SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઇસ્લામ ધમ ૧૫૫. આશાવલ, પાટણ, જુનાગઢ વગેરે સ્થળાએ મુસ્લિમા વસતા હેાવાથી, ત્યાં નાની. મેાટી મસ્જિદે અસ્તિત્વમાં આવી હતી. આ ધર્મીસ્થાનેા માટે ભાગે ધનિક વેપારીઓએ બંધાવ્યાં હતાં. આ સર્વેમાં નીચેની મસ્જિદે નોંધપાત્ર છે. સલ્તનતકાલ પૂર્વેનાં ઇસ્લામી સ્મારકા : (૧) પેટલાદની ખાખા અજુ નશાહની મસ્જિદ : આ મસ્જિદ પેટલાદમાં ખાખા અર્જુ નશાહની દરગાહના નામે ઓળખાય. છે. તેઓ મધ્ય એશિયામાંથી આવી ઇસ્લામના પ્રચાર અર્થે અહીં વસેલા. તેમનુ મૃત્યુ ઇ.સ. ૧૨૩૬માં થયું હતું. એમની કબર ઉપર આરસમાં અરબી ભાષામાં સુંદર લેખ છે. તેમાં ઈશ્વર સિવાય ખીજો કાઈ ઈશ્વર નથી. મહમ્મદ પ્રભુના પયગમ્બર છે વગેરે કુરાનનાં વાકયો લખેલાં છે. આ મસ્જિદમાં અલ્લાઉદ્દીનના સમયના ઈ.સ. ૧૩૧૩ના લેખ છે. ખીા લેખમાં પેટલાદમાં મસ્જિદ બંધાયામા ઉલ્લેખ છે. (ર) ખંભાતનો જામે મસ્જિદ : આ મસ્જિદનું મકાન મુસ્લિમ યુગની શરૂઆતમાં બંધાવેલ મકાનેાના જેવી બાંધણીતુ છે. આ ઈમારત ઈ.સ. ૧૩૨૫માં એટલે કે સુલતાન મુહમ્મદ તુઘલકના રાજ્ય વખતે બંધાઈ હતી. આ મસ્જિદ પૂર્વ-પશ્ચિમ ૧૨ ફૂટ લાંખી. અને ઉત્તર-દક્ષિણ ૨૫૨ ફૂટ પહેાળી છે. વચમાં વિશાળ પ્રાર્થનાખંડ આવેલ છે. ચેકની ત્રણેય બાજુ થાંભલા અને ઘુમ્મટવાળી પડાળિયા છે: વચ્ચેના મહેરાખ ઉપર કુરાને શરીફનાં વાકયો કાતરેલાં છે. મસ્જિદની પાછળ દક્ષિણ બાજુએ એક મોટા રાજો આવેલ છે. ખંભાત શહેરથી બે માઈલ દૂર એક ઈદગાહ આવેલી છે. તેમાં હી.સ. ૭૮૩(ઈ.સ. ૧૩૮૧)ના લેખ છે. (૩) ભરૂચની જામે મસ્જિ* : અહીં સુલતાન અલ્લાઉદ્દીન ખલજીના આમન વખતે અસ્તિત્વમાં આવેલ. એક વિશાળ મસ્જિદ આવેલી છે. તેના સ્ત ંભા હિંદુમંદિરના અવશેષા હાવાની. શાખ પૂરે છે. (૪) ભદ્રેશ્વરની ખીમલી મસ્જિદ આ મસ્જિદ ભદ્રેશ્વરના દાનવીર જગડૂશાહે બંધાવેલી હોવાનુ મનાય છે.. તેના ઉપર કાઈ લેખ ન હોવાથી તેના ચેાક્કસ સમય કહી શકાતા નથી. આ મસ્જિદ હિંદુમ દિર સ્થાપત્યની શૈલીની છે. મસ્જિદના થાંભલાની નીચેનેા ભાગ.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy