SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ગુજરાતના ધર્મ સંપ્રદાય નદી કિનારે રહેવા લાગ્યા. તેમનું ઉપનામ “શમે બુરહાની' એટલે દીવાને પ્રકાશ હતું. કહેવાય છે કે એક દિવસ તેઓ નદીએ નહાવા ગયા હતા. ઘરે પાણું લઈ જવા માટે તેમની પાસે કોઈ સાધન ન હતું. એટલામાં એક ગદાધર નામને છેક ગાગર ભરી પાણી લઈ જતો હતો. તેની પાસેથી ગાગર માગીને પાણી ઘેર પહોંચાડયું. પછી તે છોકરાને પોતાની પાસે રહેવાનું કહ્યું. તે તેણે કહ્યું કે મારા પિતા પાસે પૈસા નથી તેથી અમે કેવી રીતે ઘર વસાવી શકીએ ? સૈયદ સાહેબે કહ્યું કે ઠીક તું સાબરમતીમાંથી ગાગર ભરીને ઘેર જા. એ પાણી ભરેલી ગાગર તેણે ઘેર જઈ ઠાલવી તો તેમાંથી પાણુંના બદલે સોનામહેરો નીકળી. આ ચમત્કાર પછી તે છોકરાનું આખું કુટુંબ સૈયદ સાહેબ પાસે રહેવા લાગ્યું. આ સંતે કેટલાક સુફી સંપ્રદાયને લગતા ગ્રંથો લખ્યા છે. તેમના નામ ઉપરથી અમદાવાદની પાસે ઉસ્માનપુરા ગામ વસાવ્યું હતું. અહીં આજે પણ મહમૂદ બેગડાએ બંધાયેલ તેમની મસ્જિદ મોજુદ છે. શાહઆલમ ઃ આ સંત ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના સમયના એક નામાંકિત સંત હતા. તેમની કીતિ આજે પણ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી છે. તે મધરબી પંથના અનુયાયી હતા. તે એક ચમત્કારિક સંત તરીકે ઓળખાતા. મિરાતે અહમદીમાં તેમના વિશે પ્રસંગ ને છે કે શેખકમાલ અને શાહઆલમને ધોબી એક જ હતો. તેને એક પણ પુત્ર ન હતો. તેથી તેણે બંને સંત પાસે સંતાનની માગણી કરી. શેખ કમાલ પાસે તેણે પુત્રીની માગણું કરી અને શાહઆલમ પાસે પુત્રની માગણી કરી. છેવટે તેને ત્યાં પુત્રને જન્મ થયે. દંતકથા છે કે આ પુત્રને લઈ જ્યારે ધોબી શાહઆલમ પાસે જતે ત્યારે તે પુત્ર રહેતો, અને શેખ કમાલ પાસે જતો ત્યારે તે પુત્રી બની જતે. ટૂંકમાં, મહમૂદ બેગડાના સમયમાં થયેલા સંતમાં શાહઆલમ સાહેબનું નામ મોખરે છે. તેમને રોજે ચંડોળા તળાવ પાસે આવેલો છે. તે શાહઆલમના રોજાના નામે ઓળખાય છે. તેની જાળીની કતરણ ભવ્ય છે. અમદાવાદના સ્થાપત્યમાં આ રેજે એક નોંધપાત્ર ઈમારત ગણાય છે. આ ઉપરાંત ચિશ્તી ખાનદાન તથા મલેક મુહમદ ઈખ્તિયાર, શેખસલાહુદ્દીન, સૈયદ મહમૂદ એરજી વગેરે નેધપાત્ર સંત હતા. ગુજરાતનું ઈસ્લામી સ્થાપત્ય : ઈ. સ. ૧૩૦૪માં ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ તે પહેલાં ગુજરાતમાં ભદ્રેશ્વર, પ્રભાસ, માંગરોળ, ખંભાત, પેટલાદ, ડભોઇ, ઉમરેઠ, રાંદેર,
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy