ ગ્રંથ ગુજરાતના વિવિધ ધર્મો વિશે નોંધપાત્ર માહિતી પૂરી પાડે છે. ગુજરાતના ધર્સસંપ્રદાય કિમત રૂ. 17=oo